CIA ALERT

Slider Archives - Page 363 of 491 - CIA Live

May 7, 2019
voting.jpg
1min4670

સોમવારે સાત રાજ્યોમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન ભારે ઉત્સાહથી સંપન્ન થયું હતું. ઉત્તર પ્રદેશમાં 57.33 ટકા, રાજસ્થાનમાં 63.78 ટકા, મધ્ય પ્રદેશમાં 63.88 ટકા, બિહારમાં 57.86 ટકા અને ઝારખંડમાં 63.72 ટકા મતદાન થયું હતું. પ. બંગાળમાં 74.42 ટકા અને જમ્મુ-કાશ્મીરના લડાખમાં 64 ટકા મતદાન નોંધાયું હતું.

જોકે શોપિયાં અને પુલવામા જિલ્લાની બેઠકમાં ફક્ત 3 ટકાનું કંગાળ મતદાન નોંધાયું હતું. અનંતનાગમાં એકંદરે 8.76 ટકા મતદાન નોંધાયું હતું. પાંચમા તબક્કા માટે ચૂંટણી પંચે 96 હજાર મતદાન મથક ઊભા કર્યા હતા. હવે 424 બેઠક પર મતદાન પૂરું થયું છે અને 12 તથા 19 મેના રોજ 118 બેઠક પર મતદાન થશે.

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએ ચેર પરસન સોનિયા ગાંધી અને ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સહિત ટોચના નેતાઓનું ભાવિ મતદાનમથકમાં સીલ થયું હતું.

May 6, 2019
admission-1280x1360.jpg
1min18410

જયેશ બ્રહ્મભટ્ટ 09253 44944

આગામી તા.9મી મે 2019ના રોજ ગુજરાત બોર્ડનું ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થઇ રહ્યું છે અને એ પૂર્વે ગુજરાતની કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહીઓને અંતિમ સ્વરુપ આપવામાં આવી રહ્યું છે.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એ.સી.પી.સી.)એ આ વખતથી એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિપ્લોમા, આર્કિટેક્ચર વગેરે કોર્સમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી માટે જરૂરી 14 આંકડાના પીન નંબરના વિતરણ તેમજ ઓનલાઇન ફી ભરવા માટેની વ્યવસ્થામાં ફેરફાર કર્યો છે.

14 આંકડાનો પીન ક્યારથી મળશે એની જાહેરાત હવે પછી અખબારોમાં જાહેરાત આપી કરવામાં આવશે

આ વખતથી કોટક બેંકમાં નહીં પરંતુ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની રાજ્યભરમાં પથરાયેલી ચોક્કસ બ્રાન્ચમાંથી ઓનલાઇન પ્રવેશ માટેનો જરૂરી 14 આંકડાનો પીન મળશે.

ગુજરાતમાં આવેલી ધો.12 પછી પ્રવેશ માટેની ઇજનેરી, ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસી, આર્કિટેકચર, ધો.10 પછી ડિપ્લોમા, કન્સ્ટ્રકશન ટેક્નોલોજી, હોટેલ મેનેજમેન્ટ, એમબીએ, એમસીએ વગેરે કોલેજોમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા બહાર પાડવામાં આવતા 14 આંકડાના પીન નંબરનું મહત્વ ઘણું છે. તેના વગર રજિસ્ટ્રેશન થઇ શકે નહીં.

ગત વર્ષ સુધી કોટક બેંકમાંથી 14 ડિજિટનો પીન મળતો હતો હવે આ વર્ષથી બદલાયેલી વ્યવસ્થા પ્રમાણે આઇસીઆઇસીઆઇ બેંકમાંથી પીન મળશે.

રાજ્યભરમાં આવેલી ICICI બેંકની 136 બ્રાન્ચ માંથી 14 આંકડાનો પીન મળશે

May 6, 2019
sensex-l-express-photo.jpg
1min7220

સોમવારે ભારતીય ઈક્વિટી માર્કેટમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી અને અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસ પણ સોમવારે બપોરે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે 10.15 વાગ્યે BSE S&P સેન્સેક્સ 314 પોઈન્ટ્સ ધટીને 38,649 જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 96 પોઈન્ટ્સ ઘટીને 11,615 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે બપોરે ટાટા મોટર્સ 4.5 ટકા ઘટીને જ્યારે ટાટા સ્ટીલ, JSW સ્ટીલ અને હિન્દાલ્કો વગેરે શેર્સ 3 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. યસ બેન્કની ક્રેડિટ ક્લોલિટી કથળતા ICRAના બેન્કના ટીયર1 અને ટીયર 2 બોન્ડના ડાઉનગ્રેડને પગલે તેના શેર્સ પણ 2.9 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

જોકે, નકારાત્મક ટ્રેન્ડ વચ્ચે આજે સવારે ભારત પેટ્રોલિયનમ, ઈન્ડિયન ઓઈલ, વિપ્રો, ટેક મહિન્દ્રા અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેર્સ સાધારણ વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. ટ્રમ્પની ચીનની પ્રોડક્ટ્સ પર ટેરિફ વધારવાની ધમકીને પગલે એશિયાના મોટા ભાગના બજારો નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. રજા બાદ ચીનનું શેરબજાર આજે 3.5 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યું હતું.

May 6, 2019
cbse1.jpg
1min4860

CBSEએ ધોરણ 10નું પરિણામ જાહેર કરીને આજે લોકોને ચોંકાવી દીધા. આ વખતે કુલ 500 માર્ક્સમાંથી 499 માર્ક્સ મેળવીને 13 વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે. ક્ષેત્ર અનુસાર પરિણામ મુજબ ત્રિવેન્દ્રમ (99.85%), ચેન્નઈ (99%) અને અજમેર રીજન (95.89%) અનુક્રમે પ્રથમ, દ્વિતિય અને ત્રીજા સ્થાને રહ્યા.

આ વખતે CBSEના ધોરણ 10ના પરિણામમાં પ્રથમ ક્રમાંકે 13 વિદ્યાર્થીઓએ 500માંથી 499 ગુણ પ્રાપ્ત કર્યા છે. જ્યારે બીજા ક્રમાંકે 498 ગુણ સાથે 25 વિદ્યાર્થીઓ અને ત્રીજા સ્થાને 58 વિદ્યાર્થીઓ છે. પ્રથમ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓમાં 13 પૈકી 6 વિદ્યાર્થિનીઓ અને 7 વિદ્યાર્થીઓ છે. CBSEના ધોરણ 10ના પરિણામમાં આ વખતે કુલ 91.1% વિદ્યાર્થીઓ પાસ થયા છે.

May 6, 2019
bar_council_of_gujarat.png
1min6720
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેલફેરની ફી ન ભરવાના મુદ્દે એકસાથે 6 હજાર 238 વકીલોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ગુજરાત હાઇકોર્ટને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આ નિર્ણય અંગે જાણ કરી છે.
મહત્વનું છે કે, એકસાથે 6 હજાર 238 વકીલોને સસ્પેન્ડ કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે જે શહેરોમાં વકીલોને સસ્પેન્ડ કર્યા છે તેમાં અમદાવાદમાં સૌથી વધુ 2409 વકીલોનો સમાવેશ થાય છે. જ્યારે અમરેલીમાં 53, આણંદના 331, બનાસકાંઠાના-76, ભરૂચના 149, ભાવનગરના-148, દાહોદના-28, ડાંગના-2, ગાંધીનગરના-121, જામનગરના-162, જૂનાગઢના-179, ખેડાના-227, કચ્છના-81 વકીલોનો સમાવેશ થાય છે.
જ્યારે મહેસાણાના 155, મોરબીના 376, નર્મદાના 16, નવસારીના 105, પંચમહાલના 91, પાટણના 68, પોરબંદરના 44, સાબરકાંઠાના 106, સુરતના 494, સુરેન્દ્રનગર 141, વડોદરાના 509 અને વલસાડના 104 મળી 6238 વકીલોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
May 6, 2019
fraud.jpg
1min6140
ઉદ્યોગપતિની ખોટી સહીઓ દસ્તાવેજો બનાવી કૃત્ય આચરનાર નવેય પૂર્વ ભાગીદારોની ધરપકડ
ગોંડલ, તા.5: ગોંડલના ગુંદાળા રોડ ઉપર આવેલ શ્રીનાથજી સ્પીન ટેક્ષ પ્રા. લી. મીલ બંધ થઇ ગયા બાદ નવ ભાગીદારોએ દેના બેંક ગોંડલ શાખામાંથી રૂ. 7 કરોડની લોન લઇ છેતરપીંડી કરતા ઉદ્યોગપતિ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી નવેયની ધરપકડ કરી હતી.

ગોંડલ કૈલાશબાગ સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિ રસિકભાઈ મારકણાએ સીટી પોલીસમાં હરસુખભાઇ પરબતભાઇ લકકડ (રહે.પ્રદ્યુમન પાર્ક, બીગ બજાર સામે રાજકોટ), પ્રદીપકુમાર ગાવિંદભાઇ લકકડ (રહે.માવજી જીણા સોસાયટી માણાવદર જી.જુનાગઢ), રત્નાબેન સંજયભાઇ લકકડ (રહે.મેખાટીંબી તા.ઉપલેટા), સ્વાતીબેન પ્રકાશભાઇ લકકડ (રહે.જેતપુર પેટ્રોલ પંપ સામે જી.રાજકોટ), હેમતભાઇ પરબતભાઇ લકકડ (રહે.આનંદ પ્લોટ નં.20 નવીનનગર, જલારામ પ્લોટ-2 યુનિવર્સીટી રોડ, રાજકોટ), જાતિનભાઇ ધીરજલાલ લકકડ (રહે.આશુતોષ એપાર્ટમેન્ટ ગીતાનગર શેરી નં.1 રાજકોટ), મનોજભાઇ ગાવિંદભાઇ લક્કડ (રહે.માવજી જીણા સોસાયટી માણાવદર જી.જુનાગઢ),  જયેશ શાંતિભાઇ લકકડ (રહે.મેખાટીંબી તા.ઉપલેટા જી.રાજકોટ) તથા રવિ હરસુખભાઇ લકકડ (રહે.શીવમ-3 પ્રદ્યુમન પાર્ક આલાપ હેરીટેઝ સામે કાલાવડ રોડ, રાજકોટ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવાયા મુજબ ઉપરોક્ત વ્યક્તિઓ સાથે ફરીયાદીને વર્ષ 2012 પહેલા ગુંદાળા રોડ ઉપર શ્રીનાથજી સ્પીન ટેક્ષ પ્રા. લી. નામનું કારખાનું શરૂ કર્યું હતું. પણ થોડા સમયમાં ભાગીદારી છૂટી પણ થઇ ગઇ હતી.
બાદમાં આરોપીઓએ જુદા જુદા એગ્રીમેન્ટમાં ફરિયાદી તથા સોમાભાઇ છનાભાઇ સદાદીયાના નામના દસ્તાવેજો બનાવી તે દસ્તાવેજોમાં બનાવટી સહીઓ કરી, શ્રીનાથજી સ્પીન ટેક્સ પ્રા.લી.ના નામે દેના બેંકમાંથી લોન ઉપાડી, તે લોન પૈકી ટર્મ લોનના રુ.2,32,000,00 તથા સી.સી. લોનના રુ 4,73,00,000 એમ કુલ મળી રુ.7,05,00,000 લોનના નાણા દેના બેંક ગોંડલની શાખામાં નહી ભરી, દેના બેંક તથા ફરિયાદી સાથે છેતરપીંડી કરી હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી નવેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
May 6, 2019
voting.jpg
1min5850

લોકસભાની ૫૧ બેઠક માટે પાંચમા તબક્કાનું મતદાન આજે સોમવારે સવારે 7 વાગ્યાથી શરુ થયું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. તમામ જગ્યાઓ પરથી એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થયાના અહેવાલો મળ્યા છે.

આજે યોજાઇ રહેલા મતદાનમાં સ્ટાર ઉમેદવારોમાં રાહુલ ગાંધી, રાજનાથસિંહ, રાજ્યવર્ધનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે.

સાત રાજ્યોમાં ૫૧ બેઠક માટે કુલ ૬૭૪ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝુકાવ્યું છે. મોટાભાગની બેઠકો હિંદી બોલતા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોની છે. લોકસભાની ૨૦૧૪ની ચૂંટણી વખતે ભાજપે આમાંની મોટાભાગની બેઠકો જીતી હતી.

પાંચમા તબક્કાની ચૂંટણી માટે પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પણ મતદાન થવાનું છે. પાંચમા તબક્કાની ચૂંટણી વખતે સૌનું ધ્યાન ખાસ તો ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલીની બેઠક માટે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની ટક્કર પર રહેશે. પાંચમા તબક્કામાં

૫૧ બેઠકનું વિભાજન આ પ્રમાણે છે –

બિહાર (પાંચ બેઠક),

જમ્મુ અને કાશ્મીર (બે બેઠક),

ઝારખંડ (ચાર બેઠક),

મધ્ય પ્રદેશ (સાત બેઠક),

રાજસ્થાન (૧૨ બેઠક),

ઉત્તર પ્રદેશ (૧૪ બેઠક) અને

પશ્ચિમ બંગાળ (સાત બેઠક).

આ માટેની મતગણતરી ૨૩મી મેને દિવસે કરવામાં આવશે.

કૉંગ્રેસના ગઢ ગણાતા અમેઠીમાં ભાજપના સ્ટાર ઉમેદવાર તથા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની સખત ટક્કર આપવાનો અંદાજ તથા કૉંગ્રેસ માટે અને ખાસ કરીને રાહુલ ગાંધી માટે કપરા ચઢાણ હોવાનું, પણ રાયબરેલીમાં સરળતાથી જીત મેળવી શકવાનો અંદાજ જાહેર કરાયો હતો. ૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ સામે સ્મૃતિએ લીધેલી ટક્કરમાં રાહુલની જીતનું માર્જિન માંડ એક લાખની આસપાસ પહોંચ્યું હતું. આ વખતે એમાં શો ફેરફાર થાય છે એ પર સૌની નજર રહેશે.

રાજસ્થાનની ૧૨ લોકસભા બેઠક માટે ૧૩૪ ઉમેદવાર મેદાનમાં ઊતર્યા છે.

ઝારખંડની લોકસભાની ચાર બેઠક માટે ૬૧ ઉમેદવારે નામ નોંધાવ્યા છે અને રાજ્યના ૬૫ લાખ મતદારો એમના ભાગ્યનો ફેંસલો સોમવારે કરશે.

બિહારની પાંચ લોકસભાની બેઠક માટે ૮૨ ઉમેદવારે નામ નોંધાવ્યા છે. આ પાંચમાંથી હાજીપુર અને સારનની બેઠક અનુક્રમે રામવિલાસ પાસવાન અને લાલુપ્રસાદ યાદવના ગઢ ગણાય છે. આ પાંચ બેઠક માટે ૮૭.૫૦ લાખ મતદારો ૮૨ ઉમેદવારના ભાગ્યનો ફેંસલો કરશે.

May 6, 2019
1min13320

જમ્મુ – કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે ભાજપ નેતા ગુલ મોહમ્મદ મીરની હત્યાને વખોડી કાઢીને આ બાબતમાં તપાસનો આદેશ આપ્યો હતો. રાજકીય પક્ષોના નેતાની સુરક્ષામાં કોઈપણ ક્ષતિ હોય તો તે શોધી કાઢવા તેમણે રાજયના ચીફ સેક્રેટરી બી. વી. સુબ્રમણ્યમને જણાવ્યું છે.

ભાજપ નેતાની હત્યા અંગે તેમણે શોકની લાગણી દર્શાવી હતી. પરિવારને હિંમત આપી હતી. રાજયના તમામ રાજકીય નેતાઓ, સરપંચની સુરક્ષા વિશે સમીક્ષા કરવા ગવર્નરે ઉચ્ચ સ્તરની બેઠક બોલાવી હતી. તેમના સલાહકાર કે. વિજયકુમાર સાથે વાતચીત કરી હતી. હત્યા માટે જવાબદારની ધરપકડ કરવા તેમણે કહ્યું હતું. જનતામાં ગભરાટ અને ભય ઊભો કરતા કોઈને પણ છોડવામાં આવશે નહીં. તમામ નેતાઓની કોઈપણ ભોગે સુરક્ષાના પગલાં લેવાશે.

છેલ્લા બે માસમાં આવા ચાર બનાવ બન્યા છે. થોડા દિવસ અગાઉ આરએસએસના સિનિયર નેતા અને તેમના સુરક્ષા અધિકારીની હત્યા કરી હતી. નેશનલ કોન્ફરન્સના કાર્યકરની પણ હત્યા થઈ હતી.

May 6, 2019
NEET-1.png
1min6700

હમ્પી એક્સપ્રેસ મોડી પડવાથી અને અગાઉથી માહિતી આપ્યા વિના પરીક્ષા કેન્દ્ર બદલાઇ જવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ‘નીટ’ની પરીક્ષા આપવામાં અસફળ રહ્યા હતા. પરીક્ષા કેન્દ્રમાં સમયસર પહોંચવા માટે વિદ્યાર્થીઓ આમતેમ નાસભાગ કરતા જોવા મળ્યા હતા.

બેંગલુરુમાં ‘નીટ’ પરીક્ષામાં ફેલાયેલી અંધાધૂંધીની વચ્ચે કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી પણ વિદ્યાર્થી અને તેમના માતાપિતા સાથે જોડાયા હતા અને જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાનું ચૂકી ગયા તેમની માટે સ્પેશિયલ પરીક્ષાનો બંદોબસ્ત કરવા માગણી કરી હતી.

