
પુસ્તકોમાં રહેલું જ્ઞાન કલ્પના સમું હોય છે, બાળકો જ્યાં સુધી એ જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરતા નહીં શીખે ત્યાં સુધી એ જ્ઞાન ફક્ત પુસ્તકિયું જ્ઞાન બની રહે છે. પુસ્તકોમાં રહેલા જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ નહીં કરી શકવાના કારણે જ આજે મોટી મોટી ડિગ્રીધારકો નોકરી વિહોણા રહી જાય છે. આ ભેદ પારખી ગયેલા સુરતના ઉમરા ખાતે આવેલી ઉન્નતી ઇંગ્લિશ એકેડમીના શ્રી નવીનભાઇ ઉમરીગર અને તેમની ટીમે પ્રી-પ્રાઇમરી એજ્યુકેશનથી જ બાળકોને બુક્સમાં રહેલા નોલેજનો વ્યવહારુ ઉપયોગ અને તેના વપરાશનું રિયાલિટી ભરેલું શિક્ષણ આપવાનું શરુ કર્યું છે. તા.2 ફેબ્રુઆરી 2019ને શનિવારે ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના યોજાયેલા એજ્યુકેશનલ કમ જનરલ અવેરનેસ એક્ઝિબિશન બાળકોએ બુક્સમાં રહેલા ઇમેજિનેશન્સને રિયાલિટીમાં કન્વર્ટ કરી દેખાડયા હતા.

ઉમરા સ્થિત ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમી ખાતે યોજાયેલા એજ્યુકેશનલ કમ જનલર અવેરનેસ એક્ઝિબિશનનું ઉદઘાટન સંસ્થાના ટ્રસ્ટી અને જાણીતા નાટ્યવિદ શ્રી યઝદી કરંજીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં ઉન્નતી એકેડેમીના બાળભવનથી શરૂ કરીને ધો.6 સુધીના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓએ દૈનિક જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ, જીવન ચક્ર સાથે સંકળાયેલી તમામ બાબતો અને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેનું ડિસપ્લે કરીને મુલાકાતીઓને અચંબામાં મૂકી દીધા હતા. તદુપરાંત વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકોમાં નિર્દેશિત વિવિધ પ્રકારના નમૂનાઓ, સેલ્ફ સ્ટડી માટેના મોડેલ, ટ્રાફિક અવેરનેસ પ્રોજેક્ટ, કરીયર ગાઇડન્સ માટેની માહિતીઓ રજૂ કરી હતી.
બાળભવનના બાળકોની કૌશલ્ય કલાઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એવી જ રીતે યોગ અને આયુર્વેદિક ટેકનિક્સ, ભારતના રાજ્યોની લોકસંસ્કૃતિ, ગુજરાતના તમામ જિલ્લાઓની માહિતી, જાણીતા સ્થળોનું ડિસ્પ્લે, પ્રાથમિક વિભાગના બાળકોએ વિજ્ઞાનના નિયમો આધારિત પ્રયોગોના વર્કિંગ મોડેલ રજૂ કરીને એક ખરા અર્થમાં નોલેજ કાર્નિવલને સાકાર કર્યો હતો.




















