


ગુજરાતમાં આગામી તા. 23મી એપ્રિલે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા રાજ્યના અનેક જિલ્લાઓમાં ચૂંટણી સભાઓ સંબોધવાની દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓ રાજ્યના ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી દીધી છે. બુધવારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ અને સોનગઢમાં ભાજપની જંગી ચૂંટણીસભાને સંબોધશે. નરેન્દ્ર મોદીનો લોકસભાનીચૂંટણીના પ્રચારનો વ્યસ્ત શિડયુલને કારણે આણંદ લોકસભા મતક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થયો હતો જ્યારે નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 1300 જેટલા જવાનો ખડે પગે ફરજ બજાવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે એક દિવસના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. જૂનાગઢમાં એક જાહેરસભાને સંબોધ્યા બાદ બપોરે સોનગઢમાં પણ એક જાહેરચૂંટણીસભા સંબોધશે. આ સિવાય સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં પણ પીએમ મોદી સભાઓ ગજાવશે. પીએમ મોદી ગુજરાતના મહેમાન બનવાના હોવાથી તેમને આવકારવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે પીએમ મોદી જે સ્થળે જનસભાઓ સંબોધવાના છે તે જગ્યાએ રાજ્યના ગૃહ ખાતા દ્વારા 1300 જેટલા પોલીસ કર્મચારીઓને સઘન સુરક્ષાના બંદોબસ્તમાં ખડે પગે ચૂંટણી બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ આગામી તા. 17મી એપ્રિલે તેઓ આણંદ સહિત સૌરાષ્ટ્રમાં પ્રચાર અભિયાનને આગળ ધપાવશે એમ પ્રદેશ ભાજપ તરફથી જણાવાયુ હતું. અગાઉ આણંદ લોકસભા મતક્ષેત્રના ઉમેદવાર મિતેષ પટેલના પ્રચાર માટે વલ્લભ વિદ્યાનગરમાં 10 એપ્રિલની સવારે વલ્લભ વિદ્યાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજવાનો કાર્યક્રમ તૈયાર થયો હતો, પરંતુ તેમના અત્યંત વ્યસ્ત શિડયુલને કારણે હવે આ સભા તા.17મી એપ્રિલ પર મુકરર કરવામાં આવ્યો હતી. વડા પ્રધાન મોદી તા.17મી એપ્રિલે મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભાજપના પ્રચાર અભિયાનને આગળ વધારે તેના કાર્યક્રમો તૈયાર થઈ રહ્યા છે.
શહેરની એક હોમિયોપેથિક મેડિકલ કૉલેજમાં એક પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાના આક્ષેપ બાદ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં એકઠા થઈ હંગામો મચાવ્યો હતો જેના પગલે કૉલેજના સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જોકે પ્રોફેસરે લાગેલા તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા તેમ જ તમામ સહકાર આપવાની વાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ગોંડલ રોડ પર એક હોમિયોપેથિક કૉલેજની વિદ્યાર્થિનીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યાં છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીએ કૉલેજના એક પ્રોફેસર વિરુદ્ધ છેડતીના આરોપ સહિત આખી ઘટના જણાવી હતી તે પહેલા આ ઘટના સામે આવ્યા બાદ હોમિયોપેથિક કૉલેજમાં વિદ્યાર્થિનીઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રગટ કયો હતો જેમાં કૉલેજના સંચાલકો દોડી આવી સમાધાન માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. યુવતી તેમ જ તેના માતાપિતાને પ્રોફેસર સામે કાયદેસરની ફરિયાદ કરવી હોય તો તે માટેની સમજ આપી હતી અને કૉલેજ પણ આવી ફરિયાદ મળ્યાં બાદ તપાસ કરી રહી છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પ્રોફેસરને કૉલેજમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કે પ્રોફેસરે કહ્યું હતું કે હું શરૂઆતથી કૉલેજ સાથે જોડાયેલો છું. મારા પર જે આક્ષેપ થયા છે તે પાયોવિહોણા છે. ટ્રસ્ટીઓએ મને કૉલેજના શિસ્તપાલનની જવાબાદરી આપી છે. આ દરમિયાન કોઈ વિદ્યાર્થિનીને ખોટું લાગી આવતા આવો ખોટો આક્ષેપ કર્યો છે. જો મારી સામે કાયદેસરની કાર્યવાહી થશે તો હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. કૉલેજ તરફથી મને કોઈ સૂચના આપવામાં આવી નથી. હાલના તબક્કે વાલીઓ સાથે પણ મારે કોઈ વાતચીત નથી થઈ. આ મુદ્દે વાતચીતથી સમાધાન આવી શકે છે. મારી તબિયત બરાબર ન હોવાથી હું કૉલેજ ગયો નથી.
ભાવનગરના સિન્ધુનગર રસાલા કેમ્પમાં રહેતા અને શાકમાર્કેટમાં શાકભાજીના હોલસેલ વેપાર સાથે સંકળાયેલા સિંધી વેપારી વિજયભાઈ ગુરુમુખભાઈ સાહિત્યના પુત્ર ચિરાગ વિજયભાઇ સાહિત્ય (ઉ.વ.૧૬) વાળાનું રસાલા કેમ્પ ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી નાંખતા અપહ્યતને હેમખેમ છોડાવ્યો અને અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા.
અપહરણ કર્યા બાદ વેપારીના દિકરા ચિરાગના મોબાઇલ ફોન ઉપરથી એક કરોડની ખંડણી ચિરાગના પિતા વિજયભાઇ પાસે માંગી હતી. વિજયભાઈએ પોલીસને આ બાબતથી વાકેફ કર્યા હતા.
કેસની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ મહાનિરીક્ષક તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પો.અધિ.ના માર્ગદર્શન હેઠળ અપહૃત બાળકના અપહરણકર્તાઓને પકડી પાડવા ભાવનગર નીલમબાગ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. તથા એલ.સી.બી તથા એસ.ઓ.જી. શાખા વગેરેને સૂચના આપવામાં આવી હતી.
ભાવનગર પોલીસે સંકલન સાધતા ટેકનિકલ સેલ તથા બાતમીદારોથી મળેલી માહિતીઓના આધારે, નીલમબાગ પોલીસ, તથા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા એસ.ઓ.જી. દ્વારા સંકલનથી જુદી જુદી ટીમો બનાવી હતી.
પોલીસે સરદારનગર સીન્ધુનગર ખાતે નવજુવાન મંડળ પાસે જમણવારમાં અપહૃત બાળકના અપહરણકર્તાઓ હોવાની હકીકત મળતા પોલીસે ઘટના સ્થળે ધસી જઇને રેડ કરી હતી. જેમાં નવજુવાન મંડળથી અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા જેમાં અપહરણકર્તા જયેશ મુલચંદભાઇ ચેતવાણી (ઉ. વ. ૨૨) તથા કિશન અશોક લોયડા (ઉ. વ. ૨૧) તથા પ્રશાંત ઉર્ફ પ્રભુ ભુદેવ રસિકભાઈ પાઠક (ઉ. વ.૩૨) તથા મોહિત મનોજભાઈ ગેહીજા ભાવનગરવાળાઓની આ ગુનામાં ધરપકડ કરી, નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે આગળની તપાસ હાથ ધરી હતી. આમ પોલીસે અપહરણકર્તાઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા.
ગોંડલમાં હજુ 19 દિવસ પહેલા જન્મેલી બાળા ખૂબ રાડારાડ કરતી હોવાથી તબીબે લખી આપેલી દવામાં બાળકીના દાદીએ ઝેરી દવા ભેળવી દેતા આ ઝેરી દવા બાળકી રડતા માતા-પિતા તેને પીવડાવતા દીકરી શાંત થવાને બદલે વધુ રડવા માંડતા પિતાએ તેને તેડતાં મોઢામાંથી મોનોકોટો દવાની વાસ આવતાં તાત્કાલિક ગોંડલ ખાનગી હૉસ્પિટલમાં અને ત્યાં તબિયતમાં સુધારો ન થતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલના કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગોંડલ શહેરમાં રહેતા કેતનના લગ્ન મૂળ મહારાષ્ટ્રની સંગીતા સાથે સાડા ચાર વર્ષ પહેલા થયા હતા. સંતાનમાં એક ત્રણ વર્ષની દીકરી ત્રિશા હતી અને19 દિવસ પહેલા પત્નીને બીજી દીકરીને જન્મ આપ્યો હતો. તેનું નામ કિંજલ પાડ્યું હતું. કિંજલ કજિયા કરે તો તેને આપવા માટેની દવા ડૉક્ટરે લખી આપી હોય તે ઘરમાં રાખી હતી. આ દવા કિંજલ રડતા આપવામાં આવી હતી. દવા આપ્યા બાદ કિંજલની તબિયત અચાનક ખરાબ થઈ જતા તેને પ્રથમ ગોંડલની ખાનગી હૉસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ કિંજલને તબીબે આપેલી દવામાં સાસુએ કોઈ ઝેરી પદાર્થ ભેળવ્યો હોવાની શંકાને લઈ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

જયેશ બ્રહ્મભટ્ટ
સુરત સંસદીય મત વિસ્તાર કે જેને ભાજપાનો ગઢ માનવામાં આવે છે અને કાશીરામ રાણી અને એ પછી દર્શના જરદોષ વિક્રમી સરસાઇથી જીત્યા છે. દર્શના જરદોષ માટે કહેવાય છે કે ભારતમાં ઇન્દીરા ગાંધી હાઇએસ્ટ અને એ પછી બીજા નંબરની સૌથી વધુ સરસાઇ ધરાવતા મહિલા સાંસદનું શ્રેય સુરતની બેઠક પરથી ધરાવી રહ્યા છે. આ બેઠક પર કોંગ્રેસે મૂળ સૌરાષ્ટ્રવાસી અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અશોક અધેવાડા (સાસપરા)ને ટિકીટ આપી છે. જોકે, મિડીયા અહેવાલો મુજબ હજુ તેમને કોંગ્રેસના સંભવિત ઉમેદવાર જ ગણાવાય રહ્યા છે કેમકે કોંગ્રેસના ઉમેદવારનો સત્તાવાર મેન્ડેટ હજુ સુધી તેમની પાસે પહોંચ્યો નથી.

અશોક અધેવાડાના ફેસબુક વોલ પર નજર કરી તો જાણવા મળ્યું કે તેમનો જન્મદિન તા.23મી મે 1973 છે. આ વખતે 2019માં 23મી મે ભારતમાં લોકસભાની ચૂંટણીની દેશવ્યાપી મતગણના યોજવાની છે. અને 23મી મે 2019ના રોજ કોંગ્રેસી ઉમેદવાર અશોક અધેવાડા તેમનો 46મો જન્મદિન પણ મનાવશે. હવે આ જન્મદિને તેમને ગુડ ન્યુઝ મળે છે કે બેડ ન્યુઝ એ તો સમય બતાવશે.

સુરત બેઠકના કોંગી ઉમેદવાર અશોક અધેવાડાની ફેસબુક વોલ પર આ ફોટો છે જે વર્તમાન સમયમાં સૂચક છે. એક તરફ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માટે સ્થાનિક નેતાઓમાં કોઇ તૈયાર ન હતું. કોંગ્રેસના વિપક્ષી નેતા પપનભાઇ તોગડીયાએ પણ કહેવાય છે કે ચૂંટણી લડવાની ઓફર ફગાવી દીધી હતી, એવા સમયમાં અશોક અધેવાડાએ હા પાડી અને તેમને ટિકીટ મળી છે. કોંગ્રેસીઓ એવું માની રહ્યા છે કે સુરત બેઠક પર પરીણામ કોંગ્રેસની ફેવરમાં આવે તેવું કોઇ પરિબળ કામ કરી રહ્યું નથી.

તસ્વીર અશોકભાઇ સાસપરાના ફેસબુક અકાઉન્ટની છે. તેઓ હાલમાં સાંસદ બનવા માટેની ચૂંટણી લડી રહ્યા છે. સાંસદ બનીને જ્યાંથી દેશ ચલાવવાનો હોય છે એ સંસદ ભવનમાં તેઓ અગાઉ મુલાકાતે ગયા હતા, એ વેળાની મેમોરેબલ તસ્વીર
રાજકોટ સિવાય મોટા ભાગના સૌરાષ્ટ્રમાં બે-ત્રણ દિવસે એક વખત પાણી આપવાનું શરૂ થઇ ચૂક્યું છે
એક તરફ સૌરાષ્ટ્રમાં ચૂંટણીની ગરમી અને ઉનાળાની ગરમી જોવા મળી રહી છે, અને બહુમતિ લોકોમાં આ બન્ને મુદ્દાઓ પર ભારે ચર્ચા છેડાયેલી જોવા મળે છે પરંતુ, સૌરાષ્ટ્રમાં સૌથી વિકટ ઉનાળો દસ્તક દઇ રહ્યો છે તેના પરત્વે લોકો સાવ અજાણ બની રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ઉનાળો શરૂ થતાં જ અભૂતપૂર્વ જળસંકટ ઉદભવ્યું છે. સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના 103 જળાશયો પૈકી 90 જળાશયો સાવ તળિયાઝાટક થઈ ગયા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને બાદ કરતાં આઠેય જિલ્લાના મુખ્ય મથકો પર બે-ત્રણ દિવસે માત્ર એક વાર પાણી વિતરણ થઈ રહ્યું છે. જળાશયો તળિયાઝાટક થઈ જતાં સૌથી વધુ કફોડી સ્થિતિ ગામડાંઓની થઈ છે. હજુ તો ઉનાળો શરૂ જ થયો છે ત્યાં 350થી વધુ ગામડાંઓમાં ટેન્કર દોડાવવાનો વારો આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત રાજકોટના આજી ડેમ ઉપરાંત, જામનગરના રણજીતસાગર ડેમમાં નર્મદાના નીર ભરવામાં આવ્યા છે અને હજુ ચોમાસાને ચાર મહિનાની વાર છે ત્યારે હાલ આઠ જિલ્લાના 90 જેટલા નાના મોટા ડેમ ખાલીખમ થઈ ગયા છે.
સૌરાષ્ટ્રના લોકો દ્વારા આ 90 ડેમને સૌની યોજના દ્વારા ફરીથી પાણી છલોછલ કરવા તંત્ર પાસે માગ કરવામાં આવી રહી છે. ઉનાળાની શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સ્ત્રોત ખાલીખમ થવા લાગ્યા છે, ત્યારે ખેતીને પણ ભારે નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે. જે જળાશયોમાં પાણી બચ્યું છે તે પણ વધુમાં વધુ એક માસ ચાલે તેટલું જ છે.
જામનગર-જૂનાગઢમાં આંતરા દિવસે પીવાનું પાણી આપવામાં આવી રહ્યુ છે .જ્યારે રાજકોટમાં પ્રતિદિન 20 મિનિટ અને 17 ગામડાંમાં ટેન્કરથી પાણી વિતરણ અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યુ છતાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. તેમ જ પોરબંદર 3 દિવસે 30 મિનિટ અને પાંચ ગામડાંમાં ટેન્કરથી પાણી વિતરણ કરાય છે. મોરબી એકાંતરે અડધી કલાક જ્યારે ત્યાંના 14 ગામડામાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત વેરાવળ, જૂનાગઢ, અમરેલી, જામનગર અને ખંભાળિયામાં ત્રણ દિવસે પાણી હાલમાં મળી રહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકારો શરૂ થતાં બે-ત્રણ દિવસે ટેન્કરો દોડાવવાના શરૂ કરી દેવાયા છતાં પીવાનું પાણી ગામડાઓમાં પૂરતું મળતું નથી. લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.
મોરબીમાં 16 સિરામિક કંપની દ્વારા 17.76 કરોડની કર ચોરી, બી ડિવિઝન પોલીસે મોરબીની 16 સીરામીક કંપનીના માલિકો સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી : રાજકોટ વાણિજય વેરા વિભાગ દ્વારા ફરિયાદ !