ટ્વિટર પર મૂકેલા એક સંદેશામાં તેમણે જણાવ્યું હતું કે હમ્પી એક્સપ્રેસ સાત કલાક મોડી પડવાથી ઉત્તર કર્ણાટકના સેંકડો વિદ્યાર્થી પરીક્ષા ચૂકી ગયા હતા. કુમારસ્વામીએ વડા પ્રધાન મોદી, રેલવે પ્રધાન પીયૂષ

ગોયલ અને માનવ સંસાધન અને વિકાસ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરને મધ્યસ્થી કરવા અને જે વિદ્યાર્થીઓ ટ્રેન મોડી પડવાને કારણે પરીક્ષા ચૂકી ગયા હતા તેમને આ પરીક્ષામાં બેસવા બીજી તક આપવા જણાવ્યું હતું.

May 5, 2019
weather-forecast.jpg
1min14340
– 24 કલાક સુધી માવઠાની આગાહી : અમરેલી, ચલાલા, બાબરા, જામકંડોરણા, ભાવનગરમાં હળવા ભારે ઝાપટાં પડયાં
દક્ષિણ રાજસ્થાનમાં સક્રિય થયેલી સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતના અંબાજીમાં કોટેશ્વર ખાતે કરાં સાથે વરસાદ થયો હતો. અંબાજીની સાથે રાજ્યના અમરેલીમાં પણ આજે બપોરે હળવા છાંટા પડયા હતાં. હવામાન ખાતા તરફથી આગામી 24 કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટના અમુક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાની આગાહી’ કરવામાં આવી છે.
રાજ્યમાં શનિવાર તા.4 મે થી વાતાવરણમાં પલટો અનુભવાઇ રહ્યો છે. આગામી 24 કલાકમાં રાજ્યના અમૂક જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટ્ટો છવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. જ્યારે રાજ્યના અંબાજીમાં છેલ્લા બે દિવસથી આવેલા વાતાવરણના પલટા બાદ આજે બપોરે અંબાજી આસપાસના વિસ્તારમાં ધીમા ધીમા વરસાદી છાંટા પડયા હતા જ્યારે કોટેશ્વરમાં કરા પડયા હતા.
સાબરકાંઠાના પોશીનામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી પરંતુ કમોસમી માવઠાની વકીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. વરસાદ પડે તો બાજરી, મગ, જુવાર જેવા અનેક પાકો તથા શાકભાજીમાં નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને છે.
અમરેલી જિલ્લામાં આજે આકરા તાપ વચ્ચે બપોરનાં ચારેક વાગ્યાનાં સુમારે હવામાનમાં પલટો આવતા ભર ઉનાળે ચાલાલા પંથકમાં કમોસમી વરસાદનાં આગમનથી રોડ ઉપર અને ચલાલાની બજારોમાં વરસાદી પાણી છવાઇ જતાં ઠંડક પ્રસરી ગઇ હતી. પવન સાથેનાં કમોસમી વરસાદનાં કારણે ચલાલા પંથકમાં કેરીનાં પાકને નુકસાન થયું હતું. અડધો કલાક વરસાદના આગમનથી કેરીનાં બગીચાના માલિકો ઘેરી ચિંતામાં ડૂબી ગયેલા. આ ઉપરાંત સાવરકુંડલા પંથકના જાબાળ અને બાઢડા વચ્ચે પવન સાથે હળવું ઝાપટું પડી ગયું હતું.
બાબરા :
બાબરા અને લાઠી તાલુકામાં અસહ્ય ઉકળાટ બાદ સાંજે 5 કલાકે કમોસમી વરસાદના છાંટા ઓછા વધુ પડવાથી રોડ રસ્તા ભીના થયા હતા અને વાતાવરણમાં ઘડીભર ઠંડકનો અહેસાસ થયો હતો. ઈંટ ઉત્પાદનકારોમાં કાચા માલ સામાન પલળવાની બીકથી ઘડીભર દોડધામ મચી હતી.
ભાવનગર :
ભાવનગર સહિત જિલ્લાભરમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું. જિલ્લાના ઉમરાળા પંથકનાં ધોળા, વડોદ, ઉજ્જળવાવ, અલમપર સહિતના ગ્રામ્ય વિસ્તારોનાં મોડી સાંજે ભારે પવન, વીજળીના ચમકારા સાથે વરસાદ પડયો હતો. કેટલાંક સ્થળોએ જોરદાર વરસાદના પગલે રોડ પર પાણી વહ્યું હતું.
જામકંડોરણા :
જામકંડોરણા તાલુકાનાં સાતોદડ, કાનાવડાળા, દડવી, મેઘાવડ, રાજપરા ગામે વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા અસહ્ય બફારા બાદ ઓચિંતી બપોરબાદ ભારે પવન સાથે વરસાદ પડયો હતો. અમુક ગામોમાં આ ભારે પવન સાથેના વરસાદથી વૃક્ષો પડી ગયાનું જાણવા મળેલ છે.