CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 27 of 51 - CIA Live

August 4, 2020
donald_trump.jpg
1min6120

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ડોનાલ્ડ ટ્રમ્પે આજરોજ તા.4 ઓગસ્ટ 2020ના રોજ એક જ ટ્વીટ કરીને દુનિયાભરના લોકોની નારાજગી વહોરી લીધી છે. વિશ્વમાં જ્યાં સૌથી વધુ કોરોના કેસો છે, વિશ્વમાં જ્યાં સૌથી વધુ મૃત્યુ કોરોનાને કારણે થયા છે એ અમેરીકામાં સ્કુલો શરૂ કરવા માટે અમેરીકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યુ છે.

જ્યાં સૌથી વધુ કોરોના કેસ, જ્યાં સૌથી વધુ કોરોના મૃત્યુ છે એ અમેરીકામાં હવે ટ્રમ્પે સ્કુલો શરૂ કરાવવી છે

ડોનાલ્ડ ટ્રમ્પના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી કરાયેલા ટ્વીટમાં ફક્ત ત્રણ શબ્દો પોસ્ટ કરવામાં આવ્યા છે. અને એ OPEN THE SCHOOLS !!! છે. ભારતીય સમય પ્રમાણે સવારે 8.52 કલાકે ડોનાલ્ડ ટ્ર્મ્પની ટ્વીટ પોસ્ટ થઇ અને જોતજોતામાં દુનિયાભરના લોકોએ તેના પર કમેન્ટ્સ કરીને અનેક ખરી ખોટી સંભળાવી. ઘણાંએ તો લખ્યું કે સપનાઓ જોયા કરો.

August 3, 2020
vaccine.jpg
1min4880

દુનિયાભરમાં હાહાકાર મચાવતી કોરોના મહામારીનો એકમાત્ર ઉકેલ તેની દવા કે રસી છે. અભૂતપૂર્વ ઝડપે દુનિયાનાં સંખ્યાબંધ દેશો તેની રસી શોધી રહ્યા છે અને તેમાંથી કેટલીક સંભવિત રસીઓ પરીક્ષણનાં અંતિમ તબક્કામાં છે ત્યારે ઘણાં દેશો રસી મળી જાય પછી તેને કેવી રીતે વિતરિત કરવી તેનાં આયોજનો પણ કરવા લાગ્યા છે. આ બધા વચ્ચે સૌથી મોટી ચિંતાજનક બાબત સામે આવી રહી છે ગરીબ દેશો માટે આ રસીની ઉપલબ્ધતા. કારણ કે રસીને હજી ભલે મંજૂરી નથી મળી પણ વિકસિત અને ધનવાન દેશોએ તેનાં ઉપર કબજો કરવાની શરૂઆત કરી દીધી છે. અત્યાર સુધીમાં આ સમૃદ્ધ દેશોએ આશરે એક અબજથી વધુ ડોઝનાં સોદા કરી લીધા છે. હજી તો સંભવિત રસીને મંજૂરી મળવાની કોઈ ખાતરી નથી ત્યાં એક અબજ રસીનાં સોદા થઈ જાય તો ગરીબ દેશોને આ રસી મળશે કે કેમ અથવા તો મળશે તો ક્યારે મળશે તે સૌથી ચિંતાજનક મુદ્દો બની જાય છે.

આંતરરાષ્ટ્રીય સમૂહો અને અનેક દેશ એવો વાયદો કરી રહ્યા છે કે રસી સસ્તી રહેશે અને સહુને ઉપલબ્ધ બનશે પણ દુનિયાની 7.8 અબજની આબાદીની જરૂરિયાતને પહોંચી વળવું ભગિરથ કાર્ય બની રહેવાનું છે. તેથી જ અમીર દેશો રસીનાં પુરવઠા ઉપર કબજો કરી લેશે તો 2009માં સ્વાઈન ફ્લુ મહામારી વખતે થયું હતું તેવું ફરીથી થવાની ભીતિ સેવાઈ રહી છે.

અમેરિકા, બ્રિટન, જાપાન અને યુરોપિયન દેશોએ અત્યાર સુધીમાં 1.3 અબજ ડોઝ પોતાનાં ગજવે કરી લીધા છે. જો તેમનાં બાકીનાં સોદા પણ પાર પડે તો 1.પ અબજ ડોઝ તેમનાં માટે અનામત થઈ જશે એટલે કે ઉત્પાદન શરૂ થવા સાથે જ તેમને આ પુરવઠો મળવા લાગશે. આ સંજોગોમાં બાકી દેશોનાં હાથમાં રસીનાં ડોઝ ક્યારે લાગે તે કળવું મુશ્કેલ બની જાય છે.
અત્યારે અંતિમ ચરણમાં પહેંચેલી ઉમેદવાર રસીઓમાં ઓક્સફોર્ડ-અત્રાજેનેકો અને ફાઈઝર-બાયોએનટેક સહિત મોડર્નાની રસી સૌથી આગળ ગણાય છે અને આ સંભવિત રસીનાં જ કરોડો ડોઝ ધનવાન દેશો માટે આરક્ષિત થઈ ગયા છે.’ આ તમામ રસીને હજી અંતિમ તબક્કાનાં પરીક્ષણોમાં ખરા ઉતરવાનું છે અને પછી પણ તેનું ઉત્પાદન વધારવાનો પડકાર રહેલો છે.

એક અંદાજ અનુસાર 2022નાં પ્રથમ ત્રિમાસિક ગાળા સુધી 1 અબજ ડોઝનો વૈશ્વિક પુરવઠો હાંસલ કરવો કઠિન બની રહેવાનો છે અને આટલા ડોઝ તો ધનવાન દેશો પોતાનાં નામે અંકે કરીને બેઠા છે. આ સંજોગોમાં ગરીબ દેશોનાં હાથમાં રસી ક્યારે આવશે તે સૌથી મોટો વૈશ્વિક સવાલ બની જાય છે. તેનાં કારણે દુનિયાનાં અનેક દેશો વચ્ચે તનાવ પણ પેદા થઈ શકે છે અને મહામારી પછી વિશ્વ સામે બીજું મોટું સંકટ પણ ઉભું થઈ શકે છે.

જૂનમાં અત્રાજેનેકાએ ગાવીનાં પ્રોગ્રામમાં 30 કરોડ ડોઝ આપવા સહમતી દેખાડી હતી. ફાઈઝર અને બાયોએનટેક દ્વારા કોવેક્સને ડોઝ પુરવઠો પૂરો પાડવા માટે રુચિ દેખાડી હતી. અમેરિકી સરકારે સનોફી અને ગ્લાક્સો પાસેથી 2.1 અબજ ડોલરમાં 10 કરોડ ડોલર બૂક કરી લીધા છે. અમેરિકા પાસે લાંબી અવધિ માટે વધુ પ0 કરોડ ડોલર મેળવવાનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે. યુરોપિયન યુનિયને પણ આ બન્ને કંપનીઓ પાસેથી 30 કરોડ ડોઝનો સોદો શરૂ કરી દીધો છે. અમેરિકાએ ફાઈઝર અને બાયોએનટેક સાથે પણ 1.9પ અબજ ડોલરનો સોદો કરેલો છે. નોવાવેક્સ સાથે પણ 1.6 અબજ ડોલરનો સોદો થઈ ગયો છે. આવી જ રીતે અત્રાજેનેકા સાથે પણ અમેરિકાએ 1.2 અબજ ડોલરની ડીલ કરી લીધી છે. બ્રિટન, સ્પેન, ઈઝરાયલ સહિત અનેક ધનવાન દેશોએ પણ રસી ઉત્પાદકો સાથે આવી જ રીતે તોતિંગ સોદા કરી રાખેલા છે.

July 23, 2020
alaska_quake.jpg
1min5370

અલાસ્કા પેનિનસ્યુલા (Earthquake in Alaska)માં બુધવારે રિક્ટર સ્કેલ પર 7.8 તીવ્રતાનો ભીષણ ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ બાદ તેના એપિસેન્ટરની આસપાસ 300 કિલોમીટર સુધી સુનામી (Tsunami)ની ચેતવણી આપવામાં આવી છે. યૂએસ જિયોલોજિકલ સર્વે મુજબ આ ભૂકંપનું એપિસેન્ટર પેરિવિલેથી 60 માઇલ દૂર હતું જ્યારે એન્કોરેન્જથી 500 માઇલ દૂર હોવાનું કહેવાય છે.

મીડીયા રિપોર્ટ્સમાં હજુ સુધી જાનમાલના નુકસાન વિશે વિગતો જાહેર નથી થઇ. ભૂકંપના આંચકા બાદ દરિયાકાંઠા વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરી દેવાઇ છે. સુનામીની ચેતવણી દક્ષિણ અલાસ્કા અને અલાસ્કા પેનિનસ્યૂલા માટે છે. USGS અનુસાર, જો ભૂકંપની તીવ્રતા વધુ હોય તો સામાન્ય રીતે સુનામીનું જોખમ તોળાય છે.  7.6થી 7.8 તીવ્રતાના ભૂકંપ બાદ એક ખતરનાક સુનામી આવવાની આશંકા રહે છે. સુનામી સેન્ટરે નિવેદનમાં કહ્યું છે કે, સુનામીની ચેતવણી પ્રારંભિક જાણકારીના આધારે આપવામાં આવી રહી છે. શક્ય છે કે બાદમાં તેમાં ફેરબદલ આવે. લોકોને દરિયાકાંઠાના વિસ્તારોથી અનેક માઇલ દૂર રહેવાની સૂચના અપાઇ ગઇ છે, કારણ કે સુનામીના કારણે ઊંચે ઉઠતા મોંજો થોડીક સેકન્ડોમાં અનેક કિલોમીટરનું અંતર કાપી શકે છે.સેન્ટરે કહ્યું કે યુએસ અને કેનેડાના અન્ય પેસિફિક કિનારાઓ જે ઉત્તર અમેરિકામાં છે ત્યાં સુનામીનું જોખમ નથી.

July 16, 2020
twitter-hacked.jpg
1min4620

હેકર્સે દુનિયાના દિગ્ગજ નેતાઓ, જાણીતી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કંપનીઓના ટ્વિટર હેન્ડલ હેક કરી લીધા છે. હેકર્સે જે લોકોના ટ્વિટર એકાઉન્ટ્સ હેક કર્યાં છે તેમાં માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ, એમેઝોનના કો ફાઉન્ડર જેફ બેજોસટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક, અમેરિકાના રેપર કાન્યે વેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ, વોરેન બફેટ, એપલ, બિઝનેસમેન એલન મસ્ક, અમેરિકી નેતા જો બિડનનો સમાવેશ થાય છે. 

આ દિગ્ગજો અને કંપનીઓના એકાઉન્ટ્સ હેક કરીને તેના પર એક ખાસ પ્રકારનો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો છે. આ તમામ એકાઉન્ટ્સ પરથી બિટકોઈનના પ્રમોશનને લગતો એક મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં હેકરે એક લિન્ક પણ મુકી હતી જેના પરથી બિટકોઈનની લેણદેણ કરી શકાય છે. જોકે, આ મેસેજીસને તાત્કાલિક ધોરણે ડિલિટ પણ કરી દેવામાં આવ્યા હતા. 

July 15, 2020
study_usa.png
1min5490

અમેરિકામાં એક કોર્ટમાં 14 જુલાઇ 2020ને મંગળવારે જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય રદ કરવા માટે માની ગયા છે, જેમાં વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં રહેવા પર અસ્થાયી રોક લગાવી દેવામાં આવી હતી. આ આદેશની વિરુદ્ધમાં દેશભરમાં આક્રોશ અને મોટી સંખ્યામાં શિક્ષણ સંસ્થાનો દ્વારા કેસ દાખલ કરાયા બાદ ટ્રમ્પ સરકાર દ્વારા પોતાનો નિર્ણય પરત ખેંચવો પડ્યો છે.

ટ્રમ્પ સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે જેના કારણે અમેરિકામાં રહીને અભ્યાસ કરતા વિદેશના વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. મહત્વનું છે કે, જે વિદ્યાર્થીઓ કોરોના વાયરસના કારણે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે તેવા વિદશી વિદ્યાર્થીઓને પરત જેવું પડશે તેવો આદેશ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે અમેરિકામાં રોકાવું જરુરી નથી. જેની સાથે વીઝા રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. જોકે, ભારે વિરોધ બાદ સરકારે પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે.

સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયની સામે હાવર્ડ સહિતની મોટી યુનિવર્સિટીઓ દ્વારા અરજી દાખલ કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું કે, ટ્રમ્પ સરકારે 6 જુલાઈના રોજ લીધેલા નિર્ણયને પરત ખેંચવા માટે રાજી થઈ ગઈ છે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓના પક્ષમાં અમેરિકાની ગૂગલ, ફેસબૂક અને માઈક્રોસોફ્ટ જેવી મોટી આઈટી કંપનીઓ પણ આવી ગઈ હતી. ૉ

કોર્ટે આ અંગે જણાવ્યું કે, “પક્ષકારોએ જણાવ્યું છે કે તેઓએ જે નિર્ણય કર્યો છે, તેને દૂર કરશે.” આ બાબતથી વિદેશી વિદ્યાર્થીઓ માટે રાહત લાવી છે, જેમાં ભારતના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. એકેડેમિક વર્ષ 2018-19માં અમેરિકામાં 10 લાખ કરતા વધારે વિદેશી વિદ્યાર્થીઓ હતા. અમેરિકામાં ભારતના 1,94,556 વિદ્યાર્થીઓ હતા. નોંધનીય છે કે, ઘણાં સાંસદોએ પણ પાછલા અઠવાડિયે ટ્રમ્પ સરકારને પત્ર લખીને વિદેશી વિદ્યાર્થીઓ પર લેવાયો પોતાનો નિર્ણય પરત ખેંચવા માટે અનુરોધ કર્યો હતો.


July 11, 2020
coronausa.jpg
1min4780

કોરોના વાયરસની મહામારીએ અમેરિકામાં રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અહીં છેલ્લા 24 કલાક દરમિયાન 70000 નવા કેસ નોંધાયા છે. વિશ્વના કોઈ પણ દેશમાં મહામારી શરૂ થયા બાદ આ સૌથી મોટો ઉછાળો છે. જોન હોપકિંસ યૂનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ 3183856 લોકો કોરોનાની લપેટમાં આવી ચૂક્યા છે.

અમેરિકામાં છેલ્લા બે મહિનાની સરખામણીએ હવે દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી ગતીથી વધી રહી છે. જોકે, મૃત્યુઆંક લગભગ અડધો થઈ ગયો છે. છેલ્લા બે મહિના દરમિયાન સૌથી વધારે મૃત્યુ દરરોજ બ્રાઝીલમાં થઈ રહી છે.

વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શનિવાર સવાર સુધીમાં 33 લાખની નજીક પહોંચી ગઈ છે. જ્યારે કુલ 136652 લોકોના મોત નિપજ્યા છે. જોકે, 1454000 લોકો સ્વસ્થ્ય પણ થઈ ચૂક્યા છે જે કુલ સંક્રમિતોના 44 ટકા છે.

તેમજ હોસ્પિટલમાં હજી પણ 1699000 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોના 52 ટકા છે. અમેરિકામાં કુલ ચાર ટકા દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે 426016 કેસ નોંધાયા છે. ફક્ત ન્યૂયોર્કમાં જ 32375 લોકોના મોત નિપજ્યા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 12493451 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 560141 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 6874690 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 5058620 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

July 9, 2020
catchkillcia-1280x720.jpg
1min5490

કોરોના વાઇરસને હવામાં પકડીને તુરત જ એને નિષ્ક્રીય બનાવી દે એવા ‘કેચ ઍન્ડ કિલ’ હવાના ફિલ્ટર બનાવાયા હોવાનો દાવો હ્યુસ્ટન યુનિવર્સિટીના વિજ્ઞાનિકોએ કર્યો છે.

