CIA ALERT
26. April 2024
March 20, 20191min17760

Related Articles



મુંબઇ આજે મસૂદને પણ બાળશે

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ

આજે તા.20મી માર્ચ 2019ને હોલિકા દહનનો પર્વે સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાશે. ભદ્રા યોગ હોવાથી રાત્રે નવ વાગ્યા પછી મોટા ભાગના સ્થળો પર હોલિકા દહનનો કાર્યક્રમ યોજાશે. હોલિકા દહનના કાર્યક્રમો પૈકી મુંબઇમાં હોલિકા દહનના કાર્યક્રમમાં કેટલીક વેરાયટી મુંબઇગરાઓએ એડઓન કરી છે. જેમકે મુંબઇમાં પાંચેક ઠેકાણે હોલિકા દહનની સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરના વિશાલકાય પૂતળાને પણ બાળવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવી જ રીતે હોલિકા દહન પર્વે બાળકોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ આવે તે માટે એકાદ બે સ્થળોએ પબજી ગેમના આઇકોનના વિશાળ કદના પૂતળાનું પણ દહન કરવાના આયોજનો કરવામાં આવ્યા છે. હોલિકા દહન સાથે આ પ્રકારે સમાજના દૂષણોને બાળવાના કાર્યક્રમો સોશ્યલ મિડીયા પર ભારે ટ્રોલ થઇ રહ્યા છે.

A boy points to an effigy made in the likeness of Jaish-e-Mohammad chief Masood Azhar to be lit as part of the Hindu festival of Holika Dahan in Mumbai, India, Tuesday, March 19, 2019. Holika Dahan is a festival celebrated just before Holi by burning an effigy of Holika, the devil. (AP Photo/Rajanish Kakade)

મુંબઇગરાઓ હોલિકા દહન સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર, પબજી ગેમના આઇકોનના પૂતળાઓનું પણ દહન કરશે

મુંબઇમાં સ્કુલે જતા બાળકોના પેરેન્ટસની સૌથી મોટી ફરીયાદ એ હતી કે તેમના બાળકો સ્કુલ-ટ્યુશન જાય છે એ પછીનો મોટા ભાગનો સમય તેઓ મોબાઇલ ફોન પર પબજી ગેમ્સ રમી રહ્યા છે. ઘણાં બાળકો મોડી રાત્રે ઉજાગરા કરીને પબજી ગેમ્સ રમતા હોય છે, ઘણા પેરેન્ટસએ એવી પણ ફરીયાદો કરી હતી કે બાળકો તેમના પર્સનલ બેડરૂપમાં વાંચવાના બહાને પબજી ગેમ રમતા હોય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. મુંબઇગરાઓએ પબજી ગેમ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે આજે તા.20મી માર્ચ 2019ના હોલિકા દહન પર્વે પબજીના વિશાળ કદના પૂતળાઓ બનાવીને તેનું પણ હોળી સાથે દહન કરી દેવાના આયોજનો મોટા પાયે કર્યા છે.

હોલિકા દહન સાથે બાળકો, યુવાનોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ ફેલાય તે માટે અનેક સ્થળોએ કાર્યક્રમો

મુંબઇમાં એક સ્થળે હોલિકા દહન પ્રોગ્રામની સાથે જ  પાકિસ્તાની આતંકવાદી અઝહર મસૂદના વિશાળ કદનું પૂતળું છેલ્લા ત્રણ દિવસથી ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું છે. ભારતનો સૌથી મોટો ગુનેગાર મનાતો પાકિસ્તાની આતંકવાદી મસૂદના પૂતળાને આજે હોલિકા દહન દરમિયાન બાળવામાં આવશે. સમગ્ર મુંબઇના લોકોમાં મસૂદના આ વિશાળ કદના પૂતળાના દહનને લઇને વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે અને આજે સાંજે મોટી સંખ્યામાં લોકો મસૂદના બળતા પૂતળાને જોવા માટે તેમજ હોલિકા દહન માટે આયોજન સ્થળે ભેગા થાય તેમ માનવામાં આવી રહ્યું છે. મુંબઇમાં હોલિકા દહન સાથે મસૂદને બાળવાના આયોજનના ફોટો સોશ્યલ મિડીયા તેમજ ટ્વીટર પર પણ મોટા પાયે ટ્રોલ થઇ રહ્યો છે.

મુંબઇગરાઓ આજે હોલિકાદહનની સાથે ભારતના મોસ્ટ વોન્ટેટ ગુનેગાર પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરનું પૂતળું પણ બાળશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :