CIA ALERT
28. March 2024

Mathur Savani Archives - CIA Live

January 23, 2023
societynews-1280x1040.jpg
1min222

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

2016 સુધી કોઇ બિમાર હોય, ઓપરેશનની જરૂર પડે તો મોટા ભાગે એવું સંભળાતું કે મુંબઇની ફલાણી હોસ્પિટલમાં સારવાર માટે ગયા છે કે જઇ રહ્યા છે, પણ હવે મેડીકલ ટ્રીટમેન્ટ માટે મુંબઇ ગયા છે કે જવાના છે એવું સંભળાવાનું સાવ ઓછું થઇ ગયું છે. સુરતમાં અને ગુજરાતમાં હવે મેડીકલ ટ્રીટમેન્ટ જેવી જોઇએ તેવી ઉપલબ્ધ બની છે અને તેમાં પણ સુરતના કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્પિટલે અત્યાધુનિક મેડીકલ સુવિધાઓ બિલકુલ ન્યૂનત્તમ દરે આપીને મોટી હોસ્પિટલની ગરજ સારી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને કિરણ હોસ્પિટલનો લાભ મળી રહ્યો છે. રવિવાર તા.22મી જાન્યુઆરીએ કિરણ હોસ્પિટલના ફેઝ-2નું ઉદઘાટન 6 રક્તદાતા મહિલા, પુરુષોના હસ્તે કરવામાં આવ્યું ત્યારે એક માઇલસ્ટોન એ પણ સર્જાયો કે કિરણ હોસ્પિટલ હવે 900 બેડ ધરાવતી ગુજરાતની સૌથી મોટી ખાનગી હોસ્પિટલ બની છે.

સુરતના કતારગામ, સુમુલ ડેરી રોડ સ્થિત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના ફેઝ-૨ અંતર્ગત ૩૫૦ બેડનો વધારો કરવામાં આવ્યો છે અને કુલ ૯૦૦ બેડની અત્યાધુનિક સુવિધાસજ્જ હોસ્પિટલ દર્દીઓની સેવામાં કાર્યરત થઈ છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓક સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાતાઓના હસ્તે ફેઝ-૨ની તક્તી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે કિરણ હોસ્પિટલે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી હોસ્પિટલોમાં સ્થાન મેળવ્યું છે.

આ પ્રસંગે કલેક્ટરશ્રી આયુષ ઓકએ જણાવ્યું હતું કે, હેલ્થકેર અને શિક્ષણક્ષેત્રે વાઈબ્રન્ટ વિકાસ થાય તે ખૂબ જ જરૂરી હોય છે. છેલ્લા ૧૦ વર્ષમાં સુરતનો ડાયમંડ, ટેક્સટાઈલ, સોફ્ટવેર, જ્વેલરી, લેબગ્રોન, એપરલ ગારમેન્ટ સહિતના દરેકક્ષેત્રે ફરણફાળ વિકાસ થયો છે. સાથોસાથ સુરતમાં મેડિકલ ટુરિઝમક્ષેત્રમાં વિશાળ તકો છે.

આ પ્રસંગે પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, દર્દીઓની સારવારમાં તબીબો પોતાનું સંપૂર્ણ યોગદાન આપી રહ્યા છે તેનું કિરણ હોસ્પિટલ જીવંત ઉદ્દાહરણ છે. દક્ષિણ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં દાખલ એવા લોહીની જરૂરીયાતમંદ દર્દીઓને રોજનું ૩૦૦ બોટલ રક્ત નિઃશુલ્ક મળી રહેશે.

વધુમાં મથુરભાઈએ કહ્યું કે, ભારત સરકારના આયુષ્યમાન કાર્ડ અંતર્ગત કિરણ હોસ્પિટલમાં ૭૫ હજારથી વધુ દર્દીઓને વિનામૂલ્યે સારવારનો લાભ મળ્યો છે. દુનિયાના સૌથી મોંઘા અતિઆધુનિક મેડિકલ સાધનો કિરણની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. આ સાથે તમામ પ્રકારના બોનમેરો, હાથનું ટ્રાન્સપ્લાન્ટ, કિડની, લીવર સહિતના ટ્રાન્સપ્લાન્ટ થાય છે.

નોંધનીય છે કે, કિરણ હોસ્પિટલના ફેઝ-૨ના ૩૫૦ વધુ બેડની તકતી અનાવરણ રક્તદાતાઓ પ્રફુલભાઈ ભજીયાવાલા, મેહુલભાઈ સોરઠીયા, પંકજભાઈ પુનેટકર, શ્રીમતી વિલાસબેન પટેલ, શ્રીમતી મણીબેન રાણા, શ્રીમતી કાજલબેન સાવલીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સામાજિક અને ઉદ્યોગ અગ્રણી સર્વશ્રી ગોવિંદભાઈ ધોળકીયા, લાલજીભાઈ પટેલ, રવજીભાઈ મોણપરા, મનજીભાઈ લાખાણી, સુરેશભાઈ કુકડીયા, વલ્લ્ભભાઈ શેટા, રાજુભાઈ વાનાણી, રાજેશભાઈ મકવાણા, મેહુલભાઈ પંચાલ, જયેશભાઈ લાઠીયા, મગનભાઈ ડોબરીયા સહિત ટ્રસ્ટીઓ, સમાજશ્રેષ્ઠીઓ, તબીબો, રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

January 8, 2023
cia_multi-1280x1045.jpg
1min1433

સરકાર અને લોકોને સાથે રાખીને સામાજિક કાર્ય કેવી રીતે કરાય તેનું ઉત્તમ ઉદાહરણ.

લોક કલ્યાણ અભિયાનો કે સારથી – પદ્મશ્રી મથુરભાઈ સવાણી

  • સમૂહ લગ્નોત્સવના પ્રણેતા
  • જળસંચય અભિયાન
  • બેટી બચાવો મહાલાડુ ઝુંબેશ
  • ગઢપુર ટાઉનશીપના સ્વપ્ન દ્રષ્ટા
  • સમસ્ત પાટીદાર સમાજની સ્થાપનામાં અગ્રેસર ભૂમિકા
  • વિશ્વ પાટીદાર સમાજ સરદારધામના સ્વપ્નદ્રષ્ટા
  • કિરણ હોસ્પિટલના પાયાના પથ્થર
  • સુરત ડાયમંડ બુર્સના કુશળ સંચાલનકર્તા

1990થી ગુજરાતમાં લોક કાર્યોમાં સમગ્ર જીવન સમર્પિત કરી દેનાર મથુરભાઇ સવાણી એક એવું નામ છે જેને સ્વયંસિદ્ધ લોકનાયકનો દરજ્જો મળ્યો છે. કોઇ મેનેજમેન્ટ સ્કુલ કે આઇઆઇએમ જેવી સંસ્થાના ગ્રેજ્યુએટ્સ પણ નહીં કરી શકે તેવી સામાજિક ક્રાંતિ મથુરભાઇ સવાણીએ કરી દેખાડી છે. એક સમયે સૌરાષ્ટ્રમાં પાણીની તીવ્ર અછત હતી એવા કટોકટીના સમયે જળસંચયનું ભગીરથ અભિયાન હાથ ધર્યું અને તેના મીઠાં ફળ આજે આપણે સૌ જાણી માણી શકીએ છીએ. એવા અનેક લોક કાર્યોને કુશળ સંચાલન થકી તેમણે મેન ઓફ મેનેજમેન્ટનું બિરુદ હાંસલ કર્યુ છે.

સુરતની નવીનત્તમ વૈશ્વિક ઓળખ બની રહેલા બે મેગા પ્રોજેક્ટના કુશળ સંચાલન કર્તા

મથુરભાઇ સવાણીને મેન ઓફ મેનેજમેન્ટનું બિરુદ પણ એટલા માટે આપવામાં આવી રહ્યું છે કેમકે તેઓ હાલ જે સંસ્થાઓમાં સંચાલન કરી રહ્યા છે એમાં એક કિરણ હોસ્પિટલ જે હવે ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં તેની સેવાઓ, સેવાઓની ગુણવત્તા અને આધુનિક સેવા પદ્ધતિ માટે જાણિતી બની છે. સમગ્ર દેશમાંથી કિરણ હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીઓ રિફર થઇ રહ્યા છે. એવી જ રીતે વિશ્વની સૌથી મોટી ઓફિસ પ્રિમાઇસીસ તરીકે ખ્યાતિપ્રાપ્ત સુરત ડાયમંડ બુર્સ કે જેને ઘણાં લોકો એવું કહેતા હતા કે આ પ્રોજેક્ટ ક્યારેય પૂરો નહીં થઇ શકે, તેને પણ સુપેરે પૂર્ણ કરી દેખાડ્યો છે મથુરભાઇ સવાણીએ.