SGCCI પ્રતિનિધિમંડળે કોલંબો ખાતે ભારતીય હાઇ કમિશનર સંતોષ ઝા સાથે યોજી મહત્વપૂર્ણ બેઠક

- ભારત-શ્રીલંકા વચ્ચે ૩ મુખ્ય ક્ષેત્રોમાં વેપાર વધારવા સકારાત્મક ચર્ચા
- સોલર એનર્જી અને ગ્રે કાપડ ક્ષેત્રે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો માટે શ્રીલંકામાં વેપાર અને નિકાસની વિશાળ તકો
- શ્રીલંકાના સ્પાઇસિસ અને ફૂડ-બેવરેજિસ માટે ભારતીય માર્કેટમાં તકો અંગે હાઇ કમિશનર સંતોષ ઝા દ્વારા વિગતો રજૂ કરાઈ
- શ્રીલંકામાં ઇન્ડસ્ટ્રિયલ અને રેસિડેન્શિયલ સોલર માર્કેટનો વ્યાપ મોટો હોવાથી સોલર ઇન્ડસ્ટ્રીઝ માટે નવી સંભાવનાઓ
- ભારત-શ્રીલંકા FTAનો લાભ લઈ સુરતનું ગ્રે કાપડ શ્રીલંકાના ગાર્મેન્ટ યુનિટ્સને સીધું એક્સપોર્ટ કરવા વિશે વિશિષ્ટ ચર્ચા
સુરત, 07 ઓગસ્ટ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ શ્રી અશોક જીરાવાલા અને માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલના નેતૃત્વ હેઠળ શ્રીલંકાના પ્રવાસે ગયેલા 13 સભ્યોના પ્રતિનિધિમંડળે કોલંબો ખાતે ભારતીય હાઇ કમિશનર શ્રી સંતોષ ઝા તથા ફર્સ્ટ સેક્રેટરી (ઇકોનોમિક એન્ડ કોમર્શિયલ) શ્રી સૌરભ સભલોક સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યત્વે 3 પાયાના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર વધારવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી:
- ફૂડ, બેવરેજિસ અને સ્પાઇસિસ (મસાલા) માર્કેટ: બેઠક દરમિયાન ભારતના હાઇ કમિશનર શ્રી સંતોષ ઝાએ જણાવ્યું હતું કે, શ્રીલંકાના ગુણવત્તાયુક્ત સ્પાઇસિસ (મસાલા) તથા ફૂડ એન્ડ બેવરેજિઝ સેક્ટર માટે ભારતીય માર્કેટમાં મોટી તકો રહેલી છે અને તેને કઈ રીતે ભારતીય બજાર ઉપલબ્ધ કરાવી શકાય તે અંગે વિશેષ ચર્ચા કરાઈ હતી.
- ઇન્ડસ્ટ્રિયલ અને રેસિડેન્શિયલ સોલર ક્ષેત્ર: શ્રીલંકામાં ક્લીન એનર્જી અને સોલર સેક્ટરનો વ્યાપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ત્યાં ઇન્ડસ્ટ્રિયલ સોલર તેમજ રેસિડેન્શિયલ સોલર સેક્ટરમાં કામકાજ કરવા માટે વિપુલ પ્રમાણમાં મોટું માર્કેટ ઉપલબ્ધ છે, જ્યાં ભારતીય સોલર ઇન્ડસ્ટ્રીઝ સક્રિય રીતે ભાગીદારી કરી શકે છે.
- સુરતના ગ્રે ફેબ્રિકની શ્રીલંકાના ગાર્મેન્ટ સેક્ટરમાં નિકાસ: શ્રીલંકામાં વિશાળ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર કાર્યરત છે. જ્યારે સુરત એ દેશનું સૌથી મોટું ગ્રે કાપડ ઉત્પાદન કરતું હબ છે. મુક્ત વ્યાપાર કરાર (FTA) મુજબ શ્રીલંકા દ્વારા નિકાસ કરાતા ફેબ્રિક સામે ભારતમાંથી આશરે 6 મિલિયનની આસપાસ ફેબ્રિકની આયાત કરવાની રહે છે. આ સ્થિતિમાં સુરતના ગ્રે કાપડ મેન્યુફેક્ચર્સ સીધા જ શ્રીલંકાના ગાર્મેન્ટ યુનિટ્સને ગ્રે ફેબ્રિક એક્સપોર્ટ કરી શકે છે, જે સુરત માટે વેપારની અઢળક તકો પૂરી પાડે છે.
શ્રીલંકા અને ભારત વચ્ચે ટ્રેડ કનેક્ટિવિટીનો નવો તબક્કો: અશોક જીરાવાલા
બેઠક દરમિયાન ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ હાઇ કમિશનરને દક્ષિણ ગુજરાતની આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક તાકાત તથા સુરતની ટેક્સટાઇલ, ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ, હેવી એન્જિનિયરિંગ, MSME અને સ્ટાર્ટઅપ સેક્ટરની સિદ્ધિઓથી માહિતગાર કર્યા હતા. તેમણે શ્રીલંકાના વિવિધ સરકારી મંત્રાલયો, બોર્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ (BOI) અને સ્થાનિક ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સ સાથે યોજાયેલી સફળ બેઠકોનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે વ્યાપારી સહયોગ માટે અત્યારે અત્યંત સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને ટેક્સટાઇલ, સોલર, અને ટુરિઝમ ક્ષેત્રે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો માટે રોકાણ અને નિકાસની વિશાળ ક્ષમતા છે.
ભારતીય હાઇ કમિશનર શ્રી સંતોષ ઝાએ આ ત્રણેય ક્ષેત્રોમાં વેપારી આદાન-પ્રદાન વધારવા માટે હાઇ કમિશન તરફથી સંપૂર્ણ સહયોગ પૂરો પાડવાની ખાતરી આપી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

