CIA ALERT
19. April 2024

Related Articlesસૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ SURATનો 64મો સમૂહ લગ્નોત્સવ 5મી ફેબ્રુઆરીએ ગોપીન ફાર્મમાં યોજાશે

Share On :
Print Friendly, PDF & Email

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત તરફથી આગામી પાંચમી ફેબ્રુઆરીએ યોજાનાર ૬૪માં સમુહ લગ્નોત્સવમાં ૮૭ યુગલો પ્રભુતામાં પગલાં પાડનાર છે. સામાજિક જાગૃતિ અને સમાજને નવો વિચાર આપવા સમૂહ લગ્નની પ્રવૃત્તિ એક માધ્યમ છે. ૪૦ વર્ષ પહેલા ૧૯૮૩થી શરૂ થયેલ આ પ્રવૃત્તિમાં અત્યાર સુધીમાં ૫૩૧૯ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા છે. મોટા વરાછા ગોપીનગામ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવ યજમાન અગ્રણી શ્રી જયંતીભાઈ એકલારા વાળા પરિવાર છે. લવજીભાઈ બાદશાહ અધ્યક્ષ સ્થાને યોજાનારા સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો રાજ્સ્વી મહાનુભવો સહિત ૨0000 ની માનવમેદની હજાર રહેનાર છે.

લગ્ન વિધિ શરૂ કરતાં પહેલા રાષ્ટ્રગીતનું ગાન થશે

સમાજમાં રાષ્ટ્રચેતના પ્રગટે તે માટે લગ્નવિધિ શરૂ કરતાં પહેલાં રાષ્ટ્રગીતનું ગાન થશે, સાંજે ૪:૩૦ સુધી માં વર-કન્યા અને પક્ષકારો – મહેમાનો આવી જશે ૪:૫૫ કલાકે  સમારોહની અંદાજે ૨૦ હજાર જનમેદની એકસાથે રાષ્ટ્રગીતને માન અપાશે. જે સૈનિક યુગલના લગ્ન થવાના છે તે યુગલ રાષ્ટ્રધ્વજ સાથે સ્ટેજ ઉપર હશે.

ગંગા સ્વરૂપા બહેનોને હસ્તે  સમારોહનો શુભારંભ થશે

ગંગાસ્વરૂપ બહેનોને શુભ પ્રસંગે અવગણવામાં આવતા હોય છે. લોકોની આ માનસિકતા દૂર કરવા વર્ષોથી પટેલ સમાજના સમૂહ લગ્ન સમારોહ દીપ પ્રાગટ્ય વિધિ ગંગાસ્વરૂપ બહેનોના હસ્તે કરવામાં આવે છે. દરેક પ્રસંગે આવી માતાઓને માન આપવા અને આગળ રાખવા અનુરોધ થશે.જે સમાજની ખરી સામાજિક ક્રાંતિ છે.

             નવયુગલ માટે આશીર્વચન સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ, કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશ, રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલા તથા પટેલ સમાજના આગેવાનો દાતાશ્રીઓ, વિવિધ સંસ્થાના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેનાર છે.

             કોઈ નાત-જાતના ભેદભાવ વગર સારા રાષ્ટ્રના નિર્માણ માટે જેઓએ વિશેષ સેવા પ્રદાન કર્યું છે તેવા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવશે. સુરતમાં ૫૦ હજારથી વધુ વૃક્ષો રોપી જતન કરી શહેરને હરીયાળુ કરવાનો ભગીરથ પ્રયાસ કરનાર જે. કે. સ્ટાર ના શ્રી શૈલેષભાઈ લુખીને પર્યાવરણ સેવા માટે સન્માનિત કરાશે. દેશભરમાં જરૂરિયાતવાળા પછાત વિસ્તારમાં ૩૦૯ શિક્ષણધામ બાંધી આપવાનો સંકલ્પ કરનાર અને તેમાંથી મોટાભાગની શાળાઓ બાંધવાના સફળ પ્રયાસ કરનાર પટેલ સમાજના આગેવાન કેશુભાઈ એચ. ગોટી ને શિક્ષણ સુવિધા-સેવા સન્માન અર્પણ કરાશે. અને જાગૃતિના અભાવે ઘણા લોકો અંધાપો ભોગવે છે તેના જીવનમાં રોશની માટે વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટના સ્થાપક ડૉ. ભાવિનભાઈ જે. પટેલ નું વિશેષ અભિવાદન કરવામાં આવશે.દેશમાટે પ્રાણનું બલિદાન આપનાર વીરજવાનોના પરિવારના ઘેર સોલાર રૂફ રોપ લગાવી અંજવાળું પ્રગટાવનાર એસ.આર.કે. ફાઉન્ડેશનના શ્રી જાય્ન્તીભાઈ નારોલા તથા શ્રી ઈશ્વરભાઈ ધોળકિયાનું અભિવાદન થશે. આ મોંધવારીના સમયમાં આરોગ્યની સામાન્ય સારવાર માટે પણ આર્થિક મુશ્કેલી પડે છે.

ત્યારે વડતાલ ધામ અને સુરત રૂસ્તમબાગ ખાતે વિનામૂલ્ય સ્વામીનારાયણ હોસ્પિટલ અને કલીનીક શરુ કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવનાર સંસ્થાના પ્રમુખ ધનજીભાઈ રાખોલિયા, પિતા વિહોણી દીકરીઓના માત્ર લગ્ન કરાવવા એટલુજ નહી તે પરિવાર સાથે લાગણીના સબંધો જાળવવાનું વિશિષ્ઠ ઉદાહરણ પૂરુંપાડનાર શ્રી મહેશભાઈ સવાણીનું લાગણી સાથે સમાજ સેવા સન્માન થશે.                

ધંધા વ્યવસાયક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર અને યુવાનોને પ્રેરણા મળે તેવી પ્રગતિ કરનાર યુવા સાહસિકોને સિદ્ધિગૌરવ સન્માન અર્પણ કરવામાં આવનાર છે. ભારતપે ના  કો-ફાઉન્ડર શ્રી શાશ્વત નાકરાણી, અમી ઓર્ગેનિક ના શ્રી નરેશભાઈ પટેલ, અવધ ગ્રુપના શ્રી દીલીપભાઈ ઉંધાડ, એલ્યુમીનીયમ ઇન્ડસ્ટ્રીઝના આગેવાન વિપુલભાઈ ચલોડિયા તથા પ્રભુભાઈ સોજીત્રા, ડેઈલી દવા ડોટ કોમના શ્રી રજનીભાઈ મુંગરા, લેબગ્રોન ડાયમંડના યુવા સાહસિક રજની રાદડિયા તથા કેનેડામાં રોયલ બેંકના અધિકારી તરીકે સફળ કામગીરી કરતી સૌરાષ્ટ્ર ના ખેડૂતની દીકરી જીલ વિઠ્ઠલભાઈ ગોંડલિયાનું પણ અભિવાદન કરાશે. કોઈપણ ધંધા – વેપાર કે વ્યવસાયના સંગઠનોની ભૂમિકા ખુબ અગત્યની હોય છે. ત્યારે જે તે બિઝનેશમાં યોગ્ય નેતૃત્વ પૂરું પાડી ધંધા – વેપાર ને  નેતૃત્વ પૂરું પાડનાર યુવા અગ્રણીઓનું પણ અભિવાદન કરવામાં આવનાર છે.

                        સમૂહલગ્ન સમારોહમાં પરણનાર યુગલોમાં એક દંપતી લશ્કરમાં કમાન્ડો છે નયનાબેન ધાનાણી એન.એસ.જી કમાન્ડો છે જ્યારે તેની સાથે લગ્નગ્રંથિ થી જોડાનાર નિકુંજ અજુડિયા આર્મીમાં કમાન્ડો છે ખાસ ઓપરેશન ટીમમાં રાષ્ટ્રની સુરક્ષા માટે તૈનાત રહેનારા યુગલના પારિવારિક જીવનને અને આર્થિક સલામતીને માટે દાતાશ્રીઓના સહયોગથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત આ કમાન્ડો યુગલ ને ૫ લાખની રકમ પુરસ્કાર તરીકે આપશે.

      મહિલા ખેલાડીઓનું સન્માન તથા ૧ લાખથી વધુનો પુરસ્કાર            

આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રતિભાશાળી મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેઓના અભિવાદન સાથે પુરસ્કાર આપવામાં આવશે. એથ્લેટિક્સ (દોડ)માં રાષ્ટ્રીય ચેમ્પિયન તથા આગામી ઓલમ્પિકસ ગેમ્સ ૨૦૨૪ માં આશાસ્પદ ખેલાડી કુ. શ્રદ્ધા રજનીકાંતભાઈ કથીરીયા જે સૌરાષ્ટ્રના ગામડાની ખેડૂત ની દીકરી છે. તેઓને તૈયારી અને પૌષ્ટિક આહાર માટે દાતાશ્રીઓ ના સહયોગથી રૂપિયા ૧૦ લાખ નો આર્થિક સહયોગ આપવામાં આવશે. ઉપરાંત લાંબીકુદમા જુનિયર રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયન કુ. કુમકુમ ભરતભાઈ રામાણી તથા ઇન્ટરનેશનલ પેરા બેડમિન્ટન ખિલાડી શ્રીમતી વૈશાલી નિલેશભાઈ પટેલને  ૫૧-૫૧ હજારના પુરસ્કાર સાથે સન્માનિત કરાશે. આ સાથે ભારતનું ગૌરવ કુ. ધ્રુવી કિશોરભાઈ જસાણી નાસામાં સ્પેસ આર્કિટેક્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે તેઓનું પણ અભિવાદન કરી રાષ્ટ્રના યુવાધનને પ્રોત્સાહન આપવામાં આવશે.

       સંસ્થાની એક યાદીમાં જણાવવામાં આવે છે કે સમગ્ર સમારોહની વ્યવસ્થા માટે કુલ ૧૫૦ થી સંખ્યાઓના ૨૦૦૦ થી વધુ સ્વયંસેવક મિત્રો કામગીરી કરશે. સમૂહલાગ્નોત્સ્વમાં લગ્ન ઉપરાંત વ્યસનમુક્તિ, સારા પુસ્તકોનું વાંચન તથા નેત્ર જાગૃતિ, કેન્સર જાગૃતિ અને સુરતને સ્વચ્છ રાખવા માટે સુકો કચરો તથા ભીનો કચરો જુદા પાડવા ખાસ જાગૃતિ સ્ટોલ રાખી પ્રયાસ કરવામાં આવશે. લોકોને કોઈ અગવડતા નપડે તે માટે પૂરી કાળજી રાખવામાં આવશે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના ટ્રસ્ટીઓ, યુવાટીમના કાર્યકર્તાઓ, ટીમ – ૧૦૦ના સભ્યો તથા સૌરાષ્ટ્ર પટેલ મહિલા ટીમની બહેનો વ્યવસ્થા માટે તડામાર તૈયારી કરી રહ્યા છે. સમારોહમાં આપવા માટે પ્રવેશ પાસ જરૂરી છે. સમગ્ર કાર્યક્રમનું દુનિયાભરમા ચેનલ તથા સોશીયલ મીડિયામા પ્રસારિત થનાર છે.

       શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતમાં નિર્માણ થનાર ડ્રીમ પ્રોજેક્ટ જમનાબાભવન તથા કિરણ મહિલાભવન અંગે સમાજઅગ્રણીઓ વિચાર ગોષ્ઠી કરશે. હોસ્ટેલ પ્રોજેક્ટ-૨ ઝડપથી સાકાર થાય તે માટે સમાજને સહયોગ માટે અનુરોધ કરવામાં આવશે. જમનાબા ૧૦૦૦ વિદ્યાર્થી ભાઈઓ માટે અને કિરણ મહિલા ભવનમા ૫૦૦ બહેનો માટે રહેવાની વ્યવસ્થા થશે. તે ઉપરાંત રાધાબેન ઘેલાણી અતિથીભવન તથા શૈલેશભાઈ લુખી પરિવાર તરફથી મહિલા રોજગાર તાલીમ કેન્દ્ર પણ શરુ થનાર છે. કિરણ મહિલાભવનનું આગામી ટૂંક સમયમાં ખાતમુહુર્ત થનાર છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :