વિજ્ઞાન પ્રવાહના સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરત શહેરમાંથી પાસ થતાં હોઇ, કેટલાક ધંધાદારી લોકોએ સુરતમાં એવું વિચારીને કોલેજો શરૂ કરી દીધી કે વિદ્યાર્થી સંખ્યા મળી જશે અને દુકાન ચાલવા માંડશે. પરંતુ, ઢંગધડાવગરની કોલેજો શરૂ કરનારા સંચાલકોને પ્રવેશાર્થીઓ એવી ખો ભૂલાવી રહ્યા છે કે ધંધાદારીઓની દુકાન બંધ થવા માંડી છે. જેમકે એન્જિનિયરિંગમાં જેમની 85 ટકા સીટો ખાલી પડી રહી છે એ ભગવાન મહાવીર ગ્રુપના સંચાલકોની દાનત પારખી ગયેલા વિદ્યાર્થીઓએ આર્કિટેક્ચર પ્રવેશમાં પણ તેમને જાકારો આપ્યા છે.
તાજેતરમાં રાજ્ય સરકારની પ્રવેશ સમિતિએ ફર્સ્ટ ઇયર બી.આર્ક કોલેજમાં પહેલા રાઉન્ડમાં ફાળવેલા પ્રવેશની માહિતી રજૂ કરી હતી. જેમાં ભગવાન મહાવીર ગ્રુપની મહાવીર સ્વામી આર્કિટેક્ચર કોલેજમાં ફક્ત બે વિદ્યાર્થીઓએ ચોઇશ ફિલિંગ કરી હતી અને બન્નેને પ્રવેશ મળ્યા છે એ સિવાય આ કોલેજની 96 ટકા સીટો ખાલી પડવા પામી છે.
ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજની કુલ 95માંથી 85 સીટો ખાલી
એવી જ રીતે ભગવાન મહાવીર ગ્રુપની બીજી આર્કિટેક્ચર કોલેજ ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં સ્ટેટ ક્વોટાની 95 બેઠકો પૈકી માંડ 10 વિદ્યાર્થીઓએ ચોઇશ ફિલિંગ કરતા તમામ દસેદસને પ્રવેશ મળી ગયો છે. આ કોલેજમાં 90 ટકા બેઠકો ખાલી પડી રહી છે.
ગુજરાતી એકમાત્ર મહિલા આર્કિટેક્ચર કોલેજ સુરતની વિદ્યામંદિર કોલેજમાં 4 પ્રવેશાર્થી
એવી જ રીતે મહિલાઓ માટેની આખા રાજ્યની એકમાત્ર સુરતની વિદ્યામંદિર વિમેન્સ આર્કિટેક્ચર કોલેજમાં સંચાલકો અને અધ્યાપકોની જોહુકમીઓથી કંટાળી ગયેલી સિનિયર વિદ્યાર્થીઓના અનુભવો જાણ્યા બાદ આ કોલેજમાં નવા વર્ષમાં કોઇ પ્રવેશ લેવાલ નથી. વિદ્યામંદિર વિમેન્સ કોલેજમાં કુલ 48 સીટ પૈકી ફક્ત 4 વિદ્યાર્થિનીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ કોલેજની પણ 92 ટકા સીટો ખાલી પડી રહેવા પામી છે. વિદ્યામંદિર કોલેજ માટે તો એવું સંભળાય છે કે આ કોલેજના અધ્યાપકો તીસમારખાં હોય એ રીતે વિદ્યાર્થિનીઓને પરેશઆન કરવામાં કશું બાકી રાખતા નથી. ભૂતકાળમાં અનેક વખત ગંભીર ફરીયાદો ઉઠી ચૂકી છે છતાં સંચાલકોએ અધ્યાપકોની સામે પગલાં ભરવાને બદલે વિદ્યાર્થિનીઓના પેરેન્ટ્સને બોલાવીને મોઢું બંધ કરાવી દેવાના ધંધા કર્યા હતા હવે એ સંચાલકોને પણ પ્રવેશાર્થીઓની ભીખ માંગવા જવું પડે છે.
ભગવાન મહાવીર અને વિદ્યામંદિર વિમેન્સ બન્ને કોલેજોના સંચાલકોની કુલ ત્રણ આર્કિટેક્ચર કોલેજો મળીને રોકડા 16 પ્રવેશાર્થીઓ ફાળવાયા છે. આ 16માંથી કેટલા પ્રવેશ લે છે એ પણ જોવાનું રહે છે.
ગજેરા બંધુઓની લક્ષ્મી વિદ્યાપીઠમાં એકપણ પ્રવેશાર્થી નહીં
સુરતના ગજેરા બંધુઓએ વલસાડ નજીક સ્થાપેલી લક્ષ્મી વિદ્યાપીઠની હાલત બી.આર્ક.ની પ્રવેશ કાર્યવાહીમાં સૌથી કંગાળ રહી છે. લક્ષ્મી વિદ્યાપીઠની આર્કિટેક્ચર કોલેજમાં કુલ 29 સીટ પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, 29 પૈકી 29 સીટો પહેલા રાઉન્ડના અંતે ખાલી પડી રહેવા પામી છે.
દક્ષિણ ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોમાં પહેલા રાઉન્ડના અંતે પરિસ્થિતિ
કોલેજનું નામ
સ્થળ
કુલ સીટ
પ્રવેશ ફાળવણી
ખાલી બેઠકો
સ્કેટ કોલેજ
સુરત
75
75
0
જીસી પટેલ, વીર નર્મદ યુનિ
સુરત
95
93
2
ભગવાન મહાવીર કોલેજ
સુરત
95
10
85
રમણ ભક્તા કોલેજ
બારડોલી
71
21
50
લક્ષ્મી વિદ્યાપીઠ
વલસાડ
29
0
29
વિદ્યામંદિર વિમેન્સ કોલેજ
સુરત
48
4
44
મહાવીર સ્વામી કોલેજ
સુરત
48
2
46
પી.પી.સવાણી યુનિ.
કોસંબા
38
11
27
ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોમાં પહેલા રાઉન્ડના અંતે પરિસ્થિતિ
રક્ષાબંધન હવે મોટા ભાગે મીઠાઇઓનો તહેવાર બની ગયો છે અને હાલ મંદીનો માહોલ છે ત્યારે આ વખતે 2019ના રક્ષાબંધન પર્વે સૌથી વધુ જો કોઇ મીઠાઇએ વેચાઇ હોય તો એ મોંઘીદાટ બ્રાન્ડેડ નહીં પણ અનબ્રાન્ડેડ એટલે કે ગૃહ ઉદ્યોગની, સોસાયટી, મંડળ, સંગઠનોએ બનાવેલી મીઠાઇઓ વધુ વેચાઇ હોવાના અહેવાલો મળ્યા છે.
આ રક્ષાબંધને બજારમાં મંદીનો માહોલ હોઇ, સુરતીઓએ મોંઘીદાટ બ્રાન્ડેડ મીઠાઇઓ ખરીદવા કરતા સ્વૈચ્છક સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી તાજી, ફ્રેશ, ગુણવત્તાસભર અને વ્યાજબીભાવની હોમ મેડ સ્વીટ્સ ખરીદીને રક્ષાબંધનની ઉજવણ કરી હતી. (સાંકેતિક ફોટો)
શહેરમાં જુદી જુદી ક્લબ, સોસાયટીઓ, મંડળો, સંગઠનો, ગ્રુપ્સ વગેરે દ્વારા પહેલા ઘારી પોતાના સભ્યો માટે બનાવવાનો રિવાજ હતો, પરંતુ, મંદીના માહોલમાં મધ્યવર્ગીય, ગરીબ પરિવારોને સસ્તાદરે, સારી ક્વોલિટીની મીઠાઇઓ મળી રહે તે માટે આ રક્ષાબંધન જુદી જુદી મીઠાઇઓ બનાવીને વેચવા મૂકી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે મંડળો, સંગઠનોએ બનાવેલી મીઠાઇઓ ધૂમ ઉપડી હતી.
બ્રાન્ડેડ મીઠાઇઓ કરતા ગૃહ ઉદ્યોગ સ્વરૂપે સોસાયટીઓ, મંડળો, સંગઠનોએ બનાવેલી મીઠાઇઓ રૂ.150થી રૂ.300 સુધી પ્રતિ કિલોએ સસ્તી પડી હતી. બજારમાં બ્રાન્ડેડ મીઠાઇ શોપવાળાઓએ કાજુ ફેન્સીનો ભાવ રૂ.800 પ્રતિ કિલોથી સ્ટાર્ટ કરી દીધો હતો, જ્યારે આ બ્રાનડેડ મીઠાઇઓ કરતા પણ સારી ક્વોલિટીની, તાજી બનાવેલી મીઠાઇઓ સોસાયટીઓ, મંડળોએ રૂ.625થી રૂ.650 પ્રતિ કિલોના ભાવે વેચી હતી. એવી જ રીતે જુદી જુદી જાતના હલવા અને બરફી તેમજ પેંડા પણ હોમ મેડ ખૂબ ઉપડ્યા હતા.
શહેરના લાલદરવાજા ખાતે કાર્યરત યુવક મંડળે 1600 કિલો જેટલી ચોકલેટ બરફી બનાવી હતી, તેમણે જણાવ્યું કે કમસેકમ 2000 ફેમિલીઓએ તેમની બનાવેલી ચોકલેટ બરફીથી મ્હો મીઠું કરાવીને બળેવ ઉજવી હતી. સંસ્થાના કાર્યકર્તા બળવંત પટેલે જણાવ્યુ કે તેમણે બે દિવસ પૂર્વે બનાવી હતી મીઠાઇ, અગાઉથી 1200 કિલોનો ઓર્ડર બુક થઇ ગયો હતો. રક્ષાબંધની પૂર્વ સંધ્યાએ મીઠાઇ ખલ્લાસ થઇ ગઇ હતી અને લોકોને વધુ કમસેકમ 300 કિ.ગ્રા. મીઠાઇ જોઇતી હતી એટલી ડીમાંડ નીકળી હતી.
એવી જ રીતે અંબાજી રોડ પર વયસ્કોના એક ગ્રુપએ કાજુકતરી તૈયાર કરી હતી. પોતાના મેમ્બર્સ માટે અંદાજે 1000 કિ.ગ્રા. બનાવવાનું પ્લાનિંગ હતું પરંતુ, જેમ જેમ બુકિંગ અંગે લોકોને ખબર પડતી ગઇ આ ગ્રુપએ 2500 કિ.ગ્રા.થી વધુની કાજુકતરી બનાવવી પડી. રૂ.650 પ્રતિ કિલોએ તેમણે બનાવેલી કાજુકતરી લેવા માટે છેક ભરૂચ અને વલસાડથી લોકો આવ્યા હતા.
સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા તૈયાર થતી મીઠાઇઓ ફ્રેશ, ગુણવત્તાવાળી અને વ્યાજબી ભાવની હોય છે
હાલ જે રીતે મંદીનો માહોલ છે અને સુરતના બજારોમાં કેટલીક બ્રાન્ડેડ કહેવાતી મીઠાઈ શોપ્સના માલિકોએ જાણે રાતોરાત બંગલા બાંધી દેવાના હોય એ રીતે મીઠાઇઓના ભાવો વધારી દીધા છે, આવી સ્થિતિમાં મધ્યમવર્ગે આ રક્ષાબંધન પર્વની ઉજવણી જુદી સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવેલી મીઠાઈઓથી ઉજવી હતી.
જે રીતે રક્ષાબંધને બ્રાન્ડેડ મીઠાઇઓ કરતા સ્વૈચ્છીક સંસ્થાઓએ બનાવેલી મીઠાઇઓની બજારમાં ભારે માંગ હતી અને લગભગ દરેક મંડળો, સંગઠનોએ બનાવેલી તમામ મીઠાઇઓ આ વખતે વેચાઇ ગયા પછી પણ ડિમાંડ નીકળી હતી એ જોતા હવે આગામી તહેવારોની મોસમમાં ખાસ કરીને ચંદી પડવાએ અને દિવાળીના તહેવારોમાં પણ મધ્યમવર્ગીય સુરતીઓ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી મીઠાઇઓ જ ખરીદશે એમ મનાય છે.
હા, એ વાત ચોક્કસ છે કે કેટલાક હાઇફાઇ લોકોએ બ્રાન્ડેડ મીઠાઇઓવાળાને ત્યાં મીઠાઇના આકર્ષક પેકેટસ ખરીદવા માટે પડાપડી કરી હતી, પરંતુ, એ પણ ફક્ત જ્યાં દેખાડો કરવાનો છે એ માટે જ. મોટા ભાગના બ્રાન્ડેડ મીઠાઇવાળાઓ આકર્ષક પેકિંગમાં દિવસો પહેલા તૈયાર કરી દેવાતી મીઠાઇઓ તહેવારોની ભીડમાં લોકોને પધરાવી દેતા હોય છે. એટલા માટે જ સુરત મહાનગરપાલિકાએ રક્ષાબંધન પર્વ અગાઉ શહેરની કહેવાતી બ્રાન્ડેડ મીઠાઇઓની દુકાનો પર ચેકિંગ કરીને સેમ્પલો લીધા હતા.
દિલ ચાહતા હૈ કે પછી ઝિંદગીના મિલેગી દૌબારા જેવી બોલીવુડની ફિલ્મોની સ્ટોરીને પણ ટક્કર મારે એવી જીવતી વારતાં જીવવા જઇ રહ્યા છે સુરતના બે મિત્રો.
આ છે સંજય રામાણી, જેઓ તેમના મિત્ર સાથે ભારતના સીમાડાઓના ભ્રમણની બે વર્ષ લાંબી 25 હજાર કિ.મી.ની યાત્રાએ નીકળી રહ્યા છે. આ છે શતાબોર્તા નંદી, જેઓ તેમના મિત્ર સંજય રામાણી સાથે સાથે ભારતના સીમાડાઓના ભ્રમણની બે વર્ષ લાંબી 25 હજાર કિ.મી.ની યાત્રાએ નીકળી રહ્યા છે.
આ બે મિત્રોમાં એકનું નામ છે સંજય રામાણી અને બીજા મિત્ર છે સટાબોર્તા નન્દી. બન્ને વ્યવસાયે આર્કિટેક્ટ છે. બન્ને દેખાવે ઓલિયા ટાઇપ એટલે કે વાળ દાઢી અને બહુ ઓછા બૂટ-શૂટમાં જોવા મળે એવા. બન્ને ઇન્ટેન્સ નેચર લવર અને એટલે જ તેમણે એક જીવતી વારતાં જીવવાનો અવસર ઉભો કર્યો. આવતીકાલ તા.15મી ઓગસ્ટ 2019ને સ્વતંત્રતા પર્વથી આ બન્ને સુરતી મિત્રો એક જીવતી વારતાં જીવવા નીકળી પડશે.
વાત જાણે એમ છે સંજય રામાણી અને શતાબોર્તા નંદી બન્ને સુરતથી નીકળીને ભારતની તમામે તમામ સરહદો પછી ભલે એ સમુદ્રી કિનારે હોય, કોઇ દેશને અડીને આવેલી હોય કે પછી એ સરહદ હિમાલયમાં હોય, ઇનશોર્ટ ભારતની બોર્ડરની પરીક્રમા કરશે, આ પરીક્રમા કરતા તેમને બે વર્ષ જેટલો સમય નીકળી જશે. જીપ્સી જીપમાં તેઓ ભારતની સરહદોની અંદાજે 25 હજાર કિ.મી.ની પરીક્રમા કરશે.
શું કામ ભારતની પરીક્રમા કરશે બે સુરતી મિત્રો
સંજય રામાણી અને શતાબોર્તા નંદી ભારતીય સરહદોના સીમાડાઓ એટલા માટે ખૂંદવા જઇ રહ્યા છે કેમકે તેમણે ભારતમાં પર્યાવરણ જનજાગૃતિનો સંદેશ ફેલાવવો છે. તેમની આ યાત્રાનો હેતુ ભારતની સરહદોની માટી માંથી 300 રનિંગ મીટર લાંબા કેન્વાસ પર એક સોઇલ આર્ટ તૈયાર કરીને વિશ્વને સમર્પિત કરવાનો તેમનો પ્લાન છે. આ સોઇલ આર્ટ સંજય કે શતાબોર્તા નહીં દોરે પણ એ દોરશે ભારતીય સરહદો પર રહેતા ત્યાના લોકલ બાળકો, આ સોઇલ આર્ટમાં કલર હશે પણ એ કલર ભારતના સિમાડાઓની માટીના જ હશે. એવું લાગે છે કે વિશ્વનું આ સૌથી મોટું સોઇલ આર્ટને પણ આકાર આપવા માટે સંજય રામાણી અને શતાબોર્તા નંદી ભારત પરીક્રમણ પર નીકળી રહ્યા છે.
આ નકશા પરથી ખબર પડે છે કે સંજય રામાણી અને શતાબોર્તા નંદીના ભારત પરીક્રમણનો 25 હજાર રનિંગ કિ.મી. લાંબો રૂટ
સુરતના બે આર્કિટેક્ટ મિત્રો, સંજય રામાણી અને શતાબોર્તા નંદી તા.15મી ઓગસ્ટ 2019થી પર્યાવરણ જનજાગૃતિ અભિયાન અન્વયે વિશ્વનું સૌથી મોટું સોઇલ આર્ટ રચવા માટે ભારતના સીમાડાઓના ભ્રમણે નીકળી રહ્યા છે.સંજય રામાણી અને શતાબોર્તા નંદી, બે સુરતી મિત્રો ભારતની તમામ સરહદો પર ફરીને ત્યાના બાળકો પાસે 300 મીટર લાંબા કેન્વાસ પર ત્યાંની માટીથી જ આર્ટ દોરાવશે. આ 300 મીટર લાંબુ કેન્વાસ સુરતમાં તૈયાર કરાવાયું છે, આ કેન્વાસના હેન્ડલિંગ માટે ખાસ ટ્રેનિંગ લેવી પડી છે
15મી ઓગસ્ટ 2019ના રોજ ભારતની સરહદોની પરીક્રમા શરૂ કરશે
સંજય રામાણી અને શતાબોર્તા નંદી પર્યાવરણ જનજાગૃતિ માટે અને ભારતની પ્રત્યેક સરહદો પરની માટીમાંથી એક 300 મીટર લાંબુ વિશ્વનું સૌથી મોટું સોઇલ આર્ટ રચવા માટે તા.15મી ઓગસ્ટ 2019ને સ્વતંત્રતા દિવસે સુરતથી પ્રસ્થાન કરશે. તેઓ જીપ્સી ગાડી તેમની સાથે લઇ જઇ રહ્યા છે. યાત્રા દરમિયાન તેઓ સોશ્યલ મિડીયાથી બિલકુલ કટઓફ થઇ જશે. ફક્ત તેમના મોબાઇલ ફોન કાર્યરત રહશે.
Brief in English
A national art journey
– a ‘Parikrama’, that will bring awareness towards climate via soil art
painting, in the youth of India, and also to benefit numerous under-privileged
children in our country.
Two men carrying an empty canvas scroll of 300 metres are taking a 2 year
long parikrama of India, travelling 25000 kms through various
places.
Wherever they go, the children of those places will paint this
canvas with soil extracted from their local land.
This mega soil-artwork will spread global awareness on
Climate Conservation through Indian Art and Culture.
બેટી પઢાવો બેટી બચાવો જનજાગૃતિ માટે ઉત્તર પ્રદેશથી લંડન સુધીની અંદાજે 25 હજાર કિ.મી.ની બાઇક રેલી પર ઉપડેલી સુરતની બાઇકિંગ ક્વીન્સને એક પછી એક કડવા અનુભવો થઇ રહ્યા છે. એક બાઇકિંગ ક્વીન જીનલ શાહનો પાસપોર્ટ ખોવાયા બાદ હવે બે બાઇકિંગ ક્વીન્સની આખેઆખી બાઇક જ નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમથી ચોરાઇ જવાની ઘટના બની છે.
બાઇક યાત્રા કરીને લંડન જવા નીકળેલી સુરતની બે બાઇકિંગ ક્વીન્સ સારીકા મહેતા અને રુતાલી પટેલની તસ્વીરમાં દ્રશ્યમાન બાઇકસ નેધરલેન્ડસના એમ્સ્ટરડેમ ખાતેથી ચોરાઇ જવા પામી છે.
ગઇ તા.22મી જૂનએ રશીયામાં એક બાઇકિંગ ક્વીન જીનલ શાહનો પાસપોર્ટ ચોરાઇ ગયા બાદ જીનલ શાહે સ્વૈચ્છીક રીતે યાત્રામાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો, આ ઘટનામાંથી બાઇકિંગ ક્વીન્સને કળ વળે એ પહેલા તો આજરોજ તા.11મી ઓગસ્ટ 2019 ને રવિવારે ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યે એવા સમાચાર આવ્યા કે વેસ્ટ નેધરલેન્ડસના એમ્સ્ટરડેમ ખાતે સુરતની બે બાઇકિંગ ક્વીન્સ સારીકા મહેતા અને રુતાલી પટેલએ જે હોટેલમાં રાત્રી રોકાણ કર્યું હતું એ હોટેલના કમ્પાઉન્ડમાંથી બન્નેની બાઇક જ ચોરાઇ ગઇ છે.
આ અંગે બાઇકિંગ ક્વીન્સના ઓફિશ્યલ ફેસબુક પેજ પર આ સૂચના ભારતીય સમય અનુસાર રવિવારે સાંજે 5 વાગ્યે પોસ્ટ કરવામાં આવી હતી.
બાઇકિંગ ક્વીન્સએ બે બાઇકો ચોરાય જવા અંગે નેધરલેન્ડસ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ સારીકા મહેતા અને રુતાલી પટેલ પોતાની બાઇક રેલી જારી રાખશે. આજે તેઓ નેધરલેન્ડસમાંથી બાઇક હાયર કરીને લંડન પહોંચવા માટેની યાત્રા આવતીકાલ તા.12મી ઓગસ્ટ 2019થી શરૂ કરશે.
સુરત શહેરમાં બપોરે બે વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદી ઝાપટાઓ સુરતવાસીઓ માટે આફત નોતરી શકે તેમ છે.
ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલી રહેલા અંદાજે બે લાખ ક્યુસેક્સ પાણીના ફ્લડને મેનેજ કરવા માટે સુરત શહેરમાં સ્ટોર્મ ડ્રેનેજના ફ્લડ ગેટ્સ જેના આઉટ લેટ્સ તાપી નદીમાં છે એ ફ્લડ ગેટ્સ બંધ કરવામાં આવ્યા હોઇ, સુરતમાં હાલ પડી રહેલા વરસાદનું પાણી સ્ટોર્મ ડ્રેનેજમાં જશે અને સ્ટોર્મ ડ્રેનેજ ભરાશે એટલે સુરતમાં ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ શકે છે.
જાણકારો કહે છે કે જો સુરત શહેરમાં વરસાદ સતત ચાલુ રહ્યો તો સુરતમાં ઉકાઇના પાણીના લીધે નહીં પણ વરસાદી પાણીના લીધે પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
એ પૂર્વે શહેરમાંથી પસાર થતી તાપી નદીમાં સ્ટોર્મ ડ્રેનેજના ફ્લડ ગેટ્સ બંધ કરવામાં આવતા કેટલાક વિસ્તારોમાં ગટરના પાણી બેક થયા હતા અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાવા પામી છે. એ સિવાય તાપી નદી કાંઠેના અડાજણ છેડે સ્વામી નારાયણ મંદિરથી શરૂ કરીને જલારામ ઓવારા સુધીના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવા પામ્યા છે. જે તસ્વીરમાં દ્રશ્યમાન છે.
તાપી નદીમાં ફ્લડ ગેટ્સ બંધ કરતા નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છેશહેરના ધાસ્તીપુરા વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા હતા.
ભૂતકાળમાં 1998 અને બાદમાં 2006ના પૂરની સ્થિતિ અને અનેક વર્ષે ચોમાસામાં સર્જાયેલી ફ્લડ લાઇક સિચુએશન્સમાંથી સુરતના વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ એટલું બધું શીખ્યા છે કે હવે સુરતવાસીઓ અને સ્થાનિક તંત્રો ફ્લડ મેનેજમેન્ટમાં પાવરધા બન્યા છે. ઉકાઇ ડેમ અંદાજે 80 લાખની વસતિને સીધી રીતે અસર કરે છે. ઉકાઇ ડેમથી નીકળતું પાણી સુરત જિલ્લામાંથી પસાર થયા બાદ તાપી નદીમાં આવે છે અને છેક મગદલ્લા પાસે દરિયામાં ભળે ત્યાં સુધીની વસતિ ઉકાઇ ડેમની સપાટીથી સીધી રીતે અસરકર્તા છે.
છેલ્લા દોઢ દિવસથી તાપી નદીમાં છ લાખ ક્યુસેક્સ પાણીનો આવરો નોધાયો હતો, એટલી વિપુલ માત્રામાં પાણી ડેમમાં આવી રહ્યું હતું કે જો નવા નિશાળીયા જેવા તંત્રવાહકો હોય તો સુરત શહેરે ફરી ડૂબવાનો વખત જોવો પડે, પણ ફ્લડ મેનેજમેન્ટ એને જ કહેવાય કે ઉકાઇ ડેમમાં આવતા પાણીના જથ્થાનું મેનેજમેન્ટ અને તાપી નદીમાં રિલીઝ કરવાની માત્રા આ દરેક બાબતોને બેલેન્સ કરીને ફ્લડની સિચુએશન ટાળી શકાય અને આજે તા.10મી ઓગસ્ટ 2019ના રોજ સુરતવાસીઓએ વધુ એક વખત સટીક ફ્લડ મેનેજમેન્ટની પ્રતીતિ કરી છે.
તા.10મી ઓગસ્ટ 2019ના રોજ સુરતવાસીઓએ વધુ એક વખત સટીક ફ્લડ મેનેજમેન્ટની પ્રતીતિ કરી
સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં જ્યારે જ્યારે પણ પૂરજનક સ્થિતિ ઉદભવી છે ત્યારે ત્યારે ફ્લડ મેનેજમેન્ટ થકી સુરતવાસીઓને બને તેટલું ઓછું નુકસાન, જાનમાલનું ઓછું નુકસાન થાય તેવી સ્થિતિ ફ્લડ મેનેજમેન્ટ થકી જ સર્જી શકાય છે અને એટલે જ સુરતવાસીઓ ફ્લડ લાઇક સિચુએશનમાં પણ ટેસથી ભજીયા ખાઇને ઉપાધીને ઉત્સવમાં પરિવર્તિત કરી શકે છે.
અત્રે એ નોંધનીય છે કે ઉકાઇ ડેમ આવ્યો છે તાપી જિલ્લામાં પરંતુ, તેનું મોનિટરિંગ સુરત જિલ્લા કલેક્ટર દ્વારા જ કરવામા આવે છે.
આ વખતે પણ તાપી નદીમાં ફ્લડ મેનેજમેન્ટ કાબિલેતારીફ રીતે થઇ રહ્યું છે. સિંચાઇ વિભાગ, સુરત કલેક્ટરેટ, સુરત મહાનગરપાલિકા, હવામાન ખાતું, ડીજીવીસીએલ સમેત અનેક તંત્રોના અધિકારીઓ વચ્ચે જબરદસ્ત સંકલન હોવાના કારણે ફ્લડ મેનેજમેન્ટ સટીક રીતે થઇ રહ્યું છે. અહીં જાણીએ ફ્લડ મેનેજમેન્ટમાં કોણ શું ભૂમિકા ભજવી રહ્યા છે.
સુરત જિલ્લા અને સુરત શહેરમાંથી પસાર થઇને સુરતના મગદલ્લા નજીક દરિયાને મળતી તાપી નદીનો નકશો કે જે ચોમાસા દરમિયાન સુરતવાસીઓની ધડકન વધારી દે છે
સેન્ટ્રલ વોટર કમિશન
સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા તાપી નદીના આરંભથી અંત સુધીમાં પડતા વરસાદ અને પાણીનો આવરો, પ્રવાહની સ્થિતિ વગેરેની માહિતી તેમજ સતત અપડેટ્સ માટે દક્ષિણ ગુજરાત સિંચાઇ વર્તુળ સાથે સંકલન સાધે છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં તેમજ ગેજ સ્ટેશન પર વરસાદના આંકડાનું સચોટ મેઝરમેન્ટસ સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા મળે છે.
સિંચાઇ વિભાગની શું ભૂમિકા ?
ઉકાઇ ડેમમાં પાણીના આવરાથી લઇને પાણી રિલીઝ કરવાની બાબતો પર ઘનિષ્ટ વોચ રાખવામાં આવે છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના આધારે ડેમમાં કેટલું પાણી આવશે એ સઘળી બાબતો સંકલન કરીને મેળવે છે, રેકોર્ડ રાખે છે. સ્થાનિક કલેક્ટરેટને જાણકારી આપે છે.
સુરત કલેક્ટરેટની શું ભૂમિકા ?
સુરતના કલેક્ટર તમામ વહીવટીતંત્રો સાથે સંકલન સાધે છે. ફ્લડ લાઇક સિચુએશન દરમિયાન સૌથી શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય એ માટે સુરત કલેક્ટર દરેક તંત્રવાહકોના ઉચ્ચાધિકારીઓની મિટીંગ યોજે છે અને સૂચનો મેળવીને પરિસ્થિતિ અનુસાર શ્રેષ્ઠ નિર્ણય કરે છે. ઉકાઇ ડેમથી લઇને સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પાણીની પરિસ્થિતિ અંગે સચોટ માહિતી મેળવે છે અને સુરત મહાનગરપાલિકાથી લઇને સંબંધિત દરેક તંત્રવાહકો સુધી માહિતી પહોંચાડે છે. ઇનપુટ્સ આપે છે, આગળ કઇ કાર્યવાહી કરવી તેની સૂચના આપે છે.
વર્તમાન કલેક્ટર ડો. ધવલ પટેલના ન્યુઝ ફોરકાસ્ટ ઓડિયો મેસેજીસ (ઓડિયો ક્લીપ્સ) ભારે વાઇરલ થયા છે, લોકોએ ધવલ પટેલના ઓડિયો મેસેજીસ વારંવાર વ્હોટ્સ એપ પર સેન્ડ કર્યા. ઓડિયો મેસેજીસના ન્યુઝ ફોરકાસ્ટ કરીને સુરત કલેક્ટર ડો. ધવલ પટેલએ નવો ચીલો ચાતર્યો છે, ભવિષ્યમાં આવનારા કલેક્ટરોએ ડો.ધવલ પટેલની પરંપરા જાળવી રાખવી પડશે
સુરત કલેક્ટર મિડીયાને માહિતી આપીને લોકો સુધી સચોટ માહિતી પહોંચાડે છે. વર્તમાન કલેક્ટર ડો.ધવલ પટેલ તારીખ અને સમય સાથેના ઓડિયો મેસેજ મિડીયાને પાસ કરે છે અને મિડીયા સુરતવાસીઓ સુધી ઉકાઇ ડેમથી લઇને તાપી નદીમાં વોટર લેવલ સુધીની સચોટ માહિતી પૂરી પાડે છે.
ફાયર બ્રિગેડ
સુરત ફાયર બ્રિગેટ ચોમાસાની સીઝનમાં સૌથી વધુ સ્ટેન્ડ ટુ સિચુએશનમાં હોય છે. વરસાદી હોનારતો, પાણી ભરાવાની સ્થિતિ, ઝાડ પડવા કે શોર્ટ સર્કિટ થવો કે અન્ય અકસ્માતના સમય સંજોગોમા દિવસ રાત સ્ટેન્ડ ટુની સિચુએશનમાં હોય છે. આમેય ફાયર બ્રિગેડની કામગીરી ચોવીસે કલાકની જ હોય પરંતુ, ચોમાસામાં અકસ્માતો, આકસ્મિક સંજોગો વધુ ઉદભવતા હોવાથી ફાયર બ્રિગેડ તમામ ઔજારો, સાધનો સાથે તૈનાત રહે છે. ફાયર બ્રિગેડ પાસે અત્યાધુનિક ટુલ્સ ઉપરાંત પ્રારંભિક બચાવ રાહત માટેના વાહનો, બોટ વગેરે પણ રેડી પોઝીશનમાં હોય છે. કલેક્ટરેટની મિટીંગમાં લેવાયેલા નિર્ણયોની સૌથી પહેલી જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવે છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ભૂમિકા શું ?
સુરત મહાનગરપાલિકા શહેરમાં ફ્લડની પરિસ્થિતિ સર્જાય, ગટરીયા પૂર આવે તો લોકોના સ્થળાંતરની કામગીરી, જરૂર જણાય તો શેલ્ટર હાઉસ ઉભા કરવા, નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવો, લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી, સામાન્ય લોકો સુધી તાપીમાં પાણીના લેવલની જાણકારીની માહિતી, વિયર કમ કોઝવેને સંબંધિત તમામ સંચાલન, તાપી નદીમાં વોટર લેવલ વધે તો ફ્લેડ ગેટ બંધ કરવા વગેરે અગત્યની કામગીરી નિભાવે છે. શહેરની ખાડીઓ ઉભરાય ત્યારે ખાડી કિનારે વસેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી, ફુડ પેકેટ્સ વિતરણ વગેરે પણ પાલિકા કરે છે. ફ્લડ પછી સેનિટેશન, સાફસફાઇ વગેરે કામગીરી સુરત મહાનગરપાલિકા હાથ ધરે છે.
ટૂંકમાં કહીએ તો સુરતીઓને સ્પર્શતી મોટા ભાગની કામગીરી સુરત મહાનગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા જ પાર પાડવામાં આવે છે.
સુરત પોલીસ તંત્રની શુ ભૂમિકા ?
સુરત પોલીસ તંત્ર જ્યારે જ્યારે તાપી નદીમાં ફ્લડ લાઇક સિચુએશન હોય ત્યારે ત્યારે હરકતમાં હોય છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ઉપરાંત શહેરના બ્રિજો, નદી કિનારાઓ પર બિનજરૂરી રીતે ઉમટી પડતા લોકોને વિખેરવાની કામગીરી હાથ ધરે છે. જરૂર જણાય એવા પોઇન્ટસ પર હંગામી ધોરણે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવે છે. અફવા ફેલાવતા લોકોને શોધી કાઢવાનું કામ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે.
જિલ્લા પંચાયત તંત્રની શું ભૂમિકા ?
જે રીતે સુરત મહાનગરપાલિકા સુરત શહેરમાં ફ્લડ લાઇક સિચુએશન દરમિયાન લોકોને સ્પર્શતી સીધી બાબતોની દેખરેખ રાખે છે એ જ રીતે જિલ્લા પંચાયતનું તંત્ર સુરત જિલ્લામાં આવેલા ગામડાઓમાં પૂર, પાણી ભરાવા, સેનિટેશન વગેરેની બાબતો પર ધ્યાન આપે છે. જરૂરીયાત સમયે બચાવ રાહતની કામગીરી, સલામત સ્થળે ખસેડવાની કામગીરી, સેલ્ટર હાઉસ ઉભા કરવાની કામગીરી વગેરે જિલ્લા વિસ્તારમાં આવેલી સઘળી કામગીરી જિલ્લાપંચાયત દ્વારા હાથ ધરવામાં આવે છે.
ડીજીવીસીએલ
દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એવી સૂચના આપવામાં આવે છે કે જો વરસાદી હોનારત કે ફ્લડ સિચુએશનમાં વીજ પુરવઠો ખોરવાય, કોઇ સ્થળે ભંગાણ થાય તો સત્વરે વીજ પ્રવાહ રીસ્ટોર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાવી જોઇએ. તદુપરાંત વરસાદી માહોલ દરમિયાન શોર્ટ સર્કિટ તેમજ અન્ય બનાવો દરમિયાન ડીજીવીસીએલએ સ્ટેન્ડ ટુ ની પોઝીશનમાં તૈનાત રહેવાનું હોય છે.
જાહેર બાંધકામ વિભાગ
જાહેર બાંધકામ વિભાગની જવાબદારીએ હોય છે કે કોઇ સરકારી કચેરી, સરકારી મિલકતમાં વરસાદી હોનારત, પાણી ભરાવા કે પુરની સ્થિતિમાં બને એટલું નુકસાન ઓછું થાય અને રૂટીન કામગીરી ન ખોરવાય એ જોવાની સઘળી જવાબદારી જાહેર બાંધકામ વિભાગની હોય છે.
Increase in qty: 4801.41 MCM (w.r.t to mini storage of this yr)
ઉકાઇ ડેમમાંથી પોણા બે લાખથી વધુ ક્યુસેક્સ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સુરત મધ્યેથી પસાર થતી તાપી નદી હાલ બે કાંઠે છે, તાપી બે કાંઠે હોવાથી ફ્લેડ ગેટ્સ બંધ કરાયા છે અને તેના કારણે કારદશાની નાળ, અડાજણ મક્કાઇ પુલથી સ્વામીનારાયણ મંદિર રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં નદીના પાણી ફરીવળ્યા છે અગર તો ગટરના પાણી બેક મારી રહ્યા છે, આ સિવાય સુરત પર હાલ તુરત કોઇ જ જળ સંકટ કે પૂરનું સંકટ નથી.
જવલ્લેજ જોવા મળતો અદભૂત નજારો, શાસ્ત્રોએ જેને પૂણ્ય સલિલાનું ઉપનામ આપ્યું છે એ સૂર્યપૂત્રી તાપી નદી આજે બે કાંઠે વહેતી જોવા મળી હતી. ઇતિહાસમાં જે રીતે ઉલ્લેખ છે એ રીતે તાપી નદી આજે વહી રહી હતી. અદભૂત નજારો જોવા માટે સુરતીઓ શહેરના બ્રીજો પર ઉમટી પડ્યા હતા. ફોટો બાય સુનિલ પટેલ (ભરીમાતા)
સુરત શહેર પર પૂરનું સંકટ ન આવે એટલા માટે ઉકાઇ ડેમની સપાટી 330 ફૂટ જેટલી જાળવવામાં આવી રહી છે એમ સુરતના અધિકારીઓ જણાવી રહ્યા છે.
સુરત શહેર માટે સૌથી નસીબવંતી વાત એ પણ છે કે ઉકાઇ ડેમમાં જ્યાંથી પાણી આવી રહ્યું છે એ ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં આજે સવારે 8 વાગ્યે પૂરા થયેલા વરસાદના આંકડાઓ જોતા ત્યાં વરસાદ સાવ સામાન્ય છે, એટલે આગામી 10-12 કલાકમાં ઉકાઇ ડેમમાં પાણીનો આવરો ઓછો થઇ જશે.
ઉપરવાસમાં વરસાદ સાવ સામાન્ય છે, શનિવારે રાત સુધીમાં ઉકાઇમાં પાણીનો ઇનફ્લો ઓછો થઇ જશે
સુરત શહેરના પાણીના મુખ્યસ્ત્રોત ઉકાઇ ડેમમાં જ્યાંથી પાણીનો આવરો થઇ રહ્યો છે એ કેચમેન્ટ એટલેકે ઉપરવાસના વિસ્તારોમાં આજે તા.10મી ઓગસ્ટ 2019ની સવારે 8 વાગ્યા સુધી નોંધાયેલો વરસાદ સાવ સામાન્ય છે, એટલે ડેમમાં પાણીનો આવરો તબક્કાવાર ઘટી જશે અને શનિવાર તા.10મી એ રાત સુધીમાં ડેમમાં પાણીનો આવરો ઓછો થઇ જશે. આમ છતાં ઉકાઇ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવાનું જારી રાખવામાં આવશે. એવું જાણવા મળે છે કે ઉકાઇ ડેમની સપાટી હાલ 330 ફૂટની આસપાસ જાળવવામાં આવશે.
આમ છતાં ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 330 ફૂટ સુધી જાળવી રાખવા માટે આ લેવલથી ઉપર જેટલું પાણી આવશે એટલું છોડી દેવાની નીતિ અખત્યાર કરવામાં આવી છે. એ ખાસ યાદ રાખવું જોઇએ કે 335 એ રૂલ લેવલ છે, અધિકારીઓએ અગાઉના પાણીના આવરાને ધ્યાને લઇને આ લેવલ બનાવ્યું છે. ઉકાઇ ડેમની પાણીની ભયજનક સપાટી 345 ફૂટ છે. હજુ એકાદ મહિના વરસાદ પડે અને એક સામટું પાણી આવે ત્યારે વિકટ પરિસ્થિતિ ન સર્જાય એ માટે હાલમાં બે લાખ ક્યુસેક્સ પાણી છોડવાામાં આવી રહ્યું છે.
દરમિયાન તા.9મી ઓગસ્ટને બપોરે 4 વાગ્યાથી ઉકાઇ ડેમમાંથી 75 હજાર ક્યુસેક્સ પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરાયું હતું, જે આજરોજ તા.10મી ઓગસ્ટે સવારે 10 કલાકે વધારીને 1.84 લાખ ક્યુસેક્સ કરવામાં આવ્યું છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાને કારણે સ્વાભાવિક છે કે સુરત શહેરની વચ્ચેથી પસાર થતી તાપી નદીમાં પાણીનો આવરો થાય અને તાપી બે કાંઠે વહેતી જોવા મળે. આજે સવારથી જ તાપી નદીને બે કાંઠે જોવા માટે લોકોની ભીડ જામી હતી અને ત્યાંથી જ વાતો વહેતી થઇ કે સુરતમાં પૂર આવી રહ્યું છે.
તાપી નદી બે કાંઠે વહેતી હોઇ, સુરત શહેરની વરસાદી ગટર તથા ફ્લેડગેટ્સ બંધ કરાયા હોઇ નીચાણવાળા વિસ્તારોમાં ગટરીયા પાણી બેક થઇને પાણીનો ભરાવો શરૂ થયો હોવાની વિગતો જાણવા મળી છે.
અમારા એસોસીએટ સુનીલભાઇ પટેલ (ભરીમાતા)એ આજે સવારે બે કાંઠે વહેતી તાપી નદીના પીક્ચર્સ ક્લીક કર્યા હતા જે અહીં પ્રસ્તુત છે.
પૂણ્યસલિલા તાપી મૈયા આ સીઝનમાં બે કાંઠે જોવાનો અદભૂત નજારો , ફોટો સુનીલ પટેલ (ભરીમાતા)ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે તાપી નદીના ઉપરવાસમાં ઘર કરી ગયેલી લીલ-વેલ, જળકુંભી જેવી વનસ્પતિઓ ફ્લશ આઉટ થઇને દરીયા ભેગી થઇ હતી. તાપી નદીનું પાણી શુધ્ધ થવા પામ્યું છે. ફોટો બાય સુનીલ પટેલ (ભરીમાતા)તાપી નદીને બે કાંઠે વહેતી જોવાનો લ્હાવો સુરતીઓ છોડે ખરા..આજે સવારથી જ બે કાંઠે વહેતી સૂર્યપૂત્રી તાપી નદીને જોવા માટે લોકો બ્રીજ પર ઉમટ્યા હતા. ફોટો બાય સુનીલ પટેલ (ભરીમાતા)
ભાજપના કામરેજના ધારાસભ્ય વિનુભાઇ ઝાલાવડીયાનો પુત્ર શરદના કારનામાઓથી ભાજપા કલંકિત થઇ રહ્યો છે. શરદ ઝાલાવડીયાએ જાણે સુપર સીએમ નો દિકરો હોય એ રીતે કામરેજ વિસ્તારમાં ગુંડાગર્દી કરી રહ્યો છે. આ વખતે આ મહાશયે કામરેજ વિસ્તારમાં આવતા પાસોદરા ગામના મહિલા સરપંચની સાથે એટલે ભદ્દી ગાળાગાળી કરી કેમકે મહિલા સરપંચના પતિ કેટલીક લોક સમસ્યાઓને સોશ્યલમ મિડીયામાં ઉછાળતા હતા અને શરદ ઝાલાવડીયાને આ બાબત તેમના એમ.એલ.એ. પિતા માટે શરમજનક લાગતી હતી.
શરદ ઝાલાવડીયાએ પાસોદરા ગામના સરપંચના પતિને ફોન પર ધમકી આપી હોવાની ફરીયાદ આખરે સરથાણા પોલીસ ચોપડે દર્ઝ થઇ છે.
પાસોદરાના મહિલા સરંપચના પતિ રાજેન્દ્ર વસાણીએ ફેસબુક પર સરકારી શાળાની બદતર હાલત સંદર્ભે પોસ્ટ કર્યું હતું. એ ધારાસભ્યના પુત્રએ ફોન પર માપમાં રહેવાની ધમકી આપી હતી અને ગાળાગાળી કરી હતી.
પાસોદરા ગામના સરપંચ અનિતા વસાણીના પતિ રાજેન્દ્ર વસાણીએ સરથાણા પોલીસમાં કરેલી ફરિયાદમાં કહ્યું છે કે તાજેતરમાં કામરેજની એક સરકારી શાળાની મુલાકાત લીધી હતી જેમાં શાળાની હાલત બદતર જણાઇ હતી. આ બાબતે મે મારા ફેસબુક વોલ પર પોષ્ટ મુકી હતી. મારો ઇરાદો સરકારનું ધ્યાન દોરાઇ તે બાબતે હતો. મે. પોષ્ટમાં કોઇ ધારાસભ્નું નામ પણ લખ્યું નથી. મારી પોષ્ટ જોઇને કામરેજના ધારાસભ્ય વિનુભાઇ ઝાલાવડીયાના પુત્ર શરદ ઝાલાવડીયાએ મને ફોન પર ધમકી આપી હતી કે માપમાં રહેજો. બીજી વખત ઘારાસભ્ય વિરુધ્ધની પોષ્ટ મુકતા નહીં. શરદ ઝાલવડીયાએ બેફામ ગાળા ગાળી કરી હતી. વસાણીએ કહ્યું હતું કે શરદની વાતચીતનું મેં રેકોડીંગ કર્યું છે અને સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ભાજપાના કામરેજના ધારાસભ્ય ઝાલાવડીયા પોતે પણ અનેક વિવાદો કરી ચૂક્યા છે અને તેમનો દિકરો તો અસામાજિક કારનામાઓ માટે પંકાયેલો છે. બન્નેથી હવે ભાજપાના નેતાઓ પણ કંટાળી ચૂક્યા છે. શરદ ઝાલાવડીયાના કારનામાઓ અંગે ભાજપાના નેતાઓએ સી.એમ. અને જીતુ વાઘાણીને પણ ફરીયાદો કરી છે.
કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સિતારમનને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઇ, પૂર્વ પ્રમુખ શ્રી હેતલ મહેતા અને સ્થાનિક ઉદ્યોગપતિ શ્રીજીતુભાઇ વખારીયા, સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ સાથે મળ્યા હતા. વાટાઘાટો ઘણા અંશે ફળદાયી નિવડશે એવો આશાવાદ પ્રતિનિધિ મંડળે વ્યક્ત કર્યો હતો.
દક્ષિણ ગુજરાતના મુખ્ય ઉદ્યોગ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને કનડતા જી.એસ.ટી., ટફ સમેતના પડતર પ્રશ્નોના નિકાલ માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતનભાઇ દેસાઇની આગેવાની હેઠળ ચેમ્બરનું પ્રતિનિધિ મંડળ ગઇ તા.5મી ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સિતારમનને અને કેન્દ્રીય કપડા મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીને મળ્યા હતા. પ્રતિનિધિ મંડળમાં પૂર્વ પ્રમુખ શ્રી હેતલ મહેતા તેમજ પ્રોસેસર્સ એસોસીએશનના શ્રી જીતુભાઇ વખારીયા પણ જોડાયા હતા. સુરતના સાંસદ શ્રીમતી દર્શના જરદોષ તેમજ નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમને મંત્રીઓ સુધી દોરી ગયા હતા.
કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઇ, પૂર્વ પ્રમુખ શ્રી હેતલ મહેતા અને સ્થાનિક ઉદ્યોગપતિ શ્રીજીતુભાઇ વખારીયા, સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ સાથે મળ્યા હતા. વાટાઘાટો ઘણા અંશે ફળદાયી નિવડશે એવો આશાવાદ પ્રતિનિધિ મંડળે વ્યક્ત કર્યો હતો.
ચેમ્બરના વર્તમાન પ્રમુખ શ્રી કેતન દેસાઇની આગેવાની હેઠળ ચેમ્બરના પ્રતિનિધિમંડળએ સુરતને સ્પર્શતા પ્રશ્નો અંગે ઘનિષ્ઠ ચર્ચા કરી હતી. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને વેગ મળશે તો સુરતના અર્થતંત્રને વેગ મળશે, પરીણામે જે પડતર પ્રશ્નો છે એનો સત્વરે ઉકેલ લાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી હતી.
સુરત શહેર જિલ્લાની અંદાજે એક કરોડની વસતિ માટે પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત ઉકાઇ ડેમમાં પાણીની સપાટી સડસડાટ વધી રહી છે. આજે રવિવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ઉકાઇ ડેમની સપાટી વધીને 311.06 ફૂટને પાર કરી ગઇ હોવાની અધિકૃત માહિતી સાંપડી છે. હજુ રૂલ લેવલ 335 ફૂટથી આજની 310 ફૂટની પાણીની સપાટી 25 ફૂટ ઓછી રહી છે. પરંતુ, જે રીતે હાલમાં ઉકાઇ ડેમમાં પાણીનો આવરો થઇ રહ્યો છે તે જોતા આ વખતે ઓગસ્ટ મહિનામાં જ રૂલ લેવલ અને વોટર લેવલ બન્ને સમાંતર પહોંચી જાય તેમ છે.
ડેમમાં પોણાચાર લાખ ક્યુસેક્સ પાણીનો આવરો
તંત્રવાહકો કહે છે કે એ તો ચાલુ ચોમાસાની સીઝન જ દર્શાવશે કે ડેમમાં કેટલું પાણી આવશે અને પાણીની કેટલી સપાટી થશે, હાલ તુરત કોઇ ભયજનક સ્થિતિ નથી.
તા.4 ઓગસ્ટ બપોરે સાડાબાર વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 3 લાખ 88 હજાર ક્યુસેક્સ જેટલો નોંધાયો હતો. ડેમાં જંગી માત્રામાં પાણીનો આવરો થઇ રહ્યો હોઇ ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ઝડપભેર વધી રહી છે.
ઉકાઇ ડેમના સત્તાધીશોએ આપેલી સત્તાવાર માહિતી આ મુજબ છે.
Ukai Dam. Dt.04.08.19. Hr: 12.00 hrs.
Rule Level : 335.00 ft.
Present Water Level : 311.06 ft.
Inflow: 387968 cusecs.
G.S. : 2700.89 MCM
Percentage filling: 36.43 %
Increase in qty: 1827.16
MCM (w.r.t to mini storage of this yr)
Hathnur Level: 209.53 mt.
Outflow: 18743.08 Cusecs
ઉકાઇ ડેમમાં હાલ આ વિસ્તારોમાં પડી રહેલા વરસાદનું પાણી આવી રહ્યું છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.