ટૂ-વ્હીલર્સ તેમ જ મહિલાઓ દ્વારા હંકારાતા ફૉર-વ્હીલર વાહનો પર ઑડ-ઇવન યોજના લાગુ કરતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના આદેશ પર સુપ્રીમ કૉર્ટે સોમવારે સ્ટે આપ્યો હતો. હાલ દિલ્હીમાં અમલમાં નથી તેવી આ યોજના અંતર્ગત ઑડ અને ઇવન નંબર ધરાવતા વાહનો એકાંતરે રસ્તા પર દોડી શકે છે. દિલ્હીના ગ્રેડેડે રિસ્પોન્સ ઍક્શન પ્લાન-જીઆરએપી મુજબજ્યારે પાર્ટિક્યુલેટ મૅટર પીએમ-૧૦ અને પીએમ-૨.૫નું સ્તર પ્રતિ ક્યૂબિક મીટર અનુક્રમે ૫૦૦ અને ૩૦૦ માઈક્રોગ્રામથી વધી જાય છે ત્યારે દિલ્હી અને નેશનલ કૅપિટલ રિજન-એનસીઆરમાં આ યોજના આપોઆપ ૪૮ કલાક માટે અમલમાં આવી જાય છે.
દિલ્હીમાં ૬૮ લાખ દ્વિચક્રી વાહનો છે અને તેને ઑડ-ઇવન સ્કીમ લાગુ કરવામાં આવશે તો જાહેર પરિવહન સેવામાં આટલા બધા લોકોનો સમાવેશ કરવાનું અશક્ય બની જશે એમ દિલ્હી સરકારે જણાવ્યા બાદ સુપ્રીમ કૉર્ટનો આ આદેશ આવી પડ્યો હતો.
ગયા વરસે એનજીટીએ ૧૧ નવેમ્બરે આપેલા આદેશમાં ઑડ-ઇવન સ્કીમના દાયરામાંથી કોઈપણ વ્યક્તિ, અધિકારી કે દ્વિચક્રી વાહનોને બાકાત ન રાખવાનું અને તમામ લોકો અને વાહનોને એકસમાન રીતે એ યોજના લાગુ કરવા જણાવ્યું હતું.
રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા હિલ સ્ટેશન સાપુતારામાં એક મહિનાનો સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ ઊજવવામાં આવશે. સાપુતારામાં ગયા વર્ષે મોન્સુન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા 2 લાખથી પણ વધારે હતી. જોકે ચાલુ વર્ષે આ સંખ્યા અગાઉથી વધે તેવી પ્રવાસન વિભાગને અપેક્ષા છે. આ ફેસ્ટિવલ તારીખ 4 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ચાલશે.
ગત શનિ-રવિ, તા.4 અને 5 ઓગસ્ટ મોન્સુન ફેસ્ટિવલનું પહેલું વીકએન્ડ હતું અને પહેલા જ વીકએન્ડમાં પ્રવાસીઓથી ઉભરાય ગયું હતું સાપુતારા. સાપુતારાના દરેક ડેસ્ટીનેશનથી લઇને હોટેલ્સ, રેસ્ટોરેન્ટસમાં ભારે ભીડ જામી હતી. વરસાદી માહોલને માણવા માટે છેક દક્ષિણ ગુજરાત અને અમદાવાદ, વડોદરાથી ટુરીસ્ટ આવ્યા હતા.
આ ફેસ્ટિવલમાં સ્થાનિક લોકો અને નાના વિક્રેતાઓને વેપારની તકો પૂરી પાડવમાં આવે છે, સાથે સાથે ડાંગની સ્થાનિક આદિવાસી પ્રજાની જીવનપદ્ધતિ વિષે માહિતી મળે છે, સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. છેલ્લાં સાત વર્ષથી એક મહિના લાંબા મોન્સુન ફેસ્ટિવલનું સાપુતારામાં આયોજન થાય છે.
સાપુતારામાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે રૂમ અને ડોરમેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. સાપુતારામાં નજીક આવેલો ગીરા ધોધ, હની બી સેન્ટર, રોઝ ગાર્ડન, બોટિંગ, આર્ટિસ્ટ વિલેજ, ઇકો પોઇન્ટ, સનસેટ પોઇન્ટ, નાગેશ્વર મહાદેવ મંદિર, સાપુતારા તળાવ, સાપુતારા રોપ-વે જેવાં સ્થળો પ્રવાસીઓનાં આકર્ષણનાં કેન્દ્ર બને છે.
સુરતના જાણીતા ડો. વિમલ રાઠીના ‘અવેરનેસ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત’ દ્વારા દર ૧૫ ઓગસ્ટે ‘વિશ્વ રોગ નિવારણ દિન’ (વર્લ્ડ પ્રિવેન્ટીવ હેલ્થ કેર ડેWorld PHD) ની સ્થાનિક ઉજવણી વિવિધ રીતે થાય છે.
‘વિશ્વ રોગ નિવારણ દિન’ (વર્લ્ડ પ્રિવેન્ટીવ હેલ્થ કેર ડે)ની ઉજવણીના ભાગ રૂપે આઠ પ્રવૃત્તિઓ પર ધ્યાન અપાય છે.
૧. મિશન ઓક્સીજન (વૃક્ષ વાવો અને તેનું જતન કરો),
૨. મિશન સ્પ્રેડ સ્માઈલ્સ (યોગ અને ધ્યાન દ્વારા આરોગ્ય),
૩. મિશન ક્લીન્લીનેસ (કચરાટોપલી વિતરણ),
૪. મિશન અવોઈડ મોસ્કીટો (મચ્છરદાની વાપરી/વહેંચી મચ્છરથી બચીને મેલેરિયાથી બચાવ),
૫. મિશન વુમન એન્ડ ચાઈલ્ડ કેર (મહિલાઓ તથા બાળકોના કુપોષણ અંગે જાગૃતિ– એનીમિયા અવેરનેસ-અને મહિલાઓ માટે સ્વબચાવ),
૬. મિશન હંગર પ્રિવેન્શન (સાત્વિક ખોરાકના ફૂડપેકેટનું વિતરણ),
૭. મિશન એન્ટી ટોબેકો (તમાકુથી દૂર રહેવાના શપથ લેતા ફોર્મ ભરવા),
૮. મિશન ઈમરજન્સી કેર (લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ અને મેડીકલ ઈમરજન્સી ટ્રેઈનીંગ).
વધુને વધુ શાળાઓ અને તેમના વિદ્યાર્થીઓ આ ઉપયોગી ‘વિશ્વ રોગ નિવારણ કાર્યક્રમ’ સાથે જોડાય તે માટે આ વર્ષે
સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીએ મોબાઈલ સામે આવી બે મિનીટના વિડીયો દ્વારા રજૂઆત કરવાની રહેશે. તેઓ નીચેનામાંથી કોઈ એક વિષય પર રજૂઆત કરી શકે.
૧. ૧૫ ઓગસ્ટના વિશ્વ રોગ નિવારણ દિન (વર્લ્ડ પી.એચ.ડી.) ની ઉજવણીનું મહત્વ.
૨. તમે એ દિન કેવી રીતે ઉજવશો અને સમાજને શું સંદેશો આપશો?
૩. આ ઉજવણીમાં તમે વધુને વધુ લોકોને કેવી રીતે જોડશો?
૪. ‘વિશ્વ રોગ નિવારણ દિન’ (વર્લ્ડ પીએચડી) શું છે અને તેના હેતુઓ શું છે?
ઉપરના કોઈ પણ એક વિષય પર વિદ્યાર્થી મોબાઈલ કેમેરા સામે બોલીને બનેલી ‘શોર્ટ ફિલ્મ’ ૩૧ જુલાઈ સુધી પોતાની શાળામાં જ જમા કરાવશે.એ શાળા જ તેમની શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓની ‘શોર્ટ ફિલ્મ’ પસંદ કરશે અને વિજેતા વિદ્યાર્થીઓના નામવ્હોટસએપ/ઈ મેઈલ દ્વારા અમને મોકલશે.શોર્ટ ફિલ્મમાં વિદ્યાર્થીએ સૌથી પહેલાં પોતાનું અને શાળાનું નામ બોલીને સંદેશો આપવાનો રહેશે. દરેક શાળાના પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને અને જે શાળામાંથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હશે તે શાળાઓને ઇનામ અપાશે. આ સંદર્ભે શાળાના આચાર્યની વિડીયો મુલાકાત પણ લેવાશે. જે સ્થાનિક ટીવી પર બતાવાશે. ભાગ લેનાર શાળાના શિક્ષકોને ‘ગુરુ+હેલ્થ કાર્ડ’ ભેટ અપાશે, જેના દ્વારા તેઓ સો જેટલાં ક્લિનિક-હોસ્પિટલમાં ફ્રી હેલ્થ ચેક-અપ કરાવી શકશે.
જે શાળાઓ આ સ્પર્ધામાં ભાગ લેશે તેમને ૧૫ ઓગસ્ટે ‘સ્વતંત્રતા દિને’ જ ‘વિશ્વ રોગ નિવારણ દિનની ઉજવણી’ માટે પસંદ કરાશે.
આપની શાળાના વધુને વધુ વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રેરિત કરશોજી. આપની શાળાના રજીસ્ટ્રેશન તથા અન્ય મદદ માટે પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર નરેશ કાપડીઆ (99099 21100) મદદરૂપ થશે. આ પ્રવૃત્તિ ટ્રસ્ટના માનદ પ્રમુખ ડો. વિમલ રાઠી અને માનદ મંત્રી શ્રી પ્રવીણ વોરાના માર્ગદર્શનથી થનાર છે.
આવો, રોગમુક્ત વિશ્વ બનાવવામાં આપનો સહકાર આપો. આ સ્પર્ધાનું સમગ્ર સંચાલન ઈ-મેઈલ અને વ્હોટ્સએપથી જ ‘પેપરલેસ’ થશે, જે જાણશોજી.
જયેશ બ્રહ્મભટ્ટ
ભારતમાં એમબીબીએસ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટ પરીક્ષા તેમજ એનઆઇટી, આઇઆઇટી જેવી નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી જેઇઇ મેઇન પરીક્ષા એક કેલેન્ડર વર્ષમાં બે વખત લેવાની જાહેરાત બાદ દેશમાં ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગૂંચવાડાભરી સ્થિતિ સર્જાવા પામી છે. કેમકે નીટ અને જેઇઇ બે વખત લેવાથી ફાયદો કોને થશે?, જાન્યુઆરીમાં નીટ આપનારા વિદ્યાર્થીઓને પ્રવેશ ક્યારે અને કેવી રીતે મળશે? , ધો.12ની જે તે બોર્ડની પરીક્ષાઓ માર્ચમાં લેવાતી હોય ત્યારે એ પહેલા જેઇઇ કે નીટની પરીક્ષા કોણ આપશે? વગેરે સવાલોના કોઇ જવાબ કેન્દ્ર સરકાર આપી શકતી નથી. નીટ અને જેઇઇ પરીક્ષા બે વખત લેવાની જાહેરાત બાદ યોગ્ય ગાઇડન્સના અભાવે સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઉલ્ટાની વધુ ગૂંચવાડાભરી સ્થિતિ સર્જાવા પામી છે.
વિદ્યાર્થીઓ 12મું નહીં 13મું ધોરણ ભણતા થઇ જશે
સામાન્ય રીતે ભારતમાં ધો.10 માધ્યમિક અને ધો.11-12 ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બાદ વિદ્યાર્થીઓને તેમના રસના વિષયો અનુસાર ગ્રેજ્યુએશન માટે કોલેજમાં પ્રવેશ મળે છે. પરંતુ, બે વખત નીટ અને જેઇઇ લેવાથી એક ભયસ્થાન એ પણ ઉપસ્થિત થયું છે કે વિદ્યાર્થીઓ વધુ એક ચાન્સ મળે તેવી આશા સાથે ડિસેમ્બરની પરીક્ષા આપશે એટલે તેમનું એક વધારાનું વર્ષ શાળાકીય સ્કુલમાં વ્યતિત થશે અને એ રીતે ધો.12ની જગ્યાએ વધુ એક વર્ષ એટલે કે 13મું વર્ષ પણ ભણશે.
નીટ અને જેઇઇના પરીણામો જોયા પછી પણ વિદ્યાર્થીઓ સેલ્ફ એસેસમેન્ટ કરતા નથી
હકીકતમાં નીટ અને જેઇઇ પરીક્ષાનું પરીણામ જોતા હાયર મેરિટ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને જ આઇઆઇટી કે એનઆઇટીમાં પ્રવેશ મળે છે. આ એક રિયાલિટી છે, વાસ્તવિક સ્થિતિ એવી પણ છે કે દર વર્ષે આઇઆઇટી, એનઆઇટીમાં ગુજરાતના ફક્ત 100 વિદ્યાર્થીઓ જ પ્રવેશ પામી શકે છે, આમ છતાં હજારો વિદ્યાર્થીઓ ધો.11-12માં પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસની કરોડો રૂપિયાની ફી ચૂકવે છે અને છેલ્લે 96 ટકા વિદ્યાર્થીઓએ જીટીયુ એફિલિયેટેડ કોલેજોમાં જ ગુજકેટને આધારે પ્રવેશ લેવો પડે છે. આવું દર વર્ષે જોવા મળે છે. આમ છતાં પછીના વર્ષના વિદ્યાર્થીઓ સેલ્ફ એસેસમેન્ટ કરતા નથી અને તમામ જેઇઇ નીટની તૈયારીમાં કરોડો રૂપિયા વ્યય કરી બેસે છે.
હજુ સુધી જેનું કાગળ પર પણ અસ્તિત્વ નથી એવી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)જ એનઇઇટી, જેઇઇ અને નેટના એન્ટ્રેન્સ એક્ઝામ કરાવશે. જે લોકો આ પરીક્ષા આપવા માગે છે તેમને વધુ ચાન્સ મળી રહે તેવો આશય તેમાં રહેલો છે, તેમ કેન્દ્રીય માનવ સંશાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે શનિવારે આ અંગેની જાહેરાત કરતાં કહ્યું હતું. પરંતુ, આવી જાહેરાતને પગલે જે સવાલો ઉપસ્થિત થયા છે એ પેચીદા બન્યા છે.
સવાલ-1
ડિસેમ્બરમાં લેવાનારી નીટ કે જેઇઇની પરીક્ષા આપશે કોણ? કેમકે ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો કરશે કે નીટ કે જેઇઇ પરીક્ષા આપશે?
સવાલ-2
ડિસેમ્બરમાં લેવાનારી નીટ કે જેઇઇ પરીક્ષા આપ્યા બાદ જાન્યુઆરીમાં રિઝલ્ટ જાહેર થશે અને તેમાં સારો રેન્ક ધરાવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ કોણ આપશે, અધવચ્ચેથી પ્રવેશ અપાશે તો સીટ્સ ક્યાંથી ઉપલબ્ધ થશે. અને જો શૈક્ષણિક વર્ષ અનુસાર જૂનમાં પ્રવેશ અપાશે તો વિદ્યાર્થીને ફાયદો શું થશે?
સવાલ-3
બે વખત નીટ કે જેઇઇ પરીક્ષા લેવાની યોજના ફક્ત એવા વિદ્યાર્થીઓ માટે અસ્તિત્વમાં લાવવામાં છે કે જેઓ ધો.12ની બોર્ડની પરીક્ષા આપી ચૂક્યા છે?
સવાલ-4
ધો.12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ બીજી વખતની નીટ કે જેઇઇની પરીક્ષામાં સારો સ્કોર લાવશે ત્યારે તેના મેરિટની ગણતરી બીજા વર્ષના ફ્રેશર્સ વિદ્યાર્થીઓની સાથે કેવી રીતે સરખામણી કરાશે?
ગાયન, નૃત્ય, વાદન અને અભિનય સહિત ૨૩ કૃતિઓનો સમાવેશ થાય છેઃ
સૂરતઃ સોમવારઃ- રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા રાજયના સાંસ્કૃતિક વારસાનું જતન થાય કલા મહાકુંભ તા.૧૬/૭/૨૦૧૮ થી તા.૧૦/૯/૨૦૧૮ દરમિયાન તાલુકા/ ઝોન, જિલ્લા પ્રદેશકક્ષાથી રાજયકક્ષાએ યોજાનાર છે.
કલા મહાકુંભ-૨૦૧૮માં ૬ વર્ષથી ૧૪ વર્ષ, ૧૪ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરની વયજુથના રમતવીરો ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા કલાકારોએ પ્રવેશપત્ર www.kalamahakumbh.com ઓનલાઈન/ઓફલાઈન તા.૧૫/૭/૨૦૧૮ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. કલામહાકુંભમાં ગાયન, નૃત્ય, વાદન, અભિનય સહિત ૧૬ કૃતિઓ ઉપરાંત અન્ય ૭ કૃતિઓનો સમાવેશ થાય છે. વધુ વિગતો માટે જિ્લલા રમતગમત અધિકારીની કચેરી, જુની કોર્ટ બિલ્ડીંગ, નાનપુરા ખાતે સંપર્ક સાધવાનો રહેશે.
જયેશ બ્રહ્મભટ્ટ
cialive9@gmail.com
એવરેજ ભારતીયોમાં જેની સૌથી તીવ્ર ઘેલછા હોય છે કે અમેરિકાના વીઝા મળે અને ત્યાં ફરવા જવાનું થાય કે સ્થાયી થવાનું થઇ શકે, ભારતીયોને અમેરિકાના વીઝા આપતી મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનએ તાજેતરમાં તેમના કલીગ જેનિફર લાર્સન સાથે મુંબઇના મહોમદઅલી રોડ પર જ્યાં રમઝાન બજાર ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ માર્કેટ ભરાય છે એ ખાઉ ગલીમાં સ્ટ્રીટ ફૂડની મઝા માણી હતી. આમ તો અમેરિકન નાગરિકો તીખા તમતમતા ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડના આદિ નથી હોતો કે ખાઇ શકતા પણ નથી આમ છતાં ભારતમાં મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના કોન્સુલ જનરલ એગાર્ડ અને જેનિફર લાર્સને મુંબઇની પ્રસિદ્ધ ખાઉ સ્ટ્રીટમાં મળતા ભોજનનો સ્વાદ માણ્યો હતો.
(મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનએ પોતાના મનપસંદ પરાઠા ફ્રાય કરવાની મઝા પણ માણી હતી)
મુંબઇ સ્થિત યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોન્સુલ જનરલ એગાર્ડ કેગન અને જેનિફર લાર્સનએ મોહમદ અલી રોડ પર ખાઉ ગલી ખાતે ભરાતા રમજાન બજારમાં એક સાંજે જે સ્ટ્રીટ ફૂડની મઝા માણી હતી તેમાં નલ્લી નિહારી, હલીમ, કબાબ જેનો ટેસ્ટ અત્યંત હોટ એન્ડ સ્પાઇસી હતો, તેની સાથે માલપૂઆ અને ફિરની જેવી સ્વીટ ડેઝર્ટની પણ જયાફત ઉડાવી હતી.
(મુંબઇ સ્થિત મહોમદઅલી રોડ પર ખાઉગલી ખાતે ભરાતા રમઝાન બજારમાં ઇફ્તારી ઇવનિંગ ડિનર માટે આવેલા અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનની સાથે ડીપીઓ જેનિફર લાર્સન પણ જોડાયા હતા. તેમણે તીખી તમતમતી નોનવેજ વાનગીઓ માણી હતી, તસ્વીરમાં જોઇ શકાય છે.)
મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલના આ બન્ને અધિકારીઓને અશરફ અહેમદ શેખ નામના સ્થાનિકે માર્ગદર્શિત કરવા સાથે તેમને કંપની આપી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ મુસ્લિમ સંપ્રદાય માટે અત્યંત પવિત્ર મનાતા રમઝાન મહિનાનો આખરી તબક્કો ચાલી રહ્યો છે અને દેશભરમાં મોટા શહેરો જેવા કે મુંબઇ, દિલ્હી, કોલકાત્તા, લખનઉ, હૈદરાબાદ, અજમેર વગેરે ખાતે ભરાતા રમઝાન બજાર ખાસ કરીને ફૂડ માર્કેટમાં ભારતભરમાંથી નહીં પણ વિશ્વભરમાંથી સ્વાદરસીયાઓ મુલાકાતે આવતા હોય છે.
(મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગન મુંબઇના મહોમદઅલી રોડ પર આવેલી ખાઉ ગલી ખાતે ભરાતા રમઝાન બજાર, સ્ટ્રીટફૂડ એરીયામાં ઇફ્તારી ડિનર માટે પહોંચ્યા હતા.)
For English readers
To experience the true taste of Ramadan, Consul General Edgard Kagan and DPO Jennifer Larson visited Mohammed Ali Road this week, where they were delighted by the sights, sounds, and flavors of the vibrant neighborhood. Visiting the iconic Khau Galli, they relished an assortment of iconic festive delicacies and flavors, from Nalli Nihari, Haleem, Kebabs, to Malpua and Phirni. A big thank you to Ashraf Ahmed Shaikh, our cultural guide for the evening.
રાજકોટ, અમરેલી, ભાવનગર, શિહોરની વિવિધ બ્રાંડના નામે પેકિંગ કરી વેચવામાં આવતી હતી
સવાર-સાંજ તાજગી માટે લોકો કુદરતી પીણું ચા પીતા હોય છે, હવે તો મોટા ભાગે લોકો હર્બલ ચા પણ પસંદ કરે છે, પરંતુ, જે લોકો હજુ પણ પરંપરાગત ચા અને તે પણ સસ્તી શોધે છે તેમના માટે ખતરાની ઘંટડી વાગી ગઇ છે. રાજકોટમાંથી એવી ચાનો મોટો જથ્થો મળી આવ્યો છે જેમાં કેમિકલ્સ, એસેન્સ, કલર વગેરે નાંખવામાં આવ્યા હતા.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા બાતમીનાં આધારે એક ટી વાળાને ત્યાં દરોડા પાડી ચાના નમૂના લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે ચાના નમૂના લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા અને ચાનો જથ્થો સિઝ કર્યો હતો. મહાનગર-પાલિકાના જણાવ્યા અનુસાર દર્શન ટીના નમૂના પરીક્ષણમાં ફેઇલ થયા છે. આ ચામાંથી કેમિકલ કલર, એશેન્સ ભેળવવામાં આવતો હતો અને સસ્તા ભાવે ચા વેચવામાં આવતી હતી.
રાજકોટમાં પરાબજારમાં આવેલી દર્શન ટી નામની પેઢીમાં ચાની ભૂકીમાં ભેળસેળુનું કૌભાંડ પકડાયું છે. આરોગ્ય વિભાગના દરોડામાં લાકડાનું ભૂસું અને કેમિકલનું મિશ્રણ કરવામાં આવતું હોવાના ઘટસ્ફોટ થયા હતા. સાથે જ ભૂકીમાં કેમિકલ પાઉડર પણ મિલાવવામાં આવતો હતો. આ ડુપ્લિકેટ ભૂકીને રાજકોટ, અમરેલી, ભાવનગર, શિહોરની વિવિધ બ્રાંડના નામે પેકિંગ કરી વેચવામાં આવતી હતી.
આરોગ્ય વિભાગે 1200 કિલો ચાનો જથ્થો સિઝ કર્યો હતો. ચાના નમૂના ગુણવત્તાના વિવિધ માપદંડોમાં નાપાસ થતા હવે કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વર્લ્ડ ઍન્વાયરમેન્ટ ડે નિમિત્તે મુંબઈ-પંજાબ વચ્ચે છેલ્લાં 106 વર્ષથી દોડતી ‘પંજાબ મેલ’માં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એસી-થ્રી ટિયર કૉચ જોડવામાં આવ્યો હતો. રેલવે ટ્રેક પર મુસાફરો દ્વારા ફેંકવામાં આવતી ફાલતુ ચીજવસ્તુઓના રીયુઝથી મેલના કેટલાક હિસ્સા તૈયાર કરવામાં આવ્યા છે.
રેલવે અધિકારીઓએ પંજાબ મેલ ટ્રેનમાં એક ઇકો ફ્રેન્ડલી કોચ લગાડ્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કૉચના ઈન્ટિરિયરમાં ફેરફાર કરીને ફ્લોર પર અને કૉચની દીવાલ પર ‘ક્રિબ શીટ’ લગાવવામાં આવી છે. આ શીટ તૈયાર કરવા માટે રેલવેએ ખાલી પડેલા ટેટ્રાપૅકના કૅન, ટૂથપેસ્ટ, ફેસક્રીમની ખાલી પડેલી ટ્યૂબને ઉપયોગમાં લેવામાં આવ્યા હોવાનું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
રેલવે દ્વારા કરવામાં આવેલા આ ફેરફાર અંગે પહેલાં પ્રવાસીઓની પ્રતિક્રિયા જાણવામાં આવશે અને ત્યાર બાદ જ વધુ ટ્રેનોમાં આ પ્રયોગ હાથ ધરવો કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, એવું અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું.