CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 58 of 59 - CIA Live

March 17, 2019
fee.jpg
1min7410

સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ સમિતી દ્વારા વર્ષ ર018-19થી વર્ષ ર019-ર0 માટે રાજકોટ સ્થિત ધોળકીયા ગ્રુપની જુદી જુદી શાળાઓની ફીનું માળખું જાહેર કરાયું હતું, ફી માળખાને જોયા બાદ ધોળકીયા ગ્રુપ ઓફ સ્કુલ્સના સંચાલકોના પગ તળેથી જમીન સરકી જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ફી નિર્ધારણ પહેલા જ મસમોટી રકમની ફી વસૂલી લેનાર ધોળકીયા ગ્રુપએ તેની તમામ સ્કુલો મળીને કુલ મળીને રૂ.પ કરોડ ર0 વીસ લાખની રકમ રીફંડ વાલીઓને  રિફંડ કરવી પડશે. ફી નિર્ધારણ કમિટીએ ફી રિફંડ અંગેનો આદેશ પણ કરી દીધો હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્ર એફઆરસીના સૂત્રોના જણાવ્યા અનુસાર શાળાએ વાલીઓને 400 રૂપિયાથી લઈને 8100 રૂપિયા સુધીનું અને કુલ પ.ર0 કરોડનું રીફંડ ચુકવવું પડશે. આ સાથે સમિતી દ્વારા નક્કી કરાયેલી ફીની પુરતી જાહેરાત કાયદાનુસાર શાળાએ કરવાની રહેશે તથા વાલીઓને ફી નક્કી કર્યાની જાણ કરવાની રહેશે તેમ ફી નિર્ધારણ સમિતીના અધ્યક્ષ દ્વારા તાકીદ કરાઈ છે.

ધોળકીયા ગ્રુપએ ધો. 1ર સાયન્સ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. 1.ર3 લાખની ફીની દરખાસ્ત સૌરાષ્ટ્ર એફઆરસી સમક્ષ રજૂ કરી હતી જેની સામે એફઆઇરસી દ્વારા 91 હજાર રૂપિયાની ફી નિર્ધારિત કરી આપવામાં આવી હતી.

રાજકોટમાં મોટું નામ ધરાવતા ધોળકીયા ગ્રુપની શાળાઓનું ફીનું માળખું જાહેર કરાયા બાદ વાલીઓમાં રાહત એટલા માટે થઇ છે કે તેમને ફી નું રિફંડ મળશે અને સંચાલકોએ મોટી નુકસાની વેઠવી પડે તેમ છે. ધોળકીયા ગ્રુપની સ્કુલ્સમાં કે કે ધોળકીયા, એલ જી ધોળકીયા, એસ જી ધોળકીયા, જી કે ધોળકીયા, કે જી ધોળકીયા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળાઓ, સીબીએસઈ બોર્ડ તેમજ ડીવાઈન સ્કૂલનું ફી નિર્ધારણ કરવામાં આવ્યું હતું.

 

March 16, 2019
water.jpeg
1min554

રાજ્યમાં આગામી ઉનાળાના સમયમાં ગરમી સાથે પાણીની કટોકટી સર્જાય તેવા એંધાણ અત્યારથી જ વર્તાય રહ્યા છે. સૌથી દુષ્કર પરિસ્થિતિ સૌરાષ્ટ્ર અને કચ્છની થાય તેમ છે.  ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હવે 45.51 ટકા જળસ્તર છે. સૌથી ચિતાજનક બાબત એ છે કે રાજ્યના 65 જળાશયો તળિયાઝાટક થઇ ગયા છે. ઉનાળા અગાઉ જ આવી હાલત છે તો ઉનાળા મધ્યે કેવી પરિસ્થિતિ સર્જાશે તેને લઇને ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે.

રાજ્યસરકારે ખેડૂતોને સિંચાઇનું પાણી પર રોક લગાવીને માત્ર પીવાના પાણી માટે જળાશયોના પાણીને અનામત રાખવાના આદેશો આપી દીધા છે. આ વખતે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સાધારણ રહેતા સિઝનનો માંડ 76 ટકા વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ સાધારણ રહ્યું હતું.

ગુજરાતમાં હજુ ઉનાળાનો પ્રારંભ પણ થયો નથી ત્યાં જળસંકટ ઘેરું બનવા લાગ્યું છે. રાજ્યના 203 જળાશયોમાં હવે સરેરાશ માત્ર 31.92 ટકા જ પાણી રહ્યું છે. જળસંપત્તિ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દુષ્કર સ્થિતિ સર્જાઇ છે. જ્યારે 138 જળાશયોમાં સરેરાશ 16.31 ટકા જળસ્તર રહ્યું છે. જ્યારે કચ્છના 20 જળાશયોમાં હાલ માત્ર 17.23 ટકા જળસ્તર નોંધાયું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 20.56 ટકા , દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 32.94 ટકા અને મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 56.39 ટકા જળસ્તર રહ્યું છે.  ગુજરાતના કુલ 203 જળાશયોમાં કુલ 15760 મિલિયન ક્યુબીક મીટર પાણીના જથ્થાની સંગ્રહશ્કિત સામે હાલની સ્થિતિએ માત્ર 5030 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો છે. જે કુલ જથ્થાના 31.92 ટકા છે. આ પૈકી 3910 મિલિયન ક્યુબીક મીટર એટલે કે કુલ જથ્થાના 26.82 ટકા પાણીનો જથ્થો ઉપયોગમાં લાવી શકાય તેમ છે.

  • રાજ્યના 17 મોટા બંધોમાં કેટલું પાણી બચ્યું છે

  • પાનમમાં 69 ટકા,
  • કરજણમાં 59 ટકા,
  • કડાણામાં 57 ટકા, 
  • દમણગંગામાં 41 ટકા
  • સરદાર સરોવર નર્મદા બંધમાં 45.51 ટકા
  • ઉકાઇમાં 30 ટકા
  • ધરોઇમાં 22.57 ટકા,
  • દાંતીવાડામાં 8.97 ટકા,
  • શેત્રુંજીમાં 19.25 ટકા,
  • ભાજરમાં 12.11 ટકા,
  • સુખીમાં 38.08 ટકા,
  • વાત્રકમાં 24.17 ટકા,
  • હાથમતીમાં 24.26 ટકા,
  • સિપુમાં 11.13 ટકા,
  • મચ્છુ-2માં 43.07 ટકા,
  • મચ્છુ-1માં 10.41 ટકા
  • ઉંડ-1માં 0.12 ટકા

મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમાં જળસ્તર સારુ રહેતા અત્યાર સુધી પાણીની ખેંચ વર્તાતી ન હતી પરંતુ હવે સરદાર  સરોવર નર્મદા બંધમાં પણ જળસ્તર નીચે જઇ રહ્યુ ંછે ત્યારે ઉનાળામાં જળસંકટ હજુ વધુ ઘેરું બને તેવી સ્થિતિ સર્જાઇ છે.

March 14, 2019
fraud.jpg
1min7830

અમરેલીમાં આવેલી પ્રતાપરાય કોલેજના સંજય દવે નામના પ્રોફેસર સામે સરકારી નોકરીની લાલચ આપીને બોગસ એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર કરાવડાવી રૂ. પાંચ કરોડ રૂપિયા જેવી મોટી રકમ ગજવે ઘાલીને છેતરપીંડી કરી હોવાની ગંભીર ફરિયાદ પોલીસ ચોપડે દાખલ કરાવવામાં આવી છે. સંજય દવે ભાવનગરનાં ઘોઘા રોડ વિસ્તારમાં આવેલા મધુ મહેલ એપાર્ટમેન્ટમાં રહેતા અધ્યાપક સંજય દવેએ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી 111 બેરોજગાર યુવકો પાસેથી 5 કરોડ રૂપિયા જેટલી જંગી રકમ ઉસેટી લઈને છેતરપિંડી કર્યાની ફરીયાદને પગલે શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે.

ભાવનગર જિલ્લામાં આવેલા શિહોર તાલુકાના અગિયારી ગામમાં રહેતા કૌશિક જોશી એ નોંધાવેલી એફ.આઇ.આર.માં આક્ષેપ કર્યો છે કે અમરેલી કોલેજના અધ્યાપક સંજય દવેએ સરકારી નોકરી અપાવવાનું વચન આપી તેની પાસેથી 20 લાખ રૂપિયા લીધા હતા. પણ ઘણાં મહિનાઓ સુધી કોઇ જ પ્રતિસાદ નહીં મળતા કૌશિકએ સંજય દવે પણ દબાણ વધાર્યું હતું. જેને પગલે પ્રો.સંજય દવેએ કૌશિક જોશીને એક ઉપજાવી કાઢેલો બોગસ અપૉઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો.

બોગસ એપોઇન્ટમેન્ટ લેટરમાં કૌશિક જોશીને શ્રમ અને રોજગાર વિભાગમાં ક્લાસ 2 અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હોવાનો નિર્દેશ કરાયો છે.

ભાવનગર બી ડીવીઝન પોલીસ ને કૌશિક જોશીએ જણાવ્યુ કે લેટર અંગે તપાસ કરાતાં જાણવા મળ્યું કે એ લેટર સાવ બોગસ છે. વધુ તપાસ દરમિયાન એવી પણ સ્ફોટક વિગતો બહાર આવી કે સંજય દવેએ આ પ્રકારે જ સૌરાષ્ટ્રના અન્ય યુવકો સાથે પણ આ રીતે છેતરપિંડીં કરી છે. સૌરાષ્ટ્રના કુલ 111 યુવકો સાથે અધ્યાપક સંજય દવેએ છેતરપીંડી કરીને રૂપિયા ઉસેટી લીધાનું જણાય આવ્યું છે.

 

March 14, 2019
hardik.jpg
1min14250
લોકસભાની આગામી ચૂંટણી માટે જામનગરની બેઠક માટે હાર્દિક પટેલની સંભવિત ઉમેદવારીના વિરોધમાં પાટીદાર સમાજના કેટલાંક કાર્યકરો દ્વારા ‘ હાર્દિક પટેલ હાય હાય’ના સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન શરૂ કરનાર હાર્દિક પટેલે આખરે કોંગ્રેસમાં પ્રવેશ કરતા અને રાજકારણમાં પડતા જામનગરના પાટીદાર સમાજના કેટલાય કાર્યકરો નારાજ થયા છે.
તા.13 માર્ચ 2019ની બપોરે શહેરના રણજીતનગર પટેલ સમાજના ચોકમાં એકત્ર થયાં હતાં અને હાર્દિક પટેલ વિરૂધ્ધ નારા લગાવી હાર્દિક પટેલે પાટીદાર સમાજ સાથે દ્રોહ કર્યો છે તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત જામનગર બેઠક માટે હાર્દિક પટેલ ઉમેદવારી કરશે તો પૂરો વિરોધ કરવામાં આવશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો.
સમાજ સાથે કોઇ દ્રોહ નથી કર્યો : હાર્દિક પટેલ
પાસ કન્વીનર હાર્દિક પટેલ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઇ ચૂક્યો છે. કોંગ્રેસમાં એન્ટ્રી લેતા જ કોંગ્રેસ પક્ષમાં હાર્દિકનું મહત્વ જણાઇ આવ્યું હતું. હાર્દિક પટેલ કોંગ્રેસની સીડબલ્યુસીની બેઠકમાં પણ પહોંચ્યો હતો, તો સાથે જ તેને જનસભામાં મંચ પર દિગ્ગજ નેતાઓની વચ્ચે સ્થાન મળ્યું હતું. હાર્દિક પટેલની એરપોર્ટ પર પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત થઇ હતી ત્યારે કોંગ્રેસમાં અચાનક હાર્દિકનું કદ વધુ ગયુ છે  ત્યારે પક્ષ મોવડીઓથી પહેલેથી જ નારાજ અલ્પેશ ઠાકોર અને હાર્દિક વચ્ચે ઘર્ષણ ઉભું થઇ શકે છે.
જો પક્ષમાં હાર્દિકનું કદ વધ્યું તો અલ્પેશ ફરીથી કોંગ્રેસ સામે બાંયો ચઢાવી શકે છે. અહીં નોંધવુ ઘટે કે, લોકસભા ચૂંટણીમાં પોતાના માટે પાટણની અને પત્ની માટે પોતાની વિધાનસભા બેઠકની માંગણી કરવા માટે અલ્પેશ ઠાકોરે છેક દિલ્હી સુધી ધામા નાખ્યા હતા.
દરમિયાન હાર્દિક કોંગ્રેસમાં જોડાતા જ એક સમયના હાર્દિકના સાથી અને એસપીજી ગ્રુપના પ્રમુખ લાલજી પટેલે નિવેદન આપ્યું હતું કે, હાર્દિકે સમાજ સાથે દ્રોહ કર્યો છે, હવે હાર્દિકમાં તાકાત હોય તો 5000 પાટીદારો ભેગા કરી બતાડે. લાલજી પટેલના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયો છું. પાટીદાર સમાજ સાથે મેં કોઇ દ્રોહ નથી કર્યો. તેણે એમ પણ કહ્યુ ંકે, જો લાલજી પટેલને લાગતું હોય તો તે સમાજ માટે કામ કરે. અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારને અમે બનતી મદદ કરી છે. મહેસાણાના પરિવારના એક સભ્યને અમે નોકરી પણ આપી છે.
હાર્દિક પટેલને હાઇકોર્ટનો ‘ઝટકો’ સજા મોકૂફીની અરજીની સુનાવણી કાલે બીજા જજ સમક્ષ થશે
ગુજરાત હાઇકોર્ટે પાસ નેતા હાર્દિક પટેલને આંચકો આપ્યો છે, હાર્દિક પટેલે રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે બે વર્ષની સજા થઇ હોય તે ચૂંટણી લડી શકે નહીં તે જોગવાઇ નડે નહીં અને વિના વિરોધે લોકસભાની ચૂંટણી લડી શકે તે  માટે તેને વિસનગર કોર્ટે કરેલી બે વર્ષની સજાનો હુકમની ગુંચમાંથી બહાર નીકળવા અને સજા  મોકૂફ રાખવા માટે હાઇકોર્ટ માં અરજી કરી  હતી જો કે જસ્ટીસ આર.પી. ઢોલારીયાએ નોટ બીફોર મી કહીને અરજીને કાઢી નાખી હતી. હવે 15મી માર્ચે બીજા જજ સમક્ષ સુનાવણી થશે. અનામત માટે આંદોલન ચલાવી રહેલા પાસ નેતા હાર્દિક પટેલ કાઁગ્રેસમાં જોડાઇ ગયો હતો અને તેણે જામનગરથી લોકસભા ચૂંટણી-2019 લડવાની જાહેરાત કરી હતી અને રાહુલ ગાંધીએ હાર્દિક ચૂટંણી જીતશે તેવો દાવો પણ કર્યો હતો પણ હવે હાર્દિક કાયદાકીય રીતે ગુંચવાયો છે.
આ કેસ એવો હતો કે,પાટીદાર અનામત આંદોલન દરમિયાન જુલાઇ-2015માં તેની સામે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે  હાર્દિક પટેલ, લાલજી પટેલ, અને એ.કે.પટેલને કલમ 120/બી, (કાવતરૂ), કલમ 435 આગ લગાવવી, કલમ 427 જાહેર સંપત્તિને નુકશાન, કલમ 143, 147, 148 રમખાણના ગુનામાં દોષિત જાહેર કરીને દરેકને બે વર્ષની જેલની સજા તેમજ રૂપિયા 50-50 હજારનો દંડ ફટકાર્યો હતો ત્યાર બાદ કોર્ટે તમામ આરોપીને જામીન પર મુક્ત કર્યા છે.
March 13, 2019
CIA_Live_Logo_New2.jpg
1min4150

