CIA ALERT
18. May 2024

baba bholenath Archives - CIA Live

March 28, 2022
cia_multi-1280x1045.jpg
1min250

પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ આગામી તા.૩૦ જૂનથી થશે, એવું એક અધિકારીએ જણાવ્યું હતું. લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના અધ્યક્ષપદે મળેલા અમરનાથજી શ્રાઇન બોર્ડની બેઠકમાં ૪૩ દિવસ ચાલનારી આ યાત્રાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બે વર્ષ બાદ સામાન્ય લોકો અમરનાથ યાત્રામાં જોડાઇ શકશે. કોવીડ-19 અંગેના કેન્દ્ર સરકારના પ્રવર્તમાન તેમજ વખતોવખત કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામા આવનારા તમામ ધારાધોરણો લાગૂ કરવાની શરતે અમરનાથ યાત્રામાં સામાન્ય લોકોને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્વિટર પર જમ્મુ કાશ્મીરના લેફ. ગવર્નર સિન્હાએ લખ્યું કે 27 માર્ચે અમરનાથજી શ્રાઇન બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરીને ૪૩ દિવસ ચાલનારી યાત્રાનો પ્રારંભ તા.૩૦ જૂનથી થશે. અમે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. વર્ષ ૨૦૧૯માં કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવતાં અમરનાથ યાત્રાને રદ કરવામાં આવી હતી અને કોરોનાને કારણે છેલ્લા બે વર્ષ પ્રતીકાત્મક યાત્રા કાઢવામાં આવી હતી.