CIA ALERT

Slider Archives - Page 419 of 487 - CIA Live

November 22, 2018
gopal_italia.jpg
1min14930

પાટીદાર અનામત આંદોલનના એક્ટિવિસ્ટ અને ફાયર બ્રાન્ડ યુવા નેતા ગોપાલ ઇટાલિયાનો એક એવો વિડીયો છેલ્લા 24 કલાક દરમિયાન વાઇરલ થયો છ જેમાં ગોપાલ ઇટાલિયા દેશી બોંબની વાત કરી રહ્યા છે. પીવીસી પાઇપ અને કેટલાક ટુલ્સની મદદથી તૈયાર થયેલા આ દેશી બોંબથી ચારેક ધડાકા કરીને ભાજપને પડકાર આપતો આ વિડીયો સમગ્ર ગુજરાતમાં ભારે વાઇરલ થયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સોશ્યલ મિડીયા પર, વ્હોટ્સ એપ અને ફેસબુક ગ્રુપ્સમાં તા.21મી નવેમ્બર 2018ની રાતથી આ વિડીયો ભારે વાઇરલ થયો છે.

ફેસબુક પર લવજી લેપટોપના આઇ.ડી. પરથી પોસ્ટ થયેલો આ વિડીયો હાલમાં લોકલ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર હોટકેક બન્યો છે અને ચોરેને ચૌટે જોવાય રહ્યો છે.

 

#ભાજપ_ના_ભક્તો ને ભગાવાનું સાધન બહાર પડ્યું ????????

Posted by લવજી લેપટોપ on Wednesday, 21 November 2018

જાણકારો કહે છે કે ગોપાલ ઇટાલિયા જે ઔજારનો દેશી બોંબ તરીકે ઉલ્લેખ કરી રહ્યા છે એનો ઉપયોગ ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરોમાં ભેલાણ કરતા ડુક્કર કે અન્ય પ્રાણીઓને ભગાડવા માટે કરતા હોય છે. સાવ જ સામાન્ય ઉપયોગની વસ્તુઓમાંથી મોટો ધડાકો થાય તેવી આ સ્થાનિક બનાવટના દેશી પિસ્તોલ હોવા છતાં શહેરી વિસ્તારોમાં રહેતા લોકો માટે આ વિડીયો અને તેમાં દર્શાવવામાં આવતો દેશી બોંબ કુતુહલ સર્જી રહ્યો હોઇ, સોશ્યલ મિડીયા નેટવર્ક પર આ વિડીયોએ ખાસ્સી ચર્ચા જગાડી છે.

November 22, 2018
maharashtra_map.jpg
1min14180

વર્ષ 2013થી અત્યાર સુધીમાં મહારાટ્રમાંથી 2264 છોકરી અને મહિલા ગુમ થઈ હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લેખિત પ્રશ્ર્નના ઉત્તરમાં જણાવ્યું હતું. 2013થી 2017 વચ્ચે કુલ 26,708 મહિલા ગુમ થઈ હતી, જેમાંથી 24,444 મળી ગઈ હતી. 2,264ની શોધ ચાલી રહી હોવાનું ગૃહ ખાતું પણ સંભાળતા ફડણવીસે જણાવ્યું હતું. આ ગુમ થયેલી મહિલાઓમાં 298 સગીરા પણ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ફડણવીસે જણાવ્યું હતું કે મહિલાઓની ગુમ થવાની સંખ્યા વધી ગયેલી દેખાઈ રહી છે, કારણ કે સુપ્રીમ કોર્ટે સગીરના અપહરણના કેસ નોંધવાનું ફરજિયાત બનાવ્યું છે. 2013થી 18 વર્ષની વય નીચેની 5056 મહિલા ગુમ થઈ હોવાનું બહાર આવ્યું હતું જેમાંથી 4758 મહિલા મળી આવી હતી. 18 વર્ષ ઉપરની 21,652 મહિલા ગુમ થઈ હતી, જેમાંથી 19,686 મહિલા શોધી લેવામાં આવી હતી. દસ દેહવ્યાપારના કેસ નોંધવામાં આવ્યા છે જેમાં 53 પીડિતાને બચાવવામાં આવી હતી. આ સાથે કુલ 8518 કેસ બાળકોની સતામણીના નોંધવામાં આવ્યા હતા, જેમાં 8908 પીડિત બાળકને રક્ષણ આપવામાં આવ્યું હતું. મહિલાના ગુમ થયાના કેસમાં દેશભરમાં મહારાષ્ટ્ર બારમા સ્થાને છે.

November 21, 2018
ICAI.jpg
1min27820

सुरत के जाने माने चार्टर्ड अकाउन्टन्ट जय छैरा आगामी समय में होने वाले इन्स्टिट्यूट ओफ चार्टर्ड अकाउन्टन्टस आफ इन्डिया कि सेन्ट्रल काउन्सिल मेम्बर्स के हो रहे इलेकशनमां सुरत से एकमात्र प्रत्याशी है. 2013 से लगातार दो टर्म से वे ICAI के सेन्ट्रल काउन्सिल का इलेक्शन जीत ते आए है और उन्हो ने सेन्ट्रल काउन्सिल में बतौर मेम्बर रहेते हुए ऐसे कई कार्य किए जिसके चलते सी.ए. व्यवसाय को नया आयाम मिला और मिलेगा.

सुरत के सी.ए. जय छैरा के सोश्यल हेन्डल से मिले ईस पोस्टर का अभ्यास करते पता चलता है कि उन्हो ने अपने व्यावसायिक करीयर के साथ ICAI में बतौर मेम्बर कौन से कार्य किए जो कि सी.ए. व्यावसायिको के फायदे में रहे.

ICAI के वेस्टर्न रिजन से कुल 18 प्रत्याशी ICAI की सेन्ट्रल काउन्सिल में मेम्बर बन ने के लिए चुनाव लड रहे है. जिन में गुजरात से अमहदाबाद से दो और सुरत से जय छैरा के साथ कुल 3 प्रत्याशी है, जब की बाकी 15 प्रत्याशी या तो मुंबई अगर तो पूने से चुनाव लड रहे हे.

November 21, 2018
surat_athwa.jpg
1min739410

(Symbolic photo of Surat)

ગુજરાતની જ નહીં બલ્કે દેશની આર્થિક નગરી ગણાતું સુરત શહેર ગુજરાતના અમદાવાદ કે રાજકોટના મુકાબલે હાલના દિવસોમાં અભૂતપૂર્વ મંદીના દૌરમાંથી પસાર થઇ રહ્યું છે. દિવાળી પછી સુરતમાં ધંધા-રોજગાર હજુ સુધી શરૂ થઇ શક્યા નથી. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની સેંકડો દુકાનો શરૂ તો થઇ છે પણ લાભપાંચમ પછી કેટલીય દુકાનોમાં બોણી પણ થઇ નથી. વિવર્સ પાસે કામ નથી. મિલોમાં પણ પ્રોડકશન નહીંવત છે. સુરતના બાંધકામ ઉદ્યોગની તો આમેય દશા બેઠી છે. હીરા ઉદ્યોગમાં મોટા કારખાનાઓ પાસે ઠીકઠીક કામ છે, જ્યારે નાના કારખાના તો ડિસેમ્બરમાં શરૂ થાય તેમ છે.

ધંધો મળવાની આશા નથી એટલે નવું દેવું કોઇ કરતું નથી, કેપિટલમાંથી ખર્ચા કાઢતા વેપારીઓ

સૂત્રો જણાવે છે કે સુરતમાં દિવાળી પછી આ પ્રકારનો અભૂતપૂર્વ માહોલ 14 વર્ષ બાદ સર્જાયો છે. બજારમાં લિક્વિડીટી (કેશ ફ્લો)નો પ્રોબ્લેમ એટલી હદે વધી ગયો છે કે શહેરની જુની અને મોટી વેપારી પેઢીઓ નાણાં ભીડને કારણે તેમની કેપિટલ તોડવા માંડ્યા છે. કેપીટલ તોડીને કેટલાક ખર્ચને પહોંચી વળવાનું આયોજન કરી રહ્યા છે. બજારમાંથી કે બેંક પાસેથી નાણાં લઇને દેવું કરવાની જગ્યાએ મોટી પેઢીઓ કેપીટલ તોડી રહ્યા છે એ બાબત સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં પણ તેમના ધંધા રોજગાર ધમધમે તેવા કોઇ અણસાર દેખાતા નથી.

સૌરાષ્ટ્રવાસીઓ વતનથી પરત ફર્યા નથી

દિવાળીના પાંચ દિવસ પૂર્વેથી સુરતના લગભગ મોટા ભાગના કામ ધંધા બંધ થયા હતા, જે આજે 21 મી નવેમ્બર સુધી પણ પૂર્વવત થયા નથી. સુરતની સરખામણીમાં અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં દિવાળી વેકેશન બાદ ધંધા રોજગારની સ્થિતિ પૂર્વવત જોવા મળી રહી છે. સુરતમાં હજુ સુધી કેમ ધંધા રોજગાર શરૂ થયા નથી તે અંગે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. સુરતની ઇકોનોમીમાં સૌથી મોટું યોગદાન સ્વભાવિક છે કે સૌરાષ્ટ્રવાસીઓનું રહ્યું છે, સૌરાષ્ટ્રવાસીઓ દિવાળી નિમિત્તે વતન ગયા છે અને હજુ સુધી પરત ફર્યા નથી, આવી સ્થિતિમાં ધંધા રોજગાર સ્વાભાવિક છે કે ઠપ થઇ ગયા છે.

ટેક્સટાઇલ ટ્રેડર્સનો આખો દિવસમાં બોણી પણ થતી નથી

બીજી તરફ સુરતમાં બે મોટા ઉદ્યોગો પૈકી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદનથી લઇને વેચાણ સુધીની ચેઇન સાવ જ નિષ્ક્રીય પડી રહી છે. સાવ સામાન્ય કામ જોવા મળી રહ્યું છે. રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના સેંકડો દુકાનદારો એવા છે કે જેમને હાલના દિવસોમાં મોડી સાંજ સુધી બોણી પણ થતી નથી. માલ વેચાણની વાત તો દૂર રહી પણ પ્રોડકશન કરતા વિવર્સ કે પ્રોસેસર્સ પાસે પણ હાલમાં કામ નથી.

હજીરા રિલાયન્સમાં યાર્નનો ભરાવો, સ્ટોરેજ માટે જગ્યા નથી

આશ્ચર્યની વાત એ છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ છે એની પ્રતીતિ હજીરા સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કમ્પાઉન્ડમાં રોડ પર, જાહેરમાં ખડકાયેલા યાર્નના બોક્સ પરથી થઇને રહે છે, રિલાયન્સ હજીરા યુનિટમાં યાર્નનો ભરાવો થયો છે અને તેમની પાસે યાર્નના બોક્સ સ્ટોર કરવાના ગોડાઉનમાં માલનો ભરાવો એટલો થયો છે કે તેમણે ઓપન ગ્રાઉન્ડ પર યાર્ન સ્ટોર કરવું પડ્યું છે. સુરતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં રિલાયન્સ યાર્નનો મોટો હિસ્સો છે, એનું યાર્ન નથી વેચાતું એના પરથી પ્રતીતિ થાય છેકે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કેટલી મંદીમાંથી પસાર થઇ રહી છે.

રિયલ એસ્ટેટમાં અભૂતપૂર્વ નાણાં ભીડ

શહેરના બાંધકામ ઉદ્યોગ પર આમેય જીએસટી અને રેરાનો માર તો પહેલેથી જ હતો પણ દિવાળીના તહેવારોમાં જે ગેપ પડ્યો તેને કારણે મંદ ગતિએ ચાલતો રિયલ એસ્ટેટ બિઝનેસ હાલમાં મંદીની ગર્તામાં ધકેલાય ગયો છે. ઓન ગોઇંગ પ્રોજેક્ટસ કરી રહેલા બિલ્ડરો પ્રોજેક્ટ પૂરા કરે તો બુકિંગ કરાવનારાઓ પાસેથી પેમેન્ટ મળે તેમ છે, બીજી તરફ પ્રોજેક્ટ પૂરો કરવા માટે નાણાં નથી. નાણાં ભીડને કારણે હાલમાં બાંધકામ ઉદ્યોગ જબરદસ્ત મંદીમાં સપડાયેલો જોવા મળી રહ્યો છે. બિલ્ડર્સ આગેવાનો જણાવે છે કે અગાઉ દિવાળી બાદ જ્યારે કામ શરૂ કરવામાં આવે ત્યારે ટર્ન ઓવર પર થોડી અસર થતી પણ સાવ મંદીની સ્થિતિ ક્યારેય જોવા મળી ન હતી.

સુરતની ઇકોનોમી સ્લો ડાઉનની અસર સામાન્ય પરિવારો પર પણ પડી રહી છે. સામાન્ય પરિવારો પણ તેમના રોજબરોજના ખર્ચા પર અસાધારણ કાપ મૂકી રહ્યા છે.

November 21, 2018
roro.jpg
1min20750

ભરૂચના દહેજથી લઇને સામે પાર ઘોઘા સુધી દરીયામાં ફેરી બોર્ટ સર્વિસનો ઇજારો જેને આપવામાં આવ્યો છે એ ઇન્ડીગો સી વેયઝનું તોતિંગ જહાજ આજે બપોરે ભરૂચના દહેજથી નીકળીને દરીયામાં ઘોઘા તરફ જઇ રહ્યુ ંહતું ત્યારે ઘોઘાથી 75 નોટિકલ માઇલ દૂર દરિયામાં ખોટકાય જતા 400 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. લગભગ એક કલાક સુધી દરિયામાં ઇન્ડીગો સી વેયઝનું જહાજ ફસાયેલું રહ્યું હતું, રો રો ફેરી સર્વિસની આ બોટમાં 100થી વધુ વાહનો પણ હતા, છેવટે ભાવનગરના અલંગ ખાતેથી ઇન્ડીગો સી વેયઝના તોતિંગ જહાજને ખેંચી લાવી શકે તેવા ટગ બોટની મદદથી જહાજને ખેંચીને ઘોઘા ખાતે લઇ જવાયું ત્યારે મુસાફરોના જીવ હેઠાં બેઠા હતા.

દહેજથી ઘોઘા ફેરી સર્વિસનો કોન્ટ્રાક્ટ લઇને ફક્ત નાણાં ઉસેટવાનું કામ કરી રહેલી ઇન્ડીગો સી વેયઝ કંપનીના સંચાલકોના પાપે આજે આ કંપનીનું જહાજ મધદરીયે ખોટકાય ગયું હતું. દરિયા વચ્ચે બંધ પડી ગયેલા ઇન્ડીગો સી વેયઝના જહાજમાં 400 જેટલા મુસાફરો હતા. જહાજ બંધ થવા અંગે મુસાફરોને ફક્ત ટેકનિકલ ફોલ્ટની માહિતી આપવામાં આવી હતી. જોકે, જહાજના વહીવટી તંત્રએ જહાજની આ ટેકનિકલ ખામી અંગે કેટલાય દિવસોથી ઇન્ડીગો સી વેયઝના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી કે મુસાફરોના જીવ જોખમમાં મૂકાય તેવી શક્યતા છે, આમ છતાં આ ફોલ્ટ પરત્વે નજરઅંદાજ રહેલા ઇન્ડીગો સી વેયઝના સંચાલકોના પાપે આજે મુસાફરો મધદરિયે એક કલાક સુધી યાતનાનો ભોગ બન્યા હતા.

મળતી માહિતી મુજબ ઇન્ડીગો સી વેયઝ દ્વારા દહેજથી ઘોઘા ફેરી સર્વિસ માટે જે જહાજ તૈનાત કરવામાં આવ્યું છે, એમાં અગાઉથી જ ટેકનિકલ ક્ષતિ છે આમ છતાં સંચાલકો તેને ચલાવીને મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. હવે આ જ કંપનીને હજીરાથી ઘોઘાનો પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એ ડિસેમ્બર 2018થી શરૂ કરવાની ફિરાકમાં છે ત્યારે કંપની સામે રાજ્ય સરકારે પગલાં ભરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

 

November 21, 2018
govt.jpeg
1min8300
  • 122 કેન્દ્રો ઉપર 5,352 ખેડૂતોની મગફળી સરકારે લીધી
  • કુલ 5,352 ખેડૂતો પાસેથી રૂ. 5,377 લાખની કિંમતની મગફળી ખરીદવામાં આવી
  • રાજ્યસરકાર દ્વારા ખરીફ સીઝન 2018-19 માટે રૂ 1000ના ભાવથી તા. 15ના રોજથી ખરીદી
  • 122 એપીએમસી સેન્ટર ખાતે ખરીદીનું કામકાજ
  • કુલ 1,07,539.75 ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી
ગુજરાતમાં પાંચ દિવસમાં ખેડૂતોની આશરે 1.07 લાખ ટન મગફળી ખરીદ કરવામાં આવી છે. કુલ 5,352 ખેડૂતો પાસેથી રૂ. 5,377 લાખની કિંમતની મગફળી ખરીદવામાં આવી છે.
રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના જણાવ્યા પ્રમાણે રાજ્યસરકાર દ્વારા ખરીફ સીઝન 2018-19 માટે રૂ 1000ના ભાવથી તા. 15ના રોજથી ખરીદી આરંભાઇ છે. 122 એપીએમસી સેન્ટર ખાતે ખરીદીનું કામકાજ ચાલુ છે. પાંચ દિવસમાં  રાજ્યભરના 5,352 ખેડૂતો પાસેથી કુલ રૂ.5,377 લાખની કુલ 1,07,539.75 ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. હવે સરકાર ખરીદીની પ્રક્રિયા તેજ બનાવવાની છે.
  • જામનગર જિલ્લામાં 386 ખેડૂતો પાસેથી 5787 ટન મગફળી ખરીદાઇ
  • કુલ 19,432 ખેડૂતોની નોંધણી
  • ભાવનગરમાં ચિત્રા ખાતે ત્રણ દિવસમાં કુલ 175 ખેડૂતો પાસેથી 4,457 ક્વીન્ટલ મગફળી ખરીદાઇ
  • ધોરાજી માર્કેટ યાર્ડમાં 6377 ગુણી મગફળી ખરીદવામાં આવી
  • બોટાદમાં હડદડ યાર્ડ ખાતે ચાર દિવસમાં 130 ખેડૂતો પાસેથી 160 ટન મગફળી ખરીદવામાં આવી
  • ગીર સોમનાથ જિલ્લામાં 326 ખેડૂતોની 3.5 કરોડની મગફળીની ખરીદી
  • પોરબંદરમાં ટેકાના ભાવથી 3475 ક્વીન્ટલ મગફળીની ખરીદી
જામનગર જિલ્લામાં 386 ખેડૂતો પાસેથી 5787 ટન મગફળી ખરીદાઇ હોવાનું જિલ્લા કલેક્ટર રવિશંકરે જણાવ્યું હતુ. કુલ 19,432 ખેડૂતોની નોંધણી થઇ છે. કેન્દ્રો ઉપર ખરીદી ચાલુ છે. 14 ટકા સેમ્પલો અત્યાર સુધી રિજેક્ટ થયા છે. વિડીયોગ્રાફી સાથે ટીડીઓ અને મામલતદાર પણ ખરીદી વખતે હાજર રહે છે. પોલીસનો જાપ્તો પણ છે.
ભાવનગરમાં ચિત્રા ખાતે  150 લોકોના સ્ટાફ સાથે ખરીદી ચાલુ છે. પ્રથમ ત્રણ દિવસમાં કુલ 175 ખેડૂતો પાસેથી 4,457 ક્વીન્ટલ મગફળી ખરીદાઇ છે. બારદાન, વજનકાંટા, પ્રિન્ટેડ ફ્લેક્સ ટેગ, સિલાઇ મશીન, મજૂરો, ટ્રાન્સપોર્ટેશન, સેમ્પલ બેગ વગેરેની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં છે. બોટાદમાં હડદડ યાર્ડ ખાતે ખરીદી ચાલુ છે. પ્રથમ ચાર દિવસમાં 130 ખેડૂતો પાસેથી 160 ટન મગફળી ખરીદવામાં આવી છે. 1035 ખેડૂતોએ અત્યાર સુધી નોંધણી કરાવી છે.
ધોરાજી માર્કેટ યાર્ડમાં 6377 ગુણી મગફળી ખરીદવામાં આવી છે. માટી-કચરો ન હોય તેવી ગુણવત્તાના માપદંડ અનુસાર ખરીદી થાય છે. એ માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કામકાજ થાય છે.
ગીર સોમનાથ જિલ્લામાં 326 ખેડૂતોની 3.5 કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે. મગફળીનો જથ્થો આશરે 35,600 મણ મળ્યો છે. વેરાવળ, ઉના, સુત્રાપાડા, કોડીનાર અને તાલાલામાં કેન્દ્ર ચાલુ છે. પોરબંદરમાં ટેકાના ભાવથી 3475 ક્વીન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. કલેક્ટર દ્વારા ખરીદ કેન્દ્રોની મુલાકાત લઇને વ્યવસ્થાનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતુ.કુલ 495 ખેડૂતોની ખરીદી કરવામાં આવી હતી.
November 20, 2018
startup.jpeg
1min6110
  • 2013થી અત્યાર સુધીમાં નાણાં એકત્ર કરનારા 2,000થી વધુ સ્ટાર્ટઅપ્સને નોટિસ
  • ફંડ એકત્રીકરણના પ્રથમ રાઉન્ડ પછી જે કંપનીઓનાં વેલ્યુએશન ઘટી ગયાં

કેટલાક સ્ટાર્ટઅપ્સમાં રોકાણકારોએ ચૂકવેલા પ્રીમિયમ સામે આવકવેરા વિભાગ પછી કોર્પોરેટ બાબતોના મંત્રાલયે (એમસીએ) પણ સવાલ ઉઠાવ્યા છે. 2013થી અત્યાર સુધીમાં નાણાં એકત્ર કરનારા 2,000થી વધુ સ્ટાર્ટઅપ્સને આ અંગે નોટિસ ફટકારવામાં આવી છે.

આ સ્ટાર્ટઅપ્સે જે મૂલ્ય પર નાણાં એકત્ર કર્યાં તે વિશે કોર્પોરેટ બાબતોના મંત્રાલયે સવાલ ઉઠાવ્યા છે. ફંડ એકત્રીકરણના પ્રથમ રાઉન્ડ પછી જે કંપનીઓનાં વેલ્યુએશન ઘટી ગયાં તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ નોટિસ છેલ્લા 45 દિવસમાં ઇશ્યૂ કરવામાં આવી છે જેમાં મંત્રાલયે પૂછ્યું છે કે આ સ્ટાર્ટઅપ્સને કોઈ સરકારી સ્કીમ હેઠળ મુક્તિ મળી છે કે કેમ.

નોટીશમાં શું ખુલાસો મંગાયો

સ્ટાર્ટઅપ્સના શેર ઊંચા પ્રીમિયમે ઇશ્યૂ કરાયા હતા, તેની પાછળનો તર્ક જણાવો અને કંપનીને સ્ટાર્ટઅપ તરીકે કોઈ ટેક્સ માફી મળી છે કે નહીં તે પણ જણાવો

બે વર્ષ અગાઉ આવકવેરા વિભાગે પણ આવો જ સવાલ કર્યો હતો અને પ્રથમ રાઉન્ડ પછી તેમના વેલ્યુએશનમાં ઘટાડો થયો હોય તો ૩૩ ટકાના દરે સ્ટાર્ટ અપ્સ પાસેથી ટેક્સ વસૂલવા માંગણી કરી હતી. નોટિસમાં જણાવાયું છે કે, “સ્ટાર્ટઅપ્સના શેર ઊંચા પ્રીમિયમે ઇશ્યૂ કરાયા હતા. તેની પાછળનો તર્ક જણાવો અને કંપનીને સ્ટાર્ટઅપ તરીકે કોઈ ટેક્સ માફી મળી છે કે નહીં તે પણ જણાવો.”

ટેક્સ નિષ્ણાતોએ જણાવ્યું કે સ્ટાર્ટઅપ્સ ફંડ એકત્ર કરે ત્યારે વિવિધ પરિબળોના આધારે તેનાં વેલ્યુએશન અંગે સવાલ ઉઠાવી શકાય છે. ખાસ કરીને ભવિષ્યના અંદાજને તેમાં ધ્યાનમાં રાખવામાં આવે છે.

કોર્પોરેટ બાબતોના મંત્રાલયે સ્ટાર્ટઅપ્સનું પ્રીમિયમ કેવી રીતે ગણવામાં આવ્યું તેનો ખુલાસો કરવા કહ્યું છે અને ફંડ એકત્ર કરવાના ટ્રાન્ઝેક્શનની વિગત માંગી છે.

આવકવેરા વિભાગે 2016માં સ્ટાર્ટઅપ્સને મોકલેલી નોટિસ કરતાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયની નોટિસ થોડી અલગ છે. આવકવેરા વિભાગે માત્ર એન્જલ ઇન્વેસ્ટર્સના રોકાણ સામે સવાલ ઉઠાવ્યા હતા પરંતુ એમસીએએ તેની તપાસ તમામ પ્રકારના રોકાણ સુધી વિસ્તારી છે જેમાં વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્વિટી ટ્રાન્ઝેક્શન સામેલ છે.

ઘણા કિસ્સામાં નોટિસમાં ઊંચું પ્રીમિયમ, તેની પાછળના તર્ક અને સ્ટાર્ટ અપ્સ સરકારની ડીઆઇપીપી સ્કીમમાં રજિસ્ટર છે કે નહીં તેની વિગત માંગવામાં આવી છે. ટેક્સ અધિકારીઓ માને છે કે સ્ટાર્ટઅપ્સને રોકાણના છેલ્લા રાઉન્ડના આધારે વેલ્યૂ કરવામાં આવશે. છેલ્લા રાઉન્ડનું વેલ્યુએશન પ્રથમ રાઉન્ડ કરતાં ઓછું હોય તો તેમાં વધારાનું પ્રીમિયમ ચૂકવાયું હોવાનું માનવામાં આવશે.

November 20, 2018
kejri.jpg
1min6290

(કેજરીવાલ પર મરચાની ભૂંકી નાંખનાર અનિલ કુમારની તસ્વીર)

નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘણાં લાંબા સમય બાદ ફરી વિવાદમાં આવ્યા છે. આજરોજ તા.20મી નવેમ્બર 2018ને મંગળવારે બપોરે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી તરીકેની તેમની ચેમ્બરમાંથી લંચ માટે બહાર આવ્યા હતા ત્યારે અનિલ કુમાર નામના શખ્શે અરવિંદ કેજરીવાલના ચહેરા પર લાલ મરચાની ભૂકી નાંખીને હુમલો કર્યો હતો.

મરચાની ભૂંકીને લીધે અરવિંદ કેજરીવાલને થોડી તકલીફ થઇ હતી. જોકે, તેમના સિક્યુરિટી પર્સન્સએ તાબડતોબ તેમને કવર કરી લીધા હતા. દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલ પર મરચાની ભૂંકી ફેંકનાર અનિલ કુમાર નામના શખ્સને ડિટેઇન કરી દીધા છે. હાલમાં અનિલ કુમારની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બીજી તરફ અરવિંદ કેજરીવાલની પાર્ટી આપના પ્રવકત્તાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મરચાની ભૂંકી ફેંકવાની ઘટનાને દિલ્હી પોલીસની ગંભીર બેજવાબદારી અને સલામતિ વ્યવસ્થા પર મોટી ચૂક ગણાવી હતી. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસના રાજમાં દિલ્હીના મુખ્મમંત્રી પર મરચાની ભૂકીથી હુમલો કરવાની ઘટના અત્યંત ગંભીર છે.

November 20, 2018
alpesh-kathiriya-1280x720.jpg
1min8630
  • રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયાને હાઇકોર્ટે જામીન આપ્યા
  • જામીનના એક દિવસ પૂર્વે જ સુરત પોલીસે અલ્પેશ કથિરીયાને અેરેસ્ટ કર્યા હતા
  • રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયાને જામીન મળ્યા હોવા છતાં હજુ તેઓ સુરત પોલીસની કસ્ટડીમાં રહેશે

સુરતના યુવા આગેવાન અને પાસના નેતા અલ્પેશ કથિરીયાને આખરે રાજદ્રોહના કેસમાં આજરોજ તા.20મી નવેમ્બર 2018ના રોજ ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા હોવાની વિગતો જાણવા મળી છે. જોકે, તા.19મી નવેમ્બર 2018ના રોજ અમદાવાદ જેલમાંથી સુરત પોલીસે અલ્પેશ કથિરીયાને બીજા કેસમાં એરેસ્ટ કર્યા હતા, એટલે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હોવા છતાં સુરતના કેસમાં અલ્પેશ કથિરીયાએ હજુ કસ્ટડીમાં રહેવું પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.

ગુજરાત હાઇકોર્ટે રાજદ્રોહના કેસમાં પાસના મોટા નેતા સુરતના અલ્પેશ કથિરીયાને જામીન આપ્યા હોવાની વિગતો આજે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ભારે વાઇરલ થઇ હતી. પાસના વ્હોટ્સ એપ ગ્રુપમાં અલ્પેશ કથિરીયાના ચાહકોએ અલ્પેશ ગબ્બરની મુક્તિના સમાચારોને વાઇરલ કરી મૂક્યા હતા. પાસના નેતાઓએ અલ્પેશ કથિરીયાને અન્ય કેસોમાં પણ જામીન મળી જશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અલ્પેશ કથિરીયા 19મી ઓગસ્ટ 2018ના રોજ પોલીસે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ મહિનાનો સમય અલ્પેશ કથિરીયા અમદાવાદની સાબરમતી જેલમાં બંધ રહ્યા હતા.

November 20, 2018
girnar.jpg
1min6340

અવિધિસર રીતે તા. 17 નવેમ્બર 2018 ની મધરાતથી શરૂ થયેલી ગિરનારની લીલી પરિક્રમામાં સોમવાર તા.19મી નવેમ્બર 2018ની સાંજ સુધીમાં 12 લાખ ઉપરાંત યાત્રિકો ઊમટી પડ્યા હતા.

આ વિક્રમજનક સંખ્યા હોવા છતાં અને વિધિવત્ પરિક્રમાનું ઉદ્ઘાટન સોમવારે મધરાતે જ થયું હતું, આ લખાય રહ્યું હતું ત્યારે મંગળવાર તા.20મી નવેમ્બર 2018ની બપોરે પણ માનવપ્રવાહ ઘૂઘવતા સાગર ની જેમ પરિક્રમના પંથે સંચરી રહ્યો હતો. દરમિયાન હાલની પરિસ્થિતિનો અભ્યાસ કરતા એવું જણાય છે કે, હજુ સંખ્યામાં વધારો થશે. વનખાતાના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર 6 લાખ લોકો, પરિક્રમા પૂરી કરીને ઘરે જવા રવાના થઈ ગયા છે. એક દાયકાની આ રેકર્ડબ્રેક સંખ્યા 12 લાખથી વધુ યાત્રિકોની નોંધાઈ છે. હજુ આ સંખ્યા વધવાની સંભાવના વનખાતાએ કરી હતી.