ભારતીય કપાસ નિગમ દ્વારા સૌરાષ્ટ્રના કુલ ૪૧ કેન્દ્રોમાંથી હાલ ૧૧ કેન્દ્રો પર ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ જિલ્લામાં કુલ ૧૦ કેન્દ્રોમાંથી હાલ બે કેન્દ્રો પર કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. આઠ ટકા ભેજનું પ્રમાણ હોય તેવા કપાસની મણે ૧૧૦૦ રૂપિયામાં ખરીદી કરવામાં આવી રહી હતી.
સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. તેમ જ ચાલુ વર્ષે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પાક ઉતારા સમયે થયેલા માવઠાને કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અમુક જિલ્લામાં ખેડૂતોએ પોતાનો પાક વરસાદથી ખરાબ ન થાય તે માટે જિલ્લાના માર્કેટ યાર્ડોમાં મૂકી દીધો હતો.
માવઠાનું ગ્રહણ દૂર થતાં જ કપાસની ભરપૂર આવકની અસર માર્કેટમાં જોવા મળી રહી છે. સતત બીજા દિવસે કપાસિયા તેલમાં ડબાએ ૧૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. એક તરફ માર્કેટ યાર્ડમાં ભરપૂર આવક છે અને બીજી તરફ હજુ આવક થવાની સંભાવના છે ત્યારે ભાવમાં ઘટાડો થયો છે. હાલ કપાસિયા તેલનો ડબાનો ભાવ ૧૨૯૦થી ૧૩૨૦ પર પહોંચ્યો હતો.
સાજીદ નડિયાદવાલાની છીછોરેમાં અભિનય કરીને પ્રશંસા મેળવી જનારો અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ત્યાર બાદ બ્રેક લઇને યુરોપ ફરવા ગયો હતો. આ પ્રવાસમાં તેના બકેટલિસ્ટમાંની પચાસ બાબતો કરવાની ઇચ્છા પૂરી કરવાની હતી. તે પેરીસના ડિઝનીલેન્ડમાં પણ ગયો હતો. જોકે, ત્યાંથી આવ્યા બાદ સુશાંતની તબિયત થોડી બગડી હતી અને બધા ટેસ્ટ કરાવતા તેને ડેન્ગ્યુ હોવાની જાણ થઈ હતી.
શારીરિક નબળાઈ આવી જવાને કારણે ડૉકટરે સુશાંતને આરામ કરવાની સલાહ આપી છે. આથી તેણે આ સપ્તાહે અબુ ધાબી જવાના કાર્યક્રમને પણ રદ કરવો પડયો છે.’ નોંધનીય છે કે ગયા વર્ષે શ્રદ્ધા કપૂર પણ મચ્છરોથી થતી આ બીમારીનો ભોગ બની હતી. જ્યારે ગયે મહિને ધર્મેન્દ્રને ડેન્ગ્યુ થયો હતો. હવે સુશાંત દિલ બેચારા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ હૉલીવૂડની ફિલ્મ ધ પોલ્ટ ઇન અવર સ્ટાર પરથી બનશે જે જોન ગ્રીન્સની આ જ નામની બેસ્ટ સેલર પરથી બની હતી.’
દેશના મુખ્ય નવ મુખ્ય શહેરોમાં કરવામાં આવેલા સરવે દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે ગત જુલાઈ-સપ્ટેમ્બર દરમ્યાન રહેણાંકના આવાસો, ઘરોનું વેચાણ ૯.૫ ટકા ઘટયું છે. ઈકોનોમિક સ્લોડાઉનની અસરરૂપે માંગ ઓછી રહી છે. કેશ લિક્વીડિટીની પણ મોટી કટોકટી પણ છે. ખરીદનારા ઘટયા છે એમ પ્રોપ ઈક્વિટીના અહેવાલમાં જણાવાયું છે. ઘર ખરીદનારા હાલ ખરીદવાનો નિર્ણય પાછળ ઠેલી રહ્યા છે. બજારમાં પ્રવાહિતાની સ્થિતિ રહી છે. મોટાભાગના ગ્રાહકો તૈયાર મિલકત ખરીદવાને પ્રાધાન્યતા આપી રહ્યા છે. બીજું હવે ગ્રાહકો સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા બિલ્ડરો-ડેવલપરને જ પસંદ કરે છે.
હાઉસિંગ વેચાણમાં ઘટાડો દર્શાવતો આ ચોથો રિપોર્ટ છે. હાઉસિંગ ક્ષેત્રની મોટી બ્રોકરેજ કંપનીના અહેવાલમાં જણાવાયું છે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં ઘરોનું વેચાણ ૨૫ ટકા જેટલું ઘટયું છે. રીયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટના અહેવાલમાં પણ વેચાણ ઘટયું હોવાનું નોંધ્યું છે.
પ્રોપ ઈક્વિટીના રિપોર્ટમાં જણાવાયું છે કે નવ મુખ્ય શહેરોમાં ઘરોનું વેચાણ ઘટીને ૫૨૮૫૫ યુનિટનું રહ્યું છે જે અગાઉના વર્ષે ૫૮૪૬૧ યુનિટ હતું.
નવા હાઉસિંગ પ્રોજેક્ટમાં ૨૪ ટકાનો ઘટાડો જોવાયો છે. વેચાયા વિનાના ઘરોની સંખ્યા છ લાખથી વધુ છે. નવ શહેર પૈકી ૭માં ઘરોનું વેચાણ ઘટયું છે. ફક્ત બે શહેરમાં સાધારણ વધ્યું છે. ચેન્નઈમાં સૌથી વધુ અસર થઈ છે. ત્યાં ઘરોનું વેચાણ ૨૫ ટકા ઘટયું છે. મુંબઈમાં ૨૨ ટકા, હૈદરાબાદ ૧૬ ટકા, કોલકાતા ૧૨ ટકા, નોઈડામાં ૧૧ ટકા, બેંગલુરુમાં ૯ ટકા અને થાણેમાં ૯ ટકા ઘટયું છે. પુણેમાં એક ટકા અને ગુરુગ્રામમાં ૭ ટકા વેચાણ વધ્યું છે.
વિદેશમાં મેડીકલ ભણવા જનારા વિદ્યાર્થીઓ માટે ‘શિક્ષણ સર્વદા’ એ રજૂ કરી ઉપયોગી માહિતી
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ભારતમાં, ગુજરાતમાં મેડીકલ કોલેજોની અપૂરતી સગવડને કારણે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ધો.12 બાયોલોજી ગ્રુપ પાસ કર્યા બાદ ડોક્ટર બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે વિદેશોમાં ખાસ કરીને ચીન, રશીયા, ફિલિપાઇન્સ, કઝાકિસ્તાન, વેસ્ટ ઇન્ડીઝ, નેપાળ, જ્યોર્જિયા વગેરે દેશોમાં આવેલી મેડીકલ કોલેજોમાં પ્રવેશ લઇને ભણવા માંડે છે. આ પ્રકારે વર્ષે દહાડો 200 કરોડથી વધુ ભારતીય ચલણ ફોરેનમાં ઘસડાય જઇ રહ્યું છે. ખેર અહીં મુદ્દો એ નથી પણ અહીં એક અગત્યની વાત પર દિશા નિર્દેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે વિદેશની યુનિવર્સિટીમાં સસ્તુ છે એટલે, સારું છે એટલે મળ્યું એટલે પ્રવેશ લઇ લેવાની મનોવૃતિ છોડીને વિદેશની કઇ યુનિવર્સિટીના મેડીકલ ગ્રેજ્યુએટ ભારતમાં ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ એક્ઝામ પાસ કરી શકે છે એ જોઇને પ્રવેશ લેવો જોઇએ.
ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ એક્ઝામ
ભારતમાં મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ નિયમ બનાવ્યો છે કે ફોરેનમાં અમેરિકા, યુ.કે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ અને કેનેડા દેશમાંથી મેડીકલ ગ્રેજ્યુએટ કરીને આવેલા હોય એવા ઉમેદવારો સિવાય બાકીના કોઇપણ દેશમાંથી મેડીકલ ગ્રેજ્યુએશન કર્યા બાદ ભારતમાં તબીબી પ્રેક્ટીસ કે પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટડી કરવા ઇચ્છતા ઉમેદવારોએ ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ એકઝામ આપવી ફરજિયાત છે. રશીયા, ચાઇના, ફિલિપાઇન્સ, કઝાકિસ્તાન, નેપાળ, વેસ્ટ ઇન્ડીઝ વગેરેથી મેડીકલ ગ્રેજ્યુએશન કરીને આવેલા તબીબો માટે આ પરીક્ષા પાસ કરવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર કહેવાય છે.
2015-2018 સુધીમાં કેટલા FMGE પાસ કરી શક્યા? વાંચો અહીં
ભારતમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામ NBE (એન.બી.ઇ.) દ્વારા FMGE એફ.એમ.જી.ઇ. પરીક્ષા લેવામાં આવે છે અને આ એફ.એમ.જી.ઇ. પરીક્ષામાં ગત 2015થી લઇને 2018 એટલે કે ગયા વર્ષ સુધી ફિલિપાઇન્સ, રશીયા, ચાઇના અને કઝાકિસ્તાનની કઇ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ બેઠા હતા? અને તેમાંથી કેટલા પાસ થયા? તેની સઘળી માહિતી અહીં રજૂ કરવામાં આવી છે. આગામી વર્ષોમાં મેડીકલ ભણવા માટે ફોરેન જવાનું પ્લાનિંગ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી ડેટા સાબિત થશે જે નિર્ણય લેવામાં પણ સહાયભૂત નિવડશે.
ચીનની કઇ યુનિ.ના કેટલા ભારતીય વિદ્યાર્થીઓ FMGE પાસ કરી શક્યા વાંચો અહીં
રશીયાની કઇ યુનિ.ના કેટલા ભારતીય વિદ્યાર્થીઓ FMGE પાસ કરી શક્યા વાંચો અહીં
ફિલિપાઇન્સની કઇ યુનિ.ના કેટલા ભારતીય વિદ્યાર્થીઓ FMGE પાસ કરી શક્યા વાંચો અહીં
વિદેશ અભ્યાસ કે ભારતમાં કોર્સ, યુનિવર્સિટી સંબંધી અગર કારર્કિદી માર્ગદર્શન માટે મળી શકાય, અમે સૂરતમાં મળી શકીએ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 98253 44944
દેશમાં 2011-12થી 2017-18ના છ વર્ષમાં પહેલીવાર 90 લાખ જેટલી મોટી સંખ્યામાં નોકરીમાં ચિંતાજનક ઘટાડો થયો છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ઓફ સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટ તરફથી જારી કરાયેલાં એક સંશોધન હેવાલ મુજબ દર વર્ષે 26 લાખ નોકરીઓ ઘટે છે.
સંતોષ મેહરોત્રા અને જે.કે. પરિદાએ તૈયાર કરેલા હેવાલ મુજબ 2011-12માં દેશમાં 47.4 કરોડ નોકરી હતી જે 2017-18 સુધી ઘટીને 45.7 કરોડ પર પહોંચી ગઈ. અલબત્ત, આ હેવાલના તારણો લવીશ ભંડારી અને અમરેશ દુબે દ્વારા તૈયાર કરાયેલા હેવાલના તારણોથી અલગ છે. ભંડારી અને દુબેના રિપોર્ટમાં જણાવાયું હતું કે, 2011-12માં 83.3 કરોડ નોકરી હતી જે 2017-18માં વધીને 45.7 કરોડ થઈ ગઈ.
મેહરોત્રા અને પરિદાનો અભ્યાસ નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (એન.એસ.એસ.ઓ.)ના 2004-05 થી 2011-12ના રોજગાર સર્વેક્ષણ અને પીરિયોડીક લેબર ફોર્સ સર્વેના 2017-18ના આંકડાના આધારે કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં દિવાળી અને નૂતન વર્ષે ૧૦૮ની સેવાઓએ અનેક લોકોની જિંદગી બચાવી હતી. ૧૦૮ને દિવાળીએ ૩,૮૮૫ અને બેસતા વર્ષે ૪,૭૯૫ ઇર્મજન્સી કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ ૧૦૮ને બેસતા વર્ષે ૨૦.૪૨ ટકાથી વધારે કોલ મળ્યા હતા. ૧૦૮ને દિવાળીએ ગત વર્ષની સરખામણીએ દાઝી ગયેલા દર્દીઓ અથવા તો આગને લગતાં કેસની સંખ્યામાં ૩૮૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
ઝઘડા અને મારામારીના બનાવોથી ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર માટે મળેલા ઇર્મજન્સી કેસમાં ૧૨૮ ટકાનો વધારો થયો હતો, જ્યારે અકસ્માત સહિતના ટ્રોમાના વેહિક્યુલર કેસમાં ૧૩૦ ટકા અને નોન વેહિક્યુલર કેસમાં ૧૩૦ ટકાનો વધારો નોંધાયો હતો.
ઈમર્જન્સી સર્વિસ ૧૦૮ને બેસતા વર્ષે સૌથી વધુ ૭૦૭ કોલ અમદાવાદમાંથી મળ્યા હતા. બેસતા વર્ષે રાજ્યના અન્ય શહેર, જિલ્લામાં સુરતમાંથી ૫૦૨, દાહોદમાંથી ૩૦૩, વડોદરામાંથી ૨૬૯, રાજકોટમાંથી ૨૨૪ કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ ૧૦૮ને અરવલ્લી જિલ્લામાં ૬૪.૭૧ ટકા, મહિસાગરમાં ૫૦.૭૫ ટકા, જામનગરમાં ૫૦.૪૮ ટકા અને બનાસકાંઠામાં ૪૫.૮૮ ટકા, મોરબીમાં ૪૫.૭૧ ટકા વધારે કોલ મળ્યા હતા. સામાન્ય દિવસમાં બર્નના છ કોલ મળતા હોય છે, જ્યારે નૂતન વર્ષે ૨૯ મળ્યા હતા.
આમ આ કેસમાં ૩૮૩.૩૩ ટકાનો વધારો નોંધાયો હતો. મારામારીના બનાવોમાં સામાન્ય દિવસોના ૬૮ની સામે ૧૭૦ કોલ મળતાં ૧૫૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો. એવી જ રીતે અકસ્માતોના કોલમાં પણ ૧૨૭.૯૧ ટકાનો વધારો નોંધાયો હતો.
શનિની પનોતી કે ગ્રહયોગોથી ડરાવતા જ્યોતિષોની પહોંચની બહાર સોશ્યલ મિડીયા ?
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
દિપાવલીની રજાઓમાં જો કંઇપણ વધારે વખત વંચાતુ મટિરીયલ હોય તો એ જ્યોતિષો દ્વારા કરવામાં આવેલી (C.I.A. Live) વિક્રમ સંવતના નવા વર્ષ માટેની ભવિષ્યવાણીઓ, ભવિષ્ય કથન હોય છે. ગુજરાતમાં જ્યોતિષો દ્વારા કરવામાં આવતી આ ભવિષ્યવાણીઓને લોકો આખું વર્ષ સાચવી રાખતા હોય છે અને તેમાં લખેલું હોય એ બ્રહ્મવાક્ય માની લેતા હોય છે.
આ વખતના જ્યોતિષીઓના કથનમાં એક ઉડીને આંખ વળગે એવી વાત આપ સૌ સાથી શેર કરી રહ્યો છું. સોશ્યલ મિડીયા આજના યુગમાં દૈનિક ક્રિયા કે કાર્યની જેમ વણાઇ ચૂક્યું છે એવું અભિન્ન અંગ થઇ ચૂક્યું છે. (C.I.A. Live) સોશ્યલ મિડીયાનો સૌથી નકારાત્મક પ્રભાવ વિદ્યાર્થીઓ પર સૌથી વધુ છે. એવી જ રીતે સ્ત્રી વર્ગ સોશ્યલ મિડીયા અને સાઇબર ક્રાઇમથી ભોગ બનતી હોવાની ઘટનાઓ રોજિંદી બની ચૂકી છે. ધંધા-રોજગાર માટે સોશ્યલ મિડીયાના સારા-નરસા પ્રસંગો પણ રોજેરોજ જોવા મળે છે.
નૂતન વર્ષની ભવિષ્યવાણીઓનો પ્રભાવ લોકો પર હોય છે સોશ્યલ મિડીયાથી થતાં નફા નુકસાનનો કોઇ જ પ્રભાવ જ્યોતિષોની ભવિષ્યવાણીઓ પર નથી
વિક્રમ સંવત 2076ના વર્ષ માટે જ્યોતિષોએ જુદા જુદા પ્લેટફોર્મ પરથી કરેલી ભવિષ્યવાણીઓ, ભવિષ્ય કથનમાં રોજેરોજની પ્રવૃતિઓ ત્યાં સુધી કે ગાયને શું ખવડાવવું, ગરીબોને શું દાન આપવું, કઇ દિશામાં બેસવું, કઇ દિશામાં સૂઇ જવું, કાળા મરી, હળદર, દૂધ કોને ક્યાં કેવી રીતે ચઢાવવું વગેરેનું જ્ઞાન પીરસતા જોવા મળે છે પણ સોશ્યલ મિડીયાથી થતા નુફા નુકસાન બાબતે એક હરફ ઉચ્ચાર્યો નથી. (C.I.A. Live) જ્યારે સામાન્ય લોકોની દૈનિક ક્રિયાઓ, દિનચર્યા અંગેની તમામ વાતો, પાસાઓ જ્યોતિષો આવરી લેતા હોય ત્યારે સોશ્યલ મિડીયા તો દૈનિક કાર્યનું એક અભિન્ન અંગ બની ચૂક્યું છે ત્યારે સ્વાભાવિક છે કે તેના નફા-નુકસાનની સારી નરસી બાબતો સામાન્ય લોકો પર રોજેરોજ વર્તાતી જોવા મળે છે. પણ વિક્રમ સંવત 2076 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓમાં સોશ્યલ મિડીયા જ્યોતિષોની પહોંચની બહાર હોવાનું જણાય આવે છે.
આવી સ્થિતિમાં વિક્રમના નવા વર્ષમાં જ્યોતિષીઓએ કરેલી આગાહીઓમાં ક્યાંયે સોશ્યલ મિડીયાથી થનારા નફા નુકસાનનો કોઇ જ નામોલ્લેખ સુદ્ધાં નથી. બુદ્ધિજીવી વર્ગ આમેય જ્યોતિષીઓના કથનને માનતા નથી ત્યારે આ મુદ્દો તેમની દલીલને બળ આપી રહ્યો છે.
શનિની પનોતી કે અન્ય ગ્રહયોગો અંગે લોકોને ડરાવતા જ્યોતિષો સોશ્યલ મિડીયાના અજગરી ભરડાંથી થતાં નુકસાનથી લોકોને સાવચેત નથી કરી રહ્યા
Symbolic pic : CIA Live
સોશ્યલ મિડીયાથી વિદ્યાર્થી વર્ગને શું નુકસાન
વિદ્યાર્થીઓનો અભ્યાસ સોશ્યલ મિડીયા બગાડી રહ્યું છે
આરોગ્ય બગડે એ રીતે વિદ્યાર્થીઓ સોશ્યલ મિડીયાના આદી બની ચૂક્યા છે.
વિદ્યાર્થીઓ માટે વ્યસન બની ચૂક્યું છે સોશ્યલ મિડીયા
પબજી જેવી ગેમ્સ પર સરકારી પ્રતિબંધો મૂકી દેવા પડ્યા હતા (C.I.A. Live)
કેટલીક ગેમ્સ રમતા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધાના દાખલા વિશ્વભરમાં બન્યા
સોશ્યલ મિડીયાથી સ્ત્રી વર્ગને નુકસાન
સોશ્યલ મિડીયામાં રચ્યા પચ્યા રહેવાના કારણે અનેક સ્ત્રીઓના સંસારમાં કલેષ જન્મે છે
સોશ્યલ મિડીયાના દુરુપયોગથી અનેક મહિલાઓ સાઇબર ક્રાઇમનો ભોગ બની
સોશ્યલ મિડીયા, સેલ્ફીના ચક્કરમાં અનેક સ્ત્રીઓ પોતાના બાળકોના ઉછેરમાં સમય આપી શકતી નથી (C.I.A. Live)
અનેક મહિલાઓ, યુવતિઓના સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરાયેલા ફોટાને મોર્ફ કરીને તેમની બદનામી કરવામાં આવી
કામકાજના માટે 24 કલાકમાંથી માંડ 14 કલાક મળે તેમાંથી 3-4 કલાક સોશ્યલ મિડીયામાં બિનજરૂરી પ્રવૃતિઓમાં વેડફાવા માંડતા નાણાંકીયા આવક અને ક્રિએટિવીટી ઘટી જવા પામી છે.
એવા લોકો મંદી મંદીના બૂમો પાડી રહ્યા છે જેઓ સોશ્યલ મિડીયા પાછળ પોતાના કામના કલાકો અને મગજ બન્ને બગાડતા જોવા મળે છે. (C.I.A. Live)
શારીરીક અને માનસિક આરોગ્ય બન્ને સામે સોશ્યલ મિડીયાએ જોખમ ઉભા કર્યાના દાખલાઓ રોજેરોજ જોવા-જાણવા મળી રહ્યા છે.
સોશ્યલ મિડીયા, ઇલેક્ટ્રોનિક મિડીયાથી બનતા ગુનાઓ વધી રહ્યા છે. સાઇબર ક્રાઇમથી બચવું આજે મહત્વની બાબત બની ચૂકી છે.
સોશ્યલ મિડીયામાં રચ્યા પચ્યા રહેવાને કારણે આર્થિક નુકસાનીનો કોઇ અંદાજ જ નથી. જે યુઝર્સ પહેલા 500 એમ.બી.ડેટા મહિને કરકસરથી વાપતા હતા એ યુઝર્સને આજે દૈનિક 1500 એમ.બી. ડેટા ઓછો પડી રહ્યો છે. સોશ્યલ મિડીયાના કારણે ઇન્ટરનેટને વપરાશ વધ્યો અને વપરાશ વધતા ડેટા પેક પાછળના ખર્ચા પણ વધ્યા.
એવું નથી કે સોશ્યલ મિડીયાથી નુકસાન જ નુકસાન છે ફાયદાઓ પણ અનેક છે
જીવનસાથી આ વર્ષે મળશે એવી આગાહી કરતા જ્યોતિષો એવું નથી કહી રહ્યા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ કે વ્હોટ્સ એપ જેવા સોશ્યલ મિડીયાના માધ્યમથી જીવનસાથી મળશે. આજે સોશ્યલ મિડીયાથી લોકોનો જીવનસાથી મળી રહ્યા છે અગર તો જીવનસાથીની સાચી ઓળખ સોશ્યલ મિડીયાથી લોકો મેળવી રહ્યા છે. (C.I.A. Live)
મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ સોશ્યલ મિડીયા પોસ્ટ્સનો સહારો લઇને ઉમેદવારોનું વ્યક્તિત્વ અને વ્યક્તિગત પસંદગીનો તાગ મેળવતા હોય છે.
આજથી શરુ થતા હિન્દુ નવ વર્ષ વિક્રમ સંવત 2076ના કારતક માસ, શુક્લપક્ષના પ્રથમ દિવસ કે જેને ગુજરાતીઓ પરીવારો નવું વર્ષ તરીકે ઉજવે છે. ખાસ ગુજરાતી સમાજને નવા વર્ષ નિમિતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી.
આજરોજ તા.28મી ઓક્ટોબર 2019ને સોમવારે સવારે 7.57 કલાકે વડાપ્રધાન શ્રી મોદીએ ગુજરાતી ભાષામાં ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. પોતાના ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘આજથી પ્રારંભ થતું નવું વર્ષ આપ સર્વે માટે આનંદદાયી અને આરોગ્યમય બની રહે તેવી પ્રાર્થના. આપ સૌની ખુશી અને સમૃદ્ધિની મનોકામના સાથે સાલમુબારક!’
પ્રકાશના પર્વ દિવાળીની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. આસ્થા, ઉમંગ અને દોડધામભર્યા જીવનમાં નવા ઉત્સાહનો સંચાર કરતું પાવન પર્વ દિવાળીની રવિવારે લોકોએ મનભરીને ઊજવણી કરી હતી. ફટાકડા તેમ જ મીઠાઈ દ્વારા દિવાળીની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો. દરમિયાન લોકોએ સંવત ૨૦૭૫ની વિદાય અને ૨૦૭૬ના નૂતન વર્ષને અવકારવા આગોતરી તૈયારીઓ કરી લીધી હતી.
આજરોજ તા. ૨૮મી ઑક્ટોબર કારતક સુદ એકમને સોમવારે ગુજરાતમા પરંપરાગત રીતે નૂતન વર્ષ નિમિત્તે પરિજનો નવાં વસ્ત્રો પહેરી એક બીજાને ઘરે મળવા પહોંચ્યા હતા અને નવા વર્ષની શુભકામનાઓની આપ-લે કરી હતી.
આજરોજ સોમવાર તા.28મી ઓક્ટોબરના રોજ રાજ્યભરમાં બેસતું વર્ષ ઉજવાઇ રહ્યું છે અને નવા વર્ષની શુભેચ્છાની આપ-લે થઇ રહી છે. નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ પણ ભરવામાં આવ્યો હતો. હિન્દુનો આ સૌથી મોટો તહેવાર હોવાથી લોકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. દરમિયાન રાજ્યમાં દિવાળી પર્વ ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો અને બજારોમાં રોનક જોવા મળી હતી.
દરમિયાન તા.27મી ઓક્ટોબર 2019ના રોજ દિવાળી નિમિત્તે વેપારીઓએ શુભમુહૂર્તમાં ચોપડાપૂજન કર્યાં હતા. કેટલાક ઠેકાણે ચોપડાને બદલે કોમ્પ્યુટરનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરો અને દેવસ્થાનકોમાં અન્નકૂટ ભરાવામાં આવ્યું હતું.
પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે અક્ષરધામ મંદિર પરિસરમાં ૧૦ હજાર દીવડાનો શણગાર કરવામાં આવ્યો હતો. દિવાળીના દિવસે રાત્રીના સમયે ફટાકડાની આતશબાજી સર્જાઈ હતી અને સૌ કોઈએ અવનવા ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી.
બોક્સ ઓફિસ ઉપર દિવાળીના તહેવારે ત્રણ મોટી ફિલ્મ હાઉસફૂલ 4, મેડ ઈન ચાઈના અને સાંડ કી આંખ રિલીઝ થઈ છે. ઘણા વર્ષો બાદ બોક્સ ઓફિસ ઉપર નોંધપાત્ર ઘસારો જોવા મળી રહ્યો છે. જેમાં હાઉસફૂલ 4ની વાત કરવામાં આવે તો તેને દર્શકો અને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયા મળી છે. પરંતુ કમાણીના મામલે ફિલ્મ સારૂ પ્રદર્શન કરી રહી છે. હાઉસફૂલ 4એ પહેલા દિવસે લગભગ 20 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. ફિલ્મને શુક્રવારે ધનતેરસનો ફાયદો મળ્યો હતો. પહેલા દિવસની ઓપનિંગની વાત કરવામાં આવે તો હાઉસફૂલ સિરિઝની તમામ ફિલ્મમાંથી હાઉસફૂલ 4નું ઓપનિંગ સૌથી સારૂ છે. અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મમાં રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ સેનન, કૃતિ ખરબંદા, પૂજા હેગડે, ચંકી પાંડે અને જોની લિવર છે.’
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.