CIA ALERT
18. May 2024
July 12, 20231min253

Related Articles



NEET UGનું રિઝલ્ટ જાહેર થયાના એક મહિનો પૂરો, MBBS પેરામેડીકલમાં એડમિશનના ઠેકાણા નથી

Share On :
Print Friendly, PDF & Email

મેડીકલ ડેન્ટલમાં નેશનલ ક્વોટાનું એડમિશન પણ શરૂ થયું નથી, વાલીઓ વિદ્યાર્થીઓને વિલંબ થવા અંગેની કોઇ જાણકારી અપાતી ન હોઇ, અનેક તર્કવિતર્ક

મેડીકલ-પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવતી સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ (અન્ડર ગ્રેજ્યુએટ) 2023ની પરીક્ષાનું પરીણામ ગઇ તા.13મી જૂન 2023ના રોજ જાહેર થયું હતું. એ પછી આજે તા.12મી જુલાઇ બરાબર એક મહિનો પૂરો થઇ ચૂક્યો છે પરંતુ, હજુ સુધી ગુજરાત સરકારની એડમિશન કમિટીએ મેડીકલ, પેરામેડીકલ, આયુર્વેદિક, હોમિયોપેથીમાં પ્રવેશની કામગીરી શરૂ કરી નથી. નીટ યુજીનું પરીણામ જાહેર થયાના મહિના સુધી કેમ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી રહી એ અંગે રાજ્ય સરકાર કે એડમિશન કમિટી તરફથી સત્તાવાર રીતે કોઇપણ જાણકારી કે કારણ જાહેર કરવામાં આવ્યા નથી. પરીણામ પ્રવેશવાંચ્છુ વિદ્યાર્થીઓ અને વાલીઓની ધીરજ ખૂટી રહી છે. અનેક વિદ્યાર્થીઓ નિરાશા અને હતાશા અનુભવી રહ્યા છે. ગુજરાતમાં તો ઠીક પણ ઓલ ઇન્ડીયા ક્વોટાની 15 ટકા બેઠકો માટે પણ પ્રવેશ કાર્યવાહીનું પ્રથમ પગથીયું ગણાતી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં નથી આવી.

કેટલાક વાલીઓમાં એવી પણ માન્યતા ઘર કરી ગઇ છે કે વિદેશી યુનિવર્સિટીઓના ઇશારે ગુજરાતમાં મેડીકલ પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ કાર્યવાહીમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. મેડીકલ અભ્યાસ કરવા માટે વિદેશમાં જતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ ગુજરાતીઓની હોય છે, આથી નીટમાં 400થી નીચે સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ ઝડપથી વિદેશી યુનિવર્સિટીઓમાં પ્રવેશ કન્ફર્મ કરાવવા માંડે એ માટે ગુજરાતમાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાનું જણાય રહ્યું છે. ગુજરાત સરકારની એડમિશન કમિટીએ પ્રવેશ કાર્યવાહી ક્યારે શરૂ થશે તેની પણ કોઇ સ્પષ્ટતા કરી નથી કે નથી વિલંબ અંગેનું કોઇ કારણ વાલીઓને જણાવી રહ્યા કે નથી એડમિશન કમિટીની વેબસાઇટ પર કોઇ માહિતી મૂકવામાં આવતી.

એડમિશન કમિટીની વેબસાઇટ પર છેલ્લા પંદર દિવસથી એક નોટીસ મૂકવામાં આવી છે કે એડમિશન પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. આમ, મેડીકલ અને પેરામેડીકલ કોર્સમાં કોઇપણ ચોક્કસ માહિતીના અભાવે પ્રવેશ ઇચ્છુક વાલીઓ અને વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરવાય રહ્યા છે.

MBBS Rules Change 2023

આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.૦૨/૦૬/૨૦૨૩ ના ગેઝેટ મુજબ MBBS, BDS, BAMS & BHMS ના સ્નાતક કોર્સ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી પ્રવેશ નિયમોમાં થયેલ સુધારાની સંક્ષિપ્ત નોંધ 

  • MBBS, BDS, BAMS & BHMS કોર્સીસમાં દરેક સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓની ગવર્મેન્ટ ક્વોટા (GQ) ની ૮૫% બેઠકોમાં તથા સ્વનિર્ભર સંસ્થાઓની ગવર્મેન્ટ ક્વોટા (GQ) ની ૭૫% બેઠકો માં ૧૦% બેઠકો આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અનામત રાખવામાં આવશે.
  • અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને અનામત બેઠકો પર પ્રવેશ આપ્યા પછી, અનામત કેટેગરીની ખાલી રહેતી બેઠકો બિન અનામત શ્રેણીની બેઠકોમાં ટ્રાન્સફર કરવાપાત્ર હોય છે. આ પ્રક્રીયા બીજા રાઉન્ડ પછી જ કરવામાં આવશે. દા.ત. NRI કવોટા થી Managemant ક્વોટા તથા SC, ST, SEBC, EWS થી General (Open) કેટેગરી અને PwD થી જે તે કેટેગરીમાં.
  • આ વર્ષથી ક્લોઝરનો નિયમ રદ કરવામાં આવે છે. (અગાઉના રાઉન્ડમાં આપે ચોઈસ ભરી હોય કે ન ભરી હોય ક્લોઝરના નિયમ મુજબ અગાઉના રાઉન્ડમાં પ્રવેશ મળવાપાત્ર સંસ્થાઓમાં પછી નાં રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવતો “ન” હતો, હવેથી અગાઉ મળવાપાત્ર સંસ્થાઓમાં પણ પ્રવેશ ફાળવવામાં આવશે.)
  • Office of the MCC, DGHS, New Delhi અને આરોગ્ય મંત્રાલય, નવી દિલ્હીની સૂચના મુજબ સ્ટેટ કાઉન્સેલિંગના કુલ ચાર રાઉન્ડ થશે.
  • કેન્સેલેશન નાં નિયમમાં સુધારો કરવામાં આવેલ છે. ઉમેદવારનો પ્રવેશ રદ માત્ર એડમીશન કમીટી દ્વારા જ નિર્ધારીત સમય મર્યાદામાં જ કરવામાં આવશે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :