દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની રોમાંચક મેચમાં હૈદરાબાદના મોહમ્મદ નબીએ વિજય છગ્ગો ફટકારીને ટીમને 5 વિકેટે જીતાડી હતી.
હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ લીધી
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 16મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના સુકાની ભુવનેશ્વર કુમારે દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. હૈદરાબાદે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. જયારે દિલ્હીની ટીમમાં 3 ફેરફાર છે. ઇશાંત શર્મા, અક્ષર પટેલ અને રાહુલ તેવટિયા આજે હનુમા વિહારી, હર્ષલ પટેલ અને આવેશ ખાનની જગ્યાએ રમી રહ્યા છે. દિલ્હી તરફથી આ મેચમાં સુકાની શ્રેયસ અય્યરને બાદ કરતા કોઇ ખાસ રમ્યું ન હતું. સુકાની શ્રેયસે 41 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 43 રન કર્યા હતા. તો અક્ષર પટેલે થોડા આક્રમક શોટ લગાવ્યા હતા. તેણે 13 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 23 રન કર્યા હતા. આમ પુરી ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન જ કરી શકી હતી. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર, મોહમ્મદ નબી અને સિદ્ધાર્થ કૌલે 2-2 વિકેટો ઝડપી હતી.

આઇપીએલમાં ગુરૂવારે રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની રોમાંચક મેચમાં હૈદરાબાદના મોહમ્મદ નબીએ વિજય છગ્ગો ફટકારીને ટીમને 5 વિકેટે જીતાડી હતી. હૈદરાબાદે ટુર્નામેન્ટમાં આ ત્રીજી જીત મેળવી હતી. હૈદરાબાદના વિકેટ કીપર ઓપનર જોની બેરસ્ટો ફરી શાનદાર ઇનીંગ રમી હતી અને ટીમને આક્રમક શરૂઆત કરાવતા 28 બોલમાં 48 રન ફટકાર્યા હતા. તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. દિલ્હી માટે રાહુલ તેવટિયા, અક્ષર પટેલ, સંદીપ લામીછાને, કગીસૉ રબાડા અને ઇશાંત શર્માએ 1-1 વિકેટ ઝડપી હતી.
હૈદરાબાદેની શરૂઆત આક્રમક રહી
દિલ્હી કેપિટલ્સે આપેલા 130 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે આક્રમક શરૂઆત કરી હતી. ઓપનર જોની બેરસ્ટોએ 28 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 48 રન કર્યા હતા. જોકે તે 2 રન માટે અડધી સદી ચુક્યો હતો. તેને બાદ કરતા ટીમમાં કોઇ ખેલાડી મોટી ઇનીંગ રમી શક્યું ન હતું. જોકે મોહમ્મદ નબીએ થોડી આક્રમક ઇનીંગ રમી હતી. તેણે 9 બોલમાં 2 ચોગ્ગા અને 1 વિજયી છગ્ગો ફટકારી અણનમ રહ્યો હતો.
2019ના આઇપીએલ પાવરપ્લેમાં સનરાઇઝર્સનું પ્રદર્શન:
54/0 vs KKR, કોલકાતા
69/0 vs RR, હૈદરાબાદ
59/0 vs RCB,હૈદરાબાદ
62/0 vs DC, દિલ્હી
આઇપીએલમાં ખેલાડીઓ જેમનો જીતનો રેકોર્ડ 100% છે:
7* – મોહમ્મદ નાબી (SRH, 2017-2019)
6 – પાલાની અમરનાથ (CSK, 2008)

















