CIA ALERT

VNSGU Archives - CIA Live

October 5, 2023
kanji_bhalala_cialive.jpg
1min1864

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હોય કે વરાછા કો.ઓ. બેંક હોય કે પછી સ્વયંભુ નાગરીક અભિયાન હોય, દરેક સકારાત્મક બાબતોના પ્રણેતા કાનજીભાઇ ભાલાળાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પ્રોફેસર ઓફ પ્રેક્ટીસનું બહુમાન એનાયત કર્યું છે. પ્રોફેસર ઓફ પ્રેક્ટીસ એટલે એવા નિવડેલા વ્યક્તિ કે જેને કોલેજના વર્ગખંડમાં જઇને શિક્ષણ કાર્ય કરાવવું હોય તો કોઇ ડિગ્રીની જરૂર નથી. એ વ્યક્તિત્વ સ્વયંભુ અધ્યાપકનું વ્યક્તિત્વ ધરાવતો હોય છે. આ પ્રકારની પદવી માટે કાનજીભાઇ ભાલાળાના નામની ભલામણ વરાછાની ધારુકાવાલા કોલેજ તરફથી કરવામાં આવી હતી જેને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મંજૂર રાખવામાં આવી છે.

કાનજીભાઇ ભાલાળા હવે વીર નર્મદ યુનિવર્સિટીની કોલેજમાં જઇને કોલેજીયન યુવક યુવતિઓને દુનિયાદારીના પાઠ ભણાવી શકશે.

August 6, 2022
cia_edu-1280x925.jpg
1min972

યુનિવર્સિટી સેનેટ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ, આજે 7/8/22 ચકાસણી થશે

દાતાઓની પ્રતિષ્ઠાભરી બેઠક પર ડો.કશ્યપસિંહ ખરચીયા અને ડો. ભરત પટેલ બન્ને સામે કોઇએ ઉમેદવારીપત્ર ભર્યું નહીં

આગામી તા.14મી ઓગસ્ટે યોજાનારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સેનેટ અધિકારમંડળની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા આજે શનિવારે સાંજે પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ કુલ 11 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ નિવડ્યા છે. હવે આ ઉમેદવારોને સત્તાવારી રીતે બિનહરીફ વિજેતા ઘોષિત કરાશે. અધ્યાપકોના મતદાર વિભાગની કુલ 14 સેનેટ બેઠકો પૈકી 8 બેઠકો પર ઉમેદવારો સામે કોઇએ ઉમેદવારી નોંધાવી નથી. એવી જ રીતે પ્રતિષ્ઠાભરી બેઠક ગણાતી દાતાઓના મતદાર વિભાગની બે સેનેટ બેઠકો પર પણ ડો.કશ્યપસિંહ ખરચીયા અને ડો. ભરત પટેલ સામે કોઇએ ઉમેદવારી નોંધાવી નથી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલી નગરપાલિકાઓના વિસ્તારના પ્રમુખોની એક બેઠક પર બિલિમોરા નગરપાલિકાના પ્રમુખ પ્રાણલાલ પટેલ સામે પણ કોઇએ ઉમેદવારી નહીં નોંધાવતા સેનેટની કુલ 11 બેઠકો પર બાકી રહેલા ઉમેદવારોને બિનહરીફ વિજેતા ઘોષિત કરાશે.

હવે આવતીકાલ રવિવારે ઉમેદવારીપત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે મંગળવારે બપોરે ચાર વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે.

યુનિવર્સિટી સેનેટની ચૂંટણીમાં ઉમેદવારીપત્રોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રિપાંખીયા જંગનું ચિત્ર ઉપસ્યું છે. સુરતના રાજકીય તખ્તે સક્રીય ત્રણેય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આપની વિદ્યાર્થી પાંખ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ, નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિના ઉમેદવારોએ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની જુદી જુદી ફેકલ્ટીના મતદાર વિભાગોમાંથી ઉમેદવારી પત્રો ભર્યા છે.

11 સેનેટ બેઠક પર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરાશે

  • મતદાર વિભાગ બિનહરીફ ઉમેદવાર
  1. કોમર્સ ફેકલ્ટી – મનોજ દેસાઇ, બારડોલી
  2. કમ્પ્યુટર ફેકલ્ટી – સ્નેહલ જોષી, વલસાડ
  3. શિક્ષણ ફેકલ્ટી – નિમેષ નિઝામા, ખોલવડ
  4. કાનૂન ફેકલ્ટી – વિમલ પંડ્યા, ભરૂચ
  5. મેનેજમેન્ટ ફેકલ્ટી – જયદીપ ચૌધરી (પૂર્વ રજિસ્ટ્રાર)
  6. રૂરલ સ્ટડીઝ – દિપક ભોયે (યુનિ. ડિપાર્ટમેન્ટ)
  7. મેડીસીન (1) – ડો. વિપુલ ચૌધરી (નવી સિવિલ)
  8. મેડીસીન (2) – ડો.વિલાસરાવ (સ્મીમેર)
  9. દાતા સીટ (1) – ડો.કશ્યપસિંહ ખરચીયા
  10. દાતા સીટ (2) – ડો.ભરત પટેલ
  11. ન.પા. પ્રમુખ વિભાગ – પ્રાણલાલ પટેલ, બિલિમોરા
    (નોંધ- ઉપરોક્ત 1થી 8 ક્રમના ઉમેદવારો અધ્યાપક મતદાર વિભાગના)