CIA ALERT
03. May 2024
August 3, 20191min27490

Related Articles



સુરત ઉંઘતું હતુ ને વરસાદે તોફાન મચાવ્યું, સ્કુલો બંધ, ફ્લાઇટસ ડાઇવર્ટ

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ

આજરોજ તા.3 ઓગસ્ટ 2019ને શનિવારના મળસ્કે હજુ તો મોટા ભાગના સુરતીઓ મીઠી નિંદરમાં હતા અને વરસાદે જાણે ટીમ ઇન્ડીયા કરતા પહેલા જ ટી ટ્વેન્ટી રમવી હતી એમ બેટિંગ શરૂ કરી દીધું. હવામાન ખાતાના આંકડા મુજબ તો બે કલાકમાં ત્રણથી સાડાત્રણ ઇંચ વરસાદ સુરત શહેરમાં પડ્યો નહીં પણ ઝીંકાયો કહેવાય.

મળસ્કે વરસાદે શરૂ કરેલા તોફાનનો ભોગ બનેલા કેટલાક લોકોએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે આજનો વરસાદ એટલો ઝંઝાવતી હતો કે રોડ પર વાહન કે સાઇકલ ચલાવવાની પણ તકલીફ પડતી હતી. વરસાદનું જોર એટલું હતું કે અત્યાર સુધી સુરતમાં ક્યાંયે પાણી ભરાવાની ફરીયાદ ન હતી પણ શનિવારે મળસ્કે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ફરીયાદો ઉઠી હતી.

અડધું સુરત ઉંઘતું હતું ત્યારે તો મેઘરાજાની તોફાની બેટિંગની અસરો સુરત પર વર્તાવાની શરૂ થઇ ચૂકી હતી. પહેલી અસર સુરતના એરપોર્ટ પર વર્તાય હતી. એક પછી એક ચાર ફ્લાઇટને અસર પહોંચી હતી. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિયન એરલાઇન્સ, ઇન્ડિગો અને સ્પાઇશ જેટ એમ ત્રણેય ફ્લાઇટને અધવચ્ચેથી જ અમદાવાદ ડાઇવર્ટ કરી દેવામાં આવી હતી. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલીટીને કારણે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ સેફ નહીં જણાતા સુરત આવતી દિલ્હીની ત્રણેય ફ્લાઇટ્સને અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી હતી.

ભારે વરસાદને કારણે દિલ્હીથી સુરત આવી રહેલા પેસેન્જરોને રિસિવ કરવા માટે એરપોર્ટ પર પહોંચેલા લોકો પણ અટવાય ગયા હતા. મુસાફરો પણ અમદાવાદ એરપોર્ટ લેન્ડ થતા તેમણે પણ મોટી મુશ્કેલીમાં મુકાયાની ફરીયાદ કરી હતી.

સુરતમાં ભારે વરસાદને પગલે ફ્લાઇટ લેન્ડ ન થઇ શકે તેવી સ્થિતિને પગલે જયપુર સુરત ફ્લાઇટને જયપુરથી ઉપડેલી ફ્લાઇટ પણ અમદાવાદ ખાતે ડાઇવર્ટ કરી દેવામાં આવી હતી.

મેઘરાજાની તોફાની બેટિંગની બીજી મોટી અસર શહેરના શિક્ષણ જગત પર પડી હતી. સવારે સાડા છ વાગ્યે વરસાદનું જોર જોતા સુરત શિક્ષણાધિકારી કચેરીએ જે તે વિસ્તારની ઇફેક્ટેડ સ્કુલોના આચાર્યોને પોતાની વિવેકબુદ્ધિ અને વરસાદી પરિસ્થિતિમાં શાળા ચાલુ રાખવી કે બંધ રાખવી એ અંગે નિર્ણય કરવાની છુટ આપી હતી. જોકે, વરસાદને પગલે મોટા ભાગની સ્કુલોમાં રજા આપી દેવામાં આવી હતી. સવારના પહોરમાં ઘણાં વિદ્યાર્થીઓ તૈયાર થઇને નીકળ્યા હતા તેઓ પણ વરસાદી તોફાનમાં અટવાય જવા પામ્યા હતા.

સવારે સાડા આઠ વાગ્યે વરસાદી તોફાન થોડુ શમ્યું હતું અને વરસાદે ઝરમરીયા સ્વરૂપ ધારણ કર્યું હતું. અઢી કલાકમાં તો વરસાદે સુરતને ઘમરોળી મૂક્યું હતું.

આજે શનિવાર તા3જી ઓગસ્ટની સવારે સુરતમાં 2:00 કલાક દરમિયાન કોટ વિસ્તારના ઝોનમાં 76.એમ.એમ., વરાછા એ જોન.72 એમ. એમ., વરાછા બી જોન ૪૮ એમ એમ, રાંદેર ઝોન 89 એમ એમ, કતારગામ ઝોન 79એમ.એમ., ઉધના ઝોન ૪૯ એમ.એમ., લિંબાયત 70 એમ એમ, અઠવા ઝોન 56 એમ એમ. વરસાદ ઝીકાયો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :