CIA ALERT
03. May 2024
March 16, 20201min3160

સુરતના લિંબાયત અને રાંદેરમાં અશાંત ધારાનો અમલ

Share On :
Print Friendly, PDF & Email

રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ મારી નૈતિક ફરજ છે, સાથે-સાથે નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાકધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જેના ભાગરૂપે સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનું રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે એવું ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે અને ભાઈચારાની ભાવના વધુ બળવત્તર બને તે માટે રાજ્યના સંવેદનશીલ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ સતત ચિંતા કરીને આ માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે સુરત શહેરના આ વિસ્તારોમાં મળેલી રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ સાથે પણ જરૂરી પરામર્શ કર્યા બાદ આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે.

તેમણે ઉમેરતા કહ્યું હતું કે, સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન તથા રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પાડવા માટે ધારાસભ્ય પુર્ણેશ મોદી, શ્રીમતી સંગીતાબેન પાટીલ, વિવિધ સંસ્થાઓ, સમાજિક આગેવાનો તથા અન્ય વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતો સંદર્ભે રાજ્યના સંવેદનશીલ મુખ્ય પ્રધાને સુરત શહેરના પોલીસ કમિશનર અને જિલ્લા મેજીસ્ટ્રેટના હકારાત્મક અભિપ્રાય ધ્યાને લઈને આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પાડવા માટે રાજ્ય સરકારે ૧૪મી માર્ચ ૨૦૨૦થી નિર્ણય કર્યો જેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયુ છે.

જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્ત્વો દ્વારા ધાકધમકીથી મિલકતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્ત્વોથી પીડિત નાગરિકોને સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ થશે. આ વિસ્તારોમાં હવેથી મિલકતનું વેચાણ કરતા અગાઉ સુરત કલેકટરની કાયદાની જોગવાઈઓ અનુસાર પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :