વાયરલ Archives - Page 72 of 80 - CIA Live

April 29, 2019
fani.jpg
1min1208

દેશમાં એક તરફ ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં વિક્રમી ગરમી પડી રહી છે તો બીજી તરફ દક્ષિણ પૂર્વી રાજ્યોમાં આગામી બે દિવસમાં અતિશય વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાકમાં અતિતીવ્ર ભીષણ તોફાનમાં બદલાઈ શકે છે. કેરળના કેટલાક વિસ્તારોમાં 29 અને 30 એપ્રિલે ભારે વરસાદ થઈ શકે છે. હવામાન ખાતા મુજબ ચક્રવાત તમિલનાડુ નહીં પહોંચે, પરંતુ તેની અસરથી ઉત્તરના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે. આ પહેલા ચેન્નઈ સહિત ઉત્તર તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના કરાઈ રહી હતી.

પોંડીચેરી સાથે તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય સ્થળોમાં 3 મે સુધી સ્થિતિ સારી નહીં હોય. કેરળમાં 29થી 30 એપ્રિલે ભારે વરસાદ પડવાની સંભાવના

ચક્રવાતી તોફાન ફની આગામી 12 કલાકમાં ભીષણ ચક્રવાત તોફાન અને આગામી 24 કલાકમાં અતિતીવ્ર ભયાનક તોફાન બની શકેછે. હવામાન વિભાગ મુજબ, પોંડીચેરી સાથે તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય સ્થળોમાં 3 મે સુધી સ્થિતિ સારી નહીં હોય. કેરળમાં 29થી 30 એપ્રિલે ભારે વરસાદ પડી શકે છે.

મોટા બંદરો જેવા કે, મછલીપટ્ટનમ, કૃષ્ણટ્ટનમ, નિજમાપટ્નમ, વિશાખાપટ્ટનમ, ગંગાવરમ અને કાકીનંદા પર વોર્નિંગ સિગ્નલ નંબર બે જાહેર

ભારતના ડિઝાસ્ટર મેનેજમેન્ટની અધિકૃત માહિતી કહે છે કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને તેના પડોશી વિસ્તારમાં 115 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. તેની અસર નજીકના રાજ્યો પર પણ પડી શકે છે. બધા મોટા બંદરો જેવા કે, મછલીપટ્ટનમ, કૃષ્ણટ્ટનમ, નિજમાપટ્નમ, વિશાખાપટ્ટનમ, ગંગાવરમ અને કાકીનંદા પર વોર્નિંગ સિગ્નલ નંબર બે જાહેર કરાયું છે.

હવામાન વિભાગે કહ્યું કે ફની તમિલનાડુના તટને પાર કરવાની કોઈ સંભાવના નથી. બુલેટિનમાં કહેવાયું હતું કે રવિવારથી તમિલનાડુ, પોંડુચેરી તટ, કોમોરિન વિસ્તાર અને મન્નારની ખાડી અને તેની આસપાસ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવાન વિભાગે શ્રીલંકા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પોંડીચેરીના માછીમારોને દરિયો ખેડવા ન જવાની સલાહ પણ આપી છે.

April 28, 2019
avengers-1-1280x720.jpg
1min10400

ફર્સ્ટ ડેની આવક 53.10 કરોડ રૂપિયા : ઠગ્સ ઓફ હિન્દૂસ્તાનના નામે હતો રેકોર્ડ

માર્વેલની એવેન્જર્સ : એન્ડગેમે ભારતમાં પહેલા દિવસની કમાણીના તમામ રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે તેમજ પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.’ એવેન્જર્સ એન્ડગેમે ભારતમાં પહેલા દિવસે 53.10 કરોડ રૂપિયાની આવક કરી છે. ફિલ્મનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન 63.21 કરોડ રૂપિયા નોંધાયું છે. એક હોલીવુડ ફિલ્મ માટે આ ખુબ ‘શાનદાર આંકડા છે. ત્યાર સુધી ભારતીય બોક્સ ઓફિસ ઉપર ઓપનિંગ ડેમાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દૂસ્તાનના નામે હતો. ઠગ્સ ઓફ હિન્દૂસ્તાને ભારતમાં રિલિઝના પહેલા દિવસે 52.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અત્યારે તો ભારતમાં ફિલ્મ રસિયાઓ ઉપર એન્ડગેમનો ફિવર છે. આ અગાઉ એન્ડગેમે એડવાન્સ બુકિંગના પણ તમામ રેકોર્ડ તોડયા હતા. ફિલ્મની માગ પણ એટલી છે કે તમામ થિયેટરો હાઉસફુલ રહ્યા હતા. ખાસ કરીને દિલ્હી અને એનસીઆરમાં જબરદસ્ત માહોલ બન્યો હતો. દર્શકોના ઉત્સાહને ધ્યાને લઈને મેકર્સે એવેન્જર્સ એન્ડગેમને વધુમાં વધુ ક્રિન ઉપર રિલિઝ કરવાનો પ્રયાસ કર્યો છે.’ એન્ડગેમના ક્રેઝના કારણે તેની રિલિઝ સાથે ભારતીય બોક્સ ઓફિસ ઉપર અન્ય કોઈ પણ ફિલ્મ રિલિઝ કરવામાં આવી નથી.’
April 22, 2019
tiktok1.jpg
1min26210

આજકાલ ટીવી છાપાઓ અને સામયિકોમાં ટીક ટોકની બહુ ચર્ચા કરવામાં આવે છે, પણ આ ટીક ટોક છે શું? આ પ્રશ્ર્ન બધાને કદાચ થતો હશે અને તેમાં હું પણ અપવાદ નથી. નવી પેઢીના યુવાન-યુવતીઓ કે ટીનએજર્સને કદાચ એમ લાગે કે આટલી સામાન્ય વાત કોઈને સમજાતી નથી કે ટીક ટોક શું છે કે જ્યારે ૨૦૧૮માં ૬૬ કરોડ અને ૩૦ લાખ વખત આ ઍપને ડાઉનલોડ કરવામાં આવેલ હતું જે સંખ્યા ઈન્સ્ટાગ્રામના ડાઉનલોડ કરવા કરતા પણ વધારે છે અને આ કુલ ૬૬ કરોડ ૩૦ લાખ ડાઉનલોડમાંથી ૪૦ ટકા તો માત્ર ભારતમાં જ કરવામાં આવેલ છે! અમેરિકામાં ૨૦૧૮માં સૌથી વધારે ડાઉનલોડ ઍપમાં ટીકટોક પ્રથમ ક્રમાંકે હતું. આટલો મોટો ક્રેઝ આ ચાઈનીઝ વીડિયોઍપનો છે જેમાં યુઝર્સના શોર્ટ વીડિયો એકબીજા સાથે શેર કરી શકાય છે.

બાઈટ ડાન્સ: બાઈટ ડાન્સ એ ચીનનું સાશિયલ મીડિયા ગ્રુપ છે કે જેણે સપ્ટેમ્બર, ૨૦૧૬માં ટીક ટોક વીડિયો ઍપ બજારમાં મૂકેલો હતો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સપ્ટેમ્બર, ૨૦૧૭માં ટીક ટોકમાં યુઝર ૩ થી ૧૫ સેક્ધડનો મ્યુઝિકલ વિડિયો બનાવી શકે છે. રોજના કરોડોથી વધારે વીડિયો ૧૫૦ માર્કેટમાં ૭૫ ભાષાઓમાં જોવાય છે.

જેમ જેમ ટીક ટોક વધારે ડાઉનલોડ થવા લાગ્યું અને નવા નવા વીડિયો શેર થવા લાગ્યા ત્યાર પછી આમાં પણ બદી પેસી ગઈ અને અશ્ર્લીલ ચેનચાળા કરતા અને અશોભનીય બીભત્સ વીડિયોનું ગાંડપણ ટીનએજર્સમાં થવા લાગ્યું અને જેમ ટીવીમાં ટીઆરપી વધે તે ટીવીવાળાને ગમે તેમ ટીક ટોકની ડાઉનલોડ સંખ્યા વધવાનું ઍપના પ્રણેતાને ગમવા લાગ્યું, પણ હાલમાં જ ભારતમાં મદ્રાસ હાઈ કોર્ટે ગૂગલ અને એપલને તેના પ્લે સ્ટોરમાંથી ટીકટોકને કાઢી નાખવાનું કહેલ છે અને સુપ્રીમકોર્ટે પણ મદ્રાસ હાઈકોર્ટના જજમેન્ટ સામે સ્ટે આપવાનો ઈનકાર કરેલ છે. તેથી હાલમાં ભારતમાં ટીક ટોક ગૂગલ અને એપલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ નહીં થઈ શકે. ટીક ટોક બેન્ડ કરવાનું કારણ છે કે કોઈ તેને રેગ્યુલેટ નથી કરતું તેથી સમાજ અને દેશ માટે તેનો ઉપયોગ સુરક્ષા માટે એક મોટો ખતરો છે.

જાન્યુઆરી, ૨૦૧૯માં અમેરિકાની “પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ તેના રિસર્ચ પેપરમાં જણાવેલું છે કે ટીક ટોક પશ્ર્ચિમના દેશો માટે એક મોટું સિક્યોરિટી રિસ્ક છે. રિસર્ચ પેપર ઉમેરે છે કે પશ્ર્ચિમના દેશોના યુઝર્સમાં આર્મફોર્સના સૈનિકો પણ સામેલ છે જે આ ઍપના પ્રોગ્રામના કારણે તેની ઈમેજિસ, લોકેશન અને બાયોમેટ્રિક ડેટા ટીક ટોકની ચીની માલિક કંપનીને પાસ ઓન કરી શકે છે અને ત્યાંથી તે ચીની સરકાર અને આર્મી પાસે પહોંચી શકે, કારણ કે ચીનની કોઈ કંપની એટલી સ્વતંત્રતા ધરાવતી નથી કે સરકારને ડેટા શેર કરવાની ના પાડી શકે! પીટરર્સનનું રિસર્ચ તો ત્યાં સુધી કહે છે કે ટીક ટોકનો સોશિયલ મીડિયા ઉપર ફેલાવો કોઈ પણ દેશમાં વિદેશી દખલ દઈને લોકોનું માનસ ભરમાવીને સરકાર ઊથલાવવા સુધી થઈ શકે તેમ છે.

૩ જુલાઈ, ૨૦૧૮ના ઈન્ડોનેશિયન સરકારે ટીક ટોકને તેના બીભત્સ વીડિયોના ફેલાવાના કારણે યુવા પેઢીના ભાવિને બચાવવા બેન્ડ કરેલ છે. નવેમ્બર, ૨૦૧૮માં બાંગલાદેશે પણ આજ કારણથી બેન્ડ કરેલ છે.

આમ ટીકટોકના અંકુશહીન ડાઉનલોડના કારણે વિશ્ર્વભરના દેશો ચિંતામાં છે. અમેરિકામાં તો ચીની ફાઈનાન્સ કંપની “એન્ટ ફાઈનાન્સને નેશનલ સિક્યોરિટી થ્રેટના કારણે “મનીગ્રામને ટેઈકઓવર કરવાની પરમિશન નથી આપી અને ભારતમાં આજ ચીની એન્ટ ફાઈનાન્સ કંપની બહુ પ્રચલિત પૅટીએમમાં બહુ મોટું મૂડીરોકાણ કરેલ છે! “ડેઈલી હંટ એ ભારતમાં બહુ વપરાતું ન્યૂઝઍપ છે, જેમાં સમાચારોના ઍલર્ટ આવતા હોય છે. આ ડેઈલી હંટમાં ૨૫ ટકા રોકાણ ચીની કંપનીનું છે અને ડેઈલી હંટના વપરાશ મનગમતા સમાચારો ફેલાવવા થઈ શકે તેમ છે.

સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં ઍપના ડેવલોપમેન્ટ અને કોમર્શિયલ એક્સ્પ્લોઈટેશનમાં બહુ નાણાંની જરૂર પડે છે અને તેથી જ ચીની કંપનીઓ તેના નાણાંના જોરે ભારતમાં લોકલ કંપનીઓ સાથે જોડાઈ છે, પણ તેમાં નેશનલ સિક્યોરિટી જોખમમાં મુકાવાની શક્યતા નકારી શકાય તેમ નથી તેવું દિલ્હીસ્થિત “ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનનું કહેવું છે.

આમ ટીક ટોકનું બેન્ડ થવું કદાચ યુવા પેઢીને પસંદ ના પણ આવે અને સરકારને તેઓ ક્ધઝર્વેટિવ ગણે, પણ સૌની ફરજ છે કે તેઓને સમજાવે કે ચરિત્ર ભ્રષ્ટ થતું અટકાવવામાં અને રાષ્ટ્રીય સલામતીના હિતમાં જ્યાં સુધી ટીક ટોકને સંપૂર્ણ રીતે રેગ્યુલેટ ન કરી શકાય ત્યાં સુધી તેનું બેન્ડ થવું યુવા પેઢી અને રાષ્ટ્રના હિતમાં છે, કારણ કે કોઈ પણ સમાજનું ચારિત્ર્યઘટન અને દેશની સલામતી હંમેશાં પ્રથમ ક્રમાંકે જ હોય છે.

April 20, 2019
amazon_logo.png
1min6900

ટોચની વૈશ્વિક ઇ-કોમર્સ કંપની Amazon.comને ચીનમાં પીછેહટ કરવી પડી છે. કંપનીએ જુલાઈમાં ચીન ખાતેનો માર્કેટપ્લેસ બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આગામી સમયમાં કંપની સ્થાનિક ગ્રાહકોને લોકલ વેન્ડર્સની પ્રોડક્ટ્સ વેચવાને બદલે વિદેશી પ્રોડક્ટ્સના માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

એમેઝોન ચીનમાં અન્ય બિઝનેસ ચાલુ રાખશે. જેમાં એમેઝોન વેબ સર્વિસિસ, કિંડલ ઇ-બુક્સ અને ક્રોસ-બોર્ડર કામગીરીનો સમાવેશ થાય છે. ક્રોસ-બોર્ડર બિઝનેસ ચીનના વેપારીઓને વિદેશી ગ્રાહકોને માલ પહોંચાડવામાં મદદ કરે છે. 18 જુલાઈથી જે ગ્રાહકો એમેઝોનના ચાઇનીઝ વેબ પોર્ટલ Amazon.cn પર લોગ-ઈન કરશે તો એ થર્ડ-પાર્ટી સેલર્સને બદલે એમેઝોનના ગ્લોબલ સ્ટોરમાંથી જ ગૂડ્ઝ પસંદ કરી શકશે.

વિશ્વના સૌથી મોટા રિટેલ માર્કેટના ઇ-કોમર્સ બિઝનેસમાંથી એક્ઝિટ એમેઝોન અને CEO જેફ બેઝોસ માટે મોટો આંચકો કહી શકાય. બેઝોસ લાંબા ગાળાના લક્ષ્યાંક હાંસલ કરવા નુકસાન વેઠવા જાણીતા છે. જોકે, એક બાબત એ પણ સ્પષ્ટ થઈ છે કે અમેરિકન કંપની ચીનમાં લોકલ ઇ-ટેલર્સ અલીબાબા ગ્રૂપ અને JD.કોમ તેમજ ગ્રૂપ બાઇંગ એપ Pinduoduo ઇન્ક સાથે સ્પર્ધા કરી શકી નથી.

એમેઝોને ચીનના લોકલ બૂક સેલરને 7.5 કરોડ ડોલરમાં ખરીદી 2004માં ચીનમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી કંપનીએ વેરહાઉસિસ, ડેટા સેન્ટર્સ અને ચીનના સેલર્સને તાલીમ આપવામાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. કંપનીએ 2016માં ગ્રાહકોને આકર્ષવાના હેતુ સાથે ચીનમાં પ્રાઇમ મેમ્બરશિપ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. જેમાં ઉચ્ચ ગુણવત્તાના વેસ્ટર્ન ગૂડ્ઝ અને ફ્રી ઇન્ટરનેશનલ ડિલિવરી જેવાં વચન અપાયાં હતાં. જોકે, એમેઝોન અન્ય દેશોમાં ગ્રાહકોને ખેંચવા પ્રાઇમ વિડિયો જેવાં આકર્ષણોનો ઉપયોગ કરે છે, જે ચીનમાં ઉપલબ્ધ નથી.

એમેઝોનની એન્ટ્રી પછી અલીબાબા, JD અને અન્ય ચાઇનીઝ પ્લેટફોર્મ્સે અમેરિકન ચેરીથી માંડી ઓસ્ટ્રેલિયન બેબી ફોર્મ્યુલા સુધીની તમામ પ્રોડક્ટ્સ નોંધપાત્ર ડિસ્કાઉન્ટમાં વેચવાનું શરૂ કર્યું હતું. આઇરિસર્ચના જણાવ્યા અનુસાર ચીનમાં એમેઝોનનો હિસ્સો એક ટકાથી પણ ઓછો હતો. ચીનમાંથી એક્ઝિટ એ વાતનો સંકેત છે કે, એમેઝોન હવે ભારત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યાં તેની પાસે ટોચની ઇ-કોમર્સ કંપની બનવાનો અવકાશ ઘણો સારો છે.

એમેઝોને 2013માં વેબસાઇટ શરૂ કર્યા પછી ભારતમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને 50થી વધુ વેરહાઉસ બનાવ્યા છે. જોકે, ભારતમાં પણ એમેઝોને ચીનની કંપનીઓનો સામનો કરવો પડશે. કારણ કે અલીબાબા અને અન્ય કંપનીઓ ભારતમાં વિસ્તરણ માટે સક્રિય છે અથવા તેમણે Paytm અને બિગબાસ્કેટ જેવા લોકલ સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કર્યું છે.

એમેઝોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “કંપની ચીન માટે મજબૂત કટિબદ્ધતા ધરાવે છે અને તે દેશમાં રોકાણ ચાલુ રાખશે. જોકે, કંપનીએ ઓનલાઇન રિટેલ બિઝનેસનું ફોકસ બદલી ક્રોસ-બોર્ડર સેલ્સ તરફ વાળ્યું છે.”

April 16, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5050

હિંમતનગર ખાતે આવતીકાલ તા.17 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચાર સભા માટે તૈયાર કરવામાં આવેલા મંડપને આજે કુદરતી વાવાઝોડાએ તહસનહસ કરી મૂક્યો હતો. પ્રસ્તુત વિડીયો દર્શાવે છે કે ગુજરાતમાં આવેલા આંધી-તૂફાનને કારણે મોદીનો સભા મંડપ બિલકુલ વેરણછેરણ બની ગયો હતો.

Video From the Facebook wall of leading Journalist of Gujarat Shri Vivek Oza..

Posted by Vivek Oza on Tuesday, 16 April 2019

April 16, 2019
bharat_salman-1280x720.jpg
1min7770

સલમાન ખાનની બહુ પ્રતિક્ષિત ફિલ્મ ‘ભારત’નો ચાહકોને બેસબરીથી ઇંતઝાર છે. આ ફિલ્મનું એક પોસ્ટર બહાર પડાયું છે. જેમાં સલમાન ખાન સાવ અલગ જ અંદાજમાં જોવા મળે છે. સલમાન ખાને આ પોસ્ટર ટ્વિટર પર રીલિઝ કર્યું છે. પોસ્ટરમાં સલમાન ખાન એક વૃદ્ધ આદમીનાં રૂપમાં જોવા મળે છે. સલમાન ટ્વિટ કર્યું છે કે જેટલા સફેદ વાળ મારા માથા અને દાઢીમાં છે, એથી તો મારી જિંદગી રંગીન છે. પોસ્ટર પર 2010 લખાયું છે. ભારતમાં સલમાન સાથે કેટરિના કૈફ અને દિશા પટણી છે. તબ્બુ અને સુનિલ ગ્રોવરના પણ રોલ છે. ઇદ પર ભારત ફિલ્મ રીલિઝ થશે. ડાયરેક્ટર અલી અબ્બાસ જાફર છે.’
April 1, 2019
mohan_kundaria.jpg
1min5790
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે જ રાજકોટના વર્તમાન સાંસદ અને આગામી લોકસભા માટે ભાજપના રીપીટ ઉમેદવાર એવા મોહન કુંડારીયાનો પાક વીમાના મુદ્દે પૂછાયેલા પ્રશ્ન સબબનો વિડીયો વાયરલ થયો છે. જેમાં પાક વીમાનો પ્રશ્ન પૂછાતા સાંસદ ખુરશી પરથી ઉભા થઈને જતા રહેતા હોવાનું દેખાય છે. આ વિડીયોએ અનેક ચર્ચા જગાવી છે ત્યારે તે વિડીયો ચાર વર્ષ જુનો હોવાનું સાંસદ કુંડારીયા જણાવી રહ્યા છે.
વિડીયોમાં જણાઈ રહ્યું છે કે એક યુવક સાંસદને કપાસ સહિત પાક વીમા મુદ્દે પ્રશ્ન કરે છે ત્યારે કુંડારીયા કહે છે કે આ અંગે ગુજરાત સરકારને રજૂઆત કરો. પાક વીમો આપવાની જવાબદારી સરકારની છે, તમારા ધારાસભ્યની આ જવાબદારી છે. સાંસદના આ જવાબથી નારાજ થઈને યુવક કહે છે કે ‘આ તમારી રીત છે જવાબ આપવાની ?’ જેથી સાંસદ કહે છે કે ‘તમે ગાંડા કરવા આવ્યા છો. હું માણસનો ચહેરો જોઈને કહી દઉં. તમારા બોલવા પરથી જ મને ખબર પડી જાય. તમારી વાત કરવાની થીયરી જ ખોટી  હતી.’ આ વાતચીત બાદ મોહન કુંડારીયા ખુરશી પરથી ઉભા થઈને ત્યાંથી જતા રહે છે.
મોહન કુંડારીયા કહે છે વિડીયો ચાર વર્ષ જૂનો છે
સાંસદ મોહન કુંડારીયાએ વાત કરતા જણાવ્યું હતું કે ‘એ વિડીઓ ચાર વર્ષ જુનો છે. વાંકાનેરના કલાવડી નજીક પ્રતાપગઢનો છે. અમે યાત્રા લઈને ત્યાં ગયા હતા. અત્યારે કોંગ્રેસ પાસે મારી વિરુઘ્ધ કોઈ મુદ્દા નથી એટલે નેગેટીવ પ્રચાર કરે છે.’ નોંધનીય છે કે ચૂંટણીના સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીઓએ ખાસ્સી ચર્ચા જગાવી છે.
March 26, 2019
shivraj-Patel-Rajkot.jpg
1min9130
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજ પટેલ કેંગ્રેસમાંથી રાજકોટ બેઠક ઉપર ચૂંટણી લડશે તેવી પાંચેક દિવસથી ચર્ચા ચાલતી હતી અને હવે આ વાત ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. પરિવારજનોના નિર્ણય અનુસાર શિવરાજ પટેલ આગામી લોકસભા ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત આજે નરેશભાઈ પટેલે કરી દીધી છે. હવે કેંગ્રેસમાંથી કોણ ? તે સવાલ યક્ષપ્રશ્ન બની ગયો છે.
સૌરાષ્ટ્રમાં બ્રાસનો ઉદ્યોગ લાવનારા અને આ ઉદ્યોગનો પાયો મજબૂત કરનારા દીર્ઘદ્રષ્ટા ઉદ્યોગપતિ સ્વ.રવજીભાઈ પટેલ રાજકારણથી દૂર રહેવામાં માનતા હતા અને તેમના ત્રણ પુત્રોમાં સૌથી મોટા પુત્ર રમેશભાઈ પટેલ આ પરિવારના મોભી હોવાના નાતે તેમનો નિર્ણય આખરી માનવામાં આવે છે. છેલ્લા પાંચેક દિવસથી ચાલી રહેલી ચર્ચાના અંતે આજે એવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો કે, શિવરાજ પટેલ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે. પારિવારિક અને સામાજિક કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અલબત્ત, નરેશભાઈની શાખના કારણે અનેક લોકોની, સમાજની લાગણી શિવરાજ પટેલ સાથે જોડાયેલી હતી કે, તેમણે ચૂંટણી લડવી જોઈએ. થોડા દિવસ પહેલાં ધોરાજીના એક કાર્યક્રમમાં નરેશભાઈ પટેલે પણ પોતાના પ્રવચનમાં કહેલું કે, સમાજના યુવાનોએ રાજકારણમાં આગળ આવવું જોઈએ. એ બાદ નરેશભાઈ પોતે ચૂંટણી લડે અથવા તેમના પુત્ર શિવરાજ ચૂંટણી લડે તેવી વાતો વહેતી થઈ હતી અને રવિવારે તો રાજકોટના કેટલાક મુખ્ય વિસ્તારમાં શિવરાજ પટેલને આવકારતા બેનર લાગી ગયા હતા. આ બધી ચર્ચા અને અટકળો વચ્ચે આજે આ વાત ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
બીજી તરફ હવે રાજકોટ બેઠક ઉપર કેંગ્રેસમાંથી કોણ ? તે સવાલ ચર્ચાઈ રહ્યો છે. મોહનભાઈ કુંડારિયાની સામે લલિત કગથરાનું નામ ગાજ્યું હતું. જો કે, હવે કેંગ્રેસ પણ આ મામલે અવઢવમાં છે. રાજકોટમાં લોકસભાની બેઠક લડી શકે તેવું કોઈ ‘મોટું માથું’ કેંગ્રેસ પાસે રહ્યું નથી.
March 22, 2019
jklf.jpeg
1min13000
  • અગાઉની સરકારોએ યાસીન મલિક અને તેના જેવા નેતાઓ અને તેમની સંસ્થાઓને સુવિધાઓ જ આપ્યે રાખી હતી
  • અગાઉની એકેય સરકારોએ યાસિન મલિક કે અન્ય અલગાવવાદીઓ સામે પગલાં ભરવાથી કિનારો કર્યે રાખ્યો હતો

ચૂંટણીના સમયે તો ચૂંટણીના સમયે પરંતુ, નરેન્દ્ર મોદી સરકારની હિંમતને દાદ આપવી ઘટે. અત્યાર સુધી જેની સામે અગાઉની સરકારોએ એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો એવા કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની સંસ્થા JKLF પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. દેશના મોટા ભાગના મોદી સરકારના આ નિર્ણયથી ખુશી અનુભવી રહ્યા છે. આ સંસ્થાની આડમાં યાસીન મલિક અનેક રીતે આતંકીઓનો પોષતો હોવાની પાક્કી બાતમીઓ મળી હતી. યાસીન મલિક અને તેની સંસ્થા JKLF સામે 27 જેટલી એફ.આઇ.આર. પણ દર્જ થઈ ચૂકી છે.

ગઇ તા. 26 ફેબ્રુઆરીએ NIAએ કાશ્મીર ખીણ વિસ્તારમાં સંખ્યાબંધ જગ્યાએ દરોડા કર્યા હતા. જેમાં યાસીન મલિક, શબ્બીર શાહ, મીરવાઈઝ ઉર ફારુક, મોહમ્મદ અશરફ ખાન, મસર્રત આલમ, ઝફર અકબર ભટ્ટના નામ સામેલ હતા જેના ભાગરૂપે આતંકવાદ સામે કેન્દ્ર સરકારે વધુ કાર્યવાહી હાથ ધરીને આજે તા.22મી માર્ચ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકના સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) પર પ્રતિબંધ લાદી દીધો છે. કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે વર્તમાન નરેન્દ્ર મોદીની સરકારે આ પ્રકારની હિંમત કરી છે, અગાઉની સરકારોએ યાસિન મલિક અને તેના જેવા અનેક કાશ્મીરી અલગાવવાદીઓને સુવિધાઓ જ ધર્યે રાખી હતી.

મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ એટલે કે JKLFને આતંક વિરોધ કાયદા અંતર્ગત પ્રતિબંધિત કર્યું છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય અલગાવવાદીઓ સામે મહત્વનો નિર્ણય છે. અલગાવવાદી નેતા યાસીન મલિક JKLFના પ્રમુખ છે.

JKLF પર સમયાંતરે આતંકી ગતિવિધિઓને સમર્થન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. JKLF પર પ્રતિબંધના સરકારના નિર્ણય અંગે માહિતી આપતા ગૃહ સચિવ રાજીવ ગાબાએ કહ્યું કે JKLF વિરુદ્ધ 27 FIR નોંધાઇ ચૂકી છે. જેમાં વાયુસેનાના ચાર અધિકારીઓની હત્યાના કેસ અને મુફ્તી મોહમ્મદ સઈની પુત્રી રુબૈયા સઈદના અપહરણનો કેસ સામેલ છે. રાજીવ ગાબાએ કહ્યું કે આ સંગઠન આતંકને પ્રોત્સાહન આપવા માટે ગેરકાયદે ફંડિંગમાં જવાબદાર છે. આ સંગઠન ફાળો એક્ઠો કરીને ખીણમાં અશાંતિ ફેલાવે છે. જેનાથી હુર્રિયતના કાર્યકર્તાઓ અને પત્થરબાજોને પૈસા મળે છે.

JKLFને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે, એટલે તેના વિરુદ્ધમાં ત્રણ મહિનાથી પગલાં લેવાઈ રહ્યા હતા. આ પહેલા સરકાર જમાત એ ઈસ્લામી પર પણ પ્રતિબંધ મૂકી ચૂકી છે. ઈડીએ પણ પાછલા કેટલાક દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં દરોડા કર્યા હતા. ઈડીએ યાસીન મલિકના કેટલાક ઠેકાણાંઓ પર પણ દરોડા કર્યા હતા.

 

March 22, 2019
nit-kurukshetra.jpg
1min7490

જયેશ બ્રહ્મભટ્ટ

એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પર આધારિત આમીર ખાનની સુપ્રસિદ્ધ ફિલ્મ થ્રી ઇડિયટમાં એક દ્રશ્ય એ છે કે ત્રણ મિત્રો આમંત્રિત ન હોવા છતાં કોલેજના ડાયરેક્ટરની પુત્રીના લગ્નમાં જમવા માટે પહોંચી જાય છે. ફિલ્મમાં આ સીન જોવાની બહુ મજા આવે, મનોરંજક લાગે પણ કુરુક્ષેત્ર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી NIT ની હોસ્ટેલમાં રહેતા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને તેમની આસપાસના વિસ્તારોમાં થતાં લગ્ન સમારોહમાં જમવા માટે પહોંચી જાય છે, આ પ્રકારે અનેક વિદ્યાર્થીઓ પકડાય ચૂક્યા છે અને સમાજમાંથી ગંભીર ફરીયાદો ઉઠતાં કુરુક્ષેત્ર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી NITના મેનેજમેન્ટએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે એક નોટીસ જારી કરવી પડી છે કે જો હવે પછી તેઓ અજાણ્યાના લગ્નસમારોહમાં, વિના આમંત્રણે જમવા માટે પહોંચી ગયેલા જણાશે, પકડાશે તો તેમની સામે આકરાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

કુરુક્ષેત્ર એન.આઇ.ટી.ના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ચીફ વોર્ડનએ આ પ્રકારે નોટિસ પાઠવવી પડી છે.

 

કુરુક્ષેત્ર NITના ચીફ વોર્ડનએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જોગ પાઠવેલી નોટિસમાં જણાવ્યું છે કે વિના આમંત્રણે, ભળતા લોકોના લગ્ન સમારોહમાં જમવા માટે પહોંચી જવું એ કોઇ મજાક નથી પણ સિદ્ધાંતો વિરુદ્ધની અને અનૈતિક વાત છે અને એ સંપૂર્ણ અસામાજિક વર્તન છે. સાંખી નહીં લેવાય એવી હરકત કરવાનું હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ બંધ નહીં કરે તો આકરાં પગલાં માટે તૈયાર રહે.

કુરુક્ષેત્ર NITના વિદ્યાર્થીઓ થ્રી ઇડિયટ મૂવીના સીન પરથી પ્રેરણા લઇને હોસ્ટેલનું બીબાંઢાળ ખાવાનું છોડીને હોસ્ટેલની આસપાસના પાર્ટી પ્લોટ્સમાં યોજાઇ રહેલા લગ્ન સમારોહમાં બિન બુલાયે મહેમાનની જેમ જમવા માટે પહોંચી જાય છે. અનેક વખત આ પ્રકારે કુરુક્ષેત્ર એન.આઇ.ટી. જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના વિદ્યાર્થીઓ પકડાય ચૂક્યા છે અને લગ્ન આયોજકોએ તેમની ફરીયાદો પણ કરતા કુરુક્ષેત્ર NITનું મેનેજમેન્ટ હરકતમાં આવ્યું છે.