CIA ALERT
29. April 2024
March 20, 202035min15340

Related Articles



31મી માર્ચ 2020 સુધી ગુડ્ઝ સિવાયની તમામ ટ્રેનો બંધ

Share On :
Print Friendly, PDF & Email

ભારતમાં કોરોના સંક્રમણને રોકવા માટે દેશના સૌથી મોટી ટ્રાન્સપોર્ટેશન માધ્યમ રેલવે દ્વારા કરવામાં આવેલી એક મહત્વની જાહેરાતમાં જણાવાયું છે કે આગામી તા.31 માર્ચ 2020 સુધી તમામ પ્રવાસી ટ્રેનનો વ્યવહાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ જણાવ્યું કે તમામ લાંબા અંતરની ટ્રેન, એક્સપ્રેસ અને ઇન્ટરસિટી ટ્રેન ઉપરાંત પ્રીમિયમ ટ્રેનનો વ્યવહાર આગામી 31 માર્ચ રાતના 12 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રવિવારે કોરોનાથી પીડીત 2 દર્દીઓના મોત, એક મુંબઇ અને એક બિહાર પટણાના રહીશ

કોરોના વાયરસે ભારતમાં વધુ એકનો ભોગ લીધો છે. આ વખતે 38 વર્ષના યુવકનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. આજ દિવસમાં ભારતમાં અત્યાર સુધીમાં 2 લોકોના કોરોના પોઝિટિવ વાયરસના કારણે મોત થયું છે. આ સિવાય આજે મુંબઇમાં કોરોનાથી પોઝીટીવ હોય તેવા મુંબઇના એક બુઝુર્ગનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે ભારતમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા 6 પર પહોંચી ગઈ છે.

મુંબઈમાં 63 વર્ષની ઉંમરની વ્યક્તિનું મોત થયું છે તેઓ અગાઉથી ગંભીર બીમારીઓથી પીડાતા હતા જેના કારણે તેમના પર કોરોના વાયરસની ગંભીર અસરો થઈ હતી. મૃત્યુ પામેલી વ્યક્તિને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીથી પીડાતા હતા. જેના કારણે તેમની તબીયત વધારે ખરાબ થઈ હતી. મુંબઈન બે સિવાય દિલ્હી, કર્ણાટકા, પંજાબ અને બિહારમાં કોરોના વાયરસના કારણે 1-1 વ્યક્તિના મોત થયા છે.

તા.21મી માર્ચે ભારતમાં કોરોનાના 77 કેસો નોંધાયા

ભારતમાં કોરોનાના કેસમાં હવે ઝડપથી વધારો થઈ રહ્યો છે. શનિવાર તા.21મી માર્ચ 2020ના રોજ જ વિવિધ રાજ્યોમાં 77 નવા કેસ સામે આવતા કોરોનાના દર્દીઓનો આંકડો 327 પર પહોંચ્યો હતો. જેમાંથી 23 ટકા લોકો સાજા થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના નવા કેસોનો ગ્રાફ હવે ઝડપથી ઉપર જઈ રહ્યો છે. 3 માર્ચના રોજ સમગ્ર દેશમાં કોરોનાના માત્ર 6 કેસ હતા, જે 21 માર્ચ સુધી 327 પર પહોંચી ચૂક્યા છે. કોરોનાના કેસ ભલે વધી રહ્યા હોય, પરંતુ તેનાથી થયેલા મૃત્યુનો આંકડો 4 પર મર્યાદિત રહેતા સરકારે હાશકારો અનુભવ્યો છે.

22મી માર્ચે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના કેસોની સંખ્યા 341 થઇ

ભારતમાં કોરોના કેસોના સેમ્પલની ચકાસણી તેમજ તેની માહિતી આપવા માટે કેન્દ્ર સરકારે અધિકૃત કરેલી સંસ્થા આઇ.સી.એમ.આર. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ તા.22મી માર્ચ 2020ને સવારે 10 કલાકે ભારતમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા 341 થવા પામી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કુલ 10 પોઝીટીવ કેસ સાથે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 74 થવા પામી છે.

કોરોનાથી મહારાષ્ટ્રમાં આજે વધુ એક દર્દીનું મોત નિપજતા કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા વધીને ભારતમાં કુલ 5 થવા પામી છે.

હવેથી હોસ્પિટલમાં એડમિટ દરેક (SAR) સિરીયસ કેસોનું ટેસ્ટીંગ કરાશે

આ લિંક જ્યારે પણ ઓપન કરશો અપડેટેડ ન્યુઝ વાંચવા મળશે

ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા કોરોનાના ભારતમાં વધતા કેસોને કાબૂમાં લેવા તેમજ સત્વરે તેની જાણ થાય તે માટે કોરોના ટેસ્ટિંગની નવી ગાઇડલાઇન જાહેર કરી છે જે નીચે મુજબ છે. સાર કોવીડ-19 એટલે કે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇલનેસ સાથે હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા તમામે તમામ પેશન્ટ્સનું હવે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. આ સાથે જ દર્દીઓની સારવાર કરી રહેલા તમામ સ્ટાફ તેમજ પોઝીટીવ કેસોના સંપર્કમાં આવેલા લોકોના દર 5માં દિવસે અને 14માં દિવસે કોરોના ટેસ્ટ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

ઉપરોક્ત ઇમેજને સત્તાવાર રીતે ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો

https://icmr.nic.in/sites/default/files/upload_documents/2020-03-20_covid19_test_v3.pdf

ભારતમાં 272 કેસ ગુજરાતમાં 08

India Status @ 1 p.m. on 21/03/2020

 રાજ્યપોઝિટિવ કેસડિસ્ચાર્જમૃત્યુ
1દિલ્હી1621
2હરિયાણા18
3કેરળ403
4રાજસ્થાન233
5તેલંગણા191
6ઉત્તર પ્રદેશ239
7લદ્દાખ10
8તામિલનાડુ31
9જમ્મુ-કાશ્મીર4
10પંજાબ61
11કર્ણાટક1511
12મહારાષ્ટ્ર62
13આંધ્રપ્રદેશ3
14ઉત્તરાખંડ3
15ઓડિશા2
16પ.બાંગાળ2
17છત્તિસગઢ1
18ગુજરાત9
19પુડ્ડુચેરી1
20ચંડીગઢ5
21મધ્યપ્રદેશ4
22હિમાચલ પ્રદેશ2

ભારતમાં તા.21મી માર્ચે સવારે 11 વાગ્યા સુધીમાં ભારત સરકારની સત્તાવાર સંસ્થા આઇ.સી.એમ.આર.ના જણાવ્યા અનુસાર કૉરોના વાઈરસના 272 પૉઝિટિવ કેસ નોંધાયા છે.

ઉપરોક્ત ફોટોની સત્તાવાર લિંક માટે નીચેની લિંક ઓપન કરો

https://icmr.nic.in/sites/default/files/upload_documents/ICMR_website_update_21March_10AM_IST.pdf

બીજી તરફ દર્દીઓ ઉપરાંત તેમની સાથે સંસર્ગમાં આવેલા ૬૭૦૦ લોકો દેખરેખ હેઠળ હોવાનું આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. આરોગ્ય ખાતાના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ભારપૂર્વક કહ્યું હતું કે સામાજિક અંતર રાખવું એ જ કૉરોના વાઈરસ સામે લડવાનો પ્રાથમિક અને સૌથી કારગત માર્ગ છે.

રવિવારે જનતા કર્ફયુ 3500થી વધુ ટ્રેનો અને 1000 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાહન પર તા.22મી માર્ચ 2020ને રવિવારે 14 કલાક સુધીના જનતા માટે દેશના બે મોટા ટ્રાન્સપોર્ટ ફેક્ટર રેલવે અને સિવિલ એવિએશને મહત્વની જાહેરાત કરી છે. એક બાજુ રેલવેએ રવિવારે દેશભરમાં 3500થી વધુ ટ્રેનો કેન્સલ કરવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ દેશની બે વિમાન કંપનીઓ ઈન્ડિગો અને ગોએરે પણ 1000 ફ્લાઈટ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.

હોસ્પિટલોને એલર્ટ મોડ પર રહેવા નિર્દેશ

કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા માટે તૈયારીઓને અંતિમ ઓપ આપવાનું શરું કરી દીધું છે. શુક્રવારે સરકારે દેશની તમામ હોસ્પિટલો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં તમામ હોસ્પિટલો અને મેડિકલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટને કેટલાક બેડ અલગ કરવા અને આઈસોલેશન સુવિધા દેવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સરકારે આ એડવાઈઝરી સરકારી અને પ્રાઈવેટ બંને હોસ્પિટલ માટે જાહેર કરી છે. સરકારે કહ્યું છે કે દરેક હોસ્પિટલમાં પૂરતી માત્રામાં વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે. હાઈ ફ્લો ઓક્સિજન માસ્ક પણ તૈયાર રાખવામાં આવે અને કોવિડ-19 સાથે લડવા પૂરતી માત્રામાં સ્ટાફ પણ તૈયાર રાખવામાં આવે.

ગુજરાતમાં વડોદરામાં 1 પોઝીટીવ સાથે કેસોની સંખ્યા 8 પર પહોંચી

તા.21મીએ સવારે ગુજરાતના વડોદરા ખાતે હોસ્પિટલમાં દાખલ કરાયેલા ફોરેનથી આવેલા એક નાગરીકનો કોરોના વાઇરસ ટેસ્ટ પોઝીટીવ આવતા ગુજરાતમાં કેસોની સંખ્યા 8 પર પહોંચી છે. અમદાવાદમાં 3, વડોદરામાં 3 અને રાજકોટ તથા સુરતમાં 1-1 કેસો મળીને કુલ 8 કેસ થયા છે.

શ્રીલંકાથી પરત આવેલા 52 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. 

ટોલફ્રી 1075 નંબરનો ઉપયોગ કરો

કૉરોના વાઈરસ અંગે કોઈપણ પ્રકારની પુછપરછ કરવા ૧૦૭૫ ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરવાની લોકોને વિનંતી કરતા તેમણે કહ્યું હતું કે સરકાર સુરક્ષાનાં તમામ પગલાં લઈ રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુની હાકલ કરી છે. એક દિવસનો સહકાર કૉરોના વાઈરસના સંક્રમણની કડી તોડવામાં મદદ કરશે, એમ અગ્રવાલે કહ્યું હતું. જયપુરમાં શુક્રવારે મૃત્યુ પામેલા ઈટલીના નાગરિકની ભારતમાં કૉરોના વાઈરસને કારણે મૃત્યુ પામેલાઓમાં ગણતરી કરવામાં નહીં આવે એમ જણાવી તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતમાં અત્યાર સુધીમાં કૉરોના વાઈરસને કારણે મૃત્યુ પામેલાઓનો આંક ચાર પર પહોંચ્યો છે.

કૉરોના વાઈરસ સામે લડવાની રાજ્યની ક્ષમતા વધારવા કેન્દ્રીય ટુકડીને મોકલવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમામ રાજ્યના મુખ્ય પ્રધાન સાથે કૉરોના વાઈરસને મામલે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ચર્ચા કરી હતી.

લદાખમાં કૉરોનાના વધુ બે કેસ

લદાખમાં કૉરોનાના વધુ બે કેસ નોંધાવાની સાથે જ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કૉરોનાના દરદીઓની સંખ્યાનો આંક ૧૦ પર પહોંચ્યો હોવાનું વરિષ્ઠ સરકારી અધિકારીએ શુક્રવારે કહ્યું હતું.

કમિશનર સેક્રેટરી (આરોગ્ય) રિગઝિન સામ્ફલે કહ્યું હતું કે નવા બંને કેસ લેહના ચોશોટ ગામમાં નોંધાયા હતા.

કૉરોનાના નવા બે કેસ નોંધાયા બાદ તરત જ આરોગ્ય ખાતાના અધિકારીઓએ બંને દરદીને હૉસ્પિટલના આઈસોલેશન વૉર્ડમાં ખસેડ્યા હતા, એમ તેમણે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

શુક્રવારે કરવામાં આવેલા ૧૧ પરીક્ષણ સહિત વધુ પંચાવન દરદીના ટૅસ્ટ રિપોર્ટ દિલ્હીસ્થિત પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

લદાખમાં કૉરોના વાઈરસના તમામ દરદીઓની હાલત સ્થિર હોવાનું તેમણે કહ્યું હતું.

લેહમાં બૅંકની શાખા બંધ કરવાના સરકારના નિર્ણય અંગે પુછાયેલા પ્રશ્ર્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું હતું કે કૉરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવા સલામતીનાં પગલાંનાં ભાગરૂપ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય ખાતાના અધિકારીનો એક પારિવારિક સભ્ય સ્ટેટ બૅંક ઑફ ઈન્ડિયાની સ્થાનિક શાખામાં કામ કરે છે. અગાઉ આ કર્મચારીનો કૉરોના ટૅસ્ટ નૅગેટિવ આવ્યો હોવા છતાં એ જ પરિવારના અન્ય એક સભ્યનો ટૅસ્ટ પૉઝિટિવ આવ્યો હોવાને કારણે અમે કર્મચારીના નમૂનાનું પરીક્ષણ ફરી કરવા મોકલ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

એક વખત નમૂનાના પરીક્ષણનો રિપોર્ટ આવી ગયા બાદ બૅંક ફરી શરૂ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

અગાઉ લદાખમાં સેનાના જવાન સહિત આઠ જણમાં કૉરોનાનો ટૅસ્ટ પૉઝિટિવ આવ્યો હતો જેને પગલે વહીવટકર્તાઓને પ્રતિબંધિત આદેશ તેમ જ ચાર કરતા વધુ લોકો ભેગા ન થાય તે માટે બંધારણની કલમ ૧૪૪ લાગુ કરવાની ફરજ પડી હતી.

લેહ જિલ્લામાં ૩૦ એપ્રિલ સુધી વિદેશી પર્યટકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અન્ય રાજ્યના શ્રમિકોના લેહમાં પ્રવેશ પર પણ ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

પુત્રના પોઝિટિવ વાઈરસની વાત છુપાવનાર મહિલા રેલવે અધિકારીને સસ્પેન્ડ કરાયાં

કોરોના વાઈરસની સાઈડ ઈફેક્ટ અનેક થઈ છે. વાઈરસથી વધુ અસરગ્રસ્ત દેશોમાંથી આવતા નાગરિકો – પેસેન્જરનું હવાઈમથકે – બંદરોએ સ્ક્રિનિંગ કરાઈ છે છતાં અમુક પેસેન્જર છટકી જાય છે અથવા વિદેશથી આવ્યા છે તે છુપાવે છે.

સાઉથ-વેસ્ટર્ન રેલવેના એક અધિકારીને સરકારે સસ્પેન્ડ કર્યા છે, કારણ કે તેનો પુત્ર જર્મનીથી અહીં આવ્યા બાદ તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વિશે માતાએ વાત છુપાવી હતી અને રેલવેના ગેસ્ટ હાઉસમાં રહેતો હતો. રેલવેની મહિલા અધિકારીએ પુત્રની વાત છુપાવવાની સાથે તે અન્ય લોકોના સંપર્કમાં આવીને ઘણાની લાઈફ સામે જોખમ ઊભું કર્યું છે. બેંગલોર સ્ટેશન નજીકના રેલવે રેસ્ટ રૂમમાં રહેવાનું ચાલુ રાખ્યું હતું. રેલવેમાં આસિસ્ટન્ટ પર્સોનલ ઓફિસરને સસ્પેન્ડ કરાયા છે. તેનો ૨૫ વર્ષનો પુત્ર વાયા સ્પેન, જર્મની અને ત્યાંથી ભારત આવ્યો હતો. સ્પેનમાં વાઈરસની મોટી અસર થઈ છે. પુત્રને હોમ ક્વૉરોન્ટાઈનમાં રાખ્યા બાદ ટેસ્ટ કરાતા પોઝિટિવ આવી હતી.

જનતા કર્ફ્યુ: દેશમાં કોઈ પ્રવાસી ટ્રેન નહીં દોડે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાવીસ માર્ચે જાહેર કરવામાં આવેલા જનતા કર્ફ્યુ દરમિયાન શનિવારે રાતના ૧૨ વાગ્યાથી રવિવારે રાત્રે ૧૦ વાગ્યા વચ્ચે દેશમાં એકપણ પેસેન્જર ટ્રેન દોડાવવામાં નહીં આવે, એમ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું.

રવિવારે સવારે ચાર વાગ્યથી મૅલ અને ઍક્સ્પ્રેસ ટ્રેનસેવા પણ રોકી દેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

પરાંની લોકલ ટ્રેનસેવાની સંખ્યામાં પણ અસાધારણ ઘટાડો કરી દેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. કૉરોના વાઈરસના ભયને કારણે અને તેને વધારે ફેલાતો રોકવા પ્રવાસીઓ બિનજરૂરી પ્રવાસ ન કરે તે માટે રેલવેએ અત્યાર સુધીમાં ૨૪૫ ટ્રેન રદ કરી છે. સામાજિક અંતર જાળવી રાખવાની હાકલ કરતા નરેન્દ્ર મોદીએ ગુરુવારે એમ કહીને બાવીસ માર્ચે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યુ પાળવાની જાહેરાત કરી હતી. આ કર્ફ્યુ દરમિયાન કોઈ નાગરિક ઘરની બહાર નહીં નીકળે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે માત્ર અત્યાવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો જ ઘરની બહાર નીકળે.

Reported on 20 March 2020

વિશ્વમાં મૃત્યુઆંક 10,000 ને પાર : કેસોની સંખ્યા અઢીલાખ નજીક : વાંચો કયા દેશોમાં કેટલા કેસ? સંપૂર્ણ માહિતી

તા.20મી માર્ચે બપોરે 4 કલાકે કોરોના અપડેટની માહિતી મૂકતા જણાવી દઇએ કે આંતર રાષ્ટ્રીય સ્તરે હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસને કારણે મોતને ભેટેલા કમનસીબોની સંખ્યા 10,000ને પાર પહોંચી ચૂકી છે. સૌથી વધુ મોત ઇટલીમાં થયા છે. કોરોનાનો જ્યાંથી ઉદભવ થયો એ ચીન કરતા પણ વધુ મોત ઇટલીમાં સામે આવ્યા છે. નીચે મુજબના અપડેટ્સ સમગ્ર વિશ્વની માહિતી સૂચવે છે.

તા.20મી માર્ચ 2020ને બપોરે 4 કલાકે

Corona virus Cases : 2,48,699

Deaths : 10,083

Recovered : 88,563

ACTIVE CASES 1,50,053

  • Currently Infected Patients 1,42,613 (95%) in Mild Condition
  • 7,440 (5%) Serious or Critical

98,646 Cases which had an outcome :