પાણીની તંગીને પહોંચી વળવા આયોજન: એક્સપ્રેસ ફિડર લાઇન એકટીવ કરાશે

રાજકોટની જીવાદોરી સમાન આજી-1 અને ન્યારી-1 ડેમમાં ‘સૌની’ યોજના હેઠળ નર્મદાનીર ઠાલવી જળાશયો ભરવામાં આવ્યા છે. ત્યારે ઉનાળામાં જરૂર પડે તો એક્સપ્રેસ ફિડર લાઇન મારફત ન્યારીથી આજીમાં પાણી ઠાલવવામાં આવશે. તેમ મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સૌની યોજના હેઠળ ગત સપ્તાહમાં ન્યારી-1 ડેમમાં નર્મદાનીર ઠાલવવામાં આવી રહ્યું છે કુલ 25 ફૂટની ઉંડાઇ ધરાવતા ન્યારી-1 ડેમમાં હાલ જળ સપાટી 11ફૂટ છે. નવા રાજકોટમાં પાણી વિતરણ માટે દરરોજ 45 MCq પાણીનો જથ્થો ઉપાડવામાં આવે છે. ત્યારે ઉનાળામાં વધુ પાણીની માગની જરૂર પડે તો એક્સપ્રેસ ફિડર લાઇન મારફત ન્યારીથી આજીમાં પાણી ઠાલવવામાં આવશે તેમજ શહેરીજનોને દરરોજ 20 મિનિટ પાણી મળી રહેશે તેવી ખાત્રી આપી હતી.

March 12, 2019
ceremic-1280x720.jpg
1min8830

  • કોલસા આધારિત ગેસીફાયરના ઉપયોગ મામલે પ્રદૂષણ બોર્ડ સફાળું જાગ્યું
  • સાત દિવસમાં કોલગેસ પ્લાન્ટ બંધ કરવા આદેશ, નહીંતર કાર્યવાહી
મોરબીના સિરામિક એકમો દ્વારા સિરામિક ઉત્પાદનો બનાવવા માટે કોલસા આધારિત ગેસીફાયરનો ઉપયોગ નહીં કરી શકાય એવો આદેશ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે કર્યા બાદ સફાળા જાગેલા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે મોરબીના 925 સિરામિક એકમોને ઓનલાઈન નોટિસો મોકલીને સાત દિવસમાં કોલસા આધારિત ગેસીફાયરનો ઉપયોગ બંધ કરવા આદેશ આપ્યો છે અને જો એકમો સાત દિવસમાં કોલસાનો ઉપયોગ બંધ નહીં કરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે.
મોરબી સિરામિકના વિવિધ ઉત્પાદનોના નિર્માણ માટે કોલસા આધારિત ગેસીફાયર પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોલસા આધારિત પ્લાન્ટના કારણે આસપાસના વિસ્તારો સુધી હવામાં વ્યાપક પ્રદૂષણ ફેલાય છે. શ્વાસમાં કોલસાના કાળા રજકણ જઈ રહ્યા છે. લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ રહ્યું છે. આ મામલે ગ્રીન ટ્રીબ્યૂનલમાં કેસ ચાલી રહ્યો હતો અને ગયા સપ્તાહે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે એવો ચૂકાદો આપ્યો કે, મોરબીમાં ચાલી રહેલા કોલગેસ પ્લાન્ટ બંધ કરી દેવા. આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ તાકીદે તેનો અમલ કરાવવો એવો આદેશ આપ્યો હતો.
આ આદેશના પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સિરામિક એકમોને ઓનલાઈન નોટિસો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે મોરબીના સિરામિક એકમોના સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે. દેશમાં 70 ટકાથી વધારે સિરામિકનું ઉત્પાદન કરતા મોરબીના સિરામિક ઉદ્યોગને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચૂકાદાથી મોટો ફટકો પડે તેવી સંભાવના છે. મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં જ નહીં, વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે. આ ઉદ્યોગમાં સ્થાનિક અને બહારના રાજ્યોના ચાર લાખ જેટલા મજૂરો રોજગારી મેળવે છે. આટલી મોટી રોજગારી પૂરી પાડતા આ સિરામિક ઉદ્યોગ પર હવે સંકટના વાદળો ઘેરાયા છે.
મોરબી સિરામિક ઉદ્યોગમાં ટાઈલ્સનું ઉત્પાદન કરવા માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ વપરાય છે. આ સિરામિક ઉદ્યોગ કોલગેસ આધારિત ઉદ્યોગ છે અને જો તેને બંધ કરવામાં આવશે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ જ બંધ થઈ જાય તેવી ભીતિ છે અને તેની અસર ભારતના આર્થિક બજાર ઉપર પડી શકે છે. વર્ષોથી મોરબીના કોલસા આધારિત ગેસીફાયર પ્લાન્ટ માટે કોર્ટમાં વિવાદ ચાલતો આવે છે. છતાં મોરબીમાં કોલસા આધારિત પ્લાન્ટ ચાલુ રહ્યા છે. હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નોટિસ ફટકારવાનું ચાલુ કર્યું છે.
આ અંગે મોરબી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કાણડીયાએ જણાવ્યું હતું કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે આપેલા આદેશના પગલે અમે મોરબીના નાના મોટા તમામ 925 જેટલા સિરામિક એકમોને તેમના એકમોની અંદર ચાલતા કોલગેસ (ગેસીફાયર) બંધ કરી દેવા ઓનલાઈન નોટિસો પાઠવવાનું શરૂ કર્યું છે. તમામને તાકીદ કરવામાં આવી છે કે, સાત દિવસમાં કોલગેસ પ્લાન્ટ બંધ કરી દેવા તાકીદ કરવામાં આવી છે. સાત દિવસ બાદ જો સિરામિક એકમો કોલગેસ પ્લાન્ટ ચાલુ રાખશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન સિરામિક ઉદ્યોગનું એક પ્રતિનિધિ મંડળ પોતાની સમસ્યા અને રજૂઆત લઈને ગાંધીનગર દોડી ગયાનું જાણવા મળે છે.
March 12, 2019
pubg.jpg
1min6770
સંલગ્ન કોલેજો, સંસ્થાઓમાંથી પણ આ દૂષણ કાઢવા તજવીજ: પ્રતિબંધ મુકતી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી
રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા પબજી ગેઈમ પર પ્રતિબંધ મુકાયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ પબજી ગેઈમ પર પ્રતિબંધ મુક્યો છે. આ સાથે ગુજરાતમાં પબજી ગેઈમ પર પ્રતિબંધ મુકતી આ પહેલી યુનિવર્સિટી બની છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે કુમળા અને યુવા માનસ પર આ ગેઈમનો દુપ્રભાવ પડે છે. આ રમત તેમને ઘાતક બનવા પ્રેરે છે. બાળક અને યુવાનો તેમાં રચ્યાપચ્યા રહે છે. અને આ રીતે પબજી ગેઈમ બાળકો-યુવાનોના વિકાસને કુંઠીત કરે છે. છેવટે ગેઈમ રમનારા આક્રમક બની જાય છે. આવું ન બને તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં પબજી ગેઈમ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે હાલમાં આ પ્રતિબંધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં મુકાયો છે. તેમજ આ મામલે યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો, સંસ્થાઓના આચાર્યો સાથે આ વાતચીત કરાશે. જો સર્વસંમતિ સધાશે તો સંલગ્ન દરેક સંસ્થા-કોલેજોમાં પણ પબજી પર પ્રતિબંધ મુકવામાં આવશે.
January 11, 2019
Swiggy-Zomato-Banner-Opt.jpg
1min8720
  • ઝોમેટો અને સ્વીગીએ કોઇ પણ કમિશન વગર જ ફૂડ લેવાનું શરૂ કયું હતું.
  • હવે રેસ્ટોરન્ટ પાસેથી ૨૨થી ૨૪ ટકા કમિશન વસૂલી રહ્યા છે.

ગ્રાહકોને ઘરે બેઠા ગમે તે સમયે અને ગમે તે ઠેકાણે ફૂડ પહોંચાતી ઓનલાઇન ફૂડ પ્રોવાઇડર કંપનીઓની દાદાગીરી સામે ગુજરાતના હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ બાંયો ચડાવી છે. ઉત્તરાયણ બાદ તેઓ આ કંપનીઓનો બહિષ્કાર કરી તેમને પોતાના ફૂડ આપવાનું બંધ કરી દેશે. આ અંગે ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ની મીટિંગ તા.10મી જાન્યુઆરી 2019ના રોજ અમદાવાદની ગ્રાન્ડ ભગવતી હોટેલમાં મળી હતી. અમદાવાદ સમેત ગુજરાતના મોટા શહેરોની લગભગ તમામ મોટી હોટેલ અને રેસ્ટોરન્ટ ચેઇનના સંચાલકો ઉપસ્થિત રહેશે. રેસ્ટોરન્ટ સંચાલકોની ફરિયાદ છે કે ઝોમેટો અને સ્વીગીએ કોઇ પણ કમિશન વગર જ ફૂડ લેવાનું શરૂ કયું હતું. આજે તેઓ રેસ્ટોરન્ટ પાસેથી ૨૨થી ૨૪ ટકા કમિશન વસૂલી રહ્યા છે. તેના વિરોધમાં તેમનો બહિષ્કાર કરવાનું નક્કી થયું છે.

ઝોમેટો, સ્વીગી, ઉબેર જેવી કંપનીઓ ગ્રાહકો મેળવી આપવાના બદલામાં મોટા પાયે કમિશન વસૂલ કરી રહી છે. લોકોને જેવી ઘરે બેઠા જ મનપસંદ રેસ્ટોરન્ટ કે હોટેલનું ખાવાની ટેવ પડી કે તરત જ આ કંપનીઓ દ્વારા રેસ્ટોરન્ટ અને હોટેલ પાસેથી પહેલા પાંચ ટકા પછી ૯, ૧૨, ૧૫, ૧૯ અને ૨૨ ટકા જેટલું કમિશન વસૂલવાનું શરૂ કરી દેતા રેસ્ટોરેન્ટસ હોટેલ માલિકોની મુશ્કેલી વધી જવા પામી છે.

એક તબક્કે ઓનલાઇન કંપનીઓ પરસ્પર હરિફાઇમાં ગ્રાહકોને ઓર્ડર ઉપર ૫૦ ટકા ડિસ્કાઉન્ટની આપતા થઇ ગયા પરંતુ હોટેલિયર અને રેસ્ટોરન્ટ પાસેથી ૨૨ ટકા કમિશન વસૂલતા હતા. આટલા બધા કમિશનથી કંટાળી રેસ્ટોરન્ટ-હોટેલ સંચાલકોએ સંગઠિત થઇને આવી કંપની સાથે મીટિંગનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે પોતાનો પક્ષ મૂકતાં ચોક્કસ કમિશન નક્કી કરવા કહ્યું હતું.

જોકે, કંપની દ્વારા હજુ પણ કમિશન વધારવામાં આવશે તેવી ધમકી ઉચ્ચારી હતી. તેથી નારાજ હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ ઓનલાઇન કંપનીઓને બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. થોડા સમય પહેલા જ ગુજરાતના હોટેલિયર્સે ઓનલાઇન હોટેલ બુકિંગ કરતી ઓયો અને ગો આઇબીબોની દાદાગીરી સામે બાંયો ચઢાવી હતી. આ કંપનીઓ રૂમ્સ પર હોટલ પાસેથી વધુ પ્રમાણમાં કમિશન માગતા હતા. તેથી હોટેલિયરોએ તેમને રૂમ્સ જ નહીં આપવાનું નક્કી કર્યું હતું.

 

January 5, 2019
tuna_japan.jpg
1min9650

આ ટૂના માછલી જાપાનનાં ઉત્તરીય તટ પાસેથી પકડવામાં આવી હતી, જેનું વજન 278 કિલોગ્રામ હતું, આ માછલીની હરાજીની કિંમત 33.36 કરોડ યેન એટલે કે 21.5 કરોડ રૂપિયા પર ઉપજી હતી. 

જાપાનની સૂશી રેસ્ટોરાં ચેનના માલિકે ટોક્યોના એક માછલી બજારમાંથી આજે તા.5મી જાન્યુઆરી 2019ને શનિવારે એક મોટી ટૂના માછલી ખરીદી હતી જેની કિંમત 22 કરોડ હતી. વિશ્વમાં કોઇ એક માછલી માટે આટલી મોટી રકમનો સોદો અગાઉ ક્યારેય થયો ન હોવાથી ટુના માછલીનો આ વિશ્વનો સૌથી મોંઘો સોદો પણ ગણવામાં આવી રહ્યો છે. આ ટૂના માછલી જાપાનનાં ઉત્તરીય તટ પાસેથી પકડવામાં આવી હતી, જેનું વજન 278 કિલોગ્રામ હતું, આ માછલીની હરાજીની કિંમત 33.36 કરોડ યેન એટલે કે 21.5 કરોડ રૂપિયા પર ઉપજી હતી.

ગત વર્ષ અંતિમ દિવસોમાં વિશ્વપ્રસિદ્ધ શુકીજી માછલી બજારની જગ્યાએ તૈયાર કરાયેલા આ નવા બજારમાં નવા વર્ષના એક દિવસ પહેલા આ માછલીની હરાજી થઇ હતી, જેમાં આ માછલીને રેકોર્ડ કિંમતમાં ખરીદવામાં આવી હતી.

ટૂના એક લુપ્ત પ્રજાતિ છે. ટૂના કિંગના નામથી પ્રખ્યાત કિયોશી કિમુરાએ આ કિંમત ચૂકવી હતી. અગાઉ સૌથી મોંધી માછલી 15.5 કરોડ રૂપિયા વેચાઇ હતી.આ કિંમત પણ 2013માં કિમુરાએ જ ચૂકવી હતી. સૂશી રેસ્ટરાં ચેનના માલિકે જણાવ્યું હતું કે, આ સર્વોત્તમ ટૂના છે. હું એક સ્વાદિષ્ટ, અત્યંત સારી ટૂના માછલી ખરીદવામાં સફળ રહ્યો. કિમુરાએ હરાજી બાદ જણાવ્યું હતું કે, જે કિંમત વિચારી હતી તેનાથી વધુ બોલી ઉંચી રહી હતી, પરંતુ મને આશા છે કે અમારા ગ્રાહકો આ ઉમદા ટૂના માછલીનો સ્વાદ માણી શકશે.

November 1, 2018
swiggy.png
1min7680

ઑનલાઇન ફૂડ ઑર્ડરની ડિલિવરી કરવા માટે બાઇકર્સ છડેચોક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે શહેરમાં જોતજોતામાં સેંકડો નહીં પણ હજારો યુવાનો સ્વિગ્ગી અને ઝોમાટો સર્વિસના ડિલિવરી – બૉય્ઝ તરીકે જોડાઇ ગયા છે અને તેઓ મોટા ભાગે ટુ વ્હીલર્સ પર ઉતાવળે ફૂડ ડિલીવરી કરવાની લ્હાયમાં ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા હોવાની ગંભીર ફરીયાદો સામે આવી છે. સ્વિગ્ગી અને ઝોમાટે બન્નેના ડિલીવરી બોયઝ તેમના ડ્રેસ કોડ અને બાઇક્સને કારણે નિયમ તોડતા હોય ત્યારે તરત જ લોકોની નજરમાં આવી જાય છે. સ્વિગ્ગી અને ઝોમાટોના ડિલીવરી બોયઝ શહેરમાં ઠેકઠેકાણે રૉન્ગસાઇડ, ફુટપાથ પરથી બાઇક ચલાવતા હોવાની, ઓવરસ્પીડ કરતા હોવાની, રોંગ સાઇડ ઓવરટેકિંગ કરતા હોવાની ગંભીર ફરીયાદો ઉઠવા પામી છે.

સુરત શહેર ટ્રાફિક પોલીસ માટે ફૂડ ડિલીવરી કરતા બાઇકર્સ માથાનો દુખાવો ઉભો કરી રહ્યા છે. અત્યાર સુધી ડોમીનોઝ કે અન્ય સ્પેશિફિક બ્રાન્ડના જ ફુડ ડિલીવરી બોયઝ શહેરમાં છુટા છવાયા જોવા મળતા હતા પણ હવે તો સ્વિગ્ગી અને ઝોમાટો જેવી ફૂડ ડિલીવરી સર્વિસના હજારો બાઇકર્સ શહેરમાં ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે તેઓ શહેર પોલીસ માટે ઉપદ્રવ સમાન બન્યા હોવાની ફરીયાદો ઉઠી છે.

શહેરમાં પીક અવર્સ દરમિયાન અઠવાલાઇન્સ, રિંગ રોડ, ઘોડદોડ રોડ, સિટીલાઇટ, અડાજણ, એલ.પી. સવાણી રોડ, વરાછા રોડ, કતારગામ વગેરે વિસ્તારમાં જુદી જુદી હોટેલો પરથી ખાણું મંગાવનારા લોકોની સંખ્યા કુદકેને ભૂસકે વધી રહી છે. બહારનું ખાણું ગ્રાહકના સરનામે ઝડપથી ડિલીવરી કરી આપવાની સર્વિસ આપતા સ્વિગ્ગી અને ઝોમાટોએ શહેરમાં ફુડ ડિલિવર કરવા માટે હજારો યુવાનોને રોક્યા છે. આ સ્વિગ્ગી અને ઝોમાટોના ફુડ ડિલિવરી બોયઝ એટલી વ્યાપક સંખ્યામાં વધ્યા છે કે તેઓ હવે શહેરમાં ટ્રાફિકના અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યા છે. ઝડપથી ફૂડ ડિલીવરી કરવાનું પ્રેશર લઇને બાઇકો દોડાવી રહેલા સ્વિગ્ગી અને ઝોમાટોના ફૂડ ડિલિવરી કરતા યુવાનો સામે અનેક ફરીયાદો ઉઠી છે. હોટેલો કે રેસ્ટોરેન્ટ તેની જવાબદારી લેવા તૈયાર નથી જ્યારે આ બન્ને કંપનીઓના સ્થાનિક અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી રહ્યા છે. બેદરકારીભર્યું અને રફ ડ્રાઇવિંગ કરીને સામાન્ય રાહદારીઓ તેમજ શહેરના વાહનચાલકોને બાનમાં લઇ રહેલા સ્વિગ્ગી અને ઝોમાટોના ડિલીવરી બોયઝની આ પ્રવૃતિ સામે હવે ટ્રાફિક પોલીસે જ લાલ આંખ કરવી પડે તેમ છે.

સ્વિગ્ગી અને ઝોમાટોની નીતિઓને કારણે જ ડિલીવરી બોયઝ ઓવર સ્પિડીંગ કરતા હોય છે

ફુડ ડિલીવરી કરી આપતી કંપનીઓ તેમની કામગીરીનો વ્યાપ વધારવા માટે ડિલીવરી બોયઝને ઝડપી ડિલીવરી કે રોજની સ્પેશિફિક ડિલીવરી કરતા વધુ સંખ્યામાં ફુડ ડિલીવર કરનારને વધુ ઇન્સેન્ટીવ આપતી હોવાથી સ્થાનિક યુવકો વધુ સંખ્યા માટે ઝડપથી ઓર્ડર પૂરો કરવા માટે ઓવર સ્પિડિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, વન-વેમાં ઘૂસી જતા હોય છે.

મુંબઇમાં ફૂડ ડિલીવરી કરતા બાઇકર્સ બોયઝને ડામવા માટે ઝુંબેશ આ રીતે ચાલી રહી છે

બાઇકર્સ દ્વારા છડેચોક કરાતા નિયમોના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને મુંબઈના કેટલાક નાગરિકોએ પોતાનું રોડ સેફ્ટી કૅમ્પેન શરૂ કર્યું હતું. ત્રણ મહિના પહેલાં આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અનેક વખત જોવા મળ્યું હતું કે ડિલિવરી કરનારા લાંબો રૂટ ટાળવા માટે નો એન્ટ્રીમાં ઘૂસી જતા હોય છે અથવા તો ફુટપાથ પર બાઇક ચલાવતા હોય છે. રોડ સેફ્ટી કૅમ્પેન સાથે સંકળાયેલા ૫૫૦ સ્વયંસેવકો આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા બાઇકર્સના વિડિયો બનાવે છે અને પછી એને મુંબઈ પોલીસના ટ્વિટર હૅન્ડલ પર શૅર કરે છે. આમાંથી મોટા ભાગના બાઇકર્સ આવી રીતે ફૂડ ડિલિવરી કરનારા હોવાનું જાણવા મળ્યું છે. વૉલન્ટિયર્સ આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ઈ-ચલાન મોકલીને કાર્યવાહી કરવામાં આવે એ માટે દબાણ બનાવી રહ્યા છે. પોલીસની માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં આવા ૨૦૦થી વધુ બાઇકર્સને ઈ-ચલાન મોકલવામાં આવ્યાં છે.