આ ફિલ્ટર શાળાઓ, હૉસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્રો જેવી બંધ જગ્યાએ અને વિમાન જેવા જાહેર વાહનોમાં કોવિડ-૧૯ના વાઇરસ ફેલાતા અટકાવવામાં મદદ કરશે.

વિજ્ઞાનના એક ચોપાનિયામાં મંગળવારે પ્રકાશિત કરાયેલા અભ્યાસમાં જણાવ્યા અનુસાર આ સાધન કોરોનાના વાઇરસને ૯૯.૮ ટકાની ક્ષમતા સાથે ફિલ્ટરમાંથી એક જ વખત પસાર થતા નષ્ટ કરી શકે છે.

નિકલ ફોમમાંથી બનાવવામાં આવેલા સાધનને ૨૦૦ ડિગ્રી સુધી ગરમ કરવાથી ઍન્થ્રક્સનો રોગ ફેલાવતા વાઇરસ ૯૯.૯ ટકા નાશ પામતા હોવાનો દાવો પણ આ અભ્યાસમાં કરવામાં આવ્યો છે.

આ ફિલ્ટર વિમાનમાં, કાર્યાલયમાં, શાળાઓમાં અને ક્રૂઝ શિપમાં કોવિડ-૧૯ના વાઇરસને ફેલાતો રોકી શકે એમ છે.

કોરોનાના વાઇરસ હવામાં ત્રણ કલાક સુધી જીવતા રહે છે માટે આ ફિલ્ટર એમનો ઝડપથી અનાશ કરવામાં ઊપયોગી સાબિત થાય એમ છે.

અભ્યાસ કરનાર નિષ્ણાતોએ નોંધ્યું હતું કે કોરોનાના વાઇરસ ૭૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનમાં જીવી શકતા નથી અને માટે જો ફિલ્ટરનું તાપમાન ૨૦૦ ડિગ્રી સુધી વધારવામાં આવે તો એ તુરંત મરી જતા હોવાની વાત એમણે નોંધી હતી.

July 7, 2020
modi_trump.jpg
1min6820

Jayesh Brahmbhatt 98253 44944

એક તરફ સમગ્ર વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે ભારત અમેરિકાનું શ્રેષ્ઠ મિત્ર છે. ભારત અમેરીકાને ચાહે છે. ભારત અને અમેરિકા સાથે છે. પણ બીજી તરફ છેલ્લા 7 દિવસમાં અમેરિકાએ ભરેલા બે પગલાંઓને કારણે ભારતના લાખો વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ મોટી મુશ્કેલીમાં મૂકાય ગયા છે.

વિતેલા સપ્તાહે વીઝા પર પ્રતિબંધ મૂકીને ભારતીયોની ઉંઘ હરામ કરી નાંખી

અગાઉ વિતેલા સપ્તાહે અમેરીકાએ એચ-વનબી વીઝા પર બેન મૂકી દઇને અમેરીકામાં હાલ વ્યવસાય, નોકરી કરતા લાખો લોકો અને તેમના પરિવારો તેમજ હવે પછી આ ક્વોટામાં અમેરીકા જવા બિલકુલ તૈયાર લાખો ભારતીય યુવકોની ઉંઘ હરામ કરી દીધી છે. એચ-વન બી વીઝા બેનથી સૌથી વધુ અસરગ્રસ્ત જો કોઇ બનશે તો એ ભારતીય યુવાનો અને તેમના પરિવારજનો છે.

