CIA ALERT

Slider Archives - Page 373 of 492 - CIA Live

April 20, 2019
pragya2.jpg
1min5830

સાધ્વીની કટુવાણીએ છેડ્યો વિવાદ ભાજપે નિવેદનને ‘અંગત અભિપ્રાય’

મહારાષ્ટ્ર એટીએસના ભૂતપૂર્વ વડા હેમંત કરકરેના મૃત્યુ બાબતમાં માલેગાંવ વિસ્ફોટના આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ગુરુવારે આપેલા નિવેદનને પગલે દેશભરમાં વિરોધ થયો હતો. તેમણે કહ્યું હતું કે ‘મારા શાપના કારણે તેમનું મોત થયું હતું.’ નવેમ્બર, 2008માંના 26/11 મુંબઈ હુમલામાં કરકરે અને અન્ય બે વરિષ્ઠ અધિકારી ત્રાસવાદીઓના ગોળીબારમાં શહીદ થયા હતા.

જોકે તેમના આ નિવેદને દેશભરમાં રાજકીય ભૂકંપ સર્જતા તેમણે મોડેથી માફી માગી લીધી હતી. તેમણે કહ્યું હતું કે ‘મારા આ નિવેદનથી દેશના દુશ્મનોને લાભ થઈ રહ્યો છે. એટલે હું મારું નિવેદન પાછું ખેંચું છું.’ અગાઉ ભારતીય જનતા પાર્ટીએ તેમના આ નિવેદનને અંગત નિવેદન ગણાવ્યું હતું. ભોપાળમાંથી ભાજપ તરફથી

ઉમેદવારી કરી રહેલા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ગુરુવારે રાત્રે ભાજપના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે ‘હેમંત કરકરેને (માલેગાંવ વિસ્ફોટ)ની તપાસ સમિતિએ મુંબઈ બોલાવ્યા હતા. હું તે વખતે મુંબઈની જેલમાં હતી. તપાસ સમિતિના સભ્યે કરકરેને કહ્યું કે જો તેમની પાસે (સાધ્વીની વિરુદ્ધમાં) પુરાવા ન હોય તો ગેરકાયદેસર રીતે સાધ્વીને જેલમાં નહીં રાખવી જોઈએ. કરકરેએ કહ્યું કે પુરાવા લાવવા તે કંઈ પણ કરવા તૈયાર છે. પુરાવા ઊભા કરીશ, અહીંથી ત્યાંથી લઈ આવીશ, પણ સાધ્વીને છોડીશ નહીં.’ સાધ્વીના નિવેદનનો ઠેરઠેર વિરોધ થયો હતો.

સાધ્વી પ્રજ્ઞાસિંહના નિવેદન સામે વાંધો ઉઠાવતા કૉંગ્રેસે શુક્રવારે માગ કરી હતી કે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રની માફી માગવી જોઈએ અને સાધ્વી પ્રજ્ઞાસિંહ સામે પગલાં ભરવાં જોઈએ. કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલેએ કહ્યું કે ‘મોદીજી, 26/11ના શહીદ હેમંત કરકરેને ‘દેશદ્રોહી’ કહેવાનો ગુનો ફક્ત ભાજપના નેતા જ કરી શકે છે.’ સાધ્વીના નિવેદનને ભાજપે તેમનું અંગત મંતવ્ય જણાવ્યું હતું.

ભાજપે કહ્યું કે ‘ત્રાસવાદીઓ સામે બહાદુરીપૂર્વક લડતી વખતે કરકરે શહીદ થયા હતા. ભાજપે તેમને હંમેશાં શહીદ ગણ્યા છે. ‘ભાજપના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે ‘સાધ્વી ઠાકુરે વર્ષોથી પોલીસ કસ્ટડીમાં ‘શારીરિક અને માનસિક ટોર્ચર’ સહન કર્યું હતું જેના કારણે તે કદાચ આવું નિવેદન કરી રહ્યાં છે.’ આ તેમનું અંગત નિવેદન છે.

દરમિયાન આઈપીએસ ઑફિસર્સ એસોસિયેશને સાધ્વીના નિવેદનને વખોડી કાઢતા કહ્યું હતું કે ‘અશોકચક્ર પ્રાપ્ત કરનારા દિવંગત શ્રી હેમંત કરકરેએ (આઈપીએસ) ત્રાસવાદીઓ સામે લડતા સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. એક ઉમેદવારના અપમાનજનક નિવેદનને અમે વખોડી કાઢીએ છીએ અને આપણા શહીદોના બલિદાનનું સન્માન થવું જોઈએ તેવી માગ કરી છે.’ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ શ્રીનગરમાં પત્રકારોને કહ્યું કે ‘હું માનું છું કે હેમંત કરકરે જેવા શહીદો માટે આવી ભાષાનો ઉપયોગ કરનારા ઉમેદવારો જેવો વિકલ્પ પ્રજા સમક્ષ આપો છો. આપણા દેશ માટે ખૂબ જ ખરાબ દિવસો કહેવાય.’ મહેબૂબાએ કહ્યું કે ‘જેમની સામે ચાર્જશીટ થઈ છે જેમની સામે આવા ગંભીર આરોપો છે, જે જેલમાં હતા તેવી મહિલાને ચૂંટણીમાં ઊભા રાખી તમે લોકોને શું સંદેશ આપવા માગો છો?’

સાધ્વી પ્રજ્ઞાસિંહે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ‘આ તેમની (કરકરેની) લુચ્ચાઈ હતી. આ દેશદ્રોહ હતો. આ ધર્મની વિરુદ્ધમાં હતું. મેં તેમને કહ્યું હતું કે તમારો નાશ થશે. તેમણે મને ત્રાસ આપ્યો હતો અને અપશબ્દો બોલતા હતા. જે મારાથી સહન થતું ન હતું. મેં તેમને કહ્યું હતું કે તેમનો નાશ થશે.’

સાધ્વી પ્રજ્ઞાસિંહ હાલમાં જામીન પર છે અને ભોપાળથી લડી રહેલા કૉંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહ સામે ભાજપે તેમને ઊભા રાખ્યા છે. સાધ્વી સામે ‘અનલોફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ’ હેઠળ કામ ચાલી રહ્યું છે. જોકે તેમને ‘મકોકા’માંથી (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ ઍક્ટ) કોર્ટે તેમને મુક્ત કર્યા છે.

April 19, 2019
dinesh_navadia.jpg
1min7080
  • એમ.એલ.એ. હર્ષ સંઘવીએ દિનેશ નાવડીયા કેમ્પમાં હાજરી આપી
  • સીએસ જરીવાલા, પી.એમ. શાહ જેવા સી.એ. વ્યાવસાયિક શાસકો ચેમ્બરને નજીકના ભૂતકાળમાં જ મળી ચૂક્યા છે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટની યોજાઇ રહેલી ચૂંટણીમાં હીરા ઉદ્યોગપતિ દિનેશભાઇ નાવડીયા હોટ ફેવરિટ ઉમેદવાર તરીકે જોવાય રહ્યા છે. હકીકતમાં ચેમ્બર ઓફ કોમર્સને વ્યાવસાયિક દ્રષ્ટિકોણ ધરાવતા શાસક નહીં પરંતુ, ઉદ્યોગકીય દ્રષ્ટિકોણ ધરાવતા શાસકની જરૂર છે.

અત્યાર સુધી સી.એસ. જરીવાળા, પી.એમ. શાહ જેવા સી.એ. (વ્યાવસાયિક) નજીકના વર્ષોમાં ચેમ્બરના શાસક બની ચૂક્યા છે, પરંતુ, ઉદ્યોગપતિ દ્રષ્ટિકોણ ધરાવતા શાસક ચેમ્બરને ઘણાં વર્ષોથી મળ્યા નથી. ચેમ્બર ઓફ કોમર્સ ઔદ્યોગિક હિત માટે કાર્ય કરતી સંસ્થા છે અને હવે હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગકારો, બાંધકામ ઉદ્યોગપતિઓ સમેત મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા બહુમતિ ઉદ્યોગપતિઓ પણ એવું ઇચ્છી રહ્યા છે કે હવે પછી ચેમ્બરને દિનેશ નાવડીયા જેવા ઉદ્યોગ દ્રષ્ટિકોણ ધરાવતા શાસકની જરૂર છે.

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, પાંડેસરા જીઆઇડીસીના ઉદ્યોગો, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ વગેરે ક્ષેત્રમાં અત્યાર સુધી દિનેશ નાવડીયાએ કરેલી મિટીંગોની ફળીભૂત નિવડી છે. દિનેશ નાવડીયાને ઉદ્યોગકારો દ્વારા વોટિંગ કમિટમેન્ટ સાંપડી રહ્યા છે.

એવી જ રીતે શહેરના ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ અને વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કરવામાં આવેલી ગ્રુપ મિટીંગોમાં દિનેશ નાવડીયાને અગ્રણીઓએ કોલ આપ્યા હતા કે તેઓ અચૂક વોટ આપશે. બીજી તરફ આજે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ દિનેશ નાવડીયા કેમ્પમાં આવ્યા હતા અને તેમણે દિનેશ નાવડીયા માટે પ્રચાર કર્યો હતો.

મેનેજિંગ કમિટીમાંથી દિનેશ નાવડીયા સમેત 50 જેટલા સભ્યોને ડિસક્વોલિફાય કરવાની નોટિસ આપવાની બાબત દિનેશ નાવડીયા કેમ્પને ડિસ્ટર્બ કરવા માટે જોરશોરથી ઉઠાવવામાં આવી હતી. પરંતુ, આ નેગેટિવ પબ્લિસિટીએ દિનેશ નાવડીયા માટે સહાનુભૂતિનું વાતાવરણ સર્જ્યું છે.

April 19, 2019
votingsign.jpg
1min7750

ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવે, મતદાન શક્ય એટલું વધુ થાય તે માટે કોર્પોરેટ કંપનીઓ મતદાતાઓ માટે અનેક આકર્ષક ઓફરો અમલમાં મૂકી છે.

મતદારની આંગળી પર મતદાન કરવા અગાઉ લગાડવામાં આવતી શાહીનું નિશાન મતદારો ખાસ કરીને પહેલી વખત વોટિંગ કરી રહેલા યંગસ્ટર મતદાતાઓ માટે અનેક લાભદાયક ઓફરોનો લાભ અપાવશે. જેમાં એક ઓફર હિરો હોન્ડા મોટોકોર્પ જે રૂ.199માં બાઇક સર્વિસ કરી આપશે.

વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે વોટર બેનિફિટ સ્કીમ લોન્ચ કરી છે. કંપની તમારું ટુ-વ્હીલર મફતમાં ધોઈ આપશે અને ₹199માં સર્વિસ કરી આપશે. સામાન્ય રીતે, આવી સર્વિસિસ માટે ₹500-600 ચાર્જ કરતી હોય છે. આ સ્કીમ એપ્રિલ અને મે મહિનામાં તમામ શહેરોમાં મતદાન પછીના બે દિવસ સુધી લાગુ રહેશે.

અગ્રણી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) કંપની સબવે પણ મતદારોને તેની ફૂડ આઇટમ્સ પર 19 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે, તે 8 કરોડ ફર્સ્ટ-ટાઇમ વોટર્સને ટાર્ગેટ કરી રહી છે. આ લોકો લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મત નાખવાના તેમના અધિકારનો ઉપયોગ કરવાના છે.

સબવેના કન્ટ્રી ડિરેક્ટર કહ્યું હતું કે, ભારતમાં 18 વર્ષ પૂરાં કર્યાં છે અને તેની ઉજવણી કરવાના ભાગરૂપે, આ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છીએ, જેનો પ્રાથમિક હેતુ યુવાનોને તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવાનું છે.

QSR બ્રાન્ડ મેક્‌ડોનાલ્ડ્’સ માટે જાણીતી વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ મેકસ્પાઇસી ચિકન, મેકસ્પાઇસી પનીર બર્ગજ જેવી આઇટમ પર 50 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

April 19, 2019
hardik_slap.jpg
1min15270

સુરેન્દ્રનગરમાં પ્રચાર દરમિયાન હાર્દિક પટેલ પર હુમલો થવાની ઘટના સામે આવી છે.

હાર્દિક પટેલ વઢવાણના બદલાણા ગામે કોંગ્રેસના ઉમેદવાર સોમા પટેલ માટે પ્રચાર કરી રહ્યા હતા. હાર્દિક પટેલ જન આક્રોશ સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારે જ એક તરુણ મિસ્ત્રી નામનો વ્યક્તિ સ્ટેજ પર ચડ્યો અને કોઇ કશું સમજે વિચારે એ પહેલા તરુણ મિસ્ત્રીએ હાર્દિક પટેલને જમણા ગાલે લાફો રશીદ કરી દીધો હતો. હાર્દિક પટેલ સમેત સ્ટેજ પર બેઠેલા લોકો કંઈ સમજે તે પહેલા જ આખી ઘટના બની ગઈ હતી. હાર્દિક પટેલ પર હુમલો કરનાર વ્યક્તિને સભામાં હાજર લોકોએ માર માર્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ ટોળા વચ્ચેથી હાર્દિક પટેલ પર હુમલો કરનાર વ્યક્તિને બચાવી લીધો.

On Tweeter

April 19, 2019
ril.png
1min13430

ધીકતો પેટ્રોકેમિકલ બિઝનેસ અને ઝડપથી વૃદ્ધિ કરી રહેલા રિટેલ અને ડિજિટલ વેન્ચર્સને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો માર્ચ ક્વાર્ટરમાં 10 ટકા વધ્યો હતો. આમ, વૈશ્વિક રિફાઇનરી માર્જિન અને ઊંચા ધિરાણખર્ચ સામે પેટ્રોકેમિકલ બિઝનેસે નુકસાન સરભર કર્યું હતું.

માર્ચ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ₹10,362 કરોડ હતો, જ્યારે આવક 19.4 ટકા વધીને ₹1,54,110 કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2018-’19માં ચોખ્ખો નફો 13.1 ટકા વધીને ₹39,588 કરોડ થયો હતો, જ્યારે આવક 44.6 ટકા વધીને ₹6,22,809 કરોડ થઈ હતી એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

કંપનીના ટેલિકોમ સાહસ જિયોએ ₹840 કરોડનો ત્રિમાસિક ચોખ્ખો નફો કર્યો હતો, જે એક વર્ષના સમાન ક્વાર્ટર કરતાં 65.7 ટકા અને ચાલુ નાણાવર્ષના ત્રીજા ક્વાર્ટર કરતાં 1.1 ટકા વધુ હતો. ઓપરેટિંગ આવક 55.8 ટકા વધીને ₹11,106 કરોડ થઈ હતી. અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹7,128 કરોડની આવક થઈ હતી. 31 માર્ચે પૂરા થયેલા વર્ષમાં જિયોનો ચોખ્ખો નફો ₹723 કરોડથી ચાર ગણી વધીને ₹2,964 કરોડ થઈ હતી.

ડિજિટલ સર્વિસિસ અને રિટેલ બિઝનેસની વાર્ષિક આવક અને લગભગ EBIT બમણા થયા હતા. વર્ષોથી કંપનીની કામગીરી પર પ્રભુત્વ ધરાવતી જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સના બિઝનેસ પર ગેસોલિનના નીચા ભાવ અને નેપ્થાનાં નબળાં માર્જિન્સની અસર પડી હતી. ક્રૂડ ઓઇલના પ્રોસેસિંગ અને ઈંધણ વેચાણમાંથી મળતાં નાણાં એટલે કે ગ્રોસ રિફાઇનરી માર્જિન 11 ડોલરથી ઘટીને 8.2 ડોલર થયા હતા. આરઆઇએલનું માર્જિન સિંગાપોર કોમ્પ્લેક્સ કરતાં 4.2 ડોલર ‌વધુ હતું.

સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન, રિટેલ આવક ₹એક લાખ કરોડના આંકને વટાવી ગઈ હતી, જ્યારે ત્રિમાસિક આવક 51.6 ટકા વધીને 36,663 કરોડ થઈ હતી. ઊંચી આવક તથા માર્જિનમાં વધારાને કારણે સેગમેન્ટની EBIT 81 ટકા વધીને ₹1,721 કરોડ થઈ હતી.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, કંપનીએ એનર્જી માર્કેટમાં ભારે વોલેટિલિટીની સમયમાં પણ કંપનીએ ₹39,588 કરોડનો કોન્સોલેડિટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. મને એ કહેતાં આનંદ થાય છે કે કંપનીએ તેનો PBDIT છેલ્લાં પાંચ વર્ષમાં બમણાથી વધુ કર્યો છે અને મૂલ્યસર્જન માટે વૈશ્વિક માપદંડ સ્થાપ્યો છે.

આરઆઇએલનો પેટ્રોકેમિકલ્સના બિઝનેસે 18.7 ટકાના વિક્રમ માર્જિન સાથે કામ કર્યું હતું, અન્ય ખર્ચ 59.6 ટકા વધીને ₹21,834 કરોડ થયો છે. ઘસારો ₹4,852 કરોડથી વધીને ₹5,295 કરોડ થયો હતો. ધિરાણખર્ચ ₹2,566 કરોડથી વધીને ₹4,894 કરોડ થયો હતો.

31 માર્ચની સ્થિતિએ ઋણ ₹21,873 કરોડથી વધીને ₹2,87,505 કરોડ થયું હતું. રોકડ અને રોકડ સમકક્ષ ₹78,063 કરોડથી વધીને ₹1,33,027 કરોડ થઈ હતી.

April 19, 2019
fraud.jpg
1min10910
વેપારીનું અપહરણ કરી બગોદરા પાસે ઉતારી દઈ 62 લાખ પડાવી લીધા: પિતા-પુત્ર અને બે મહિલા સહિત સામે ફરિયાદ
પાંચ હાટડી ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને ડેરી તથા ઠંડા પીણાનો વેપાર કરતા હુશેન રજાકભાઈ (42) મેમણ વેપારીએ જિલ્લા પોલીસ વડાને અરજી કરી પોતાની સાથે 6 જેટલા શખસોએ ઠગાઈ કરી 62 લાખ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ કરી છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા ભાનુશાળી પિતા-પુત્ર અને બે મહિલા સહિત છ આરોપીઓના નામો આપ્યા છે.
એલસીબીની ટીમે આ પ્રકરણની તપાસ શરૂ કરતાં અને મેમણ વેપારીની પૂછપરછ કરતાં એવી વિગત બહાર આવી કે હુશેન મેમણને જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા હરીશ ગિરધરલાલ નંદા સાથે મિત્રતા હતા.િમત્રતા દાવે તેણે મેમણ વેપારી પાસેથી પૈસા મેળવવા પ્લાન કર્યો હતો.જેના અનુસંધાને હરીશ નંદાએ પોતાના જૂનાગઢ તેમજ અન્ય મિત્રો પાસે રૂા.61 લાખ 701 હજારની જૂની ચલણી નોટ છે જે બદલી આપશું તો મોટું કમિશન મળશે તેવી લાલચ આપી હતી અને ગત તા.28-3-19ના દિવસે ગોકુલનગરમાં બોલાવ્યા હતા.
આક્ષેપ થયો છે કે આ સ્થળે એક કાર આવી હતી જેમાં બીલખાનો સલીમ, જૂનાગઢનો મુન્ના ઈબ્રાહીમ મીર તથા બે અજ્ઞાત મહિલા બેઠી હતી જયારે હરીશ ગિરધરલાલ અને તેના પુત્ર ચિરાગે એકસંપ કરી વેપારીનું અપહરણ કર્યું હતું અને વેપારી પાસે રહેલી રૂા.62 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી બાદમાં તેમને બગોદરા પાસેથી ઉતારી દીધા હતાં. આથી વેપારીએ પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાથી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા આ અંગે એલસીબીને તપાસ સોંપાઈ છે. તપાસનો દોર જૂનાગઢ અને બીલખા સુધી લંબાવાયો છે. જામનગરના ભાનુશાળી પિતા-પુત્રો પણ ફરારી થઈ ગયા હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
April 19, 2019
petrol-diesel-1.jpg
1min8840

Jayesh Brahmbhatt

પેટ્રોલ પંપ પર રૂ. ૫૦, રૂ. ૧૦૦ અને રૂ. ૫૦૦ જેવા રાઉન્ડ ફીગરમાં ડીઝલ અથવા પેટ્રોલ પૂરાવતા વાહનચાલકોએ ટૂંક સમયમાં લિટરના હિસાબ અને માપથી જ  ઇંધણની ખરીદી કરવી પડશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પેટ્રોલિયમ કંપનીઓથી લઇને પેટ્રોલ પંપ સંચાલકોને એવી માર્ગદર્શક સૂચનાઓ અપાઈ ચૂકી છે. ટૂંકસમયમાં આ નિર્ણય અમલમાં મૂકવામાં આવે તેવા સંકેતો મળ્યા છે. જોકે, હાલ ચૂંટણીની આચારસંહિતાના કારણે આ શક્ય બનશે કે કેમ તેના પર સવાલ ઉદભવ્યો છે.

મહારાષ્ટ્ર રાજ્ય તોલમાપ ખાતાએ પેટ્રોલિયમ કંપનીને પત્ર મોકલીને લિટર અનુસાર ઇંધણનું વેચાણ કરવાનો આદેશ દીધો હોવાનું જાણવા મળે છે.

તોલમાપ ખાતાના એક અધિકારીએ ઇંધણ પૂરું પાડતી બીપીસીએલ, એપીસીએલ અને આઇઓસીએલ કંપનીને આ મહિનામાં લિટરના હિસાબે ઇંધણ વેચવાનો અને મશીનના રૂપિયા આંકડામાં સેટ કરવા તેમ આદેશ આપતો પત્ર પાઠવ્યો હતો. લીગલ મેટ્રોલોજી નિયમ અનુસાર ડીઝલ પૈસાના હિસાબેથી વેચાય છે, પણ હવે લિટરના હિસાબેથી વેચવું એવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રના વિદર્ભ પેટ્રોલિયમ ડિલર્સ એસોશિયેસને આ નિર્ણયનો સ્વીકાર કર્યો હોવાની માહિતી મળી હતી.

ઇંધણની સિસ્ટમને લિટરમાં અપગ્રેડ થાય તો છુટ્ટા પૈસા પરત કરવાની સમસ્યા ઉદભવશે

જાણકારો જણાવે છે કે પેટ્રોલ ડિઝલના ભાવો રૂપિયા અને પૈસા એમ બન્નેના પ્રમાણમાં હોય છે. હાલમાં છુટ્ટા પૈસા કે રૂપિયાની મગજમારીને કારણે લોકો રાઉન્ડ ફિગરમાં અને પેટ્રોલ પંપ ધારકો પણ એવો આગ્રહ રાખે છે કે ગ્રાહકો 50, 100, 200, 500 જેવા રાઉન્ડ ફિગરમાં જ પેટ્રોલ ડિઝલ પૂરાવે. પરંતુ, હવે જો લિટરના હિસાબે જ પેટ્રોલ-ડિઝલ પૂરાવવાની સૂચના મળશે તો પેટ્રોલ પંપો પર રોજેરોજ છુટ્ટાની રામાયણ સર્જાશે. વાહન ચાલકો અને પેટ્રોલ પંપ કર્મચારીઓ વચ્ચે રોજેરોજ છુટ્ટા પૈસાના મુદ્દે ગરમાગરમીના દ્રશ્યો જોવા મળશે.

April 19, 2019
indiavtoes.jpg
1min4900

દેશમાં ૧૧ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાંની લોકસભાની ૯૫ બેઠક માટે ગુરુવારે યોજાયેલા મતદાનમાં સરેરાશ ૬૬ ટકા મતદાન થયું હતું. આમ છતાં, મહારાષ્ટ્રની ૧૦ બેઠક પરનું સરેરાશ મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ૫૭.૨૨ ટકા રહ્યું હતું જે ૨૦૧૪ની સરખામણીમાં ઓછું હતું.

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં પશ્ર્ચિમ બંગાળ અને મણિપુરમાં હિંસાના છૂટાછવાયા બનાવ બન્યા હતા તેમ જ મતદાનના ઇલેક્ટ્રૉનિક મશીનો (ઇવીએમ)માં ખામી સર્જાવાના કિસ્સા પણ નોંધાયા હતા.

પુડુચેરીમાં સરેરાશ ૭૮ ટકા અને મણિપુરમાં અંદાજે ૭૫ ટકા મતદાન થયું હતું.

શ્રીનગરમાં ૨૦૧૪ની જેમ આ વખતે પણ ઘણું જ ઓછું મતદાન થયું હતું. શિયાઓની બહુમતીવાળા બડગામ જિલ્લામાં બપોરના ૩ વાગ્યા સુધીમાં ૧૭.૧ ટકા મતદાન થયું હતું, જ્યારે આ બેઠક પર સરેરાશ મતદાન માત્ર ૧૨.૪૩ ટકા જ થયું હતું.

તમિળનાડુની ૩૮ બેઠક પર બપોરના ૩ વાગ્યા સુધી ૫૨.૦૨ ટકા મતદાન થયું હતું. કરુરમાં ૫૬.૮૫ ટકા, જ્યારે ચેન્નઇ મધ્યમાં ૪૫.૬૫ ટકા મતદાન નોંધાયું હતું.

વિધાનસભાના ૧૮ મતવિસ્તારમાં યોજાયેલી પેટાચૂંટણીમાં બપોરના ૩ વાગ્યા સુધી ૫૫.૯૭ ટકા મતદાન થયું હતું.

તમિળનાડુ ઉપરાંત, કર્ણાટકની ૧૪, મહારાષ્ટ્રની ૧૦, ઉત્તર પ્રદેશના ૮, આસામની પાંચ, બિહારની પાંચ, ઓડિશાની પાંચ, છત્તીસગઢની ત્રણ, પશ્ર્ચિમ બંગાળની ત્રણ, જમ્મુ અને કાશ્મીરની બે, મણિપુુરની એક અને પુડુચેરીની લોકસભાની એક બેઠક પર ગુરુવારે મતદાન થયું હતું.

ઓડિશાના વિધાનસભાના ૩૫ મતવિસ્તારમાં પણ મતદાન થયું હતું.

તમિળનાડુના વેલ્લૂરમાં દ્રમુકના નેતાના એક સાથી પાસેથી મોટી રોકડ રકમ મળતાં ચૂંટણી પંચે અહીં મતદાન રદ કર્યું હતું.

ત્રિપુરા (પૂર્વ)ની લોકસભાની બેઠક પર કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ હોવાનું કારણ આપીને ત્યાં મતદાન ૨૩મી એપ્રિલે ત્રીજા તબક્કા પર મુલતવી રખાયું હતું.

પશ્ર્ચિમ બંગાળના રાયગંજ લોકસભા બેઠક ખાતે પથ્થરમારો કરી રહેલા ટોળાને વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુ છોડ્યો હતો અને ગોળીબાર કર્યો હતો. અહીંના ચોપડા વિસ્તારમાં તોફાનીઓએ બૉમ્બ પણ ફેંક્યા હતા.

રાજગંજના કાટાફૂલવાડીમાં મતદાનનો અહેવાલ લેવા ગયેલા સમાચારની સ્થાનિક ચૅનલના પત્રકાર અને કૅમૅરામૅનને ધક્કે ચઢાવાયા હતા.

પશ્ર્ચિમ બંગાળમાં લોકસભાની ત્રણ બેઠક ખાતે હિંસા, રસ્તારોકો, બૉમ્બ ફેંકવાના અને પોલીસ ગોળીબારના બનાવો નોંધાયા હતા.

છત્તીસગઢની લોકસભાની ત્રણ બેઠક પર બપોરે ૩ વાગ્યા સુધીમાં સરેરાશ અંદાજે ૫૯.૭૨ ટકા મતદાન થયું હતું, પરંતુ બાદમાં તે વધીને સરેરાશ ૬૯ ટકા થયું હતું.

ઓડિશાની લોકસભાની પાંચ બેઠક અને વિધાનસભાની ૩૫ બેઠક પર બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૩ ટકા મતદાન થયું હતું.

કર્ણાટકમાં બપોરે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૧.૮૪ ટકા મતદાન નોંધાયું હતું.

આસામના કરીમગંજમાં બપોરે ત્રણ વાગ્યા સુધી ૬૩.૬૬ ટકા મતદાન થયું હતું. બાદમાં, મતદાનની ટકાવારી વધીને સરેરાશ ૭૩.૩૨ ટકા થઇ હતી.

બિહારની પાંચ બેઠક પર બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ૪૫.૭૭ ટકા મતદાન થયું હતું.

ઉત્તર પ્રદેશમાં બપોરે ૩ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૦.૩૯ ટકા મતદાન નોંધાયું હતું, પરંતુ બાદમાં છ વાગ્યા સુધીમાં આ ટકાવારી વધીને સરેરાશ ૬૨.૩૦ થઇ હતી.

મણિપુરમાં બે મતદાન કેન્દ્ર ખાતે હિંસાના બનાવ નોંધાયા હતા. રાજ્યમાં સરેરાશ ૭૫.૬૯ ટકા મતદાન થયું હતું.

લોકસભાની ચૂંટણીના હવે પછીના તબક્કા ૨૩મી એપ્રિલે, ૨૯મી એપ્રિલે, છઠ્ઠી મેએ, ૧૨મી મેએ અને ૧૯મી મેએ યોજાવાના છે તેમ જ મતગણતરી ૨૩મી મેએ થશે.

April 19, 2019
rahul1.jpg
1min6590

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે જૂનાગઢ અને કચ્છ એમ બે સ્થળોએ ચૂંટણી સભાઓ સંબોધતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ ૧૫ લાખ લોકોના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવાનું જુઠ્ઠુ વચન આપ્યું હતું પણ અમે ગેરન્ટી સાથે વચન આપીએ છીએ કે, અમારી સરકાર આવશે તો દેશની પાંચ કરોડ મહિલાઓના બેન્ક ખાતાઓમાં વર્ષે રૂ. ૭૨ હજાર જમા કરાવીશું આમ પાંચ વર્ષમાં રૂ. ૩.૬૦ લાખ જમા કરાવીશું, આ પગલાંથી અર્થતંત્રને કોઇ જ નુકશાન થવાનું નથી પરંતુ વધારે મજબૂતિ મળશે.

વંથલી ખાતે ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ ભાજપ અને નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે, મોદી બે હન્દિુસ્તાન બનાવે છે એક નિરવ મોદી, માલ્યાવાળુ અને બીજું ગબ્બરસિંહ ટેક્સવાળું. ચોક્કસ લોકોના દેવા માફ થાય છે તો ખેડૂતોના કેમ નહીં. કોંગ્રેસની સરકાર બનાવો ૧૦ દિવસમાં દેવું માફ. દેશના ખેડૂતોનું મોદી દેવું માફ કરતા નથી.

ગરીબી પર કોંગ્રેસની સર્જિકલ સ્ટ્રાઇક, વર્ષે ૭૨ હજાર આપીશું. ન્યાયની સરકાર બનાવવી છે કે અનિલ અંબાણીની સરકાર? નરેન્દ્ર મોદીએ પહેલીવાર રોજગારી નષ્ટ કરી દીધી છે.

મોદીએ નોટબંધી વખતે માતા, બહેનોને બેંકની લાઇનમાં ઊભા રાખી દીધાં. બેંકના ચોર કેમ બેંકની લાઇનમાં ન દેખાયા. અમે ગરીબના ખાતામાં દર વર્ષે ૭૨ હજાર નાંખીશું. નરેન્દ્ર મોદીએ ૧૫ લાખનું જુઠું બોલ્યા હતા પરંતુ અમે ૩ લાખ ૬૦ હજાર આપીશું. ચોકીદારે માતા, બહેનો અને ખેડૂતો પાસેથી જ ચોરી કરી છે.

તમને મિત્રો કહે છે. અંબાણી અને નિરવને ભાઇ કહે છે એટલે ફાયદો બધો ભાઇઓને મળે છે. ખેડૂતો પાસેથી રૂ. ૧૦ હજાર કરોડનું વીમા પ્રીમીયમ અમીરોના ખાતામાં જમા થાય છે. દેવું ન ભરી શકનાર કોઇ પણ ખેડૂતને અમે જેલ નહીં જવા દઇએ.

April 18, 2019
nathenan.jpg
1min15630

સોશ્યલ મિડીયા પર રચ્યા-પચ્યા રહેતા આજના યુવાનોને સોશ્યલ મિડીયા અને ઇન્ટરનેટનો સદુપયોગ કેવી રીતે કરવો તેનું સૌથી શ્રેષ્ઠ જીવંત ઉદાહરણ જો કોઇ હોય તો થાઇલેન્ડમાં રહેતી 12 વર્ષની નેથાનન નામની દિકરી છે. નેથાનન યુ ટ્યુબ પર વિડીયો જોઇને મેક-અપ કરવાનું શીખી, આજે વિશ્વની સૌથી નાની વયે એક્સપર્ટ મેકઅપ આર્ટિસ્ટ બની ચૂકી છે

12 year old makeup artist buys herself a BMW

12 વર્ષની વયજૂથની છોકરીઓ મોબાઈલ, રમકડાં, એક્ટીવા, ટેબ્લેટ વગેરે અપાવવા માટે માબાપ પાસે હઠાગ્રહ કરતા હોય છે પણ થાઈલેન્ડની નેથાનન નામની એક કિશોરીએ 12 વર્ષની ઉંમરે પોતાની કમાણીથી એક બીએમડબલ્યુ લક્ઝુરિયસ કાર ખરીદી છે.

12 વર્ષની Natthananએ પોતાને જ BMW Sedan ગિફ્ટ કરી છે, ગઇ તા.9મી એપ્રિલના રોજ નેથાનનનો જન્મ દિવસ હતો અને  પોતાના જન્મદિવસે નેથાનને પોતાને જ બીએમડલબ્યુ જેવી લક્ઝરીયસ કાર ગીફ્ટ કરી છે.

નેથેનન ફક્ત થાઇલેન્ડમાં જ નહીં બલ્કે વિશ્વભરમાં સૌથી નાની ઉંમરની એક જાણીતી મેકઅપ આર્ટિસ્ટ છે. થાઈલેન્ડના ચેંટાબુરીમાં રહેતી નેથાનન ‘લંડન ફેશન વીક – 2018’માં પણ ભાગ લઈ ચૂકી છે.

રિપોર્ટ અનુસાર નેથેનન ‘લંડન ફેશન વીક’માં મેકઅપ કરનારી સૌથી ઓછી ઉંમરની મેકઅપ આર્ટિસ્ટ છે.

નેથેનને 9 એપ્રિલના દિવસે પોતાના ફેસબુક પેજ પર કાર ખરીદી હોવાની વાત શેર કરી. તે લખે છે, ‘મને જન્મદિવસ મુબારક. હું આજે 12 વર્ષની થઈ ગઈ છું. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર. મારા તરફથી પણ બધાને અભિનંદન.’ જણાઈ કે, નેથેનનને ફેસબુક પર 9 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

સોશ્યલ મિડીયાનો સદુપયોગ કર્યો નેથાનને

12 વર્ષની ઉંમરે વિદ્યાર્થિનીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ પર બિનજરૂરી ચેટિંગમાં પોતાનો સમય, શક્તિ, મગજ બગાડતી હોય જોવા મળે છે, જ્યારે થાઇલેન્ડની નેથાનને ઇન્ટરનેટ અને સોશ્યલ મિડીયાનો સદુપરયોગ કર્યો છે.

તે યૂટ્યૂબના વિડીયોની મદદથી મેકઅપ કરતા શીખી છે. તેણે 7 વર્ષની ઉંમરથી સોશિયલ મીડિયા પર પોતાના મેકઅપ ટ્યૂટોરિયલ મૂકવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તે લોકોની નજરમાં આવતી રહી અને ફેમસ બની ગઈ. જોકે, પ્રૉફેશનલ મેકઅપ આર્ટિસ્ટ બનવા માટે તેણે પ્રોફેશનલ મેકઅપ કોર્સિસ પણ કર્યા છે.