CIA ALERT
04. May 2024
May 16, 20191min9280

Related Articles



ચૂંટણી પંચ મૂકપ્રેક્ષક: અમિત શાહનો આક્ષેપ

Share On :
Print Friendly, PDF & Email

ભાજપના પ્રમુખ અમિત શાહે ચૂંટણી પંચ પર બેવડા ધોરણ અપનાવવાનો અને પશ્ર્ચિમ બંગાળમાં આચારસંહિતાના થઈ રહેલા ભંગને મૂકપ્રેક્ષક બની નિહાળી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. મંગળવારે કોલકોતામાંના રોડ શો દરમિયાન થયેલી હિંસા માટે અમિત શાહે તૃણમૂલ કૉંગ્રેસને જવાબદાર ગણાવી હતી.

શિક્ષણશાસ્ત્રી અને સમાજસુધારક ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને ભાજપના કાર્યકરોએ ખંડિત કરી હતી તેવા ટીએમસીના આક્ષેપને અમિત શાહે ફગાવી દીધો હતો.

અમિત શાહે બુધવારે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને કહ્યું કે, ‘પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણીમાં ગરબડ કરવાના પ્રયત્નો ચૂંટણી પંચ મૂકપ્રેક્ષક બની જોઈ રહ્યું છે. તેમણે તરત જ હસ્તક્ષેપ કરવો જોઈએ. દેશભરમાં ચૂંટણીના સમય દરમિયાન ગુનાહિત રેકોર્ડ ધરાવતા ગુનેગારોને જેલમાં ધકેલવામાં આવે છે, જ્યારે પશ્ર્ચિમ બંગાળમાં બોન્ડ લઈ આવા લોકોને છોડી મૂકવામાં આવે છે. ચૂંટણી પંચના આવા બેવડા ધોરણ કેમ છે? શા માટે ચૂંટણી પંચ મૌન છે?’

અમિત શાહે કહ્યું હતું કે, સીઆરપીએફની સુરક્ષા ન મળતે તો તેમના કાફલા પર થયેલા હુમલામાંથી તેમના માટે બચવું મુશ્કેલ હતું. કોલકોતાના માર્ગો પર ભાજપના અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. ધાંધલધમાલના પગલે અમિત શાહનો રોડ શો અડધેથી અટકાવી દેવો પડ્યો હતો. વિદ્યાસાગર કોલેજની હૉસ્ટેલમાંથી ભાજપના કાફલા પર કથિત રીતે ટીએમસીના ટેકેદારોએ પથ્થરમારો કર્યો હતો. ભાજપના કાર્યકરોએ વળતો જવાબ આપ્યો હતો અને તે દરમિયાન કૉલેજ કેમ્પસમાં રહેલી વિદ્યાસાગરની પ્રતિમાને નુકસાન થયું હતું.

ભાજપ હિંસા માટે જવાબદાર છે તેવા ટીએમસીના આક્ષેપના પ્રતિભાવમાં અમિત શાહે કહ્યું કે, ભાજપ દરેક રાજ્યમાં ચૂંટણી લડી રહી છે તો પછી પશ્ર્ચિમ બંગાળમાં જ હિંસા થઈ રહી છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જી પોતાના ભાષણોમાં ધમકી આપતા રહે છે, પણ તેમને પ્રચારકાર્યથી અટકાવવામાં આવતા નથી અને આમ લોકશાહીનું ગળું રુંધાઈ રહ્યું છે.

દરમિયાન ટીએમસીએ એક પત્રકાર પરિષદમાં વીડિયો જાહેર કરી દાવો કર્યો હતો કે, ભાજપના ગુંડાઓએ હિંસા ફેલાવી હતી અને વિદ્યાસાગરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. અમિત શાહે કહ્યું કે, કૉલેજના દરવાજા બંધ હતા અને ભાજપ કાર્યકરો તો કૉલેજની બહાર હતા તો પછી કેમ્પસમાં એક રૂમની અંદર રાખેલી પ્રતિમાને કેવી રીતે નુકસાન કરી શકે તેવો પ્રશ્ર્ન કર્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :