CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 37 of 49 - CIA Live

May 26, 2019
venezuela.jpg
1min4600

વેનેઝુએલાની એક જેેલમાં શુક્રવારે ફાટી નીકળેલી હિંસામાં 29 કેદીનાં મોત થયાં હતાં અને 19 પોલીસ ઘાયલ થયા હતા.

અકારીગુઆ ટાઉનના પોલીસ સ્ટેશનની જેલના કેદીઓએ મોટે પાયે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને એમને પોલીસ સ્પેશિયલ ફોર્સિસે રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યારે 29 કેદીનાં મોત થયાં હતાં

કેદીઓએ પોલીસ અધિકારીઓ પર ગોળીબાર કર્યો હતો અને ત્રણ ગ્રેનેડ ફેંક્યા હતા. આ દરમિયાન 19 પોલીસ ઘાયલ થયા હતા.

કેદીઓના હક માટે લડતી એનજીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવારે કેદીઓએ કેટલાક વિઝિટર્સનું અપહરણ કર્યું હતું અને પોલીસે જ્યારે એને છોડાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે જેલમાં હિંસા ફાટી નીકળી હતી.

અપહરણ કરાયેલ વ્યક્તિઓનું શું થયું, એ જાણવા નહોતું મળ્યું. આવા અટક કેન્દ્રોમાં અવારનવાર હિંસા થતી જ રહે છે. અહીં કેદીને વધુમાં વધુ 48 કલાક સુધી જ રાખવાનો હોય છે. આ જેલની ક્ષમતા ફકત 60 કેદીની છે, પણ અહીં 500 કેદીને રાખવામાં આવ્યાં હતાં. દેશમાં આવી 8000 કેદીને રાખી શકાય એટલી ક્ષમતાવાળી 500 જેલ છે, પણ એમાં 55,000 કેદીને પૂરવામાં આવ્યાં છે.

May 18, 2019
Taiwan-becomes-first-Asian-nation-to-legalize-same-sex-marriage.jpg
1min9030

તાઇવાને શુક્રવારે સજાતીય લગ્નને કાયદેસર ગણવાનું નક્કી કર્યું હતું અને તે આવો નિર્ણય લેનારો એશિયાનો સૌપ્રથમ દેશ બન્યો હતો.

તાઇવાનના સાંસદોએ ઠરાવો પસાર કરીને સજાતીય લોકોને લગ્ન માટે પરવાનગી આપી હતી અને તેઓને લગ્નની નોંધણી સરકારી એજન્સીઓમાં કરાવવા મંજૂરી આપી હતી. તાઇવાનના સજાતીય સંબંધ ધરાવતા લોકોનો આ મોટો વિજય ગણાય છે અને તેની સીધી કે આડકતરી અસર એશિયાના અન્ય દેશો પર પણ પડી શકે છે. તાઇપેઇમાં ભારે વરસાદ પડતો હોવા છતાં સજાતીય સંબંધ ધરાવતા લોકો મોટી સંખ્યામાં તાઇવાનની સંસદની બહાર ભેગા થયા હતા. તાઇવાન એલાયન્સ ટૂ પ્રમૉટ સિવિલ પાર્ટનરશિપ રાઇટ્સે જણાવ્યું હતું કે દેશની સંસદમાં સંબંધિત ઠરાવો પસાર થતાં સજાતીય સંબંધ ધરાવતા લોકો પોતાના લગ્નની ૨૪મી મેથી સરકાર પાસે નોંધણી કરાવી શકશે.

અગાઉ, તાઇવાનની સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે સજાતીય સંબંધ ધરાવતી વ્યક્તિઓને લગ્ન કરવા નહિ દઇને તેઓના બંધારણીય અધિકારનો ભંગ કરાય છે. અમે સરકારને આવા લગ્નને માન્યતા આપવા ૨૦૧૯ની ૨૪મી મે સુધીનો સમય આપીએ છીએ.

સજાતીય સંબંધ ધરાવતી વ્યક્તિઓના અધિકાર માટે ઝુંબેશ ચલાવી રહેલા સંગઠનોએ જણાવ્યું હતું કે અમારા સજાતીય લગ્નને મળેલી માન્યતા મહત્ત્વની છે અને અમે હવે આવા દંપતીઓના બાળકો દત્તક લેવાના હક અને સરોગસીના મુદ્દે કાયદેસર લડતને આગળ વધારીશું.

તાઇવાનમાં એશિયાની સૌથી મોટી ગૅ પ્રાઇડ પરેડ યોજાય છે અને તે સામાજિક પ્રગતિવાળો દેશ ગણાય છે.

May 17, 2019
trump-vs-china.png
1min12640

ચીને અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ચીનની દૂરસંચાર ક્ષેત્રની અગ્રણી કંપની હુઆવેઇ પર મુકાયેલા પ્રતિબંધથી ગુસ્સે થઇને અમેરિકાને વળતાં પગલાં લેવાની ચીમકી આપી હતી. ચીને જણાવ્યું હતું કે અમે અમારા દેશના વ્યાપારી હિતાર્થે જરૂરી પગલાં લઇશું.

અમેરિકાના પ્રમુખે અમેરિકાની કંપનીઓને વિદેશી બનાવટના દૂરસંચાર ક્ષેત્રનાં સાધનો બેસાડતા રોકતો આદેશ આપ્યો હતો. ટ્રમ્પે મૂકેલા આ પ્રતિબંધથી ચીનની હુઆવેઇ કંપનીના અમેરિકામાંના નેટવર્કસને માઠી અસર થવાની શક્યતા છે.

અમેરિકાના પ્રમુખના આ નિર્ણયથી બન્ને મહાસત્તા વચ્ચે ફરી વ્યાપાર-યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા ઊભી થઇ છે. અગાઉ, બન્ને દેશે એકબીજાને ત્યાંથી આયાત કરાતા માલસામાન પરની જકાતમાં વધારો કરતા વ્યાપાર-યુદ્ધ શરૂ થયું હતું અને વૈશ્ર્વિક અર્થતંત્ર પર તેની સીધી કે આડકતરી રીતે માઠી અસર થવાનો ભય ઊભો થયો હતો.

દૂરસંચાર ક્ષેત્રનાં સાધનો બનાવતી વિશ્ર્વની સૌથી મોટી કંપનીઓમાંની એક હુઆવેઇ અમેરિકામાં પોતાનાં સાધનો બેસાડીને જાસૂસી કરાવતી હોવાની શંકા વ્યક્ત કરાઇ હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે ટ્રમ્પના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે ચીનની કંપનીઓના હિતને ધ્યાનમાં રાખીને વળતાં પગલાં લઇશું.

તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના વાણિજ્ય મંત્રાલયનો સંબંધિત નિર્ણય ચિંતાજનક છે. ચીન હંમેશાં નિકાસના નિયંત્રણને લગતા કાયદાને અને આંતરરાષ્ટ્રીય જવાબદારીનું પાલન કરે છે.

May 16, 2019
us_iran.jpg
1min11910

સાઉદી અરેબિયાના બે ઓઈલ ટેન્કર પર અને મુખ્ય ઓઈલ પાઈપલાઈન પર હુમલો થયા પછી ગલ્ફ ક્ષેત્રમાં તણાવ ક્રમશ: વધી રહ્યો છે. કોઈ અઘટિત બનાવ ન બને તે માટે અમેરિકાએ ઈરાકની રાજધાની બગદાદ અને એર્બિલના દૂતાવાસ આંશિક રીતે બંધ કર્યા છે. બંને દૂતાવાસમાં ફકત ‘ઈર્મજન્સી સ્ટાફ’ને જ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઈરાન હુમલો કરી શકે છે તેવી સંભાવના ધ્યાનમાં રાખીને દૂતાવાસ ખાલી કરાવ્યા છે. ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકાએ સૈન્યતાકાત પણ વધારી છે. અમેરિકાએ ‘એરક્રાફટ સ્ટ્રાઈક ગ્રુપ’ તૈનાત કરશે તેવું કહ્યું છે.

દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખેમેનીએ મંગળવારે ગર્ભિત ચેતવણી આપી હતી કે ‘યુરેનિયમ એનરિચમેન્ટ’ (શુદ્ધિકરણ) કરીને ૨૦ ટકા યુરેનિયમ એનરિચમેન્ટ કરવું ઈરાન માટે મુશ્કેલ નથી. ખેમેનીએ કહ્યું હતું કે ‘અમે અથવા તેઓ લડાઈ કરવા ઈચ્છુક નથી. તેમને જાણ છે કે તેમને લાભ નહીં થશે.’

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે મહાસત્તાઓએ કરેલા અણુકરારમાંથી એક વર્ષ અગાઉ બહાર નીકળી ગયા હતા. ઈરાને મંગળવારે પ્રથમ વાર અણુકરારથી પીછેહઠ કરવાના સંકેત આપ્યા હતા. ઈરાન કહે છે કે જો નવા અણુકરાર નહીં કરવામાં આવે તો યુરેનિયમ એનરિચમેન્ટ સાઠ દિવસ પછી શરૂ કરવામાં આવશે. હાલના અણુકરાર પ્રમાણે ઈરાન ફકત ૩.૬૭ ટકા યુરેનિયમ એનરિચમેન્ટ કરી શકે છે.

ઈરાકમાં ઈરાનનો પ્રભાવ હોવાથી અમેરિકાએ દૂતાવાસો આંશિક રીતે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઈરાકમાં અમેરિકાના નાગરિકો અને કંપનીઓ સામે ઈરાકમાં સક્રિય સંખ્યાબંધ ત્રાસવાદી જૂથો જોખમ ઊભું કરી શકે છે તેવું અમેરિકા માને છે. અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પિયોએ ગત સપ્તાહમાં બગદાદની મુલાકાત લીધી હતી. પોમ્પિયોએ પત્રકારોને કહ્યું કે ઈરાનના દળો તેમની તાકાત વધારી રહ્યા હોવાથી અને હુમલો થઈ શકે છે તેવી સંભાવનાને ધ્યાનમાં લેવામાં આવી છે.

ઈરાન સાથેના અણુસોદામાંથી પીછેહઠ કર્યા પછી અમેરિકાએ ઈરાન પરના આર્થિક પ્રતિબંધો વધુ કડક કર્યા છે.

May 15, 2019
alaska-plane-crash-1634479.jpg
1min5030

અલાસ્કામાં ક્રૂઝ શિપના પ્રવાસીઓને સાઈટસીઈંગ માટે લઈને જઈ રહેલા બે ફ્લૉટપ્લેન આકાશમાં ટકરાયા બાદ પાંચ વ્યક્તિનાં મોત થયાં હોવા ઉપરાંત એક વ્યક્તિ ગુમ હોવાનું અધિકારીઓએ સોમવારે કહ્યું હતું.

14 પ્રવાસીઓને લઈને જઈ રહેલાં બે વિમાન જંગલોથી ઘેરાયેલા દક્ષિણ અલાસ્કાના ક્રૂઝ માર્ગ પર આવેલા લોકપ્રિય પ્રવાસન સ્થળ કૅટચિકન નજીક આકાશમાં ટકરાયા બાદ તાકીદે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

આ દુર્ઘટનામાં ચાર પ્રવાસી અને એક પાઈલટનું મોત નીપજ્યું હતું એમ રૉયલ પ્રિન્સેસ શિપ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

ઘટનાને પગલે હચમચી ગયેલી સ્થાનિક ઍરલાઈન્સે (જેનું એક વિમાન આ દુર્ઘટનાનો હિસ્સો હતું) તમામ ફ્લાઈટ રદ કરી દીધી હોવાનું સમાચાર ચેનલના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

સર્ચ અને બચાવ કામગીરી માટે હૅલિકૉપ્ટર અને બૉટની સેવા લેવામાં આવી રહી હોવાનું તેમણે કહ્યું હતું.

May 14, 2019
saudi_fuji.jpg
1min5390
ઈરાનની ચીમકી બાદ અખાતમાં લશ્કરી હાજરી સુદૃઢ બનાવતું અમેરિકા
અખાતમાં પોતાના બે તેલ ટેન્કરોને ભાંગફોડિયા હુમલામાં નુકસાન થયાનું સાઉદી અરેબિયાએ આજે જણાવ્યુ હતું, બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેની મડાગાંઠથી આ પ્રદેશમાં ઓલરેડી પ્રવર્તી રહેલો તનાવ વધુ તીવ્ર બની રહ્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ મોસ્કોની તેમની આયોજિત મુલાકાત પડતી મૂકી સુધારેલા પ્રવાસ કાર્યક્રમ મુજબ ઈરાન સહિતની ‘તાકીદની બાબતે’ ફ્રેન્ચ, બ્રિટીશ અને જર્મન અધિકારીઓ સાથે ચર્ચા કરવા બ્રસેલ્સ જવાનું ગોઠવ્યા બાદ આ થયું છે.
આ ભયસૂચક હુમલાની તપાસની તહેરાને હાકલ કરી છે અને દરિયાઈ સુરક્ષા રોળી નાખવા વિદેશી ખેલાડીઓ ‘દુ:સાહસ’ આચરતા હોવા ચેતવણી આપી હતી. ઈરાનની કથિત ચીમકીઓના પ્રતિસાદરૂપે કેટલાક વ્યૂહાત્મક બી-પ2 બોમ્બર્સ તૈનાત કરવા સાથે અમેરિકાએ આ પ્રદેશમાં તેની લશ્કરી હાજરી ઓલરેડી સુદૃઢ બનાવી લીધી છે.
સંયુકત આરબ અમીરાત (યુએઈ)એ રવિવારે જણાવ્યુ હતું કે ફુજૈરાહ અમીરાત સામે વિવિધ દેશોના 4 વ્યાપારિક જહાજોને ભાંગફોડિયા કૃત્યના નિશાન બનાવાયા હતા. બે સાઉદી ટેન્કર અરબી અખાત ઓળંગવાના રસ્તે હતા ત્યારે યુએઈના સુવાંગ આર્થિક ઝોનમાં વિધ્વંસક હુમલાના નિશાન બનાવાયા હતા એમ જણાવી સાઉદી ઉર્જા મંત્રી ખાલિદ અલ-ફલીહે ઉમેર્યુ હતું કે આ બે ટેન્કરોને નોંધનીય નુકસાન’ થયું હતુ, પરંતુ કોઈ ખુવારી થઈ ન હતી તેમ તેલજથ્થો સમુદ્રમાં ફેલાયો (ઓઈલસ્પિલ) થયો નથી. બે પૈકી એક ટેન્કરમાં, અમેરિકી ગ્રાહકો માટે સાઉદી ઓઈલ ટેન્કરમાંથી ભરેલું ખનિજ તેલ હતું.
ઈરાન અવારનવાર એવી ચીમકી આપતું આવ્યુ છે કે અમેરિકા સાથેની તેની લશ્કરી અથડામણના સંજોગોમાં તે સામુદ્રધુની બંધ કરી દેશે.
યુએઈએ હુમલા માટેની જવાબદારી બદલ કોઈ પર આક્ષેપ કર્યો નથી, પરંતુ એવી ચેતવણી આપી હતી કે વ્યાપારિક કે મુલ્કી જહાજો પરના ભાંગફોડના કૃત્ય આચરવા અને જહાજ પરના લોકોના સલામતી માટે ખતરો સર્જાય એ ગંભીર બાબત છે. સાઉદી અરેબિયા,’ ઈરાક, યુએઈ, કુવૈત, કતાર અને ઈરાનની લગભગ તમામ તેલ નિકાસ-પ્રતિ દિન 1.પ કરોડ બેરલ-હોર્મઝની સામુદ્રધુનીમાંથી પસાર થતું હોય છે.
આજે ઈરાની વિદેશ મંત્રી સાથે સુષ્મા સ્વરાજની બેઠક
આજે રાતે ભારત આવી જનારા ઈરાની વિદેશ મંત્રી જાવાદ ઝરીફ આવતી કાલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને મળશે. ઈરાનના ભારત સહિતના 8 તેલગ્રાહક દેશોને અમેરિકી પ્રતિબંધોમાંથી અપાયેલી મુકિતનો અંત આવ્યાની પશ્ચાદભૂમાં આ બેઠક યોજાઈ રહી છે. ભારત માટેની મુકિત તા. પહેલી મેએ પૂરી થવા સાથે ઈરાનમાંથી ભારતે તેલની આયાત કરવાનું નિષિદ્ધ બન્યું છે અન્યથા સરકારી કે ખાનગી માલિકીની કંપનીઓએ અમેરિકી પ્રતિબંધોનો સામનો કરવાનો રહેશે.
પુલવામામાંના હુમલા બાદ આતંકવાદ સામે લડવા બાબતે અમેરિકા ભારતની પડખે ઉભું રહ્યુ હોઈ ઈરાનના આતંકી નેટવર્કને રોળી નાખવાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિબદ્ધતામાં ભારત તરફથી ય પારસ્પરિકતાની અપેક્ષા રહે છે એમ વોશિંગ્ટને નવી દિલ્હીને જણાવી દીધું છે.
May 3, 2019
bitcoin_1.jpg
1min9500

દુનિયામાં સૌથી મોંઘી ક્રિપ્ટો કરન્સી અને ભારતમાં સૌથી વિવાદાસ્પદ કરન્સી બનેલા બીટકોઇનના ભાવમાં છેલ્લા બે દિવસમાં 10 ટકાથી વધુનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. લંડન એક્સચેન્જ ખાતે આજે શુક્રવાર તા.3 મે 2019ના રોજ એક જ દિવસમાં બીટકોઇનના દરમાં 6.27 ટકાનો ઉછાળો નોંધાતા બીટકોઇન હોલ્ડર્સ ફરીથી ગેલમાં આવી ગયા છે. શુક્રવારે બીટકોઇનનો ભાવ લંડન એક્સચેન્જ ખાતે 5,803.51 અમેરિકન ડોલર નોંધાયો છે. ભારતમાં બીટકોઇન પર પ્રતિબંધ મૂકાયા બાદ બીટકોઇનના ભાવ સતત ગગડી રહ્યા હતા. ઘણાં મહિનાઓ પછી બીટકોઇનમાં ઓચિંતી મુવમેન્ટ અને એ પણ અસાધારણ મુવમેન્ટ જોવા મળી છે.

છેલ્લા બે દિવસથી બીટકોઇનના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે છેલ્લા છ મહિનાના સૌથી ઉંચા સ્તરે બીટકોઇનના ભાવ આવી જવા પામ્યા છે. જાણકારો કહે છે કે બીટકોઇનના ભાવમાં હજુ પણ વધારો થઇ શકે છે અને જ્યાં બીટકોઇન માન્ય ચલણ છે ત્યાં તેની બોલબાલા વધી શકે તેમ છે.

લંડન એક્સચેન્જના સૂત્રો કહે છે કે બીટકોઇનમાં આવેલા તોતિંગ ઉછાળા પાછળ કેટલાક ટેકનિકલ કારણો રહેલા છે. એવા કોઇ સમાચારો નથી કે બીટકોઇનના ભાવને સકારાત્મક રીતે અસર કરે પરંતુ, ટેકનિકલ કારણોસર બીટકોઇનના ભાવ નવેમ્બર 2018 પછીની પહેલી વખત સર્વોચ્ચ સપાટી સર કરી છે. શુક્રવારે લંડન એક્સચેન્જ ખાતે બીટકોઇનનો ભાવ 5,802.51 અમેરિકન ડોલર જેટલો નોંધાયો છે. ગઇ તા.14મી નવેમ્બર 2018ના રોજ બીટકોઇનનો ભાવ 5700 યુએસ ડોલર હતો. જેમાં 108 ડોલર જેટલો જંગી ઉછાળો તાજેતરમાં નોંધાયો છે.

બીટકોઇનના વિશ્વની ભલે સૌથી મોટી વર્ચ્યુઅલ કરન્સી માનવામાં આવે છે પરંતુ, ભારતમાં બીટકોઇન પર હાલ પ્રતિબંધ મૂકી દેવાયો છે અને ભારતમાં તેના વ્યવહારોને ગેરબંધારણીય માનવામાં આવી રહ્યા છે.

News in English

Bitcoin jumped to a new six-month high on Friday in a move that traders said was the result of technical forces, with no immediate news catalysts sending the cryptocurrency higher.

Bitcoin climbed more than 6 per cent to briefly break $5,700, its highest since November 14. It was last at $5,680 on the Bitstamp exchange, taking gains this year for the original and biggest virtual currency to nearly 55 per cent.

Other major cryptocurrencies such as ethereum and Ripple’s XRP, their prices often seen as correlated to bitcoin, also moved higher.

April 28, 2019
srilanka.jpg
1min7380

અમેરિકાએ પોતાના નાગરિકોને શ્રીલંકાના પ્રવાસે જવા સામે ચેતવણી આપી હતી. શ્રીલંકામાં ઇસ્ટર રવિવારે થયેલા 8 ધડાકા અને હજી વધુ ત્રાસવાદી હુમલા થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ ચેતવણી અપાઇ હતી.

શ્રીલંકામાં ગયા રવિવારે 3 ચર્ચ, 3 પંચતારક હૉટેલ, એક પ્રાણીબાગ પાસે અને એક ઇમારતમાં થયેલા કુલ 8 ધડાકામાં ઓછામાં ઓછા 359 લોકો માર્યા ગયા હતા અને પાંચસોથી વધુ લોકો ઘાયલ થયા હતા. અમેરિકાના વિદેશ મંત્રાલયે શ્રીલંકાના પ્રવાસના જોખમનું સ્તર શુક્રવારે વધારીને ‘ત્રીજા સ્તર’નું કર્યું હતું. આ ઉપરાંત, શ્રીલંકામાં રહેતા જે અમેરિકાના સરકારી કર્મચારીઓના બાળકો શાળામાં જતાં હોય તેઓને સ્વદેશ જવાની સલાહ અપાઇ હતી.

અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ત્રાસવાદી સંગઠનો શ્રીલંકામાં ફરી હુમલા કરે એવી શક્યતા છે. તેણે જણાવ્યું હતું કે શ્રીલંકામાં પરિવહન કેન્દ્રો, બજારો, શૉપિંગ મોલ્સ, સરકારી કચેરીઓ, હૉટેલ્સ, ક્લબ્સ, રેસ્ટૉરાં, ધાર્મિક સ્થળો, બગીચા, મોટા સ્પૉટર્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, શૈક્ષણિક સંસ્થાઓ, વિમાનમથકો, હૉસ્પિટલો અને અન્ય જાહેર સ્થળે ત્રાસવાદી હુમલા થઇ શકે છે. તેણે જણાવ્યું હતું કે શ્રીલંકામાંની સલામતીને લગતી હાલની પરિસ્થિતિને કારણે અમેરિકી નાગરિકોને તાકીદની સેવા પૂરી પાડવાની અમેરિકી સરકારની ક્ષમતા મર્યાદિત છે.

April 22, 2019
lanka.jpg
1min10960
ત્રણ દેવળ, ત્રણ હોટલ, એક ઘર નિશાન : સાતની ધરપકડ; કર્ફયુ, 500 લોકો ઘાયલ
દુનિયાભરના દેશોની જેમ શ્રીલંકાના ત્રણ દેવળો તેમજ હોટલ પર નિશાન સાધતાં ઇસ્ટરના રવિવારની સવારથી છ કલાકમાં કરાયેલા આઠ શ્રેણી બદ્ધ બોમ્બ ધડાકામાં 207 લોકોના મોત થયાં હતાં, તો આ ટાપુ દેશને ધ્રૂજાવી નાખનાર ખતરનાક હુમલાઓમાં 500 જેટલા લોકોયે ઘાયલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રી પાલા સિરીસેના સાથે ફોન પર વાત કરીને શોકની લાગણી સાથે તમામ સંભવ મદદની તત્પરતા બતાવી હતી. આ જીવલેણ હિંસાબાદ સાત સંદિગ્ધ હુમલાખોરોની ધરપકડ કરતાં કફર્યુની ઘોષણા સાથે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
એલ.ટી.ટી.ઇ. સાથે નિર્મમ નાગરિક યુદ્ધના અંત પછી એક દાયકા સુધી સ્થપાયેલી શાંતિનો ભંગ કરતાં કરાયેલા આઠમાંથી કમસેકમ બે બોમ્બ હુમલામાં બે આત્મઘાતીઓ બોમ્બરની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતુ ં.
સિંહાલી પ્રશાસને અફવા, હિંસા અને અરાજકતાની વિકટ સ્થિતિઓ ટાળવાના હેતુ સાથે આજે સાંજે છ વાગ્યાથી આવતીકાલે સોમવારની સવારે છ વાગ્યા સુધી કફર્યુ લાદી દીધો હતો. સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો કફર્યુનો ગાળો લંબાવી પણ શકાય છે.
આતંકવાદીઓએ સવારે પોણા નવ વાગ્યાના અરસામાં ઇસ્ટર પ્રાર્થના સભા દરમ્યાન રાજધાની કોલંબોમાં સેંટએથની ચર્ચ, પશ્ચિમી કાંઠાળ શહેર નેગેમબોનાં સેંટ સેબેસ્ટિયન ચર્ચ તેમજ બદ્ધિકલોવાનાં એક ચર્ચ પર નિશાન સાધતાં જીવલેણ ધડાકા કર્યા હતા. આ ધડાકાઓ બાદ ટાપુ રાષ્ટ્રમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.
પ્રશાસને બચાવ-રાહત અભિયાન છેડયું હતું. આતંકીઓએ શંગરીલા, ધ સિનામોન ગ્રાન્ડ અને ધ કિંગ્સબરી એમ ત્રણ લકઝરી હોટલોને નિશાન સાધતાં પણ ધડાકા કર્યા હતા. આ આઠ શ્રેણીબદ્ધ બોમ્બ હુમલામાં જીવ ખોનાર 207માં 35 વિદેશી નાગરિકો પણ સામેલ છે.
કુલ્લ સાત ધડાકા કર્યાની થેડીવાર પછી આજે બપોરે લગભગ ત્રણ વાગ્યે એક રહેણાંક પરિસર પર નિશાન સાધતાં આઠમો ધડાકો કર્યો હતો. એક ઇમારતમાં તલાશ માટે પોલીસ કર્મી અંદર પ્રવેશ્યા ત્યારે આતંકવાદીઓએ જાતને બોમ્બથી ફૂંકી મારતાં ત્રણ પોલીસ કર્મી શહીદ થયા હતા.
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર ભારત, પાકિસ્તાન, અમેરિકા, મોરક્કો અને બાંગલાદેશમાંથી આવેલા પર્યટકો પણ આ શ્રેણીબદ્ધ ધડાકાઓમાં ઘાયલ થયા હતા.
શાંતિનો સંદેશ આપતાં દેવળોમાં અશાંતિ ફેલાવતાં આતંકવાદના અધમ કૃત્યથી લાશોના ડગલા નજરો નજર જોનારા સૌ કોઇની આંખોથી ચોધાર આંસુ સરી પડયાં હતાં. કરુણ દ્રશ્યો સર્જાતાં લોકો અવાક અને સ્તબ્ધ બની ગયા હતા.
દસ દી’ પહેલાં જ મળી’તી ગુપ્તચર બાતમી
આ ધડાકા વિશે શ્રીલંકા પોલીસની પાસે પહેલાંથી જ ‘ઇનપુટ’ હતું. આમ છતાં આ ધડાકાને રોકી શકાયા નહોતા.
જાણકારી મળી છે કે, 10 દિવસ પહેલાં એવી ગુપ્તચર માહિતી હતી કે, દેશના મુખ્ય ચર્ચોની સાથેસાથે ભારતીય રાજદ્વારી કચેરીઓ પણ કટ્ટરપંથીઓના નિશાને છે. મળતી જાણકારી મુજબ શ્રીલંકા પોલીસના મુખ્ય અધિકારીએ દસ દિવસ પહેલાં એલર્ટ આપ્યું હતું.
મોદી, કોવિંદે કરી ટીકા: ભારત શ્રીલંકાની સાથે છે
એક પછી એક લગાતાર સાત ધડાકાથી ધ્રૂજી ઉઠેલાં શ્રીલંકામાં રવિવારે 150થી વધુ લોકોના મોતના હિંસક કૃત્યની ભારત સહિત દુનિયાભરના દેશોએ આકરી ટીકા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ હુમલાઓની ટીકા કરું છું. આપણા ક્ષેત્રમાં આવી બર્બરતા માટે કોઇ જગ્યા નથી. આ મુશ્કેલ સમયમાં ભારત શ્રીલંકાની સાથે છે. મોદીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટર પરથી સંદેશમાં જણાવ્યું હતું કે, નિર્દોષ લોકો પર બુદ્ધિહીન હિંસાની સભ્ય સમાજમાં કોઇ’ જગ્યા નથી. અમે શ્રીલંકાની સાથે છીએ. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી.
કોંગ્રેસ પક્ષે’ પણ નિવેદન જારી કરતાં આ દુ:ખના સમયમાંથી લોકો જલ્દી બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ દુ:ખની લાગણી સાથે કહ્યું હતું કે, મારી પીડિતો માટે પ્રાર્થના છે. બીજી તરફ પાકિસ્તાને પણ આ હુમલાઓની’ નિંદા કરી હતી. પાક વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહંમદ ફૈઝલે કહ્યું હતું કે, આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાન શ્રીલંકાની સાથે છે.
ત્રણ ભારતીયનાં પણ મૃત્યુ
શ્રીલંકામાં રવિવારે સવારે થયેલા શ્રેણીબદ્ધ આઠ બોમ્બ વિસ્ફોટમાં ત્રણ ભારતીય નાગરિકના પણ મૃત્યુ થયા છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટર મારફતે આ જાણકારી જારી કરી હતી. મૃતકોનાં નામ લોકાશિની, નારાયણ ચંદ્રશેખર અને રમેશ છે અને આ ત્રણેય મૃતકો અંગે વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે.
April 21, 2019
Tokyo-2020-Olympics.png
1min448

રમતના આ મહાકુંભમાં ઉદ્ધાટન સમારંભથી બે દિવસ પહેલા જ વુમેન ફુટબોલના પ્રીલીમિનરી રાઉન્ડ રમાશે. ઉદ્ધાટન સમારંભ 24 જુલાઇના આયોજિત કરવામાં આવશે.

ટોક્યો ઓલિમ્પિક 2020ના કાર્યક્રમની જાહેરાત, આ દિવસથી થશે શરૂ
ટોક્યોમાં યોજાશે ઓલમ્પિક 2020

જાપાનની રાજધાની ટોક્યોમાં 2020ની ઓલિમ્પિક ગેમ્સ રમાશે, તાજેતરમાં ઓલમ્પિક્સની મહત્વની તારીખો અને કાર્યક્રમોની ઘોષણા કરવામાં આવી હતી.

 

ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 24 જુલાઇ 2020 થી શરૂ થશે અને અંતિમ મુકાબલો તા. 9 ઑગસ્ટ 2020ના રોજ રમાશે. ટોક્યો ઓલમ્પિક્સના ઉદ્ધાટન સમારંભથી બે દિવસ પહેલા જ વુમેન ફુટબોલના પ્રીલીમિનરી રાઉન્ડ રમાશે. ઉદ્ધાટન સમારંભ 24 જુલાઇના આયોજિત કરવામાં આવશે.

ટોક્યો ઓલિમ્પિકના પ્રારંભિક દિવસ તા. 24 જુલાઇના રોજ રોવિંગ અને તીરંદાઝીની હરીફાઇ યોજાશે. 10 મીટર એર રાઇફલ મહિલા નિશાનબાઝી સ્પર્ધાનું આયોજન પહેલા દિવસે જ થશે. પહેલા દિવસે કુલ 11 પદક દાવ પર હશે, જેમાં તીરંદાઝી, સાઇક્લિંગ ફેસિંગ જુડો, તાયક્વાન્ડો પદકોમાં સ્પર્ધા થશે. જણાવીએ કે આ દિવસે પદક રાઉન્ડ પર રમવામાં આવશે. બીજા દિવસથી બાસ્કેટ બૉલની શરૂઆત થશે. એક ઑગસ્ટના 21 પદક માટે સ્પર્ધા થશે. આ દિવસે જુડો, ટ્રાઇથોલોન, નિશાનેબાજીના પદકો પર નજર રહેશે. આગલા દિવસે મેરૉથૉન, પુરુષ એથલેટિક્સ 100 મીટર, જિમ્નાસ્ટિક અને પુરુષ ટેનિસ વર્ગ એમ કુલ મળીને 26 પદક દાવ પર હશે.

ઓલિમ્પિકમાં કુલ 33 રમતોમાં 339 સ્પર્ધાનું આયોજન થશે

8 ઑગસ્ટના કુલ 30 સ્પર્ધાઓના ખિલાડી ફાઇનલમાં સંઘર્ષ કરશે. આ દિવસે રિદમ જિમ્નાસ્ટિક, મહિલા ગોલ્ફ, પુરુષ બાસ્કેટબૉલ, પુરુષ બાસ્કેટ બૉલ, પુરુષ ફુટબૉલ, પુરુષ વૉલીબૉલ, અર્ટિસ્ટિક સ્વીમિંગમાં ફાઇનલ રમવામાં આવશે. આ રમતો સિવાય અન્ય ઘણી રમતોના ફાઇનલ આ જ દિવસે ફાઇનલ ઓયોજિત કરવામાં આવશે. 9 ઑગસ્ટના રમતોનું સમાપન થશે. આ દિવસે પુરુષ મેરૉથૉન આયોજિત કરાશે. ઓલિમ્પિકમાં કુલ 33 રમતોમાં 339 સ્પર્ધાઓનું આયોજન કરવાનું છે.