વાયરલ Archives - Page 64 of 83 - CIA Live

May 30, 2020
coronaguj-1280x875.jpg
1min7320

ગુજરાતમાં લૉકડાઉન વચ્ચે પણ કોરોનાના પોઝિટિવ કેસ અને મોતના આંકડા ઘટ્યા નથી. બીજી બાજુ સરકારે કોરોના વાઈરસની સંપૂર્ણ વિગતો જાહેર કરાવાનું ધીમે ધીમે બંધ કરવાનું શરૂ કરતા લોકોમાં તરેહ તરેહની અટકળો પણ વહેતી થઇ છે. રાજ્યમાં હવે ચોથું લોકડાઉન પણ હવે અંતિમ તબક્કામાં છે ત્યારે ગુરૂવારે સાંજ સુધીના ૧૦ દિવસમાં ૩૮૨૫ કેસ નોંધાયા હતા જ્યારે ૨૭૯ મૃત્યુ થયા હતા. કુલ પોઝિટિવ કેસનો આંકડો ૧૫ હજારથી ઉપર પંહોચી ચૂક્યો છે, જ્યારે ૯૬૦ થી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે. રાજ્યમાં કુલ ૧.૯૪ લાખ ટેસ્ટ થયા છે આમ કુલ ટેસ્ટના ૮ ટકા કોરોના પોઝિટિવ આવે છે. છેલ્લા ૧૦ દિવસમાં ૫૦ હજાર જેટલા ટેસ્ટ થયા હતા.

રાજ્યમાં કુલ ૩.૫૨ લાખ લોકો ક્વોરોન્ટાઈનમાં છે. જેમાંથી ૧.૭૮ લાખ લોકો તો અમદાવાદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં જ છે. અમદાવાદમાં ૮૦ હજાર, અમરેલીમાં ૬૩ હજાર, ભાવનગરમાં ૩૫ હજાર છે. અમરેલીમાં માત્ર ૮ કેસ હોવા છતાં ૬૩ હજાર લોકો ક્વોરોન્ટાઈનમાં છે. આ બધા જિલ્લા બહારથી આવેલા છે. સૌથી ઓછા તાપી જિલ્લામાં ૫૪ લોકો જ છે.

ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં નોંધાયેલા પોઝિટિવ કેસ અને ટેસ્ટના આંકડા જોઇએ તો

  • ૨૮મી મેના રોજ ૩૬૭ ( ટેસ્ટ ૪૧૮૫)
  • ૨૭મીએ ૩૭૬ ( ટેસ્ટ ૪૫૫૦),
  • ૨૬મીએ ૩૬૧ ( ટેસ્ટ ૨૯૫૨),
  • ૨૫મીએ ૪૦૫ ( ટેસ્ટ ૩૪૯૨),
  • ૨૪મીએ ૩૯૪ (ટેસ્ટ ૪૮૦૧),
  • ૨૩મીએ ૩૯૬ ( ટેસ્ટ ૫૫૦૫),
  • ૨૨મીએ ૩૬૩ ( ટેસ્ટ ૬૪૧૦),
  • ૨૧મીએ ૩૭૧ (ટેસ્ટ ૫૩૮૧),
  • ૨૦મીએ ૩૯૮ ( ટેસ્ટ ૬૦૯૮) અને
  • ૧૯મીએ ૩૯૫ (ટેસ્ટ ૫૮૫૧) પોઝિટિવ કેસ નોંધાયા હતા.

May 22, 2020
flight-1.jpg
1min5340

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંઘ પુરીએ ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને કહ્યું હતું કે, 25મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ થશે. આ વિશે માહિતિ આપતા તેમણે કહ્યું હતું કે, 25મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થશે. દિલ્હી, મુંબઇથી 90-120 મિનિટની ફ્લાઇટ્સનું મિનિમમ ભાડું 3500 અને વધુમાં વધુ ભાડું 10,000 રૂપિયા રહેશે. પ્રવાસીઓએ સેલ્ફ ડેક્લેરેશન અને આરોગ્ય સેતૂ એપ દ્વારા જણાવવાનું રહેશે કે તેમનામાં કોરોનાના લક્ષણ નથી.

ફ્લાઇટના રૂટ વિશે હરદીપસિંઘ પુરીએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ રૂટને 7 રૂટમાં વર્ગીકૃત કરવામા આવ્યા છે. જે નીચે મુજબ છે:

1. 40 મિનિટથી ઓછો ફ્લાઇટ ટાઇમ

2. 40થી 60 મિનિટ

3. 60થી 90 મિનિટ

4. 90થી 120 મિનિટ

5. 120થી 150 મિનિટ

6. 150થી 180 મિનિટ

7. 180થી 210 મિનિટ

દરેક રૂટ આ ટાઇમલાઇનમાં આવે છે.

પુરી સાથે હાજર એવિએશન સેક્રેટરી પ્રદીપ સિંહે કહ્યું હતું કે, 40% સીટ્સ પ્રાઇસ બેન્ડના મધ્યભાગના નીચલા ભાવે વેચવામાં આવશે. ઉદાહરણ તરીકે 3,500 રૂપિયાથી 10,000 રૂપિયાની પ્રાઈઝનો મધ્યભાગ 6,700 રૂપિયા થાય છે. એટલે આ પ્રાઈસ બેન્ડમાં 40% સીટો 6,700 રૂપિયાથી ઓછી કિંમતે બુક કરવી પડશે.

પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતિ આપતા હરદીપસિંઘ પુરીએ કહ્યું હતું કે, ‘વંદે ભારત મિશન’ અંતર્ગત વિદેશમાં રહેતા આપણા 20,000થી વધુ નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. જોકે અમુક દેશમાંથી નાગરિકોને પરત આવવાની મંજૂરી મળી નથી તેથી મુશ્કેલી પડી રહી છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાના પ્રયત્નો હજી ચાલુ જ છે અને આગામી બે અઠવાડિયામાં ‘વંદે ભારત મિશન’ અંતર્ગત આ પ્રયાસો વધુ ઝડપી બનાવવામાં આવશે. 5મી મે બાદ હવાઈ માર્ગે 5 લાખ કિલોમિટર્સનું અંતર કાપવામાં આવ્યું છે. જેમાં દેશના અલગ અલગ વિસ્તારોમાં કોરોના વાયરસથી જોડાયેલી સમાગ્રીઓ પહોંચાડવામાં આવી હતી. વિદેશથી પણ મેડિકલ સામગ્રી દેશમાં લાવવામાં આવી છે.

May 22, 2020
loan.jpg
1min5140

ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનમાં ઠપ થઇ ગયેલા વેપાર-ધંધાને ફરીથી પાટે ચડાવા માટે નાના દુકાનદારો અને વ્યવસાયીઓને રૂ. એક લાખની બે ટકા વ્યાજની લોન આપવાની જાહેરાત બાદ તા.21મી મે ને ગુરુવારથી સહકારી બેન્કોમાં ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવતા જ અમદાવાદ, સુરત, રાજકોટ ભાવનગર અને વડોદરા સહિતના મહાનગરો અને નાના નગરોમાં બેન્કો તેમજ ક્રેડીટ સોસાયટીઓની બહાર લોકોની લાંબી લાઇનો લાગેલી જોવા મળી હતી. જાણે લોકોએ જીંદગી જોખમમાં મૂકીને એક લાખની લોન માટે મોટું જોખમ ખેડી લીધું હતું.

કેટલાક સ્થળોએ બેન્કોએ ફોર્મ આવ્યા નહીં હોવાનો જવાબ આપતા લોકોને ધક્કો ખાવો પડ્યો હતો. બીજી બાજુ રાજકોટમાં લાંબી લાઇનોથી સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યાં હતા.

રાજ્ય સરકાર દ્વારા ઘોષિત એક લાખની લોન લેવા માટે સૂરત, રાજકોટ સમેત મહાનગરોની બેંકોમાં લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. એક લાખની પાછળ લોકો પોતાની જિંદગી દાવ પર મૂકી રહ્યા હોય અને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતાં. ફોર્મ લેવા આવેલા લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવામાં આવતું નથી.

સરકારે એક લાખની લોન માટેની જાહેરાત તો કરી દીધી પણ ફોર્મ લેવા જતી વખતે સાથે શું પ્રૂફ લઇ જવું તેવી ચોખવટ પણ કરવામાં આવી નથી. આથી લોકો પોતાની સાથે આધાર-પુરાવા રાખ્યા વગર જ બેંકો પર આવી ગયા હતા જેમને ધક્કો ખાવો પડ્યો હતો.

વળી અમુક બેંકોમાં તો હજી ફોર્મ પણ આવ્યા ન હોવાથી ફોર્મ નહીં મળતા લોકોએ બેંકોના કર્મચારીઓ સાથે જીભાજોડી કરી હતી. લોકોના ટોળાં કોરોનાને સામેથી આમંત્રણ આપતા હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતાં.

May 22, 2020
coronaindia-1-1280x1044.jpg
1min5590

દેશમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો સવા લાખને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ 125101 કેસ નોંધાયા છે જેમાંથી 51784 લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 137 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 3720 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 69597 એક્ટિવ કેસ છે.

જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી દર 41.39 ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 6654 નવા કેસ સાથે દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો 125101 સુધી પહોંચી ગયો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 3250 લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે.

જોકે, કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં વાયુવેગે ફેલાઈ રહ્યું છે તેવું કહેવું યોગ્ય નથી. ચાર રાજ્યો એવા છે કે જ્યાંથી સમગ્ર દેશના કુલ કોરોના વાયરસના કેસના લગભગ 68 ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર એકલામાંથી જ દેશભરના કુલ કોરોના કેસના લગભગ 35 ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 44582 કેસ નોંધાયા છે જ્યારે 1517 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.  

દેશમાં કોરોનાથી 21 May ૧૩૨નાં મોત

દેશમાં કોરોનાને કારણે છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૧૩૨ જણનાં મોત થતાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક ૩૪૩૫ પર તો કોરોનાના વિક્રમજનક નવા ૫,૬૦૯ કેસ નોંધાતાં કોરોનાના કુલ કેસની સંખ્યાનો આંક વધીને ૧,૧૨,૩૫૯ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ કહ્યું હતું.

કોરોનાના સક્રિય કેસનો આંક ૬૩,૬૨૪ રહ્યો છે તો ૪૫,૨૯૯ દરદી સાજા થઈ ગયા છે અને એક દરદી સ્થળાંતર કરી ગયો છે, એમ તેમણે કહ્યું હતું.

મતલબ, અત્યાર સુધીમાં કોરોનાના ૪૦.૩૨ ટકા દરદીઓ સાજા થઈ ગયા છે, એમ આરોગ્ય ખાતાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.

દેશમાં કોરોનાના કુલ ક્ધફર્મ કેસમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતુું.

મંગળવાર સવારથી ૨૪ કલાક દરમિયાન કુલ ૧૩૨ મૃત્યુ નોંધાયા હતાં જેમાં ૬૫ મહારાષ્ટ્ર, ૩૦ ગુજરાત, ૦૯ મધ્ય પ્રદેશ, ૦૮ દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પ્રત્યેકમાં ચાર, પ. બંગાળ અને તમિળનાડુ પ્રત્યેકમાં ત્રણ, ૦૨ તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર , ઓડિશા અને જમ્મુ-કાશ્મીર પ્રત્યેકમાં ૦૧, મૃત્યુનો સમાવેશ થાય છે.

કોરોનાને કારણે અત્યાર સુધીમાં દેશમાં કુલ ૩૪૩૫ લોકોનાં મૃત્યુ નોંધાયા છે.

May 16, 2020
coronaguj-1280x875.jpg
1min4920

ગુજરાતમાં તા.16મી મે ને શનિવારના દિવસ દરમિયાન નવા કુલ 348 મળી આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 10989 થઈ છે અને મૃત્યુઆંક પણ 625એ પહોંચ્યો હોવાની વિગતો શનિવારે મોડી સાંજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ જારી કરી હતી.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, છેલ્લા 24 કલાકમાં 348 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે 264, વડોદરામાં 19, સુરતમાં 34, રાજકોટમાં 1, ભાવનગરમાં 4, ગાંધીનગરમાં 6, પાટણમાં 3, પંચમહાલમાં 1, મહેસાણા તેમજ દાહોદમાં 2-2, ખેડામાં 6, જુનાગઢમાં 1, સાબરકાંઠામાં 3 અને વલસાડમાં 2 કેસનો સમાવેશ થાય છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 19 દર્દીઓ કોરોના વાયરસના કારણે મોતને ભેટ્યા છે.

અગ્રસચિવ જયંતિ રવિના જણાવ્યાનુસાર, કુલ 10989 પોઝિટિવ દર્દીઓમાંથી 6010 લોકોની સ્થિતિ સ્ટેબલ છે જ્યારે 46 લોકો ક્રિટિકલ છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે વધુ 273 દર્દીઓને રજા આપતા કુલ 4308 દર્દીઓ કોરોના વાયરસ સામે લડત મેળવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના વાયરસના 138407 લોકોની તપાસ કરવામાં આવી છે. હાલ રાજ્યમાં 290750 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે, જ્યારે 9098 સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે. જ્યારે 785 લોકો પ્રાઈવેટ ક્વોરન્ટીનમાં છે. જેથી રાજ્યભરમાં કુલ ક્વોરન્ટીન લોકોની સંખ્યા 300633એ પહોંચી છે.

May 13, 2020
coronaworld-1280x1023.jpg
1min8800

વિશ્ર્વભરમાં કોરોનાથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકામાં કોરોના વાઈરસને કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક ૮૦,૦૦૦ને પાર કરી ગયો હોવા વચ્ચે અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે કોવિડ-૧૯ના પરીક્ષણની ક્ષમતા વધી ગઈ હોવાને કારણે દેશમાં આ અઠવાડિયે કોરોનાનાં પરીક્ષણનો આંક એક કરોડને વટાવી જશે.

અમેરિકામાં કોરોનાનું એપીસેન્ટર ગણાતા ન્યૂ યૉર્કમાં જૂન મહિના સુધી લૉક ડાઉન ચાલુ રહેશે એમ જણાવતાં મેયર બિલ ડૅ બ્લાસિયોએ કહ્યું હતું કે આમ છતાં ન્યૂ યૉર્કના ત્રણ વિસ્તાર ૧૫મી મેએ ફરી ખોલવામાં આવશે.

ચીનમાં ઉદ્ભવેલા કોરોના વાઈરસે અત્યાર સુધીમાં વિશ્ર્વભરમાં ૨,૮૫,૦૦૦ કરતા પણ વધુ લોકોનો ભોગ લીધો છે તો ૪૦ લાખ કરતા પણ વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૩ લાખ કરતા પણ વધુ કેસ અને ૮૦,૦૦૦ કરતા પણ વધુનાં મોત થયા હોવાનું નોંધાયું છે, એમ જ્હૉન હૉપક્ધિસ યુનિવસટિી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ ૯૨ જાહેર આરોગ્ય સંસ્થાને કોરોનાના પરીક્ષણ માટે પરવાનગી આપી છે અને અત્યાર સુધીમાં અમેરિકામાં કોરોનાના ૯૦ લાખ કરતા પણ વધુ ટૅસ્ટ કરવામાં આવ્યા છે અને આ અઠવાડિયામાં આ આંક એક કરોડને વટાવે તેવી શક્યતા છે, એમ તેમણે કહ્યું હતું. ત્રણ અઠવાડિયા અગાઉ અમેરિકા કોરોનાના દૈનિક ૧.૫ લાખ પરીક્ષણ કરતું હતું જે આંક હવે વધીને ત્રણ લાખ પર પહોંચી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.

May 12, 2020
coronaindia-1-1280x1044.jpg
4min9840

અંદાજે પંદર દિવસના સમયગાળા બાદ ગુજરાત હવે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં બીજા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચ્યું છે. ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા તા.15મી મે 2020ના રોજ બપોરે 12 કલાકે 9591 હોવાનું સત્તાવાર રીતે જણાવાયું હતું જ્યારે આ જ સમયે તમિલનાડુમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 9674 થઇ છે. આમ, મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે હવે તમિલનાડુ આવ્યું છે. જોકે, ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં ટેસ્ટીંગ ઘટાડી દેવામાં આવ્યા છે.

  • India update as on 15 May 2020 12 p.m..
  • Cases : 81,970
  • Deaths : 2,649
  • Recovered : 27,920
  • Active : 51,401

ભારતમાં રાજ્યવાર કોરોના કેસોની સંખ્યા તા.15મી મે બપોરે 12 કલાકે

StateCaseDeathRecover
MH2752410196059
TN9674662240
GJ95915863753
DL84701153045
RJ45341252580
MP44262372171
UP3902882072
WB2377215768
AP2205481192
PB193532223
TG141434950
BR9947411
KA98735460
JK98311485
HR81811439
OR6113158
KL5604491
JH197387
CH191337
TR156029
AS87239
UK78150
HP74239
CG60056
LEH43022
AN33033
GA1407
ML13111
PY1319
MN302
MZ101
DNH100
AR101

દેશમાં કોરોનાથી 14 મી મે એ 134નાં મોત

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઇરસના રોગચાળાને લીધે ૨૪ કલાકમાં વધુ ૧૩૪ જણ મૃત્યુ થયા હતા અને નવા ૩,૭૨૨ દરદી નોંધાયા હતા. દેશમાં કોરોના વાઇરસના કુલ દરદીઓની સંખ્યા વધીને ગુરુવારે ૭૮,૦૦૩ થઇ હતી અને કુલ મરણાંક વધીને ૨,૫૪૯ થયો હતો.

આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઇરસના સાજા થયેલા દરદીઓની ટકાવારી વધીને અંદાજે ૩૩.૬૩ ટકા થઇ છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં ૨૪ કલાકમાં જે ૧૩૪ જણ મૃત્યુ પામ્યા હતા, તેમાંના મહારાષ્ટ્રના ૫૪, ગુજરાતના ૨૯, દિલ્હીના ૨૦, પશ્ર્ચિમ બંગાળના ૯, રાજસ્થાનના ૪, મધ્ય પ્રદેશના ૭, તમિળનાડુના ૩, તેલંગણાના બે, કર્ણાટકના બે, આંધ્ર પ્રદેશના એક, બિહારના એક, ઉત્તર પ્રદેશ તેમ જ જમ્મુ અને કાશ્મીરના એક જણનો સમાવેશ થાય છે.

દેશમાં 13 May કોરોનાથી ૧૨૨ મોત

કોરોનાને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૨ મોત થતા કોરોનાને કારણે અત્યાર સુધીમાં થયેલા મૃત્યુનો કુલ આંક ૨૪૧૫ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના નવા ૩૫૨૫ કેસ નોંધાતા કોરોનાના કેસની કુલ સંખ્યાનો આંક ૭૪,૨૮૧ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું.

અત્યાર સુધીમાં કોરોનાના ૨૪,૩૮૫ દરદી સાજા થઈ ગયા છે તો એક દરદી સ્થળાંતર કરી ગયો છે અને કોરાનાના ૪૭,૪૮૦ સક્રિય કેસ છે, એમ તેમણે કહ્યું હતું. મતલબ અત્યાર સુધીમાં કોરોનાના કુલ દરદીઓમાંથી ૩૨.૮૩ ટકા દરદી સાજા થઈ ગયા હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાના કુલ ક્ધફર્મ કેસમાં બે વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું.

મંગળવાર સવારથી બુધવાર સુધીમાં કોરોનાને કારણે વધુ ૧૨૨ મોત થયાં હતાં જેમાં મહારાષ્ટ્રમાં ૫૩, ગુજરાતમાં ૨૪, દિલ્હીમાં ૧૩, તમિળનાડુ અને પ. બંગાળ પ્રત્યેકમાં આઠ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ પ્રત્યેકમાં ચાર, તેલંગણા અને ઉત્તર પ્રદેશ પ્રત્યેકમાં બે તેમ જ આંધ્ર પ્રદેશ, પંજાબ, ચંડીગઢ અને પુડુચેરી પ્રત્યેકમાં એક મોતનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

Reported on 13 May

70,000ને પાર, છેલ્લા 24 કલાકમાં 3604 નવા કેસ

ભારતમાં કોરોના ના કેસોની સંખ્યાનો આંકડા 70 હજારથી વધી ગયો છે. 11મી મે ના છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 3604થી વધારે નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. જેને પગલે ભારતમાં કુલ કોરોના વાયરસના કેસ વધીને 70,756 થયા છે. સોમવારે સવારે 9 વાગ્યાથી મંગળવાર સવારે 9 વાગ્યા સુધી દેશમાં કોરોના વાયરસના 3604 નવા કેસ નોંધાયા છે જોકે, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસથી સ્વસ્થય થનારા લોકોની સંખ્યા 1500થી વધારે છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધીમાં દેશમાં કુલ 70756 કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેમાંથઈ 22454 લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. પરંતુ 2293 લોકોએ કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવારે સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 46008 એક્ટિવ કેસ છે.

May 9, 2020
evacution.jpg
1min5450

કોરોના લૉકડાઉનથી સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને પગલે શ્રમિકો વ્યાપક પ્રમાણમાં હિજરત કરીને પોતાના વતન પરત જઇ રહ્યાં છે, એક અંદાજ પ્રમાણે પાંચ લાખથી વધુ પરપ્રાંતિય મજૂરો છેલ્લાં ૪૦ દિવસમાં ગુજરાતમાંથી પોતાના રાજ્યમાં હિજરત કરી ગયાં છે. બીજી બાજુ લોકડાઉન ૦૩માં સરકારે રેડઝોન સિવાયના વિસ્તારોમાં કારખાનાં અને વેપાર ધંધાને શરતી પરમીશન સાથે શરૂ કરવાની છૂટ આપી છે પરંતુ મજૂરો વગર આવાં મોટા ભાગના કારખાના ઠપ થઇ ગયાં છે.

હવે ગુજરાતના ઉદ્યોગોને પાટે ચડતા ઓછામાં ઓછા બે થી ત્રણ મહિના વીતી જશે એવી આશંકાઓ પણ વ્યક્ત થઇ રહી છે. ગુજરાતમાં રોજી-રોટી, રોજગાર માટે આવેલા દેશના અન્ય રાજ્યોના ૪ લાખ ૨૫ હજાર જેટલા શ્રમિકો-કામદારોને પોતાના વતન રાજ્ય-પ્રદેશ પહોંચાડવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે પાર પાડી છે, એવું જણાવીને રાજ્યના મુખ્ય પ્રધાનના સચિવ અશ્ર્વિનીનીકુમારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં વિશેષ ટ્રેન સેવાઓ દ્વારા ૧ લાખ ર૧ હજાર, બસ સેવાઓના માધ્યમથી પપ હજાર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખાનગી વાહનો-ખાનગી બસો દ્વારા ૧ લાખ ૬૭ હજાર જેટલા તથા સુરત મહાનગરમાંથી ખાનગી વાહનો-સ્વ વાહનો દ્વારા ૧ લાખ ૧૪ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં પોતાના વતન રાજ્ય ગયા છે.

ગુજરાતમાં વસતા ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોના શ્રમિકો માટે વિશેષ ટ્રેન તા. ર મે થી શરૂ કરાવી છે. આ વિશેષ ટ્રેનોની વિગતો આપતાં કહ્યું કે, તા. ર મે થી તા. ૬ મે દરમિયાન ૬૭ વિશેષ યાત્રી ટ્રેન ગુજરાતમાંથી રવાના થઇ છે તેમાં ઉત્તર પ્રદેશ માટે ૩૯, ઓરિસ્સા માટે ૧૩, બિહાર માટે ૧૩ અને ઝારખંડ માટે ર ટ્રેનનો સમાવેશ થાય છે. આ દરેક ટ્રેનમાં ૧ર૦૦ જેટલા શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સિંગ નોર્મ્સના પાલન સાથેની વ્યવસ્થાઓ અન્વયે જિલ્લા તંત્ર દ્વારા તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવ્યા છે.

May 8, 2020
aurangabad.jpg
1min5730

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બનેલી એરેરાટીપૂર્ણ ઘટનામાં માલગાડી ટ્રેનના પાટા પર વિશ્રામ કરી રહેલા મજૂરો પર ફરી વળતા 16 મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. દુર્ઘટના તા.8મી મેએ શુક્રવારે ઔરંગાબાદની પાસે આવેલા કરમાડ સ્ટેશનની નજીક બની છે.  

ઔરંગાબાદ ટ્રેન દુર્ધટના અંગે એસપી મોક્ષદા પાટિલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી 16 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકોનો આબાદ બચાવ થયો છે જે પાટા પર બેઠા હતા. આ શ્રમિકો પગપાળા પોતાને વતન તરફ જઇ રહ્યા હતા. 

દુર્ઘટના અંગે રેલવેએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, ટ્રેકમાં કેટલાક મજૂરોને જોઈને પાયલટે ટ્રેનને રોકવાના પ્રયાસ કર્યા હતા પરંતુ ત્યાં સુધી બહું મોડું થઈ ગયું હતું. દુર્ઘટના બદનાપુર અને કરમાડ સ્ટેશનની વચ્ચે પરભાની-મનમાડ સેક્શનની છે. ઈજાગ્રસ્તોને ઔરંગાબાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

તમામ મજૂરો એક સ્ટીલ ફેક્ટ્રીમાં કામ કરત હતા. મજૂરો ઔરંગાબાદથી તેમના ગામે જતી ટ્રેન પડકીને જાલનાથી ઔરંગાબાદ પગપાળા જઈ રહ્યા હતા. મોડી રાત થઈ જતા બધા આરામ કરવા માટે પાટા પર ઊંઘી ગયા હતા. સવારે આ જ પાટા પરથી માલગાડી પસાર થઈ જતા 14 મજૂરો તેની ઝપટમાં આવી ગયા હતા. 

May 8, 2020
Odisha-Surat-trains.jpg
1min5190

સૂરતથી તાજેતરમાં ઓડિશા ગયેલા ૨૧ શ્રમિકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું ટેસ્ટીંગના પરીણામમાં માલૂમ પડ્યું હતું. ઓડિશામાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા વધીને ૨૦૬ થઇ છે. રાજ્યના ગંજમ જિલ્લામાં ૧૭ અને મયૂરભંજમાં ચાર દરદી છે.

અગાઉ, રાજ્ય સરકારે ગંજમને રેડ ઝૉનમાં, જ્યારે મયૂરભંજ અને જગતસિંહપુરને ઑરેન્જ ઝૉનમાં રાખવાની જાહેરાત કરી હતી. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ગંજમ જિલ્લામાં બીજી મેએ કોરોના વાઇરસનો સૌપ્રથમ દરદી નોંધાયો હતો, પરંતુ બાદમાં ત્રણથી ચાર દિવસમાં આવા દરદીઓની સંખ્યા અચાનક ઘણી વધી ગઇ છે.

ગંજમ જિલ્લામાં હીરા ઘસવાના કે તેને લગતા અન્ય કાર્ય સાથે સંકળાયેલા અંદાજે ત્રણ લાખ મજૂર છે. ગુજરાતના સુરતમાં ઓડિશાના હીરાના અનેક કારીગર છે.

ઓડિશામાં ગંજમ ઉપરાંત જાજપુર, ભદ્રક, બાલેશ્ર્વર અને ભુવનેશ્ર્વરને રેડ ઝૉનમાં મુકાયા છે. ઓડિશામાં ૧૦ ઑરેન્જ ઝૉન અને ૧૪ ગ્રીન ઝૉન છે.