હવે અમેરીકામાં ઓનલાઇન સ્ટડી કરી રહેલા વિદ્યાર્થીઓ જો રેગ્યુલર ક્લાસીસમાં નહીં જાય તો ફરજિયાત ડિપોર્ટ (પ્લેનમાં બેસાડીને રવાના)

તા.7મી જુલાઇએ એવા સમાચારોએ અમેરીકામાં રહીને હાલ કોવીડ 19ના લીધે ઓનલાઇન સ્ટડી કરી રહેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓની ઉંઘ હરામ કરી દીધી છે. અમેરીકાએ નિર્ણય કર્યો છે કે જે વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરે છે ક્યાં તો એ પ્રત્યક્ષ રીતે ક્લાસીસ જોઇન કરી લે અન્યથા તેમને શોધી શોધીને વતન વાપસી કરવામાં આવશે. આ નિર્ણય અમેરીકામાં વસતા તમામ દેશના વિદ્યાર્થીઓને લાગુ પડશે. પરંતુ, અંહી એ વાત નોંધવી ઘટે કે સૌથી વધુ વિદ્યાર્થીઓ જો અમેરીકામાં હોય તો એ ભારતીય વિદ્યાર્થીઓ છે.

7 દિવસમાં ઉપરા છાપરી બે નિર્ણયોથી લાખો ભારતીયો મુશ્કેલીમાં

સાત દિવસમાં જ અમેરીકાની ટ્રમ્પ સરકારે બે એવા નિર્ણયો કર્યા કે જેની સીધી અસર ભારતના લાખો યુવાનો, નોકરીયાતો, વિદ્યાર્થીઓ પર થઇને પડી છે ત્યારે સવાલ એ થાય છે કે સાલુ અમેરીકા ભારતનું દોસ્ત છે કે દુશ્મન?

July 5, 2020
breaking_CIA-1280x831.jpg
1min4990

વંદે ભારત મિશન અંતર્ગત અમેરીકામાં હાલ કોવીડ-19ની સૌથી માઠી અસર વચ્ચે ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે એર ઇન્ડિયાએ ભારત સરકારની સૂચનાથી લોંચ કરેલા વંદે ભારત મિશન અંતર્ગત આગામી તા.11 જુલાઇથી 19 જુલાઇ વચ્ચે કુલ 36 ફ્લાઇટ્સ અમેરિકાથી ભારત ઉડાડશે.

અમેરીકામાં ચીકાગો, સાન ફ્રાન્સિસ્કો અને ન્યુયોર્ક એરપોર્ટથી ભારત પરત ફરવા અંગેની ફ્લાઇટ્સના બુકિંગ તા.6 જુલાઇ 2020ના રોજ જુદાજુદા સમયે શરૂ કરવામાં આવશે. આ તમામ ફ્લાઇટ્સના બુકિંગ એર ઇન્ડિયાની વેબસાઇટ્સ પરથી કરી શકાશે.

રવિવારે તા.5મી જુલાઇએ એર ઇન્ડિયાએ ટ્વીટર હેન્ડલ પરથી આ મહત્વની જાહેરાત કરી હતી.

July 2, 2020
cia_breaking-1280x833.jpg
1min750

કોરોના વાયરસના સંક્રમણ સામે ઝઝૂમી રહેલા મેક્સિકોમાં ઈરાપુટાઓ શહેરમાં એક બંદૂકધારીએ ભીષણ ગોળીબારમાં 24 લોકોના મોત નિપજ્યા છે. પ્રાપ્ય જાણકારી પ્રમાણે આ ગોળીબારમાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે જેના કારણે મૃત્યુઆંક હજી વધે તેવી શક્યતા છે.

ઘટનાની જાણ થતા જ મેકિસકો પોલીસ અને એટીટ કમાન્ડો ફોર્સની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. જોકે, હજી સુધી હુમલાખોરની ભાળ મલી શકી નથી. ઈરાપુટાઓ શહેરમાં એક મહિનામાં ગોળીબારની આ બીજી ઘટના છે. આ અગાઉ 6 જૂનના પુનર્વાસ કેન્દ્રમાં બંદૂકધારીઓએ ગોળીબાર કરીને 10 લોકોને મોતના ઘાટ ઉતાર્યા હતા. રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેનુઅલ લોપેઝે આ હુમલાને વખોડી નાખતા તપાસના આદેશ આપ્યા છે. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર બંદૂકધારીઓની સંખ્યા એક કરતા વધારે હોઈ શકે છે. તેમને ઝડપી પાડવા માટે મોટા પાયા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર તેમણે પહેલા રિહેબ સેન્ટર પર ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ તેમાં આગ લગાવી દીધી હતી.