CIA ALERT
17. May 2024
August 5, 20181min2820

Related Articles



હોટેલ કંપનીઓ કેપિટલ માર્કેટમાં Check-in કરવા સજ્જ

Share On :
Print Friendly, PDF & Email

હોટેલ સેક્ટર માટે પ્રવર્તતો તેજીમય આશાવાદ, લેમન ટ્રીના IPOને મળેલી સફળતા, હોટેલ કંપનીઓના શેર્સમાં એક વર્ષમાં મ‌ળેલું સારું વળતર જેવાં કારણોસર અન્ય હોસ્પિટાલિટી કંપનીઓ પણ મૂડીમાર્કેટમાં પ્રવેશવા તરફ આગળ વધી રહી છે.

લલિત બ્રાન્ડ હેઠળ હોટેલ બિઝનેસ કરતી કંપની ભારત હોટેલ્સે ₹1,200 કરોડનો IPO લાવવા માટે ચાલુ મહિને જ ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા છે ત્યારે શેલે હોટેલ્સે પણ ₹950 કરોડના નવા શેર્સ ઇશ્યૂ કરવા માટે આ મહિને જ અરજી કરી હતી. મુંબઈમાં મેરિયટ અને રેનેસાં સહિતની વિવિધ હોટેલ્સની માલિકી ધરાવતી આ કંપની ₹2.47 કરોડના સેકન્ડરી સેલની પણ યોજના ધરાવે છે.

ઘણી કંપનીઓ લિસ્ટિંગ કરાવવા માટેની તૈયારીના ભાગરૂપે તેમના હોટેલ એસેટ પોર્ટફોલિયોમાં વિસ્તરણ કરી રહી છે અને આ વર્ષે આવા ઘણા IPO આવી શકે છે.

લાંબા સમય સુધી રાહ જોયા બાદ હવે હોસ્પિટાલિટી ઉદ્યોગ મૂડીબજારોમાંથી ભંડોળ એકત્રિત કરવાની દિશામાં સક્રિય થયો છે. કેટલીક પ્રાઇવેટ હોટેલ કંપનીઓએ પબ્લિક કંપની બનવાની તૈયારીના ભાગરૂપે તેમના હોટેલ એસેટ પોર્ટફોલિયોમાં વિસ્તરણ શરૂ કર્યું હોવાથી આગામી વર્ષની અંદર તો આવા ઘણા IPO આવે તેવી શક્યતા છે.

હોટેલ ઉદ્યોગ માટે વૃદ્ધિમય પર્ફોર્મન્સનો આશાવાદ હોવાથી ઘણી હોટેલ કંપનીઓ શેરબજારમાં લિસ્ટિંગ કરાવીને મૂડીભંડોળ એકત્રિત કરવાની તેમની ક્ષમતા ચકાસવા આતુર બની છે.

ઉલ્લેખનીય છે કે, માર્ચ ’18માં લેમન ટ્રીનો ₹1,040 કરોડનો IPO આવ્યો હતો, જેમાં કંપનીએ તેના પ્રમોટર્સ અને વર્તમાન રોકાણકાર વોરબર્ગ પિન્કસના 18.55 કરોડ જેટલા શેર્સ વેચ્યા હતા. લિસ્ટિંગના દિવસે તેનો શેર ₹61.60ના ઓફર ભાવ કરતાં 28 ટકા ઊંચા ભાવે એટલે કે ₹71.60ના ભાવે બંધ રહ્યો હતો. છેલ્લે 31 જુલાઈ મંગળવારના રોજ તેનો ભાવ ₹78.25 હતો.

BSE પરથી મેળવેલી માહિતી પ્રમાણે વિવિધ લિસ્ટેડ હોટેલ કંપનીઓના શેર્સમાં વાર્ષિક ધોરણે સારું વળતર મળ્યું છે. IHCLના શેરમાં 11 ટકા, EIHમાં 16.6 ટકા, રોયલ ઓર્કિડમાં 38.5 ટકા અને કામત હોટેલ્સમાં 18 ટકા વળતર મળ્યું છે.

સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં તેમજ વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલી વૃદ્ધિ, વિશાળ મધ્યમવર્ગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપમેન્ટ, વિવિધ મલ્ટિનેશનલ અને સ્થાનિક કંપનીઓની જંગી વિસ્તરણની યોજના જેવાં પરિબળો ધ્યાનમાં લઈએ તો હોસ્પિટાલિટી માર્કેટમાં ઘણી તક દેખાઈ રહી છે.

હોટેલ્સમાં ઓક્યુપન્સી લેવલ વધી રહ્યું હોવાથી, ખર્ચકાપનાં પગલાંના કારણે આવકમાં થઈ રહેલી વૃદ્ધિ અને રૂમનાં સરેરાશ ભાડાંમાં પાંચથી છ ટકા વધારો જેવા મજબૂત ફંડામેન્ટલને કારણે અગ્રણી લિસ્ટેડ હોટેલ કંપનીઓના શેર્સ નવી ટોચે પહોંચ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :