CIA ALERT

WE Archives - Page 49 of 64 - CIA Live

March 7, 2019
she1-1280x720.jpg
1min12160

Jayesh Brahmbhatt

International Women’s Day 2019: 

તા.8મી માર્ચ 2019ના દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. આંતર રાષ્ટ્રીય મહિલા દિનના રોજ આપ પણ આપના જીવનમાં માતા, દાદી, પત્ની, પુત્રી, બહેન, પ્રેમીકા કોઇપણ સ્વરૂપમાં રહેલી મહિલાને કેવી રીતે ખુશ રાખશો? એ ખાસ યાદ રાખજો કે આપણા જીવનમાં માતા, બહેન, પત્ની તરીકે રહેલી મહિલાઓ આખું જીવન નિશ્વાર્થ, થેંક લેસ અને સેલ્ફ લેસ ડ્યુટી બજાવતી હોય છે, આપણો એક નાનકડો પ્રયાસ તેમના જીવનને ખુશીઓથી ભરી દેતો હોય છે.

સી.આઇ.એ. લાઇવ આપને કેટલીક એવી ટીપ્સ આપે છે કે જેના અજમાવવાથી આપ આપના જીવનમાં રહેલી મહિલાઓને તા.8મી માર્ચના દિવસે સન્માન આપીને તેમનો આખો દિવસ ખુશ રાખી શકશો એટલું જ નહીં પણ જીવનમાં જેમ નાની નાની ખુશી જ  વ્યક્તિને આનંદની અનૂભુતિ કરાવે છે એમ અમારી નાના સરપ્રાઇઝ આપવાની ટીપ્સ પણ તા.8મી માર્ચ 2019ને શુક્રવારનો આપનો તેમજ આપના સમગ્ર પરિવારનો દિવસ ખુશીઓથી ભરપૂર બનાવી દેશે.

इंटरनेशल विमेंस डे हर साल 8 मार्च को मनाया जाता है। यह दिन दुनियाभर में महिलाओं के संघर्ष, सम्मान और महत्व का प्रतीक है। इस दिन आप अपने घर की किसी भी महिला जैसे मां, बहन, पत्नी, दादी या फिर अपनी दोस्त, प्रेमिका को गिफ्ट देकर उन्हें खुश कर सकते हैं। लेकिन कुछ सरप्राइज ऐसे भी हैं जिनकी मदद से आप उन्हें स्पेशल फील करवा सकते हैं।

મહિલા દિવસે તમારી પત્ની કે તમારી માતાને રસોઇના કામકાજમાંથી સંપૂર્ણ આરામ આપો. તમારું લંચ, ડિનર, બ્રેકફાસ્ટ, સ્નેક્સ બધું જ બહારથી મેનેજ કરી લો. જે મહિલાઓ તમારા સ્વાસ્થય અને સ્વાદનો હરહંમેશ ખ્યાલ રાખે છે તેમના સ્વાદ અને સ્વાસ્થયનો ખ્યાલ ફક્ત 8મી માર્ચે રાખો અને અમારી પર વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં માતા, પત્ની,બહેન, પ્રેમીકા, લિવ ઇન પાર્ટનર કોઇપણ સ્વરૂપે રહેલી મહિલા 2019નો વુમન્સ ડે ક્યારેય નહીં ભૂલી શકે. તેમના માટે આ અવિસ્મરણીય બની રહેશે.

1. महिला दिवस पर अपनी वाइफ या मां को रसोई के कामकाज से आराम दे दीजिए। आखिर वो आपकी सेहत और स्वाद के लिए इतना कुछ करती है। यकीन मानिए इसके बाद वो कभी भी ये अंतरराष्ट्रीय महिला दिवस नहीं भूल पाएंगी।

મહિલા દિવસ પૂરતી તમારા શક્ય એટલા કામો છોડીને તમારા જીવનમાં સેલ્ફલેસ અને થેંકલેસ જોબ કરી રહેલી મહિલાઓને શક્ય એટલો વધુ સમય આપો, આખો દિવસ તેમની સાથે રહો. દરેક માં, પત્ની, પ્રેમીકા એવું ઇચ્છતી હોય છે કે તેમના પતિ, દિકરા, પ્રેમી તેમની સાથે સમય વ્યતિત કરે અને પુષ્કળ વાતો કરે. તમારી સાથે વાતો કરીને તમારી પત્ને કે માં સૌથી વધુ ખુશ થતી હોય છે.

2. महिला दिवस पर सभी कामों से छुट्टी ले लीजिए और अपनी पत्नी, मां या बहन के पास रहिए। क्योंकि आपके साथ समय बिताना और बातें करना उनके लिए सबसे बड़ी खुशी है।

શક્ય હોય તો એક દિવસ પૂરતો સરપ્રાઇઝ આઉટિંગનો પ્રોગ્રામ બનાવો. માતા, પત્ની, બહેન આપની જીવનમાં રહેલી મહિલાઓને એમના મનપસંદ સ્થળે આકસ્મિક મુલાકાતે લઇ જાવો.

3. इस महिला दिवस पर पुरुष ऑफिस से छुट्टी लेकर अपने जीवन में महत्वपूर्ण महिला को आउट ऑफ स्टेशन भी जा सकते हैं। इससे आप दोनों को एक साथ समय बिताने का ज्यादा मौका मिलेगा।

ગીફ્ટ સૌથી વધુ આકર્ષક હોય છે અને જ્યારે કોઇ માં ને તેનો દિકરો ગીફ્ટ આપે, કોઇ પત્નીને પતિ ગીફ્ટ આપે કે કોઇ બહેનને તેનો ભાઇ માંગ્યા વગર કશું ગીફ્ટ કરે ત્યારે એ મહિલાઓને જે ખુશી થાય છે એ ખુશી દુનિયાની કોઇ ભૌતિક ચીજ ન આપી શકે એનાથી પણ વધુ હોય. તો પ્લાન કરો કે તા.8મી માર્ચ અને શુક્રવારે તમે તમારા જીવનને સુંદર બનાવી રહેલી માં, પત્ની, બહેન, પ્રેમીકા, દાદીને શું આપી રહ્યા છો

4. इंटरनेशनल विमेंस डे पर पुरुष महत्वपूर्ण महिलाओं को एक प्यारा सा गिफ्ट भी दे सकते हैं। जो उन्हें हमेशा आपके प्यार और सम्मान का एहसास दिलाता रहेगा।

આપના કામ કરવાના સ્થળે, આપના ઘરમાં, આપની આડોશ-પાડોશમાં, સોસાયટી, એપાર્ટમેન્ટ વગેરે કોઇપણ સ્થળે મહિલાઓનું સન્માન કરો અને મહિલાઓ માટે એક સુરક્ષિત સમાજ બનાવવા માટે તમામને હાકલ કરો. મહિલાની જાહેરમાં થતી કનડગત, હેરાનગતિ જુઓ તો તેની પડખે નિડર રહીને ઉભા રહો. તમારા જેવો નાનકડો પ્રયાસ બધા કરવા માંડશે તો સમાજમાં કોઇપણ લફંગાઓ મહિલાઓની હેરાન કરવાનું વિચારી પણ નહીં શકે.

5. इस इंटरनेशनल विमेंस डे पर आप सभी महिलाओं का सम्मान करने और उनके लिए एक सुरक्षित समाज बनाने का वादा करें। यकीन मानिए इससे ज्यादा स्पेशल उनके लिए कुछ नहीं हो सकता।

 

અને છેલ્લે જેઓ પત્ની સાથે હરહંમેશ લડતા ઝઘડતા રહેતા હોય છે તેમના માટે ખાસ..

जिंदगी में एक हूनर ये भी आजमाना चाहिए….
अगर जंग अपने से हो तो हार जाना चाहिए…

March 7, 2019
gseb-1280x720.jpg
1min18850

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે તા.7મી માર્ચ 2019થી શરૂ થયેલી રાજ્યવ્યાપી પરીક્ષામાં ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે ધો.10 હોય કે ધો.12 સાયન્સ અને કોમર્સ હોય તમામ પ્રશ્નપત્રોના 90 ટકાથી વધુ સવાલો ફક્તને ફક્ત પાઠ્ય ક્રમ અને પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા હતા. ધો.12 કોમર્સના અકાઉન્ટન્સી ના પેપરમાં તો દાખલાઓમાં રકમ પણ એ જ પૂછાઇ હતી કે જે પાઠ્ય પુસ્તકમાં છે. ફક્ત નામ બદલીને દાખલાઓ સીધા જ પાઠય પુસ્તકમાંથી પૂછવામાં આવ્યા હતા. આવો જાણીએ તમામ પ્રશ્નપત્રના રિવ્યુ.

Paper Review HSC ફિઝિક્સ

બપોરના સેશનમાં વિજ્ઞાન પ્રવાહમાં આજે પહેલી જ પરીક્ષા ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) વિષયની હતી. પરીક્ષા પૂરી થયા બાદ શહેરની આશાદીપ વિદ્યાલયના શિક્ષક શ્રી મહેશભાઇ શ્યાનીએ આપેલી માહિતી મુજબ ફિઝિક્સનું પેપર પ્રમાણમાં સરળ રહ્યું હતું. ત્રણમાંથી એક મુખ્ય વિષયની અને એ પણ પહેલી પરીક્ષા સરળ અને સારી રીતે પસાર થતા વિદ્યાર્થીઓને મોટી રાહત થઇ છે.

ભૂલકા વિહાર સ્કુલના આચાર્યા શ્રીમતી મીતાબેન વકીલે તેમના શિક્ષકો, વિદ્યાર્થીઓ પાસેથી લીધેલા રિવ્યુ બાદ જણાવ્યું કે 90 ટકાથી વધુ પ્રશ્નો પાઠ્ય પુસ્તકોમાંથી જ પૂછાયા હતા. એમસીક્યુના સવાલો પણ પાઠ્ય પુસ્તકની પાછળ આપેલા સવાલોમાંથી જ પૂછાયા હતા. ફિઝિક્સના દાખલાઓ પણ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછાયા હતા. સરવાળે એકદમ સરળ પેપર રહ્યાનું તેમણે જણાવ્યું હતું.

Paper Review HSC અકાઉન્ટન્સી

ધો.12 કોમર્સમાં આજે અકાઉન્ટન્સી વિષયનું પ્રશ્નપત્ર અગાઉના તમામ વર્ષો કરતા સરળ રહ્યાના રિવ્યુ સી.આઇ.એ. લાઇવને મળ્યા હતા. વિદ્યાર્થીઓએ પેપર અંગે ત્યાં સુધી કહ્યું કે મોટા ભાગના દાખલાઓ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા છે અને કેટલાક દાખલાઓમાં તો રકમ પણ પાઠ્ય પુસ્તકમાં જે છે એ જ રાખીને ફક્ત નામો બદલીને દાખલા પૂછવામાં આવ્યા હતા. જેમણે અકાઉન્ટન્સી વિષયના પાઠ્ય પુસ્તકને જકડીને તૈયારી કરી હશે તેમના માટે આજે 100માંથી 96-98 માર્કસ લાવવા સરળ બની રહેશે.

Paper Review SSC એનસીઇઆરટી બેઝ્ડ

આજે એનસીઇઆરટી બેઝ્ડ પાઠ્યક્રમ સાથે ધો.9 અને ધો.10 અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજનું પ્રશ્નપત્ર હતું. વિદ્યાર્થીઓ તેમજ બોર્ડ બન્ને માટે આ પહેલી વખતની પરીક્ષા હતી. એનસીઇઆરટી આધારિત સિલેબસની પૂર્વતૈયારી રૂપે વિદ્યાર્થીઓને જે પ્રકારે પેપરનું માળખું આપવામાં આવ્યું હતું તે જ પ્રમાણે પ્રશ્નપત્ર આવતાં પરીક્ષાર્થીઓ ખુશખુશાલ જણાયા હતા.

Paper Review SSC

પ્રશ્નપત્ર પૂર્ણ થયા બાદ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સી.આઇ.એ. લાઇવ ટીમે પરીક્ષાર્થીઓ તેમજ પરીક્ષા બાદ ગુજરાતી વિષય શિક્ષકોને પૂછીને પ્રશ્નપત્ર અંગે રિવ્યુ લીધા હતા. જેમાં તારણ એ આવ્યું કે પહેલું પેપર ગુજરાતી વિષયનું બહું જ સહેલું હતું. વિદ્યાર્થીઓને કોઇ ખાસ મુશ્કેલી ન થાય તેટલું સરળ પેપર રહેતા ધો.10ના વિદ્યાર્થીઓ હસતા મોઢે આજે પહેલા દિવસની પરીક્ષાના અંતે બહાર આવ્યા હતા.

ભૂલકાભવન પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રીમતી સોનલબેન દેસાઇએ સી.આઇ.એ.ને ગુજરાતી વિષયના પ્રશ્નપત્ર અંગે જણાવ્યું હતું કે સમગ્ર પ્રશ્નપત્ર પાઠ્ય પુસ્તક આધારિત હતું. એ ત્યાં સુધી કે ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલા નિબંધ પણ પાઠ્ય પુસ્તકમાં નિર્દેશિત વિષયમાંથી જ પૂછવામાં આવ્યા હતા. સોનલબેને કહ્યું કે ગુજરાતી વિષયની તૈયારી જે વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકના આધારે કરી હશે એ વિદ્યાર્થીઓને આજનું પેપર સાવ સરળ ઉપરાંત સ્કોરિંગ લાગ્યું હશે.

વધુમાં આજે સુરત શહેરના પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 800 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

 

March 5, 2019
ann2.jpg
1min18710

દર વર્ષે બોર્ડ અને કોલેજોની પરીક્ષા સમયે સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની કતારો લાગે છે, કતાર દર્શન અને આશીર્વાદ માટે તો લાગે છે પરંતુ, અહીં પરંપરા કહો કે પોઝિટીવ વાઇબ્સ ગણો, પણ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના ચરણોમાં અભિમંત્રિત કરાયેલી બોલપેન મેળવવા માટે રીતસર કતાર લાગે છે. પ્રસ્તુત તસ્વીર તા.5મી માર્ચ 2019ના રોજ સાંજે 7 વાગ્યે લાગેલી કતારની છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ કહે છે કે બોર્ડની પરીક્ષા આડે હવે એક દિવસ બાકી હોઇ, મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ જે બોલપેનથી ઉત્તરવહી લખવાના હોય તે બોલપેન તેમજ અન્ય ટુલ્સ, કંપાસ વગેરે લઇને ગણપતિ દાદા પાસે આવે છે અને તેમના ચરણોનો સ્પર્શ કરાવીને અભિમંત્રિત કરાવે છે. આ કોઇ અંધશ્રદ્ધા નથી પરંતુ, ગણપતિ દાદાના ચરણોમાં અભિમંત્રિત કરેલી આ વસ્તુઓથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને હકારાત્મક લાગણી અનુભવાય તેમજ તેના પરીણામો ભૂતકાળમાં સારા મળ્યા છે એટલે પરંપરા દર વર્ષે આગળ વધી રહી છે.

અહીં પરીક્ષા પહેલા દર્શનાર્થે આવતા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ખોટો ભય રહેતો નથી, પોઝિટીવ વાઇબ્સની અનુભૂતિ સાથે વિદ્યાર્થીઓ કોઇપણ જાતનો ભય રાખ્યા વગર પ્રશ્નપત્રો આપી શકે છે.

પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અભિમંત્રિત કરાવવા માટે તા.5મી માર્ચ 2019ની સાંજે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની કતાર લાગી હતી તે વેળાની તસ્વીર

પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અર્પણ કરીને આશીર્વાદ મેળવી રહેલા પરીક્ષાર્થીઓ દ્રશ્યમાન છે

પરીક્ષા આડેના 7 દિવસ પૂર્વેથી શહેરના કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના ઇષ્ટ દેવના આશીર્વાદ લેવા માટે મંદિરોની મુલાકાતે જતા જોવાયા હતા. સૌથી વધુ વિદ્યાર્થીઓ પાલ અડાજણના સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનના દર્શનાર્થે જ જતા હોવાનો રેકોર્ડ છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે જ્યારથી સિદ્ધી વિનાયક ગણપતિ દાદા પાલ અડાજણ મંદિર સ્કુલમાં બિરાજમાન થયા છે એ વર્ષથી જ બોર્ડની પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે બોલપેન લઇને આવે છે અને જે બોલપેનથી ઉત્તરવહીમાં લખવાનું હોય છે એ બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં ધરીને આશીર્વાદ લેવાની પરંપરા છે. આ વર્ષે પણ સેંકડો વિદ્યાર્થીઓ આ પ્રકારે આવી ચૂક્યા છે.

સિદ્ધી વિનાયક ગણપતિ મંદિરમાં પૂજારી શ્રી અંબિકા પ્રસાદ પરીક્ષાર્થીઓની બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં સમર્પિત કરીને મંત્રોચ્ચાર કર્યા બાદ બોલપેન પરત આપે છે. આ જ્યારથી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ થયો ત્યારથી ચાલી આવે છે.

બીજી તરફ પરીક્ષાર્થીઓના ઘરે શુભેચ્છા આપવા માટે મિત્રો, સબંધીઓ, કુટુંબીજનો વગેરે પણ ભીડ લગાડી રહ્યા છે. કાઉન્સિલરો કે શિક્ષણશાસ્ત્રીઓ ભલે આવું કરવાની ના પાડતા હોય પરંતુ, લાગણીવશ સુરતીઓ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા માટે ગીફ્ટસ અને ગુડલક લઇને વીશ કરવા માટે પહોંચી જાય છે.

March 5, 2019
exams.jpg
1min7340

જયેશ બ્રહ્મભટ્ટ

તા.7મી માર્ચ 2019થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓનો આરંભ થઇ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ ધરાવતા સુરત જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહ્યા પૂર્વેનો માહોલ એ વાતની ચાડી ખાય છે કે સુરત હવે પરીક્ષામય બની રહ્યું છે. સુરતમાં દર ચૌથા ઘરે એક બોર્ડનો પરીક્ષાર્થી હોય તેટલી જંગી સંખ્યામાં પરીક્ષાર્થીઓ આ વખતે નોંધાયા છે. પરીક્ષા પૂર્વે પરીક્ષાર્થીઓને ગુડલક-ગીફ્ટસ આપવા માટે મિત્રો, સંબંધીઓ, શુભેચ્છકો વગેરેની આવન-જાવન વચ્ચે સ્વાભાવિક છે કે પરીક્ષાર્થી ઉચાટમય બન્યો છે.

આજે તા.5મી માર્ચે સુરત શહેર જિલ્લામાં જ્યાં જ્યાં જે જે શાળાકીય ભવનોમાં બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે ત્યાં પરીક્ષાર્થીઓને તેમની બેઠક વ્યવસ્થા દર્શાવવાના સમયે પરીક્ષાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા, સ્કુલ બિલ્ડીંગ, માહોલ વગેરે ચકાસવા માટે વાલીઓ સાથે આવ્યા હતા. ઘણાંને બેઠક વ્યવસ્થાથી અસંતોષ હતો તો ઘણાંને બેઠક વ્યવસ્થાથી સંતુષ્ઠિ જણાતી હતી.

પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અર્પણ કરીને આશીર્વાદ મેળવી રહેલા પરીક્ષાર્થીઓ દ્રશ્યમાન છે

પરીક્ષા આડેના 7 દિવસ પૂર્વેથી શહેરના કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના ઇષ્ટ દેવના આશીર્વાદ લેવા માટે મંદિરોની મુલાકાતે જતા જોવાયા હતા. સૌથી વધુ વિદ્યાર્થીઓ પાલ અડાજણના સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનના દર્શનાર્થે જ જતા હોવાનો રેકોર્ડ છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે જ્યારથી સિદ્ધી વિનાયક ગણપતિ દાદા પાલ અડાજણ મંદિર સ્કુલમાં બિરાજમાન થયા છે એ વર્ષથી જ બોર્ડની પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે બોલપેન લઇને આવે છે અને જે બોલપેનથી ઉત્તરવહીમાં લખવાનું હોય છે એ બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં ધરીને આશીર્વાદ લેવાની પરંપરા છે. આ વર્ષે પણ સેંકડો વિદ્યાર્થીઓ આ પ્રકારે આવી ચૂક્યા છે.

બીજી તરફ પરીક્ષાર્થીઓના ઘરે શુભેચ્છા આપવા માટે મિત્રો, સબંધીઓ, કુટુંબીજનો વગેરે પણ ભીડ લગાડી રહ્યા છે. કાઉન્સિલરો કે શિક્ષણશાસ્ત્રીઓ ભલે આવું કરવાની ના પાડતા હોય પરંતુ, લાગણીવશ સુરતીઓ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા માટે ગીફ્ટસ અને ગુડલક લઇને વીશ કરવા માટે પહોંચી જાય છે.

March 5, 2019
twin1.jpg
1min15990

આજે પણ ઘણાં પરિવારો એવા જોવા મળે છે જેમને દિકરી નથી જોઇતી, દિકરાના જન્મે ખુશ થાય છે. આવા પરિવારોથી વિપરીત સુરતમા ંએક એવો પરિવાર છે કે જેણે પરિવારમાં ટવીન દિકરીઓના જન્મને વધાવવા માટે ઠાઠમાઠથી કાઢવામાં આવતા કોઇ વરઘોડાને ટક્કર મારે તેવી શોભાયાત્રા કાઢીને દિકરીઓને પરિવારમાં વધાવી લીધી હતી.

સુરતના એક જૈન પરિવારની આ કહાની છે. ટ્રાવેલિંગ બિઝનેસ સાથે સંકળાયેલા આશિષ જૈનના પરિવારમાં ટવીન દિકરીઓનો જન્મ થયો છે. આ દિકરીઓનું નામ આન્યા અને અનાયા રાખવામાં આવ્યું છે. સમાજમાં બેટી બચાવો અભિયાનનો ચોંટદાર પડઘો પડે તે માટે આશિષ જૈન અને તેમના પરિવારજનોએ ટવીન દિકરીઓના જન્મને વધાવવા માટે રવિવારે સવારે અઠવાલાઇન્સથી ટીમલિયાવાડ સુધી આકર્ષક સરઘસ કાઢ્યું હતું.

પહેલી નજરે આ સરઘસને જોનારાઓને એવું થઇ આવે કે હાલ ચાલી રહેલા લગ્ન પ્રસંગનો કોઇ વરઘોડો નીકળ્યો હોય. પરંતુ, તપાસ કરાતાં જાણવા મળ્યું કે જૈન પરિવારને ત્યાં પારણું બંધાયું અને પારણે ટવીન દિકરીઓ અવતરી છે. આ દિકરીઓના સન્માનમાં જૈન પરિવારો ઘોડાગાડી, બગી, ડીજે મ્યુઝિકના સથવારે સગાસબંધીઓ સાથે સરઘસ કાઢીને દિકરીઓના જન્મ પ્રસંગને આવકાર્યો છે.

 

March 5, 2019
ai_news.jpg
1min8450

ચીનની ન્યુઝ એજન્સી શિન્હૂઆએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના માધ્યમથી ચાલતી પહેલી મહિલા ન્યૂઝ એન્કરને લાઈવ કરી દીધી છે. આ એઆઈ મહિલા એન્કરનું નામ શિન શિઓમેંગ છે. જેના ચહેરાના હાવભાવ અને બોડી લેંગવેજ માણસથી વધુ અલગ નથી.

મહિલા AI (Artificial Intelligence) એઆઈ શિન શિઓમેંગ સમાચાર એજન્સી શિન્હૂઆમાં બની એન્કર

રવિવારે પેઈચિંગમાં શરૂ થયેલી પોલિટિકલ મિટિંગ ટૂ સેશન દરમિયાન મહિલા એન્કરે 1 મિનિટ સુધી સમાચાર વાંચ્યા હતા. આ દરમિયાન એઆઈ શિઓમેંગે ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો હતો અને તેના ટૂંકા વાળમાં એક સાચી મહિલા એન્કર જેવી જ લાગતી હતી. હકીકતમાં શિઓમેંગ ચીનની ત્રીજી વર્ચુઅલ એન્કર છે. શિઓમેંગ પહેલા બે પુરુષ એઆઈ એન્કર લાઈવ આવી ચૂક્યા છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એઆઈ ન્યૂઝ એન્કર ક્યૂ હાઓને ચીનમાં આયોજીત વર્લ્ડ ઈન્ટરનેટ કોન્ફ્રેન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્યૂ હાઓ અત્યારસુધીમાં 3400 રિપોર્ટસ સાથે ક્રીન ઉપર 10,000 મિનિટ વિતાવી ચૂક્યો છે.

ન્યૂઝ એજન્સી શિન્હૂઆના કહેવા પ્રમાણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ચાલતા જર્નાલિઝમ ઉપર ઘણા પ્રયોગો થયા બાદ પેઈચિંગની સોગોઉ ઈંક સાથે મળીને મહિલા એઆઈ એન્કર તૈયાર કરવામાં આવી છે. જે માણસો કરતા ઘણી બાબતોમાં વધુ સારી છે. જેમ કે તે થાક્યા વિના કલાકો સુધી સમાચાર વાંચી શકે છે અને તેનાથી પ્રોડક્શનના ખર્ચમાં પણ ઘટાડો થાય છે. એક દાવા પ્રમાણે શિઓમેંગ ન્યૂઝ ચેનલ, વેબસાઈટ અને સોશિયલ મીડિયામાં 24 કલાક સમાચાર વાંચવા સક્ષમ છે.

February 28, 2019
Untitled-1-1280x986.jpg
3min20430

7મી માર્ચ 2019થી ગુજરાત બોર્ડની ધો.10 તથા ધો.12ની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. બોર્ડના વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આવા સંજોગોમાં અનેક લોકો, સગાસબંધીઓ, શિક્ષકો, પાડોશીઓ, શુભેચ્છકો, મિત્ર વર્તુળ વગેરે બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. ઘણાં લોકો એક બીજાના ઘરે જઇને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ ટ્રેન્ડ છેલ્લા 10 વર્ષોથી સુરતમાં ચાલી રહ્યો છે. ઘણાં લોકો ટીકા કરે છે, ઘણાંને આ બાબત સારી લાગે છે.

પણ બોર્ડના વિદ્યાર્થીઓએ આખરી કાઉન્ટ ડાઉન દરમિયાન શું કરવું જોઇએ એ અંગે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલની ટીમે સુરતના જુદા જુદા શિક્ષણશાસ્ત્રીઓ, કેળવણીકારો, આચાર્યો, શિક્ષકોને પૂચ્છા કરીને તેમના માટે એક સરસ મજાનો આર્ટિકલ તૈયાર કર્યો છે. સૌથી મહત્વની સલાહ એ જ હતી કે સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોનથી જેટલા દૂર રહેશે વિદ્યાર્થીઓ તેટલા જ પરીક્ષામાં ફોકસ કરી શક્શે.

શ્રી મહેશ શ્યાની 

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ, વરાછા સુરત

સમગ્ર ગુજરાતમાં હાયર સેકન્ડરી એજ્યુકેશન ક્ષેત્રમાં અગ્રગણ્ય ગણાતી સુરતના વરાછાની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના શ્રી મહેશભાઇ શ્યાનીએ સી.આઇ.એ. લાઇવના વાચકો અને તેમના વિદ્યાર્થીઓ માટે કેટલીક ટીપ્સ આપતા જણાવ્યું હતું કે છેલ્લી ઘડીએ ઉતાવળ કરવાને બદલે વિદ્યાર્થીઓએ શાતિપૂર્વક રિવીઝન કરવાનું તેમજ ઓવર સ્ટડી કરવું નહીં. તેમણે ખાસ ભાર મૂકતા કહ્યું કે ઘણાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને એવી આદત હોય કે કેટલાક લોકો દ્વારા બહાર પાડવામાં આવતી આઇ.એમ.પી. મોસ્ટ આઇ.એમ.પી. સવાલોની યાદીઓ કે જે સાવ બોગસ હોય તેના પર છેલ્લી ઘડીએ ભરોસો મૂકીને એ જ વાંચતા હોય છે. શ્રી મહેશભાઇએ કહ્યું કે આવી કોઇ વાતને માનવી નહીં અને વિદ્યાર્થીઓએ પોતાની મહેનત પર જ ભરોસો રાખવો. તેમણે ઉમેર્યું કે પેપર ફૂટી ગયું છે, તેવી અફવાથી દૂર રહેવું કોિપણ મિત્રો દ્વારા પેપર આપવામાં આવે તો  ભરોસો કરવો નહીં. માત્ર આપણી તૈયારી પર વિશ્વાસ રાખવો.

પરીક્ષા સેન્ટર પર માતા અથવા પિતા સાથે જવું હિતાવહ છે.

પરીક્ષા પહેલા નવું વાંચવાનું ટાળવું કેમકે નવું વાંચન વધુ મૂંઝવણો પેદા કરી શકે જે સરવાળે વિશ્વાસ તોડવાનું કામ કરે એટલે નવું વાંચન ટાળવું.

વિદ્યાર્થીઓએ જે તૈયારીઓ કરી છે તેની ફોર્મ્યુલા અને કી પોઇન્ટને વારંવાર વાંચન કરો. પુનરાવર્તનને પણ અવકાશ હોવો જોઇએ.

 

સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોનથી દૂર રહેશે એટલો ફાયદો થશે બોર્ડના પરીક્ષાર્થીઓને

સુરતના પાલ રોડ પર આવેલી ભૂલકા વિહાર સ્કુલના પ્રિન્સીપાલ શ્રીમતી મીતાબેન વકીલએ બોર્ડની પરીક્ષા આપી રહેલા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને શુભથાઓની શુભેચ્છા આપતા તેમણે છેલ્લી ઘડીના દિવસોમાં શું શું કરવું જોઇએ તે અંગેની ટીપ્સ અમને મોકલી હતી જે અમે અહીં રજૂ કરી રહ્યા છે. હવે પછી બોર્ડની પરીક્ષા સુધી દરરોજ અમે વાલીઓ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ટીપ્સ આપતા રહીશું.

