CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 39 of 76 - CIA Live

March 22, 2020
cable.jpg
6min34950

આપણા સૂરતની આવી તસ્વીરો તમે ક્યારેય નહીં જોઇ હોય

જનતા કર્ફયુને સૂરત સિટઝન્સનો સજ્જડ રિસ્પોન્સ

મગદલ્લા ટી જંકશન

વરાછા મેઇન રોડ સવારે 9 કલાકે

તસ્વીર સૌજન્ય ગૌતમ ધાંધલિયા, પત્રકાર સૂરત

ભાગળ ચાર રસ્તા સવારે 8.50 કલાકે

તસ્વીર સૌજન્ય વ્હોટ્સ એપ સાઇ કોર્પોરેશન ગ્રુપ, સૂરત

ટેક્સટાઇલ માર્કેટ રિંગરોડ

સરદાર બ્રીજ સર્કલ, અડાજણ

કતારગામ અનાથાશ્રમ પાસે સવારે 9.30 કલાકે

તસ્વીર સૌજન્ય ફેસબુક

સચીન જીઆઇડીસી મેઇન રોડ સવારે 10 કલાકે

તસ્વીર સૌજન્ય, મહેન્દ્ર રામોલિયા, સચીન જીઆઇડીસી

કેબલ સ્ટેઇડ બ્રિજ સવારે 10.15 કલાકે

તસ્વીર સૌજન્ય ફેસબુક વોલ મનોજ જોશી, પત્રકાર, ગુજરાત ગાર્ડિયન સૂરત

સૂરત રેલ્વે પ્લેટફોર્મ

સૂરત રેલ્વે સ્ટેશન પ્રવેશદ્વાર

સૂરત રેલવે સ્ટેશન ટ્રાફિક સર્કલ

સૂરત મધ્યસ્થ બસ સ્ટેશન

ઉધના સૂરત

જીલાણી બ્રિજ, અડાજણ પાટીયા

રુષભ ચાર રસ્તા, અડાજણ પાટીયા

એલ.પી. સવાણી સ્કુલ પાછળ, પાલ-અડાજણ

આઇ માતા ચોક, સૂરત

ટેક્સટાઇલ માર્કેટ, રિંગરોડ

રાહૂલ રાજ મોલ, સૂરત ડુમસ રોડ

અડાજણ, ફ્લાયઓવર એન્ડ આનંદ મહલ રોડ

અડાજણ ફ્લાય ઓવર એપ્રોચ

March 22, 2020
melvyn_thomas.jpg
1min6490

વિશ્વ વિખ્યાત સિંગર ભાવિન શાસ્ત્રીએ લખ્યું ભૂલી જાવ મારી બર્થ ડે, 2021માં ઉજવીશ

સમગ્ર ભારત આજે કોરોના સામેની લડાઇમાં જનતા કર્ફયુ સ્વયંભુ રીતે અમલ કરી રહ્યું છે. ભારતના નાગરીકોએ આજે જનતા કર્ફયુને જે રીતે સજ્જડ રિસ્પોન્સ આપ્યો છે એ જોતા દરેકે દરેક નાગરીકો દેશ માટે પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ જણાય આવે છે.

સી.આઇ.એ. લાઇવની ટીમે આજે જેમની વર્ષગાંઠ છે એવા કેટલાક લોકોના સંપર્ક કર્યા. વર્ષગાંઠ જીવનમાં દરેક વ્યક્તિ માટે સ્પેશ્યલ ડે ગણાય છે. ત્યારે સૂરતના ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર મેલ્વીન થોમસ અને સૂરતના જ વિશ્વ વિખ્યાત સિંગર ભાવિન શાસ્ત્રીનો આજે બર્થ ડે છે. તેમણે બર્થ ડે અને જનતા કર્ફયુ અંગે શું રિસ્પોન્સ આપ્યો એ જાણીને પ્રતીતી થાય છેકે ભારતના સિટીઝન્સની પ્રાયોરિટીમાં દેશ પ્રથમ આવે છે બાકી બધું પછી.

દેશના હિતમાં આવી 10 બર્થ ડે કુરબાન : મેલ્વીન થોમસ Times of India, Surat

ભારતના સુપ્રસિદ્ધ અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સૂરતના પત્રકાર મેલ્વીન થોમસનો સંપર્ક કરીને જ્યારે તેમને પૂછ્યું કે આજે જનતા કર્ફયુ છે અને આપની બર્થ ડે છે, ત્યારે મેલ્વીન થોમસે સાહજિકતાથી કહ્યું આજે નો સેલિબ્રેશન, હોમ સ્ટે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સૂરતના પત્રકારે આગળ વધીને એમ પણ કહ્યું કે જો આપણી સૌની સલામતિ અને સેફ્ટીની વાત હોય તો આવી 10 બર્થડે કુરબાન કરી દઉ. આજે જનતા કર્ફયુમાં હું અને મારો પરિવાર અમારી ફરજ બજાવીને કમ્પલિટ હોમ સ્ટે કરીશું. નો બર્થડે સેલિબ્રેશન.

તમને જણાવી દઇએ કે મેલ્વીન થોમસ સૂરતના સિનિયર જર્નલિસ્ટ છે. અંગ્રેજી દૈનિક અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં તેઓ પત્રકાર છે અને તેમને બર્થ ડે વીશ કરવા માટે સેંકડો મિત્રો, શુભેચ્છકો વીશ કરતા હોય છે. પરંતુ, તેમણે કહ્યું કે કોરોના સામેની લડાઇમાં કશું વચ્ચે નહીં આવે, બર્થ ડે પણ નહીં.

ભાવિન શાસ્ત્રીની પણ આજે બર્થ ડે, તેમણે ફેસબુક વોલ પર આ પોસ્ટ મૂકી છે

March 20, 2020
surat_loksabha.png
1min6340

એક તરફ કોરોનાને પગલે સૂરતના માર્ગો ખાસ્સા ખાલીખમ્ તો બીજી તરફ

એક તરફ સરકારી કચેરીઓ સમેત જાહેર સ્થળો પર લોકોની ભીડ ભેગી ન થાય એ માટે તમામ સરકારી તંત્રો પ્રયાસો કરીને કોરોના કેસોનો વ્યાપ વિસ્તાર વધતો અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છે જ્યારે બીજી તરફ આજે તા.20મી માર્ચ 2020ના રોજ સૂરતની કેટલીક સબરજિસ્ટ્રારની કચેરીઓમાં મિલકતોના દસ્તાવેજો કરાવવા માટે અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી. મોટા ગજારના બિલ્ડરોથી લઇને મિલકત લેનારા લોકો દસ્તાવેજ કરાવવા માટેની લાઇનમાં જોવા મળ્યા હતા.

તપાસ કરાતાં જાણવા મળ્યું કે 2019-20નું હિસાબી વર્ષ તા.31મી માર્ચ 2020ના રોજ પૂર્ણ થઇ રહ્યું હોઇ, બિલ્ડરોથી લઇને મિલકત લેનારાઓના હિસાબી સેટિંગ યોગ્ય રીતે ગોઠવાય એ માટે દસ્તાવેજો કરાવવા જરૂરી થઇ પડે છે. દર વર્ષે આ પ્રમાણે દસ્તાવેજો કરાવવા માટે ભારે કતારો લાગતી જ હોય છે. આ વખતે કોરોનાની કાર્યવાહીની સાથે સૂરતના માર્ગો પર ટ્રાફિક ખાસ્સો ઓછો દેખાય રહ્યો છે ત્યારે સબરજિસ્ટ્રારની કચેરીઓ દસ્તાવેજ કરનારા, કરાવનારાઓથી ભરાયેલી જોવા મળી છે.

કેટલાક અરજદારોએ કહ્યું કોરોનાની કાર્યવાહી થઇ રહી છે સાચી વાત પરંતુ, જો અમે દસ્તાવેજ નહીં કરાવીએ તો મોટું નુકસાન થાય તેમ છે. આથી જોખમ ખેડીને પણ દસ્તાવેજ કરાવવા જરૂરી બન્યા છે. ઘણાંએ જંત્રી તેમજ સ્ટેમ્પ ડ્યૂટીના ભાવ વધે એ પહેલા દસ્તાવેજ કરાવી લેવાનું નક્કી કર્યું હતું. એ મુજબ બિલ્ડર કે વેચનારા સાથે માર્ચ એન્ડમાં દસ્તાવેજ કરવાનું પ્લાન કર્યું હતું. એટલે મોટી ભીડ દેખાઇ રહી છે.

March 17, 2020
CIA_Live_Logo_New2.jpg
2min39060

કોરોના કરતા વધુ વેદના સોશ્યલ મિડીયાના ધુતરાષ્ટ્રોએ આપી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

લંડનથી સૂરત પરત ફર્યા બાદ કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે સ્વયં નવી સિવિલ હોસ્પિટલ, સૂરતમાં દાખલ થયેલી યુવતિનો પ્રાથમિક ટેસ્ટ રિપોર્ટ આખરે નેગેટીવ આવતા સૂરત સમેત સમગ્ર ગુજરાતમાં રાહતની લાગણી પ્રવર્તી ઉઠી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે મોડી રાત્રે મંગળવારે મોડી રાત્રે 10 વાગ્યે એ સ્પષ્ટતા કરી હતી કે સૂરતમાં કોરોનાનો એકપણ કેસ નથી, કેસ હોવા અંગેની અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં.

મંગળવારે રાત્રે 10 વાગ્યે ગુજરાત સરકારની ટ્વીટ

છેલ્લા ચોવીસ કલાકથી સૂરતની આ યુવતિ અને તેના પરિવારજનો પર કોરોનાએ ન આપી હોય તેટલી વેદના સોશ્યલ મિડીયાના ધુતરાષ્ટ્રોએ આપી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સરકારના ઉચ્ચ અધિકારીઓથી લઇને મિડીયા તેમજ તમામ લોકોની નજર સૂરતની યુવતિના ટેસ્ટ રિપોર્ટ પર હતી. એ દરમિયાન કેટલાક ભેંજાગેપ લોકોએ યુવતિનું નામ શોધી કાઢીને તેના નામજોગ અફવાઓ સોશ્યલમ મિડીયામાં ફેલાવી મૂકી હતી કે ગુજરાતમાં કોરોનાનો પહેલો કન્ફર્મ કેસ સૂરતમાં નોંધાયો. પરંતુ, એ એક અફવા જ બની રહી છે.

મંગળવારે રાત્રે 10 કલાકે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે કરેલી ટ્વીટમાં આપી જાણકારી click the link below

https://twitter.com/GujHFWDept/status/1239955309436768257

જોકે, સદનસીબે આજરોજ તા.17મી માર્ચને મંગળવારે સાંજે 4 વાગ્યે પ્રાઇમરી ફાઇન્ડીંગ્સમાં સૂરતમાં શંકાસ્પદ કોરોના લક્ષણો સાથે દાખલ થયેલી યુવતિનો કોરોના ટેસ્ટ નેગટીવ આવ્યો હોવાની માહિતી મળી છે.

જોકે, કોરોના સેમ્પલનો સત્તાવાર રિપોર્ટ આવ્યો ન હોવા છતાં સોમવારે સાંજથી સોશ્યલ મિડીયામાં સૂરતની આ યુવતિના નામ સાથે તેણે જાણે કોઇ મોટો ગુનો આચર્યો હોય એ રીતે તેની બદનામી કરવા માંડી. યુવતિના માતાપિતા તેમજ પરિવારજનોને પણ એટલા ફોન કોલ્સ કરવામાં આવ્યા કે જેટલા એક વર્ષમાં ના આવ્યા હોય.

આખરે બી.જે. મેડીકલ કોલેજ કે જ્યાં ગુજરાતમાં કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવે છે ત્યાંથી સત્તાવાર રીતે સૂરતની આ યુવતિને કોરોનાનો ચેપ લાગ્યો છે એ મતલબનો નેગેટિવ કોરોના રિપોર્ટ આવતા સર્વત્ર રાહતની લાગણી ફરી વળી છે.

સરકાર સમેત આખા ગુજરાતની નજર હતી

સોમવાર તા.16મી માર્ચે શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે સૂરતની સિવિલ હોસ્પિટલના કોરોના સ્પેશ્યલ વોર્ડમાં એક યુવતિ દાખલ થયાના સમાચાર બાદ સમગ્ર ગુજરાત સરકાર, આરોગ્ય વિભાગ તેમજ મિડીયાનું ધ્યાન આ કેસ પર હતું. દરેક સ્તરેથી સતત યુવતિના રિપોર્ટ અંગે પૂછપરછ કરવામાં આવી રહી હતી. કેમકે ગુજરાતમાં તા.16મી માર્ચ સુધી કોરોનાનો એકેય કન્ફર્મ કેસ ન હતો. પરીણામે તમામ સ્તરે એ વાતની ઇંતેજારી હતી કે સૂરતની યુવતિનો રિપોર્ટ શું આવશે.

Reported on 16 March 2020

સૂરતમાં લંડનથી પરત થયેલી અને શંકાસ્પદ કોરોના લક્ષણ ધરાવતી યુવતિ સિવિલમાં દાખલ

યુવતિના પરિવારજનોની ખેલદિલી, સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ કૉરન્ટાઇન કરવા અપીલ

સૂરતમાં તા.16મી માર્ચે નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી એક યુવતિને દાખલ કરીને તેના સેમ્પલ્સ અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યા છે. આ યુવતિની હિસ્ટ્રી અંગે થયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતિ થોડા દિવસો પૂર્વે લંડનથી આવી હતી અને રવિવારે રાત્રે તેને તાવ, ખાંસી જેવા શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. યુવતિના પરિવારજનોએ ફેમિલી ડોક્ટરની સલાહ અનુસાર સૂરતની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડનો સંપર્ક કર્યો હતો. પ્રાથમિક તપાસમાં તેણીને શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે દાખલ કરીને તેની સારવાર શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

યુવતિના પરિવારજનોએ જે જે સંપર્કમાં આવ્યા છે તેમને સેલ્ફ કૉરન્ટાઇન અનુસરવા અપીલ કરી

સૂરત પરત ફરેલી અને શંકાસ્પદ કોરોનાના લક્ષણ ધરાવતી યુવતિના પરિવારજનોએ આ યુવતિના સંપર્કમાં જે લોકો આવ્યા એ તમામ સુધી તંત્ર પહોંચે એ પહેલા જ પોતે યુવતિના સિન્ટમ્સ અંગે જાણ કરીને તમામને સાવચેતીપૂર્વક સેલ્ફ કૉરન્ટાઇન અનુસરવા માટે જણાવી દીધું છે.

સૂરતના તંત્રવાહકોએ પણ યુવતિ સાથે સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવા અંગેની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.

March 17, 2020
deosurat.gov_.in_.png
1min15760

રાજ્ય સરકાર મહેરબાન તો DEO રાજ્યગુરુ પહેલવાન

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતના સૌથી ઝડપથી વિકાસ પામતા સૂરત શહેરમાં તેની વિકાસની ગતિને અનુરૂપ વહીવટી અધિકારીઓ હોવા જોઇએ. પરંતુ, સૂરતના શિક્ષણ જગતની કમનસીબી છે કે હાયર એજ્યુકેશનમાં વીર નર્મદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ગુપ્તા સાહેબ અને સ્કુલિંગ ક્ષેત્રના વડા રાજ્યગુરુ સાહેબ બન્ને એવા માથાના મળ્યા છે કે શિક્ષણની ઘોર ખોદાય રહી છે.

સૂરતને આજ સુધી મળ્યા નથી એટલા હોપલેસ ડીઈઓ હાલમાં જોવા મળી રહ્યા છે. શિક્ષણાધિકારીના નિર્ણયોમાં વિદ્યાર્થી હિત કેન્દ્રમાં હોવું જોઇએ તેની જગ્યાએ વિદ્યાર્થી હિત તો દૂરની વાત પણ અત્યારના ડીઈઓ રાજ્યગુરુ સાહેબના નિર્ણયોથી એવી અનુભૂતિ થાય છે કે વિદ્યાર્થીનું પારાવાર અહિત થઇ રહ્યું છે.

એફ.આર.સી.ના નિર્ણયોનું અમલ કરાવવામાં કે આઇ.ટી.ઇ.ના મામલામાં ખોટા કેસો નજર સામે હોવા છતાં પગલાં ભરવામાં નપાણિયા પૂરવાર થયેલા હાલના ડીઈઓ રાજ્યગુરુએ તા.16મી માર્ચે જે કર્યું એના પરથી એવું લાગે છે કે જબ સરકાર મહેરબાન તો ડીઈઓ રાજ્યગુરુ પહેલવાન.

સરકારે કોરોના વાઇરસને વધતો અટકાવવા માટે તા.16થી 29 માર્ચ સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા માટે પરિપત્ર કર્યા છે. આ પરિપત્રમાં (કોઇપણ સ્પેશિફિક બોર્ડની સ્કુલોનો નિર્દેશ કર્યા વગર) સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે જે શાળાઓમાં જો (બોર્ડ સિવાયની) પરીક્ષાઓ ચાલુ હોય તો પરીક્ષા આગામી સપ્તાહ એટલે કે ચાલુ સપ્તાહમાં પૂરી કરી દેવી. અને પરીક્ષા શરૂ ન હોય તો તા.30મી માર્ચ 2020 પછી લેવાનું આયોજન કરવું.

પરંતુ, સૂરતના શિક્ષણાધિકારી મહાશય રાજ્યગુરુ સાહેબને તા.16મી માર્ચે શાળાઓ બંધ કરાવવાનું એવું શૂરાતન ચઢયું કે જે શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલતી હતી એમના સંચાલકોને દમદાટી આપીને સ્કુલો બંધ કરાવી દીધી. વૃદ્ધાવસ્થાની નજીક પહોંચેલા સૂરત ડીઇઓ રાજ્યગુરુ સાહેબની તા.16મી માર્ચની ભાષા જો સાંભળી હોય તો કોઇ એવું ન કહે કે આ સૂરત જેવા મોટા જિલ્લાના શિક્ષણ વિભાગનો વડા બોલતા હોય.

જ્યારે વાણી જ એવી હોય તો અર્થઘટનનું તો પૂછવું જ શું. સરકારી પરીપત્રનું મનસ્વી અર્થઘટન કરીને સૂરતના સ્કુલ સંચાલકોને રાજ્યગુરુ સાહેબે એવી પ્રતીતી કરાવી દીધી કે સરકારી પરીપત્ર નહીં પોતે કહેશે એમ જ સંચાલકોએ કરવું પડશે. તા.16મીએ શિક્ષણાધિકારીઓ સૂરતની અનેક સ્કુલોની પરીક્ષાઓ બંધ કરાવી દઇને વિદ્યાર્થીઓનું મોટું અહિત કર્યું છે.

વિદ્યાર્થીઓ રેડી હતા, સ્કુલો સજ્જ હતી, પરીક્ષા લેવાઇ ગઇ હોત તો બધા ને નિરાંત હોત

શહેરની કેટલીક પ્રાઇવેટ સ્કુલ્સમાં પરીક્ષા જો ડીઈઓએ સરકારી પરીપત્ર મુજબ લેવા દીધી હોત તો હજારો વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્કુલ શિક્ષકો તમામને નિરાંત થઇ હોત. પરંતુ, કયા કારણોસર સરકારી પરીપત્રનું ડીઈઓએ મનસ્વી અર્થઘટન કર્યું એ સમજાતું નથી. ખુદ સરકારે પરીપત્રમાં નિર્દેશ કર્યો હોય કે જે શાળાઓમાં પરીક્ષા ચાલુ હોય તે શાળામાં સપ્તાહમાં પૂરી કરવી, એ વાત તાર્કીક છે કે સરકારને પણ ચાલુ પરીક્ષામાં અંતરાય થાય તો કેટલા લોકોએ સહન કરવુું પડે..

સૂરતમાં કે ગુજરાતમાં ના તો હજુ કોરોનાનો એકેય કન્ફર્મ કેસ મળ્યો છે કે ન તો એલાર્મિંગ સિચુએશન છે. અને એટલે જ સરકારે જ્યાં પરીક્ષા શરૂ હતી એ સ્કુલોને ચાલુ સપ્તાહમાં પરીક્ષા પૂરી કરી દેવાનો સ્પષ્ટ નિર્દેશ પરીપત્રમાં કર્યો છે, પરંતુ, રાજ્યગુરુ સાહેબને કોણ જાણે કેમ સ્કુલો બંધ કરાવવાની ચાનક ચઢી એ તપાસનો વિષય છે. કેટલાક સંચાલકોને ડીઈઓએ એવો જવાબ આપ્યો કે સીબીએસઇ બોર્ડની સ્કુલો માટે પરીક્ષા ચાલુ સપ્તાહમાં લેવા દેવાની જોગવાઇ છે.

આવું અર્થઘટન કરવામાં પણ બુદ્ધિનું દેવાળું ફૂંકાયું હોય તેવી પ્રતીતિ થાય છે. કેમકે સરકારના પરીપત્રમાં ક્યાંયે કોઇ બોર્ડનો સ્પેશિફિક ઉલ્લેખ નથી. બીજી વિચાર માગી લે એવી બાબત એ છે કે સીબીએસઇ સ્કુલોમાં પરીક્ષા લેવા દેવાય તો ગુજરાત બોર્ડની સ્કુલોમાં કેમ નહીં.

સૂરતના ડીઈઓ મહાશય માટે આટલું કચકચાવીને એટલા માટે લખવું પડે છે કે અનેક સંગીન મુદ્દાઓ, ભૂલો, ખોટા અર્થઘટનો કર્યા હોવા છતાં ન તો સરકાર તેમની સામે કોઇ પગલાં ભરતી નથી કે ન તો તેઓ કનડવાનું બાકી રાખતા.

March 16, 2020
CIA_Live_Logo_New2.jpg
1min17780

યુવતિના પરિવારજનોની ખેલદિલી, સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ કૉરન્ટાઇન કરવા અપીલ

સૂરતમાં તા.16મી માર્ચે નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી એક યુવતિને દાખલ કરીને તેના સેમ્પલ્સ અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યા છે. આ યુવતિની હિસ્ટ્રી અંગે થયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતિ થોડા દિવસો પૂર્વે લંડનથી આવી હતી અને રવિવારે રાત્રે તેને તાવ, ખાંસી જેવા શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. યુવતિના પરિવારજનોએ ફેમિલી ડોક્ટરની સલાહ અનુસાર સૂરતની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડનો સંપર્ક કર્યો હતો. પ્રાથમિક તપાસમાં તેણીને શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે દાખલ કરીને તેની સારવાર શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

યુવતિના પરિવારજનોએ જે જે સંપર્કમાં આવ્યા છે તેમને સેલ્ફ કૉરન્ટાઇન અનુસરવા અપીલ કરી

સૂરત પરત ફરેલી અને શંકાસ્પદ કોરોનાના લક્ષણ ધરાવતી યુવતિના પરિવારજનોએ આ યુવતિના સંપર્કમાં જે લોકો આવ્યા એ તમામ સુધી તંત્ર પહોંચે એ પહેલા જ પોતે યુવતિના સિન્ટમ્સ અંગે જાણ કરીને તમામને સાવચેતીપૂર્વક સેલ્ફ કૉરન્ટાઇન અનુસરવા માટે જણાવી દીધું છે.

સૂરતના તંત્રવાહકોએ પણ યુવતિ સાથે સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવા અંગેની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.

March 16, 2020
surat.jpg
1min5000

રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ મારી નૈતિક ફરજ છે, સાથે-સાથે નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાકધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જેના ભાગરૂપે સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનું રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે એવું ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે અને ભાઈચારાની ભાવના વધુ બળવત્તર બને તે માટે રાજ્યના સંવેદનશીલ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ સતત ચિંતા કરીને આ માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે સુરત શહેરના આ વિસ્તારોમાં મળેલી રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ સાથે પણ જરૂરી પરામર્શ કર્યા બાદ આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે.

તેમણે ઉમેરતા કહ્યું હતું કે, સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન તથા રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પાડવા માટે ધારાસભ્ય પુર્ણેશ મોદી, શ્રીમતી સંગીતાબેન પાટીલ, વિવિધ સંસ્થાઓ, સમાજિક આગેવાનો તથા અન્ય વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતો સંદર્ભે રાજ્યના સંવેદનશીલ મુખ્ય પ્રધાને સુરત શહેરના પોલીસ કમિશનર અને જિલ્લા મેજીસ્ટ્રેટના હકારાત્મક અભિપ્રાય ધ્યાને લઈને આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પાડવા માટે રાજ્ય સરકારે ૧૪મી માર્ચ ૨૦૨૦થી નિર્ણય કર્યો જેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયુ છે.

જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્ત્વો દ્વારા ધાકધમકીથી મિલકતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્ત્વોથી પીડિત નાગરિકોને સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ થશે. આ વિસ્તારોમાં હવેથી મિલકતનું વેચાણ કરતા અગાઉ સુરત કલેકટરની કાયદાની જોગવાઈઓ અનુસાર પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.

March 11, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5210

ધૂળેટીની રજાના દિવસે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અંગત રસ લઇને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ ત્રણ ડ્રાફ્ટ પ્રારંભિક ટાઉન પ્લાનીંગ (ટી.પી.) સ્કીમને મંજૂરી આપી છે.

હોળી-ધુળેટીના પર્વેના અવસરે જે ત્રણ વિસ્તારોમાં પ્રારંભિક ટી.પી.ની મંજૂરીની ભેટ આપી છે તેમાં ભેસ્તાન વિસ્તારની પ્રીલિમનરી ટી.પી. પ૪ (ભેસ્તાન) અને પપ (ભેસ્તાન) તેમજ ટી.પી. ટીપી ૧૪ પાલ (ફર્સ્ટ વેરીડ)નો સમાવેશ થાય છે.

