- સેલ્ફફાઇનાન્સ સ્કુલ મેનેજમેન્ટ એસોસીએશન સાથે સંકળાયેલા બધી સ્કુલો રાબેતા મુજબ શરૂ રહી
- સેન્ટ્રલ બોર્ડ તેમજ બિનગુજરાતી બોર્ડની સ્કુલોમાં (www.cialive.in) શિક્ષણ કાર્ય ધમધમતું રહ્યું
- ગ્રાન્ટઇન એઇડ સ્કુલોએ સરકારની સૂચનાનું પાલન કર્યું
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં નવરાત્રીનું વેકેશન
- જે શાળાઓએ વેકેશન આપ્યું એ પગારકાપ, ગ્રાન્ટ કાપ કે (www.cialive.in) શિક્ષાત્મક સજાની બીકે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
કોઇ સજ્જડ કારણ વિના, કોઇ તાર્કિક દલીલ વગર આજથી શરૂ થયેલા ગુજરાતના અસ્મિતા પર્વ નવરાત્રીમાં તા.10થી તા.18 ઓક્ટોબર 2018 સુધી શિક્ષણ કાર્ય બંધ રાખીને વેકેશન પાડવાના ગુજરાતની ભાજપા સરકારના ફતવા વિરુદ્ધ (www.cialive.in) આજે સુરતમાં પ્રાઇવેટ, સેલ્ફફાઇનાન્સ, અધર ધેન ગુજરાત બોર્ડની શાળાઓ ધરાર ચાલુ રહી હતી. પ્રાઇવેટની એકેય શાળાઓએ નવરાત્રીના વેકેશનની કોઇ અસર થવા ન દીધી.

550થી વધુ સેકન્ડરી સ્કુલ્સ, 650થી વધુ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલ્સ, 45 જેટલી સેન્ટ્રલ બોર્ડ, આઇ.સી.એસ.ઇ. તેમજ અધર બોર્ડની સ્કુલો મળીને 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારે આપેલા નવરાત્રીના (www.cialive.in) બિનજરૂરી વેકેશનને ફગાવીને આજે ધરાર ભણ્યા
ગુજરાત બોર્ડ સંલગ્ન હોય તેવી 550થી વધુ સેકન્ડરી સ્કુલ્સ, 650થી વધુ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલ્સ, 45 જેટલી સેન્ટ્રલ બોર્ડ, આઇ.સી.એસ.ઇ. તેમજ અધર બોર્ડની સ્કુલો મળીને 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારે આપેલા નવરાત્રીના બિનજરૂરી વેકેશનને ફગાવીને (www.cialive.in) આજે ધરાર ભણ્યા હતા. શિક્ષકો, આચાર્યો અને સંચાલકો પહેલી વખત એક મુદ્દા પર સંમત દેખાયા. રાજ્ય સરકારનો આનાથી મોટો વિરોધ કયો હોઇ શકે?
અહીં શિક્ષાત્મક પગલાંની બીકે શાળાઓમાં જબરદસ્તીનું વેકેશન
રાજ્ય સરકારના નવરાત્રી વેકેશનના આદેશનું અક્ષરસઃ પાલન જો કોઇએ કર્યું હોય તો એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 335 શાળાઓના અંદાજે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ, 9 સુમન સ્કુલના વિદ્યાર્થીઓ તેમજ 276 જેટલી www.cialive.in ગ્રાન્ટ ઇન એઇડ સેકન્ડરી સ્કુલ્સના વિદ્યાર્થીઓને આજથી શાળામાં જવાથી મુક્તિ આપીને નવરાત્રી વેકેશન આપવામાં આવ્યું છે. આ તમામ સ્કુલ્સના વિદ્યાર્થીઓ, વાલીઓ, સંચાલકો અને શિક્ષકોએ કચવાતા મને વેકેશન લેવું પડ્યું છે. www.cialive.in રાજ્ય સરકાર પગાર કાપી લેશે, ગ્રાન્ટ કાપી લેશે અથવા તો અન્ય કોઇ શિક્ષાત્મક પગલાં ભરશે એવી બીકના માર્યા આ સ્કુલોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 335 શાળાઓના અંદાજે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ, 9 સુમન સ્કુલના વિદ્યાર્થીઓ તેમજ 276 જેટલી ગ્રાન્ટ ઇન એઇડ સેકન્ડરી સ્કુલ્સના વિદ્યાર્થીઓને આજથી શાળામાં જવાથી મુક્તિ www.cialive.in આપીને નવરાત્રી વેકેશન
હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકારે નવરાત્રિ વેકેશન નહીં આપનાર સ્કુલોના સંચાલકો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે એવું નિવેદન આપ્યું હતું, www.cialive.in એ નિવેદનના અનુસંધાને શું કાર્યવાહી કરવામાં આવે છે.
બીજી તરફ શાળા સંચાલકો આ મુદ્દે રાજ્ય સરકાર સામે ન્યાયીક રીતે લડવા માટે તૈયારી કરી ચૂક્યા છે. રાજ્ય સરકાર અથવા તો સ્થાનિક પ્રશાસન તરફથી કોઇપણ પ્રકારના પગલાં ભરવામાં આવે, એટલે તુરત જ નવરાત્રી વેકેશનના જબરદસ્તીના સોદા સંદર્ભે ખાનગી સ્કુલોના સંચાલકો કાયદેસરની લડત આપશે.
સરકાર વિરુદ્ધ ઓલની સ્થિતિ
નવરાત્રિમાં વેકેશના મુદ્દે રાજ્ય સરકાર પાસે કોઇ સજ્જડ કે તાર્કિક દલીલ નથી રહી. સરકારે આ મુદ્દે કોઇ ફોડ પણ પાડ્યો નથી. નવરાત્રી પર્વ એટલે નૃત્યોત્સવ એટલે ગરબા જે રાત્રે 9 વાગ્યા પછી જ આયોજિત થાય છે. 12 વાગ્યે સરકાર અને પોલીસ માઇક લાઉડ સ્પીકર બંધ કરાવી દે છે www.cialive.in એટલે ગરબામાં ઉજાગરા થાય તેવી શક્યતા નથી. દિવસ દરમિયાન નવરાત્રીમાં કોઇ ઉજવણી થતી નથી. એટલે વેકેશનનો કોઇ અર્થ સરતો નથી. પરીણામે વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, સંચાલકો આમ રાજ્ય સરકારના ફતવાની વિરુદ્ધ બધા જ એક થઇને ઉભા છે.
સામે પક્ષે વાલીઓ, વિદ્યાર્થીઓ, સંચાલકો, શિક્ષકો, આચાર્યો www.cialive.in તમામ એક સૂરે તાર્કિક દલીલ એ કરી રહ્યા છે કે દિવાળી વેકેશનના ભોગે નવરાત્રિનું વેકેશન તો નહીં જ જોઇએ. દિવાળી પર્વે સુરત આવીને વસેલા લાખો સૌરાષ્ટ્રવાસીઓ, તેમજ પરપ્રાંતનો પરિવારો તેમના વતન જતા હોય છે, જો દિવાળી વેકેશન ટૂંકાવવામાં આવે તો તેમનું આખા વર્ષનું સમયપત્રક ખોરવાય જાય તેમ છે.




















