ગુજરાતમાં કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારાને કારણે રાજ્યનાં 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદત 27 મે સુધી રાખવામાં આવી હતી. હવે રાજ્યમાં કોરોના ધીમે ધીમે નિયંત્રિત થઈ રહ્યો હોવાથી રાજ્યમાં કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપવામાં આવી છે.
વિજય રૂપાણીએ રાજ્યનાં 36 શહેરમાં એક કલાકની રાહત આપીને કર્ફ્યૂનો સમય રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલી કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થતાં કોરોનાના કેસોની સંખ્યાઘટી રહી હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી. હવે આ મુદત પૂર્ણ થતી હોવાથી મુખ્યપ્રધાન રૂપાણીએ આજે રાજ્યનાં 36 શહેરમાં કર્ફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરીને લોકોને આંશિક રાહત આપી છે.
સરકારે લીધેલા નિર્ણય મુજબ તમામ દુકાનો, લારી-ગલ્લા, શાપિંગ કોમ્પલેક્સ, માર્કાટિંગ યાર્ડ, હેર કાટિંગ સલૂન, બ્યુટીપાર્લર અને તમામ વેપાર સવારે 9થી બપોરના 3 સુધી ચાલુ રહી શકશે. જ્યારે બાગ-બગીચા, ધાર્મિક સ્થળો, સિનેમાગૃહો, જિમ, સ્પા, સ્વામિંગ પૂલ, ધાર્મિક-સામાજિક-રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રખાયો છે. લગ્ન માટે 50 વ્યક્તિ અને અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા યથાવત રખાઇ છે. સરકારી, અર્ધસરકારી, ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચાલુ રહી શકશે. પબ્લિક બસસેવા 50 ટકા મુસાફર ક્ષમતા સાથે ચાલશે. હોટલ-રેસ્ટોરાં સવારે 9થી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલુ રહી શકશે, પણ માત્ર ટેકઅવે અને હોમડિલિવરીની સુવિધા આપી શકશે. તેમજ અન્ય નિયંત્રણો યથાવત રાખવામાં આવ્યા છે. વેપાર-ધંધાને વધારાની છૂટ નહીં અપાતા વેપારીઓમાં કચવાટ ફેલાયો છે.
સરકારે લગાવેલા આંશિક લોકડાઉનમાં કેસ ઘટતાં આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામ 36 શહેરમાં ગત શુક્રવારથી રાજ્યમાં તમામ પ્રકારની દુકાનો, શાપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઇ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય ચૂકવવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તૌકતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે. ખેડૂતોના પાક, વૃક્ષો અને કાચા-પાકા મકાનો પણ તૂટી ગયા છે.
આ બેઠકમાં બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે 95100 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું.
શહેરી વિકાસ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવા સર્વે માટે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેન પાવર બોલાવીને સર્વેની કામગીરી વેગવાન બનાવવા માં આવી છે. નુકસાન અંગે નુકસાન સહાયના ધોરણો મુખ્યમંત્રીએ જાહેર કર્યા છે
વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે 95,100ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
– અંશત: નુકસાન પામેલા કાચા- પાકા મકાનો એટલે કે છાપરા- નળીયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે 25,000ની સહાય અપાશે
– આ વાવાઝોડાને પરિણામે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તે ઝૂંપડાઓ માટે 10,000ની સહાય
-તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ- વાડાને થયેલા નુકસાન માટે 5000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર ગ્રુપની બેઠકમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં સ્નાતક કક્ષાના મેડિકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે.’
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચુડાસમાએ કોર કમિટીના આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારે આ વર્ષે કોવિડ-19 કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતિમાં શાળા-કોલેજોમાં શિક્ષણકાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે.’
રાજ્ય સરકારે કરેલા આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનના નિર્ણયનો લાભ સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા કોલેજોના મેડિકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર ર, 4 અને જ્યાં સેમેસ્ટર 6 પણ ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે. આવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અંદાજે 9.50 લાખ જેટલી થવા જાય છે એમ તેમણે ઉમેર્યુ હતું’
ચૂડાસમાએ ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને અપાનારા મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું કે, આ હેતુસર માર્કસની ગણતરી માટે પ0 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના પ0 ટકા ગુણ તૂરતના અગાઉના-પ્રિવીયસ-સેમિસ્ટરના આધારે આપવામાં આવશે. જોકે સાથે તેમણે’ પણ સ્પષ્ટતા કરી હતી કે જો યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવી નહી હોય તો ત્યાં પ0 ટકા ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના પ0 ટકા ગુણ તુરતના’ અગાઉના પ્રિવીયસ સેમેસ્ટરના આધારે ગણાશે. જે કિસ્સાઓમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલ ખરેખર ગુણ ધ્યાને લેવાશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.21 મે થી 27 મે 2021 સુધી ગુજરાતમાં વેપાર-ધંધા એટલે કે નાની મોટી દુકાનો શરૂ કરવાની છૂટ આપતી જાહેરાત આજરોજ તા.20મી મેએ સાંજે 6 વાગ્યે કરી છે. મિની લોકડાઉન ધરાવતા ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર પહેલેથી જ શરૂ છે, ત્યાં બંધ કે પ્રતિબંધ લદાયો ન હતો, હવે જે સેક્ટર બંધ હતું એ વેપાર ધંધાને આંશિક છૂટ આપવામાં આવી છે.
ગુજરાતમાં 21 મેથી એટલે કે આવતીકાલથી નિયંત્રણો ધરાવતા 36 શહેરોમાં સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે.
કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાતની હાલત કફોડી બની ગઈ હતી. જેના કારણે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણો રાખવામાં આવ્યા હતા. હવે પરિસ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે અને કેસની તથા મૃત્યુની સંખ્યા પણ સતત ઘટી રહી છે. જેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ નિયંત્રણોમાં છૂટછાટ આપી છે.
ગુજરાતમાં વાવઝોડાથી થયેલા વ્યાપક નુકસાનને પગલે ગુજરાતની મુલાકાતે આવી પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ અમદાવાદ ખાતે મુખ્ય પ્રધાન સાથે સમીક્ષા બેઠક યોજીને કેન્દ્ર સરકાર તરફથી તત્કાળ રાહત કામગીરી માટે રૂપિયા એક હજાર કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં કોવિડ-૧૯ અંગે પણ સારવાર અને અન્ય વ્યવસ્થાઓની જાણકારી પણ તેમણે મેળવી હતી. વડા પ્રધાને ગુજરાતના લોકોને સંપૂર્ણ સાથસહકારની ખાતરી પણ આપી હતી.
તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્યમાં કેટલી હદે નુકસાન થયું છે એનું મૂલ્યાંકન કરવા આંતર-મંત્રીમંડળીય ટીમને રાજ્યની મુલાકાત લેવા મોકલશે તેમ જ કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત રાજ્યોમાં માળખાગત સુવિધાઓની પુન:સ્થાપના અને એનું પુન:નિર્માણ કરવા માટે તમામ મદદ કરશે. રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચક્રવાતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા બે લાખ અને ઇજાગ્રસ્ત લોકોને રૂપિયા ૫૦,૦૦૦ની સહાય આપવાની પણ જાહેરાત તેમણે કરી હતી.
વડા પ્રધાન મોદીએ બુધવારે ચક્રવાત તૌકેતથી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી. ઉના (ગીર સોમનાથ), જાફરાબાદ (અમરેલી), મહુવા (ભાવનગર) અને દીવમાં ચક્રવાતથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો.
વડા પ્રધાને મુલાકાત દરમિયાન કોવિડ મહામારી સાથે સંબંધિત સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારના વહીવટીતંત્રએ મહામારી સામે લડવા માટે હાથ ધરવામાં આવેલા પગલાં વિશે જાણકારી આપી હતી અને વડા પ્રધાને મહામારીનું નિવારણ કરવા માટે પગલાં લેવામાં આવે એ સુનિશ્ર્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.
નરેન્દ્ર મોદીએ ભારતના વિવિધ વિસ્તારોમાં ચક્રવાતને કારણે અસર પામેલા તમામ લોકોની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી તથા આ આપત્તિ દરમિયાન પોતાના સગાંસંબંધીઓ ગુમાવનાર લોકો પ્રત્યે દુ:ખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન રાજ્યો તથા દીવ અને દમણ તથા દાદરા નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચક્રવાતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા બે લાખ અને ઇજાગ્રસ્ત લોકોને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ચક્રવાત પછી ઊભી થયેલી સ્થિતિમાં અસરગ્રસ્ત રાજ્યોની સરકારો સાથે સંકલન સ્થાપિત કરીને કામ કરી રહી છે. આ રાજ્યો માટે તાત્કાલિક નાણાકીય સહાય આપવામાં આવશે, જે માટે સંબંધિત રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકાર સમક્ષ તેમની આકારણી રજૂ કરવી પડશે, જેના આધારે નાણાકીય સહાયનો નિર્ણય લેવામાં આવશે.
તેમણે નુકસાન થયેલા ઘરો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મિલકતોનું સમારકામ કરવાની પણ અપીલ કરી હતી.
ગુજરાત પર 17મી મેની રાતથી ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને કારણે રાજ્યભરમાં ભારે નુકસાન થયું છે. મળતા પ્રાથમિક અહેવાલો મુજબ તૌકતે વાવાઝોડાને લીધે બનેલી જુદી જુદી ઘટનાઓમાં 4 લોકોના કમનસીબે મોત નિપજ્યા હોવાના અહેવાલો છે.
તા.18મીએ સવારે મળેલા પ્રાથમિક રિપોર્ટ મુજબ ગુજરાતમાં અંદાજે 452 જેટલા વીજ થાંભલા ધરાશાયી થયા જેના કારણે 2770 ગામોમાં અંધારપાટ છવાઈ ગયો. આ ઉપરાંત 145 જેટલા રસ્તાઓને નુકસાન થયું છે. ભારે પવન સાથે વરસાદ પડતા 337 જેટલા ઝાડ પણ પડ્યા છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ પકંજકુમારના જણાવ્યા અનુસાર આજે સાંજ સુધી વાવાઝોડાની અસર રહેશે. જેથી રાત સુધી તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.
ગુજરાતની ભૂમિ પર ઉના-દિવ વચ્ચે તૌઉ’તે વાવાઝોડું ટકરાવાની આખી (લેન્ડ ફોલિંગ) પ્રક્રિયા 4 કલાક સુધી ચાલી
ગઇ કાલે એટલે કે તા.17મી મે 2021ની રાત્રે 8 વાગ્યાથી તૌઉ’તે વાવાઝોડું ગુજરાતના દીવ-ઉના વચ્ચે લેન્ડફોલ થયું હતું, 180 કિમી પ્રતિ કલાકની સ્પીડ સાથે મસમોટો એરીયા ધરાવતું વાવાઝોડું જ્યારે દરીયા પરથી ગુજરાતની ભૂમિ પર આવ્યું ત્યારે ન ભૂતો ન ભવિષ્યતિ અફરાતફરી જોવા મળી હતી. લોકો ઘરોમાં કે સલાતમ સ્થળો પર હતા ત્યારે તૌઉ’તે વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો હતો. તાઉતે વાવાઝોડું હવે દરીયા પરથી ગુજરાતની ભૂમિ પર છે અને હજુ 12થી 15 કલાક બાદ તબક્કાવાર એ વિખેરાય જશે.
સૌથી વધુ અસરગ્રસ્ત ઉના-ગીર-કોડીનારમાં
તૌઉ’તે વાવાઝોડું ગુજરાતમાં ઉના અને દીવની વચ્ચે લેન્ડફોલ થયું ત્યારે 180થી 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વરસાદ ફૂંકાયો, નજરે જોનારા લોકોએ સોશ્યલ મિડીયામાં પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે તૌઉ’તે એટલું તીવ્ર ગતિએ આવ્યું કે વાવાઝોડાના માર્ગમાં જે આવ્યું તે હવામાં ફંગોળાયું હતું. સૌથી વ્યાપક અસરો ગીર અને ઉનામાં થઇ છે, અહીં થયેલા નુકસાનની તસ્વીરે સવાર પડતા જ સામે આવી રહી હતી.
એ સિવાય અમરેલી, જાફરાબાદ, ધારી, રાજુલા, મહુવા, પીપાવાવ, ખાંભા ખાતે પણ તૌઉ’તે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હોવાના દ્રશ્યો આજે તા.18મીએ સવાર પડતા જ સામે આવવા માંડ્યા છે.
વાવાઝોડાંને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં તોફાની પવનો સાથે ધોધમાર વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાવવાની સાથે વીજળી ડૂલ થઈ ગઈ છે. એટલું જ નહીં, કેટલીક જગ્યાએ ઝાડ પડ્યા હોવા ઉપરાંત નુક્સાન થયું હોવાની વિગતો પણ સાંપડી રહી છે. સદનસીબે વાવાઝોડાને કારણે કોઈ જાનહાનિ થયાનું હજુ સુધી ધ્યાને આવ્યું નથી.
ગુજરાતની ભૂમિ પર ટકરાયું વાવાઝોડું ત્યારે કેટલી સ્પીડે પવન ફૂંકાયો જુઓ આ વિડીયો
#CyclonTauktae से सबसे ज्यादा प्रभावित जगहो में ऊना और गिर रहा।
अमरेली,जाफराबाद,धारी,राजुला और महुवा में भी काफी असर रहा।
जाफराबाद और पिपावाव में 185 KMPH से हवाए चली थी।
21 तहसील में 1 इंच से ज्यादा जबकि ऊना में 5.5 इंच,ख़ाम्भा में 4.5 इंच और महुवा में 3.5 बारिश दर्ज हुई। pic.twitter.com/avzn6VH1A7
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને 18મી મે એ વહેલી સવારથી શહેરના માર્ગો પર વેરણછેરણ પડેલા વૃક્ષો હટાવીને રોડ ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરી હતી.
સવારે 10 કલાકે હવામાન ખાતેએ જારી કર્યા ગ્રાફિક
ગુજરાતના 78 તાલુકાઓમાં 6 ઇંચ સુધી વરસાદ વરસ્યો
તૌઉ’તે વાવાઝોડાની અસર રૂપે ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. મે માસમાં આવો વરસાદ ગુજરાતમાં ક્યારેય પડ્યો નથી. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 78 તાલુકામાં છ ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ છ ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં છ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સિવાય ગીર સોમનાથમાં ઉનામાં અઢી ઈંચ, મહુવામાં ત્રણ ઈંચ, જામનગરમાં બે ઈંચ, રાજકોટમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લામાં પણ ધમધોકાર વરસાદ થયો હોવાના અહેવાલ છે.
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ તા.18મી મે 2021ની સવારે ટ્વીટ કરીને જાણકારી આપી
Surat city experiencing 80-90kmph wind speed. Heavy to very heavy rainfall expected. All citizens are requested to take all precautions. Stay safe #CycloneTaukte
ભારતની પશ્ચિમ દરિયાઈ પટ્ટી પરથી ગુજરાત તરફ આવી રહેલું તૌકતે વાવાઝોડું મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગો અને મુંબઈમાં પોતાનું રૌદ્ર સ્વરુપ દર્શાવી રહ્યું છે. વાવાઝોડાના કારણે મુંબઈમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની સામે કોઈ મુશ્કેલ કે જાનહાની ના થાય તે માટે કેટલાક મહત્વના પગલા ભરવામાં આવ્યા હતા. મુંબઈમાં ઘણાં પરા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અને ઝાડ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઘાટકોપર અને વિક્રોલી વચ્ચે ઓવરહેડ વાયર પર ઝાડ પડવાના કારણે રેલવે વ્યવહાર અટકાવી દેવો પડ્યો છે. આ સિવાય એરપોર્ટ પણ 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
@ 2.30pm, 17/5 : દીવથી 162 km દૂર , લેન્ડફોલ વખતે 185 Kmphની ઝડપે પવન ફુંકાશે
છેલ્લા છ કલાકથી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું, કેટલાક બંદરો પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તૌઉ’તેનું ગુજરાત પર લેન્ડફોલ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના બંદર પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. 25 વર્ષ બાદ પહેલીવાર ગુજરાતના દરિયાકાંઠે આ સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાથી લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે.
વાવાઝોડાંની સૌથી વધુ અસર દક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરુચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદમાં દેખાય તેવી શક્યતા છે. આ તમામ 17 જિલ્લામાં સરકારે જોખમી વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત શરુ કરી છે. આ ઉપરાંત, માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.
એક્સટ્રમલી સિવિયર વાવાઝોડું હવે સ્ટ્રોમમાં પરિવર્તિત થયું છે. તૌઉ’તે વાવાઝોડાની (cyclone) ગતિ હવે વધી રહી છે.
At 1pm 17/5 : અત્યંત તીવ્રતાથી ત્રાટકે તેવી સંભાવના
THE EXTREMELY SEVERE CYCLONIC STORM ‘TAUKTAE’ LAY CENTRED AT 1030 HRS IST OF TODAY NEAR LAT.19.1°N AND LONG. 71.5°E ABOUT 190 SOUTHEAST OF DIU.LIKELY TO MOVE NNW-WARDS AND CROSS GUJARAT COAST BETWEEN PORBANDAR & MAHUVA (BHAHVNAGAR DISTRICT) EAST OF DIU DURING THE NIGHT OF TODAY. pic.twitter.com/dFmudJI268
— India Meteorological Department (@Indiametdept) May 17, 2021
44 teams of NDRF along with SDRF, police and fire brigade teams have been deployed in coastal districts of #Gujarat likely to be hit by the severe cyclonic storm Tauktae today i.e. 17/5/21
ભારતના હવામાન વિભાગે ગુજરાત અને દીવને રેડ એલર્ટ જાહેર કર્યું છે. વાવઝોડું દીવથી 240 કિલોમીટર અને વેરાવળથી 280 કિલોમીટર દૂર છે. જો કે, હાલ આ વાવાઝોડું 20 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડાને પગલે જામનગરમાં 8 નંબર જ્યારે વેરાવળમાં 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.
તૌઉ’તે વાવાઝોડું વેરાવળથી 280 કિમી, દીવથી 240 કિમી દૂર
20 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે તૌઉ’તે વાવાઝોડું
દ્વારકા સહિતના વિસ્તારોમાં 108 એમ્બ્યુલન્સ તેમજ એસટી બસ સ્ટેન્ડ બાય પર છે
ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ 150-160થી 175 પ્રતિ કલાક સુધી પહોંચી શકે
તા.17મી મે સવારે 10 કલાકે આ લખાઇ રહ્યું હતું ત્યારે અરબી સમુદ્રમાં તૌઉ’તે વાવાઝોડું ખૂબ જ ભીષણ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઇને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો તરફ પ્રતિ કલાક 16 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. ભારત હવામાન ખાતા (આઈએમડી) એ રવિવાર તા.16મી મેએ કરેલી આગાહી અનુસાર આજરોજ તા.17 મેની સાંજ સુધીમાં તૌઉ’તે ઉત્તર પશ્ચિમ તરફ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. 18મીએ બપોરે પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાને પાર કરતું આગળ વધશે.
@ 10 am, 17/5/2021
હાલ ગુજરાત થી 280 કીમી દૂર તેમજ દીવ થી 240 કીમી દૂર છે. ???? મુંબઈ થી 150 કીમી દૂર છે. ???? ગુજરાતમાં આજે રાત્રે 08.00 થી 10.00 વાગ્યાની વચ્ચે પોરબંદર નજીક થી લેન્ડફોલ થશે. ???? હાલ 20 કીમી પ્રતિકલાક ની ઝડપે આગળ વધી રહ્યુ છે. ???? જામનગર 8 નંબરનુ સિગ્નલ આપવા આવ્યુ છે. ???? વેરાવળમા 10 નંબરનુ સિગ્નલ આપવામા આવ્યું છે. ???? ભારે થી અતિભારે વરસાદની આગાહી. ???? એસ.ટી. ની 30 બસો 1 બસ મા 5 ડ્રાઇવર કંડકટર સાથે સજ્જ ???? દરીયાકિનારાના અનેક લોકોને સ્થળાંતરની કામગીરી પુરજોશમાં ચાલુ. ???? 108 એમ્બ્યુલન્સ સંભવિત અસરકારક સ્થળો પર સ્ટેન્ડ બાય પર.
આઇએમડીએ દ્વારા ગુજરાત તથા દમણ અને દીવ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આઇએમડીના ચક્રવાત ચેતવણી વિભાગ અનુસાર 18 મે સુધી પવનની ગતિ 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે વધવાની સંભાવના છે, જ્યારે પવનની ગતિ થોડો સમય માટે 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.
પૂર્વોત્તર અરબી સમુદ્ર અને ગુજરાત દરિયાકાંઠે (પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી) વિસ્તારોમાં પવનની ગતિ 150-160થી 175 કિમી પ્રતિકલાકની હોઈ શકે તથા 18 મેના રોજ બપોરે દેવભૂમિ દ્વારકા, જામનગર અને ભાવનગરમાં વાઈન્ડ સ્પીડ 120-150થી લઈને 165 કિમી પ્રતિકલાક સુધી પહોંચી શકે છે.
સુરત માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર
17 મેની સાંજ સુધીમાં તે ઉત્તર પશ્ચિમ તરફ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. 18મીએ બપોરે પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાને પાર કરતું આગળ વધશે
હવામાન વિભાગનાં આંકલન અનુસાર આ અતિભીષણ બનેલ તૌઉ’તે ચક્રવાત ગુજરાત તરફ આગળ વધ્યું છે અને આજરોજ તા.17મી મેની સાંજે ગુજરાતના કાંઠે ત્રાટકે અને 18મીની સવારે પોરબંદર અને મહુવાની વચ્ચેથી પસાર થવાની સંભાવના છે. જેને પગલે ગુજરાતનું આપદા પ્રબંધન સાવધાન બની ગયું છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 18મીએ આ ચક્રવાત ગુજરાત સાથે ટકરાશે. 1પ0-160 કિ.મી. પ્રતિકલાકની રફતારથી ધસમસતા આ વાવાઝોડાનાં કારણે રાજ્યમાં તેજ હવા અને ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાતે આ વાવાઝોડાની અસરમાં સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, તાપી, સુરત, ભરુચ, ડાંગ અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
વાયુસેના સાથે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કેટલીક એરલાઇન્સ દ્વારા પોતાની ઉડાનો પ્રભાવિત થવાની વાત પણ કરવામાં આવી છે. હવાઈદળે 16 માલવાહક વિમાન અને 18 હેલિકોપ્ટરને તૈયાર રાખ્યા છે. વાયુસેનાનાં નિવેદન અનુસાર આઇએલ-76 વિમાને બઠિંડાથી 127 જવાન અને 11 ટન સામાન ગુજરાતમાં જામનગર પહોંચાડી દીધો છે. સી-130 વિમાન 2પ જવાન અને 12.3 ટન સામાન સાથે રાજકોટ અને સી-130 વિમાન 126 જવાન અને 14 ટન સામાન લઈને ભુવનેશ્વરથી જામનગર પહોંચાડી દેવામાં આવ્યા છે. એનડીઆરએફ દ્વારા આ વાવાઝોડાનાં કારણે ઉભી થયેલી આફતની સ્થિતિ વચ્ચે રાહતકામો માટે 79 ટીમને સ્ટેન્ડબાય રાખી છે. આ ઉપરાંત વધારાની 22 ટીમની વ્યવસ્થા પણ કરી રાખવામાં આવી છે. પૂણેથી એનડીઆરએફની પાંચ ટીમને એરલિફ્ટ કરીને ગુજરાત મોકલવામાં આવી છે.
Before This
દક્ષિણપૂર્વ અરબ સાગરમાં ઉઠેલા સમુદ્રી તોફાન તૌકતે વધુ વિકરાળ બન્યું છે. આ ભીષણ ચક્રવાત ગઇકાલ રવિવાર તા.16 મે એ ગોવા ઉપર કહેર બનીને ત્રાટક્યું હતું. તૌઉ’તે ટકરાતા ગોવામાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો અને સંખ્યાબંધ વૃક્ષો જમીનદોસ્ત થયા હતા.
કર્ણાટકનાં છ જિલ્લામાં પણ તોફાની વરસાદે હાહાકાર મચાવ્યો હતો અને 73 ગામડાઓ તેનાથી પ્રભાવિત થયાં છે. જેમાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હોવાનું જાણવા મળે છે.
તૌકતે વાવાઝોડાંની અસરથી સમગ્ર પશ્ચિમ ભારતના દરિયા કાંઠે ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રના કિનારાના વિસ્તોરોમાં તા.17મી મે એ સાંજથી ભારે પવન સાથે ભારે વરસાદ પડે તેવી આગાહી થઇ છે. ગુજરાત તરફ આ વાવાઝોડું આગળ ધપી રહ્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલું હળવું દબાણ 2021નું પ્રથમ વાવાઝોડું તૌકતેનું સર્જન કરશે અને 15મી મેએ શનિવારથી ભારતના પશ્ચિમ કાંઠાના રાજ્યો સાથે ટકરાશે. એ પછી ક્રમશ: ચારથી પાંચ દિવસ સુધી કહેર મચાવે તેવી શક્યતા છે.
તૌકાતેને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારના અનેક જિલ્લાઓમાં 16, 17 અને 18મી મે એમ ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે જાહેર કરેલી સૂચના પ્રમાણે ગુજરાતમાં 17મી મેની મધરાતથી વરસાદનો આરંભ થાય તેવી શક્યતા છે. એ પછી વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 18 અને 19મી મેના દિવસોમાં ભારેથી અતિભારે’ વરસાદ પડવાની પૂરતી સંભાવના છે. સાયક્લોનિક વોર્નીંગ બાદ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ હરકતમાં આવી ગયું છે. 24 જેટલી ટીમને ગુજરાતમાં ઉતારવામાં આવી છે અને 29 ટૂકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વાવાઝોડાંની અસરથી ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 50થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો આગામી પાંચેક દિવસ સુધી ફુંકાવાની શક્યતા છે. રાજકોટ શહેરમાં વાવાઝોડાંની અસરથી સમી સાંજે વરસાદી છાંટાઓ પડયા હતા. ક્યાંક મોટું ઝાપટું પણ પડયું હતુ. ચાર પાંચ દિવસમાં સારાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પોરબંદરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડું કોઇપણ દિશામાં ફંટાય પણ પોરબંદરમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 18મી મેએ વાવાઝોડું ત્રાટકે ત્યારે ભારેથી અતિભારે વરસાદ આ પંથકમાં પડી શકે છે. 30થી 45 કિલોમીટરની ગતિથી પવન પણ ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા કહેવાયું છે. ફિશીંગ બોટો સમુદ્રમાં સલામત સ્થળે નજીકના બંદરે જતી રહી છે. કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટર મારફતે લોકોને સૂચના આપી દીધી છે. સાવરકુંડલામાં પોણા છ વાગ્યે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યા પછી માવઠાંના શ્રીગણેશ થયા હતા. શહેરના રસ્તા ભીના ંથઇ ગયા હતા. વરસાદ બંધ થતા સુંદર મેઘધનુષનું દ્રશ્ય પણ રચાયું હતું.’ થોડો સમય માટે વીજળી પણ ગૂલ થઇ ગઇ હતી. વેરાવળ-સોમનાથ વિસ્તારમાં પણ માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાની 1072 જેટલી ફિશીંગ બોટો દરિયામાં હોય બોટને પરત આવવાનો આદેશ આપી દેવાયો છે. બોટ નજીકના બંદરો પર લાંગરી લેવા કહેવાયું છે. આ જિલ્લામાં કુલ 894 બોટ છે. સીઝન નબળી હોવાથી મોટાંભાગની કિનારે છે પણ હોડી તથા બોટ અમુક દરિયામાં છે. આ તરફ દ્વારકા જિલ્લાના તમામ બંદરોને એલર્ટ કરી દેવાયા છે. ભાવનગરમાં દરિયાકાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમરેલીમાં જાફરાબાદ લાઇટ હાઉસમાં એક નંબરનું સિગ્નલ મૂકાયું છે.દિવસ દરમિયાન ગરમી પછી સાંજે ધારી તથા સાવરકુંડલામાં મિનિ વાવાઝોડાં જેવો પવન ફૂંકાઇને વરસાદ તૂટી પડયો હતો. કેરીનાપાકનેભારે નુક્સાન થયું છે. રસ્તા પર પાણીની નદીઓ વહેવા લાગી હતી. ‘ભાવનગરમાં જિલ્લાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટે આદેઈં આપવામાં આવ્યો છે. રજાઓ પણ રદ્દ કરવામાં આવી છે. ભાવનગરમાં કોવિડ પ્રોટોકોલ સાથે સાવચેતીના પગલાં લેવામાં આવશે. માળિયા મિયાણાના નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા કહેવાયું છે. વાવાઝોડાને પગલે દરિયામાં કરંટ છે એટલે દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. વાંકાનેરમાં રાજકોટ રોડ ઉપર ખેરવાથી સૂર્ય રામપરા વચ્ચે પાંચ વાગ્યે મિનિ વાવાઝોડાં જેવો માહોલ હતો. પોણો કલાક ધીમો વરસાદ પડતા દોઢેક ઇંચ વરસી ગયો હતો. પવનથી કેટલાક વૃક્ષો પણ જમીનદોસ્ત થઇ ગયા હતા. માધવપુર(ઘેડ) : વાવાઝોડાની આગાહી સંદર્ભે પોરબંદર કોસ્ટગાર્ડ હરકતમાં આવ્યું છે. હેલિકોપ્ટર દ્વારા સતત સાયરન વગાડીને લોકોને સુચના અપાઈ રહી છે. દરમિયાન પોરબંદર જિલ્લા એસઓજી પોલીસ તેમજ પોરબંદર પોલીસ દ્વારા માધવપુર બંદર ખાતે માછીમાર સમાજના આગેવાનોને સુચનાઓ આપી, માછીમારી કરવા દરિયામાં ન જવા અને માછીમારી માટે ગયેલા માછીમારોને પરત બોલાવી લેવાની તાકિદ કરી હતી.
ગુજરાતમાં કોરોનાના રસીકરણની ઝુંબેશની જોરદાર શરૂઆત બાદ મોટા ભાગના લોકોએ સામે ચાલીને રસી લેવાનું ટાળ્યું હતું ત્યારબાદ રસી ખૂટતા રસીકરણ લગભગ ઠપ્પ થઇ ગયું હતુ પરંતુ હવે રસીકરણ માટે લોકો સામે ચાલીને રસીકેન્દ્રો પર લાઇનો લગાવી રહ્યાં છે. જોકે હજુ પણ રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી પૂરતા પ્રમાણમાં રસીકરણ થયું નથી.
બીજી બાજુ હજુ માંડ ૨૦ થી ૨૨ ટકા લોકોએ જ રસી લીધી છે. અમદાવાદમાં ૧૦ લાખની વસતીએ વૅક્સિન લેનારી વ્યક્તિની સંખ્યા ૨.૫૦ લાખ છે.
ગુજરાત પાસે હવે વૅક્સિનના ૫ લાખ જેટલા ડોઝ ઉપલબ્ધ છે. ગુજરાતને અત્યાર સુધી વૅક્સિનનના ૧.૪૨ કરોડ ડોઝ મળી ચૂક્યા છે અને જેમાંથી તેણે ૧.૩૭ કરોડનો ઉપયોગ કરેલો છે.
ગુજરાતમાં રવિવારની સ્થિતિએ ૧,૦૩,૨૭,૫૫૬ વ્યક્તિઓએ પ્રથમ ડોઝ જ્યારે ૩૨,૧૪,૦૭૯ વ્યક્તિઓએ બીજા ડોઝની કોરોના વૅક્સિન લીધી હતી. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર ૨૦૨૦ની સ્થિતિએ ગુજરાતની વસતી ૬.૯૪ કરોડ છે. ગુજરાતમાં ૧૬મી જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ થયો હતો અને અત્યારસુધી ૧.૩૫ કરોડ લોકો કોરોના રસીના ડોઝ લઇ ચૂક્યા છે.
આમ, ગુજરાતની કુલ વસતીના ૨૧ ટકા લોકોએ વેક્સિનના ડોઝ લીધો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જારી કરવામાં આવેલા અનુમાન પ્રમાણે હર્ડ ઈમ્યુનિટી માટે વસતીના ૬૦ ટકાથી વધુ લોકો વૅક્સિન લઇ ચૂક્યા હોય તે જરુરી છે.
વૅક્સિનના સૌથી વધુ ડોઝ બાકી હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૮.૭૮ લાખ સાથે મોખરે, તામિલનાડુ ૬.૭૧ લાખ સાથે બીજા જ્યારે ગુજરાત ૫.૦૧ લાખ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતને હજુ આગામી દિવસોમાં ૬,૪૮,૭૦૦ ડોઝ મળવાના છે.
અત્યારસુધી દેશના જે રાજ્યમાં વૅક્સિનના સૌથી વધુ ડોઝ મળ્યા હોય તેમાં મહારાષ્ટ્ર ૧.૭૭ કરોડ સાથે મોખરે, રાજસ્થાન બીજા જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને છે. ગુજરાતને અત્યારસુધી ૧,૪૨,૨૧,૭૯૦ ડોઝ મળેલા છે અને તેમાંથી ૧.૪૯ ટકા વૅક્સિન વેડફાયેલી છે.
હાલની સ્થિતિએ ગુજરાતમાં ૧૦ લાખની વસતીએ સરેરાશ બે લાખ લોકો એવા છે જેમણે વૅક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે. ગુજરાતમાં છેલ્લાં ૮ દિવસમાં ૧૩.૨૭ લાખને કોરોના વેક્સિન આપવામાં આવેલી છે. ગુજરાતના જે જિલ્લામાં સૌથી વધુ વૅક્સિનેશન થયું છે તેમાં ૧૮.૦૩ લાખ સાથે અમદાવાદ મોખરે છે, ત્યારબાદ સુરત ૧૩.૦૫ લાખ સાથે બીજા અને વડોદરા ૯.૬૦ લાખ સાથે ત્રીજા સ્થાને છે. અત્યારસુધી ડાંગમાં સૌથી ઓછા ૪૩,૩૮૨ વ્યક્તિનું રસીકરણ થયેલું છે.
ગુજરાતમાં વકરેલી કોવિડ-19 મહામારીમાં મે મહિનાના પ્રાંરભથી કેસમાં સતત નજીવો ઘટાડો નોંધાઈ રહ્યો છે તો ડિસ્ચાર્જ દરદીઓની સંખ્યા વધી રહી છે, જેનાથી રીકવરી રેટ સતત વધી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં તા.9મી મે, સતત પાંચમાં દિવસે નવા કેસ કરતા કોરોનાના ચેપમાંથી મુક્ત થનારા દરદીઓની સંખ્યા વધુ રહી હતી. સાથે જ 19 દિવસ બાદ રાજ્યમાં 11100થી ઓછા કેસ નોંધાયા હતા.
તા.9મી મે 2021ના રોજ રાત્રે 8 કલાકે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 11084 નવા કેસ નોંધાયા હતા અને 14770 દરદી ડિસ્ચાર્જ થયા હતા. ગુજરાતમાં 121 કોવિડ ડેથ જાહેર કર્યા હતા. અમદાવાદમાં તા.9મી મે એ પ્રથમવાર 3000ની નીચે કેસ નોંધાવા પામ્યા છે જ્યારે સુરત કરતા પ્રથમવાર વડોદરામાં કોરોનાના કેસો વધુ નોંધાવા પામ્યા છે.
24 કલાકમાં 808 કેસના ઘટાડા સાથે 11084 નવા કેસ અને ગઇકાલ સામે 33 દર્દીઓના વધારા સાથે 14770 દર્દી સાજા થયા છે. જો કે દૈનિક કેસની સરખામણીમાં 3686 દર્દી વધુ સાજા થયા છે. બીજી તરફ કોરોના 121 દર્દીઓને ભરખી જતા કોરોનાનો કુલ મૃત્યુઆંક 8394 થયો છે. કોરોનાના કુલ કેસનો આંક 680987 થયો છે, જ્યારે ડીસ્ચાર્જ દર્દીનો આંક 5,33,004 થતા ડીસ્ચાર્જ દર્દીનો રિકવરી રેટ વધીને 78.27 ટકા થયો છે.
8/5/21 કરતા 9/5/21ના રોજ 3807 એક્ટિવ કેસ ઓછા થતા રાજ્યમાં અત્યારે 139614 દરદી સારવારમાં છે, જેમાં 786 વેન્ટીલેટર પર છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.