CIA ALERT

Slider Archives - Page 362 of 492 - CIA Live

May 10, 2019
ayodhya.jpg
1min6560

સર્વોચ્ચ અદાલતે અયોધ્યાના રામ જન્મભૂમિ – બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં મધ્યસ્થી કરીને સુલેહસંપવાળો ઉકેલ શોધવા માટે રચેલી 3 સભ્યની સમિતિએ તાજેતરમાં પોતાનો વચગાળાનો અહેવાલ બંધ કવરમાં સુપરત કર્યો તે પછી આ અદાલત શુક્રવારે કેસની સુનાવણી કરવાની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતની રજિસ્ટ્રીને છઠ્ઠી મેએ બંધ કવરમાં વચગાળાનો અહેવાલ સુપરત કરાયો હતો અને આ કેસની સુનાવણી શુક્રવારે રખાઇ છે.

અગાઉ, સર્વોચ્ચ અદાલતે અયોધ્યા વિવાદનો સુલેહસંપવાળો ઉકેલ લાવવા માટે 3 સભ્યની બનેલી સમિતિ રચી હતી.

મધ્યસ્થીની સમિતિમાં સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ એફ. એમ. આઇ. કલિફુલ્લા, આધ્યાત્મિક ધર્મગુરુ અને આર્ટ ઑફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચુનો સમાવેશ થાય છે.

કેસની સુનાવણી કરતી પાંચ ન્યાયાધીશની બંધારણીય બૅન્ચમાં રંજન ગોગોઇ, એસ. એ. બોબડે, ડી. વાય. ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ. અબ્દુલ નાઝીરનો સમાવેશ થાય છે.

સર્વોચ્ચ અદાલતે આ કેસ મધ્યસ્થીઓને સોંપ્યો તે પછી સૌપ્રથમ વખત સુનાવણી કરવાની છે.

સર્વોચ્ચ અદાલતે મધ્યસ્થીઓની સમિતિને બંધબારણે કાર્યવાહી હાથ ધરીને આઠ અઠવાડિયાંમાં પોતાની કામગીરી પૂરી કરવાનો હુકમ કર્યો હતો.

નિર્મોહી અખાડા સિવાયના હિંદુ સંગઠનોએ મધ્યસ્થીઓની સમિતિ રચવાનો વિરોધ કર્યો હતો, જ્યારે મુસ્લિમ સંગઠનોએ તેને આવકાર આપ્યો હતો.

હિંદુ સંગઠનોએ જણાવ્યું હતું કે આ કિસ્સામાં મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવામાં અગાઉ પણ નિષ્ફળતા મળી હોવાથી ફરી તે પ્રક્રિયા શરૂ કરવાનો અર્થ નથી.

May 10, 2019
mbbs.jpg
1min12730

જયેશ બ્રહ્મભટ્ટ

ધો.12 સાયન્સ બી ગ્રુપના સીબીએસઇ, આઇસીએસઇ તેમજ ગુજરાત બોર્ડના પરીણામો જાહેર થઇ ચૂક્યા છે, પણ મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિકમાં પ્રવેશ માટે ફરજિયાત નીટ પરીક્ષાના પરીણામને હજુ કમસે કમ 25 દિવસ જેટલો સમય બાકી છે.

નેશનલ ટેસ્ટીંગ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમજ એન.ટી.એ.ના નોટિફિકેશનની માહિતી અનુસાર નીટ 2019નું પરીણામ તા.5મી જુન 2019ની આસપાસ જાહેર થશે.

મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિકમાં પ્રવેશ ઇચ્છુક વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ 25 દિવસનો સમયગાળો ભારે ઉચાટ વાળો રહેશે. જે વિદ્યાર્થીઓના નીટમાં 350થી નીચે સ્કોર આવે તેવું ગણિત છે એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ સમયગાળો ભારે કપરો બની રહેશે. એક તરફ એવી મૂંઝવણ હશે કે મેડીકલમાં પ્રવેશ મળશે કે નહીં અને બીજી તરફ પ્રાઇવેટ મેડીકલ કોલેજો તેમજ ફોરેનની મેડિકલ કોલેજોમાં પ્રવેશ અપાવતા ધંધાદારી એજન્ટોના રોજેરોજ ફોનકોલ્સ અને મેસેજિસ આવશે.

ગુજરાતમાં મેડિકલ, પેરામેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે રચવામાં આવેલી કમિટી પણ નીટના પરીણામ સુધી નિષ્ક્રીય બેસી રહે છે. અત્યાર સુધી એવું જ અનુભવાયું છે કે પરીણામ આવ્યા પછીના દોઢથી બે મહિના પછી પ્રવેશ કમિટી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરે છે. નીટના પરીણામને હજુ 25 દિવસની વાર છે ત્યાં સુધી મેડીકલ પ્રવેશ સમિતિ, એન્જિનિયરિંગની વ્યવસ્થાની જેમ રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરી દે તો બાદમાં પ્રવેશ કાર્યવાહી ઝડપથી હાથ ધરી શકાશે. પરંતુ, હજુ સુધી પ્રવેશ સમિતિ વહેલી જાગે તેવા કોઇ અણસાર જણાતા નથી.

એજન્ટોની માયાજાળમાં ફસાવવા કરતા સ્વયં પ્રયત્ન કરો

નીટના પરીણામ સુધી પ્રાઇવેટ મેડીકલ કોલેજોમાં પ્રવેશ અપાવતા એજન્ટો તેમજ ફોરેનમાં મેડીકલ એડમિશન અપાવતા એજન્ટો પોતાની માયાજાળ બિછાવીને વાલીઓને અને વિદ્યાર્થીઓને એવા ડરાવશે કે ઘણાં વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમની વાતોમાં આવી જઇને રશીયા, ચાઇના, ફિલિપાઇન્સ, યુક્રેન વગેરે જેવી મેડીકલ કોલેજોમાં પ્રવેશ માટેની ટોકન એમાઉન્ટ પણ આપી દેશે.

ફોરેન મેડીકલ ભણવા જવામાં કશું ખોટું નથી પરંતુ, એજન્ટોને બિનજરૂરી દોઢથી અઢી લાખ રૂપિયા ચૂકવવા કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ જાતે જ ફોરેનની કોલેજોની વેબસાઇટ પરથી કોલેજનો સંપર્ક કરીને એડમિશન મેળવવું જોઇએ. આ પ્રક્રિયાથી એજન્ટોને આપવાની થતી દોઢથી અઢીલાખ જેવી માતબર રકમ બચાવી શકાય છે.

મેડીકલ અને પેરામેડિકલમાં ગયા વર્ષનું કટઓફ શું હતું

મેડીકલ કટઓફ 2018-19

ડેન્ટલ કટઓફ 2018-19

આયુર્વેદિક કટઓફ 2018-19

હોમિયોપેથી કટઓફ 2018-19

 

May 10, 2019
guj.jpg
1min6670

ગુજરાતના વાતાવરણમાં અસામાન્ય ફેરફારો જોવા મળી રહ્યા છે. આ ઉનાળામાં એક વખત માવઠું બેસી ચૂક્યું છે અને હવે ફરીથી આગામી ત્રણેક દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માવઠાની અસર વર્તાય તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીમાં ઘટાડો નોંધાશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડી શકે છે એવી માહિતી સ્થાનિક કલેક્ટરેટ સુધી પહોંચાડી દેવામાં આવી છે.

દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. પરિણામે હવામાન વિભાગે 10, 11 અને 12 મેનાં રોજ થન્ડર સ્ટોર્મ, ભારે પવન અને વીજળીનાં કડાકાની આગાહી છે. આ દિવસો દરમિયાન પવનની ગતિ પણ 30થી 40 કલાક પ્રતિ કિલોમીટરની રહી શકે છે. પરિણામે હળવી ઠંડક અનુભવાશે.

બનાસકાંઠા, રાજકોટ અને કચ્છમાં વાતાવરણમાં પલટો થવાની આગાહી છે. 11મી તારીખે બનાસકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલી માટે આગાહી આપવામાં આવી છે. 12મી મેના રોજ રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, સુરેન્દ્રનગર માટે વોર્નિંગ આપવામાં આવી છે.

May 10, 2019
cancel-1280x960.jpg
1min8490

ઘર ખરીદનારાઓએ ગયા નાણાકીય વર્ષમાં ફ્લેટ બૂક કરાવીને પછી રદ કર્યો હોય તો બિલ્ડરોએ તેના પર વસૂલેલો જીએસટી રિફંડ કરવો પડશે અને તેને આ પ્રકારના રિફંડ માટે ક્રેડિટ એડજસ્ટમેન્ટની છૂટ પણ મળશે, એમ આવકવેરા વિભાગે જણાવ્યું હતું.

રિયલ એસ્ટેટ સેક્ટરની કંપનીઓને રહેણાક એકમો પર પાંચ ટકા અને એફોર્ડેબલ હાઉસિંગ પર એક ટકા જીએસટી પહેલી એપ્રિલ 2019થી ઈનપુટ ટેક્સ ક્રેડિટ વગર વસૂલવાની છૂટ મળે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા આ પ્રકારની ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે.

હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સમાં બિલ્ડરોને આઇટીસી સાથે 12 ટકાનો ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) વસૂલવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેમા એફોર્ડેબલ હાઉસિંગ માટે આઇટીસી સાથે આઠ ટકા અથવા તો આઇટીસી વગર એક ટકાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ખરીદનાર દ્વારા ડેવલપરને ક્રેડિટ નોંધ સેક્શન 34ની જોગવાઈ મુજબ ભાવફેરના સંદર્ભમાં કે બુક કરવામાં આવેલા ફ્લેટનો સોદો કેન્સલ થાય ત્યારે ઉપરોક્ત જોગવાઇઓ લાગુ પડશે.

ડેવલપર આ પ્રકારની ક્રેડિટ નોટની રકમ પર ચૂકવેલા વેરા અંગે ટેક્સ એડજસ્ટમેન્ટને પાત્ર બનશે. જેમકે કોઇ ડેવલપરે ₹1.20 લાખ પર 12 ટકાના દરે વેરો ચૂકવ્યો હોય અને તેની કુલ બૂકિંગ રકમ પહેલી એપ્રિલ 2019 પહેલા દસ લાખ રૂપિયા હોય તથા બુકિંગ પહેલી એપ્રિલ 2019 પૂર્વે કે પહેલાં રદ થાય તો તેને જીએસટીની ₹1.20 લાખની જવાબદારી સામે ટેક્સ એડ્જસ્ટમેન્ટનો અધિકાર મળશે.

એક્સપર્ટસ કહે છે કે ઉપરોક્ત ગાઇડલાઇન્સને કારણે ડેવલપરને કરબોજો ઘટાડવામાં મદદ મળશે, જે તેણે ઘણી વખત જૂનાં બૂકિંગ રદ થવાની સ્થિતિમાં વેઠવો પડે છે.

એક વખત રિયલ એસ્ટેટ ડેવલપર હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પર જૂની જીએસટી કર પદ્ધતિ પસંદ કરે અથવા તો નવી પસંદ કરે તે પણ તે જ્યુરિસડિક્શનલ કમિશનર પાસે મેન્યુઅલી કરાવી શકશે. જોકે તેને તેમાં સુધારો કરવાની છૂટ નહીં મળે.

ડેવલપરો સામાન્ય રીતે જેને ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઇટ (ટીડીઆર) તરીકે જાણે છે તેમાં જમીનની ખરીદીના સંદર્ભમાં એફએક્યુએ જણાવ્યું હતું કે તેમાં પહેલી એપ્રિલ 2019 પછીના કરારો પર જીએસટી લાગુ નહીં પડે. જોકે, ટીડીઆર કરાર પહેલી એપ્રિલ 2019 પૂર્વે કરવામાં આવ્યો હોય તો ડેવલપર ચૂકવાયેલા જીએસટી પર ક્રેડિટ ક્લેમ ન કરી શકે. જીએસટી રેજિમમાં ટીડીઆર પર 18 ટકાના દરે વેરો લાગે છે.

May 10, 2019
bihar_evm.jpg
1min11910

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં પાંચમાં તબક્કાના મતદાન દરમિયાન એક હોટલમાં છ ઈવીએમ રાખવા બદલ ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને સંબંધિત મતદાન અધિકારીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, જિલ્લા અધિકારીઓએ કહ્યું કે ઈવીએમનો ઉપયોગ નથી કરવામાં આવ્યો કે નથી તેનું સીલ તોડવામાં આવ્યું.

May 10, 2019
rajiv_admiral.jpeg
1min11720


પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીએ આઈએનએસ વિરાટ જહાજનો ઉપયોગ પોતાની ટેક્સી તરીકે કર્યાનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આક્ષેપ પછી રાજકીય બબાલ મચી ગઈ છે. નૌસેનાનાં પૂર્વ વરિષ્ઠ અધિકારી આ મુદ્દે આગળ આવીને મોદીનાં આરોપોને નકારી રહ્યા છે. પૂર્વ ચીફ નેવલ સ્ટાફ એડમિરલ એલ.રામદાસે બાકાયદા નિવેદન જારી કરીને મુદ્દાસર એ પ્રવાસનો ઉલ્લેખ કર્યો છે જેમાં રાજીવ પરિવાર સાથે છૂટ્ટી ગાળવા ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન અને તેમના પત્ની સિવાય એ અધિકૃત યાત્રામાં અન્ય કોઈ વિદેશી સામેલ નહોતાં. દિવંગત રાજીવે લક્ષદ્વીપ ટાપુ ઉપર 10 દિવસ માટે નૌસેનાનાં જહાજનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. આ નિવેદન કદાચ ઈન્ડિયા ટૂડેનાં એક અહેવાલ આધારિત હોઈ શકે છે. પરંતુ આમાં સચ્ચાઈ નથી. વાસ્તવમાં એ વડાપ્રધાનનો અધિકૃત પ્રવાસ જ હતો. તેનાં ઉપર કોઈ મિજલસો યોજાઈ નહોતી.

May 10, 2019
modi.jpg
1min5130

ગળામાંથી અવાજ નહીં નીકળતો હોવા છતાં ખેંચી ખેંચીને 20 મિનિટ ભાષણ કર્યું ન.મો.એ

દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ બનતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાબડતોડ રેલીઓનો સિલસિલો શરૂ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં ઉર્જા સતત ચર્ચાનો વિષય રહ્યો છે. મોદી દરરોજ બેથી પાંચ જનસભાને સંબોધિત કરી રહ્યા છે. ગુરુવારે પણ મોદીએ પાંચ રેલી કરી હતી. એક પછી એક જનસભાઓ સંબોધિત કરવાના કારણે મોદીનું ગળું જવાબ આપી ગયું હતું અને પ્રયાગરાજમાં સંબોધન કરવા પહોંચ્યા તો ગળું બેસી ગયું હતું. તેમ છતા ઉપસ્થિત જનસમૂહને નિરાશ ન કરતા 20 મિનિટ ભાષણ કર્યું હતું. જો કે તેઓ સરેરાશ 40 મિનિટ ભાષણ કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરેરાશ એક દિવસમાં બે રાજ્યોમાં રેલી કરે છે. ગુરુવારે છઠ્ઠા તબક્કાના મતદાન માટે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પાંચ જનસભા કરી હતી. સાંજે જૌનપુરમાં રેલી કર્યા બાદ પ્રયાગરાજ પહોંચ્યા હતા. જ્યાં છઠ્ઠા તબક્કામાં મતદાન થવાનું છે. પીએમ મોદીની વેબસાઈટ પ્રમાણે 25 ડિસેમ્બર બાદ તેઓ 200થી પણ વધારે કાર્યક્રમ કરી ચૂક્યા છે. જેમાંથી મોટાભાગના કાર્યક્રમ ચૂંટણીલક્ષી હતી. ચૂંટણીનું એલાન થાય તે પહેલા જ મોદી 100થી વધારે લોકસભા બેઠકો કવર કરી ચૂક્યા હતા. આ દરમિયાન 100થી વધારે પ્રોજેક્ટસનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા.’
May 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12070

જયેશ બ્રહ્મભટ્ટ

ધો.12 વિજ્ઞાન પ્રવાહના આજે જાહેર થયેલા પરીણામમાં વરાછા રોડની સાયન્સ સ્કુલોનું પરીણામ સુરતની અન્ય સ્કુલોની સરખામણીમાં શ્રેષ્ઠ રહ્યું હતું. ખાસ કરીને વરાછા રોડ પર આવેલી આશાદીપ સાયન્સ ભવન, પી.પી. સવાણી ગ્રુપ, તપોવન વિદ્યાભવન જેવી સ્કુલોમાંથી સૌથી વધુ એ-વન ગ્રેડ વિદ્યાર્થીઓએ હાંસલ કર્યા છે.

વરાછા રોડ પર આવેલી આશાદીપ સાયન્સ ભવન ધો.12 સાયન્સના નબળા પરીણામ વચ્ચે પણ આ વખતે અડીખમ ઉભી રહી છે. સુરત શહેર જિલ્લા મળીને કુલ 31 એ-વન ગ્રેડ આવ્યા છે. જેમાં એકલી આશાદીપ સાયન્સ ભવન સ્કુલના જ 31 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં આવ્યા છે.

કેમેસ્ટ્રીના ખરાબ પરીણામ વચ્ચે આશાદીપના બે વિદ્યાર્થીઓ 100માંથી 99 માર્કસ ખેંચી લાવ્યા

આશાદીપ સાયન્સ ભવનમાં અક્ષર દિનેશભાઇ રોય તેમજ પરીબ મુકેશભાઇ બલર એ બે વિદ્યાર્થીઓ એવા છે કે જેમના કેમેસ્ટ્રી વિષય કે જેમાં આખા ગુજરાતના વિદ્યાર્થીઓ ધોવાય ગયા છે આ બે વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રમાં 100માંથી 99 માર્કસ હાંસલ કર્યા છે. આમ સુરતમાં વિજ્ઞાન પ્રવાહમાં આશાદીપ સાયન્સ ભવન સ્કુલ 40 ટકા જેટલા એ-વન ગ્રેડ એકલા હાથે ખેંચી લાવી છે.

સુરતમાં એ-વન ગ્રેડમાં કઇ સ્કુલના કેટલા વિદ્યાર્થીઓ

  • શાળાનું નામ                           એ-વન ગ્રેડની સંખ્યા
  • આશાદીપ સાયન્સ ભવન            31
  • પીપી સવાણી ગ્રુપ                       12
  • જયઅંબે વિદ્યાભવન                    05
  • તપોવન વિદ્યાભવન                    05
  • આઇએન ટેકરાવાળા સ્કુલ          04
  • મૌની ઇન્ટરનેશનલ સ્કુલ             04
  • દિપદર્શન વિદ્યાસંકુલ                   04
  • સ્વામીનારાયણ ગુરુકુળ               03
  • સેંટ ઝેવિયર્સ સ્કુલ                        03
  • કૌશલ વિદ્યાભવન                        02
  • માધવબાગ વિદ્યાભવન                02
  • જીવનભારતી                               02
  • એલપી સવાણી સ્કુલ                   02
  • અક્ષરજ્યોત વિદ્યાલય                  02
  • ગુરુકૃપા વિદ્યાભવન (હિન્દી)       02
  • વશિષ્ઠ વિદ્યાલય                          02
  • વિદ્યામંગલ કામરેજ                      01
  • ડીઆર રાણા વિદ્યાસંકુલ             01
  • શારદા વિદ્યાભવન                       01
  • ગજેરા વિદ્યાભવન                        01
  • જેબી ડાયમંડ સ્કુલ                      01
  • સીસી શાહ એક્સપેરિમેન્ટલ        01

આશાદીપ સાયન્સ ભવન આ રહ્યા તેજસ્વી તારલાઓ

May 9, 2019
sensex1.jpg
1min13260

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વ્યાપાર યુદ્ધ શરૂ કરવાનું શંખ ફૂંક્યું છે ત્યારથી વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટની દશા બેસી ગઇ છે. રોકાણકારોએ ઇક્વિટી તરફથી સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ તરફ દોડી ગયા હોવાથી વૈશ્ર્વિક શેરબજારોનું સેન્ટિમેન્ટ ડહોળાયું છે.

ટ્રેડવોર વકરવાના ભય વચ્ચે સેન્સેક્સમાં 488 પોઈન્ટ્સનું ધોવાણ જોવા મળ્યું હતું. અમેરિકા ચીન વચ્ચે ટ્રેડવોર ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી આશંકા સાથે આજે વૈશ્ર્વિક શેરબજારોની

સાથે સાથે ભારતીય ઈક્વિટી માર્કેટમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી અને સેન્સેક્સ 488 પોઈન્ટના કડાકા સાથે 38,000 પોઇન્ટની નીચે ગબડી ગયો હતો.

આ તરફ એ જ કારણે રોકાણકારો સેફ હેવન ગોલ્ડ તરફ દોડી ગયા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

લંડન સોનું 0.2 ટકા વધીને 1287.20 ડોલર બોલાયું હતું. સ્થાનિકમાં પણ સોનાના ભાવમાં રૂ. 120નો ઉછાળો હતો. આ તરફ ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 28 પૈસા ગબડ્યો હતો.

અમેરિકાએ ચીન પર અગાઉ સધાયેલી સમજૂતીમાંથી પીછેહઠ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેને કારણે વૈશ્ર્વિક બજારોમાં ગભરાટ ભરી વેચવાલી જોવા મળી હતી.

મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.96 ટકા અને 1.21 ટકા ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સની પડતી માટે મુખ્ય કારણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને સ્ટેટ બેન્કના શેરોમાં જોવા મળેલું 3.35 ટકા સુધીનું ધોવાણ છે.

વિશ્ર્વબજારમાં નરમાઇનો માહોલ રહ્યો હતો. એક્સચેન્જ પાસેથી ઉપલબ્ધ પ્રારંભિક માહિતી અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ પાછલા સત્રમાં રૂ. 645.08 કરોડની વેચવાલી નોંધાવી હતી જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. 818.84 કરોડના શેર ખરીદ્યા હતાં.

રોકાણકારો 23મી મેએ લોકસભાની ચૂંટણીના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હોવાથી બજાર રેન્જબાઉન્ડ થઇ ગયું છે. જોકે એક વર્ગ અનુસાર એનડીએ સરકારના વિજય અને નીતિમાં સાતત્યનું પરિબળ બજારમાં ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. આ સ્થિતિમાં હવે બજાર પર વૈશ્ર્વિક પરિબળોની અસર વધુ વર્તાવા માંડી છે.

May 9, 2019
Sadhvi-Pragya-Digvijya-Singh.jpg
1min6240

ભોપાલમાં ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનો મુકાબલો કરવા કૉંગ્રેસ તરફથી દિગ્વિજય સિંહને ઉતાર્યા છે. સાધ્વી સામે દિગ્વિજયે સાધુનો સહારો લઈને મંગળવારે કોમ્પ્યુટર બાબાની આગેવાનીમાં હવન અને હઠયોગ કરાવ્યો હતો. બુધવારે સાધુઓ સાથે ભગવા ધારણ કરીને જયશ્રી રામના નારા સાથે રોડ શૉ કર્યો હતો.

દિગ્વિજય સિંહે કોમ્પ્યુટર બાબાની સાથે સાધુઓનો રોડ શૉ ભોપાલમાં કર્યો હતો. ભગવા ઝંડા સાથે જયશ્રી રામના નારા સાથે ભવાની ચોકથી લાલ પરેડ ગ્રાઉન્ડ ફર્યા હતા.

નવાઈની વાત એ હતી કે અમુક પોલીસો (મહિલા સહિત) ભગવા કપડાં ધારણ કર્યા હતા. ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહે બીજેપી વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડ્યું હતું. જેમાં ભોપાલના સાર્વત્રિક વિકાસની ખાતરી અપાઈ હતી.