  • 88,563 (90%) Recovered / Discharged
  • 10,083 (10%) Deaths

Word Country wise data on 20/03/2020

     
Country,CasesDeathsRecoveredCases
China80,9673,24871,1506,569
Italy41,0353,4054,44033,190
Iran18,4071,2845,97911,144
Spain18,0778311,10716,139
Germany16,6264411516,467
USA14,36621712514,024
France10,9953721,2959,328
S. Korea8,652942,2336,325
Switzerland4,22243154,164
UK3,269144653,060
Netherlands2,4607622,382
Belgium2,257372042,016
Austria2,203692,188
Norway1,802711,794
Sweden1,45211161,425
Denmark1,226911,216
Malaysia1,030287941
Japan96333215715
Australia876746823
Canada8731211850
Portugal78644778
Czechia774 3771
Diamond Princess7127527178
Israel705 15690
Brazil64772638
Ireland55735549
Luxembourg48446474
Greece464619439
Qatar460 10450
Pakistan456313440
Finland400 10390
Indonesia3693217320
Poland368613349
Turkey3594 355
Singapore345 124221
Chile342  342
Iceland330 5325
Thailand322142279
Slovenia3191 318
Bahrain2841110173
Estonia283 1282
Romania277 25252
Saudi Arabia274 8266
Ecuador26041255
Egypt256742207
Hong Kong256498154
Peru23431230
Philippines230188204
India206520181
South Africa202  202
Russia19919189
Iraq1921349130
Mexico16414159
Lebanon16344155
Kuwait159 22137
San Marino144144126
UAE140 31109
Panama13711135
Armenia136 1135
Taiwan135228105
Argentina12833122
Colombia128 1127
Slovakia124  124
Serbia118 2116
Croatia11315107
Bulgaria1123 109
Latvia111 1110
Uruguay94  94
Algeria90103248
Costa Rica892 87
Vietnam87 1671
Hungary853775
Faeroe Islands80 278
Andorra74 173
Brunei73  73
Belarus69 1554
Jordan69 168
Bosnia and Herzegovina69 267
North Macedonia67 166
Cyprus67  67
Morocco663261
Sri Lanka65 362
Albania642 62
Tunisia541152
Malta53 251
Moldova491147
Kazakhstan49  49
Lithuania48 147
Oman48 1335
Palestine48 1731
Cambodia47 146
Guadeloupe45  45
Azerbaijan441736
Georgia43 142
Venezuela42  42
New Zealand39  39
Senegal36 234
Dominican Republic342 32
Burkina Faso331 32
Uzbekistan33  33
Martinique321 31
Liechtenstein28  28
Réunion28  28
Ukraine263122
Afghanistan24 123
Honduras24  24
Bangladesh201316
Cameroon20 218
DRC18  18
Macao17 107
Bolivia17  17
Cuba161 15
Jamaica161213
Ghana16  16
French Guiana15  15
Guam14  14
Maldives13  13
Montenegro13  13
Paraguay13  13
Nigeria12 111
Monaco11  11
Channel Islands11  11
French Polynesia11  11
Rwanda11  11
Gibraltar10 28
Guatemala91 8
Ivory Coast9 18
Ethiopia9  9
Togo9  9
Trinidad and Tobago9  9
Kenya7  7
Mauritius7  7
Equatorial Guinea6  6
Kyrgyzstan6  6
Mongolia6  6
Puerto Rico6  6
Seychelles6  6
Tanzania6  6
Guyana51 4
Aruba5 14
Barbados5  5
Mayotte4  4
Suriname4  4
Cayman Islands31 2
Curaçao31 2
Bahamas3  3
Congo3  3
Gabon3  3
Namibia3  3
St. Barth3  3
Saint Martin3  3
U.S. Virgin Islands3  3
Sudan21 1
Benin2  2
Bermuda2  2
Bhutan2  2
CAR2  2
Greenland2  2
Haiti2  2
Liberia2  2
Mauritania2  2
New Caledonia2  2
Saint Lucia2  2
Zambia2  2
Nepal1 10
Angola1  1
Antigua and Barbuda1  1
Cabo Verde1  1
Chad1  1
Djibouti1  1
El Salvador1  1
Fiji1  1
Gambia1  1
Guinea1  1
Vatican City1  1
Isle of Man1  1
Montserrat1  1
Nicaragua1  1
Niger1  1
St. Vincent Grenadines1  1
Sint Maarten1  1
Somalia1  1
Eswatini1  1
Total:248,69910,08388,563150,053

