સાઇક્લિગંમાં ભારતે અનેરી સિદ્ધિ મેળવી છે. પહેલી વાર ભારત ચારેય સ્પ્રિન્ટિંગ ઇવેન્ટમાં નંબર-વન રૅન્ક પર બિરાજમાન થયું છે. પુરુષ વર્ગમાં ભારતના જુનિયરોની સાઇક્લિગં ટીમ નંબર-વન બની છે.
જુનિયર કેઇરિન જુનિયર ૧ કિલોમીટર ટાઇમ ટ્રાયલ ઇવેન્ટમાં નંબર-વન થયો છે, જ્યારે જુનિયર ટીમ સ્પ્રિન્ટ ઇવેન્ટમાં ભારતીય ટીમ ૧૬૨૦ પૉઇન્ટ સાથે સર્વેાચ્ચ થઈ છે. ભારતનો એલ. રોનાલ્ડો સિંહ યુસીઆઇ વર્લ્ડ રૅન્કિંગમાં નંબર વન બન્યો છે. તેના ૧૫૩૦ પૉઇન્ટ છે. ભારતની મહિલા જુનિયર ટીમ જુનિયર ટીમ સ્પ્રિન્ટમાં બીજા સ્થાને છે.
ધો.12 કોઇપણ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે NDA પ્રવેશ પરીક્ષાના રજિસ્ટ્રેશન શરૂ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ધો.12 પછી ભારતીય સૈન્યની આર્મી, નેવી કે એરફોર્સ કોઇપણ પાંખ સંચાલિત કોલેજોમાં પ્રવેશ મેળવીને ત્યાં જ અભ્યાસ કર્યા બાદ સૈન્યમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે નિર્ણાયક સમય આવી ગયો છે.
તા.19મી એપ્રિલ 2020ના રોજ ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવનારી એન.ડી.એ. એન્ટ્રન્સ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. આજરોજ તા.8મી જાન્યુઆરી 2020ના રોજ આ અંગેનું સત્તાવાર નોટીફીકેશન જારી કરી દેવામાં આવ્યું છે.
નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પ્રવેશ માટેની પરીક્ષાનું રજિસ્ટ્રેશન અંગેની માહિતી નીચે મુજબ છે.
તા.2 જુલાઇ 2001થી તા.1 જુલાઈ 2004 વચ્ચે જન્મેલા કોઇપણ ઉમેદવારો કે જેઓ ધો.12 કોઇપણ પ્રવાહની પરીક્ષા માર્ચ 2020માં આપવાના છે તેઓ એન.ડી.એ. માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
નેશનલ ડિફેન્સ એકેડેમીની કુલ 370 અને નેવી એકેડેમીની કુલ 48 બેઠકો માટે એન.ડી.એ. પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.
એન.ડી.એ.ની 370 બેઠકોમાં ઇન્ડીયન આર્મીની 208, નેવીની 42 અને એરફોર્સની 120 બેઠકો માટે પ્રવેશ પરીક્ષા લેવાઇ રહી છે.
ઇન્ડીયન નેવીની 48 બેઠકો માટે અલગથી પ્રવેશ પરીક્ષા લેવાશે.
ધો.12 કોઇપણ પ્રવાહમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓને ઇન્ડીયન આર્મીની એકેડેમી માટે લાયક ગણવામાં આવશે. જોકે તેમણે પસંદગીની પ્રક્રિયાઓને સફળતાપૂર્વક પાર પાડવાની રહેશે.
નેવી અને એરફોર્સ માટે ધો.12 ફિઝિક્સ અને મેથેમેટિક્સ વિષય ધરાવતા વિદ્યાર્થીઓને જ લાયક ગણવામાં આવશે.
નેશનલ ડિફેન્સ એકેડેમી પ્રવેશ પરીક્ષાનું રજિસ્ટ્રેશન તા.28મી જાન્યુઆરી 2020 સુધી કરી શકાશે.
ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ www.upsconline.nic.in છે.
JEE Main : ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે છેલ્લી ઘડીએ કેટલીક ઉપયોગી ટીપ્સ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
તા.6 જાન્યુઆરી 2020ને સોમવારથી સમગ્ર દેશભરમાં એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એકઝામ જેઇઇ મેઇન રાષ્ટ્રવ્યાપી ધોરણે ઓનલાઇન લેવામાં આવશે. હાલમાં ધો.12 સાયન્સ એ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા ગુજરાત સમેત દેશભરના અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇન્સ ફર્સ્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને દરેકને તેમના રોલ નંબર અનુસાર ટાઇમ સ્લોટ આપવામાં આવ્યા છે.
ધો.12 સાયન્સ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષય સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવવાનું કે એક કેલેન્ડર વર્ષમાં જાન્યુઆરી અને મે એમ ફર્સ્ટ અને સેકન્ડ એમ બે વખત જેઇઇ મેઇન પરીક્ષા લેવાનું શરૂ ગત વર્ષ 2019માં શરૂ કરાયું હતું.
વિદ્યાર્થીઓ ત્રણ વખત જેઇઇ મેઇન પરીક્ષા આપી શકે છે. પરંતુ, એક કેલેન્ડર વર્ષમાં ફક્ત બે પરીક્ષા લેવાતી હોય છે. ધો.12 પીસીએમ ગ્રુપના વિદ્યાર્થીઓ કોલેજ એડમિશન પૂર્વે બે વખત ટેસ્ટ આપતા હોય છે અને નિયમાનુસાર બે પ્રયત્નો પૈકી જે પ્રયત્નમાં વધારે માર્ક (પર્સન્ટાઇલ) હોય તેને મેરીટમાં ગણતરીમાં લેવામાં આવે છે. 2019માં ફર્સ્ટ અને સેકન્ડ એમ બે વખત જેઇઇ મેઇન આપનારા વિદ્યાર્થીઓના જેઇઇ ફર્સ્ટમાં જ સારા માર્કસ આવ્યા હતા અને તેમને ફર્સ્ટ ટેસ્ટના આધારે જ મેરીટમાં ક્રમ મળ્યો હતો અને આઇઆઇટી તેમજ એનઆઇટીમાં પ્રવેશના હકદાર બન્યા હતા.
આવા 10માથી 6 પરીક્ષાર્થીઓ હતા કે જેમના જેઇઇ મેઇનની બે ટ્રાયલ પૈકી પહેલી ટ્રાયલના જ માર્ક સારા હતા. આવો કોઇ નિયમ નથી પરંતુ, જે વિદ્યાર્થીઓ તા.6 જાન્યુઆરી 2020થી શરૂ થતી જેઇઇ મેઇન્સને લાઇટલી લઇ રહ્યા છે તેમને ખાસ જણાવીએ છીએ કે તેમણે સેકન્ડ ટ્રાયલની જેમ જ ફર્સ્ટ ટ્રાયલને સિન્સીયરલી આપવી જોઇએ.
Last Moment Tips….
At this last moment, don’t try to attempt to study any new topic. Reading new topics will confuse you during the exam.
Instead of reading new topics, students are advised to revise all the important formulas and concepts two to three times before the exam. It will help you retain what you have already read so far.
While in the exam hall, first of all, read all the instructions on the exam paper very carefully.
After reading the instructions, you should read the complete question paper before starting with the solution.
Next, make mental planning on how you would approach the paper. Mark the questions that look easier and those which are complicated and may require a lot of time to solve.
The students should solve the easy questions first. It will not only build your confidence but would also save time for complicated ones.
If you are stuck on any question, don’t waste your time. Just use the ‘Save & Mark for Review’ option when you have any doubt. After completing the paper, you can revisit the leftover questions.
Don’t panic in case of computer failure or if you don’t know the answer to any question. Keep calm, take a deep breath and sip some water before attempting the question again.
ભારતની મહિલાઓમાં ભારે ચર્ચાસ્પદ બની છે આસામ સરકારની અરુંધતી સુવર્ણ યોજના
ભારતના પૂર્વી રાજ્ય આસામમાં તા.1લી જાન્યુઆરી 2020થી લગ્ન કરનાર દરેક દુલ્હનને રાજ્યની ભાજપા સરકાર તરફથી ૧૦ ગ્રામ સોનું ભેટમાં આપવાની યોજના લાગુ થઇ છે. જોકે 10 ગ્રામ સોનુ મફતમાં જોઇતું હોય તો દુલ્હને કેટલીક શરતોનું પાલન કરવું પડશે. જેમાં ધો.10 સુધીનો અભ્યાસ કર્યો હોવાની એક શરતનો પણ સામેલ થાય છે. સમગ્ર દેશમાં આસામની દુલ્હનને 10 ગ્રામ સોનું આપવાની યોજના ભારે ચર્ચાસ્પદ બની છે. ખાસ કરીને મહિલાઓમાં આ યોજના અંગે ભારે ચર્ચા જોવા મળી રહી છે.
યોજનાનું નામ અરુંધતિ સ્વર્ણ યોજના
આસામની બીજેપી સરકારે આ યોજનાની જાહેરાત થોડા મહિના પહેલાં જ કરી હતી. આસામના મુખ્ય પ્રધાન સબાર્નંદ સોનોવાલે આ યોજનાનું નામ અરુંધતિ સ્વર્ણ યોજના આપ્યું છે.
લગ્ન કરી રહેલી કન્યાની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને છોકરાની ૨૧ વર્ષની ઉંમર હોવી જોઈએ.
દુલ્હનના પરિવારની વાર્ષિક આવક ૫ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
અરુંધતિ સ્વર્ણ યોજનાનો લાભ છોકરીના પહેલા લગ્ન પર જ મળશે એટલે કે બીજા લગ્ન કરવા પર આ યોજનાનો લાભ મળશે નહીં.
દુલ્હનને ૧૦ ગ્રામના ઝવેરાત મળશે નહીં, એટલે કે ગિફ્ટમાં સોનું ફિઝિકલ ફોર્મમાં અપાશે નહીં. લગ્નનું રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન બાદ ૩૦,૦૦૦ રૂપિયા દુલ્હનના બૅન્ક અકાઉન્ટમાં જમા કરાશે. ત્યારબાદ દુલ્હનના પરિવારજનો દ્વારા ખરીદવામાં આવેલા ૩૦,૦૦૦ રૂપિયાના ઝવેરાતનું બિલ સબમિટ કરાવવું પડશે. જોકે સરકારનો ઉદ્દેશ છે કે પૈસાનો ઉપયોગ કોઈ બીજા કામમાં કરાશે નહીં.
વર્ષ ર019ના અંતિમ દિવસે શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. જે મુજબ તા. પ માર્ચથી 17 માર્ચ સુધી ધોરણ 10 ની, તા. પ માર્ચથી ર1 માર્ચ દરમિયાન ધોરણ 1ર સામાન્ય પ્રવાહ અને તા. પ માર્ચથી 16મી માર્ચ દરમિયાન ધોરણ 1ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવશે.
ધોરણ 10ની પરીક્ષા માટે ર9 અને ધોરણ 1ર સામાન્ય પ્રવાહ માટે 9 મળી કુલ 38 નવા કેન્દ્રો બોર્ડ દ્વારા ફાળવવામાં આવ્યા છે.
શિક્ષણ વિભાગ દ્વારા 2019-20 વર્ષનું એકેડેમિક કેલેન્ડર પણ જાહેર કરાયું છે. કેલેન્ડર મુજબ, નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણના કુલ 246 દિવસો હશે. આ ઉપરાંત તા.4 મેથી ઉનાળું વેકેશન શરૂ થશે.
નવરાત્રી વેકેશન રદ્દ થતાં પ્રથમ સત્રના કાર્યના દિવસો અને દ્વિતીય સત્રના કાર્યના દિવસો બદલાશે. જ્યારે બોર્ડના વિષયની શાળા કક્ષાની લેવાની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 10 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી રહેશે. બોર્ડની ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 14 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી લેવાશે.
ધોરણ 9 અને 11 માટેની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન લેવાની રહેશે. શૈક્ષણિક વર્ષ 2019-20માં કુલ 80 રજાઓ રહેશે. જેમાં દિવાળી વેકેશનની 21, ઉનાળાની રજાઓ 35, જાહેર રજા 18 અને સ્થાનિક રજા 6 રહેશે. ‘ ગેરરીતિ નિવારવા ખાસ મોબાઇલ એપ લોન્ચ કરાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહના જણાવ્યા અનુસાર, ગૌણ સેવા પસંદગી મંડળ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓને ગેરરીતિને ધ્યાનમાં રાખી ખાસ મોબાઇલ એપ્લિકેશન બોર્ડ દ્વારા લોન્ચ કરાશે. આ મોબાઇલ એપ્લિકેશનમાં બોર્ડના સ્ટોર રૂમમાંથી પેપર નીકળશે ત્યારથી માંડીને પરીક્ષા કેન્દ્ર પર પેપર પહોંચે ત્યાં સુધીના ફોટા અપલોડ કરવા પડશે. શિક્ષણ વિભાગ દ્વારા ગેરરીતિની કોઇ ફરિયાદ ન ઉઠે એ માટે ખાસ તકેદારી રાખવામાં આવનાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં ગેરરીતિ કરનારા તમામ સેન્ટર રદ્દ કરવાનો નિર્ણય પણ લેવાયો છે.
સૂરતમાં વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં સૂરતના પૂણા વિસ્તારમાં દિલ્હી અને સૂરત પોલીસ બેડાના આઇ.બી. ડિપાર્ટમેન્ટ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાળમજૂરી માટે ગોંધી રાખવામાં આવેલા 135 જેટલા બાળકોને છોડાવવામાં આવ્યા હતા. દિલ્હીના એક એન.જી.ઓ. જેનું નામ બચપન છે, એની ચોક્કસ બાતમીના આધારે દિલ્હી અને રાજસ્થાન પોલીસની ટીમો સૂરત આવી પહોંચી હતી અને બાળકોને બચાવવાનું અભિયાન હાથ ધરીને એક મસમોટા રેકેટનો પણ પર્દાફાશ કર્યો હતો. સવારે પાંચ વાગ્યાના અરસામાં બહુલ સૌરાષ્ટ્રવાસી વસતિ ધરાવતા સૂરત શહેરના પૂણા વિસ્તારમાં પોલીસને જોઇને લોકોમાં કંઇક અજુગતું થયાની ભીંતી પ્રવર્તી રહી હતી. જોકે, અફવાઓ ઉડે એ પહેલા સોશ્યલ મિડીયામાં માનવ તસ્કરી અંગેના સમાચારો વહેતા થયા હતા.
રાજસ્થાનથી માનવ તસ્કરી કરી સુરતમાં લવાયેલા 135થી વધુ બાળકોને ઘરમાંથી મુક્ત કરાવ્યા છે. પુણાની સીતારામ સોસાયટી પોલીસ છાવણીમાં ફેરવાઈ છે. બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હતું. આ બાળકોનો કબજો મેળવી પોલીસે આરોપી શખ્સો વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાડીઓમાં વેલ્યુ એડિશન માટે બાળમજૂરો સૌથી સસ્તા લેબર
Symbolic Photo
સૂરતમાં ફૂલીફાલી રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગમાં હાલ સાડીઓ પર વેલ્યુ એડિશન કરાવવા માટે જરદોષી વર્ક, આર્ટીકલ સ્ટીચીંગ વગેરે કરાવવાનો ટ્રેન્ડ છે જેથી સાડીની કિંમત બેથી ત્રણ ઘણી વધી જાય છે. આ કામ માટે પ્રોફેશનલ કારીગરોનો ચાર્જ પણ તોતિંગ હોય છે એટલે કેટલાક જોબવર્કર્સ દ્વારા બાળમજૂરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાળમજૂરો પાસે ટેક્સટાઇલમાં ખાસ કરીને સાડી અને ડ્રેસ મટિરીયલ પર વર્ક કરાવવામાં આવે છે. સાડીની વેલ્યુ વધારવા માટે ઓછા લેબર ચૂકવવા માટે બાળમજૂરી કરાવવામાં આવી રહી હતી. આ બાળકોને દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે જેવા રાજ્યોમાંથી બાળમજૂરી માટે લવાયા હોવાનું કહેવાય છે.
સૂરતના પૂણા વિસ્તારમાંથી વહેલી સવારે
દિલ્હી, રાજસ્થાન અને સૂરત પોલીસે હાથ સવાસો જેટલા બાળકોને છોડાવવાની ઘટના સાથે જ
માનવ તસ્કરી રેકેટનો સૌથી મોટા રેકેટનો પણ પર્દાફાશ થયો છે.
સુરતના પુણા વિસ્તારમાં આવેલ સીતારામ
સોસાયટીમાં સવારે પાંચ વાગ્યે દિલ્હી અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ
દરોડા પાડ્યા હતા. આ દરોડા બાદ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. આ
દરોડામાં સુરત પોલીસ અને સેન્ટ્રલ આઈબીની ટીમો પણ સાથે હતી.
સ્થાનિક લેબર વિભાગની જવાબદારી ફિક્સ કરવાનો વખત
સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સમેત એવા અનેક ધંધા રોજગાર છે જ્યાં દેખિતી રીતે જ બાળકો પાસેથી કામ લેવામાં આવે છે. ઓછો પગાર આપીને તેમનું શોષણ કરવામાં આવતું હોવાના પ્રથમદર્શી પુરાવાઓ જોવા જાણવા મળે છે આમ છતાં સૂરતના લેબર વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ વિભાગ સામે હવે જવાબદારી ફિક્સ કરવાનો વખત આવી ચૂક્યો છે.
મહિલા સામેના ગુનાઓ આચર્યાના આરોપોવાળા કેસ જેઓ વિરુદ્ધ નોંધાયા છે તેવા અનેક સાંસદો/વિધાનસભ્યો છે. એક તરફ ન્યાયનો સિદ્ધાંત જણાવે છે કે જયાં સુધી આરોપ સાબિત ન થયો હોય ત્યાં સુધી જે તે આરોપી વ્યકિતને અપરાધી ન ઠરાવી શકાય. સાથે એક કડવું સત્ય એ ય છે કે બળાત્કારનો આરોપી કોઈ ચૂંટાયેલો લોકપ્રતિનિધિ હોય તે તેની તપાસપ્રક્રિયાને ચોકકસપણે પ્રભાવિત કરતો હોય છે.
બળાત્કારના આરોપી એવા 3 ઉમેદવારો 2019ની લોકસભા ચૂંટણીમાં સાંસદ બનવામાં તથા રાજયોની ચૂંટણીઓમાં આવા આરોપીસરના છ ઉમેદવાર વિધાનસભ્ય બનવામાં સફળ રહ્યા છે. ટૂંકમાં 76 જનપ્રતિનિધિઓ-18 સાંસદ અને 58 વિધાનસભ્યો-મહિલાઓ સામેના ગુના આચરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે.
એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ (એડીઆર)ના રીપોર્ટ મુજબ છેલ્લા દસ વર્ષં (’10-’19) સાંસદો પરના મહિલા-અપરાધો સબબ નોંધાયેલા મામલામાં 8પ0 ટકા વધારો જોવા મળ્યો છે. લોકસભા ચૂંટણી દરમિયાન મહિલા અપરાધીઓના આરોપી ઉમેદવારોની સંખ્યામાં 231 ટકાનો વધારો થયો છે.
કુલ એવા 17 રાજકીય પક્ષો છે જેઓના સાંસદ કે વિધાનસભ્ય વિરુદ્ધ મહિલા સામે અપરાધ આચરવાના આરોપ નોંધાયા છે. તેમાં એસિડ વડે એટેક, બળાત્કાર, યૌન ઉત્પીડન, મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલવાનો કે સગીરાઓની હેરાફેરીના આરોપસરના કેસોનો સમાવેશ થાય છે. આવા કુલ આરોપીઓના પચાસ’ ટકા કોંગ્રેસ અને ભાજપના છે.
ક્રિકેટ કલબના ટેંટમાં રાત પસાર કરવાથી લઇને ગુજરાન ચલાવવા અર્થે પાણીપૂરી વેંચવા સુધીને સંઘર્ષમય સફર કાપનાર યશસ્વી જાયસ્વાલને તેના જન્મદિવસના 9 દિવસ પહેલા મોટી ભેટ મળી ચૂકી છે. તે 28 ડિસેમ્બરે 18 વર્ષનો થવાનો છે. મુંબઇના આ પ્રતિભાશાળી બેટધરને આઇપીએલની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 2.4 કરોડ રૂપિયાની કીંમત ચૂકવીને ખરીદ કર્યોં છે.’
યૂપીના ભદોહી સાથે નાતો ધરાવનાર યશસ્વીએ આ વર્ષે વિજય હઝારે વન ડે ટ્રોફીમાં ઝારખંડ વિરૂધ્ધ 1પ4 દડામાં 203 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ સાથે તે પ્રથમ કક્ષાના મેચમાં ડબલ સેન્ચૂરી કરનારો સૌથી નાની વયનો ભારતીય ખેલાડી બની ગયો હતો. હવે આઇપીએલમાં 20 લાખની બેઝ પ્રાઇસ સામે તેને 2.4 કરોડનો જેકપોટ લાગ્યો છે. આ વિશે યશસ્વી જયસ્વાલ કહે છે કે હાલ તો મારા મગજમાં આઇપીએલ નથી. મારું પૂરું ધ્યાન અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારત તરફથી શાનદાર દેખાવ કરવા પર છે. જેથી ભારત ચેમ્પિયન બને.
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને મુસાફરી પાછળના ખર્ચમાં રાહત આપવાના હેતુથી રેલવે તંત્ર તેમને મુસાફરીના મૂળ ભાડાંમાં ૫૦ ટકા કન્શેસન આપશે. સેકન્ડ/સ્લીપર ક્લાસ સંબંધિત આ કન્શેસન એવા યુવા વર્ગને આપવામાં આવશે જેમની માસિક કમાણી અથવા પગાર ૫,૦૦૦ રૂપિયાથી વધુ ન હોય.
રેલવે મંત્રાલયના નિવેદનમાં એવું પણ જણાવાયું હતું કે આ કન્શેસન માત્ર સામાન્ય ટ્રેન સેવા માટે ખાસ સવલત તરીકે આપવામાં આવી રહ્યું છે. આ સુવિધા સ્પેશિયલ ટ્રેન કે સ્પેશિયલ કોચને લાગુ નહીં પડે.
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ઉત્સવના સ્થળ સુધીના ૩૦૦ કિલોમીટરથી વધુ અંતરનો પ્રવાસ કરનારા યુવા વર્ગને રિટર્ન પ્રવાસ માટે પણ આ ક્ધસેશન આપવામાં આવશે. નિવેદનમાં જણાવાયું હતું કે ‘આ ક્ધસેશન વિવિધ રાજ્યોના માનવ સંશાધન વિકાસ ખાતાના સચિવ દ્વારા બહાર પાડવામાં આવતું રેલવે ફૉર્મેટવાળું સર્ટિફિકેટ રજૂ કરનારને આ ક્ધસેશન અપાશે.
કન્શેસન માટે અરજી કરનારે રેલવેના સત્તાધારી અધિકારીઓ જેમ કે ચીફ કમર્શિયલ મૅનેજર, ડિવિઝનલ કમર્શિયલ મૅનેજર વગેરેને સર્ટિફિકેટ સુપરત કરવાનું રહેશે અને એ તપાસીને આ અધિકારી કનસેશન ઑર્ડર બહાર પાડશે જે રજૂ કરવાથી અરજી કરનારને સ્ટેશન માસ્તર કન્શેસન આપશે.’
જે અરજી કરનારનો ખર્ચ કેન્દ્ર કે રાજ્ય સરકાર કે સ્થાનિક સરકારી સંસ્થા કે નગરપાલિકા કે સરકારી એકમ કે યુનિવર્સિટી ઉપાડતી હોય તેમને આ સર્ટિફિકેટ નહીં મળે.
CBSE સમેત રાજ્ય બોર્ડ પરીક્ષાના ટાઇમટેબલ જાહેર, ગુજરાત બોર્ડ હજું ફોર્મ ભરાવી રહ્યું છે
સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજરોજ તા.18મી ડિસેમ્બર 2019ના રોજ સીબીએસઇની દેશવ્યાપી ધોરણે તેમજ વિદેશોમાં લેવામાં આવનારી ધો.10, ધો.12ની પરીક્ષાઓના સમયપત્રકની આધિકારીક ઘોષણા કરવામાં આવી છે. સી.બી.એસ.ઇ. બોર્ડની ધો.10ની મુખ્ય વિષયની પરીક્ષાઓ તા.26મી ફેબ્રુઆરીથી જ્યારે ધો.12ની પરીક્ષા તા.27મી ફેબ્રુઆરી 2020થી શરૂ થશે. વિગતવાર સમયપત્રક અહીં પ્રસ્તુત છે.
એ ખાસ નોંધનીય છે કે સીબીએસઇ, મહારાષ્ટ્ર બોર્ડ, મધ્યપ્રદેશ ત્યાં સુધી કે ઉત્તર પ્રદેશ બોર્ડ દ્વારા પણ 2020ની બોર્ડની પરીક્ષાઓના સમયપત્રકનું એલાન કરી દેવામાં આવ્યું છે. પરંતુ, ગુજરાત બોર્ડ દ્વારા હજુ સુધી કોઇ એલાન કરવામાં આવ્યું નથી. ગુજરાત બોર્ડ દ્વારા હવે સમયપત્રકની ઘોષણા કરવામાં આવશે એમ મનાય છે. ગુજરાત બોર્ડ હજુ ફોર્મ ભરાવવાની પ્રક્રિયા કરાવી રહ્યું છે. હજુ તો ગુજકેટની પરીક્ષાના ફોર્મ ક્યારે ભરાવવામાં આવશે એ પણ નિયત નથી.
Central Board of Secondary Education (CBSE) on Tuesday, December 17, 2019, released the CBSE Class 10th and Class 12th Board Exam 2020 date sheet on Board’s official portal. This year, the CBSE Board Exams 2020 will begin from February 15, 2020. The students can check their exam dates from the CBSE Board exam date sheet 2020 given below or visit the official website of the Board to check and download the date sheet for the board examinations 2020. As per the notification released by the CBSE Board, the exams for Class 10th main subjects will be held from February 26 to March 18 and the Class 12th examinations will be held from February 22 to March 30, 2020.
Last year, the Class 10th board exams were held from March 7 to 29, 2019, while the Class 12th board exams were conducted from March 2 to April 2, 2019.
Students can check the CBSE Board Exam Date Sheet 2020 below for 10th and 12th Arts, Science, and Commerce streams:
001 English Elective-N 101 English Elective-C 301 English Core
Monday, March 2
042 Physics 625 Applied Physics
Saturday, March 7
043 Chemistry
Saturday, March 14
044 Biology
Tuesday, March 17
041 Mathematics 840 Applied Mathematics
CBSE Class 12 Commerce stream exam dates 2020
Date
Subject
Thursday, February 27
001 English Elective-N 101 English Elective-C 301 English Core
Thursday, March 5
055 Accountancy
Friday, March 13
044 Economics
Tuesday, March 17
041 Mathematics 840 Applied Mathematics
Saturday, March 21
083 Computer Science 283 Computer Science 802 Information Technology
Tuesday, March 24
054 Business Studies 833 Business Administration
CBSE Class 12th Arts stream Date Sheet 2020
Date
Subject
Saturday, February 22
037 Psychology
Thursday, February 27
001 English Elective-N 101 English Elective-C 301 English Core
Tuesday, March 3
027 History
Friday, March 6
028 Political Science
Monday, March 23
029 Geography
Thursday, March 26
064 Home Science
Monday, March 30
039 Sociology
Make your syllabus revision time table
Now that the CBSE Board Exam Date Sheet 2020 has been released, the students can plan their board examination time table accordingly. The students are advised to give equal time to all subjects to secure top ranks in exam. Also, complete the CBSE syllabus as most of the question asked in the examination are directly from the textbooks of the students. Exam Day Tips & Tricks
The CBSE will conduct the Board Exams in morning session i.e. from 10.30 AM to 1.30 PM. The answer sheets will be distributed at 10.00 AM and the students will get question paper at 10.15 AM. The students are advised to utilize this 15 minutes to read the question paper carefully and prepare a plan on how to approach the paper. Mark the easiest questions and the ones you find difficult. Once the exam starts, begin with the easiest questions and then move forward with difficult ones. With this approach, you may save extra time for tough and long questions.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.