CIA ALERT
27. March 2023

SGCCIનું ટેક્ષટાઇલ મશીનરીનું સિટેક્ષ એક્ઝિબિશન સમગ્ર ઉદ્યોગ માટે બુસ્ટર

Share On :

Reported on 7 January 2023

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત ટેક્ષટાઇલ મશીનરીઓના 7માં સિટેક્ષ એક્ષ્પોને આજે સુરત આવેલા રાજ્યના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો માટે ખૂલ્લો મૂકાયો હતો. પહેલા જ દિવસે હાઇસ્પીડ ટેક્ષટાઇલ મશીનરીઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન જોવા માટે અંદાજે 7500થી વધુ કારખાનેદારો, મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા.

સિટેક્ષ એક્ષ્પોમાં સુરતના ટ્રેડિશનલ શટલ લૂમ્સથી લઇને 420 સે.મી. લાંબુ કાપડ વણાટનું મશીન પણ ડિસપ્લેમાં મૂકવામાં આવ્યું છે.સુરતનો ટેક્ષટાઇલ ઉદ્યોગ હાલ અપગ્રેડેશનના તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. હવે શટલ લૂમ્સની જગ્યાએ સુરતના કારખાનેદારો, વીવીંગ યુનિટ, નીટીંગ યુનિટ ધરાવતા ઉદ્યોગકારો એરજેટ, વોટરજેટ, રેપિયર વગેરેના હાઇસ્પીડ મશીન્સ પર કાપડ વણતા થયા છે. સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને વિશ્વના ટેક્ષટાઇલ ઉદ્યોગમાં આવેલી અથવા આવનારી નવીનત્તમ મશીનરીનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન જોવા મળે તે માટે આજે તા.6થી તા.8મી જાન્યુઆરી સુધી સુરતના સરસાણા ખાતેના કન્વેન્શન સેન્ટર ખાતે સિટેક્ષ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

સિટેક્ષ ખુલ્લો મૂકવાની સાથે જ ઉદ્યોગકારો મશીનરીને જોવા જાણવા ઉમટી પડ્યા હતા.સિટેક્ષ એક્ષ્પોના ઉદઘાટન સમારોહને સંબોધતા રાજ્યના ઉદ્યોગમંત્રી બલવંતસિંઘે જણાવ્યું કે સુરતના ઉદ્યોગકારો સમગ્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં અગ્રેસર બને તેવી લાગણી ખુદ વડાપ્રધાન શ્રી મોદી વ્યક્ત કરી ચૂક્યા છે હવે સુરતના ઉદ્યોગકારોએ આ મુકામ હાંસલ કરવાનો છે. રાજ્ય સરકાર ઉદ્યોગને બનતી તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર છે, દેશ વિદેશમાં સુરતમાં બનેલું કાપડ કે ગારમેન્ટની બોલબાલા વધે તેવું કામ હવે સુરતના ઉદ્યોગકારોએ કરી બતાવવાનું છે એમ તેમણે જણાવ્યું હતું.

આ સમારોહને સંબોધતા દેશના ટેક્ષટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોષે જણાવ્યું હતું કે સિટેક્ષ એક્ષ્પો સુરતના ઉદ્યોગકારોને અપગ્રેડ થવા માટે જરૂરી તમામ માહિતીથી લઇને જાત અનુભવ પૂરો પાડશે. હવે દેશમાં નિર્ધારીત કરાયેલા નિકાસ લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે ટેક્ષટાઇલ ઉદ્યોગકારોએ કમર કસવાની છે. ગયા વર્ષનો નિકાસ લક્ષ્યાંક 17 દિવસ વહેલો પાર પાડી દીધો હતો હવે આ વખતે પણ પૂર્વતૈયારી કરીને આપણે નિકાસ લક્ષ્યાંક પાર પાડવામાં ભૂમિકા અદા કરવાની છે.

આ મશીનરી જોવા-જાણવા કારખાનેદારો ઉમટ્યા

સિટેક્ષ એક્ષ્પોમાં અનેક નવીનત્તમ મશીનરીઓ પહેલી વખત લોંચ કરવામાં આવી છે. ભારતમાં પહેલીવાર રજૂ થયેલી મશીનરી જોવા માટે સુરતના ઉદ્યોગકારો આજે સિટેક્ષના પહેલા જ દિવસે ઉમટ્યા હતા. જેમાં ખાસ કરીને રેપીયર જેકાર્ડ મશીન – ૪ર૦ સેન્ટીમીટર, વિશ્વનું સૌથી લાંબુ લુમ તથા એરજેટ ડબલ પન્ના મશીન, ૪૦૦ આરપીએમ – ર૬૮૮ હૂક ઇલેકટ્રોનિક જેકાર્ડ – મેક ઇન ઇન્ડિયા, એમ્બ્રોઇડરી અને જેકાર્ડ ફેબ્રિક ઉપર ડિજીટલ પ્રિન્ટીંગ કરવા માટે ઉપયોગી પોઝીશન પ્રિન્ટીંગ મશીન, પપ૦ આરપીએમ – રેપીયર જેકાર્ડ – વિસ્કોસ માટે વિશ્વમાં સૌથી ઝડપી હાઈસ્પીડ લુમ, –  ૧૧૦૦ આરપીએમવાળું એરજેટ – જાપાનીઝ ટેકનોલોજી, મલ્ટી ફીડર સકર્યુલર નિટિંગ મશીન, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીન, એરજેટ – જ્યોર્જેટ, સુપર હાઇસ્પીડ ટીએફઓ વગેરેનો લાઇવ ડેમો જોવા આખો દિવસ ભીડ જામેલી રહી હતી.

Reported on 6 January 2022

કાલથી સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો માટે ચેમ્બર ઓફ કોમર્સના સિટેક્ષ એક્ષ્પો

સમગ્ર વિશ્વમાં હવે હીરાની જેમ સુરતમાં બનતા કાપડની બોલબાલા સંભળાવા માંડી છે તેનું મુખ્ય કારણ છે સુરતમાં મોડર્નાઇઝ થયેલો ટેક્ષટાઇલ ઉદ્યોગ. સુરતના કપડા ઉત્પાદકોને નવીનત્તમ, આધુનિક, હાઇસ્પીડ મશીનરીથી વાકેફ કરાવતા સિટેક્ષ એક્ષ્પોનું આયોજન આગામી તા.7થી 9 જાન્યુઆરી દરમિયાન સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ એક્ષ્પો ખાતે કરવામાં આવ્યું છે. સિટેક્ષ એક્ષ્પોના આયોજનમાં સૌથી મહત્વની વાત એ છે કે એક પણ સાંધા વગર સળંગ 15 ફૂટનું કાપડ વણી શકે તેવા મશીનનું ભારતમાં સૌથી પ્રથમ વખત લોચિંગ સુરત ખાતે યોજાઇ રહેલા ચેમ્બરના સિટેક્ષ એક્ષ્પોમાં થવા જઇ રહ્યું છે.સિટેક્ષ એક્ષ્પો અંગે માહિતી આપતા ચેમ્બરના પદાધિકારીઓ, પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઉપપ્રમુખ રમેશ વઘાસીયા, સેક્રેટરી ભાવેશ ટેલર, બિજલ જરીવાલા, વિજય મેવાવાલા, મયુર ગોળવાલા, સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે સિટેક્ષ એક્ષ્પોમાં કાપડ ઉદ્યોગની લેટેસ્ટમાં લેટેસ્ટ મશીનરીઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન સુરતના કપડા ઉદ્યોગકારોને જોવા મળશે. સિટેક્ષ એક્ષ્પોમાં દેશ વિદેશની ટેક્ષટાઇલ મશીનરીઓનું મેન્યુફેક્ચરિંગ કરતી 103 જેટલી ખ્યાતનામ કંપનીઓ પોતાના મશીનનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કરશે તેમજ સુરતના ઉદ્યોગકારોના ઓર્ડર્સ બુક પણ કરશે.સિટેક્ષ એક્ષ્પોમાં કુલ 17 હજાર જેટલા મુલાકાતીઓએ તો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી લીધું છે પરંતુ, ત્રણ દિવસના સિટેક્ષ ટેક્ષટાઇલ મશીનરીઝના એક્ઝિબિશનમાં કમસે કમ 22 હજાર જેટલા મુલાકાતીઓ ખાસ કરીને કાપડ ઉત્પાદન સાથે સંકળાયેલા લોકો વિટીઝ કરશે એમ મનાય છે.

વિશ્વની ત્રણ દિગ્ગજ કંપનીઓના સ્ટોલ્સ

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગનો પ્રોગ્રેસ જોતા હવે વિશ્વમાં ટેક્ષટાઇલ મશીનરી ક્ષેત્રની સૌથી મોટી અને દિગ્ગજ ગણાતી કંપનીઓએ પોતાની મશીનરીનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન માટે સ્ટોલ્સ રાખ્યા છે. આ કંપનીઓમાં પીકાનોલ, ઇટેમા અને સ્ટેબલીનો સમાવેશ થાય છે. આ કંપનીઓના મશીન સમગ્ર વિશ્વમાં સૌથી બેસ્ટ ક્વોલિટીનું કાપડ વણાટ કરે છે અને વિશ્વભરમાં તેની ડિમાન્ડ હોય છે. આ ત્રણેય કંપનીઓએ સિટેક્ષમાં સ્ટોલ્સ રાખ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Share On :