દિલ્હીના આંગણે રમાઇ રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ અન્વયે આજે તા.24મી નવેમ્બર 2018ના રોજ રમાયેલી મહિલા ઇવેન્ટની ફાઇનલ મેચમાં ભારતમાં સુપરમોમના નામથી પ્રચલિત મેરીકોમએ પોતાનાથી 13 વર્ષ નાની અને હોટ ફેવરિટ ચેમ્પિયન ગણાતી યુક્રેનની હંટરના હુલામણા નામથી પ્રચલિત બોક્સરને હરાવીને વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. આ સાથે જ મેરી કોમ આયરલેન્ડની કેટી ટેલરને પછાડીને સૌથી વધુ વખત (6) વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીતનાર પ્રથમ મહિલા બોક્સર બની ગઈ છે. આ અગાઉ મેરી કોમ અને ટેલર 5-5 ટાઈટલ સાથે બરોબરી પર હતા.

ફાઈનલ મેચમાં બન્ને બોક્સરો ભારતની મેરીકોમ અને યુક્રેનની બોક્રસની ઉંમર વચ્ચે 13 વર્ષનો તફાવત હતો. યુક્રેનની હન્ના ઓકોતા હજુ 22 વર્ષની છે. જો કે તેની ખુંખાર રમતને પગલે તે ‘હંટર’ નામથી ઓળખાય છે. હન્નાએ યુરોપિયન યુથ ચેમ્પિયનશિપમાં બ્રોન્ડ મેડલ મેળવ્યો હતો.
દિલ્હીના કે ડી જાધવ સ્ટેડિયમમાં રમાયેલી 48 કિલોગ્રામ કેટેગરીની ફાઈનલ ફાઈટમાં મેરી કોમે યુક્રેનની હન્ના ઓકોતાને હરાવીને વર્લ્ડે રેકોર્ડ રચ્યો હતો. મેરી કોમ છઠ્ઠી વખત બોક્સિંગમાં ગોલ્ડ જીતનાર ભારતીય મહિલા બોક્સર બની ગઈ છે.
અગાઉ 2006માં ઘરઆંગણે મેરી કોમે વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઈટલ પોતાના નામે કર્યું એ વખતે લાઈટ ફ્લાઈવેટમાં રોમાનિયાની સ્ટેલુટા દુતાને હરાવીને મેરી કોમે 5માં વર્લ્ડ ટાઈટલ પોતાના નામે કર્યું હતું. જ્યારે આજરોજ તા.24મી નવેમ્બર 2018ના રોજ નવી દિલ્હી ખાતે યુક્રેનની હન્ના ઓકોતાને હરાવીને ટાઇટલ જીત્યું છે.




















