CIA ALERT

Slider Archives - Page 364 of 491 - CIA Live

May 5, 2019
Gadhda-Swaminarayan-Temple.jpg
1min5950

જગપ્રસિદ્ધ ગઢડા ગોપીનાથજી મંદિરની વહીવટી ધૂરા સંભાળવાને લઇ 13 વર્ષથી વધુ સમયથી ચાલતાં કાનૂની વિવાદનો સુખદ ઉકેલ બાદ આજરોજ રવિવાર, તા. 5 મે, 2019ના રોજ ચૂંટણી ચૂંટણી યોજાઇ રહી છે. આજે સવારથી જ સમગ્ર ટેમ્પલ પરિસર તેમજ ગઢડા ખાતે આ ચૂંટણીને લઇને ઉત્તેજનાપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. કોઇ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં યોજાતી હોય એ પ્રકારની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આચાર્ય પક્ષ તેમ જ દેવ પક્ષ દ્વારા 4 ગૃહસ્થ વિભાગ અને 3 ત્યાગી વિભાગની બેઠક મળી કુલ 7 બેઠક પૈકી 6 બેઠક પર ઉમેદવારી

મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બોટાદ પોલીસે પણ સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે. બોટાદ જિલ્લામાં આવેલ જગપ્રસિદ્ધ તિર્થસ્થાન ગઢપુરથી ઓળખાતા ગઢડા ગોપીનાથજી દેવ મંદિર સહિતના મંદિરોના વહીવટ માટે રચાયેલા ગઢડા ટેમ્પલ બોર્ડ દ્વારા લોકશાહી પદ્ધતિએ ચૂંટણી યોજવાની પરંપરા છે, પરંતુ એક યા બીજા કારણોસર છેલ્લાં 13 વર્ષથી આ મંદિરનો વહીવટ હાલમાં આચાર્ય પક્ષ સંભાળે છે.

આજે સાંજ સુધી મતદાન બાદ તા.છઠ્ઠી મે ને સોમવારના રોજ મતગણતરી યોજાશે.

કાનૂની વિવાદના કારણે છેલ્લાં 13 વર્ષથી આ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત થઇ પડી હતી. તો બીજી તરફ આ ચૂંટણીમાં આચાર્ય પક્ષ તેમ જ દેવ પક્ષ દ્વારા 4 ગૃહસ્થ વિભાગ અને 3 ત્યાગી વિભાગની બેઠક મળી કુલ 7 બેઠક પૈકી 6 બેઠક પર ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જયારે ત્યાગી વિભાગની એક બ્રહ્મચારી બેઠક બિનહરીફ જાહેર થઇ છે.

તા.5ના રોજ મતદાન બાદ આગામી તા.6 ના રોજ મતગણતરી યોજાશે.

May 5, 2019
water_cut.jpg
1min5250

સૌરાષ્ટ્રમાં હવે ઉનાળામાં પીવાના પાણીની કોઇ સમસ્યા જ નહીં રહે એવા સરકારના વારંવારના દાવાઓ વચ્ચે પણ અત્યારે મોટાભાગના નગરોમાં લોકો પાણી કાપ સહન કરી રહ્યાં છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાના જ વિસ્તારમાં અનેક ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ગામ રાજકોટમાં પણ પાણીકાપથી લોકો પરેશાન છે ત્યારે શહેરના ચાર વોર્ડમાં આજે પાણી કાપ ઝીંકી દેવામાં આવતા મહિલાઓ બેડાં લઇને પીવાનું પાણી ભરવા નીકળી હતી.

ચોમાસા સુધી પાણીની કોઈ તકલીફ નહીં રહે. રાજકોટવાસીઓ ચિંતા કરશો નહીં, રોજ ર0 મિનિટ પાણી આપીશું આવી મહાપાલિકાના ભાજપી શાસકોએ જાહેરાત કર્યા બાદ જાણે માઠી દશા બેઠી હોય તેમ પાંચ વોર્ડમાં પાણીના ધાંધિયા સર્જાયા બાદ હવે ચાર વોર્ડના બે લાખ જેટલા લોકો પર ઓચિંતો પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો છે. શુક્રવાર રાત્રે મોડેથી વોટર વર્કસ શાખાએ જાહેર કર્યું કે વેસ્ટ ઝોન અંતર્ગત ન્યારા પમ્પિંગ સ્ટેશન પર નર્મદાનું પાણી પૂરું પાડતી જીડબલ્યુઆઈએલની મુખ્ય પાઈપલાઈન એનસી 34 પર શટડાઉન હોવાથી રૈયાધાર હેડ વર્કસ હેઠળ આવતા ગાંધીગ્રામ અને 1પ0 ફૂટ રીંગ રોડ હેઠળ આવતાં વિસ્તારો (વોર્ડ નં.1, ર પાર્ટ, 9 પાર્ટ અને 10 પાર્ટ) માં શનિવારે પાણી વિતરણ બંધ રહેશે. ચાર વોર્ડમાં પાણીકાપથી આશરે બે લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે. પાણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં વૈકલ્પિક વ્યવસ્થા કે વહેલા-મોડું પાણી વિતરણ કરવાને બદલે સીધો કાપ ઝીંકી દેવામાં આવે છે.

May 5, 2019
kejriwal_slpped-1280x720.jpg
1min5860

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને રોડશોમાં અહીંના મોતીનગર ખાતે એક માણસે લાફો માર્યો હતો.

આમ આદમી પક્ષ (આપ)એ આ કૃત્ય ભારતીય જનતા પક્ષ (ભાજપ)નું હોવાનો આક્ષેપ કર્યો હતો.

પોલીસે કેજરીવાલને લાફો મારનારા માણસને પકડીને પૂછપરછ હાથ ધરી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન ખૂલ્લી જીપમાં જઇ રહ્યા હતા ત્યારે લાલ ટી-શર્ટ પહેરીને ત્યાં આવેલા 33 વર્ષીય સુરેશે તેમને લાફો માર્યો હતો. લાફો મારનારો સુરેશ કૈલાસ પાર્ક વિસ્તારમાં સ્પેર પાટર્સનો વ્યાપારી છે.

દરમિયાન, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ સવાલ કર્યો હતો કે શું મોદી અને અમિત શાહ કેજરીવાલની હત્યા કરાવવા માગે છે? તેમણે જણાવ્યું હતું કે ભાજપ કેજરીવાલનો જુસ્સો તોડી નહિ શકે અને ચૂંટણીમાં હરાવી નહિ શકે. દિલ્હીમાંના ભાજપ એકમના પ્રમુખ મનોજ તિવારીએ આ ઘટનાને વખોડી હતી અને શંકા વ્યક્ત કરી હતી કે આમ આદમી પક્ષે જ કદાચ કૃત્ય કરાવ્યું હશે.

તેમણે સવાલ કર્યો હતો કે કેજરીવાલ સાથે ચૂંટણી વખતે જ આવી ઘટના શું કામ બને છે? કેજરીવાલે જ આ કૃત્ય કરાવ્યું હોવાની શંકા છે. અગાઉ, અરવિંદ કેજરીવાલને લાફો મારવાની અને તેમના પર શાહી ફેંકવાની ઘટના પણ બની હતી.

May 4, 2019
eway_bill.jpg
1min6070
એક વર્ષથી અસ્તિત્વમાં આવેલી ઇ વે બિલની સિસ્ટમમાં સૌથી વધારે સંખ્યામાં ઇન્ટરસ્ટેટ બિલ જનરેટ કરવાનું શ્રેય ગુજરાતને મળ્યું છે. 2018-19માં  4.3 કરોડ ઇ વે બિલ બનાવવામાં આવ્યા હતા. ભારતના બધા જ રાજ્યો કરતા ગુજરાત આગળ છે.
ઇ વે બિલ સિસ્ટમ એપ્રિલ 2018માં અસ્તિત્વમાં આવી હતી. કોઇપણ પ્રકારનો માલ કે જેની કિંમત રૂ. 50 હજાર કરતા વધારે હોય અને એકમાંથી બીજા રાજ્યોમાં મોકલવાનો હોય તો ઇ વે બિલ બનાવવું પડે છે. એ પછી આંતરરાજ્ય હેરફેરમાં ય બનાવવાનું આવ્યું હતુ.
ગુજરાત ઉત્પાદન ક્ષેત્રનું હબ છે. એ જોતા મોટાંપાયે વિવિધ ચીજો બની રહી છે એ કારણે વધારે ઇ વે બિલ જનરેટ થયા છે.
ગુજરાતમાંથી કાચો અને તૈયાર માલ વધુ પ્રમાણમાં જાય છે. હવે જીએસટી પછી તમામ રાજ્યોમાં કરના દર સમાન થઇ જતા ગુજરાતના વેપારમાં વધારો થયો છે એમ પણ કહી શકાય.
વેટને લીધે વિવિધ રાજ્યો સાથે ગુજરાતનો વેપાર વધી ગયો છે. નવી બજારો પણ મળી છે. ગુજરાતમાં અનેક ચીજો બને છે તેની માગ પણ ભારતના અન્ય રાજ્યોમાંથી નીકળી છે. ગુજરાતમાંથી કૃષિ જણસીઓ, કેમિકલ્સ, એન્જિનીયરીંગ આઇટેમો, ફાર્મા પ્રોડક્ટસ, ટેક્સટાઇલ, સિરામિક, બ્રાસ પાર્ટસ તથા ફોર્જીંગી ચીજો બહાર જઇ રહી છે. અલબત્ત ગુજરાતમાં હેરફેર કરતી વખતે પણ ઇ વે બિલ બનાવવા પડે છે.  સ્થાનિક હેરફેર માટે 2.47 કરોડ ઇ વે બિલ બન્યા હતા. ઇ વે બિલ બનાવ્યા વિના બહાર જતો કે ફરતો માલ ગેરકાયદે ગણાય છે. એ માટે 82.15 કરોડની પેનલ્ટી પણ 5,152 વ્હીકલ્સ પાસેથી લેવામાં આવી છે.
May 4, 2019
nalin_kotadia.jpg
1min6300

બીટકોઈન કૌભાંડમાં જેલમાં પુરાયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ગુજરાત હાઈ કોર્ટે શરતી જામીન આપ્યા છે. હાઈ કોર્ટે જામીન આપવાની સાથે જ કેટલીક શરતો પણ મૂકી છે, જે મુજબ નલિન કોટડિયા તેમના ગૃહનગર અમરેલીમાં પ્રવેશ કરી શકશે નહીં. આ ઉપરાંત તેઓ બીટકોઈન ઉપર કોઈ પણ પ્રકારનો દાવો રજૂ કરી શકશે નહીં.

ગુજરાતમાં ચકચાર મચાવનારાં બીટકોઈન કૌભાંડની યોજના નલિન કોટડિયાએ જ બનાવી હતી. કિરીટ પાલડિયા પાસેથી કોટડિયાને માહિતી મળી હતી કે, સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસે બીટકોઈન છે અને છેલ્લા ઘણા વર્ષોમાં તેણે મોટી કમાણી કરી છે. જો શૈલેષને ઉપાડીને ધમકાવવામાં આવે તો તે બીકને કારણે પૈસા આપી શકે એમ છે. આથી, નલીન કોટડિયાએ સુરતના વકીલ કેતન પટેલ ઉર્ફે ભંડેરીનો સંપર્ક કર્યો હતો. ભંડેરી અને જગદીશ પટેલ સંપર્કમાં હતા, કારણ કે જગદીશ પટેલ સુરતમાં ડીએસપી તરીકે નોકરી કરી ચુકયા હતા. કિરીટ પહેલા સીબીઆઈના નામે શૈલેષને ડરાવી પાંચ કરોડ જેવી માતબર રકમ પડાવી લીધી હતી. ત્યાર પછી શૈલેષ ભટ્ટને ઉપાડતા પહેલા ઈન્સપેકટર અનંત પટેલ, કેતન ભંડેરી અને કિરીટ પાલડિયાની ગાંધીનગર હાઈવે પાસે કોબા સર્કલ ખાતે એક મિટિંગ થઈ હતી. કિરીટ પાલડિયાએ ત્યાર બાદ શૈલેષને લોકેશન મોકલી નિધિ પેટ્રોલ પંપ આવી જવાનું કહ્યું હતું. ત્યારે શૈલેષ આવી પહોંચતા અનંત પટેલે ત્યાં પહોંચી તેનું અપહરણ કરી બીટકોઈન પડાવી લીધા હતા. આ કેસમાં આખરે લાંબી દડ મજલને અંતે પોલીસે કોટડિયાની ધરપકડ કરી હતી.

May 4, 2019
mumbai_monsoon.jpg
1min8050

ચોમાસામાં દરિયામાં મોટી ભરતી હોય અને તે દિવસે મુશળધાર વરસાદ પડયો તો મુંબઈમાં પાણી ભરાઈ જતાં હોય છે. તો હવે ભરતીની સાથે જ નીપ ટાઈડ મુંબઈ માટે જોખમી બનતી જઈ રહી છે. આ વર્ષે ચોમાસામાં 28 દિવસ મોટી ભરતી તો 12 દિવસ નીપ ટાઈડ હોવાનું મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું. જેમાં સૌથી મોટી ભરતી પહેલી સપ્ટેમ્બર 2019ના રોજ છે, તે દિવસે દરિયામાં 4.91 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળશે.

12 દિવસ નીપ ટાઈડ

દરિયામાં 28 દિવસ મોટી ભરતી અને 12 દિવસ નીપ ટાઈડ છે. જયારે દરિયામાં મોટી ભરતી પણ ના હોય અને દરિયામાં ઓટ પણના હોય તેને નીપ ટાઈડ કહેવાય છે. જૂન મહિનામાં 25, 26, 27ના જુલાઈ મહિનામાં 25, 26, 27 તો 24 અને 25 ઑગસ્ટના, સપ્ટેમ્બર મહિનામાં 7, 8, 22 અને 23 સપ્ટેમ્બરનો સમાવેશ થાય છે.

મુંબઈમાં વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનની ક્ષમતા એક કલાકના 50 મિલીમીટર પાણીનું વહન કરવાની છે. જોકે મોટી ભરતી હોય ત્યારે દરિયામાં મોજાં 4.5 મીટર ઊંચા ઉછળતા હોય છે અને આવા સમયે જો મુશળધાર વરસાદ પડયો તો મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ભારોભાર શકયતા હોય છે. તેથી દર વર્ષે ચોમાસા પહેલા આવી મોટી ભરતીની યાદી તૈયાર કરીને તે દિવસે પાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવામાં આવતા હોય છે.

બે વર્ષ પહેલા નીપ ટાઈડના દિવસે મુશળધાર વરસાદ પડયો હતો અને મુંબઈમાં પાણી ભરાઈ ગયા હતા. તેથી તે અનુભવને ધ્યાનમાં રાખીને મોટી ભરતીની સાથે જ નીપ ટાઈડના દિવસની પણ પાલિકા યાદી તૈયાર કરવા માંડી છે અને આ દિવસો દરમિયાન પાલિકા, પોલીસ, ફાયરબ્રિગેડ સહિત અન્ય સરકારી યંત્રણા પણ સતર્ક રહેતી હોય છે, જેથી જાનહાની સાથે જ વિત્તહાની ટાળી શકાય.

જૂન મહિનામાં આ વર્ષે છ દિવસ મોટી ભરતી છે, જેમાં 3 જૂનના બપોરના 12.12 વાગે 4.53 મીટર, ચાર જૂનના બપોરના 12.53 વાગે 4.64 મીટર, પાંચ જૂનના બપોરના 1.36 વાગે 4.68 મીટર, 6 જૂનના બપોરના 2.20 વાગે 4.65 મીટર, 7 જૂનના બપોરના 3.07 વાગે 4.55 મીટર અને 17 જૂનના બપોરના 12.18 વાગે દરિયામાં 4.51 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળશે.

જુલાઈ મહિનામાં સાત દિવસ મોટી ભરતી છે, જેમાં બે જુલાઈના સવારના 11.52 વાગે 4.54 મીટર, 3ના બપોરના 12.35 વાગે 4.69 મીટર, ચાર જુલાઈના બપોરના 1.20 વાગે 4.78 મીટર, પાંચ જુલાઈના બપોરના 2.06 વાગે 4.79 મીટર, છ જુલાઈના બપોરના 2.52 વાગે 4.74 મીટર, 7 જુલાઈના બપોરના 3.41 વાગે 4.60 મીટર અને 31 જુલાઈના સવારના 11.31 વાગે દરિયામાં 4.53 મીટર ઊંચા મોજાં ઉછળશે.

ઑગસ્ટ મહિનામાં આઠ દિવસ દરિયામાં મોટી ભરતી છે, તેમાં પણ સૌથી મોટી ભરતી 3 અને 31 ઑગસ્ટના બપોરના હશે એ દિવસે દરિયામાં 4.90 મીટર જેટલા ઊંચા મોજા ઉછળશે. પહેલી ઑગસ્ટના બપોરના 12.16 વાગે 4.74 મીટર, બે ઑગસ્ટના બપોરના 12.59 વાગે 4.87 મીટર, ચાર ઑગસ્ટના બપોરના 2.29 વાગે 4.83 મીટર, પાંચના બપોરના 3.14 વાગે 4.65 મીટર અને 29 ઑગસ્ટના સવારના 11.11 વાગે 4.53 મીટર જેટલા મોજાં ઊંચા ઉછળશે.

સપ્ટેમ્બરમાં સાત દિવસ દરિયામાં મોટી ભરતી છે, જેમાં ચોમાસાના ચારેય મહિનાની સૌથી મોટી ભરતી પહેલી સપ્ટેમ્બરના બપોરના 1.15 વાગે હશે. એ દિવસે દરિયામાં 4.91 મીટર જેટલા ઊંચા મોજાં ઉછળશે. બે સપ્ટેમ્બરના મધરાતે 1.33 વાગે 4.67 મીટર અને બપોરના 1.58 વાગે 4.79 મીટર, 3 સપ્ટેમ્બરના મધરાતે 2.19 વાગે 4.58 મીટર અને બપોરના 2.41 વાગે 4.54 મીટર, 27 સપ્ટેમ્બરના સવારના 10.47 વાગે 4.51 મીટર, 28 સપ્ટેમ્બરના સવારના 11.27 વાગે 4.72 મીટર અને રાતના 11.48 વાગે 4.63 મીટર, 29ના બપોરના 12.07 વાગે 4.82 મીટર અને 30ના રાતના 12.34 વાગે 4.83 મીટર અને બપોરના 12.47 વાગે દરિયામાં 4.79 મીટર જેટલા ઊંચા મોજાં ઉછળશે.

May 3, 2019
ca_logo.jpg
3min11940

જયેશ બ્રહ્મભટ્ટ

The Institute of Chartered Accountants of India (ICAI) has postponed the Paper – 3 of Foundation Examination and Paper 4 & 5 of Final Examination.

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ શુક્રવારે સાંજે તાત્કાલિક અસરથી જાહેર કરેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે મે 2019 એટલે કે ચાલુ મહિનામાં જ લેવામાં આવનારી સી.એ. અભ્યાસક્રમની ફાઉન્ડેશન પેપર-3 તેમજ સી.એ. ફાઇનલ્સમાં પેપર 4 અને 5ની પરીક્ષાઓ મૌકુફ રાખીને નવા સમયપત્રકની જાહેરાત કરી છે. જે નીચે મુજબ છે.

આઇ.સી.એ.આઇ.એ ફાઉન્ડેશન અને ફાઇનલની પરીક્ષા મૌકુફ રાખીને નવા શિડ્યુલ પ્રમાણે કેમ લેવાનો આગ્રહ રાખ્યો એ અંગે કોઇ ચોક્કસ કારણ આપ્યા નથી ફક્ત એટલું જ જાહેર કર્યું છે કે અનિવાર્ય સંજોગોને લીધે હાલના સમયપત્રક મુજબની પરીક્ષાઓ મૌકૂફ રાખીને નવી તારીખે લેવામાં આવશે.

ખાસ નોંધનીય છે કે આઇ.સી.એ.આઇ.ની બધી પરીક્ષાઓની તારીખો નથી બદલાઇ ફક્ત ફાઉન્ડેશન પેપર-3 તેમજ ફાઇનલ્સમાં પેપર-4 અને પેપર-5ની પરીક્ષાની તારીખો બદલવામાં આવી છે. આઇ.સી.એ.આઇ.ના ઘોષણા પત્ર અનુસાર નીચે મુજબ પરીક્ષામાં ફેરફારો કરવામાં આવ્યા છે.

In a press release, issued today, the ICAI has cited certain unavoidable circumstances for the postponement of the said examination. The statement said, “It is notified for general information that due to certain unavoidable circumstances, Paper – 3 of Foundation Examination and Paper 4 & 5 of Final Examination {Old as well as New Scheme} stand postponed.”

 

 

Candidates are hereby informed that there will be no change in the schedule of examinations for other papers, as already notified.

In other words, there will be no change in the schedule of examinations for other papers, as already notified.
Earlier, in view of Elections to the 17th Lok Sabha Parliamentary Constituencies across the country, the Chartered Accountant Examinations initially scheduled from May 2, 2019 to May 17, 2019 has been rescheduled and the said examinations will now be held from May 27, 2019 to June 12, 2019.

Foundation Course Examination – Under New Scheme

  • 4th, 7th, 9th & 11th June 2019

Intermediate (IPC) Course Examination – Under Old Scheme

  • Group-I: 28th, 30th May & 1st & 3rd June 2019
  • Group-II: 6th, 8th & 10th June 2019

Intermediate Course Examination – Under New Scheme

  • Group-I: 28th, 30th May & 1st & 3rd June 2019
  • Group-II: 6th, 8th, 10th & 12th June 2019

Final Course Examination – Under Old Scheme

  • Group -I: 27th, 29th, 31st May & 2nd June 2019
  • Group -II: 4th, 7th, 9th & 11th June 2019

Final Examination – Under New Scheme

  • Group -I: 27th, 29th, 31st May & 2nd June 2019
  • Group -II: 4th, 7th, 9th & 11th June 2019

Members’ Examination International Taxation – Assessment Test (INTT – AT)
4th & 7th June 2019

No examination is scheduled on 5th June 2019 (Wednesday) on account of Id-ul-Fitr.

However, it may be noted that there would be no change in the examination schedule in the event of any day of the
examination schedule mentioned above, being declared a Public Holiday by the Central Government or any State Government/ Local Authority

May 3, 2019
bitcoin_1.jpg
1min9950

દુનિયામાં સૌથી મોંઘી ક્રિપ્ટો કરન્સી અને ભારતમાં સૌથી વિવાદાસ્પદ કરન્સી બનેલા બીટકોઇનના ભાવમાં છેલ્લા બે દિવસમાં 10 ટકાથી વધુનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. લંડન એક્સચેન્જ ખાતે આજે શુક્રવાર તા.3 મે 2019ના રોજ એક જ દિવસમાં બીટકોઇનના દરમાં 6.27 ટકાનો ઉછાળો નોંધાતા બીટકોઇન હોલ્ડર્સ ફરીથી ગેલમાં આવી ગયા છે. શુક્રવારે બીટકોઇનનો ભાવ લંડન એક્સચેન્જ ખાતે 5,803.51 અમેરિકન ડોલર નોંધાયો છે. ભારતમાં બીટકોઇન પર પ્રતિબંધ મૂકાયા બાદ બીટકોઇનના ભાવ સતત ગગડી રહ્યા હતા. ઘણાં મહિનાઓ પછી બીટકોઇનમાં ઓચિંતી મુવમેન્ટ અને એ પણ અસાધારણ મુવમેન્ટ જોવા મળી છે.

છેલ્લા બે દિવસથી બીટકોઇનના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે છેલ્લા છ મહિનાના સૌથી ઉંચા સ્તરે બીટકોઇનના ભાવ આવી જવા પામ્યા છે. જાણકારો કહે છે કે બીટકોઇનના ભાવમાં હજુ પણ વધારો થઇ શકે છે અને જ્યાં બીટકોઇન માન્ય ચલણ છે ત્યાં તેની બોલબાલા વધી શકે તેમ છે.

લંડન એક્સચેન્જના સૂત્રો કહે છે કે બીટકોઇનમાં આવેલા તોતિંગ ઉછાળા પાછળ કેટલાક ટેકનિકલ કારણો રહેલા છે. એવા કોઇ સમાચારો નથી કે બીટકોઇનના ભાવને સકારાત્મક રીતે અસર કરે પરંતુ, ટેકનિકલ કારણોસર બીટકોઇનના ભાવ નવેમ્બર 2018 પછીની પહેલી વખત સર્વોચ્ચ સપાટી સર કરી છે. શુક્રવારે લંડન એક્સચેન્જ ખાતે બીટકોઇનનો ભાવ 5,802.51 અમેરિકન ડોલર જેટલો નોંધાયો છે. ગઇ તા.14મી નવેમ્બર 2018ના રોજ બીટકોઇનનો ભાવ 5700 યુએસ ડોલર હતો. જેમાં 108 ડોલર જેટલો જંગી ઉછાળો તાજેતરમાં નોંધાયો છે.

બીટકોઇનના વિશ્વની ભલે સૌથી મોટી વર્ચ્યુઅલ કરન્સી માનવામાં આવે છે પરંતુ, ભારતમાં બીટકોઇન પર હાલ પ્રતિબંધ મૂકી દેવાયો છે અને ભારતમાં તેના વ્યવહારોને ગેરબંધારણીય માનવામાં આવી રહ્યા છે.

News in English

Bitcoin jumped to a new six-month high on Friday in a move that traders said was the result of technical forces, with no immediate news catalysts sending the cryptocurrency higher.

Bitcoin climbed more than 6 per cent to briefly break $5,700, its highest since November 14. It was last at $5,680 on the Bitstamp exchange, taking gains this year for the original and biggest virtual currency to nearly 55 per cent.

Other major cryptocurrencies such as ethereum and Ripple’s XRP, their prices often seen as correlated to bitcoin, also moved higher.

May 3, 2019
water.png
1min6780

ગુજરાત સરકારે પાણીની હાલમાં ઉદભવી રહેલી વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા અંતરીયાળ ગામડાઓના વિસ્તારના લોકો માટે ખાસ ટેલિફોનિક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. પાણીને લગતી સમસ્યાઓ માટે ગુજરાત સરકારના હેલ્પલાઈન નંબર 1916 પર સંપર્ક કરીને કોઇપણ પ્રકારની સમસ્યા અથવા ફરીયાદ રજિસ્ટર્ડ કરાવી શકાશે.

ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતમાં આ વખતનો ઉનાળો શરૂ થતાં જ અભૂતપૂર્વ જળસંકટ ઉદભવ્યું છે. ગુજરાતને આકરો પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના છેવાડાના ગામો અને શહેરો પાણીની તંગીથી પરેશાન છે. અધિકારીઓના પ્રમાણે માર્ચ-એપ્રિલમાં સરકારમાં થતી ફરિયાદોમાં પાણીને લગતી ફરિયાદોના પ્રમાણમાં વધારો થયો છે. સરકાર પાણીને લગતી સમસ્યાઓ માટે ખાસ હેલ્પલાઈન 1916 જાહેર કરી છે. જેમાં એપ્રિલમાં 860 ફરિયાદો મળી છે.

મે મહિનાના પહેલા જ દિવસે ફરિયાદોનો આંકડો આશ્ચર્યજનક રીતે વધીને 257 પર પહોંચી ગયો છે. બીજી મેના દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં પણ 159 ફરિયાદો આવી હતી.

May 3, 2019
ipl-2019-min-1024x585.jpg
1min5740

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ કમલેશ જવેલર્સની પાછળ રાજકમલ એપાર્ટમેન્ટમાં આઇપીએલના સટ્ટાનું નેટવર્ક ચાલતું હોવાની ચોકકસ બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સના પીએસઆઈ સતિષ રામાણી સહિતના સ્ટાફે તા.1 મે 2019ના રોજ રેડ પાડતા દિલ્હી ચેન્નાઈની મેચ પર વલણની આપલે કરી રહેલા સટ્ટાબાજ બુકીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

રાજકોટ પોલીસે આઈપીએલ સટ્ટો ચલાવતા નામચીન બૂકી સચિન નરેન્દ્રભાઈ ઠકકર તેમજ અલ્પેશ નવીન સુવા, પ્રકાશ ભરત મોરજરિયા, શ્યામ જમનાદાસ, અંકુર, ધર્મેશ, શિવરાજ ભરતસિંહ સિસોદિયા સહિત 9 શખસોને ઝડપી લઈ તેની પાસેથી રૂા.2.89 લાખની મત્તા કબજે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરના પોશ વિસ્તારમાં આઈપીએલ સટ્ટાના દરોડામાં 15 કલાકથી વધુ ચાલતા સ્ટેટ વિજિલન્સની તપાસમાં 50થી વધુ શખસોના નામ ખુલતાં તેમજ આ સટ્ટો સ્થાનિક પોલીસની મંજૂરીથી ચાલતો હતો કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

રાજકોટ : આઇપીએલ પર સટ્ટો રમતા નામચીન બુકીઓ સહીત 9 લોકો ઝડપાયા

ગુજરાતમાં ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ આઇપીએલ પર મોટા પાયે આંતર રાજ્ય સ્તરનો સટ્ટો રમાઇ રહ્યાની ફરીયાદો વચ્ચે બુધવારે રાજકોટ પોલીસને મોટી સફળતા મળી હતી. ફરિયાદોના આધારે સ્ટેટ વિજિલન્સ ટીમે આઇપીએલ મેચ પર સટ્ટાના નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસે નામચીન બૂકી સહિત 9 શખસોને ઝડપી લઈ પોણા ત્રણ લાખની મત્તા કબજે કરતા 50થી વધુ શખસોના નામ ખુલતાં વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.