સી.આઇ.એ. લાઇવ ના માધ્યમથી સુરત સમેત સમગ્ર ગુજરાતમાંથી અગ્રણી શિક્ષણવિદો પરીક્ષા ચાલશે ત્યાં સુધી નિયમિત રીતે બોર્ડના વિદ્યાર્થીઓને ટીપ્સ આપશે.

શ્રીમતી મીતા વકીલ

આચાર્યા, ભૂલકા વિહાર સ્કુલ, સુરત

 

# તમને તમારી શક્તિ અને નબળાઇનો ખ્યાલ છે, એ પ્રમાણે વર્તો.

1. You know your strength and weakness the best –

Plan your entire schedule around your strong and weak points. Give more time to the topics you’re less thorough with.

# મોડેલ પેપર કે અગાઉના વર્ષોના પેપરો જોઇ જાવ.

2. Refer the past year papers –

In the board exams you’ll see a pattern of questions asked repeatedly. Be thorough with those and prepare according to the paper style.

# પેપર પ્રેક્ટિસનો કોઇ જ વિકલ્પ નથી, ગમે તેટલા તૈયાર હોવ. પેપર પ્રેક્ટિસ સૌથી મહત્વની પુરવાર થાય છે.

3. Practice & practice –

No matter how prepared you feel you are, keep practicing. Take up a different sections from the question paper each day, stop not until you’re done with the 10th and 12th board exams.

# પાઠ્ય પુસ્તકમાંથી કશું જતું ન કરો. છેલ્લે એક નજર તો મારી જ જાવ.

4. Don’t leave aside a single topic from the text book –

Study the chapters, solve every question given at the end of the textbook. Don’t leave a single topic undone.

# નિષ્ઠાપૂર્વક સ્વનિર્ધારિત સમયપત્રકને વળગી રહો.

5. Disciplined schedule –

Sleep on time, wake up on time. Follow a strict and disciplined schedule and stick to it. Our body takes time to adjust to a new routine, refrain from trying new timetables.

# પરીક્ષા છે એટલા માટે વધુ પડતી મહેનત કરીને થાકને નિમંત્રણ ન આપો.

6. Don’t overstress yourself –

Many students feel stressed out before the board exams. Give yourself some creative time, work out or pursue your hobby for an hour a day.

# સેમ્પલ પ્રશ્નપત્રોને સોલ્વ કરી જાઓ.

7. Solve sample papers –

Solve sample papers from other schools to practice more and get a hang of a variety of questions asked.

# નોટ્સ બનાવીને વાંચન કરો.

8. Prepare notes –

Jot down the important formulae in a diary or keep sticky notes with reminder topics. Add one tick more with every revision.

# હાંસલ થઇ શકે તેવા લક્ષ્યાંકો બનાવતા રહો.

9. Keep targets –

Your productivity increases when you study with targets in mind. Prepare realistic and achievable milestones.

# સોશ્યલ મિડીયા, સ્માર્ટ ફોનનો ઉપયોગ બિલકુલ મર્યાદિત કરી દો.

10. Reduce the use of social media –

Spend as much time you can studying. Social media tends to distract. Replace social media with exercise to remain healthy.

બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવી હોય તો આનાથી ઉપયોગી વસ્તુ બીજી કોઇ ન હોઇ શકે

 

February 28, 2019
khelo_india.jpg
1min7670

તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરેલી મોબાઈલ એપ ‘ખેલો ઇન્ડિયા એપ’નું લોકાર્પણ કર્યું હતું. ખેલો ઇન્ડિયા એપનો મુખ્ય આશય નાગરિકોમાં ખેલ-કૂદ પરત્વે જાગૃતિ લાવવાનો હોવાનું રમતગમત મંત્રી રાજ્યવર્ધન સીંધે જણાવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશેષ દ્ષ્ટિકોણથી એપ તૈયાર કરવામાં આવી છે. જેનો આશય દેશમાં રમત-જગત પરત્વે સકારાત્મક અભિગમ જાગ્રત કરવાનો તથા આવનારા સમયમાં ખેલકૂદ ક્ષેત્રે ભારતને સ્પોર્ટિંગ સુપરપાવર સાબિત થવા પ્રેરણા પૂરી પાડવાનો છે.

ખેલમંત્રી રાજ્યવર્ધને ખેલો ઇન્ડિયા એપને ખેલકૂદ ક્ષેત્રે મહત્ત્વના પગલા સ્વરૂપ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેલકૂદના વિસ્તરતા વ્યાપથી લોકો ફિટનેસ પ્રત્યે પણ સભાન થશે. યુવાનોને તેમની ક્ષમતા ઓળખવાની તક મળી રહેશે. તૈયાર કરાયેલી એપના પહેલા સેશનમાં એપ યુઝર્સને 18 રમતોના નીતિ નિયમોની જાણકારી મળી રહેશે. બીજા સેશનમાં જે તે રમત અંગેની જાણકારી એ અંગે પ્રાપ્ત થતી સગવડો અને દેશના કયા ભાગમાંથી એ સગવડો પ્રાપ્ત થશે એ અંગેની માહિતી પૂરી પાડવામાં આવી છે જેમાં સાઈ ફેસેલિટી, સાઈ સપોર્ટેડ ફેસેલિટી તથા પ્રાઈવેટ ફેસેલિટીની માહિતી ઉપલબ્ધ હશે.

ખેલો ઇન્ડિયા એપમાં બાળકોની ફિટનેસ અંગેની પ્રાથમિક જરૂરિયાતો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. ફિટનેસ સેકશનમાં 8 જાતના ફિટનેસ ટેસ્ટ દ્વારા બાળકની ફિટનેસ ચકાસી શકાશે. ફિટનેસ ટેસ્ટ શાળાના ફિઝીકલ એજ્યુકેશન ટીચર્સ દ્વારા કરવામાં આવશે. હિન્દી તથા ઇંગ્લીશમાં તૈયાર થયેલી એપ એકવાર ફોનમાં ડાઉનલોડ કર્યા બાદ ઇન્ટરનેટ વગર પણ વાપરી શકાશે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ઇન્ટરનેટ સગવડો ઉપલબ્ધ નથી ત્યાં પણ ખેલો ઇન્ડિયા એપ લોકો સુધી પહોંચી શકશે.

February 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min494070

સુરત એરફોર્સમાં કામ કરી રહેલી સુરતની એક યુવતિએ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મિરમાં ભારતીય એરફોર્સએ કરેલા હુમલામાં મોટું યોગદાન આપ્યું હોવાની વહેતી થયેલી અફવા મોડી સાંજ સુધીમાં દાવાનળની જેમ ફાટી નીકળી હતી. અંતે સુરતની આ યુવતિએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર ખુદ એક સ્પષ્ટતા કરવી પડી હતી કે તેણે કોઇપણ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇકમાં ભાગ લીધો નથી. આ યુવતિએ એવી યાચના કરવી પડી કે તેના નામથી કોઇપણ પ્રકારની અફવા ન ફેલાવવામાં આવે. એ પોતે કોઇ સ્ટ્રાઇક મિશનમાં ન હતી. ખોટા સંદેશાઓ નહીં પ્રસરાવવા માટે તેણે લોકોને અપીલ કરવી પડી હતી. એ યુવતિએ કહેવું પડ્યું કે તે બિમાર છે અને રજા પર છે.

ઉર્વિશા જરીવાળા નામની સુરતની યુવતિ હાલમાં ઇન્ડિયન એરફોર્સમાં એરગ્રાઉન્ડ સ્ટાફ તરીકે કાર્યરત છે અને તેના નામે આજે સવારથી જ ખોટા મેસેજ ફેલાવવાના શરૂ કરતા મોડી સાંજે ઉર્વિશા જરીવાળાએ તેના ફેસબુક હેન્ડલ પર આ રીતે સ્પષ્ટતા કરવી પડી હતી. જે અત્રે પ્રસ્તુત છે.

ઉત્સાહના અતિરેકમાં સુરતીઓએ ઉર્વિશા જરીવાળાના નામથી જે અફવાઓ ફેલાવી તેનાથી તેના પરિવારજનો, સગાસબંધીઓ સમેત અનેક લોકોએ ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

 

February 25, 2019
manv_b3.jpg
1min11340

દેશની સ્ત્રી વિકાસશીલ તો દેશ પ્રગતિશીલ” શિર્ષક સાથે વડોદરા ખાતે તા.24મી ફેબ્રુઆરી 2019ના રોજ સ્થાનિક એન.જી.ઓ. દ્વારા પ્રેરણાત્મક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના અંબાલાલ પાર્ક ખાતે ખાતે 3જા વર્ષે વુમન એમ્પાવરન્મેન્ટ દ્વારા પ્રદર્શન કમ સેલ તથા સાંસ્કૃતિક અને મનોરંજન પીરસે એવા કાર્યક્રમો થકી વડોદરાવાસીઓની રવિવારની સાંજને મેમોરેબલ બનાવી દીધી હતી.  આ સમારોહમાં વડોદરા શહેર મેયર ડૉ જીગીષાબેન શેઠ દીપ પ્રગટાવીને શુભારંભ કરાવ્યો હતો. સ્થાનિક વિસ્તાર ના કોર્પોરેટર તેમજ હજારો ની સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પ્રસંગને દિપાવ્યો હતો. આયોજક મમતાબેન શાહ, નિલમબેન નગર તેમજ તેમની ટીમ દ્વારા  કરવામાં આવેલા ખુબ જ સુંદર આયોજનને સૌ કોઇએ બિરદાવ્યા હતા.

માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્ત્રી સશક્તિકર્ણના કાર્યક્રમની વિગતો આપતા વડોદરાના મહિલા આગેવાન શ્રીમતી ધ્રુવા ભટ્ટે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે કાર્યક્રમમાં મહિલા ઉત્કર્ષ, બેટી બચાવો બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણ જેવા મુદ્દાઓને આવરી લઇને કાર્યક્રમો યોજાયા હતા.

માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્ત્રી સશક્તિકર્ણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓએ સ્વંયભુ હાજરી આપી હતી. વડોદરાના અનેક મહાનુભાવોએ પણ પ્રસંગને દિપાવ્યો હતો.