શહેરના અઠવાગેટ પર આવેલી વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે આવતીકાલ તા.14થી 16 ઓક્ટોબર દરમિયાન સવારે 11થી રાત્રે 8 વાગ્યા સુધી કુંચલા આર્ટિસ્ટ ગ્રુપનું પ્રેઇન્ટીંગ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
સુરત શહેરના ઉભરતા યુવા ચિત્રકારો
- વંદના મહેશ્વરી,
- મુગ્ધા બસમટકર,
- હીરા મહુવાગરા,
- ભાવિની ગોળવાલા,
- કુંજન ભટ્ટડ,
- વંશિકા સોની,
- માનવી કેડીયા,
- ડિપ્તી મનોટ,
- અવનિ દેસાઇ અને
- તેજલ મોદી
આ 10 મહિલા ચિત્રકારોએ છેલ્લા 9 મહિના દરમિયાન સ્વહસ્તે દોરેલા અવનવા કન્સેપ્ચ્યુઅલ પેઇન્ટીંગ્સનું પ્રદર્શન ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા શહેરીજનો માટે ખુલ્લુ મૂકશે.