CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 21 of 53 - CIA Live

October 6, 2020
gseb-1280x720.jpg
1min5860

કોરોના પેન્ડેમિકની પરિસ્થિતિમાં 2020-21ના શૈક્ષણિક વર્ષનું પહેલું સત્ર સાવ જ ધોવાય જતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12માં 30 ટકા જેટલો અભ્યાસક્રમ ચાલુ શૈક્ષણિક વર્ષમાંથી કાઢી નાંખવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના પેન્ડેમિકને કારણે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બિલકુલ સંભવી ન શકવાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્યના દિવસો અને અભ્યાસક્રમમાં ઘટાડો કરવા માટે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને 27 જૂલાઈ, 20 ઓગસ્ટ અને 11 સપ્ટેમ્બરે બેઠક યોજાઈ હતી જેમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ વિદો અને અધિકારીઓની ચર્ચાના નિષ્કર્ષ રૂપે કોર્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાંથી ઘટાડેલા મુદ્દાઓ પરીક્ષાના હેતુંથી ઘટાડવામાં આવ્યા છે અને તે પરીક્ષામાં પૂછાશે નહીં. જોકે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં શિક્ષકોએ તે મુદ્દાઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. આ અંગે વિગતવાર પરિપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. કયા મુદ્દાઓ અને પ્રકરણ અભ્યાસક્રમમાંથી રદ્દ કરવામાં આવશે તેની માહિત જિલ્લા શિક્ષણ અધિકારીઓના માધ્યમથી તમામ શાળાઓને મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત બોર્ડની વેબસાઈટ પર પણ તેને મૂકવામાં આવશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા જે દર વર્ષે માર્ચ મહિનામાં લેવામાં આવે છે તે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ વર્ષે મે મહિનામાં લેવાઈ શકે છે. આ ઉપરાંત ધોરણ 9 અને 11ની પરીક્ષા જૂનમાં યોજાઈ શકે છે જેથી કરીને સ્કૂલોમાં અભ્યાસક્રમ પૂરો થઈ શકે, તેમ શિક્ષણ મંત્રીએ કમલમ ભાજપની ઓફિસ ખાતે જણાવ્યું હતું.

October 4, 2020
tet.jpg
1min12690

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દેશમાં શિક્ષક બનવા માટે ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ TET લેવાની પદ્ધતિ જ્યારથી લાગૂ કરવામાં આવી હતી ત્યારથી તેની સાથે એક જોગવાઇ એ પણ સામેલ કરવામાં આવી હતી કે એક વખત ટેસ્ટ આપનાર શિક્ષક માટે એ ટેસ્ટનો સ્કોર 7 વર્ષ માટે જ વેલિડ (માન્ય) ગણાશે. વેલિડીટી સમય પૂરો થઇ ગયા બાદ એ શિક્ષકનો ટેટનો સ્કોર માન્ય રહેશે નહીં અને એ શિક્ષકે 7 વર્ષ બાદ ફરીથી ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ TET આપવાની રહે છે. પરંતુ, હવે આ જોગવાઇ રદ થવા જઇ રહી છે.

ગુડ ન્યુઝ

હવે પછી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ TET પાસ કર્યા પછી ફરીવાર આ ટેસ્ટ આપવી નહીં પડે. એટલે કે કોઇ એક ઉમેદવારે આજીવન ફક્ત એક જ વખત ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ TET પાસ કરવાની રહેશે. આ પ્રકારનો નિર્ણય તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે મળેલી નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન (એનસીટીઇ)ની તાજેતરમાં મળેલી સામાન્યસભાની બેઠકમાં એવો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ ટ્રેનિંગની જનરલ બોર્ડ મિટીંગમાં લેવાયેલા નિર્ણયની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત સાથે અમલ શરૂ કરવામાં આવશે એવી વિગતો જાણવા મળી છે. 

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ ટ્રેનિંગના આ નિર્ણયનો સીધો ફાયદો દેશના હજારો શિક્ષકોને મળશે.

એનસીટીઇ સંલગ્ન કોલેજમાં બી.એડ. પૂરું કર્યા બાદ ટીચર તરીકે નોકરી મેળવવા માટે ઉમેદવારોએ જે તે રાજ્યોમાં TET આપવી ફરજિયાત છે. બી.એડ. કર્યા પછી દરેક ઉમેદવારો આ ટેસ્ટ આપે અને તેમાં પાસ થાય પછી જ શિક્ષક તરીકેની નોકરી મળતી હોય છે. ટેટ પાસ કર્યા બાદ તેનો સ્કોર 7 વર્ષ સુધી જ વેલિડ રહેતો હતો. 7 વર્ષ સુધી જો કોઇને નોકરી ન મળે કે નોકરી ન સ્વીકારે અને એ પછી શિક્ષક તરીકે જોડાવું હોય તો પુનઃ ટેટ પરીક્ષા આપવાની રહેતી હોય છે. પરંતુ, હવે આ જોગવાઇ કાઢી નાંખવામાં આવી છે.

October 1, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5740

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા મહાશયની મહેરબાનીને કારણે લાગૂ કરવામાં આવેલી ઢંગધડા વગરની પ્રવેશ કાર્યવાહીને કારણે પરિસ્થિતિ એ થઇ છે કે મે-જૂનમાં ધો.12 સાયન્સ, કોમર્સના પરીણામો જાહેર થઇ ચૂક્યા હોવા છતાં વીર નર્મદ યુનિ.માં ક્યાંય કોઇ કોર્સમાં અભ્યાસ તો દૂરની વાત પણ પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પણ પૂરી થઇ નથી.

વીર નર્મદ યુનિવર્સિટી હાલ કોઇપણ જાતની ફી ભરાવ્યા વગર હંગામી પ્રવેશ આપી રહી છે, ફી ભરાવીને પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે ત્યાં સુધી ઉંચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સમાં રોકી રાખેલી સીટો નહીં છોડે

જાણકારોના જણાવ્યા અનુસાર હાલમાં યુનિવર્સિટીની ઢંગધડાવગરની પ્રવેશ પ્રક્રિયાને કારણે ધો.12માં ઉંચી ટકાવારી સાથે પાસ થયા હોય એવા વિદ્યાર્થીઓ એક નહીં અનેક કોર્સ (કોલેજ નહીં)માં સીટ રોકીને બેસી ગયા છે. જેમકે

યુનિ. પ્રવેશ આપે છે પણ ફી ભરાવતા ન હોઇ, અનેક કોર્સમાં પ્રવેશાર્થીઓએ સીટ રોકી રાખી છે

  • ધો.12 સામાન્ય પ્રવાહમાં ઉંચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓએ બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., એમ.એસસી. આઇ.ટી, ઇન્ટીરીયર ડિઝાઇન, લૉ, એચ.આર.ડી., આર્ટસ વગેરે તમામ જગ્યાએ ઓનલાઇન ફોર્મ ભર્યા છે અને તમામ જગ્યાએ પ્રવેશ તેમને મેરીટના ધોરણે ફાળવવામાં આવ્યો છે. એક વિદ્યાર્થી આ પ્રકારે જુદાજુદા કોર્સની કોલેજમાં પ્રવેશ લઇને બેઠા છે, ક્યાંય તેમનો પ્રવેશ કન્ફર્મ નથી કેમકે યુનિવર્સિટી કે કોલેજોએ ફી લીધી નથી.

ઉંચી ટકાવારી વાળા વિદ્યાર્થીઓ સીટ છોડતા નથી ને ઓછી ટકાવારીવાળાને પ્રવેશ મળતો નથી

  • બીજી તરફ, 65 ટકાથી ઓછું પરીણામ ધરાવતા હજારો પ્રવેશાર્થીઓ કોલેજોમાં પ્રવેશથી વંચિત રહી ગયા છે. કેમકે તમામ જગ્યાએ બેઠકો ફૂલ થઇ ગઇ છે. બેઠકો ફુલ થઇ જવાનુું કારણ ઉંચુ પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓને ફી ભરવાનું કહેવાય તો તેઓ કોઇ એક જગ્યાએ પ્રવેશ કન્ફર્મ કરાવે અને જેથી બીજા કોર્સની કોલેજોમાંથી તેમણે રોકી રાખેલી સીટો છુટી થાય. આવી પ્રોસીજર હાથ ધરાઇ નથી એટલે ઓછી ટકાવારીવાળા હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે.

બી.એસસી.માં પણ એ જ હાલત

  • બી.એસસી.માં પણ એવી જ સ્થિતિ છે. ધો.12 સાયન્સમાં 80થી 90 ટકા પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓનું કન્ફર્મ છે કે તેઓ ઇજનેરી, મેડીકલ, પેરામેડીકલ, ફાર્મસીમાં પ્રવેશ લેવાના છે, આ વિદ્યાર્થીઓ પણ બી.એસસી.ની જુદી જુદી કોલેજોમાં હંગામી પ્રવેશ લઇને બેઠા છે. યુનિ.ની ઢંગધડા વગરની પ્રવેશ કાર્યવાહીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે કેમકે તેમને પ્રવેશ કન્ફર્મ કરવા માટે ફી ભરવાનું કહેવાયું નથી. બીજી તરફ બીએસસીમાં ખરેખર જેમણે અભ્યાસ કરવો છે એવા 65 ટકાથી ઓછું પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશની રાહ જોઇને બેઠા છે.

આવું ને આવું રહેશે તો ડિસેમ્બર સુધી મેળ નહીં આવે

જાણકારો કહે છે કે આ જ પ્રકારે યુનિવર્સિટી હંગામી પ્રવેશ આપ્યે રાખશે તો કોઇ વિદ્યાર્થી તેમનો પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે અને યુનિ.ની પ્રવેશ પ્રક્રિયા ડિસેમ્બર સુધી ચાલ્યે રાખશે. યુનિવર્સિટીએ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ.ની જેમ બે રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા આટોપી લેવી જોઇએ. પહેલા રાઉન્ડમાં એલોટમેન્ટ સાથે જ ફી ભરીને કન્ફર્મ કરવા અથવા તો રિશફલિંગ રાઉન્ડમાં જવાનો વિકલ્પ આપવો જોઇએ. જેથી વિદ્યાર્થીઓમાં પણ ક્લેરિટી આવી શકે.

September 30, 2020
fee.jpg
1min5530

શૈક્ષણિક વર્ષ 2020-21ના વર્ષ માટે ગુજરાત સરકારે શાળાઓમાં 25 ટકા ફી માફી જાહેર કરી છે પરંતુ, કોલેજોમાં ફી કેટલી માફ કરવી તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. કોલેજોમાં પહેલું સેમેસ્ટર પૂરું થવા આરે છે ત્યારે હવે સ્કુલો પછી કોલેજોના વિદ્યાર્થીઓ અને વાલીઓ આંદોલન કરે તો નવાઇ નહીં.

ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા આખા શૈક્ષણિક વર્ષમાં 25% ફી માફીની જાહેરાત કરવામાં આવી છે. શાળા સંચાલકો 25 ટકા ફી માફી માટે તૈયાર છે જોકે ઈત્તર પ્રવૃતિની ફી લેવામાં આવશે નહીં.

રાજ્ય સરકારે સ્કુલોની ફી નક્કી કરી પરંતુ, હવે ઉચ્ચ શિક્ષણમાં આ મામલો ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

September 23, 2020
Career-in-Architecture-1-800x445-1.jpg
2min9130

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વ્હાઇટ કોલર પ્રોફેશન તરીકે ગણનાપ્રાપ્ત બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના લાયકાતના ધોરણોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર અને કેન્દ્ર સરકારે આ વર્ષે કોવીડ-19 પેન્ડેમિક પરિસ્થિતિને પગલે નિર્ણય લીધો છે. ફક્ત આ વર્ષ માટે બદલાયેલા નિયમમાં ધો.12 ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને નાટામાં પાસ પર્સન્ટેજ લાવવાની શરતે બી.આર્ક. કોર્સમાં પહેલા વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે. એવી જ રીતે ધો.10 પછી ત્રણ વર્ષના ડિપ્લોમા હોલ્ડર ઉમેદવારોને પણ પાસ થવાની શરતે પ્રવેશ આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓ પણ નાટા પરીક્ષાના નિયમો પાળવાના રહેશે.

અત્યાર સુધી આ નિયમ હતો

અત્યાર સુધી એવો નિયમ હતો કે બી.આર્ક.માં પહેલા વર્ષમાં પ્રવેશ માટે ધો.12 પીસીએમમાં ઓછામાં ઓછા 50 ટકા માર્કસ હોવા ફરજિયાત હતા. હવે આ વખતે કોવીડ-19ની પરિસ્થિતિમાં દેશના અનેક રાજ્યોના બોર્ડ દ્વારા ધો.12ની પરીક્ષાઓ લેવાઇ શકી ન હોઇ, એલિજિબિલીટી ક્રાઇટેરીયા ઘટાડી દેવામાં આવ્યા છે.

બેચલર ઓફ આર્કિટેક્ચર કોર્સમાં લાયકાતના ધોરણોમાં સુધારા અંગેનું ગેઝેટ

Click here to view Gujarat Architecture Colleges

http://jacpcldce.ac.in/Adm20/Archi/BArch_Institute.pdf

ગુજરાતમાં આર્કિટેક્ચરમાં પ્રવેશ કાર્યવાહીનું સમયપત્રક

September 19, 2020
School-kids-with-heavy-bags.jpg
1min400

કોરોનાનાં કપરા કાળમાં શાળાની ફીનો મુદ્દો ખાનગી શાળાઓ, સરકાર અને છાત્રોનાં વાલીઓ માટે જટિલ કોયડો બની ગયો છે. હાઈ કોર્ટનાં આદેશને પગલે ગુજરાત સરકારે શાળા સંચાલકોને ફીમાં રાહતની ભલામણો કરી હતી. જેનો શાળાઓએ અસ્વીકાર કરી નાખેલો. જેને પગલે રાજ્ય સરકારને ફરીથી ગુજરાત હાઈ કોર્ટનાં દ્વારે જવું પડેલુ અને આ વખતે સરકારની હાલત વધુ કફોડી બની ગઈ છે. હાઈ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે આ મામલે નિર્ણય લેવા માટે રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ સત્તા હોવા છતાં સરકાર અદાલતમાં આવે તે ખેદજનક છે. આમ હવે વાલીઓ અને શાળા સંચાલકોમાંથી કોની માગણીનો પક્ષ લેવો અને કેવો વચલો માર્ગ કાઢવો તેની દ્વિધામાં સરકાર ઘેરાઈ ગઈ છે.

ગુજરાત હાઇ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કરી દીધું છે કે, રાજ્ય સરકાર પાસે આ મામલે નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા છે. આથી હવે ગુજરાત સરકાર જે ફી નક્કી કરશે તે ફી સંચાલક મંડળે સ્વીકારવી પડશે. ગુજરાતમાં શાળાઓની ફી મામલે ગુજરાત સરકાર તરફથી હાઇ કોર્ટમાં કરવામાં આવેલી અરજીનો આજે હાઇ કોર્ટે નિકાલ કર્યો છે. આ સાથે જ હાઇ કોર્ટે કહ્યું છે કે, કોરોના કાળ દરમિયાન શાળાઓની ફી નક્કી કરવા માટે સરકાર પાસે પૂરી સત્તા છે.

મહત્ત્વનું છે કે, કોરોના કાળમાં સ્કૂલ અને કોલેજો બંધ હોવાથી ગુજરાત વાલી સંચાલક મંડળે સ્કૂલોને ફીમાં રાહત આપવાની માગણી કરી હતી. જોકે, સંચાલકો તૈયાર ન થતાં આ મામલે સંચાલક મંડળે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જે બાદમાં રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડીને સ્કૂલો ન ખૂલે ત્યાં સુધી સંચાલકો ફી નહીં ઉઘરાવી શકે તેવી જાહેરાત કરી હતી. સરકારના આ પરિપત્રના વિરોધમાં સંચાલક મંડળ હાઇ કોર્ટમાં ગયું હતું. આ મામલે હાઇ કોર્ટે સરકારનો પરિપત્ર રદ કરી નાખ્યો હતો અને સ્કૂલ સંચાલકો અને સરકારને સાથે બેસીને આ મામલે કોઈ નિરાકરણ લાવવાનો આદેશ કર્યો હતો. જે બાદમાં સરકાર તરફથી સ્કૂલ સંચાલકોને ફીમાં 25 ટકાનો ઘટાડો કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, સ્કૂલ સંચાલકોએ આ વાત સ્વીકારી ન હતી અને તેઓ સ્કૂલ ફીમાં કરેલો 10 ટકાનો વધારો જ જતો કરવા માટે રાજી થયા હતા. આ મામલે ગુજરાત સરકારે ફરીથી હાઇ કોર્ટમાં અરજી કરી હતી.

રાજકોટ શહેર સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનાં પ્રમુખ અજય પટેલે પણ ચુકાદાને શિરોમાન્ય ગણાવતા કહ્યું હતું કે, વાલીઓને ન્યાયતંત્ર અને સરકાર ઉપર પૂરો વિશ્વાસ છે. સરકાર હવે બધાનું હિત ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય લેશે તેવી આશા રાખવામાં આવે છે.

September 17, 2020
Schoolsclosed4.jpg
1min5290

16/9/20 મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખૂલે. કેન્દ્ર સરકારે અનલોક 4માં ધોરણ 9થી 12ના વર્ગો શરુ કરવા મંજૂરી આપી છે. જોકે, તે ફરજિયાત નહીં પરંતુ મરજિયાત છે. તેવામાં ગુજરાત સરકારે કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા સ્કૂલો બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. કેબિનેટે એવું પણ નક્કી કર્યું છે કે ભવિષ્યમાં રાજ્યમાં કોરોનાના કેસો ઘટે ત્યારે જ સ્કૂલો ખોલવા અંગે નિર્ણય લેવાશે.

Indiana schools closed for rest of academic year

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર 9થી 12ના વર્ગો શરુ કરવા મરજિયાત છે. તેવામાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે સ્કૂલો બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂનથી સ્કૂલો ખૂલી જતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે હજુ સુધી સ્કૂલો નથી ખૂલી અને વિદ્યાર્થીઓને ઓનલાઈન જ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

September 12, 2020
educationpolicyjpg.jpg
1min5130

નવી પેઢીના બાળકોના શિક્ષણ માટે ‘ઍન્ગેજ, ઍક્સપ્લોર, ઍક્સપ્રેસ ઍન્ડ ઍક્સલ’ નવો મંત્ર છે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવનારો નવો અભ્યાસક્રમ નવી શિક્ષણ નીતિને અનુરૂપ હશે.

વર્ષ ૨૦૨૨માં દેશ જ્યારે સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યાં સુધીમાં નવા અભ્યાસ્રમને નવી શિક્ષણ નીતિને અનુરૂપ બનાવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

માર્કશિટ વિદ્યાર્થીઓ તેમ જ તેમના પરિવારજનો માટે પ્રેશરશિટ અને પ્રેસ્ટિજશિટ બની ગઈ હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો આશય આ પ્રેશર દૂર કરવાનો છે.

નવી શિક્ષણ નીતિ અભ્યાસક્રમ ઘટાડશે તેમ જ શિક્ષણને મનોરંજન અને સંપૂર્ણ અનુભવ આધારિત બનાવશે, એમ તેમણે કહ્યું હતું.

શિક્ષણ ખાતા દ્વારા આયોજન કરવામાં આવેલી ‘સ્કૂલ ઍજ્યૂકેશન કૉન્ક્લેવ’ને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે અભ્યાસક્રમનું માળખુ વિકસાવવામાં આવશે અને વર્ષ ૨૦૨૨માં દેશ સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યાર સુધીમાં તે તૈયાર થઈ જશે.

નવો અભ્યાસક્રમ વૈજ્ઞાનિક ઢબનો હોવા ઉપરાંત વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરશે.

નવી શિક્ષણ નીતિના અમલ અગાઉ માય ગવર્નમેન્ટ પૉર્ટલ મારફતે એક જ અઠવાડિયામાં ૧૫ લાખ કરતા પણ વધુ સૂચનો આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરતા તેમણે કહ્યું હતું કે ભાષા માત્ર અભ્યાસ કરવાનું માધ્યમ છે, પરંતુ ભાષા પોતે અભ્યાસ નથી.

વડા પ્રધાને શિક્ષકોને કોરોના વાઈરસની માર્ગદર્શિકાનું ભારપૂર્વક પાલન કરવા જણાવ્યું હતું.

તેમણે શિક્ષકોને માસ્કથી મોઢું ઢાંકવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને સ્વચ્છતા જાળવવા કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી દેશમાં માર્ક અને માર્કશિટ આધારિત શિક્ષણ હતું.

માર્કશિટ વિદ્યાર્થીઓ માટે પ્રેસરશિટ અને પરિવારજનો માટે પ્રેસ્ટિજશિટ બની ગઈ હતી.

નવી શિક્ષણ નીતિ બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરતી હોવા ઉપરાંત મનોરંજન, શોધ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, એમ તેમણે કહ્યું હતું.

નવી પેઢીના બાળકોના શિક્ષણ માટે ‘ઍન્ગેજ, ઍક્સપ્લોર, ઍક્સપ્રેસ ઍન્ડ ઍક્સલ’ નવો મંત્ર છે, એમ તેમણે કહ્યું હતું.

અમારું કામ હજુ તો શરૂ થયું છે એ જણાવતાં મોદીએ કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો સમાનતા અને અસરકારક રીતે અમલ કરવામાં આવશે.

નવી શિક્ષણ નીતિ નવા યુગના આરંભનું બીજ વાવશે અને તે ૨૧મી સદીના ભારતને નવી દિશા આપશે, એમ તેમણે કહ્યું હતું.

September 9, 2020
backtoschool.png
1min12970

શાળાઓ 50 ટકા સ્ટાફને બોલાવી શકશે’નવીદિલ્હી,તા.8: કોરોના મહામારીનાં કારણે બંધ રાખવામાં આવેલી શાળાઓ હવે આંશિક રૂપે ખોલવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દિશાનિર્દેશો આપી દેવામાં આવ્યા છે. દેશમાં 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી 12નાં છાત્રો માટે શરતોને આધીન શાળાઓ ખોલવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. જો કે, શાળાએ જવું કે નહીં તે છાત્રોની સ્વેચ્છા આધારિત રહેશે.

શાળામાં છાત્રો વચ્ચે કમસેકમ 6 ફૂટનું અંતર અનિવાર્ય રહેશે. તેમનાં માટે ફેસકવર કે માસ્ક પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી શાળાઓને ખોલવાની મંજૂરી મળશે નહીં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ધો.9થી 12 સુધીની સ્કૂલો માટે આજે આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર ઓનલાઈન કે ડિસ્ટન્સ લર્નિંગની મંજૂરી યથાવત ચાલુ રહેશે. શાળાઓ પોતાનાં સ્ટાફમાંથી મહત્તમ પ0 ટકા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ અને ટેલીફોનિક માર્ગદર્શનનાં કાર્ય માટે બોલાવી શકશે. ધો.9થી 12નાં છાત્રો જો માર્ગદર્શન મેળવવા માટે શાળાએ જવા ઈચ્છે તો તેનાં માટે હવે મંજૂરી રહેશે. જો કે આના માટે તેમણે પોતાનાં માતા-પિતા કે વાલીની લેખિત અનુમતિ લાવવી પડશે. છાત્રો પાસે ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ પણ રહેશે. શાળામાં છાત્રોને ટોળે વળવાની કે ખેલકૂદ સંબંધિત ગતિવિધિઓમાં સામેલ થવાની મનાઈ રહેશે.

September 2, 2020
ibps.jpg
4min77980

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સોનેલ સિલેક્શન The Institute of Banking Personnel Selection (IBPS) દ્વારા દેશની નામાંકિત 11 નેશનલાઇઝ્ડ બેંકોમાં ખાલી પડેલી ક્લેરીકલ કેડરની કુલ 1558 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા આજરોજ તા.2 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી શરુ કરવામાં આવી છે.

કોઇપણ ફેકલ્ટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઇ શકે છે

રસ ધરાવતા ઉમેદવારોએ official website of IBPS — ibps.in પરથી ઓનલાઇન એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે.

આ બેંકોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરાશે

  • Bank of Baroda,
  • Canara Bank,
  • Indian Overseas Bank,
  • UCO Bank,
  • Bank of India,
  • Central Bank of India,
  • Punjab National Bank,
  • Union Bank of India,
  • Bank of Maharashtra,
  • Indian Bank Punjab &
  • Sind Bank

રસ ધરાવતા ઉમેદવારો માટે અગત્યની તારીખો

Activity Tentative Dates
On-line registration 02.09.2020 to 23.09.2020
Payment of Application Fees02.09.2020 to 23.09.2020
Download of call letters for Pre- Exam17.11.2020 onwards
Conduct of Pre-Exam Training23.11.2020 to 28.11.2020
Download of call letters for Online examinationPreliminary 18.11.2020
Online Examination – Preliminary05.12.2020, 12.12.2020 and 13.12.2020
Result of Online exam – Preliminary31.12.2020
Download of Call letter for Online exam – Main12.01.2021
Online Examination – Main24.01.2021
Provisional Allotment01.04.2021

પરીક્ષા દ્વી સ્તરીય

આ પરીક્ષા પ્રીલીમનરી અને મેઇન એમ બે તબક્કામાં લેવામાં આવશે. પ્રીલીમનરી પરીક્ષા 5મી ડિસેમ્બર, 12 ડિસેમ્બર અને 13મી જાન્યુઆરીએ લેવાશે. મેઇન એક્ઝામ તા.24મી જાન્યુઆરીએ લેવામાં આવશે.

In English

The Institute of Banking Personnel Selection (IBPS) has invited online applications for the next Common Recruitment Process for selection of personnel for Clerical cadre Posts in the Participating Organisations.

The interested candidates can submit their online applications for the IBPS Clerk 2020 recruitment through the official website of IBPS — ibps.in — from today, i.e., September 2, 2020. The last date to submit online applications for the IBPS Clerk post is September 23. Candidates can make application fee payments between September 2 to 23.

IBPS is conducting this recruitment drive to fill up 1558 Clerical vacancies. The recruitment process will include online preliminary exam and online main examination.

The notification reads “Depending on the vacancies to be filled in during the financial year 2021-22 based on the business needs of the Participating Organisations and as reported to IBPS, candidates shortlisted will be provisionally allotted to one of the Participating Organisations keeping in view the spirit of Govt. Guidelines on reservation policy, administrative convenience, etc. The validity for CRP Clerks-X will automatically expire at the close of business on 31.03.2022 with or without giving any notice.”

ભરતી પ્રક્રિયાનું સત્તાવાર નોટિફિકેશન પીડીએફ ફાઇલમાં મેળવવા માટે 98253 44944 પર IBPS sms કરો