CIA ALERT

WE Archives - Page 33 of 63 - CIA Live

January 27, 2020
jeemain.jpg
1min7790

JEE Main કોચિંગવાળાઓની ભ્રામક જાહેરાતોથી વાલી વિદ્યાર્થીઓ ચેતે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જ્યારથી દેશમાં એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ જેઇઇ મેઇન પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમણે પરીણામ માર્ક (સ્કોર)ની જગ્યાએ પર્સન્ટાઇલ રેન્કથી આપવાનો નિયમ બનાવ્યો છે. તાજેતરમાં જ એન.ટી.એ. દ્વારા જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ જાહેર કરવામાં આવ્યું. પરીણામ જાહેર થયા બાદ જેઇઇ મેઇન્સનું કોચિંગ આપતા પ્રાઇવેટ ટ્યુશનિયા સંચાલકો અને કેટલીક સ્કુલો દ્વારા 80થી વધુ પર્સન્ટાઇલ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓના ફોટા સાથે એવી તે જાહેરાતો કરવામાં આવી કે જાણે મોટો મીર માર્યો હોય.

વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ

વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ કે જેઇઇ મેઇન્સમાં કેટલા પર્સન્ટાઇલે નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકે છે. હકીકત જોવા જઇએ તો ઓપન કેટેગરીમાં 92થી ઓછા પર્સન્ટાઇલ રેન્ક પર સારી ગણાતી નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકતો નથી. સૌથી વધુ સ્પર્ધા ઓપન કેટેગરી, ઓપન ઇડબલ્યુએસ કેટેગી, ઓબીસી વગેરેમાંથી એન.આઇ.ટી.માં પ્રવેશ મેળવવા માટે હાયર મેરીટની આવશ્યકતા છે.

હાલમાં જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020ના પરીણામાં 80થી વધુ પી.આર. ધરાવતા વિદ્યાર્થીઓએ જાણે મોટી સિદ્ધી હાંસલ કરી લીધી હોય તે રીતે જાહેરાતો કરવામાં આવી રહી છે એ સાવ ભ્રામક છે. હાલમાં ધો.10માં અભ્યાસ કરતા અને ધો.11-12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવવાનું આયોજન ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આકર્ષવા માટે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો કરવામાં આવી રહી છે.

જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ જેટલો હાયર સ્કોર પણ કેમ બિનઉપયોગી થઇ પડે છે એ ગણતરી અહીં નિમ્નદર્શિત ચાર્ટ પરથી સમજીએ.

Percentile ScoreTotal Students/Rank
99 to 1001 to 11500
95 to 9911500 to 57000
90 to 9557000 to 115000

IIT, NIT, IIIT ની બધુ મળીને 42000 બેઠકો છે, તેની સામે 95 પર્સન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા જ 1.15 લાખ છે

ઉપરોક્ત ડેટા ચકાસીએ તો ખ્યાલ આવશે કે 99થી 100 પર્સન્ટાઇલ વચ્ચે 11,500 સ્ટુડન્ટ છે. જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020 પરીક્ષા કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 11,500 વિદ્યાર્થીઓએ 99થી 100 પર્સન્ટાઇળ મેળવ્યા છે. 99થી 95 પર્સન્ટાઇલ વચ્ચે કુલ 57000 વિદ્યાર્થીઓ (રેન્કસ) સમાવિષ્ટ થઇ જાય છે. આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. અને ત્રિપલ આઇ.ટી. કોલેજોની આખા દેશમાં કુલ બેઠકો ફક્ત 42000 જેટલી છે. આ 42000 સીટમાં ઓપન કેટેગરી સમેત તમામ અનામત વર્ગની બેઠકો સામેલ છે. હવે તેની સરખામણીમાં ઉપરના ચાર્ટ અનુસાર પર્સન્ટાઇલ અને તેની સામે વિદ્યાર્થીની સંખ્યાને સરખાવી જુઓ 95 પર્સન્ટાઇલ સુધીના વિદ્યાર્થીઓની સંખ્યામાં જ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. ત્રિપલ આઇ.ટી. ની બધી સંસ્થાઓની બેઠકો ભરાઇ જશે.

આમ દેશી હિસાબ લગાડીએ તો પણ જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ અને તેના પ્રપોર્સનેટમાં અન્ય અનામત વર્ગના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આટલા પર્સન્ટાઇલ પર્યાપ્ત નથી.

JEE MAIN ફક્ત 30 હજાર અને એડવાન્સ્ડ ફક્ત 12 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શકે

હાલમાં ધો.12 મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા કે ભવિષ્યમાં મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ એ વાતને યોગ્ય રીતે સમજવાની જરૂર છે કે જેઇઇ મેઇન્સ અને એડવાન્સ આખા દેશના ફક્ત 42 હજાર જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાવી શકે. જેની સામે ગુજરાતમાંથી જ જેઇઇ મેઇન્સ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ 20 હજારથી વધુની છે. આવી સ્થિતિમાં જેઇઇ મેઇન્સનો સૌથી મજબૂત વિકલ્પ ગુજકેટની પરીક્ષા છે. ગુજકેટ પર પણ ધ્યાન આપવું જોઇએ જેથી કરીને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં સરળતાથી પ્રવેશ મળી શકે છે.

January 27, 2020
coronaupdate.jpg
1min17580

ચીનમાં કોરોના વાઈરસના પ્રકોપના કારણે મરનારની સંખ્યા 80 થઈ છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 2 હજાર કરતાં પણ વધારે થઈ છે. ચીનમાં ભારતીય દૂતાવાસ પણ સક્રિય છે અને લોકોના સ્વાસ્થ્ય અને સ્થિતિ પર નજર રાખી રહી છે. ભારતીયોની મદદ કરવા માટે દૂતાવાસે બે હેલ્પલાઈન ચાલુ કરી હતી જોકે, મોટી સંખ્યામાં કોલની ફ્રિકવન્સી જોતા દૂતાવાસને ત્રીજી હેલ્પલાઈન નંબર પર જાહેર કરવી પડી હતી.

ચીનમાં ભારતીય દૂતાવાસે પહેલા +8618612083629 અને +8618612083617 નંબર શરુ કર્યા હતાં. હવે નવી હેલ્પલાઈન નંબર +8618610952903 પર પણ કોલ કરીને મદદ માગી શકાય છે. @EOIBeijingએ જણાવ્યું કે આ હેલ્પલાઈન 24 કલાક ચાલુ છે. ચીનના વુહાન શહેરમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ રહે છે.

India in China

✔@EOIBeijing

We have opened a third hotline-+8618610952903,
+8618612083629,
+8618612083617
to respond to concerns. Please continue to follow us for further updates.

ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ગત બે દિવસોમાં તેમની પાસે લગભગ 600 કોલ આવી ચૂક્યા છે. ભારત સરકારની સાથે મળીને દૂતાવાસ ભારતીયોની સુરક્ષાની દરેક શક્ય કોશિશ કરી રહ્યું છે. ચીની વહીવટી તંત્ર સાથે પણ સંપર્કમાં છે. ખતરનાક કોરોના વાઈરસ પર નિયંત્રણ માટે રવિવારે દક્ષિણ શહેર શાંતાઉને આંશિક રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. આવું પહેલીવાર થયું છે જ્યારે વિષાણુંના કેન્દ્ર રહેલા વુહાનની બહાર કોઈ શહેરને બંધ કરવાની ઘોષણા કરવામાં આવી હોય.

વિદેશમંત્રી જયશંકરે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે,’બેઈજિંગ સ્થિત અમારુ દૂતાવાસ પણ ભારતીયોના સ્વાસ્થ્ય અને તેમની તબીયત પર નજર રાખી રહ્યું છે. મહેરબાની કરીને વધારે જાણકારી માટે (ટ્વિટર પર) @EOIBeijing ફોલો કરો.’

આ વાઈરસને લઈને હજુ પણ અનેક અનિશ્ચિતતાઓ છે. અંતિમ નિષ્કર્ષની ઘોષણા બાકી છે. જોકે, ચીની સ્વાસ્થ્ય અધિકારીઓનું માનવું છે કે આ વાઈરસ વુહાનના મીટ બજારમાં ગેરકાનૂની રીતે વેચાયેલા માંસથી આવ્યો છે. જ્યાં ઉંદરથી લઈને શિયાળ અને દરેક પ્રકારના જાનવરોનું માંસ મળે છે.

January 25, 2020
yuvika-1280x979.png
7min16750

ISRO powered Young Scientist Program for Std. 9 Students : Registration from 3 Feb.

ઇન્ડીયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચાલુ વર્ષે ધો.9માં અભ્યાસ કરી રહેલા અને સ્પેશ સાયન્સ, રોકેટ સાયન્સ, બ્રહ્માંડ વગેરે વિષયોમાં રૂચી ધરાવતા વિદ્યાર્થીઓ માટે યંગ સાયન્ટીસ્ટ પ્રોગ્રામ લોંચ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં સમગ્ર ભારતમાંથી ધો.8ની વાર્ષિક પરીક્ષાનું પરીણામ અન્ય પ્રવૃતિઓના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને એ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીનું ઘડતર સ્પેશ સાયન્સમાં થઇ શકે તે માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ માટેના રજિસ્ટ્રેશન ઇસરોની વેબસાઇટ પર તા.3 ફેબ્રુઆરી 2020થી શરૂ કરવામાં આવશે.

ઇસરોના યંગ સાયન્ટીસ્ટ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ અંગેની ડિટેઇલ્સ અહીં પ્રકાશિત કરવામાં આવી છે.

સારી રીતે સૂચનાઓ વાંચવા માટે મોબાઇલ ફોનની જગ્યાએ ડેસ્કટોપ કે લેપ્ટોપ પર આ સમાચાર ઓપન કરવા

Indian Space Research Organisation has launched a special programme for School Children called “Young Scientist Programme” “YUva VIgyani KAryakram” (युविका) from the year 2019. The second session of the programme is scheduled to be held during the month of May 2020.   

The Program is primarily aimed at imparting basic knowledge on Space Technology, Space Science and Space Applications to the younger ones with the intent of arousing their interest in the emerging areas of Space activities. The program is thus aimed at creating awareness amongst the youngsters who are the future building blocks of our Nation. ISRO has chalked out this programme to “Catch them young”.

The programme will be of two weeks duration during summer holidays (May 11-22,  2020) and the schedule will include invited talks, experience sharing by the eminent scientists, facility and lab visits, exclusive sessions for discussions with experts, practical and feedback sessions.

3 students each from each State/ Union Territory will be selected to participate in this programme covering CBSE, ICSE and State syllabus. 5 additional seats are reserved for OCI candidates across the country.

The selection will be done through online registration. The online registration will be open from February 03 to 24, 2020. Those who have finished 8th standard and currently studying in 9th standard (in the academic year 2019-20) will be eligible for the programme. Students who are studying in India including OCI (Overseas Citizen of India) are eligible for the programme. The selection is based on the 8th Standard academic performance and extracurricular activities. The selection criteria is given below.

S.NoDescriptionWeightage
1Performance in the 8th Std Examination60%
2Prize in school events conducted by the School or Education board from the year 2016 onwards (like Elocution, Debate, Essay Writing….) at District/State/National/ International Level  (The higher level will be considered for weightage)2/4/6/10%
3Winners of  District/State/National/International Level sports activities conducted by School or Education board from the year 2016 onwards (The higher level will be considered for weightage)2/4/6/10%
4Scouts and Guides/NCC/NSS Member – during the current academic year (2019-20)5%
5Studying in Rural School (Certificate of proof to this effect to be produced from the head of the school – Criteria: The school, where the candidate is studying should be located in Block/Village Panchayath Area)15%
Total100%

Students belong to the rural area have been given special weightage in the selection criteria. In case there is tie between the selected candidates, the younger candidates will be given priority.

રજિસ્ટ્રેશન ડિટેલ્સ

The interested students can register online through ISRO website www.isro.gov.in from February 03, 2020 (1700 hrs) to 24 February 2020 (1800 hrs). The exact link will be available on 03 February, 2020. The list of the provisionally selected candidates from each state will be announced on 02 March, 2020. The provisionally selected candidates will be requested to upload the attested copies of the relevant certificates on or before 23 March, 2020. After verifying the relevant certificates the final selection list will be published on 30 March, 2020.

It is proposed to conduct the residential programme during 11-22 May, 2020, at 4 centres of ISRO. The selected students will be requested to report to any one of the ISRO/DOS centres located at Ahmedabad, Bangalore, Shillong and Thiruvananthapuram. The selected students will be accommodated in ISRO guest houses/hostels. Expenditure towards the travel of student (II AC fare by train from nearest Rly Station to the reporting centre and back), course material, lodging and boarding etc., during the entire course will be borne by ISRO. II AC fare will also be provided to one guardian/parent for drop and pick up of student from the reporting centre.

For any further clarification, please contact yuvika2020@isro.gov.inPh.: YUVIKA Secretariat (Respond & AI) : 080 2217 2269.

January 23, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6690

રોટરી ક્લબ ઓફ સૂરતનું ધો.10-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શનનું સમયસરનું આયોજન

રોટરી ક્લબ ઓફ સૂરત દ્વારા જીવન ભારતી મંડળના સહયોગથી સૂરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કેરીયર ગાઇડન્સ મહોત્સવનું સમયસરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તા.22મી જાન્યુઆરી 2020ને બુધવારે બપોરે 4 કલાકે સૂરતના નાનપુરા સ્થિત જીવનભારતી સંકુલના રોટરી હોલ ખાતે કારકિર્દી માર્ગદર્શન મહોત્સવનો આરંભ જાણીતા કારકિર્દી માર્ગદર્શનક જયેશ બ્રહ્મભટ્ટના સેશન સાથે થયો હતો. એ પછી પી.પી. સવાણી યુનિવર્સિટીના ફેકલ્ટી ડો. તેજલ પટેલએ પીપી સવાણી યુનિવર્સિટી સંકુલમાં ચાલતા અભ્યાસક્રમો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. રોટરી કલબ ઓફ સૂરતના નિખિલ મદ્રાસીએ વાલીઓ અને વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન મહોત્સવની રૂપરેખા આપી હતી.

રોટરી ક્લબ ઓફ સૂરત આયોજિત કરિયર મહોત્સવના પહેલા દિવસે જયેશ બ્રહ્મભટ્ટે મુદ્દાની વાત એ કરી કે કોલેજ કેમ્પસ (આલ્ફાબેટ સી) નહીં પણ કોર્સ કન્ટેન્ટ (આલ્ફાબેટ સી) ને જોઇ-જાણીને પ્રવેશ મેળવવો એ સમયનો તકાજો છે. બી.કોમ.માં કે બીબીએ ફાઇનાન્સમાં ટેલી અકાઉન્ટ કે જીએસટી જો શીખવાડવામાં આવતું ન હોય તો એ કોર્સ કરવા એટલે સમય વેડફવા સમાન છે.

તા.22મી જાન્યુઆરીએ કારકિર્દી મહોત્સવના પહેલા દિવસે જયેશ બ્રહ્મભટ્ટે ધો.12 કોમર્સ અને આર્ટસ પછી ઉપલબ્ધ કારકિર્દીના વિકલ્પો અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું વિશ્વમાં જેમ દરેક ક્ષેત્રોમાં ડાઇવર્સિટીનો ટ્રેન્ડ છે એમ હાયર એજ્યુકેશનમાં પણ ડાઇવર્સિટીએ સ્થાન લીધું છે. મોટા ભાગના લોકોને એવી જ ગેરસમજ હોય છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, એક્ચ્યુરીયલ સાયન્સ વગેરે જેવા અભ્યાસક્રમો સાયન્સ બેઝ હોય છે અને તેમાં કોમર્સના વિદ્યાર્થીઓ પ્રવેશ ન લઇ શકે. પરંતુ, આ વાત ભૂલભરેલી છે. કોમર્સના વિદ્યાર્થીઓ પણ હવે ઉપરોક્ત કોર્સમાં પ્રવેશ મેળવીને ફ્યુચર ટ્રેન્ડમાં છવાયેલા અભ્યાસક્રમોમાં કારકિર્દીનું ઘડતર કરી શકે છે.

જયેશ બ્રહ્મભટ્ટે વાલીઓ અને વિદ્યાર્થીઓને કહ્યું કે હાલ જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો સમયગાળો બોર્ડના વિદ્યાર્થીઓ માટે એટલા માટે નિર્ણાયક હોય છે કેમકે આ સમયગાળામાં જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓના રજિસ્ટ્રેશન પ્રોસેસ હાથ ધરાય છે. સાયન્સ કરતા વધુ પ્રવેશ પરીક્ષા કોમર્સના વિદ્યાર્થીઓ માટે લેવાતી હોય છે અને ધો.12ના પરીણામના આધારે પ્રવેશ મળતો હોય તેવા અભ્યાસક્રમો કરતા પ્રવેશ પરીક્ષાના આધારે મેરીટ બનતું હોય તેવા અભ્યાસક્રમોનું કન્ટેન્ટ પ્રમાણમાં વધુ અસરકારક જણાય છે. એટલે ધો.12 કોમર્સ અને આર્ટસના વિદ્યાર્થીઓએ એવો અભિગમ રાખવો જોઇએ કે વધુને વધુ સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષા આપીને તેના આધારે સારુ કન્ટેન્ટ ધરાવતા કોર્સમાં પ્રવેશ મેળવવો જોઇએ.

આખું સપ્તાહ જારી રહેશે રોટરી કલબ ઓફ સૂરતનું કારકિર્દી માર્ગદર્શન સપ્તાહ

January 22, 2020
wangchuk-1280x720.jpg
1min9580

થ્રીઇડિયટ્સ ફિલ્મ જેમની પ્રેરણા લઇને બનાવવામાં આવી હતી એ વૈજ્ઞાનિક,એન્જિનિયર અને શિક્ષણવિદ્ સોનમ વાંગચૂકે તાજેતરમાં જ મુંબઇની એક શિક્ષણ સંસ્થામાં વિદ્યાર્થીઓને જે સંબોધન કર્યું હતું એ માત્ર શાળાકીય જ નહીં પૂર્ણ જીવન દરમ્યાન ઉપયોગી અને પ્રેરણાદાયી બની રહે એટલું ઉત્કૃષ્ટ હતું.

મેગ્સેસાય એવૉર્ડ વિજેતા વાંગચૂકે કહ્યું હતું કે કોઇ પણ રાજ્યમાં ભણતા બાળકનું શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઇએ. પોતાનો જ અનુભવ વર્ણવતા વાંગચૂકે કહ્યું હતું કે મેં પોતે જ બાળપણમાં માતૃભાષામાં શિક્ષણ લીધું હતું અને પછી બીજી નવ ભાષા શીખ્યો હતો. જો તમે બીજા રાજ્યમાંથી વધુ અભ્યાસ માટે ધારો કે મહારાષ્ટ્ર આવ્યા હોવ તો મરાઠી પણ શીખવું જોઇએ.

છોકરાઓને ખુલ્લામાં શિક્ષણ આપવાના પણ તેઓ હિમાયતી છે. મુંબઇ જેવા શહેરના શિક્ષણની વાત કરતા તેઓ કહે છે કે દરેક શાળાના પોતાના કિચન ગાર્ડન હોવા જોઇએ તેમાં તેમને શાકભાજી ઉગાડતા શીખવી શકાય. સિલાઇ મશીન પર પોતાના કપડાં સીવતા પણ કેમ ન શીખવાડી શકાય. આ બધી મૂળભૂત વિદ્યાઓ છે જે જીવન ટકાવવા માટે જરૂરી છે. શહેરમાં આસપાસ ઘણી ફેક્ટરી કે કારખાના હોય તેનો મતલબ એ નથી કે આ વિદ્યાઓ ન શીખી શકાય.

વાંગચૂક સિમ્પલ લિવિંગ એન્ડ હાઇ થિંકિંગમાં માને છે, તેમણે શહેરના વિદ્યાર્થીઓને પણ સાદાઇના પાઠ ભણાવ્યા હતાં. તેમણે હાલમાં જ ‘ આઇ લીવ સિમ્પલી’ નામની ચળવળ પણ શરૂ કરી છે. વાતાવરણ પ્રદૂષિત થતું જાય છે, કલાઇમેટ ચેન્જ થતું જાય છે ત્યારે ભોગવાદમાં સંયમ જાળવી જેટલી સાદાઇથી જીવી શકાય એટલું જીવવું જોઇએ. વધુ પડતા ઉપભોગથી જ પર્યાવરણની સમતુલા બગડતી જાય છે. તેઓ લોકોને ભેગા કરીને આ રીતનું માર્ગદર્શન આપે છે ત્યારે પૈસા ભેગા નથી કરતા પણ લોકોને પોતાનું આચરણ બદલવાની પ્રતિજ્ઞા લેવડાવે છે. તેઓ કહે છે કે શહેરવાસીઓ ઉપભોક્તાવાદથી દૂર રહે તો દૂર ગામડાઓ અને પર્વતીય પ્રદેશોમાં રહેતા લોકો પણ સાદાઇથી જીવી શકે.

લદાખમાં રહેતા આ પ્રેરણા પુરુષ વાંગચૂકના જીવન પર આધારિત આમીરખાન અભિનીત ૩ ઇડિયટ્સ ફિલ્મ બની હતી, જે ખૂબ જ લોકપ્રિય નીવડી હતી.

January 20, 2020
parixapecharcha.jpg
1min5620

પરીક્ષાનો હાઉ દૂર કરવા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે. આ કાર્યક્રમમાં પહેલીવાર ૫૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા છે. સવારે ૧૧ વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી અંદાજે બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે.  

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વડાપ્રધાન દ્વારા સોમવારે પરીક્ષા પે ચર્ચા કરવામાં આવશે. જેમાં સમગ્ર દેશમાંથી બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પસંદગી એક નિબંધ સ્પર્ધા દ્વારા કરવામાં આવી છે. જેના માટે વિદ્યાર્થીઓએ દોઢ હજાર શબ્દનો નિબંધ અને તેની સાથે વડાપ્રધાનને પુછવાના પ્રશ્નોની વિગત લખી મોકલી હતી. સમગ્ર દેશમાંથી ૨.૬ લાખ જેટલા નિબંધો મળ્યા હતા અને તેમાંથી ૧૦૫૦ જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. 

ગુજરાતમાંથી ૨૯૬૨૩ વિદ્યાર્થીઓએ નિબંધ લખીને મોકલ્યા હતા. જેમાંથી ૪૨ જેટલા વિદ્યાર્થીઓને પસંદ કરાયા છે અને તેઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા હોવાનું પણ જાણવા મળે છે. ગુજરાતમાંથી જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, સરકારી સ્કૂલો અને ગ્રાન્ટેડ સ્કૂલના ૪૨ વિદ્યાર્થીઓ સાથે પાંચ શિક્ષકો પણ દિલ્હી ગયા હોવાનું જાણવા મળે છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાનો તણાવ દૂર કરવા સંવાદ કરશે.

January 16, 2020
icai_logo.jpeg
1min6550

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા આજરોજ તા.16મી જાન્યુઆરી 2020ને ગુરુવારે બપોરે 4 વાગ્યે સી.એ. ફાઇનલ્સ જૂના અને નવા એમ બન્ને પ્રકારના કોર્સનું પરીણામ જાહેર કર્યું હતું. અપેક્ષાઓ મુજબ જ સી.એ. ફાઇનલ્સના એ અને બી એમ બન્ને ગ્રુપમાં પાસ થનારાઓનું ટકાવારી પરીણામ સાવ કંગાળ રહ્યું છે.

સી.એ. નવા કોર્સનું પરીણામ ફક્ત 15.12 ટકા

સી.એ. ફાઇનલ્સ નવા કોર્સની પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવે છે. આજના પરીણામમાં જેઓ બન્ને ગ્રુપમાં પાસ થયા છે તેમને સી.એ. સર્ટિફિકેશન એનાયત કરવામાં આવશે. બન્ને ગ્રુપમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 2268 છે. સી.એ. ફાઇનલ્સ બન્ને ગ્રુપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી ફક્ત 15.12 ટકા છે.

સી.એ. જૂના કોર્સનું પરીણામ ફક્ત 10.19 ટકા

સી.એ. ફાઇનલ્સ જૂના કોર્સની પરીક્ષા પણ બે ગ્રુપમાં લેવામાં આવે છે. બે ગ્રુપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ફક્ત 817 છે અને ટકાવારી પરીણામ માત્ર 10.19 ટકા છે.

January 15, 2020
nanes.jpg
1min8090

ધો.12 ના વિદ્યાર્થીઓ માટે ખરેખર પ્રેરણાદાયી અને જીવતી વારતાં

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલ સમગ્ર વિશ્વ જેને પ્રેરણાસ્ત્રોત ગણી રહ્યું છે એ ગુગલના સી.ઇ.ઓ. સુંદર પીચાઇ સ્વયં કોને પ્રેરણામૂર્તિ માને છે એ જાણવું ખરેખર અનેક યુવાઓના જીવનને હકારાત્મક દિશા તરફ પ્રયાણનો રોડમેપ બની શકે તેમ છે. ખાસ કરીને હાલમાં ધો.12માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે તો ચોક્કસ જ પ્રેરણાદાયી છે.

ભારત-અમેરિકન બિઝનેસ એક્ઝિક્યૂટિવ અને મલ્ટિનેશનલ ટેક્નોલૉજી કંપની ગૂગલની સબસિડિયરી આલ્ફાબેટ ઇન્કોર્પોરેટેડના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (સીઇઓ) સુંદર પિચાઇએ તાજેતરમાં સરાફિના નૅન્સ નામની મહિલાની ખૂબ પ્રશંસા કરી હતી અને તેને ‘પ્રેરણારૂપ’ તરીકે ઓળખાવી હતી. પિચાઇએ ઍસ્ટ્રોફિઝિક્સની આ વિદ્યાર્થી-મહિલાની પોસ્ટ ટ્વિટર પર રીટ્વીટ કરી એ પાછળનું તેમનું કારણ ખૂબ જ તાર્કિક છે. નૅન્સ આ ટ્વીટને લીધે આ માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર છવાઈ ગઈ છે.

તેણે તાજેતરમાં ટ્વીટ કર્યું હતું કે ‘ચાર વર્ષ પહેલાં ક્વૉન્ટમ ફિઝિક્સની પરીક્ષામાં મને ઝીરો મળ્યો હતો અને એને પગલે મેં ભૌતિકશાસ્ત્રના વિષયમાં ભણવાનું સાવ છોડી દેવાનું વિચાર્યું હતું. જોકે, અચાનક જ એક દિવસ મારામાં કોણ જાણે હિંમત આવી ગઈ હતી અને મેં નક્કી કર્યું કે જો ક્વૉન્ટમ ફિઝિક્સમાં ઝીરો આવી શકે તો અથાક મહેનતથી ખૂબ જ સારા માર્ક કેમ ન આવી શકે? મેં મને આ સવાલ વારંવાર પૂછ્યો હતો અને પોતાને ખૂબ સમજાવી હતી.’

૨૬ વર્ષીય નૅન્સની મહેનત ફળી હતી. અત્યારે સ્થિતિ એ છે કે તે ઍસ્ટ્રોફિઝિક્સ પીએચડી પ્રોગ્રામમાં સૌથી ઉપલા સ્તરે પહોંચી ગઈ છે અને પોતે બે લેખ પણ પ્રકાશિત કર્યા છે. છેવટે નૅન્સે પોતાના ટ્વીટમાં નેટિઝન્સના હૃદયને સ્પર્શી જાય એવા સલાહરૂપી નિવેદનો લખ્યા છે જે અહીં પ્રસ્તુત છે:

‘૪ વર્ષ પહેલાં ક્વૉન્ટમ ફિઝિક્સની એક્ઝામમાં હું સારા માર્કની આશા રાખીને બેઠી હતી, પરંતુ મને ઝીરો મળ્યો હતો. આ શૂન્યથી હું ખૂબ ડઘાઈ ગઈ હતી અને મારા કરિયર તથા ભવિષ્ય વિશે ચિંતામાં પણ મુકાઈ ગઈ હતી. મારે ફિઝિક્સ છોડી દેવું જોઈએ એવું મને લાગી રહ્યું હોવાથી હું મારા પ્રોફેસરને મળી હતી. આજે સ્થિતિ એ છે કે હું ઍસ્ટ્રોફિઝિક્સ પીએચડી પ્રોગ્રામમાં છેક ટોચના સ્તર સુધી પહોંચી ગઈ છું અને મેં બે પેપર પણ પ્રકાશિત કર્યા છે. જો કોઈ વિષય તમને ખૂબ કઠિન લાગે અને એમાં તમને ખૂબ નબળો ગ્રેડ મળે તો એ નબળા ગ્રેડનો અર્થ એવો નથી કે તમે એ વિષય માટે લાયક નથી.’ સુંદર પિચાઈએ નૅન્સના આ વિધાનોવાળી પોસ્ટને રીટ્વીટ કરીને નૅન્સ માટે લખ્યું હતું, ‘વાહ! શું સુંદર વાત કરી આ મહિલાએ. તેના વિચારો કેટલા બધા પ્રેરણારૂપ છે.’

સુંદર પિચાઈનું આ એક વાક્ય ઘણું કહી જાય છે. તેમની એક લાઇનની પ્રશંસા નૅન્સની સમગ્ર વિચારધારા અને પ્રેરણાસ્ત્રોત પર પ્રકાશ પાડી જાય છે. વળતી પ્રતિક્રિયામાં નૅન્સે સુંદર પિચાઈનો આભાર માનતા ટ્વીટમાં લખ્યું છે કે ‘ખૂબ ખૂબ આભાર. તમે પ્રશંસાના જે બે શબ્દો લખ્યા એ મારા માટે અખૂટ છે.’

તાજેતરમાં એક દિવસમાં નૅન્સના ઝીરો માર્કવાળા ટ્વીટને ૬૦,૦૦૦ લાઇક્સ મળ્યા હતા. નૅન્સે પોતાના વિચારોને વખાણવા બદલ નેટિઝન્સનો પણ આભાર માન્યો હતો.

અમેરિકન યુવતીની ટ્વીટ

અમેરીકન યુવતિ નેન્સના ટ્વીટને ગુગલ સી.ઇ.ઓ. સુંદર પિચઇએ આ રીતે રીટ્વીટ કર્યું

January 12, 2020
cycling.jpg
1min5060

સાઇક્લિગંમાં ભારતે અનેરી સિદ્ધિ મેળવી છે. પહેલી વાર ભારત ચારેય સ્પ્રિન્ટિંગ ઇવેન્ટમાં નંબર-વન રૅન્ક પર બિરાજમાન થયું છે. પુરુષ વર્ગમાં ભારતના જુનિયરોની સાઇક્લિગં ટીમ નંબર-વન બની છે.

જુનિયર કેઇરિન જુનિયર ૧ કિલોમીટર ટાઇમ ટ્રાયલ ઇવેન્ટમાં નંબર-વન થયો છે, જ્યારે જુનિયર ટીમ સ્પ્રિન્ટ ઇવેન્ટમાં ભારતીય ટીમ ૧૬૨૦ પૉઇન્ટ સાથે સર્વેાચ્ચ થઈ છે. ભારતનો એલ. રોનાલ્ડો સિંહ યુસીઆઇ વર્લ્ડ રૅન્કિંગમાં નંબર વન બન્યો છે. તેના ૧૫૩૦ પૉઇન્ટ છે. ભારતની મહિલા જુનિયર ટીમ જુનિયર ટીમ સ્પ્રિન્ટમાં બીજા સ્થાને છે.

January 8, 2020
CIA_Live_Logo_New2.jpg
1min12070

ધો.12 કોઇપણ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે NDA પ્રવેશ પરીક્ષાના રજિસ્ટ્રેશન શરૂ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 પછી ભારતીય સૈન્યની આર્મી, નેવી કે એરફોર્સ કોઇપણ પાંખ સંચાલિત કોલેજોમાં પ્રવેશ મેળવીને ત્યાં જ અભ્યાસ કર્યા બાદ સૈન્યમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે નિર્ણાયક સમય આવી ગયો છે.

તા.19મી એપ્રિલ 2020ના રોજ ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવનારી એન.ડી.એ. એન્ટ્રન્સ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. આજરોજ તા.8મી જાન્યુઆરી 2020ના રોજ આ અંગેનું સત્તાવાર નોટીફીકેશન જારી કરી દેવામાં આવ્યું છે.

નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પ્રવેશ માટેની પરીક્ષાનું રજિસ્ટ્રેશન અંગેની માહિતી નીચે મુજબ છે.

  • તા.2 જુલાઇ 2001થી તા.1 જુલાઈ 2004 વચ્ચે જન્મેલા કોઇપણ ઉમેદવારો કે જેઓ ધો.12 કોઇપણ પ્રવાહની પરીક્ષા માર્ચ 2020માં આપવાના છે તેઓ એન.ડી.એ. માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
  • નેશનલ ડિફેન્સ એકેડેમીની કુલ 370 અને નેવી એકેડેમીની કુલ 48 બેઠકો માટે એન.ડી.એ. પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.
  • એન.ડી.એ.ની 370 બેઠકોમાં ઇન્ડીયન આર્મીની 208, નેવીની 42 અને એરફોર્સની 120 બેઠકો માટે પ્રવેશ પરીક્ષા લેવાઇ રહી છે.
  • ઇન્ડીયન નેવીની 48 બેઠકો માટે અલગથી પ્રવેશ પરીક્ષા લેવાશે.
  • ધો.12 કોઇપણ પ્રવાહમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓને ઇન્ડીયન આર્મીની એકેડેમી માટે લાયક ગણવામાં આવશે. જોકે તેમણે પસંદગીની પ્રક્રિયાઓને સફળતાપૂર્વક પાર પાડવાની રહેશે.
  • નેવી અને એરફોર્સ માટે ધો.12 ફિઝિક્સ અને મેથેમેટિક્સ વિષય ધરાવતા વિદ્યાર્થીઓને જ લાયક ગણવામાં આવશે.
  • નેશનલ ડિફેન્સ એકેડેમી પ્રવેશ પરીક્ષાનું રજિસ્ટ્રેશન તા.28મી જાન્યુઆરી 2020 સુધી કરી શકાશે.
  • ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ www.upsconline.nic.in છે.