CIA ALERT

Slider Archives - Page 449 of 491 - CIA Live

September 13, 2018
gurudas-kamat-mumbai-chembur-charai-.jpg
1min8590

 

સુરતઃ તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ (TVIS)ને તેના કેમ્પસમાં પ્રખ્યાત સરોદવાદક પંડતિ પાર્થો સારોથીજીને આમંત્રિત કરવાનો લાહવો મળ્યો હતો. પાર્થો સારોથી જીએ ભારતના ઉચ્ચ કોટિના સંગીતકારોમાંના એક છે. તેમનું હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીતનું વાસ્તવિક વિરાસતનું પ્રતિક મનાય છે.

TVISએ તેના કેમ્પસમાં પંડિત પાર્થો સારોથી જીના સરોદ વાદનનું કાર્યક્રમ આયોજીત કર્યું હતું. તેમના સરોદ વાદનથી શ્રૌતાઓ મંત્રમુગ્ધ થઇ ગયા હતા અને શાસ્ત્રીય સંગીત સાંભળવાના અનેરા આનંદનો અનુભવ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે શ્રૌતાઓને સરોદ સહિત અન્ય શાસ્ત્રીય સંગીત વાદ્ય અને હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીત વિશેની ઊંડી માહિતી આપી હતી.

સરોદ ઉપર તેમના દ્વારા છેદાયેલા રાગ સુરમેળાપ અને પરમશાંતિની સધન તાલિમ દર્શાવે છે અને તેમનું ગંભીરતાપૂર્વકનું દ્રષ્ટિકોણ તેમના સંગીતને એક પૂર્ણતઃ અસીમિત ઊંચાઇએ પહોંચાડે છે.

સરોદ એક તંતુ વાદ્ય છે, જેનો મુખ્યત્વે હિન્દુસ્તાની સંગીતમાં ઉપયોગ કરવામાં આવે છે. તે એક ઊંડી, ભારપૂર્ણ, આત્મનિર્ભર ધ્વનિ માટે ઓળખવામાં આવે છે, જે સિતારના મીઠાં, ભારે સમુદ્ધ સંગીતથી વિપરિત છે. જે સહાનુભૂરિતપૂર્ણ તારોની સાથે જે તેને અનુશાસિત, પુનરાવૃતિ ગુણવત્તા યુક્ત આપે છે.

પંડિત પાર્થો સારોથી જી વિદ્યાર્થીઓને વિવિધ તાલ અને લય વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવાની સાથે-સાથે સરોદ વાદન કર્યું હતું. તેમણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને તેના જીવંત અને વૈભવાશાળી ઇતિહાસ વિશે એક સંક્ષિપ્તમાં પરિચય અને તથ્યોની માહિતી આપી હતી.

પંડિતજી સાથે તાલ પુરાવવા માટે શ્રીઆશિષ પૌલે તલબા ઉપર સંગત કરી હતી. તે બંને એ સંગીતનું એક મદક મોહક વાતાવરણ સર્જ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ આ કલાકારો દ્વારા છેદાયેલા સુરની શાંતિમાં અંતર્ધ્યાન થઇ ગયા હતા.

આ સંગીત કાર્યક્રમનું આયોજન સોસાયટી ફોર ધી પ્રમોશન ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એન્ડ કલ્ચર અમોન્ગ્સ્ટ યુથ (સ્પિક મૈકે-SPIC MACAY) કર્યું હતું જે બિન- રાજકીય રાષ્ટ્રવ્યાપી, સ્વૈચ્છીક સંગઠન છે, જે ભારતીય શાસ્ત્રીય સંગીત, નૃત્ય, લોક કલા વગેરેના કાર્યક્રમ આયોજીત કરે છે.

આ સંગઠન જાગૃતિ ફેલાવવા અને આજના યુવાનો અને લુપ્ત થતી હસ્તકલા વચ્ચેનું અંતર ઘટાડવા માટે પુલ તરીકેની કામગીરી કરે છે. ભારત કલાના સૌથી જૂના ઇતિહાસ માટે ઓળખાય છે અને સ્પિક મેકૈ આ કલા સ્વરૂપોને સુરક્ષિત રાખવાનું કામ કરે છે.

-x-x-x-

September 13, 2018
hacked.jpg
1min5370

દેશભરમાં સાઇબસ સિક્યુરિટીના સાવ નબળા નેટવર્કને લઇને રોજેરોજ એવા સાઇબર ક્રાઇમ્સ થઇ રહ્યા છે કે સમગ્ર વિશ્વમાં ભારત હાંસીપાત્ર બની રહ્યું છે. લબરમૂછીયા ચાઇનીઝ કે પાકિસ્તાની કે પછી કોઇપણ સાઇબર ક્રિમીનલ ભારત સરકારની કોઇપણ સાઇટ પર એટેક કરીને તેને હેક કરી નાંખે છે. હાલમાં જ ભારતની બે મહત્વની વેબસાઇટ્સ એક તો આધાર કાર્ડ અને બીજી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન જેવી મહત્વની સંસ્થાની વેબસાઇટ્સ એક પછી એક દિવસે હેક થઇ જતા કેન્દ્ર સરકારના ઇન્ફર્મેશન ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટની ધજ્જીયા ઉડી ગયા હતા.

AADHAR2

દેશમાં સાઈબર સિક્યોરિટીને લઈ સવાલો ઉઠી રહ્યા છે. હેકર્સે એક જ દિવસે બે મોટી સાઈટ્સ હેક કરી છે. હેકસ્સે યુપીએસની વેબસાઈટ સોમવારે રાત્રે હેક કરી. તો બીજા દિવસે આધારની વેબસાઈટ પણ હેક થઈ.

AADHAR

વેબસાઈટ http://www.upsc.gov.in/ના હોમપેજ પર એક કાર્ટૂન ડોરેમોનનો ફોટો મૂકવામાં આવ્યો હતો, જેના પર લખાયું હતું ‘ડોરેમોન !!! ફોન ઉપાડો’ આ પેજના નીચનેના ભાગમાં I.M. STEWPEED લખાયેલું હતું સાથે જ બેકગ્રાઉન્ડમાં આ કાર્ટૂન સિરીયનું ટાઈટલ ટ્રેક વાગી રહ્યું હતું. તો બીજી તરફ આધારની વેબસાઈટ પણ હેક થઈ હોવાનું સામે આવ્યું છે.

2500 રૂપિયાના સોફ્ટવેરથી તૈયાર થઈ શકે નવું આધાર કાર્ડ

આધાર કાર્ડની સુરક્ષાને લઈ દેશભરમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક દિવસો પહેલા UIDAIએ કહ્યું હતું કે આધાર કાર્ટ માટે ફેસ રેકગ્નાઈઝેશન ટેક્નોલોજી પર કામ ચાલી રહ્યું છે. જો કે એ પહેલા સામે આવ્યું છે કે આધાર કાર્ડનું સોફ્ટવેર હેક કરાયું છે.

વ્હોટ્સ એપ પર વેચાઈ રહ્યું છે સોફ્ટવેર

હફિંગ્ટન પોસ્ટ ડોટ.ઈનના રિપોર્ટમાં દાવો કરાયો છે કે આધાર કાર્ડનું સોફ્ટવેર હેક કરાયું છે અને ભારતના લગભગ 1 અરબ લોકોની ખાનગી માહિતી ગમે ત્યારે લીક થઈ શકે છે. રિપોર્ટ મુજબ આધાર કાર્ડના સોફ્ટવેરમાં લૂપ હોલ છે, જેના મદદથી સોફ્ટવેર દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે બેઠલો વ્યક્તિ કોઈ પણ નામે આધારકાર્ડ બનાવી સકે છે.

આ સોફ્ટવેર 2500 રૂપિયામાં વ્હોટ્સએપ પર વેચાઈ રહ્યું છે. સાથે જ યુટ્યુબ પર કેટલાક વીડિયો પણ છે, જેના એક કોડ દ્વારા કોઈ પણ આધારકાર્ડ સાથે છેડછાડ થઈ શકે છે. અને નવું આધાર કાર્ડ બની શકે છે.

September 12, 2018
blend.jpg
1min12740
Jayesh Brahmbhatt 98253 44944
રાજ્યમાં આવેલી દારુની કાયદેસરની દુકાનો એટલે કે પરમીટ લિકર શોપમાં છેલ્લા કેટલાય દિવસોથી જુદી જુદી જાતના દારુની ગંભીર અછત વર્તાય રહી છે. પરમિટ હોલ્ડરને દારુ ખરીદવા માટે પહેલા જે પ્રકારની ચોઇશ મળતી હતી તેને બદલે હવે બે-પાંચ બ્રાન્ડ પૈકી જે બ્રાન્ડ હાજર હોય તો બ્રાન્ડ લઇને ચાલતી પકડવી પડે છે. આનું કારણ દારુ બનાવતી ડિસ્ટલરીઓ, કંપનીઓ દ્વારા ગુજરાતની પરમિટ શોપમાં દારૂનો સપ્લાય બંધ કરી દીધો હોવાનું જાણવા મળે છે. એક તરફ
(1) રાજ્ય સરકારે નવી પરમિટ આપવાનું બંધ કરી દીધું છે
(2) જુની પરમિટ રિન્યુ કરવાનું બંધ કરી દીધું છે
(3) દારુની દુકાનો પર પ્રાઇશ ટેગ લખ્યા વગરની બોટલો વેચવાનું બંધ કરાવી દીધું છે અને
(4) દારુની દુકાનોમાં વેચાતી જુદી જુદી બ્રાન્ડ માટેની બોટલનો લઘુત્તમ ભાવ નક્કી થઇ શકે તે સબબની ફાઇલને મંજૂરી આપવાનું કામ વિલંબમાં નાંખ્યું છે.
આવા કારણોસર ગુજરાતમાં કાયદેસર રીતે પરમિટ લઇને દારુ પીનારા લોકો માટે મુસિબતોનો પાર રહ્યો નથી. બીજી તરફ રાજ્ય સરકાર એવું આશ્વાસન લઇ રહી છે કે તેઓ ગુજરાતમાં દારુબંધીનો ચૂસ્ત અમલ કરી રહ્યા છે. હકીકત એ છે કે જે રાજ્યોમાં દારુ મુકિ્ત છે તેના કરતા વધુ દારુ જ્યાં દારુબંધી છે એ ગુજરાતમાં વેચાય છે અને પીવાય છે.
છેલ્લા ઘણા દિવસોથી પરમિટ શોપમાં પહેલાની જેમ જુદી જુદી જાતના દારુની વેરાયટી બ્રાન્ડ મળતી હતી તે મળવાનું બંધ થવા પાછળનું કારણ પરમીટ શોપ માટે રાજ્ય સરકારે નક્કી કરેલા નવા નિયમો છે.
દારુની બોટલનો યુનિટ રેટ નક્કી ન થાય ત્યાં સુધી ગુજરાતની લિકર શોપમાં ફેક્ટરીઓ દારુ સપ્લાય નહીં કરે
થોડા મહિના અગાઉ રાજ્યના તોલમાપ વિભાગે કેટલીક પરમીટેડ લિકર શોપ ઉપર કાર્યવાહી હાથ ધરીને કિંમત દર્શાવ્યા વગરની દારૂની બોટલો વેચવાના આરોપ સર લિકર શોપ માલિકોને લાખો રૂપિયા દંડ ફટકાર્યો હતો. આટલેથી આગળ વધીને સરકારે દારૂની ફેક્ટરીઓને નોટિસ આપીને દારુની પ્રત્યેક બોટલો પર લઘુત્તમ ભાવ છાપવા સબબની ચીમકી આપી હતી. આ નોટીસના જવાબમાં ફેક્ટરી દ્વારા ગુજરાત સરકારને ગુજરાતમાં લાગુ પડતા વિવિધ વેરા અને દુકાન માલિકના નફાની ટકાવારીની માહિતી આપવા રજૂઆત કરવામાં આવી હતી.
દારુની બોટલનો પ્રતિ યુનિટ દર નક્કી કરવા માટે  ગુજરાતમાં લાગુ પડતા વેરાઓ તેમજ નફા અંગેની તમામ માહિતી હોવી અનિવાર્ય છે. હવે દારુની ફેક્ટરીઓને પહોંચાડવા સબબની માહિતીની ફાઇલ  સરકારમાં જુદા જુદા કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં ખો-ખોની રમતનો દાવ આપી રહી છે.
ગુજરાતમાં ભરવા પાત્ર ટેક્સ તેમજ અન્ય માહિતીના અભાવે દારુની ડિસ્ટલરીઓ, ફેક્ટરીઓ દ્વારા કિંમત છાપ્યા વગરનો માલ ગુજરાતની લિકર શોપમાં સપ્લાય કરવાનું બંધ કરી દેવાયું છે. અને આ જ કારણે રાજ્યની પરમીટ શોપ કહો કે લિકર શોપમાં દારુ પીનારાઓની ભાષામાં કહીએ તો માલ મલવાનો બંધ થઇ રહ્યો છે.

We are in Google Play store too….

September 12, 2018
income-tax_-refund.jpg
1min7630

cialive@yahoo.com

મોટા ઉદ્યોગપતિઓ એડવાન્સ ઇન્કમ ટેક્સ પેટે મસમોટી રકમ ભરાવડાવીને બાદમાં તેનું વ્યાજ સમેત રિફંડ લઇને સરકારની તિજોરી કેટલું નુકસાન કરાવે છે એ જાણવા વાંચો આર્ટિકલ

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ટેક્સ રિફંડની વધતી જતી રકમ જ જાન્યુઆરી 2018 સુધીમાં રૂ.1.26 લાખ કરોડ પર પહોંચી જતા કેન્દ્ર સરકારની સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાઇનાન્સ દ્વારા રેવન્યુ ડિપાર્ટમેન્ટ ટેક્સ રિફંડના ટોચના 50 કેસોની માહિતી માંગી છે. પાર્લામેન્ટરી પેનલ એ બાબત પર આગળ વધી રહી છે કે ટેક્સ કલેકશનનો ટાર્ગેટ પૂરો કરવાની લ્હાયમાં અને એડવાન્સ ટેક્સના ભરણાને વાસ્તવિક માની લેવાની મનો સ્થિતિથી વિપરીત મસ મોટી રકમનું રિફંડ તો કરવું પડી રહ્યું છે અને એ પણ વ્યાજ સમેત. આ બાબત સરકારની તિજોરીને બેધારી તલવારની જેમ નુકસાન પહોંચાડે છે. સરકારની આવક વધતી નથી અને ઉલ્ટાનું એડવાન્સ ટેક્સ પેટે ભરાયેલી રકમ રિફંડ પેટે વ્યાજ સહિત પરત કરવાનો વખત આવે છે.

લક્ષ્યાંક સિદ્ધિ માટે એડવાન્સ ટેક્સ પેટે મસમોટી રકમનું ભરણું અને બાદમાં મસમોટી રકમનું વ્યાજ સમેત રિફંડ (1) લક્ષ્યાંક સિદ્ધિમાં ખોટ અને બીજું બિનજરૂરી વ્યાજની ચૂકવણું એમ બેવડો માર મારે છે

ધ સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાઇનાન્સએ એવી ખતરાની ઘંટડી વગાડી છે કે ઇન્કમ ટેક્સ જેવા ડાયરેક્ટ ટેક્સમાં જાન્યુઆરી 2018ની સ્થિતિએ 2017-18ના હિસાબી વર્ષને ધ્યાનમાં રાખતા રૂ.1.26 લાખ કરોડની રકમ રિફંડ તરીકે ચૂકવી દેવામાં આવી છે. આ રકમમાં રૂ.10,312 કરોડની રકમ વ્યાજ પેટે ચૂકવાયેલી છે. આ જ વ્યાજની રકમ અગાઉના વર્ષમાં રૂ.6,889 કરોડ હતું. આમ, એડવાન્સ ટેક્સ પેટે ભરાયેલી રકમનું રિફંડ આપવામાં કેન્દ્ર સરકારની તિજોરીમાંથી રૂ.17 હજાર કરોડની જંગી રકમ તો વ્યાજ તરીકે ચૂકવવામાં આવી હતી. ખાયા પીયા કુછ નહીં ગિલાસ તોડા બારા આના જેવો ઘાટ સર્જાયો છે. આ જ કારણથી સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાઇનાન્સ દ્વારા રેવન્યુ ડિપાર્ટમેન્ટ પાસેથી એડવાન્સ્ ટેક્સ કેસીસની ડિટેઇલ્ડ માંગવામાં આવી છે.

દેશના મોટા શહેરોમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવતા ટાર્ગેટની રકમને સર કરવા માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા જ મોટા પાયે એડવાન્સ ટેક્સ ભરાવડાવવામાં આવે છે, એડવાન્સ ટેક્સ ભરપાઇ થતા પ્રારંભિક એવું ચિત્ર ઉપસે છે કે જે તે શહેરોમાં ઇન્કમ ટેક્સને આપવામાં આવેલો લક્ષ્યાંક સિદ્ધ થઇ ગયો, પરંતુ, બાદમાં રિફંડની મસ મોટી રકમ અને તેમાં વ્યાજની રકમ કેન્દ્ર સરકારની તિજોરીને બેવડો માર મારી રહી હોવાથી ફાઇનાન્સની સ્ટેન્ડિંગ કમિટીએ એડવાન્સ ટેક્સ માટે થઇ રહેલા પ્રયાસોને અતિરેકપૂર્ણ ગણાવ્યા છે.

કેન્દ્ર સરકારના ડેટા અનુસાર પાછલા ચાર હિસાબી વર્ષમાં ટેક્સ રિફંડની રકમમાં સતત 13 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ ટકાવારીને રકમમાં તબદિલ કરીએ તો જાન્યુઆરી 2018 સુધીમાં કેન્દ્ર સરકારે ઇન્કમ ટેક્સ રિફંડ પેટે રૂ.1.26 લાખ કરોડ જેટલી જંગી રકમ ચૂકવી દીધી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ દૈનિક દ્વારા રજૂ કરવામાં આવેલી કેટલીક ક્વેરીઝનો જવાબ આપતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એપ્રિલથી ઓગસ્ટ 2018ના સમયગાળા દરમિયાન ભારતમાં ટેક્સ પેયર્સને રૂ.94,904 કરોડ જેટલી જંગી રકમનું રિફંડ ચૂકવી દેવામાં આવ્યું છે જે ગયા વર્ષે આ જ સમયગાળામાં આપવામાં આવેલા રિફંડ કરતા 28.1 ટકા વધુ છે. 2017-18ના હિસાબી વર્ષ માટે ચૂકવવામાં આવેલા જાન્યુઆરી 2018 સુધીમાં ચૂકવવામાં આવેલા રૂ.1.26 લાખ કરોડના રિફંડની રકમ સામે એપ્રિલથી ઓગસ્ટ 2018 સુધીમાં ચૂકવાયેલા રૂ.94,904 કરોડના રિફંડની રકમ 75 ટકા જેટલી થાય છે.

એવી જ રીતે ઇનડાયરેક્ટ ટેક્સીસમાં પણ રૂ.47,218 કરોડની જંગી રકમનું રિફંડ ચૂકવણું ભારત સરકારની તિજોરી માટે એલાર્મિંગ છે.

વર્ષ આઇ.ટી. રિટર્ન  રિફંડ કેસ રિફંડ રકમ કરોડરૂ. રિફંડ ટકાવારી
2014-15 4,24,80,486 1,35,78,605 1,12,198 31.96
2015-16 4,75,26,241 2,10,22,122 1,22,266 44.23
2016-17 5,49,37,217 1,75,66,508 1,19,293 31.97
2017-18 6,84,93,894 1,95,16,877 1,26,731 28.49

 

September 12, 2018
hardik-1.jpg
1min10310

cialive@yahoo.com

ગુજરાતમાં મોટો નેતા જેને કહેવાય રહ્યો હતો એ હાર્દિક પટેલએ આમરણાંત ઉપવાસ છોડીને હવે જીવતા જીવત સરકાર સામે લડત આપવાના નિર્ધાર સાથે મોટો યુટર્ન લીધો છે. પહેલો યુ ટર્ન એકેય માંગણી સંતોષાયા વગર જ ઉપવાસનું આંદોલન સમેટી લઇને પારણા કરવા અંગેનો છે. બીજો યુ ટર્ન રાજનીતિના રવાડે ચઢી ગયેલા હાર્દિક પટેલેને હવે સમાજ અને સામાજિક પરિબળનું જ્ઞાન લાદ્યું છે. હવે સમાજને સાથે રાખીને રાજનીતિક નહીં સામાજિક લડાઇ લડશે.

આજે તા.12મી સપ્ટેમ્બરના રોજ ખોડલધામ-ઉમિયાધામનાં પ્રમુખોએ હાર્દિક પટેલને પારણા કરાવવાનો નિર્ણય કર્યો છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નેરશ પટેલ રાજકોટથી અમદાવાદ પહોંચી રહ્યા છે. સોલા ઉમિયા ટ્રસ્ટ ખાતે પાટિદારોની છ મુખ્ય સંસ્થાના અગ્રણીઓની બેઠક યોજાશે જેમાં લલિત વસોયા, જેરામ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને તેઓ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈને ચર્ચા કરશે.

Hardik Patel’s tweet

 

આવી જાહેરાત પત્રકાર પરિષદમાં કરવી પડી

પાસનાં નેતા મનોજ પનારાએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, હાર્દિક 18 દિવસથી ઉપવાસ પર છે પરંતુ સરકારે એક વાર પણ અમારી સામે જોયું નથી. સરકારને હાર્દિક પટેલનાં ઉપવાસ નથી દેખાઈ રહ્યાં. સરકાર તો ઈચ્છે જ છે કે હાર્દિક પટેલ પહેલા જેવો લડવૈયો ન રહે અને તે મરી જાય પરંતુ હાર્દિકે જીવવાનું છે સરકાર સામે હજી વધારે લડત આપવા માટે. ઉપવાસને કારણે હાર્દિક ખૂબ બિમાર થઈ ગયો છે અમને અમારો સિંહ જેવો હાર્દિક પાછો જોઈએ છે. જેથી અમારા સમાજનાં વડીલો અને સંસ્થાનાં અગ્રણીઓનાં કહેવાથી આજે બપોરે ત્રણ વાગે અમે હાર્દિકનાં પારણા કરાવશું.

ઉપવાસ કે આંદોલન પરીણામ વિહીન કેમ

ઇતિહાસ કરે છે કે કોઇપણ આમરણાંત ઉપવાસની સફળતાનો આધાર નિયત પર નિર્ભર રહેલો હોય છે. ખરેખર પાટીદાર સમાજને કે ખેડૂતને ફાયદા કરવાની નિયત સાથે ઉપવાસ કરાયા હોત તો અવશ્ય પરિણામ મળ્યું હોત. ભૂતકાળમાં અણ્ણા હજારે કે અન્યોએ જ્યારે જ્યારે ઉપવાસી આંદોલન કર્યા ત્યારે તેમની નિયત કોઇ સરકારને પાડી દેવાની કે કોઇ રાજકીય નેતાને બતાવી દેવાની ન હતી. પ્રજાહિત પ્રાયોરિટીમાં હોય ત્યારે મૃત્યુંનો ડર શેનો, આવી નિષ્ઠા હોય તો કયું આંદોલન બૂમરેંગ થાય

હાર્દિક પટેલનું આમરણાંત ઉપવાસનું શસ્ત્ર અન્ય કોઇને ભલે ફળ્યું ન હોય પણ રાજ્ય સરકારને તો ફળ્યું જ છે.  હાર્દિક પટેલ અેન્ડ કંપનીની વાત માની લઇએ કે રાજ્ય સરકાર અન્યાયી છે, જુલમકારી છે, પણ આમરણાંત ઉપવાસમાંથી પીછેહઠ કરીને ખુદ હાર્દિક પટેલ એન્ડ કંપનીએ એ વાતની પ્રતીતિ કરાવી દીધી છે સરકારનું સ્ટેન્ડ મક્કમ હતું, છે અને હવે રહેશે. હાર્દિક પટેલ એન્ડ કંપનીએ હવે રાજ્ય સરકાર સામે લડવા માટે આમરણાંત ઉપવાસથી મોટું શસ્ત્ર શોધવું પડશે.

 

 

You can find on Google Play store too

September 12, 2018
jet.jpg
1min5490

જેટ એરવેઝના 30 પાઇલટ્સનાં રાજીનામાં

જેટ એરવેઝના ATR પાઇલટ્સને હરીફ એરલાઇન્સે ખેંચવાનું શરૂ કર્યું હોવાથી જેટ એરવેઝ સામે નવો પડકાર ઊભો થયો છે. જેટના કુલ 150 ATR પાઇલટ્સમાંથી 30 જેટલા કમાન્ડર્સે છેલ્લા એક મહિના દરમિયાનમાં જ રાજીનામાં ધરી દીધાં હતાં. જેટ એરવેઝે તેમને ₹36 લાખના રિટેન્શન પેકેજની (ત્રણ વર્ષમાં મળવાપાત્ર) પણ ઓફર કરી હતી છતાં આ પાઇલટ્સે રાજીનામાં પાછાં ખેંચ્યાં નહોતાં. આ અંગે જેટ એરવેઝને 7 સપ્ટેમ્બર 2018ના રોજ ઇ-મેઇલ મોકલ્યો હતો પરંતુ હજુ સુધી તેનો કોઈ જવાબ આવ્યો નથી.

કંપની પાસે 18 ATR વિમાનનો કાફલો છે જેમાંથી સાત વિમાન રિજનલ એરલાઇન ટ્રુજેટને વેટ લીઝ પર આપવાનાં છે. “લગભગ 30 ATR કમાન્ડર્સે રાજીનામાં આપી દીધાં છે. તેઓ એવી એરલાઇન્સમાં જોડાયા છે જ્યાં તેમને કારકિર્દીમાં આગળ વધવાની અને એરબસ 320 જેવાં મોટાં વિમાનો ઉડાવવાની તક મળતી હોય.” એમ જેટ એરવેઝના સિનિયર કમાન્ડરે પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.

આ પાઇલટ્સ એવી એરલાઇન્સમાં લાગ્યા છે જે એરલાઇન્સે તેમને ઊંચા પગારની સાથે સાથે કારકિર્દીમાં આગળ વધવાની ઓફર કરી હોય. કમાન્ડરે ઉમેર્યું હતું કે, આ ATR કમાન્ડર્સનાં રાજીનામાંને કારણે દક્ષિણ ભારત સ્થિત રિજનલ એરલાઇન ટ્રુજેટને ATR વિમાન ભાડે આપવાની જેટ એરવેઝની યોજના પર અસર પડી શકે છે. ટ્રુજેટ દ્વારા ક્રૂ સાથે સાત વિમાન ભાડે લેવાના છે. જેટ એરવેઝના સિનિયર કમાન્ડરે જણાવ્યું હતું કે, “ટ્રુજેટ સાથેના કરારમાં ક્રૂ સહિતનાં વિમાનો આપવાની શરત છે. જો આ કમાન્ડર્સ જ નહીં હોય તો ક્રૂ વગર વિમાન કેવી રીતે આપી શકાશે?”

જેટ એરવેઝે તેના કમાન્ડર્સને ટકાવી રાખવા માટે ₹36 લાખનું રિટેન્શન પેકેજ પણ ઓફર કર્યું હતું, જેની ચુકવણી 3 વર્ષમાં થવાની હતી પરંતુ મોટા ભાગના પાઇલટ્સને આ પેકેજ સ્વીકાર્ય નહોતું. કંપનીની ઓફર પ્રમાણે, પ્રથમ બે વર્ષ દરમિયાન ₹9 લાખ ચૂકવવામાં આવશે અને બાકીના ₹27 લાખ ત્રણ વર્ષ પૂરાં થયા પછી જ મળશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જેટ એરવેઝ તેની ગંભીર નાણાકીય મુશ્કેલીને કારણે સમાચારમાં ચમકી હતી. કંપનીએ ગયા સપ્તાહે જ તેના કર્મચારીઓને સૂચના આપી હતી કે, તેમનો બાકીનો પગાર સપ્ટેમ્બરથી શરૂ થતા ત્રણ મહિના દરમિયાન બે હપતામાં ચૂકવવામાં આવશે.

 

September 11, 2018
suratdistco.jpg
1min5110
બેંકીંગ ફ્રન્ટીઅર મેગેઝીન દ્વારા બેંકીંગ ક્ષેત્રમાં ડિસ્ટ્રિકટ કો-ઓંપરેટીવ બેંકની કેટેગરીમાં “બેસ્ટ આઇ.ટી. હેડ” નો એવોર્ડ એજીએમ શ્રી પ્રણવભાઈ પંડ્યા સાહેબને મળ્યો તેમજ બેંક્ને બીજો એવોર્ડ ” બેસ્ટ એટીએમ એક્ષપાન્સન” માટે મળ્યો છે.
આ એવોર્ડ બેંકના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી સંદીપભાઇ દેસાઇ, ડીરેકટર શ્રી પ્રભુભાઇ વસાવા, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ પાટીલ, શ્રી કિરણભાઈ ડાહ્યાભાઈ પટેલ, શ્રી ઉદયભાઈ દેસાઈ, શ્રી ગણેશભાઈ ચૌધરી, મેનેજીંગ ડીરેકટર શ્રી ઈન્દ્રસિહ મહીડા અને એજીએમ શ્રી પ્રણવભાઈ પંડ્યાએ તા.૦૮/૦૯/૨૦૧૮ ના શનિવારે દિલ્હી મુકામે સ્વીકાર્યો હતો.
Image may contain: 11 people, people smiling, people standing
September 11, 2018
petrol-diesel-1.jpg
1min5030

રાજસ્થાન બાદ આંધ્ર પ્રદેશ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલ પર વૅટમાં બે રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી હતી.

મુખ્ય પ્રધાન એન. ચન્દ્રાબાબુ નાયડુએ વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં બે રૂપિયા ઘટાડવાની જાહેરાત વિધાનસભામાં કરી હતી. આ પ્રસંગે એમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હાલ પેટ્રોલ અને ડીઝલ પર ચાર રૂપિયા વેટ વસૂલે છે.

વિવિધ કર અને ડિવિન્ડ દ્વારા સારી કમાણી થતી હોવા છતાં પટ્રોલ અને ડીઝલના ભાવ વધારીને કેન્દ્ર સરકાર લોકોના માથે બોઝો વધારી રહી છે. રાજ્યનું બજેટ ખોટમાં હોવા છતાં અમે કર ઘટાડીને લોકોનો બોજો થોડો ઓછો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને લીધે રાજ્ય સરકારને રૂ. 1120 કરોડની આવક જતી કરવી પડશે.

September 10, 2018
petrolvsdesalcr-1280x720.jpg
1min11420

એક સમયે ભારતમાં વેચાતી લગભગ 50 ટકા કાર ડીઝલ આધારિત હોતી હતી, પરંતુ, હવે સિનારીયો સંપૂર્ણપણે બદલાય જવા પામ્યો છે. ડીઝલ અને પેટ્રોલ વચ્ચેના ભાવનો તફાવત સતત ઘટ્યો હોવાથી તેમજ તાજેતરમાં સરકાર અને અદાલતોએ ડીઝલ વાહનો સામે આકરા પગલાં ભરવાના નિર્ણયો લીધા હોવાથી કાર ખરીદદારોમાં ડીઝલ કાર ખરીદવાનું આકર્ષણ ઘટી રહ્યું છે. ઉપરાંત, 2020માં BS-VI એમિશન સ્ટાન્ડર્ડ્ઝ લાગુ થશે એટલે ડીઝલ વાહનોની માંગ પર વધુ અસર પડવાની સંભાવના છે.

એપ્રિલ 2017થી માર્ચ 2018 વચ્ચેના નાણાકીય વર્ષમાં ભારતમાં વેચાયેલી કુલ કારની સંખ્યામાં ડીઝલ સંચાલિત કારનો હિસ્સો ઘટીને 23 ટકા થયો હતો અને એપ્રિલ-જૂન 2018 ક્વાર્ટરમાં તે વધુ ઘટીને 22.5 ટકા થઈ ગયો હતો.

નાણાકીય વર્ષ 2012-’13માં ડીઝલ સંચાલિત કારનો હિસ્સો 47 ટકા હતો. ઓટોજગતનાં નિષ્ણાતોનું કહેવું છે કે, ડીઝલ કારનો હિસ્સો હજુ ઘટશે અને માર્ચ-2019 સુધીમાં તેનો હિસ્સો કુલ કાર વેચાણમાં 20 ટકાથી પણ નીચો જશે અને એક દાયકાના તળિયે પહોંચશે. યુટિલિટી વ્હિકલ સેગમેન્ટમાં ડીઝલ સૌથી ઈચ્છનીય ફ્યુઅલ ઓપ્શન ગણાય છે અને આ સેગમેન્ટમાં પણ તેનો હિસ્સો હવે 84 ટકા થયો છે, જે 2012-’13માં 97 ટકા હતો. પેસેન્જર વ્હિકલ (કાર, યુટિલિટી વ્હિકલ્સ, વાન) સેગમેન્ટમાં 2017-’18માં વેચાયેલા નવા વાહનોમાં પેટ્રોલ એન્જિનનો હિસ્સો 62 ટકા જેટલો ઊંચો હતો જે પાંચ વર્ષ પહેલાં 42 ટકા નીચો હતો.

જૂન-2012માં એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચેનો તફાવત ₹28 જેટલો ઊંચો હતો પણ આજની તારીખમાં બંને ઈંધણના ભાવ વચ્ચેનો તફાવત માત્ર ₹7.50ની આસપાસ છે. બે વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં મોટા કદનાં ડીઝલ-સંચાલિત પેસેન્જર વ્હિકલ્સના રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આગામી મહિનાઓમાં સેડાન અને હેચબેક સેગમેન્ટમાં પણ પેટ્રોલ વાહનોની માંગ વધશે તેવી શક્યતા છે.”

 

 

Please contact for any news, event coverage 98253 44944

September 10, 2018
Vasundhara-Raje-k05E-621x414@LiveMint.jpg
1min7300
રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરથી બચવા માટે વસુંધરા રાજે સરકારે રાજ્ય સરકારની તિજોરી પર બે હજાર કરોડના બોજની પરવાહ કર્યા વગર રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા વેટમાં ઘટાડો કરીને પેટ્રોલ એકંદરે અઢી રૂપિયા જેટલું સસ્તું કરી દેવાની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનાં પડઘમ વાગી ચૂક્યાં છે. આવા સમયે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે પ્રજાના આક્રોશની અસર મતદાન પર ના પડે તે માટે ભાજપ સરકારે રાતોરાત આ નિર્ણય કર્યો છે
રાજસ્થાનમાં વસુંધરા રાજેની સરકારે પેટ્રોલ અને ડીઝલ પરનો રાજ્ય સરકાર દ્વારા વસુલ કરવામાં આવતાં વેટના દરોમાં 4-4 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત રવિવારે તા.10મી સપ્ટેમ્બરના રોજ કરી હતી અને રવિવાર તા.10મી સપ્ટેમ્બર 2018ની મધરાતથી જ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ લીટરે લગભગ અઢી રૂપિયા જેટલાં સસ્તાં થઇ ગયા છે.
રાજ્યનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ એક કાર્યક્રમમાં પેટ્રોલ પરનો વેટ 30 ટકાથી ઘટાડીને 26 ટકા તથા ડીઝલ પરનો વેટ 22 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરી હતી. તેના કારણે રાજ્ય સરકારની તિજોરી પર બે હજાર કરોડ રૂપિયાનો બોજ વધશે. પરંતુ, પ્રજાને લીટર દીઠ અઢી રૂપિયા જેટલો ફાયદો થશે.
એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર જે જે રાજ્યોમાં પોતાની સરકારો છે ત્યાં એક યુનિફોર્મ પોલીસી બનાવીને રાજ્ય સરકાર દ્વારા વસુલ કરવામાં આવતા વેટ કે અન્ટ ટેક્સના દરોમાં ઘટાડો કરીને લોકસભાની ચૂંટણી પહેલા ભડકે બળી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવો ઘટાડવાનો પ્રયાસ આગામી દિવસોમાં હાથ ધરશે.

For Any news, event coverage please contact 98253 44944

Down load from Google Play store