આ ટી.પી. સ્કીમમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને કુલ ૩ર જેટલા પ્લોટ સમગ્રતયા ૪૦ હેકટર્સના ક્ષેત્રફળ સાથે સંપ્રાપ્ત થવાના છે. આ પ્લોટસમાં ખૂલ્લી જગ્યા-બાગબગીચા તેમજ જાહેર હેતુ માટે ર લાખ ૧પ હજાર ૮૧૧ ચોરસ મીટર જમીન અને સામાજિક-આર્થિક નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે ૧ લાખ ૧૮ હજાર ૪૩૪ ચોરસ મીટર જમીન પ્રાપ્ત થશે. આ ઉપરાંત ૬૭૮૦૮ ચો.મીટર જમીન રહેણાંક તેમજ વેચાણના હેતુ માટે પણ સંપ્રાપ્ત થશે. આ બે પ્રારંભિક ટી.પી સ્કીમ મંજૂર થવાથી સુરત મહાનગરમાં બાગ-બગીચા સહતિ અન્ય નાગરિકલક્ષી સુવિધામાં વધારો થશે.

March 9, 2020
aswin-1280x877.jpg
1min5440

પાલિકાના ડેપ્યુટી ટાઉન પ્લાનર 1.50 લાખની લાંચ લેતા રંગહાથ ઝડપાયો હતો. લિંબાયત ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરે બાંધકામ ન તોડવા માટે 2 લાખની લાંચ માંગી હતી. 1.50 લાખમાં સેટલમેન્ટ કર્યું હતું. આ દોઢ લાખ રૂપિયા લેવા ઉધના દરવાજા ઉપર આવતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. અશ્વિન ટેલર સાથે વિવાદ હંમેશા જોડાયેલો રહ્યો હતો. ફેબ્રુઆરી 2017માં ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરને જમીનની ફાઈલ સાથે ચેડા કરીને કમિશનરને ઉઠા ભણાવવાના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. 

લિંબાયત ઝોન વિસ્તારમાં આવતી કાપડ માર્કેટમાં મેન્ટેનન્સ મેનેજર તરીકે કામ કરતા વ્યક્તિ પાસે માર્કેટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ મુદ્દે લાંચ લેવાનો આ મામલો હતો. અશ્વિન ટેલરે પહેલા માર્કેટમાં ગેરકાયદેસર બાંધકામ માટેની નોટિસ આપી હતી. આ બાંધકામ દૂર કરવા માટે દબાણ કર્યું હતું. બાંધકામનું ડીમોલીશન નહીં કરવા માટે બે લાખ રૂપિયાની માગણી કરી હતી. છેવટે દોઢ લાખ રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. ફરિયાદીએ રૂપિયા નહીં આપવા હતા. એટલે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. એસીબીએ રવિવારે છટકું ગોઠવ્યું હતું. ઉધના દરવાજા પાસે અશ્વિન ટેલરને રૂપિયા લેવા માટે બોલાવ્યો હતો, જેવો રૂપિયા લેવા માટે આવ્યો અને રૂપિયા લીધા કે તરત જ એસીબીએ તેને દબોચી લીધો હતો.

February 28, 2020
SGCCI.jpg
1min4770

આજરોજ તા.28મી ફેબ્રુઆરી 2020ને શુક્રવારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર આયોજિત મેગા બિલ્ડ એક્ષ્પોનું ઉદઘાટન સમારોહ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.

આજથી તા.ર માર્ચ ર૦ર૦ દરમિયાન ચાર દિવસ માટે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

આયોજક સંસ્થાઓ

ચેમ્બર દ્વારા સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડીંગ મટીરિયલ મર્ચન્ટ એસોસિએશન, સુરત સિરામીક એસોસિએશન, ધી સુરત આયર્ન એન્ડ સ્ટીલ મર્ચન્ટ એસોસિએશન, સુરત પેન્ટ્‌સ મર્ચન્ટ એસોસિએશન, સુરત મશીન ટૂલ્સ હાર્ડવેર એન્ડ વેલ્ડીંગ મર્ચન્ટ્‌સ એસોસિએશન, સુરત ઇલેકટ્રીકલ મર્ચન્ટ્‌સ એસોસિએશન અને સુરત ફર્નીચર એસોસિએશનની સાથે મળીને ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ અંગે જણાવ્યુ હતુ કે, દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીઝમાં હાલની માર્કેટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બિલ્ડીંગ મટીરિયલ્સ પ્રોડકટને બુસ્ટઅપ કરવા માટે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રદર્શનને કારણે ગ્રાહકોને પ્રોડકટની ડિટેલ આસાનીથી મળી રહેશે.

સુરતમાં વસતિ વધારાને સમાવવા માટે નવા ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂરિયાત પડવાની હોવાથી નવા ટાઉન પ્લાનીંગ મંજૂર કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાએ ૬૬ જેટલી નવી ડ્રાફટ ટીપી સ્કીમો તૈયાર કરી છે અને રાજય સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે આગળ ધપાવી છે. સુરત, વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં સમાવિષ્ટ છે અને દક્ષિણ ગુજરાત પણ ગુજરાત રાજયમાં માથાદીઠ આવકમાં મોખરે હોવાથી લોકોની ખરીદશકિત પણ વધારે છે. દક્ષિણ ગુજરાતના શહેરોમાં મોડર્ન કન્સ્ટ્રકશન સિસ્ટમને સ્વીકારવામાં આવી છે ત્યારે રીયલ એસ્ટેટને નવી ઉંચાઇએ પહોંચાડવા માટે આ પ્રદર્શન ખૂબ જ મહત્વનું બની રહેશે.

ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્યુ હતુ કે, સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૯૦ હજાર સ્કવેર ફૂટ એરીયામાં મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શન યોજાશે. જેમાં ફર્નીચર એન્ડ સ્ટીલ સેગ્મેન્ટ, ફર્નીચર એન્ડ ફર્નીશીંગ સેગ્મેન્ટ, હાર્ડવેર સેગ્મેન્ટ, સિરામીક સેગ્મેન્ટ, પેન્ટ સેગ્મેન્ટ, ઇલેકટ્રીકલ સેગ્મેન્ટ અને મશીન ટૂલ્સ સેગ્મેન્ટને આવરી લેવામાં આવ્યા છે.

આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, વલસાડ, સેલવાસ, જામનગર, હિમ્મતનગર, મોરબી, કચ્છ, મુંબઇ, ઠાણે, હરીયાણા અને ગુડગાવથી કુલ મળીને ૧૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપરાંત દેશના અન્ય રાજયોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં બાયર્સ આ પ્રદર્શનની મુલાકાત લેશે.

‘મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શન’ના ચેરમેન શ્રી હિરેન શાહે જણાવ્યુ હતુ કે, રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી સંબંધિત નવી પ્રોડકટ એનર્જી અને કોસ્ટ ઇફેકટીવ હશે. આર્કીટેકટ, ઇન્ટીરીયર ડિઝાઇનર અને જાહેર જનતા સુધી નવી પ્રોડકટ અને તેની પ્રાઇઝ રેટની અવેરનેસ પહોંચાડવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાના આ પ્રદર્શનમાં ચાર દિવસ દરમિયાન રીયલ એસ્ટેટ સંબંધિત વિવિધ કોન્ફરન્સ અને સેમિનારો યોજાશે. વિવિધ સેગ્મેન્ટમાં નવી ડિઝાઇન અને અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. બીટુબી મિટીંગો યોજાશે તેમજ બ્રાન્ડ પ્રમોશન માટેની તકો આપવામાં આવશે.

આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન શુક્રવારે, તા. ર૮ ફેબ્રુઆરી ર૦ર૦ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસના સ્પેશિયલ સેક્રેટરી એન્ડ ડેવલપમેન્ટ કમિશનર શ્રી રામ મોહન મિશ્રા (આઇએએસ)ના હસ્તે કરવામાં આવશે. આ પ્રદર્શનમાં અતિથિ વિશેષ તરીકે હીકોકી પાવર ટૂલ્સ ઇન્ડિયા પ્રા. લિ.ના એકઝીકયુટીવ ડાયરેકટર એન્ડ સેક્રેટરી શ્રી દત્તાત્રય જોશી ઉપસ્થિત રહેશે.

મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શનના આયોજનમાં ડાયમંડ સ્પોન્સર તરીકે શ્રીજી ગૃપ ઓફ કંપની તથા પ્લેટીનમ સ્પોન્સર તરીકે એ–વન ફાયર સેફટી સર્વિસિસ અને ઓલીવ જોડાયુ છે. જયારે સુરત મહાનગરપાલિકા, એચડીએફસી બેંક, એચબીએલએફ, મેરીયોટ સુરત, એરલીન્ક અને આર.કે. ઇન્ફ્રાટેલનો સહકાર પ્રાપ્ત થયો છે.

‘મેગા બીલ્ડ એક્ષ્પો’ પ્રદર્શન જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લુ રહેશે.