CIA ALERT

WE Archives - Page 25 of 63 - CIA Live

August 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min7320

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલ કોવીડ-19 પેન્ડેમિકની સ્થિતિમાં શાળાઓ ગત માર્ચ માસથી બંધ છે અને નવા શૈક્ષણિક વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રનું શિક્ષણ કાર્ય સમગ્ર રાજ્ય અને દેશમાં ઓનલાઇન ચાલી રહ્યું છે. જ્યાં મોબાઇલ, ઇન્ટરનેટ નથી ત્યાં સરકારે ટેલિવિઝનથી બાળકોના ભણવાની વ્યવસ્થા કરી છે. દરમિયાન જુલાઇ 2020થી તો સરકારે ઓનલાઇન શિક્ષણ લઇ રહેલા પ્રાથમિક શાળાના બાળકોની સામાયિક પરીક્ષા યોજી હતી અને હવે સરકાર ઓનલાઇન શિક્ષણમાં પણ રેગ્યુલર પરીક્ષા લેવાના મૂડમાં જણાય રહી છે.

એક તરફ સુરત સમેત રાજ્યની હજારો ખાનગી શાળાઓના સંચાલકોએ સરકારની આ સામાયિક પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે. તા.10મી સુધીમાં માર્કસ સરકારને અપલોડ કરવાના હતા એ પણ હજુ થયા નથી ત્યારે રાજ્ય સરકારે હવે દ્વિતીય સામાયિક પરીક્ષાની તારીખો જાહેર પણ કરી દીધી છે.

ધો.3થી 8માં પરીક્ષા 27 અને 28 ઓગસ્ટે લેવાશે

રાજ્ય સરકારે દ્વિતીય સામાયિક પરીક્ષાની તારીખ જાહેર કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે ધો.3થી 5માં આ વખતે પર્યાવરણ અને ધો.6થી 8માં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા યોજવાની સૂચના આપી છે. તા.5મી સપ્ટેમ્બર 2020 સુધીમાં વાલીઓએ બાળકોની આન્સરશીટ શાળાને પહોંચતી કરવાની રહેશે.

દ્વિતીય સામયિક પરીક્ષાનો સરક્યુલર

August 12, 2020
girl.jpg
1min6330

નવી દિલ્હી: એક મહત્વનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં પારિવારિક સંપત્તિ પર દીકરીનો પણ સરખો હક્ક છે. કોર્ટે જણાવ્યું હતું કે, પિતા, દાદા, પરદાદાની સંપત્તિ પર જેટલો હક્ક દીકરાનો છે, તેટલો જ હક્ક દીકરીઓનો પણ છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે વર્ષ 1956થી દીકરીઓ આ હક્ક મેળવવાને પાત્ર છે.

હિન્દુ અવિભક્ત કુટુંબમાં દીકરીને પિતા, દાદા કે પરદાદાની સંપત્તિ પર દીકરાને જેટલો હક્ક મળે છે કેટલો જ હક્ક મળશે: કોર્ટ

જસ્ટિસ અરુણ મિશ્રા, એસ અબ્દુલ નઝીર અને એમઆર શાહની બેન્ચે હિન્દુ વારસાઈને લગતા સેક્શન 6 અંગે સ્પષ્ટતા આ ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કાયદામાં 9 સપ્ટેમ્બર 2005ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે જણાવ્યું હતું કે પિતા જીવતા હોય કે ના હોય, પરંતુ સપ્ટેમ્બર 2005 પહેલા જન્મેલી હિન્દુ મહિલા પૈતૃક સંપત્તિમાં હક્ક મેળવવાનો સરખો અધિકાર ધરાવે છે.

કોર્ટે મંગળવારે આપેલા પોતાના ચુકાદામાં કહ્યું હતું કે હિન્દુ વારસાઈ કાયદા, 1956ના સેક્શન 6માં થયેલા એમેડમેન્ટ પહેલા કે બાદમાં જન્મેલી તમામ દીકરી પૈતૃક સંપત્તિ કે જવાબદારીમાં સરખી હિસ્સેદારી ધરાવે છે. 121 પાનાનાં ચુકાદામાં જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2005 પહેલા જન્મેલી દીકરી પણ પૈતૃક સંપત્તિમાં પોતાનો હક્ક માગી શકે છે.

પોતાના ચુકાદામાં કોર્ટે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે જે મિલકતની 20 ડિસેમ્બર 2004 પહેલા વહેંચણી થઈ ચૂકી છે, તેમાં કોઈપણ મહિલા પોતાનો હક્ક માગી કશે નહીં. આ પ્રકારની પ્રોપર્ટીમાં પરિવારના અન્ય સભ્યોને જે અનુસાર હક્ક અપાયો છે તે અકબંધ રહેશે, અને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની તેના પર કોઈ અસર નહીં પડે.

હાલનો ચુકાદો દીકરીઓને મળતા હક્કને વધુ સ્પષ્ટ કરે છે, અને અન્ય સંબંધીઓને સેક્સન 6 હેઠળ જે હક્ક આપવામાં આવ્યો છે તેની તેના પર કોઈ અસર નહીં પડે, કારણકે તે અમેડેન્ટ પહેલાથી જ અસ્તિત્વમાં છે તેવું પણ કોર્ટે જણાવ્યું હતું. ત્રણ જજની બેન્ચે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ કાયદો 1956માં અમલમાં આવ્યો ત્યારથી દીકરી તેનો લાભ મેળવવાને પાત્ર છે. જોકે, જે કૌટુંબિક મિલકતના ભાગલા પડી ગયા છે તેના પર હક્ક નહીં માગી શકાય.

August 5, 2020
real_cia-1-1280x1022.jpg
5min7870

માહિતી આપવાની અમારી ફરજ પૂરી હવે તમારી ફરજ છે ગ્રેજ્યુએટ ઉમેદવારો સુધી આ પહોંચાડો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

શિક્ષણ સર્વદા મારફતે અમે યુવાનો સુધી જુદી જુદી તકો અંગેની માહિતીઓ પહોંચાડીએ છીએ. આપ વાચક છો આપને એ જણાવવા માગીએ છીએ કે માહિતી આપવાની અમારી ફરજ અમે અદા કરી હવે તમે ગ્રેજ્યુએટ થયેલા અથવા છેલ્લા વર્ષમાં હોય એવા વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડવાનું કરો.

આગામી તા.29મી નવેમ્બર 2020ના રોજ સમગ્ર દેશમાં આવેલી ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ માટેની કેટ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટેની નોંધણી ઓનલાઇન શરૂ થઇ ચૂકી છે.

iimcat.ac.in વેબસાઇટ પર શરૂ ગ્રેજ્યુએટ થયેલા અથવા તો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા. 16મી સપ્ટેમ્બર સુધી ચાલશે.

The online registration process for the Common Admission Test 2020 (CAT 2020) will begin today at 10.00 am. The candidates who wants to apply for the CAT 2020 examination are advised to visit the official website of the exam – iimcat.ac.in – to register and fill in the online application form for the CAT 2020 examination.

CAT 2020 Important Dates

  • The CAT 2020 registration will close on Wednesday, September 16, 2020, at 5.00 PM.
  • The CAT 2020 admit cards will be available online on the official website of the examination from 5.00 PM onward on October 28, 2020.
  • The CAT 2020 will be held on Sunday, November 29, 2020, across the country and test centres located outside India.

Indian Institutes of Management (IIMs) conducts the CAT examinations for admission to campuses located at

  • Ahmedabad,
  • Amritsar,
  • Bangalore,
  • Bodh Gaya,
  • Calcutta,
  • Indore,
  • Jammu,
  • Kashipur,
  • Kozhikode,
  • Lucknow,
  • Nagpur,
  • Raipur,
  • Ranchi,
  • Rohtak,
  • Sambalpur,
  • Shillong,
  • Sirmaur,
  • Tiruchirappalli,
  • Udaipur, and
  • Visakhapatnam.

CAT 2020 will be conducted on November 29, 2020 (Sunday) in two sessions in test centres spread across approximately 156 cities.

CAT 2020 exam pattern

The duration of the CAT 2020 test will be 180 minutes. There will be three sections:

  • Section I: Verbal Ability and Reading Comprehension
  • Section II: Data Interpretation and Logical Reasoning
  • Section III: Quantitative Ability

Candidates will be allotted exactly 60 minutes for answering questions in each section and they will not be allowed to switch from one section to another while answering questions in a section.

Some questions in each section may not be of multiple-choice type. Instead, direct answers will have to be typed on the screen. The tutorials will clearly explain this. Also, the candidates will be allowed to use basic on-screen calculator for computation.

Tutorials to understand the format of the test will be available on the CAT website from October 16, 2020. Candidates are advised to work on the tutorials available on the CAT website well in advance.

In a disclaimer published on the official website of the CAT 2020 exam, the IIM said, “The Common Admission Test (CAT) 2020 is to be conducted taking into account the COVID-19 crisis. The information provided on the CAT 2020 website is contingent upon the decisions and directions issued from time to time by the Central, & State governments, and CAT Group. Candidates are advised to regularly check the CAT website for further information.”

July 30, 2020
educationpolicyjpg.jpg
1min8479

 ભારતમાં 34 વર્ષના લાંબાગાળા બાદ આખરે નવી શિક્ષણ નીતિ આવી છે. કેન્દ્રીય કેબિનેટની આજે મળેલી બેઠકમાં નવી શિક્ષા નીતિને મંજૂરી આપવામાં આવી હતી. જેનાં ભાગરૂપે હવે માનવ સંસાધન મંત્રાલયનું નામ પણ બદલાવીને ફરીથી શિક્ષા મંત્રાલય કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણયો કરવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠક બાદ માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને સૂચના-પ્રાસરણ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશની શિક્ષણ વ્યવસ્થામાં ધરખમ સુધારાઓની ઘોષણા કરી હતી.

માનવ સંસાધન મંત્રાલયનું નામ પહેલા શિક્ષણ મંત્રાલય જ હતું પણ 198પમાં તેને બદલવામાં આવેલું. નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં ફરીથી તેનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જેને કેબિનેટે મંજૂરી આપી છે.

પોખરિયાલ નિશંકે કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિના અમલ પછી ભારત જ્ઞાનની મહાશક્તિ બનીને ઉપસી આવશે. આ નવી નીતિ વ્યાપક વિચારવિમર્શ પછી બનાવવામાં આવેલી છે. વિદ્વાનોથી લઈને જનપ્રતિનિધિઓ સુધી ગહન ચર્ચા અને પરામર્શ પછી તેને તૈયાર કરવામાં આવી હતી.

આ નવી નીતિ માટે કુલ સવા બે લાખ જેટલાં સૂચનો મળેલા અને ઉચ્ચ શિક્ષણ તથા શાળાકીય શિક્ષણ માટે અલગ-અલગ ટીમો બનાવીને તેને તૈયાર કરવામાં આવી હતી. નવી શિક્ષણ નીતિ માટે ઈસરોના પૂર્વ વડા કે.કસ્તૂરીરંગનનાં વડપણમાં એક સમિતિની રચના થયેલી. આ પેનલે ગત વર્ષે માનવ સંસાધન મંત્રાલયેને પોતાની ભલામણોનો મુસદ્દો સુપરત કરી દીધો હતો. ત્યારબાદ તેને તમામ હિતધારકોનાં સૂચનો માટે સાર્વજનિક મંચ ઉપર રાખવામાં આવેલી.

દેશની વર્તમાન શિક્ષણનીતિને 1986માં તૈયાર કરવામાં આવી હતી. જેમાં 1992માં સુધારા કરવામાં આવેલા. ભાજપ દ્વારા વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ નવી શિક્ષણ નીતિને પોતાના ઘોષણાપત્રનો હિસ્સો બનાવી હતી. જેનો હવે અમલ થવા જઈ રહ્યો છે.

મુદ્દાસર નવી શિક્ષણ નીતિ

  • પ્રાથમિક સ્તર પર અપાતાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક નવા ‘રાષ્ટ્રીય પાઠયક્રમ’નું માળખું તૈયાર કરવા પર શિક્ષણ મંત્રાલયે ભાર મૂકયો છે.
  • નવી શિક્ષણનીતિની સૌથી મોટી વિશેષતા એ છે કે, શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણની સાથોસાથ કૃષિ, કાયદો, ચિકિત્સા, ટેકનોલોજી જેવાં વ્યાવસાયિક શિક્ષણોને પણ નવી નીતિના દાયરામાં લવાયા છે.
  • નવી’ શિક્ષણનીતિમાં 2009ના શિક્ષણ અધિકાર કાયદાનો દાયરો વ્યાપક બનાવતાં હવેથી 3થી 18 વર્ષનાં બાળકોને આ કાયદાના દાયરા તળે લવાશે.
  • કલા, સંગીત, શિલ્પ, રમતગમત, સામુદાયિક સેવા, યોગ જેવા તમામ વિષયો પણ અભ્યાસક્રમમાં સામેલ કરાશે. આ તમામને સહાયક કે વધારાના અભ્યાસક્રમ નહીં કહેવાય.
  • બાળકોમાં જીવન જીવવાનાં જરૂરી કૌશલ્યો અને ક્ષમતાઓને વિકસિત કરવા પર પણ નવી શિક્ષણનીતિમાં ભાર મુકાયો છે.
  • અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામનો ઢાંચો પણ બદલાશે. હવે કોર્સ દરમ્યાન અનેક કક્ષામાંથી નીકળવા કે પ્રવેશ કરવાના ઘણા વિકલ્પ અપાશે.
  • નવી શિક્ષણનીતિમાં પાઠયક્રમમાં ભારતીય જ્ઞાન પદ્ધતિઓને સામેલ કરવા,
  • ‘રાષ્ટ્રીય શિક્ષણ આયોગ’ની રચના કરવા
  • ખાનગી શાળાઓને મરજી ફાવે તેમ ફી વધારા કરતી રોકવાની ભલામણ કરાઇ છે.
  • નવી શિક્ષણનીતિ તળે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિશ્વસ્તરીય સંશોધન અને ઉચ્ચ ગુણવત્તા સાથેના અભ્યાસ પર ભાર મુકાશે.
  • રાષ્ટ્રીય શિક્ષણનીતિ, 2019 ભારતીય લોકો, તેમની પરંપરાઓ, સંસ્કૃતિઓ, ભાષાઓની વિવિધતાને ધ્યાનમાં રાખતાં ઝડપભેર બદલતા સમાજની જરૂરતોના આધારે તૈયાર કરાઇ છે.
  • ઈ-પાઠયક્રમ ક્ષેત્રીય ભાષાઓમાં વિકસિત કરાશે. વર્ચ્યુઅલ લેબ વિકસિત કરવામાં આવી રહી છે અને એક રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી ફોરમ (એનઈટીએફ) બનાવવામાં આવી રહ્યું છે.
  • સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત જીડીપીના 4.43 ટકા જેટલા ખર્ચ સામે શિક્ષણ પાછળ થતો ખર્ચ વધારીને 6 ટકા કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
  • અમેરિકાનાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની તર્જ ઉપર ભારતમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના થશે. જે મોટા પ્રોજેક્ટ માટે ધિરાણ પણ ઉપલબ્ધ કરાવશે.
  • બાળકોનાં રિપોર્ટ કાર્ડમાં હવે લાઇફ સ્કિલ્સ પણ જોડાશે. અત્યાર સુધી આવી કોઈ વ્યવસ્થા નહોતી.
  • પાઠયક્રમોમાં ભારતીય જ્ઞાન પદ્ધતિઓનાં સમાવેશ માટે રાષ્ટ્રીય શિક્ષણ આયોગ રચાશે
  • વર્ષ 2020માં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે સામાન્ય પ્રવેશ પરીક્ષાની ઓફર આપવામાં આવશે પણ તે અનિવાર્ય નહીં રહે.
  • શાળાકીય શિક્ષણમાં 10+2ની પ્રણાલી સમાપ્ત
  • હવે નવી શિક્ષણ નીતિમાં 10+2નાં સ્થાને પ+3+3+4નાં ફોર્મેટનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેનો અર્થ એવો થાય કે પ્રથમ પાંચ વર્ષનાં શિક્ષણમાં ત્રણ વર્ષ પ્રી-પ્રાઈમરી અને ધો.1-2 સહિતનું પાયાનું સ્ટેજ રહેશે. ત્યારબાદ ત્રણ – ત્રણ વર્ષનાં બે પ્રાથમિક સ્તર એટલે કે ધો.3થી પનું સ્તર અને ધો.6થી 8નાં તબક્કામાં વિભાજિત થશે. ત્યારબાદ માધ્યમિકનાં 4 વર્ષમાં ધો.9થી 12નો સમાવેશ થશે.
July 28, 2020
hasmukh_patel.jpg
1min11960

ગુજરાતમાં ઓનલાઇન શિક્ષણ વિવાદમાં IPS હસમુખ પટેલની Tweet ઘણી પ્રસ્તુત થઇ પડે છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલમાં ઓનલાઇન શિક્ષણના મુદ્દે વાલીઓ, સ્કુલ સંચાલકો અને સરકાર વચ્ચે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં ગુજરાતમાં જાણિતા પોલીસ અધિકારી હસમુખ પટેલે કરેલી એક ટ્વીટ ઘણી પ્રસ્તુત થઇ પડે છે.

આઇ.પી.એસ. હસમુખ પટેલ, ગુજરાત રાજ્ય

IPS હસમુખ પટેલ કે જેઓ પેરેન્ટીંગ ફોર પીસ સંદર્ભની પ્રવૃતિઓમાં પણ સક્રીય છે એમણે ટ્વીટમાં જણાવ્યું છે કે જો સુવિધાઓથી જ શિક્ષણ થતું હોત તો હું અભણ હોત., તૂટેલા પતરાંની છત વાળા એક વર્ગખંડમાં એક શિક્ષકથી ચાલતી ચાર ધોરણની શાળામાં હું ભણ્યોછું.

ગુજરાત કેડરના આઇપીએસ હસમુખ પટેલે આ ટ્વીટ કોઇને ઉદ્દેશીને કે અનુસંધાને ભલે ન કરી હોય પરંતુ, હાલ ચાલી રહેલા ઓનલાઇન શિક્ષણના વિવાદમાં આ ટ્વીટ ઘણી પ્રસ્તુત થઇ પડે છે. વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળા સંચાલકો, સરકાર સમેત તમામને માટે હસમુખ પટેલ સાહેબની ટ્વીટ અનેક મેસેજ આપી જાય છે.

આ બધી ફરીયાદોનો એક જ જવાબ ટ્વીટમાંથી મળે છે

  • ઇન્ટરનેટ કનેક્ટીવીટી નથી
  • મોબાઇલ ફોન નથી
  • ઝુમ એપ્લિકેશન નથી
  • ટેલિવિઝન નથી
  • ટેલિવિઝન છે પણ ચેનલનું પેકેજ નથી
  • ફી નથી ભરાતી એટલે ઓનલાઇન શિક્ષણ બંધ
  • વગેરે જેટલા સવાલો એટલાનો આ એક જ ટ્વીટ ઉત્તર છે
July 25, 2020
Bal_kisaan1.jpg
2min9310

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કેટલીક તસ્વીરો અરેરાટી ઉપજાવતી હોય છે તો કેટલીક તસ્વીરો એવી પણ હોય છે તેને જ્યારે જોઇએ, જેટલી પણ વાર જોઇએ મનને અલૌકિક શૂકૂન આપનારી હોય છે. નજર ઠરી જાય, મન શાંતિ અનુભવે એવી એક બાળ ખેડૂતની તસ્વીરો હાલ સોશ્યલ મિડીયા સેન્સેશન બની છે.

અલ્હાબાદના કરછના ગામના એક ખેતરમાં ધાન રોપી રહેલા આ બાળ ખેડૂતનું નામ છે ઇન્દ્રજિત પટેલ. એની તસ્વીરો અલ્હાબાદના જ અભિનવ પાંડેએ તેમના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરી છે. જેને અમે અહીં સાભાર પ્રસ્તુત કરી છે.

અલ્હાબાદના કરછના ગામના ખેતરમાં ધાનની રોપણી કરી રહેલ આ બાળ ખેડૂતનું નામ ઇન્દ્રજીત પટેલ છે જે સોશ્યલ મિડીયા સેન્સેશન બની છે

સોશ્યલ મિડીયા સેન્સેશન બાળ ખેડૂત

સોશ્યલ મિડીયા સેન્સેશન બનવા માટે ટીકટોકની શું જરૂર

Read Also in This Site

July 25, 2020
teacher_hug.jpg
1min12620

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

બ્રાઝીલ હાલ વિશ્વમાં સૌથી વધુ કોરોના પીડીત દેશોમાં અમેરીકા પછી બીજા નંબરે આવે છે. બ્રાઝીલમાં કોરોનાના 18 લાખ જેટલા કેસો છે. બ્રાઝીલમાં પણ કોરોનાને કારણે સ્કુલો બંધ છે પરંતુ, બ્રાઝીલની એક શિક્ષિકા બંધ સ્કુલો વચ્ચે પણ તેના બાળકોને મળ્યા વગર નથી રહી શક્તી અને આ શિક્ષિકાએ તેના બાળકોને ઘરે મળવા જવાની તરકીબ શોધી કાઢી. એ બાળકોને તેમના ઘરે મળવા પહોંચી જાય છે. બાળકોને હ્રદયસ્પર્શી જાદુની જપ્પી આપે છે અને બાળકોને ખુશખુશાલ કરી દે છે.

સમગ્ર વિશ્વમાં હાલ બ્રાઝીલની આ શિક્ષિકા સોશ્યલ મિડીયા સેન્સેસન બની ચૂકી છે. કોરોનાથી ડર્યા વગર, કોરોના સંક્રમણ પ્રત્યે સાવચેતી રાખીને પણ એ શિક્ષિકા બાળકોને પ્રેમથી મળે છે અને બાળકો પણ પોતાની શિક્ષિકાને દિવસો, મહિનાઓ પછી પ્રત્યક્ષ મળીને ભાવવિભોર બની રહ્યા છે.

શિક્ષિકા બની સોશ્યલ મિડીયા સેન્સેશન

આ પણ વાંચો

July 24, 2020
adm_guide-1280x874.jpg
1min9430

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલોજી (એનઆઈટી) જેઈઈ ઍડવાન્સ (જૉઈન્ટ ઍન્ટ્રન્સ ઍક્ઝામ-ઍડવાન્સ)ના આધારે વિદ્યાર્થીઓને ઍડમિશન આપશે અને વિદ્યાર્થીઓએ બારમા ધોરણમાં માત્ર પાસ થવાની જ જરૂર હશે. કોરોના વાઈરસને કારણે ફાટી નીકળેલી મહામારી વચ્ચે સેન્ટ્રલ સીટ ઍલોકેશન બૉર્ડ (સીએસએબી)એ ગુરુવારે એનઆઈટી તેમ જ સેન્ટ્રલી ફંડેડ ટૅક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ (સીએફટીઆઈ)માં ઍડમિશન માટેના નિયમો હળવાં કર્યાં હતાં.

મેરીટની ગણતરી યથાવત IITs માટે એડવાન્સ્ડ અને NITs, IIITs મેઇન્સના માર્કસના આધારે પ્રવેશ

એનઆઈટી સ્નાતક ન થયેલા વિદ્યાર્થીઓને જેઈઈ ઍડવાન્સના માર્ક્સને આધારે ઍડમિશન આપશે અને બારમા ધોરણમાં મેળવેલા માર્ક્સ ગણતરીમાં નહીં લે એમ જણાવતાં માનવસંસાધન અને વિકાસ ખાતાએ ગુરુવારે કહ્યું હતું કે વિદ્યાર્થી બારમા ધોરણમાં પાસ થયેલો હશે એ બાબત ઍડમિશન માટે પૂરતી હશે.

જેઈઈ મૅઈન ૨૦૨૦માં પાત્ર ઠરેલા ઉમેદવારે હવે માત્ર બારમા ધોરણનું પાસિંગ સર્ટિફિકેટ મેળવેલું હોય તે જરૂરી હશે, એમ માનવસંસાધન અને વિકાસ ખાતાના પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલે કહ્યું હતું.

અગાઉ, એનઆઈટીમાં ઍડમિશન માટે વિદ્યાર્થીએ જેઈઈ-ઍડવાન્સમાં કરેલા દેખાવની સાથે સાથે બૉર્ડની પરીક્ષામાં તેણે ૭૫ કે તેથી વધુ ટકા મેળવ્યા હોય કે પછી જે તે બૉર્ડમાં ટોચના ૨૦ પર્સન્ટાઈલમાં સ્થાન મેળવ્યું હોય તે જરૂરી હતું.

અગાઉ, ઈન્ડિયન ઈન્સ્ટિીટ્યૂટ ઑફ ટૅક્નોલોજી (આઈઆઈટી)એ પણ કહ્યું હતું કે જેઈઈ-ઍડવાન્સમાં કરેલા દેખાવને આધારે તેઓ વિદ્યાર્થીઓને ઍડમિશન આપશે. આ વરસે આઈઆઈટીમાં ઍડમિશન મેળવવા માટે બારમા ધોરણના માર્ક્સ જરૂરી નહીં હોય, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાને કારણે અનેક બૉર્ડની બારમા ધોરણની અમુક પરીક્ષાઓ રદ થઈ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

July 14, 2020
breaking_CIA-1280x831.jpg
1min4450

દેશના શિક્ષણ પ્રધાન શ્રી રમેશચંદ્ર પોખરીયાલે આજે તા.14મી જુલાઇએ બપોરે 12.25 કલાકે ટ્વીટ કરીને એવી માહિતી આપી હતી કે સીબીએસઇ, એટલે કે સેન્ટ્રલ બોર્ડના ધો.10ના વિદ્યાર્થીઓનું પરીણામ તા.15મી જુલાઇને બુધવારે વેબસાઇટ પરથી ઘોષિત કરવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડના ધો.12ના પરીણામો તા.13મી જુલાઇ 2020ના રોજ જાહેર થયા હતા. તેના બે દિવસ બાદ એટલે કે તા.15મી જુલાઇએ ધો.10નું પરીણામ ઘોષિત કરવામાં આવશે.

July 11, 2020
nios_logo.jpg
1min7000

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ, કોમર્સ કે આર્ટસમાં નાપાસ થયેલા કોઇપણ બોર્ડના વિદ્યાર્થીઓને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા ઓક્ટોબર 2020 લેવાનારી પરીક્ષામાં પાસ કરાવી આપવા, તેમજ જે વિષયોમાં પાસ થયા હોય તે વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરાવી આપવાની ગેરેન્ટી આપતા એજન્ટો સુરતમાં સક્રિય છે અને સેંકડો વાલીઓ અને વિદ્યાર્થીઓ આવા એજન્ટોના રવાડે પણ ચઢી ગયા છે. રૂ.70 હજારથી લઇને એક લાખ સુધીના રૂપિયા ઉસેટતા એજન્ટોથી એટલા માટે સાવધ રહેવાની જરૂર છે કે NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ના ચોક્કસ ધારાધોરણો અને નીતિનિયમો છે અને હાલમાં મળેલી ફરીયાદો બાદ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) કડકાઇપૂર્વક કામ કરી રહ્યું છે.

NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ)

  • એવું નથી કે કોઇ બોર્ડમાં જેટલા વિષયમાં પાસ હોય તેટલા બધા વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરીને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ફક્ત નાપાસ વિષયોની પરીક્ષા લે છે. NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ફક્ત વધુમાં વધુ પાસ થયા હોય એવા બે જ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરી આપે છે.
  • એવું નથી કે બધા જ નાપાસ વિષયોની પરીક્ષા NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા લેવાય છે. NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની વિષયોની યાદીમાં સમાવિષ્ટ હોય એ જ વિષયોની પરીક્ષા આપી શકાય છે.
  • એવું નથી કે ધો.12 માં અન્ય બોર્ડમાં અડધા વિષયોમાં પાસ થયા હોય અને બાકીના અડધા વિષયોમાં NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની પરીક્ષા આપીને તેમાં પાસ થાવ તો કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મળી જાય.
  • NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) જે તે બોર્ડની જુની ઓરિજિનલ માર્કશીટ લઇ લેશે અને તેના આધારે પાસ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરીને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) નું સિનિયર સેકન્ડરી લેવલનું સર્ટિફિકેટ આપશે.

ધો.12માં બે જ પાસ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર મળી શકે

ઘો.12માં નાપાસ વિદ્યાર્થીઓ અને વાલીઓ લેભાગુ એજન્ટોના રવાડે ચઢતા પહેલા સો વાર વિચારજો

કેટલાક લેભાગુ એજન્ટો એવું કહીને વાલીઓના ખીસ્સી ખંખેરી રહ્યા છે કે તેઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની પરીક્ષામાં પાસ થઇ જાય તેવી બારોબાર ગોઠવણ કરી આપશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે કે NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) જવાબદાર બોર્ડ છે અને પાછલા વર્ષોમાં આ પ્રકારની ગેરરીતિ થતી હોવાની ફરીયાદો બાદ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા હાલ કડકાઈપૂર્વક પરીક્ષા લેવામાં આવશે. આથી પોતાના સંતાનોનું એક વર્ષ બગડતું અટકાવવા લાખો રૂપિયા એજન્ટને આપી દેતા પહેલા પૂરેપૂરી ખરાઇ કરી લેવી ઘટે.

એનઆઇઓએસ બોર્ડ બેસ્ટ છે પરંતુ તેના નામે ગેરકાનૂની ધંધો કરતા એજન્ટો બોગસ છે. આવા લોકો બોર્ડની પ્રતિષ્ઠા ખરડવાનું કામ કરી રહ્યા છે.

લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સના જયસુખ કથીરીયા શું કહે છે…

સુરતમાં લીઓ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સ, ઉધના વિસ્તારમાં સનગ્રેસ વિદ્યાલય, સનરેઝ સ્કુલ વગેરેના સ્થાપક ટ્રસ્ટી શ્રી જયસુખભાઇ કથીરીયાએ જણાવ્યું કે તેમની શાળા NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) નું સત્તાવાર કેન્દ્ર ધરાવે છે. એક વિષયની પરીક્ષા ફી ફક્ત રૂ.1400 છે, તેઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) માં જોડાતા વિદ્યાર્થીઓને ટીચીંગ ફેસેલીટી પણ આપી રહ્યા છે. આગામી તા.31મી જુલાઇ 2020 ઓક્ટોબર 2020ની પરીક્ષા માટેના નામાંકન ભરવાની અંતિમ તારીખ છે. વિદ્યાર્થીઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ના રિલેટેડ કોઇપણ પ્રકારની માહિતી માટે સનગ્રેસ સ્કુલ, ઉધનાનો સંપર્ક કરી શકે છે. હાલ કોવીડ-19ની સ્થિતિમાં રૂબરૂ ન જતા ટેલિફોનિક સંપર્ક સાધવા જણાવાયું છે.

સનગ્રેસ સ્કુલ, ઉધના NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ટેલિફોનિક સંપર્ક હેલ્પલાઇન 98980-45955