CIA ALERT
19. April 2024

Blood donation kiran hospital Archives - CIA Live

December 27, 2022
cia_multi-1280x1045.jpg
1min182

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દક્ષિણ ગુજરાત કે ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતમાં તબીબી સેવા, સુવિધા ક્ષેત્રમાં ખૂબ જ ટૂંકાગાળામાં ખ્યાતિપ્રાપ્ત કરનાર સુરતના કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલના દ્વિતીય ફેઝનું ઉદઘાટન આગામી તા.22મી જાન્યુઆરી 2023ના રોજ કરવામાં આવશે. ગુજરાતની જ નહીં પણ દેશની મોટામાં મોટી ગણાતી હોસ્પિટલો પૈકીની એક કિરણ હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદઘાટન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું હવે દ્વિતીય ફેઝનું ઉદઘાટન રક્તદાતાઓના હસ્તે કરવામાં આવશે એવી જાહેરાત કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણીએ કરી છે. રક્તદાતાઓનું આવું સન્માન ભાગ્યે જ ક્યાંય મળી શકે…

Thumbnail image

સુરત શહેરના કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્પિટલ કે જે હાલમાં 550 બેડની સુવિધા ધરાવે છે તેનું હવે એક્સપાન્શનની તમામ પૂર્વતૈયારીઓ આટોપી લેવામાં આવી છે અને આગામી 22મી જાન્યુઆરી 2023ના રોજ વધુ 350 બેડની હોસ્પિટલને લોકસમર્પિત કરવામાં આવશે. સેકન્ડ ફેઝનું ઉદઘાટન સુરત શહેરમાં બે કે તેથી વધારે વખત રક્તદાન કરનારા રક્તદાતાના હસ્તે કરવામાં આવશે એવુ કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણીએ જણાવ્યું હતું. રક્તદાન કરનારા લોકોના નામ નંબર મેળવવામાં આવશે તેમજ ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષોના નામ લક્કી ડ્રો દ્વારા નક્કી કરવામાં આવશે.

કિરણ હોસ્પિટલ બ્લડ બેન્ક દ્વારા રકતદાતાઓના માનમાં દક્ષિણ ગુજરાતની કોઇપણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને વિના મુલ્યે બ્લડ આપવામાં આવે છે.

કિરણ હોસ્પિટલનો હેતુ દેશના લોકોને કવોલીટી સારવાર આપવાનો છે, પાછલા ૬ વર્ષમાં ૨૧ લાખથી વધારે દર્દીઓએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો છે. સારવાર લેનાર દર્દીઓ ખૂબજ ખુશ થયા અને તેઓએ કિરણ હોસ્પિટલની ઉતમ સારવાર અન્ય લોકોને વારંવાર ધ્યાન ઉપર મુકી તેથી કિરણ હોસ્પિટલના તમામ વિભાગોમાં સારવાર લેનાર લોકોનો વર્ગ ખુબ મોટો થયો જેથી હોસ્પિટલની ૫૫૦ બેડની વ્યવસ્થા નાની પડવા લાગી તેથી ૩૫૦ બેડના વધારા સાથે ૯૦૦ બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. સુરતની ધરતી ઉપર કદી નથી થયા તેવા ઓપરેશનો કિરણ હોસ્પિટલમાં થાય છે. કિરણ હોસ્પિટલના ૪૩ વિભાગો જટીલ બીમારીની સારવાર કરવા માટે સક્ષમ છે.

બે થી વધારે વખત રકતદાન કર્યુ હોય તેવા રકતદાતાઓએ ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
રજીસ્ટ્રેશન થયેલ રકતદાતાઓનો ડ્રો કરવામાં આવશે જે પૈકી 3 ભાઈઓ અને ૩ બહેનોના નામ સિલેક્ટ થશે.
સિલેક્ટ થયેલ રકતદાતાઓના વરદ્‌ હસ્તે હોસ્પિટલના બીજા ફેઝ નું આપનીંગ કરવામાં આવશે.
આપ રકતદાતા છો તો હોસ્પિટલ ઓપનીંગનું આ ઉતમ કાર્ય આપના વરદ હસ્તે પણ થઇ શકે તેમ છે તો આપ www.kiranhospital.com પર જરૂરથી રજીસ્ટ્રેશન કરાવશો.