CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 35 of 53 - CIA Live

June 14, 2019
jeeadv.png
1min7460

જયેશ બ્રહ્મભટ્ટ

ભારતમાં એન્જિનિયરિંગની સૌથી સર્વોચ્ચ સંસ્થા ગણાતી આઇ.આઇ.ટી. તેમજ એન.આઇ.ટી. જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE એડવાન્સ પરીક્ષાના આજે જાહેર થયેલા પરીણામની ગણતરીની મિનિટોમાં જ આ સંસ્થાની ત્રણક જેટલી વેબસાઇટ ખોટકાય જવા પામી હતી.

પરીક્ષા સત્તાધીશોએ આજે તા.14મી જુનની સવારે એવી જાહેરાત કરી હતી કે JEE એડવાન્સ 2019નું પરીણામ જાહેર થઈ ચૂક્યું છે. હજુ વિદ્યાર્થીઓ પરીણામ જુએ એટલી વારમાં તો રિઝલ્ટની સત્તાવાર વેબસાઇટ ક્રેશ થઇ જવા પામી હતી. વેબસાઇટ ખૂલતી ન હોવાની ફરીયાદો દેશવ્યાપી ધોરણે ઉપસ્થિત થતાં જેઇઇ એડવાન્સ સત્તાધીશોએ અન્ય વૈકલ્પિક વેબસાઇટ પર પરીણામ જોવાની જાહેરાત કરી હતી. એ વેબસાઇટ પર પણ પરીણામ આજે સાંજે 4 વાગ્યા સુધી જોઇ શકાતા ન હતા.

આઇ.આઇ.ટી. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) જેવી ભારતની સર્વોચ્ચ સંસ્થાની વેબસાઇટમાં આવા ધાંધીયા થાય એ સમગ્ર દેશ માટે નીચા જોણું છે. ભારતીયો તો આ બાબત જાણે છે પરંતુ, વિશ્વભરમાં આજે ભારતની ફજેતી થવા પામી હતી.

JEE એડવાન્સની પરીણામની વિગતો આ મુજબ છે.

 

June 11, 2019
medical.jpg
1min15930

ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ કોર્સના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની પ્રક્રિયા આગામી તા.15મી જુન 2019 સુધીમાં શરૂ થઇ જશે એવી જાહેરાત મેડીકલ એજ્યુકેશન ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર કરવામાં આવી છે.

પ્રવેશ પ્રક્રિયાની સઘળી માહિતી માટે હવે પછીના અખબારો જોતા રહેવું. પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન હશે. પ્રવેશ પ્રક્રિયા માટેની બુકલેટમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, કેટલા ડોક્યુમેન્ટસ રજૂ કરવા સમેતની વિગતો, પ્રવેશ પ્રક્રિયાનું ડીટેઇલ્ડ સમયપત્રક વગેરે સમાવિષ્ટ હશે એટલે બુકલેટ ખાસ વાંચવી.

ધો.12 પીસીબીના બોર્ડના પરીણામો તેમજ નીટ 2019ના પરીણામો પણ ઘોષિત થઇ ચૂક્યા છે અને બી ગ્રુપ ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

નીટ પ્રવેશ પરીક્ષા આપી હોય તો ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ ઉપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઇ શકશે.

જે વિદ્યાર્થીઓ નીટમાં ક્વોલિફાઇડ નથી એવા વિદ્યાર્થીઓ અથવા જેમણે નીટ આપી નથી તેવા વિદ્યાર્થીઓ ફિઝિયોથેરાપી, નર્સિંગ, ઓપ્ટોમેટ્રી વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લાયક ગણાશે.

ગુજરાતમાં મેડીકલ પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન હાથ ધરવામાં આવશે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ નીચે મુજબની વેબસાઇટ દરરોજ સતત જોતા રહેવું હિતાવહ છે.

http://www.medadmgujarat.org/ug/home.aspx

મેડીકલ કોલેજોનું પ્રાથમિક લિસ્ટ આ મુજબ છે.

નોંધ

મેડીકલ કોલેજોની બેઠકોમાં વધારો થઇ શકે છે.

 

ડેન્ટલ કોલેજોનું પ્રાથમિક લિસ્ટ આ મુજબ છે

 

June 10, 2019
1min5980

શિક્ષણ વિભાગે કબૂલાત કરી હતી કે, વર્ષ-૨૦૧૭-૧૮માં પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધા બાદ ૭૩,૫૪૭ જેટલા બાળકોએ ભણવાનું છોડી દીધું હતું. ભણવાનું છોડી દીધેલા આ બાળકો શું કરે છે તેની કોઈ જાણકારી ન હોવાની પણ કબૂલાત કરી હતી.

ગુજરાતની ભાજપ સરકાર સર્વ શિક્ષણ અભિયાન હેઠળ રાજ્યમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા દર વર્ષે મોટી મોટી જાહેરાતો કરી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરી પ્રવેશના મોટા આંકડા બતાવવાની વાતો કરતી ભાજપ સરકાર પ્રવેશ લીધેલ બાળકની શિક્ષણની કોઈ જ ખબર રાખતી ન હોવાનું સામે આવ્યું હતું. વર્ષ-૨૦૧૭-૧૮માં પ્રવેશ લીધા બાદ જે બાળકોએ ભણવાનું છોડી દીધું હતું. તેવા બાળકોએ ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવી લીધો હોય અને સ્કૂલો દ્વારા તેની કોઈ વિગતો રાખવામાં આવી ના હોય તો પણ આ બાળકો મિસિંગ હોઈ શકે છે તેવું પણ શિક્ષણ વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેથી નવા શૈક્ષણિક વર્ષથી પ્રાથમિક શાળામાં અને ત્યાર બાદ ધોરણ.૮ પછી તેમ જ ધોરણ.૧૦ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી કઈ સ્કૂલમાં પ્રવેશ મેળવે છે તેની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવા માટે પણ શિક્ષણ વિભાગે સૂચના આપી છે. ધોરણ.૮ કે ધોરણ.૧૦ પછી કોઈ વિદ્યાર્થી પ્રોફેશનલ કોર્ષમાં પ્રવેશ મેળવે તો તેની જાણકારી પણ સ્કૂલોએ મેળવી ડેટા ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે, આ સિવાય કોઈ વિદ્યાર્થી ભણવાનું છોડી દે છે તો તેના કારણો જાણી ભણવાનું શરૂ થાય તેના પ્રયાસો કરવાની પણ સૂચના અપાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હવે જે બાળકો પ્રવેશ મેળવે છે તેમનો ડેટા ઓનલાઈન અપલોડ કરવા ઉપરાંત દર વર્ષે વર્ષના અંતે તે બાળકોનો ડેટા ફરીથી રિ-કોલ કરાવામાં આવે છે. જ્યારે હવે નવા વર્ષથી ધોરણ.૫ અને ૮માં નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો નિયમ લાગુ થશે. પરંતુ નિષ્ણાતોના જણાવ્યાં પ્રમાણે, અંદાજે ૩૦ ટકા જેટલા બાળકો નાપાસ થશે.

વર્ષ-૨૦૨૦માં ધોરણ.૫માં અને ધોરણ.૮માં નાપાસ થનાર ૩૦ ટકા બાળકોની સંખ્યા વધશે જ્યારે ધોરણ.૬ અને ધોરણ.૯માં ૩૦ ટકા બાળકોની સંખ્યા ઘટશે. જેના કારણે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલના આ વર્ગોમાં મહેકમ તેમ જ વહીવટી બાબતોમાં પણ ફેરફાર થશે. રાજ્ય સરકાર ચાલુ વર્ષે નવા શૈક્ષણિક વર્ષમાં ૧૦૦ ટકા પ્રવેશ આપવાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે બાળકોની સંખ્યાનો આંકડો જન્મના આંકડા પ્રમાણે ૧૨,૦૯,૦૦૦ જેટલા બાળકોને આ વખતે પ્રવેશ આપવાનો ટાર્ગેટ નક્કી રહ્યો છે.

June 9, 2019
tution.jpg
1min14300

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગે રાજ્યમાં ચાલતી ટ્યૂશન પ્રથાને ડામી દેવા આકરાં પગલાં ભરવાની જાહેરાત કરતા અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઇઓએ દરેક સ્કૂલોને સૂચના આપી છે કે, સ્કૂલે વાલીઓ વાંચી શકે તે રીતે બોર્ડ લગાવવાનું રહેશે કે અમારી સ્કૂલોના શિક્ષકો ટ્યૂશન કરતા નથી, શિક્ષકોએ અમને બાંયધરી આપી છે. તેમ છતાં શિક્ષકો ટ્યૂશન કરતા હોવાની ફરિયાદોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. જેથી હવે સ્કૂલોના પ્રિન્સિપાલ અને સંચાલકોએ એફિડેવિટ કરી આપવાની રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકે ખાનગી ટયૂશન કે કલાસિસમાં વિદ્યાર્થીને ટયૂશન કરાવી શકશે નહીં તેવા અગાઉના સરકારના પરિપત્રનો અમલ ન થઇ રહ્યો નથી.

આવી સ્થિતિમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વધુ એક ફતવો બહાર પાડ્યો છે. જેમાં જણાવાયું છે કે રાજ્યની દરેક સ્કૂલના પ્રિસિપાલને તેમની શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પાસેથી એફિડેવિટ લેવું પડશે અને તેમાં તે ક્યાય ખાનગી ટયૂશન કલાસિસી અને પ્રાઈવેટ ટયૂશન કરવતા નથી તેમ જ પોતાની શાળાની બહાર એક બોર્ડ લગાવવું પડશે કે તેમની શાળાના શિક્ષકો ટયૂશન કરાવતા નથી.

જો કોઈ શિક્ષક આવી પ્રવૃત્તિ કરતા પકડાઈ જાય તો તેની સામે વાલીએ શાળાના આચાર્યને ફરિયાદ કરી શકશે અને તેની વિરુદ્ધ પગલાં પણ ભરવામાં આવશે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ આર. આર. વ્યાસે જણાવ્યું હતું કે, જો કોઇ વાલીના ધ્યાનમાં ટ્યૂશન કરતા શિક્ષકો આવે છે અને તેમની પાસે પૂરતા પુરાવા છે તો તેઓ શહેર – ગ્રામ્ય ડીઇઓની ઓફિસે ફરિયાદ કરી શકે છે. અમે શાળાના મંડળને છૂટા કરવા સુધીની ભલામણ કરીશું.

June 8, 2019
ENGINEERNG-ADMISSION-BANNER.jpg
1min6730

ગુજરાતમાં ચાલુ વર્ષે ડિગ્રી ઇજનેરી ક્ષેત્રે પ્રવેશ માટે 34 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેથી હવે એડ્મિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્શિશ દ્વારા પ્રવેશની આગળની કાર્યવાહી હાથ ધરવાનું શરૂ થશે. ફાર્મસી ક્ષેત્રે 7 હજાર જગ્યાઓ સામે 16 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. કોમ્પ્યુટર, મિકેનિકલમાં વિદ્યાર્થીઓને વધુ રસ પડયો.

એન્જિનિયરીંગમાં ર0 સરકારી અને બાકીની સ્વનિર્ભર મળી કુલ 137 કૉલેજો છે ગયા વર્ષે 30 હજાર જેટલી જગ્યાઓ ખાલી રહી હતી. આ વખતે પ્રથમ વખત આર્થિક અનામતનો માપદંડ લાગુ પડતા બેઠકોની સંખ્યા વધીને 73 હજાર થઇ ગઇ છે, જેમાં 34 હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તે તમામ પ્રવેશ મેળવી લ્યે તો પણ 39 હજાર જેટલી જગ્યાઓ ખાલી રહેશે. બે વર્ષથી ઈજનેર ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની રૂચી ઓછી થઈ હોય તેમ પ્રવેશ લેવામાં ઘસારો ઓછો થયો છે, જે ઈજનેર અભ્યાસ માટે ચોંકાવનારું પરિણામ શિક્ષણ તજજ્ઞો માની રહ્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે 10 ટકા ઈબીસી કોટામાં વધારો કરતાં ઈજનેર ક્ષેત્રે બેઠકની સંખ્યા વધીને 72 હજાર જઈ હતી, જેમાં 34 હજાર જેટલા ફોમ ભરાયા હતા. ત્યારે હવે તા.12 જૂને કામચલાઉ મેરિટ લિસ્ટ બહાર પડશે તે જ દિવસથી તા. 16 સુધી મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ એટલે કે, કૉલેજ પસંદગી કરી શકાશે. તા. 19મીએ મોક રાઉન્ડનું પરિણામ જાહરે થશે તેજ દિવસે ફાઇનલ મેરિટ લીસ્ટ જાહેર થશે

તા.19 થી ર3 જૂન એડમિશનના પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા થશે તા. ર6મીએ કૉલેજ ફાળવણીની પ્રથમ યાદી જાહેર થશે. આ.સી.પી.સી.ની યાદી જણાવે છે કે ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ વર્ષ-ર019 માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા.4 ના રોજ પૂર્ણ થઇ છે. જે ઉમેદવારોએ વેરિફિકેશન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઉપર મુજબની સમય મર્યાદામાં પૂર્ણ કરી છે અને આવા ઉમેદવારોએ જો રજિસ્ટ્રેશન દરમ્યાન જાતિ અંગેના પ્રમાણ પત્રો તથા ટયૂશન ફી માફી યોજના માટે આવકનું પ્રમાણ પત્ર રજૂ કર્યું ન હોય તો તેવા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો ઉપલબ્ધ થયે કેટેગરીમાં સુધારો, તેમ જ ટયૂશન ફી માફી યોજના માટે સુધારા કરાવવા હોય તો તેને લાગતા દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલ તથા રજિસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ આઉટ સાથે નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઇ ને ફોર્મ ભરી તા. 8/6/ર019ના સાંજે પ કલાક સુધીમાં રૂબરૂ જમાં કરાવવા જણાવવામાં આવે છે.

June 6, 2019
guj_gov_logo.png
1min8570

નવરાત્રિ વેકેશનના મામલે ગુજરાતની ભાજપા સરકારે વણજોઇતી બદનામી વ્હોરી લીધી છે. અગાઉ ગુજરાત બોર્ડે નવરાત્રિ વેકેશનને રદ કરવાનો ઠરાવ કરતા રાજ્યની ભાજપા સરકારનો અહમ ઘવાયો હતો. ગુજરાત બોર્ડના ઠરાવની ઉપરવટ જઇને સરકારે નવરાત્રિ વેકેશ ચાલુ રાખવાની ઘોષણા કરી દીધી હતી.

વણજોઇતા વેકેશનને પગલે રાજ્યભરની સ્કુલોએ હોબાળો મચાવતા કેટલાક ભાજપાના નેતાઓની શાન ઠેકાણે આવી હતી અને ભાજપા સરકારની ઇમેજને હાની પહોંચે એ પહેલા સરકારે વણજોઇતા નવરાત્રિ વેકેશનને ફરીથી રદ કરવાની જાહેરાત આજરોજ તા.6 જુન 2019ના રોજ કરી છે.

ગુરુવારે બપોરે આખરે નવરાત્રિના વણજોઇતા વેકેશનને રદ્દ કરવાની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે સ્કૂલોમાં સરકાર નવરાત્રિમાં વેકેશન નહીં આપે.

 

June 5, 2019
neet.jpeg
1min38640

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે તા.5મી જુન 2019ના રોજ સવારે મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા નીટ 2019નું પરીણામ જાહેર કર્યું હતું.

નીટ 2019નું સરેરાશ રાષ્ટ્રીય પરીણામમાં પરીક્ષા આપનારા કુલ 100 ટકા પૈકી 56.27 ટકા વિદ્યાર્થીઓ ક્વોલિફાય થઇ ગયા છે. ક્વોલિફાય થવું એટલે મેડીકલ ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત (નીચામાં નીચું પરીણામ) હાંસલ કરવું.

નીટ 2019માં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું પરીણામ સરેરાશ રાષ્ટ્રીય પરીણામ કરતા પણ 11 ટકા નીચું આવ્યું છે. ગુજરાતમાંથી 75889 વિદ્યાર્થીઓએ નીટ 2019 પરીક્ષા આપી હતી, જેમાંથી 35177 પરીક્ષાર્થીઓ ક્વોલિફાય થવામાં સફળ થયા છે. 45.09 ટકા ગુજ્જુ વિદ્યાર્થીઓ મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત મેળવી શક્યા છે.

અનેક ગુજરાતીઓનું ડોક્ટર બનવાનું સપનું રોળાય ગયું, હજારો વિદ્યાર્થીઓ એક વર્ષ ડ્રોપ લઇને નીટ 2020 આપશે

  • રાજસ્થાન, દિલ્હી, હરીયાણાનું પરીણામ અવ્વલ દરજ્જાનું 
  • મહારાષ્ટ્રનું પરીણામ ગુજરાતથી પણ ઓછું ફક્ત 39 ટકા

નીટ 2019નું રાજ્યવાર પરીણામ આ મુજબ છે.

Details of NEET Results 2019

દેશભરના ટોપ 50 પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓની માહિતી

 

June 4, 2019
neet.jpeg
2min6050

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેર કર્યું છે કે મે 2019માં ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવેલી મેડીકલ અને ડેન્ટલ માટેની ફરજિયાત એન્ટ્રન્સ ટેસ્ટ નીટ (નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ એકઝામ) નું પરીણામ તા.5મી જુન 2019ના રોજ ઓનલાઇન જાહેર કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી ક્વોલિફિકેશન ઉપરાંત એ.આઇ.આર. (ઓલ ઇન્ડિયા રેન્ક) પણ જાહેર કરશે. નેશનલ મેરિટ્સ રેન્કથી જ દરેક રાજ્યોમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. એ.આઇ.આર. કેટેગરીવાઇઝ જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયાને લગભગ એક મહિનો પૂરો થઇ રહ્યો છે ત્યારે બાયોલોજી ગ્રુપ ધરાવતા વિદ્યાર્થીઓ મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થાય એ પૂર્વે નીટ સ્કોરની આતૂરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે, તેમની આતૂરતાનો અંત આવતીકાલ બુધવાર તા.5મી જુને આવી જશે.

5મી મે 2019ના રોજ ભારતમાં લેવામાં આવી હતી નીટ પરીક્ષા

13 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી નીટ પ્રવેશ પરીક્ષા

મેડીકલ, ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં (ગુજરાતમાં હોમિયોપેથી અને આયુર્વેદિક સમેત) પ્રવેશાર્થીઓ તા.5મી જુન 2019ના રોજ પોતાનું પરીણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સત્તાવાર વેબસાઇટ NTA- ntaneet.nic.in પરથી જાણી શકશે.

National Testing Agency (NTA) is going to release the National Eligibility Cum Entrance Test (UG) 2019 results tomorrow, i.e., June 5, 2019, on its official website. Once results are released, the candidates who have appeared for the NEET 2019 examination can visit the official website of NTA- ntaneet.nic.in- to check and download the
results.

NTA had conducted NEET examination on May 5, 2019, at various centres across the country. This year, around 13 lakh candidates had written NEET exam. The NEET 2019 was held at 154 centres from 2.00 pm to 5.00 pm in
pen and paper mode. The total duration of the NEET examination was three hours.

Candidates should note that NEET result and other NEET related information would be available only on the official website of NEET- ntaneet.nic.in.

As per the information bulletin, “Merely appearing and qualifying in NEET (UG) – 2019 does not confer any right to the candidate for admission to MBBS/BDS Courses. The selection and admission to MBBS/BDS seats in any Medical Institution recognized for offering MBBS/BDS Courses is subject to fulfilling the admission criteria, eligibility, rank in merit list, medical fitness and such other criteria as may be prescribed by the Government of India, respective States, Universities, Institutions and Medical/Dental Colleges.”

May 31, 2019
garba.jpg
1min9880

ગુજરાત સરકાર દ્વારા 2019માં ફરીવાર શાળા-કોલેજોમાં નવરાત્રી વેકેશન રાખવાની જાહેરાત કરવામાં આવતા શાળા સંચાલકોએ વિરોધ કર્યો છે. નવરાત્રી વેકેશન ટાળવા માટે આગામી દિવસોમાં શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી તેમની રણનીતિ ઘડવા અત્યારથી શાળા સંચાલકો તૈયારીમાં લાગી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે નવરાત્રીનું નવ દિવસનું વેકેશન જાહેર કર્યું હતું. જેની અમલવારી સીબીએસઈ અને આઈસીએસઈ જેવા બોર્ડની શાળાઓ માટે મરજિયાત કરાઈ હતી. જ્યારે વેકેશન નહીં રાખનાર રાજ્ય બોર્ડ સંલગ્ન શાળાઓ સામે પગલાં લેવાની તાકીદ કરાઈ હતી. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મોટાભાગની સ્કૂલોએ સરકારની વાત માની હતી. જ્યારે સુરતમાં અનેક શાળાઓએ જાહેરનામાની ઉપરવટ જઈને સ્કૂલો ચાલુ જ રાખી હતી. ગત વર્ષના પ્રયોગ બાદ આ વર્ષે સરકાર નવરાત્રી વેકેશન નહિ રાખે તેવી અપેક્ષા વચ્ચે આ વર્ષે ફરી શિક્ષણ વિભાગ દ્વારા 30 સપ્ટેમ્બરથી સાત ઓક્ટોબર સુધી આઠ દિવસનું નવરાત્રી વેકેશન જાહેર કર્યું છે. જેની સામે દિવાળીના ર1 દિવસના વેકેશનમાંથી કાપ મૂકી 13 દિવસ રજા અપાઈ છે અને ફરી શાળાઓમાંથી વિરોધ વંટોળ ઊઠી રહ્યો છે. નવરાત્રી વેકેશનથી રાજકોટની 466 સ્કૂલના 1.7પ લાખ અને રાજ્યની 1પ હજાર જેટલી સ્કૂલો તેમજ મેડિકલથી માંડી બીએ-બીકોમ સુધીની તમામ કોલેજોના વિદ્યાર્થીઓના ભણતરનું સાતત્ય ખોરવાશે. શિક્ષણ બોર્ડે આ વેકેશન ન આપવા કરેલા ઠરાવને પણ સરકારે ધ્યાનમાં લીધો નથી. આ અંગે રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે નવરાત્રી વેકેશનથી વિદ્યાર્થીઓને નુકસાન થાય છે. ઓગસ્ટમાં જન્માષ્ટમીની પાંચ-છ દિવસની રજાઓ આવે, પછી સપ્ટેમ્બરમાં નવરાત્રી અને ઓક્ટોબરમાં દિવાળીનું વેકેશન હોય છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર વચ્ચે નવરાત્રી પછી તરત જ પરીક્ષા આવે. આ વર્ષે એનસીઈઆરટીનો અઘરો અને લાંબો કોર્સ દાખલ કરાયો છે. બાળકો અને શિક્ષકો કઈ રીતે પહોંચી શકશે ?

તેમણે વધુમાં કહ્યુ હતું કે 1ર વાગ્યા પછી ગરબી બંધ કરી દેવાતી હોય છે. હવે પહેલાની જેમ રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી ગરબા ચાલુ રહેતા નથી. આમ છતાં રાતે ઉજાગરા થતા હોવાનું લાગે તો સ્કૂલનો સમય સવારે સાતના બદલે બે કલાક મોડો કરવો જોઈએ. વેકેશન આઠ દિવસનું છે પણ તેની આગળનો એટલે કે ર9મી સપ્ટેમ્બર રવિવાર આવે છે અને આઠમી ઓક્ટોબરે દશેરા, એટલે કુલ 10 દિવસની રજા પડે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનાં હિતમાં નવરાત્રીનું વેકેશન રદ્દ કરવાની રજૂઆત કરવા શિક્ષણપ્રધાન સમક્ષ જવાના છીએ.

May 29, 2019
vnsgu_logo.jpg
1min10990

ધો.12 સામાન્ય પ્રવાહ (કોમર્સ) પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત બી.કોમ. (બેચલર ઓફ કોમર્સ) , બી.બી.એ. (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બી.સી.એ. (બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન) કોલેજોમાં પ્રવેશ માટે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

કોઇપણ કોલેજમાં પ્રવેશ માટે પ્રવેશાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશ  તા.3 જુન 2019થી 13 જુન 2019 સુધીમાં કરી શકાશે.

યુનિવર્સિટી તમામ પ્રવેશાર્થીઓનું મેરિટ લિસ્ટ તૈયાર કરીને કોલેજોને સુપરત કરશે. કોલેજોએ મેરિટ લિસ્ટ અનુસાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે.

વીર નર્મદ યુનિવર્સિટીની પ્રવેશ કાર્યવાહીની સઘળી માહિતી આ મુજબ છે.

 

M.Sc. Information Technology (M.Sc.I.T.)માં પ્રવેશ કાર્યવાહી અંગે