ભારતમાં 206 કેસ : 20 દર્દી સાજા થયા : ગુજરાતમાં 5 કેસ

તા.20મી માર્ચે બપોરે 11.30 વાગ્યે ભારતમાં કોરોનાના કેસોની સત્તાવાર સંખ્યા 206ની થઇ છે. કુલ 4 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. 20 દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થઇને પોતાના ઘરે પરત ફર્યા છે. જ્યારે એક્ટીવ કેસોની સંખ્યા ભારતમાં 181 હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.

ઇટલીના ટુરીસ્ટ કોવીડ-19થી રિકવર થયા બાદ કાર્ડીયાક એરેસ્ટથી મોત ને ભેટ્યા હોવાની જયપુર SMS હોસ્પિટલની સ્પષ્ટતા

તા.20મી માર્ચ 2020ને સવારે જયપુરમાં ઇટલીના એક ટુરીસ્ટનું મોત નિપજ્યું હતું. પહેલા એવા ન્યુઝ સ્પ્રેડ થયા હતા કે ઇટલીના આ ટુરીસ્ટનું મોત કોવીડ19થી થયું હતું. બાદમાં હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે ઇટલીના ટુરીસ્ટ કાવીડ19માંથી રીકવર થઇ ગયા હતા અને તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક એરેસ્ટ હતું. આથી કોરોનાને કારણ તેમનું મોત નથી થયું હોવાની પુષ્ટી જયપુર સ્થિત હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી.

Information Source : Click link given below

https://www.icmr.nic.in/sites/default/files/whats_new/ICMR_website_update_20March_10AM_IST.pdf

તા.20મી માર્ચે સવારે 11 કલાકે ભારતમાં રાજ્યવાર કોરોનાના કેસોની સંખ્યા

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA471
KERALA280
UP190
DELHI171
HARYANA170
TELANGANA160
KARNATAKA151
LADAKH100
RAJASTHAN70
J&K40
TAMIL NADU30
PUNJAB21
ANDHRA PRADESH20
GUJARAT20
UTTARAKHAND10
ODISHA10
WEST BENGAL10
PUDUCHERRY10
CHANDIGARH10
CHHATTISGARH10

અમદાવાદમાં 2 અને રાજકોટ, સુરત, વડોદરામાં 1-1 મળી કુલ 5 પોઝિટિવ કેસ

તા.20મી માર્ચે બપોરે 11.30 કલાકની માહિતી મુજબ ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 5 થઇ છે. રાજકોટ અને સુરતમાં તા.19મી માર્ચે એક એક કેસ પોઝીટીવ જાહેર થયા બાદ આજે તા.20મી માર્ચે સવારે અમદાવાદમાં 2 અને વડોદરામાં એક કેસ પોઝીટીવ જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ગુજરાતમાં પણ કોરોના વાયરસ દાખલ થઈ ગયો છે. રાજ્યમાં 2 વ્યક્તિઓના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમા, સુરતની એક યુવતિ અને એક રાજકોટનો યુવક હોવાનું જણાવાઈ રહ્યું છે. રાજ્યના આરોગ્ય અને કુંટુંબ કલ્યાણ વિભાગે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

સુરતમાં 21 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવતી વિદેશથી પરત ફરી હતી. યુવતીના પરિવારજનો પણ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે રાજકોટના જંગલેશ્વરના વ્યક્તિને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. 35 વર્ષીય વ્યક્તિ સાઉદી અરબથી આવ્યો હતો અને તે યુવક તથા તેના પરિવારજનોને રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિનો કેસ પોઝિટિવ આવ્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :