આ ફોટો જેઈમી થોમસ દ્વારા ક્લિક કરાયો હતો. જેઈમી પોતે સ્કેટર, સર્ફ બોર્ડર અને જાણીતો ફોટોગ્રાફર છે. મહાબલિપુરમના પ્રવાસ દરમિયાન તેણે આ ફોટો ક્લિક કર્યો હતો અને ટોની હૉકનું ધ્યાન ખેંચ્યું હતું. કમલીના ભારતીય સ્ત્રીઓના સશક્તિકરણના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. કમલી પર બનેલી 24 મિનિટની શોર્ટ ફિલ્મ ન્યુઝીલેન્ડની સાશા રેઈનબો દ્વારા ડિરેક્ટ કરાઈ છે. આ ફિલ્મનું ટાઈટલ કમલી છે. આ ફિલ્મ મુંબઈ ઈન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ 2018માં બેસ્ટ ડિરેક્ટર એવોર્ડ જીતી ચૂકી છે.
નશો કરીને પરણવા આવેલા શરાબી વરરાજાને માંડવેથી પાછો વાળનાર આદિવાસી મહિલાનું એણે દાખવેલી બહાદુર બદલ સંબલપુર જિલ્લા પ્રશાસને બહુમાન કર્યું હતું. મે 2019માં આ ઘટના નોંધાઇ હતી.

મમતા ભોઇ નામની 20 વર્ષની યુવતીએ નશો કરીને પરણવા આવેલા શરાબી વરરાજાને પરણવાનો નનૈયો ભણ્યા બાદ વરરાજા અને એના કુટુંબીઓને ખાલી હાથે પાછા ફરવું પડયું હતું. ગોવર્ધન બદામી ગામની રહેવાસી મમતાએ આ પ્રસંગે ભેગાં થયેલા લોકોને જણાવ્યું હતું કે પરણવાની ના પાડયા બાદ પોતે અનેક યુવતીઓ માટે પ્રોત્સાહનનું કારણ બનશે એવી તો એને કલ્પના પણ નહોતી.
લગ્નની ઘટના યાદ કરતા મમતાએ જણાવ્યું હતું કે જ્યારે મેં મંડપમાં વરરાજાને નશાની હાલતમાં જોયો ત્યારે તરત જ મેં એને ન પરણવાનો નિર્ણય લીધો હતો. એણે એટલો તો નશો લીધો હતો કે એ ઊભો પણ રહી શકતો નહોતો. મેં વિચાયું કે હું આવી વ્યક્તિની સાથે જીવન પસાર ન કરી શકું. મને નથી લાગતું કે મેં કશું ખોટું કર્યું છે.
મમતાની માસીએ જણાવ્યું હતું કે મમતાના નિર્ણયથી એના ગરીબ કુટુંબને આશ્ર્ચર્ય થયું હતું, પણ એમણે એને સાથ આપ્યો હતો. હવે મમતાના લગ્ન વ્રજરાજનગરની વ્યક્તિ સાથે નક્કી કરાયા છે.
સંબલપુરના એસપી સંજીવ અરોરાએ જણાવ્યું હતું કે દારૂડિયાને ન પરણવાનો નિર્ણય લઇને મમતાએ બધી ક્ધયાઓને એવો સંદેશ આપ્યો હતો કે એમણે પોતાના જીવનસાથીને પસંદ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જોઇએ. દારૂડિયા વ્યક્તિને પરણ્યા બાદ એમનું જીવન ઝેર બની જશે.
સંબલપુરના કલેક્ટર શુભમ સક્સેનાની હાજરીમાં મમતાનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મમતાને શાલ, પ્રશંસાપત્ર અને રૂ. 10,000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.



















