અગ્નિવીર સ્કીમને લઈ કેન્દ્ર સરકારે આજે સૌથી મોટી જાહેરાત કરી છે. આ યોજના અંગે વિપક્ષ દ્વારા તેને રદ કરવાની માગણી પણ કરી હતી, ત્યારે આજે કેન્દ્ર સરકારે સીઆઈએસએફ (CISF)ની ભરતીમાં 10 ટકા અનામત રાખવાનો નિર્ણય લીધો છે.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)માં 10 ટકા અનામત પૂર્વ અગ્નિવીર માટે રાખવામાં આવી છે. એની સાથે અગ્નિવીરોની શારીરિક પરીક્ષામાં પણ છૂટ આપવામાં આવી છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)ના વડા નીના સિંહે કહ્યું છે કે એના અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો આ યોજનાને ખતમ કરવામાં આવશે.
ગૃહ મંત્રાલય વતી આજે જણાવવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સીઆઈએસએફમાં નોકરી મળશે તેમ જ અગ્નિવીરો માટે દસ ટકા અનામત રાખવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટમાં પૂર્વ અગ્નિવીરોને છૂટ મળશે, જ્યારે સીઆઈએસએફમાં દસ ટકા રિઝર્વેશન રહેશે.
14 જૂન, 2022માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. અગ્નિપથ યોજનામાં 17થી 21 વર્ષના યુવાનોને ફક્ત ચાર વર્ષ માટે ભરતી કરવાની જોગવાઈ છે, જેમાં 25 ટકા અગ્નિવીરોને આગામી પંદર વર્ષ સુધી રાખવાની જોગવાઈ છે. જોકે, એમાં સુધારો કરીને સરકારે ઉંમર મર્યાદા વધારીને 23 વર્ષ કર્યા હતા. યોજના અન્વયે પૂર્વ અગ્નિવીરોની પહેલી બેચ માટે અપર એજ લિમિટમાં પાંચ વર્ષની છૂટ આપી હતી અને પછી બાકીની બેચ માટે ત્રણ વર્ષની છૂટ આપી છે. અગ્નિવીર યોજના અન્વયે ચાર વર્ષના કોન્ટ્રકાટ પર યુવાનોને આર્મીમાં ભરતી કરવામાં આવે છે. ભરતી કર્યા પછી યુવાનોને સેલેરી પણ નિશ્ચિત હોય છે. ચાર વર્ષના સમયગાળા માટે સૈનિક તરીકે નિયમિત નોકરી રહે છે.
નીટ પરીક્ષા-2024માં પેપર લીક મુદ્દે આવતીકાલે (11 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. જોકે તે પહેલા કેન્દ્ર સરકારે આજે (10 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. કેન્દ્રએ તેમાં કહ્યું છે કે, NEET પરીક્ષા ફરી યોજવાની જરૂર નથી, તેમાં મોટા પાયે ચોરી થઈ નથી. ભારત સરકાર નીટ પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવા માટે બંધાયેલું છે.
સરકાર સમાધાન શોધવાના તમામ પ્રયાસો કરી રહી છે સરકાર
સોગંદનામામાં કહેવાયું છે કે, સરકાર સમાધાન શોધવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત સરકાર દોષી ઉમેદવારોને કોઈપણ લાભ ન મળે, તે પણ સુનિશ્ચિત કરી રહી છે. સરકાર પ્રયાસ કરી રહી છે કે, માત્ર આશંકાઓના કારણે 23 લાખ વિદ્યાર્થીઓ પર નવી પરીક્ષાનો બોજ નાખવામાં ન આવે.
તેમાં એમ પણ કહ્યું છે કે, સરકાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ નિષ્પક્ષ અને પારદર્શી રીતે યોજાય, તે માટે એક મજબૂત પરીક્ષા પ્રક્રિયા બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર પરીક્ષાઓની અખંડિતતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે તેમજ પેપર લીક અટકાવવા માટે કડક કાયદો બનાવાયો છે. આ માટે સંસદમાં પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024 કાયદો ઘડવામાં આવ્યો છે.
સીબીઆઈએ વધુ બે લોકોની ધરપકડ કરી
દરમિયાન કેન્દ્રી તપાસ એજન્સી સીબીઆઈએ NEET UG પેપર લીક અને ગેરરીતિના કેસમાં બિહારથી વધુ બે લોકોની ધરપકડ કરી છે. એજન્સીએ નીટ ઉમેદવાર સની કુમાર અને એક અન્ય નીટ ઉમેદવારના પિતાને પટનાથી ઝડપી લીધા છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે, રંજીતે પરીક્ષા માટે પોતાના પુત્રનું સેટિંગ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નીટ પરીક્ષા પેપર લીકની તપાસ કરી રહેલી સીબીઆઈએ અત્યાર સુધીમાં પટણા, ગોધરા અને હજારીબાગમાંથી ઘણા આરોપીઓની ધરપકડ કરી અને પેપર લીકનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.
ગત મંગળવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં નીટ પેપર લીક કેસની સુનાવણી દરમિયાન CBI તપાસના રિપોર્ટનો ઉલ્લેખ કરાયો હતો. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, સીબીઆઈએ આગામી સુનાવણીમાં તપાસ રિપોર્ટ કોર્ટમાં સબિદ કરવાનો રહેશે. આવી સ્થિતિમાં સીબીઆઈએ અત્યાર સુધીની ધરપકડોમાંથી એકત્ર કરાયેલા તમામ પુરાવાઓ વિશે કોર્ટને જાણ કરવી પડશે.
ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ હેઠળ સ્થપાયેલી પ્રતિષ્ઠિત સંસ્થા, સાર્વજનિક યુનિવર્સિટી અને L&Tના પેટા કંપની, L&T એજ્યુટેક વચ્ચે શૈક્ષણિક સહયોગ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં L&T ની આ પ્રકારની પ્રથમ ભાગીદારી છે, જેનો ઉદ્દેશ્ય ઉદ્યોગ અને એકેડેમિક સંસ્થા વચ્ચેના અંતરને દૂર કરવા, ખાસ કરીને એન્જિનિયરિંગ અને IT વિદ્યાર્થીઓની રોજગાર ક્ષમતામાં વધારો કરવાનો છે.
સાર્વજનિક યુનિવર્સિટી વિશે
૧૧૨ વર્ષ જૂની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપિત સાર્વજનિક યુનિવર્સિટી કિફાયતી ફીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સમર્પિત છે. એન્જિનિયરિંગ, સાયન્સ, કોમર્સ, મેનેજમેન્ટ, આર્ટસ, હ્યુમેનિટીઝ, આર્કિટેક્ચર, ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી અને કાયદાનો સમાવેશ કરતી 8 ફેકલ્ટીઓ સાથે, યુનિવર્સિટી અંડરગ્રેજ્યુએટથી લઈને ડોક્ટરલ સ્તર સુધીના 65 થી વધુ પ્રોગ્રામ્સ ઑફર કરે છે. 600 થી વધુ અનુભવી શિક્ષકોની અને લગભગ 7500થી વધુ વિદ્યાર્થીઓના ગૌરવ સાથે, સાર્વજનિક યુનિવર્સિટી શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સર્વગ્રાહી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
એલ એન્ડ ટી એજ્યુટેક વિશે
L&T Edutech એ 85 વર્ષથી કાર્યરત ભારતની અતિ-પ્રતિસ્થિત અને વૈશ્વિક નામના ધરાવતી L&Tનું એક ગતિશીલ નવું સાહસ છે, જે એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની રોજગાર ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના ઉદ્યોગની આગેવાની હેઠળના, એપ્લિકેશન-ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સ દ્વારા, L&T એજ્યુટેકનો ઉદ્દેશ્ય વિધ્યાર્થીઓને તેમની કારકિર્દીમાં શ્રેષ્ઠ બનવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવાનો છે. L&T કૉલેજ કનેક્ટ પ્રોગ્રામ આ સાહસ હેઠળ એક મુખ્ય પહેલ છે, જે શૈક્ષણિક જ્ઞાનને વ્યવહારિક ઉદ્યોગની કુશળતા સાથે સાંકળવા માટે રચાયેલ છે.
સહયોગ
સાર્વજનિક યુનિવર્સિટી અને L&T Edutech વચ્ચેનો શૈક્ષણિક કરાર કોર એન્જિનિયરિંગ અને ITT ડોમેન્સ માટે ખાસ તૈયાર કરાયેલા સંકલિત અને સાંપ્રત સમયના ઉધોરોને જરૂરી એવા કોખ રજૂ કરશે. જેમાં મુખ્યત્વે મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, સિવિલ, કોમ્પ્યુટર તથા આઇટી ઈજનેરીના વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરવામાં આવશે. આ કાર્યક્રમો, જેમાં 30 ક્રેડિટનો સમાવેશ થાય છે જે સમગ્ર 4 વર્ષ (8 સેમિસ્ટર) દરમિયાન વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવશે. તદુઉપરાંત આર્કિટેક્ચર અને સિવિલના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ ઇન્ટિગ્રેટેડ મોડલિંગ (BIM) જેવા કોર્ષ તથા કોમર્સ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે પણ વિવિધ શોર્ટ ટર્મ (૨ થી ૩ ક્રેડિટ ) કોર્ષ તૈયાર કરવામાં આવ્યા છે, જે L&T એજ્યુટેકની અનુભવી ફેકલ્ટી દ્વારા હાઇબ્રિડ મોડમાં હાથ ધરવામાં આવશે, જ્યાં જરૂરીયાત મુજબ પ્રેક્ટિકલ સત્રોનો સમાવેશ કરવામાં આવશે. આ અભ્યાસક્રમ પૂર્ણ થવા પર, વિદ્યાર્થીઓને તેમની મુખ્ય ગ્રેજ્યુએશન ડિગ્રી સાથે L&T Edutech તરફથી પ્રમાણપત્ર અને સાર્વજનિક યુનિવર્સિટીમાંથી પણ ઇન્ટિગ્રેટેડ અથવા માઇનર ડિગ્રી પ્રાપ્ત થશે.
વિદ્યાર્થીઓ માટે લાભ
આ અનન્ય શૈક્ષણિક કરાર સાર્વજનિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કાર્યક્રમો પૂરા થયા પછી પ્રતિષ્ઠિત ઉદ્યોગો સાથે કામ કરવાની અમૂલ્ય તકો પ્રદાન કરશે. વધુમાં, વિદ્યાર્થીઓ તેમની વ્યાવસાયિક કારકિર્દીમાં સરળતાથી સંક્રમણ કરે તે સુનિશ્ચિત કરવા માટે L&T Edutech પ્લેસમેન્ટ સહાય પ્રદાન કરશે.
એમઓયુ પર હસ્તાક્ષર
સમજૂતી કરાર પર 8 જુલાઇ 2024ના રોજ એલ એન્ડ ટી એજ્યુટેકના કોલેજ કનેક્ટના વડા સુશ્રી ફેબેન મેડમ અને સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી ભરત શાહે હસ્તાક્ષર કર્યા હતા. આ કાર્યક્રમમાં L&T Edutech ના મુખ્ય વડા શ્રી રંગનાથન, શ્રી અતિકભાઈ દેસાઇ તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના કમિટી સભ્યો દ્વારા આ પહેલને સમયોચિત અને વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભ દાયક નિવડશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી, જે ઉદ્યોગ- શૈક્ષણિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.
ભવિષ્ય
અત્રે એ ઉલલેખનીય છેઃ કે હમણાં આ કરાર દ્વારા ઇન્ટિગ્રેટેડ કોર્ષ ઈજનેરીની વિવિધ શાખા ઉપરાંત આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવશે અને ભવિષયમાં ક્રમશ: અન્ય બીજી ફેકલ્ટી જેમ કે સાયન્સ, કોમર્સ તથા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવશે. જેથી આ ભાગીદારીનો લાભ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને મળી રહેશે એવું યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પરસી એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું હતું. યુનિવર્સિટી એડ્મિનિસ્ટ્રેટિવ કમિટીના અધ્યક્ષ શ્રી રાજેશ દેસાઇ દ્વારા આ કરાર સમાજ અને તેના ભવિષ્ય ના ધડતર માટે કેટલો જરૂરી છે એ બાબત પર વિશેષ જાણકારી આપવામાં આવી હતી.
ટી 20 વર્લ્ડકપ જીત્યા બાદની પહેલી ટી 20 મેચમાં ભારતનો પરાજય થયો છે. ભારત સામેની મેચમાં ઝિમ્બાબ્વે 13 રને વિજયી રહ્યું. ભારતના બેટર્સે 6/7/2024ની મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે જ હવે ઝિમ્બાબ્વે સીરિઝમાં 1-0થી આગળ છે.
ઝિમ્બાબ્વેના હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ ટી20 મેચની સીરિઝ યોજાઇ રહી છે જેમાં આજે પહેલી મેચ રમાઈ હતી. આજની મેચમાં ટોસ હાર્યા બાદ ઝિમ્બાબ્વેએ નવ વિકેટ ગુમાવીને 115 રન ફટકાર્યા હતા. ઝિમ્બાબ્વે ટીમમાં ક્લાઇવ મડાંડેએ ટીમમાં સૌથી વધુ 29 રન ફટકાર્યા, તે સિવાય કોઈ ખેલાડી કશું કમાલ કરી શક્યા નહોતા.
ભારતના રવિ બિશનોઈ સૌથી સફળ બોલર સાબિત થયો. રવિએ ચાર ઓવરમાં 13 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. વોશિંગ્ટન સુંદરે બે જ્યારે આવેશ ખાન તથા મુકેશ કુમારે એક એક વિકેટ લીધી હતી.
ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન
ઝિમ્બાબ્વેની બેટિંગ જોયા બાદ ફેન્સને આશા હતી કે ભારતીય ટીમ સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. પરંતુ થયું તદ્દન ઊંધું જ. શરૂઆતથી જ ભારતને એક બાદ એક ઝટકા લાગ્યા. ડેબ્યૂ મેચમાં અભિષેક શર્મા ખાતું ખોલ્યા વગર જ ઝીરો રનમાં પવેલિયનભેગો થઈ ગયો હતો. જે બાદ 15 રનના સ્કોર પર જ ભારતને બીજો ઝટકો લાગ્યો, માત્ર સાત રન બનાવીને ઋતુરાજ ગાયકવાડ પણ આઉટ થયો.
ખેલાડીનું નામ
રન
બોલ
અભિષેક શર્મા
0
4
શુભમન ગિલ
31
29
ઋતુરાજ ગાયકવાડ
7
9
રિયાન પરાગ
2
3
રીન્કુ સિંહ
0
2
ધ્રુવ જૂરેલ
7
14
વૉશિંગ્ટન સુંદર
27
34
રવિ બિશ્નોઈ
9
8
આવેશ ખાન
16
12
મુકેશ કુમાર
0
3
ખલીલ એહમદ
0
1
રિયાન અને રીન્કુ પણ કશું ખાસ કરી ન શક્યા
ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલ રિયાન પરાગ પણ પોતાની ડેબ્યૂ મેચમાં ખાસ દેખાવ કરી શક્યો નહીં અને બે રન બનાવીને આઉટ થયો. પાંચમા ક્રમાંક પર રીન્કુ સિંહ અને તેણે પણ લોકોની આશા પર પાણી ફેરવ્યું. રીન્કુ પણ ખાતું ખોલ્યા વગર જ પવેલીયનભેગો થયો હતો.
શુભમન ગિલે 31 રન બનાવ્યા
જ્યાં એક તરફ શુભમન ગિલ બાજી સંભાળી રહ્યો હતો ત્યાં બીજી તરફ એક બાદ એક વિકેટ પડી રહી હતી. ધ્રુવ જૂરેલ પણ માત્ર છ રન બનાવીને આઉટ થયો. છ વિકેટ બાદ પણ ફેન્સને આશા હતી કે શુભમન ગિલ મેચ જીતાડી શકે છે પણ બાદમાં ગિલ પણ 31 રન બનાવીને આઉટ થયો. શુભમને 29 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 31 રન ફટકાર્યા હતા.
શુભમન ગિલ બાદ વૉશિંગ્ટન સુંદર છેક સુધી મેદાન પર હતો. નવ વિકેટ ગુમાવ્યા બાદ પણ સુંદરની બેટિંગના કારણે મેચમાં જીતની એક આશા જીવંત હતી. જોકે અંતમાં વિજય ઝિમ્બાબ્વેનો જ થયો. મેચમાં નવા ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શન બાદ ક્રિકેટ એક્સપર્ટ્સનો પણ મત છે કે ટીમમાં સિનિયર ખેલાડીઓની કમી વર્તાઇ છે.
સુરતઃ દેશવ્યાપી એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે સર્વેક્ષણ હાથ ધરીને મ્યુચ્યુઅલ ફંડના 1 કરોડથી વધુ વર્તમાન ગ્રાહકોના ડેટાનું એનાલિસીસ કર્યું હતું તેના આધારે “વુમન ઇન્વેસ્ટમેન્ટ બિહેવિયર રિપોર્ટ 2024” શીર્ષક હેઠળ એક રસપ્રદ અભ્યાસ જારી કરવામાં આવ્યો છે.
છેલ્લા પાંચ વર્ષમાં (31 માર્ચ 2019થી 31 ડિસેમ્બર 2023) ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર વિશ્વના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ બિઝનેસ સિટી સુરતમાં મહિલા રોકાણકારોની સંખ્યા 2.3 ગણી વધી છે. આ જ સમયગાળામાં સુરતમાં મહિલા રોકાણકારોની AUM (એસેટ અન્ડર મેનેજમેન્ટ) 3.7 ગણી વધી છે. ગુજરાત રાજ્યમાં આ જ સમયગાળામાં મહિલા રોકાણકારોની AUMમાં 3.1 ગણો વધારો જોવા મળ્યો છે.
આ અભ્યાસના તારણો દર્શાવે છે કે લગભગ 72 ટકા મહિલા રોકાણકારો હવે સ્વતંત્ર રોકાણના નિર્ણયો લે છે. મહિલા રોકાણકારો લાંબા ગાળાના રોકાણના મજબૂત સમર્થકો તરીકે ઉભરી રહ્યા છે. મહિલાઓ પાંચ વર્ષના સમયગાળા માટે તેમના મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં 22 ટકા વધુ દ્રઢતા દર્શાવે છે.
ડિજિટલ ક્રાંતિ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પરિવર્તન લાવી રહી છેઅને આ પરિવર્તનમાં મહિલાઓ મોખરે છે. પેસિવ વિમેન ઇન્વેસ્ટરના જૂનાપુરાણા ખ્યાલોને દૂર કરીને, અભ્યાસ દર્શાવે છે કે નોંધપાત્ર એવી 71.9 ટકા મહિલાઓ સ્વતંત્ર રોકાણના નિર્ણયો લે છે. યુવા પેઢીઓમાં આ વલણ વધુ સ્પષ્ટ છે, જેમાં 25-34 વર્ષની વયની 75 ટકા મહિલાઓ અને 35-44 વર્ષની વયની 70 ટકા મહિલાઓ તેમની પોતાની રોકાણ પસંદગીઓ કરીને તેમના નાણાંકીય ભવિષ્ય પર કાબૂ ધરાવે છે.
70.4 ટકા મહિલાઓ પ્રોફેશનલ્સ, મિત્રો અને પરિવારજનો પાસેથી સલાહ લે છે જ્યારે 72 ટકા મહિલાઓ જાતે જ તેમની રોકાણ સફર અંગે નિર્ણય કરે છે. પ્રત્યેક મહિલા રોકાણકાર દીઠ 25 ટકા વધુ રકમનું રોકાણ થયું જેમાં સરેરાશ ઇન્વેસ્ટમેન્ટ કોર્પસ 37 ટકા હતું જે પુરુષો કરતા ઊંચું હતું.
Sushmita Sen | બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન તેના રિલેશનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની શરતો પર જીવન જીવે છે. સુષ્મિતા જેટલી અદભૂત અભિનેત્રી છે એટલી જ સુંદર વ્યક્તિ પણ છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન તે પોતાના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ આપતી જોવા મળી હતી. તેણે એ પણ ખુલાસો કર્યો છે કે તે ક્યારે લગ્ન કરવા જઈ રહી છે.
સુષ્મિતા તેના અંગત જીવન પ્રત્યે કૂલ વલણ ધરાવે છે. પછી તે તેની ડેટિંગ લાઈફ વિશે હોય કે લગ્ન વિશે, તે દરેક પ્રશ્નનો ખુલ્લેઆમ જવાબ આપે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું હતું કે, જુઓ, મેં ક્યારેય લગ્ન કરવાની ના પાડી નથી. હું લગ્ન કરવા તૈયાર છું, પરંતુ સામાજિક દબાણ કે અન્ય કોઈ કારણોસર નહીં, હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મને તે વ્યક્તિ યોગ્ય લાગશે અને તે મારા લગ્ન માટે તમામ બાબતોમાં ફિટ થઈ જશે.
“ભારત અને બિયોન્ડ” એ સુરત, ગુજરાતના 16 વર્ષીય ભવ્યા વિજય ભટ્ટર દ્વારા લખાયેલ ફેબ્રિક પુસ્તકની વિશેષ આવૃત્તિ છે.
આ પુસ્તકનો ઉદ્દેશ્ય ભારતને 2014 થી 2024 સુધી રાષ્ટ્રીય વિકાસ માટેની વિવિધ સરકારી યોજનાઓ અને નીતિઓ પર સશક્તિકરણ અને શિક્ષિત કરવાનો છે.
આજે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુરતમાં મહિલાઓનું સન્માન અને આદર, સુરતની 16 વર્ષની દીકરી ભવ્યા ભટ્ટરની એક ફેબ્રિક બુક પણ સુરતની મહિલા સાંસદ અને કેન્દ્રીય રેલવે અને એપેરલ રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ દ્વારા બહાર પાડવામાં આવી છે.
વધુ વિગતો આપતાં, ઑગમોન્ટ અને જાર ટીમ સાથે સમગ્ર કાર્યક્રમના સંયોજક દિનેશ નાવડીયાએ કહ્યું; વૈશ્વિક સ્વપ્રદ્રષ્ટા નેતા તરીકે ઉભરી રહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા બાળકો અને પુખ્ત વયના લોકોમાં વધુ લોકપ્રિય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત ભવ્યા વિજય ભટ્ટરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકાર 1.0 અને મોદી સરકાર 2,0 અને તેનું મૂલ્યાંકન ફેબ્રિક પેજ પર કર્યું જેણે સુરતને “ટેક્સટાઈલ સિટી” ની ટાઈલનું બિરુદ મેળવ્યું.ભવ્યા ભટ્ટર અર્થશાસ્ત્ર તેમજ લલિત કળામાં પ્રતિભાશાળી પ્રતિભા ધરાવે છે અને આગામી દિવસોમાં લેખન ક્ષેત્રે તેમની પ્રતિભાને વધુ વિકસિત કરવાની યોજના ધરાવે છે. આ પુસ્તક વાચકો માટે એક સફર, વિવિધ સરકારી નીતિઓ અને પહેલો દ્વારા પ્રવાસ બનવા માંગે છે જેણે છેલ્લા એક દાયકામાં ભારતના આર્થિક વિકાસ અને વિકાસને આગળ વધારવામાં મદદ કરી છે.
આ સમારોહમાં યુવા, સ્ત્રી અવાજની સંભાવનાની ઉજવણી કરવામાં આવી હતી અને વ્યક્તિઓને સશક્તિકરણ કરવામાં અને ભારતના આર્થિક વિકાસમાં ફાળો આપવા માટે સરકારી પહેલની અસરને પ્રકાશિત કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ અને રેલવે મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ ઉપસ્થિત રહ્યા હતા. દર્શના જરદોશ, જેમણે ફેબ્રિક કાપડના પુસ્તકને ભારતના હૃદય માટે ભારતની કળાનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રશંસનીય માપદંડ તરીકે જાહેર કર્યું. આ પ્રસંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી.શાલિની અગ્રવાલ આઈએએસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સિક્કા બનાવવાની જગ્યાના નેતા ઓગમોન્ટે સરકારી નીતિઓની સમજને વિસ્તૃત કરવા માટે લેખક દ્વારા લેવામાં આવેલા પુષ્કળ પ્રચતોને સ્વીકાર્યા, ખાસ કરીને નાણાકીય સમાવેશ અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી.
ભારતની અગ્રણી નાણાકીય તંદુરસ્તી એપ્લિકેશન, જાર એપ, ભવ્યા ભટ્ટરના પ્રયતોની પ્રશંસા કરે છે, જેમણે દેશની આર્થિક સુખાકારીને આકાર આપવામાં સરકારી પહેલોની અસરને પ્રકાશમાં લાવી છે.
આ પ્રક્ષેપણથી તેમને ભારતની આર્થિક અને વેપાર નીતિઓનો સંયુક્ત રીતે વ્યાપક દૃષ્ટિકોણ રજૂ કરવાની મંજૂરી મળી છે અને તે કેવી રીતે મધ્યમ ભારત માટે મૂર્ત લાભોમાં ભાષાંતર કરે છે જે ટાયર 1 શહેરોની બહાર વિકાસ માટે ઉત્સુક છે.
ભવ્યા વિજય ભટ્ટર, 16 વર્ષીય લેખક, અને જાણીતા, સુરતા સ્થિત ડેવલપર, વિજય ભટ્ટર અને તેમની પત્ની નીલમ ભટ્ટરની પુત્રી, એમ કહીને પ્રોજેક્ટનો સાર કેપ્ચર કરે છે: “ભારત અને તેનાથી આગળ માત્ર એક પુસ્તક નથી; તે એક્શન માટે કૉલ છે, અમને આપણા રાષ્ટ્રની સંભવિતતા અને પ્રગતિને સ્વીકારવા વિનંતી કરે છે. હું આ પ્લેટફોર્મ અને દિનીશ નાવડિયા, મધુસુદન ગ્રુપ, ઓગમોન્ટ અને જાર એપના મારા વિઝનને શેર કરવા અને પ્રસારિત કરવામાં સમર્થન માટે આભારી છું.”
શહેરના ઇચ્છાપોર ખાતે આવેલી ઑરો યુનિવર્સિટીનો 11મો દિક્ષાંત (વાર્ષિક પદવીદાન) સમારોહ આવતીકાલ તા.18મી જાન્યુઆરીને ગુરુવારે યોજવામાં આવશે. દિક્ષાંત સમારોહમાં પોંડીચેરીના પૂર્વ ગર્વનર અને રિટાર્યડ મહિલા આઇ.પી.એસ. કિરણ બેદી ખાસ ઉપસ્થિત રહીને દિક્ષાંત પ્રવચન આપશે.વધુ માહિતી આપતા ઑરો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એચ.પી. રામા અને પ્રોવૉસ્ટ ડો.પરીમલ વ્યાસે જણાવ્યું હતું કે 11માં પદવીદાન સમારોહમાં કુલ 271 વિદ્યાર્થીઓને અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની જુદી જુદી પદવીઓ એનાયત કરવામાં આવશે. જેમાં સ્કુલ ઓફ બિઝનેસમાંથી કુલ 116 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ હોસ્પિટાલિટીમાંથી 46 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાંથી 36 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ લોમાંથી 32 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ લિબરલ આર્ટસ એન્ડ હ્યુમન સાયન્સમાંથી 24 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ ડિઝાઇનમાંથી 21 વિદ્યાર્થીઓ અને સ્કુલ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનમાંથી 14 વિદ્યાર્થીઓએ તેમની તમામ પરીક્ષાઓ સફળતાપૂર્વક સંપન્ન કરતા તેમને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.આ ઉપરાંત ઑરો યુનિવર્સિટીએ અમેરીકાની કેનસાસ યુનિવર્સિટી અને સેન ડિયેગો યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ. સાઇન કર્યા છે. જે અંતર્ગત ફેકલ્ટી એક્ષચેન્જ, એજ્યુકેશનલ ઇવેન્ટ, ટ્રેનિગ, રિસર્ચ વગેરે મુદ્દા પર ટૂંકાગાળા અને લાંબાગાળાના કાર્યક્રમો યોજવામાં આવશે.
જો તમારું સંતાન આગામી માર્ચ 2024માં ધો.10 (એસ.એસ.સી.)ની પરીક્ષા કોઇપણ બોર્ડમાંથી આપવાનું હોય અને આગળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાનું આયોજન હોય તો સુરત શહેર જ નહીં સમગ્ર ગુજરાતની બેસ્ટ સ્કુલ્સની યાદીમાં અગ્રેસર ભૂલકા વિહાર સ્કુલની ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરવાની સિસ્ટમ સમજવા જેવી છે.
અત્યાર સુધી શહેરને અનેક તબીબો, એન્જિનિયર્સ, સી.એ., આર્કિટેક્ટ્સ આપી ચૂકેલી ભૂલકા વિહાર સ્કુલમાં મર્યાદિત વિદ્યાર્થીઓને ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપીને તેમને બોર્ડ સિલેબસ ઉપરાંત જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે.
ભૂલકા વિહાર સ્કુલના આચાર્યા મીતાબેન વકીલ કહે છે કે ભૂલકા વિહાર સ્કુલમાં ધો.11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જેઇઇ મેઇન્સ, જેઇઇ એડવાન્સ્ડ, નીટ યુજી, ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષાની તૈયારીઓ સાથે જ બોર્ડના સિલેબસ પર પણ પૂરતું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે.
2024ના ધો.11 વિજ્ઞાન પ્રવાહના બેચ માટે ખાસ પેરેન્ટ મિટીંગ
મીતાબેન વકીલે કહ્યું કે આગામી વર્ષે ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાની ઇચ્છા કે આયોજન ધરાવતા વિદ્યાર્થીઓના વાલીઓ પછી એ વિદ્યાર્થી ભલે કોઇપણ બોર્ડમાં અભ્યાસ કરતો હોય તેમને
ધો.11-12 વિજ્ઞાન પ્રવાહ ભૂલકા વિહાર સ્કુલમાં કેવી રીતે ભણાવવામાં આવે છે?,
કયા શિક્ષકો કયો વિષય ભણાવશે, રિવિઝન કેવી રીતે થશે?,
ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં હાલ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇટી જેવી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ લેવા ઇચ્છે છે તેમણે જેઇઇ મેઇન્સ પેપર-1 પરીક્ષા આપવાની ફરજિયાત છે. જેઇઇ મેઇન્સ 2024માં બે વખત લેવાનારી છે. પહેલા ફેઝની જેઇઇ મેઇન્સ પરીક્ષા જાન્યુઆરી 2024ના અંતમાં લેવાશે જ્યારે બીજા ફેઝની પરીક્ષા એપ્રિલ 2024માં લેવાશે.
પહેલા ફેઝમાં લેવાનારી જેઇઇ મેઇન્સ પેપર-1 પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ મુદત તા.30 નવેમ્બર 2023ની છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.