CIA ALERT

Slider Archives - Page 185 of 491 - CIA Live

November 24, 2020
CIA_Live_Logo_New2.jpg
2min978

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોવિડ-19 પેન્ડેમિક પરિસ્થિતિમાં 2020માં જેઇઇ અને નીટ જેવી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓનું શિડ્યુલ ખોરવાયું હતું, એ જ પ્રકારે હવે 2021માં પણ આ પરીક્ષાઓના ટાઇમટેબલની સાઇકલ ખોરવાઇ ગઇ છે, આમ છતાં હાલમાં ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એલાર્મિંગ પરિસ્થિતિ આવીને ઉભી છે. આગામી ટૂંક સમયમાં જેઇઇ 2021ના ફર્સ્ટ એટેમ્પ્ટનું સમયપત્રક જાહેર કરવામાં આવશે.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેઇઇ મેઇન 2021 જાન્યુઆરીમાં લેવાની થતી હતી. પરંતુ, વર્તમાન સ્થિતિને પગલે એન.ટી.એ. અને કેન્દ્ર સરકારે આ પરીક્ષા ફેબ્રુઆરી 2021ના અંતમાં લેવા અંગે વિચારણા લગભગ પૂર્ણ કરી દીધી છે. ફેબ્રુઆરીના આખરી સપ્તાહમાં સંભવિત યોજાનારી જેઇઇ મેઇન્સ 2021 પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન આગામી ડિસેમ્બર 2020માં ઓનલાઇન શરૂ થશે. બીજી તરફ હજુ હાલમાં એન્જિનિયરિંગ ઇન્સ્ટીટ્યુટ્સમાં 2020ની પ્રવેશ કામગીરી ચાલી રહી છે, આવી સ્થિતિમાં જાન્યુઆરી 2021માં જેઇઇ મેઇન લઇ શકાય તેવી શક્યતાઓ નથી.

વધુમાં ગત ઓક્ટોબર 2020માં નિયત કરાયા મુજબ જેઇઇ મેઇન જે હાલમાં ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ભાષામાં લેવાઇ રહી છે એ વધુ પ્રાદેશિક ભાષામાં લેવામાં આવશે. આ અંગે પણ અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.

JEE Main 2021: Updates, Application, Dates, Eligibility, Syllabus & Result

The first cycle of the Joint Entrance Examination (JEE-Main) 2021 will be conducted in the last week of February instead of January. The application process however will commence from December 2020.

JEE-Main, which is the national level competitive test for admission to various undergraduate engineering and architecture courses, including the eligibility test for the JEE (Advanced) for admission to IITs is conducted twice a year – January and April.

હાલમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ માટે મહત્વની માહિતી આપતું પુસ્તક

Contact for Counselling

November 23, 2020
mbbs.jpg
1min611

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાતની મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે મોક રાઉન્ડનું રિઝલ્ટ બહાર પડ્યા પછી અનેક પ્રવેશાર્થી પરિવારોમાં ભારે હતાશા છવાઇ ગઇ છે કેમકે નીટ કટઓફ માર્કસ 2020માં ગત વર્ષ 2019 કરતા 40થી 63 માર્કસ ઉંચા ગયા છે. એનો મતલબ ગયા વર્ષ કરતા અત્યંત ઉંચા મેરીટ કટઓફને કારણે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત તો રહેશે પરંતુ, તેજસ્વી વિદ્યાર્થીઓએ પણ સરકારી મેડીકલ કોલેજમાં સસ્તામાં મેડીકલ ભણવાની તક ગુમાવવી પડશે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની મોંઘીદાટ ફીમાં અભ્યાસ કરવો પડશે.

નીચેના કોષ્ટક પરથી પરિસ્થિતિ પામી શકાશે કે ગુજરાતની સરકારી મેડીકલ કોલેજોમાં પ્રવેશ કેટલા ઉંચા ગયા છે. જેમકે અમદાવાદની બીજે મેડીકલ કોલેજ કે જે ગુજરાતની નંબર વન મેડીકલ કોલેજ ગણાય છે, જ્યાં પહેલું એડમિશન ક્લોઝ થાય છે એ બીજે મેડીકલ કોલેજમાં 2019માં ઓપન કેટેગરીનું કટઓફ 610 નીટ માર્કસ હતું જે આ વખતે 2020માં મોક રાઉન્ડમાં વધીને 650 થયું છે. એવી જ રીતે સુરત મેડીકલ કોલેજમાં 2019માં નીટ માર્કસનું કટઓફ 557 હતું જે વધીને 609 થયું છે.

સરકારી મેડીકલ કોલેજોમાં ઓપન કેટગરીના કટઓફની ડિટેઇલ

ઉપરોક્ત ડેટા ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓના કટઓફ માર્કનો છે. આ જ પ્રકારે ઓપન ઇડબલ્યુએસ, એસ.સી., એસ.ટી., ઓબીસી વગેરે કેટેગરીમાં પણ નીટ માર્કસના કટઓફ 2019 કરતા ઉંચા ગયા છે પરીણામે ઓછા માર્કસ ધરાવતા વિદ્યાર્થીઓમાં હતાશાનું મોજુ ફરી વળ્યું છે.

2020માં ગુજરાતમાં મેડીકલ બેઠકોની સંખ્યા વધીને 5508 થઇ

November 23, 2020
bjp_logo.png
1min493

કોરોનાની મહામારી વચ્ચે પણ ભાજપના નેતાઓ રેલી અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરી રહ્યાં છે. સુરતમાં પણ આત્મારામ પરમારે કરંજ ખાતે રેલી યોજી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતાં.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના નેતાઓને તમામ જાહેર કાર્યક્રમો મોકૂફ રાખવાનો આદેશ આપ્યો છે. જાહેર કાર્યક્રમોમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો હોવાને કારણે ભાજપ પ્રદેશ અધ્યક્ષે આ નિર્ણય લીધો છે. હાલ આ સૂચના પછી હવે જ્યાં સુધી કોઈ નવી સૂચના નહીં મળે ત્યાં સુધી કોઈપણ કાર્યક્રમ યોજવામાં નહીં આવે.

November 23, 2020
MindRead.jpg
1min526

મૈસાચુસૈટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)થી ગ્રેજ્યુએટ થયેલા દિલ્હીના રહેવાસી અર્નવ કપૂરે ડિઝાઇન કરેલા એઆઈ-માઇન્ડ-રીડિંગ હેડસેટને ટાઇમ ર0ર0ના 100 સર્વશ્રેષ્ઠ આવિષ્કારોમાં સામેલ કરાયું છે.

આ ડિવાઇસને ચહેરા પર પહેરવામાં આવે છે. ત્યાર બાદ તે શરીરમાં હાડકાઓનાં કંપનની મદદથી મગજમાં ચાલી રહેલી ગતિવિધિઓની જાણકારી મેળવે છે.
કોમ્યુકેશનમાં મુશ્કેલી અનુભવતા લોકો માટે હેડફોનની જેમ પહેરાતું આ ડિવાઇસ વરદાન રૂપ સાબિત થઈ શકે છે. સેરિબલ પાલ્સીના દર્દીઓ તેનાં માધ્યમથી કોઈ શબ્દ વિના જ કોમ્પ્યુટર સાથે સંવાદ કરી શકે છે. એવો દાવો કરાયો છે કે આ ડિવાઇસની મદદથી મગજમાં ચાલી રહેલી બાબતોને વાંચી-સાંભળી શકાય છે અને તેને કોમ્પ્યુટર કે મોબાઇલ ફોનનાં માધ્યમથી બતાવી શકાય છે. આ ડિવાઇસ લોકોને સમજવામાં 9ર ટકા કારગર હોવાનું કહેવાય છે.

એમઆઇટીની વેબસાઇટ પર લખવામાં આવેલા આ સંશોધનનો હેતુ બોલી ન શકતા લોકોને સંચારમાં મદદરૂપ થવાનો છે. તેમાં માનવ અને કોમ્પ્યુટરને સાંકળવાની ક્ષમતા છે. ડિવાઇસની મદદથી ચેસ રમી તેના નિષ્ણાત બની શકાય છે. મશીનમાં માનવ નિર્ણય લેવામાં વધારો કરવાની ક્ષમતા છે.

અર્નવ તેનો ભાઈ શ્રેયસ અને એમઆઇટી મીડિયા લેબના સાથી સંશોધકો દ્વારા ડિઝાઇન કરાયેલા હેડસેટ ઓલ્ટરએગોએ પ્રેકિટલ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.

November 23, 2020
covid_cia.jpg
1min533

દિવાળીના તહેવારોમાં બજારોમાં થયેલા ફિઝિકલ ડિસ્ટન્સિંગના ભંગને કારણે ગુજરાતમાં વકરી રહેલી કોરોનાની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલ્સ દ્વારા બેડની કુત્રિમ અછત ઉભી કરવાના થયેલા પ્રયાસ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલઆંખ કરીને આવી હોસ્પિટલ્સ સામે પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદ કોર્પોરેશને ખાનગી ક્ષેત્રની ડેઝિગ્નેટેડ કોવિડ 19 હોસ્પિટલ્સને પથારીની કૃત્રિમ અછત ઉભી નહીં કરવા તાકીદ કરી છે.

આ રીતે કુત્રિમ અછત ઉભી થાય છે

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન એવું જોવા જાણવા મળ્યું કે અમદાવાદની કેટલીક હોસ્પિટલો કોરોનાના દર્દીઓને હોસ્પિટલાઈઝેશનની જરૂર ના હોવા છતા તેમને એડમિટ કરી દીધા છે, જ્યારે ખરેખર જરૂરીયાતવાળા દર્દીના સગાઓ પૂછપરછ કરે ત્યારે પહેલા બેડ નથી એમ કહી દેવામાં આવે. જે સગાઓ હોસ્પિટલ્સ પર પહોંચે તેમને ખૂબ મુશ્કેલીથી બેડ મળે તેમ છે, એનો રેટ પણ ઉંચો જણાવે છે અને ગરજવાન સગાઓ છેવટે પ્રાઇવેટ હોસ્પિટલ્સની ચુંગાલમાં ફસાય જાય છે અને આ રીતે બેડની કૃત્રિમ અછત સર્જાય છે.

કપરી સ્થિતિ વચ્ચે નફાખોરી પર ઉતરી આવેલી હોસ્પિટલ્સને ચેતવણી

ગયા અઠવાડીયે અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના નેતૃત્વમાં હાથ ધરાયેલી રીવ્યૂ બેઠકમાં ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપતા આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિને બંધ કરવા અને બેડની કૃત્રિમ અછતને ટાળવા સ્પષ્ટપણે જણઆવી દીધું છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ પર દેખરેખ રાખવા અને યોગ્ય પગલાં લેવા માટે ડો. રાજીવ ગુપ્તાની સ્પેશ્યલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એએમસીની બેઠક બાદ અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશનને આ અંગે જાણ  પણ કરવામાં આવી છે.

November 22, 2020
bharti.jpg
1min592

ભારતી અને હર્ષના ઘર તેમજ પ્રોડક્શન ઓફિસમાંથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ભારતી અને હર્ષે પૂછપરછમાં ગાંજાનું સેવન કરતા હોવાનો સ્વીકાર કર્યો હતો. ગાંજો રાખવા અને તેનો ઉપયોગ કરવાના આરોપમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયાની તા.21મીએ ધરપકડ બાદ આજરોજ તા.22 નવેમ્બર 2020ના રોજ એન.સી.બી.એ. બન્નેને કોર્ટમાં રજૂ કર્યા હતા.

આજરોજ તા.22 નવેમ્બર 2020, ને રવિવારે સવારે મેડિકલ તપાસ બાદ હર્ષ લિંબાચીયા અને ભારતીસિંઘ ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

NDPS કોર્ટે ભારતી અને હર્ષને 4 ડિસેમ્બર સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. રિપોર્ટ પ્રમાણે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ભારતી સિંહની જ્યૂડિશિયલ કસ્ટડી અને હર્ષ લિંબાચિયાના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ કોર્ટે બંનેને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

November 22, 2020
girnar_parikrama.jpg
1min476

ગિરિવર ગિરનારની ગોદમાં પરંપરાગત રીતે યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ નડતા, પરિક્રમાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર મોકૂફ રાખવાની કલેક્ટર ડો. સૌરભ પારઘીએ જાહેરાત કરી છે. ડો. પારઘીએ પત્રકાર પરિષદમાં ગિરનાર પરિક્રમા મોકૂફ રખાયાની જાહેરાત કરી ઉમેર્યું કે, પરિક્રમાની પરંપરા જાળવવા માટે આગામી દિવસોમાં સાધુ-સંતો સાથે બેઠક યોજી શુકનરૂપી 10થી 15 લોકો પરિક્રમા કરી પરંપરા જળવાશે.

ગિરનારની ગોદમાં 36 કિ.મી.ની પરંપરાગત રીતે યોજાતી લીલી પરિક્રમાના પ્રારંભનો કોઇ ચોક્કસ ઇતિહાસમાં ઉલ્લેખ નથી પણ લોકવાયકા મુજબ પાંડવોએ ગિરનારની પરિક્રમા કરી હતી. ત્યારથી વિવિધ સંઘો દ્વારા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી એટલે કે પાંચ દી’ની પરિક્રમા યોજાતી રહે છે.

બીજી બાજુ વિવિધ સમાજોના ઉતારા મંડળોએ દિવાળી પહેલા પત્રકાર પરિષદ યોજી, લોકોની સુરક્ષાને ધ્યાને લઇ પરિક્રમામાં ઉતારા, અન્નક્ષેત્રો તથા ચા-પાણીના પરબોના સંચાલકોને પરિક્રમામાં ન આવવા અનુરોધ કર્યો હતો, એટલે કે સેવાભાવી સંસ્થાઓને પરિક્રમાથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા વહીવટી તંત્રની કોર કમિટીની બેઠક આજે યોજાઈ હતી. તેમાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ તેમજ જંગલમાં સરકારની ગાઇડલાઇનનો અમલ અશક્ય હોય તેથી અંતે કલેક્ટરે પરિક્રમા બંધ રાખવાની જાહેરાત કરી હતી.

ગિરનાર પરિક્રમામાં દર વર્ષે 10થી 12 લાખ ભાવિકો ઉમટે છે. આ માનવભીડ અને જંગલ વિસ્તાર હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અશક્ય છે તેમજ સરકારના જાહેરનામા મુજબ 200થી વધુ માણસો એકત્ર થવા ઉપર પ્રતિબંધ હોવાથી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

November 21, 2020
cbse1.jpg
1min860

સીબીએસઇના બૉર્ડના સચિવ અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ૧૦મા અને ૧૨મા ધોરણની બૉર્ડની પરીક્ષા ચોક્કસ યોજાશે અને એની તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. કોવિડ-૧૯ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને અનેક લોકો ૧૦મા અને ૧૨મા ધોરણની બૉર્ડની પરીક્ષા રદ કરવાની અથવા એની તારીખ લંબાવવાની માગણી કરી રહ્યા છે અને એના જવાબમાં ત્રિપાઠીએ આ વાત કહી હતી.

એમણે વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષાઓ ક્યારે અને કઇ રીતે યોજાશે એ વિશે અમે ચર્ચા કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં પરીક્ષાપત્રક જાહેર કરવામાં આવશે તથા પરીક્ષા કઇ રીતે લેવાશે એ વિશેની માહિતી પણ જાહેર કરવામાં આવશે.

જોકે, દર વર્ષની જેમ આ વખતે પણ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાશે કે નહીં એ વિશે એમણે મગનું નામ મરી નહોતું પાડયું, પણ એમ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં કોરોનાને કારણે પ્રતિબંધ લદાયા બાદ આગળ કઇ રીતે વધવું એ વિશે અવઢવ હતી ત્યારે અમારા શિક્ષકોએ પોતાની જાતને નવી ટૅકનોલોજીમાં ઢાળીને ભણાવવાનું ચાલું રાખ્યું હતું તથા થોડા જ મહિનામાં વિવિધ ઍપ્સનો ઉપયોગ કરીને ઑનલાઇન ભણાવવાની વાત સામાન્ય બની ગઇ હતી.

કેટલાંક રાજ્યોમાં ૧૫મી ઑક્ટોબરથી આંશિક રીતે શાળાઓ શરૂ કરવામાં આવી છે, પણ કોરોનાને લીધે અમુક રાજ્યોમાં શાળાઓ સદંતર બંધ જ રહી છે.

જે બૉર્ડની પરીક્ષાઓની તારીખ લંબાવાઇ હતી, એ છેવટે રદ કરાઇ અને પર્યાયી અસેસમેન્ટને આધારે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.

November 20, 2020
CIA_Live_Logo_New2.jpg
1min575

કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) એ વર્ષ 2020નો ‘ધ અવાર્ડ્સ એશિયા’ જીત્યો કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) ડીમ્ડ વિશ્વવિદ્યાલયે 17 નવેમ્બર 2020ના રોજ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (ટી.એચ.ઈ.) દ્વારા અપાતો ‘ધ અવાર્ડ્સ એશિયા’ જીત્યો છે.

કે.આઈ.આઈ.ટી.ને વર્કપ્લેસ ઑફ ધ ઈયર (વર્ષનું કાર્યસ્થળ) વર્ગમાં વિજેતા જાહેર કરાયું. આ પ્રકારની માન્યતા પ્રાપ્ત કરનાર આ ભારતની એકમાત્ર સંસ્થા છે. પોતાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને પ્રારંભિક પ્રગતિ અથવા તો વિકાસ અને પોતાની ઉદારતાપૂર્ણ વચનબદ્ધતા માટે તેને ઓળખ મળી છે.

કે.આઈ.આઈ.ટી. પોતાના વિક્રેન્દ્રી શાસન માટે અલગ છાપ ધરાવે છે. જેમાં મુખ્ય કર્મચારીઓને પૂરતી સ્વતંત્રતા આપવામાં આવે છે અને તેઓ કાર્યો પૂર્ણ કરી શકે તે પ્રકારની શક્તિ આપવામાં આવે છે. આ એકમાત્ર સેલ્ફ ફાઈનાન્સ વિશ્વવિદ્યાલય છે જે પરિવારવાદથી પર છે. તમામ વરિષ્ઠ અધિકારી સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ છે.

કર્મચારી-અધિકારીઓની પસંદગી પ્રક્રિયા તદ્દન પારદર્શક છે. કર્મચારીઓ અને ફેકલ્ટીના તમામ સભ્યોએ તેનો બધો જ શ્રેય પોતાના સંસ્થાપક ડૉ.અચ્યુતા સામંતાને જ આપ્યો. ડૉ.સામંતાએ નાણાંકીય અને વહીવટી બંનેમાં સ્વતંત્રતા સાથે સંકોચ વિના કામ કરવાને પ્રણાલી પર બળ આપ્યું. તેમણે એક વાતાવરણ અને કાર્ય સુધારક પ્રણાલી બનાવી છે. જ્યાં ફેકલ્ટી અને કર્મચારી ઉન્મુક્ત મનથી પોતાની કામગીરી કરી શકે છે. પરિણામ સ્વરૂપ કે.આઈ.આઈ.ટી પોતાની સ્થાપનાના સમયથી જ વિદ્યાર્થી, માતા-પિતા, કર્મચારીઓ અને પર્યાવરણને અનુકૂળ પરિસર રહ્યો છે. આ નિર્ણાયક મંડળ અનેક અનુભવી વ્યક્તિઓને સાથે રાખીને બનાવવામાં આવ્યું છે.

જેમણે દેશની સેંકડો સંસ્થાઓનું મૂલ્યાંકન કર્યું અને વિદ્યાર્થી, શિક્ષકો, શોધકર્તાઓ અને સ્થાનીય સમુદાય વચ્ચે ગહન સર્વેક્ષણ કરવા ઉપરાંત કે.આઈ.આઈ.ટી.ને વિજેતા જાહેર કરાઈ

November 19, 2020
MBBS-BDS.jpg
1min907

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતમાં આવેલી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમીયોપેથી કોલેજના પહેલા વર્ષની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે એડમિશન કમિટીએ આજરોજ તા.19મી નવેમ્બર 2020થી જ મોક રાઉન્ડનું ચોઇશ ફિલિંગ શરૂ કરી દીધું છે. કોઇપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર તા.19થી 21 સુધી મોકરાઉન્ડનું ચોઇશ ફિલિંગ કરવા માટે વેબસાઇટમાં વિકલ્પને ઇનેબલ કરવામાં આવ્યા છે.

આ પૂર્વે એડમિશન કમિટીએ બિલકુલ હંગામી ધોરણે (પ્રોવિઝનલ) મેરીટ લિસ્ટ જાહેર કર્યું છે. આ મેરીટ લિસ્ટને ફાઇનલ ન ગણવા માટે એડમિશન કમિટીએ તમામ વિદ્યાર્થીઓને જણાવ્યું છે. ડોક્યુમેન્ટ્સની ખરાઇ બાદ ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.

હાલ તુરત વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્યવાહી અંગેની પ્રેક્ટિસ મળી રહે તે માટે મોકરાઉન્ડમાં ચોઇશ ફિલિંગનો વિકલ્પ ઇનેબલ કરવામાં આવ્યો છે.

વધુ સૂચના આ મુજબ છે.