CIA ALERT
26. April 2024
May 21, 20191min8820

Related Articles



SSCમાં A-1 ને મફત અભ્યાસની જાહેરાતો કરીને ભેરવાયા સંચાલકો: આખા ક્લાસ મફત ભણશે

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ

હોંશિયાર વિદ્યાર્થીઓને ખેંચી લાવવા માટે પહેલા ટ્યુશન ક્લાસીસો અને હવે સ્કુલોએ એ-વન વિદ્યાર્થીઓને સાવ મફતમાં ભણાવવા અંગે કરેલી જાહેરાતો 2019ના ધો.10ના પરીણામ સાથે જ ટ્યુશન અને સ્કુલોના સંચાલકોના ગળે ગાળીયાની જેમ ફીટ થઇ ગઇ છે. ઇનામી ફંડા આ વખતે ટ્યુશન ક્લાસીસો અને સ્કુલોના સંચાલકો માટે આર્થિક ફંદા બની જાય તેવી સ્થિતિ છે.

આજે સવારે જેમ જેમ સ્કુલોના પરીણામોમાં એ-વન ગ્રેડ નીકળતા જતા હતા તેમ તેમ ટ્યુશન ક્લાસીસો અને કેટલીક સ્કુલોના સંચાલકોના બ્લડ પ્રેશર વધતા ગયા હતા, કેમકે એ-વન વાળાને એકપણ રૂપિયો લીધા વગર ભણાવવાની જાહેરાતો અનેકે કરી છે.

સુરતમાંથી અભૂતપૂર્વ રીતે 1009 એ-વન ગ્રેડ આવ્યા છે. આવી ઘટના ગુજરાત બોર્ડ માટે પણ પહેલી વખતબની છે જેમાં એ-વન ગ્રેડના વિદ્યાર્થીઓની કોઇ એક જિલ્લાની સંખ્યા ચાર આંકડાને પાર કરી ગઇ હોય

સુરતમાંથી કુલ 1009 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે. આ બધા જ વિદ્યાર્થીઓને જાણીતા અને જેમણે અગાઉથી જાહેરાતો કરી છે એ મુજબની સ્કુલ અને ટ્યુશનમાં બિલકુલ ફ્રી ભણાવવામાં આવશે. આ ગણતરી જોઇએ તો ટ્યુશન ક્લાસીસોમાં ધો.12ના ટ્યુશન તેમજ જેઇઇ, નીટ, ગુજકેટ વગેરે પરીક્ષાના ટ્યુશન મળીને વાર્ષિક ફી વિદ્યાર્થી દીઠ રૂ.50 હજારથી એક લાખ સુધીની આવે છે. આ પ્રમાણે ગણતરી કરીએ તો આ વખતે કરોડો રૂપિયાની ખોટ સ્કુલો અને ક્લાસીસોએ કરવી પડે તેમ છે.

શહેરના કેટલાક ધંધાદારી ટ્યુશન ક્લાસીસો અને સ્કુલોના સંચાલકોએ એ-વન ગ્રેડવાળાને ધો.11-12 સાયન્સ, કોમર્સમાં ફ્રી ભણાવવાની જાહેરાતો કરી છે, ધો.11-12ની સ્કુલ ટ્યુશનની એવરેજ ફી રૂ.1 લાખ જેટલી થાય છે ત્યારે 1009 એ-વન ગ્રેડવાળા વિદ્યાર્થીઓને ભણાવવાનો ટોટલ ખર્ચો રૂ.10 કરોડને આંબી જશે

આમ સુરતના એ-વન ટોપર્સની વાત કરીએ તો તેમણે ઝળહળતું પરીણામ મેળવીને ધંધાદારી ટ્યુશન ક્લાસીસો, સંચાલકોને કુલ રૂ.10 કરોડ જેટલી જંગી રકમના ઇનામો જીતી લીધા છે અને હવે સંચાલકોએ અગાઉથી કરેલી જાહેરાતો મુજબ આ વિદ્યાર્થીઓેને મફતમાં ભણાવવા પડશે.

આમ સુરતના 1009 એ વન વિદ્યાર્થીઓએ કુલ રૂ.10 કરોડ ઉપરાંતની રકમ ઇનામ રૂપે જીતી લીધી છે અને મોટા ભાગના એ-વન ગ્રેડના વિદ્યાર્થીઓ અત્યાર સુધી જ્યાં ભણ્યા છે ત્યાં ફ્રીમાં જ ભણ્યા છે. હવે આ વખતે 1009ની ઉપર એવન ગ્રેડ આવ્યા હોઇ સંચાલકો આવતા વર્ષથી એવન ગ્રેડને ફ્રીમાં ભણાવવાની જાહેરાત કરતા પહેલા સો વખત વિચાર કરશે.

એ-વન ગ્રેડવાળાને ફ્રીમાં ભણાવવાની ઇનામી યોજનાને પગલે ટ્યુશનો અને સ્કુલોમાં સંભવ છે કે આખેઆખા ક્લાસ ફ્રી ભણશે. બહુ મોટી અને અસામાન્ય સંખ્યામાં એ-વન ગ્રેડ આ વખતના ધો.10ના પરીણામમાં આપવામાં આવ્યા છે.

વાંચો અહીં ધો.10નું પરીણામની સઘળી વિગતો

આખા રાજ્યના પરીણામ પર નજર

સુરત સમેત સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓનું પરીણામ

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :