રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના 8મા સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા છે. હુરૂનના ગ્લોબલ રિચ લિસ્ટ ર0ર1 મુજબ છેલ્લા એક વર્ષમાં મુકેશ અંબાણીની મિલકત ર4 ટકા વધી છે. તેઓ 83 અબજ ડોલરની સંપતિના માલિક છે. જે ભારતીય મુદ્રામાં 6.09 લાખ કરોડ જેટલા થાય છે.
દુનિયાના સૌથી ધનિક તરીકે ટેસ્લા કંપનીના એલન મસ્કે સ્થાન મેળવ્યુ છે જેમની સંપતિ 3ર8 ટકા વધી 197 અબજ ડોલર થઈ છે. એક વર્ષમાં એલન મસ્કની સંપતિમાં 1પ1 અબજ ડોલરનો વધારો થયો છે. ચીનના ઉદ્યોગપતિ અલીબાબા ગ્રુપના જેક મા ચોથા ક્રમે છે. રિચ લિસ્ટમાં અન્ય ભારતીયોમાં ગૌતમ અદાણી અને પરિવાર ર.34 લાખ કરોડની સંપતિ સાથે 48મા ક્રમે, શિવ નાદર તથા પરિવાર 1.94 લાખ કરોડની સંપતિ સાથે પ8મા ક્રમે, લક્ષ્મી એન મિતલ 1.40 લાખ કરોડની સંપતિ સાથે 104મા ક્રમે તથા સાઈરસ પૂનાવાલા 1.3પ લાખ કરોડની સંપતિ સાથે 113મા ક્રમે સ્થાન મેળવ્યું છે.
નવી યાદી અનુસાર ભારતમાં ર09 અબજપતિ છે જેમાં 177 ભારતમાં રહે છે. અમેરિકામાં અબજપતિઓની સંખ્યા 689 થઈ છે. ભારતમાં ગત વર્ષ પ0 અબજપતિઓ ઉમેરાયા હતા. સંપતિમાં ર71 ટકાના ઉછાળા સાથે ઝેસ્કાલરના જય ચૌધરીની સંપતિ 96000 કરોડ અને અદાણી ગ્રુપના વિનોદ શાંતિલાલ અદાણીની સંપતિ 1ર8 ટકા વધી 7ર000 કરોડ થઈ હતી.
ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલન મસ્ક હવે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ રહ્યાં નથી. તેમની જગ્યા અમેરિકી ઇ-કોમર્સ કંપની અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસે લઇ લીધી છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સ અનુસાર, જેફ બેજોસ હવે દુનિયાના સૌથી પૌસાદાર કારોબારી બની ગયા છે. એક ટ્વિટના કારણે એલન મસ્ક બીજા સ્થાને પહોંચી ગયા છે.
ટેસ્લામાં સૌથી વધુ કડાકો સપ્ટેમ્બર બાદ જોવા મળ્યો. તેમની કંપનીના શેરોમાં કડાકો તેમણે બિટકોઇન અંગે કરેલી કમેન્ટ બાદ આવ્યો. એલન મસ્કે કહ્યું હતું કે, બિટકોઇનની કિંમતો વધુ છે. તે બાદ સોમવારે ટેસ્લાના શેરોમાં પણ ૮.૫ ટકાનો કડાકો જોવા મળ્યો. આનાથી એલન મસ્કની સંપત્તિમાં ૧૫ બિલિયન ડોલરનો ઘટાડો થયો.
મસ્ક બે વખત જેફ બેજોસને પછાડીને સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. જેફ બેજોસ ૧૮૬ અરબ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના ધનાઢ્યની યાદીમાં સૌથી ઉપર પહોંચી ગયા છે. મસ્કની કંપની ટેસ્લાના શેરો સોમવારે ૮.૫૫ ટકા ગગડ્યાં. જેનાથી એલન મસ્કની નેટવર્થમાં ૧૫.૨ અરબ ડોલરનો ઘટાડો થયો અને તે ૧૮૩ અરબ ડોલર નેટવર્થ સાથે બીજા સ્થાને આવી ગયા.
ઉપરાંત ભારતના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણી આ યાદીમાં એક સ્થાન નીચ ઉતર્યા છે. તેઓ ૧૨માં સ્થાને પહોંચી ગયા છે. તેમની નેટવર્થ ૭૮.૩ અરબ ડોલર છે. આ વર્ષે તેમની નેટવર્થમાં ૧.૫૫ અરબ ડોલરનો વધારો થયો છે.
કોરોના વાઈરસ પ્રાણીમાંથી માનવીમાં દાખલ થયો હોય શકે તેવી સંભાવના ડબ્લ્યૂએચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના નિષ્ણાતોએ મંગળવારે વ્યક્ત કરી હતી.
વૂહાનની લેબોરેટરીમાંથી વાઈરસ ભૂલથી અથવા જાણીબૂઝીને લીક થયો હતો તેવી થિયરીને હૂની ટીમે નકારી કાઢી છે. ચીનના અને હૂના વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા ૨૬ દિવસની વૂહાનની મુલાકાત પછી આવું તારણ આપ્યું હતું.
વિશ્ર્વ આરોગ્ય સંગઠન (વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશન)ના નિષ્ણાતોએ મંગળવારે જણાવ્યું હતું કે કોરોના વાઇરસ ચીનની પ્રયોગશાળામાંથી નહિ, પણ પ્રાણીમાંથી માનવોમાં ફેલાયો હોવાની શક્યતા છે.
વિશ્ર્વ આરોગ્ય સંગઠનના અન્ન સુરક્ષા અને પ્રાણીઓના રોગોને લગતા નિષ્ણાત પીટર બેન એમ્બારેકે મધ્ય ચીનના શહેર વુહાનની મુલાકાત બાદ આ સંભાવના વ્યક્ત કરી હતી. વિજ્ઞાનીઓની ટુકડી વુહાન શહેરમાં કોરોના વાઇરસના ઉદ્ગમસ્થાનની તપાસ કરી રહી છે.
ચીનના વુહાન શહેરમાં ૨૦૧૯ના ડિસેમ્બરમાં કોરોના વાઇરસનો પ્રથમ દરદી નોંધાયો હોવાનું કહેવાય છે.
વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલોજીએ વાઇરસના નમૂના ભેગા કર્યા હોવાથી આ પ્રયોગશાળામાંથી કોરોના વાઇરસ ફેલાયો હોવાના સમાચાર ફેલાયા હતા.
નિષ્ણાત પીટર બેન એમ્બારેકે જણાવ્યું હતું કે અમને પ્રાથમિક અભ્યાસમાં કોરોના વાઇરસ કોઇ પ્રાણીમાંથી માનવોમાં ફેલાયા હોવાનું લાગે છે. થીજવેલા ખોરાકમાંથી કોરોના વાઇરસ માનવોમાં ફેલાયો હોવાની શક્યતા વધુ છે.
ચીનના કેટલાક સ્થળે વાંસમાં જોવા મળતા ઉંદરો અને કીડીઓ ખાતું ભીંગડાવાળું પ્રાણી પેન્ગોલિન જેવા પ્રાણીઓ ખોરાક તરીકે વપરાતા હોવાથી તેઓમાંથી કોરોના વાઇરસ માનવોમાં ફેલાયા હોવાની સંભાવનાની તપાસ થઇ રહી છે.
ભારતીય-અમેરિકન ભવ્યા લાલને સોમવારે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) દ્વારા કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભવ્યા લાલ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા નાસામાં ફેરફાર સંબંધી સમીક્ષા દળની સભ્ય પણ છે અને બાઈડેન તંત્રમાં એજન્સીમાં પરિવર્તન સંલગ્ન કામગીરી પર દેખરેખ રાખે છે.
અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભવ્યા પાસે એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો બહોળો અનુભવ છે. તે સ્પેસ ટેક્નોલોજી અને પોલીસી સોસાયટીની સક્રિય સભ્ય પણ છે. નાસાએ એક નિવેદનમાં કહ્યું કે, નાસાએ વરિષ્ઠ એજન્સી હોદ્દાઓ માટે નિમણૂક અંગે કેટલાક નામો આપ્યા છે. ભવ્યા લાલ એજન્સીમાં કાર્યકારી પ્રમુખ તરીકે જોડાયા છે. ફિલિપ થોમ્પસન વ્હાઈટ હાઉસના સંપર્ક તરીકે કામ કરશે. એલિસિયા બ્રાઉન વિધાનસભા તેમજ આંતર સરકારી મામલાઓના કાર્યાલયના સાહાયક સંચાલક તરીકે કામ કરશે અને માર્ક એટાઈકની એજન્સીના સંચાર કાર્યાલયના સહાયક સંચાલક તરીકેની જવાબદારી રહેશે.
ભવ્યા લાલ પાસે 2005થી 2020 સુધી ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી ઈન્સ્ટિટ્યૂટમાં સંશોધન સ્ટાફના સભ્ય તરીકે કામ કરવા ઉપરાંત એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો વ્યાપક અનુભવ ધરાવે છે.
અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાયડન અંતે દેશની સત્તા સંભાળવાથી માત્ર એક દિવસ દૂર છે. 20મી જાન્યુઆરી એટલે કે, બુધવારે દેશની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં 46મા રાષ્ટ્રપતિપદે શપથગ્રહણ કરશે. આ સાથે જ દેશની પહેલી મહિલા અને અશ્વેત ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ શપથ લેશે. દરમ્યાન, શપથથી પહેલાં અમેરિકામાં’ હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વોશિંગ્ટન ડીસીમાં 25,000 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, બાયડને પોતાની સરકારમાં મહત્ત્વનાં પદો પર 13 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 20 ભારતીય મૂળનાં અમેરિકીઓનું નામાંકન કર્યું છે.
રાષ્ટ્રપતિનો શપથ સમારોહ અમેરિકામાં દર વર્ષે ચર્ચામાં હોય છે, પરંતુ આ વર્ષે સમગ્ર દુનિયાની નજર અનેક કારણોસર તેનાં પર ટકેલી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિપદના શપથ સમારોહને ‘ઇનેગ્યુરેશન’ કહેવાય છે, જે વોશિંગ્ટન સ્થિત સંસદની ‘યુએસ કેપિટલ’ ઇમારતમાં આયોજિત કરવામાં આવે છે, આ વર્ષની થીમ છે ‘અમેરિકા યુનાઇટેડ’. આ વર્ષની શરૂઆતમાં જ 6ઠ્ઠી જાન્યુઆરીનાં સંસદની ઇમારત હિંસાનો શિકાર બની હતી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ સંસદ પર ચડાઇ કરી હતી. જેના જવાબદાર માનવામાં આવતા ટ્રમ્પની સામે મહાભિયોગ પણ લાવવામાં આવ્યો હતો.
કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે યોજાનારા આ સમારોહમાં અપેક્ષા મુજબ ઓછા લોકો પહોંચશે. જો કે, તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. 20મી જાન્યુઆરીના કાર્યક્રમ મુજબ, શપથ સમારોહ રાષ્ટ્રગીતની સાથે સવારે 11 વાગ્યાને 30 મિનિટે (ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગ્યે) શરૂ થશે. એ પછી બપોરથી પહેલાં જ કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ પદનાં શપથ લેશે. કમલા હેરિસને સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ સોનિયા ઓટોમેયર પદની શપથ અપાવશે. એ પછી નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાયડન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ પદનારૂપમાં શપથ લેશે, પરંપરા મુજબ, સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટસ બાયડનને શપથ અપાવશે. એબીસી, સીબીએસ, સીએનએન સહિતની ચેનલો પ્રસારણ કરશે.
અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાયડને તેમની સરકારમાં મહત્ત્વના પદો પર 13 મહિલા સહિત 20 ભારતીય મૂળના અમેરિકીઓની પસંદગી કરી છે, જેમાંથી કમ સે કમ 17 લોકો વ્હાઈટ હાઉસમાં ચાવીરૂપ પદો સંભાળશે.
અમેરિકાની કુલ વસતીના માત્ર એક ટકા ભારતીયો છે. આટલા નાના સમુદાયમાંથી અમેરિકી સરકારમાં આટલી મોટી સંખ્યામાં લોકો નિયુક્ત કરાશે તેવો પ્રથમ પ્રસંગ છે. બાયડન 20મી જાન્યુઆરીના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે શપથ લેનારા’ કમલા હેરીસ અમેરિકામાં ભારતીય મૂળના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બનશે. સૌથી ટોચના પદો જોઈએ તો વ્હાઈટ હાઉસમાં વ્યવસ્થા અને બજેટ નિર્દેશક તરીકે નીરા ટંડન અને ડો. વિવેક મૂર્તિને અમેરિકાના સર્જન જનરલ બનાવાયા છે. વનીતા ગુપ્તાને કાયદા મંત્રાલયના એસોસિયેટ એટોર્ની જનરલ બનાવાયા છે. વ્હાઈટ હાઉસે પહેલીવાર એવા બે ભારતીય – અમેરિકીને સ્થાન આપ્યું છે જે મૂળે કાશ્મીરના છે. આયશા શાહને પાર્ટનરશિપ મેનેજર અને સમીરા ફાજલીને અમેરિકી રાષ્ટ્રીય આર્થિક પરિષદના ઉપનિર્દેશક બનાવાયા છે, આ બન્ને કાશ્મીરી છે. ત્રણ ભારતીયને વ્હાઈટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં સ્થાન અપાયું છે. વિનય રેડ્ડીને બાયડનના ભાષણ નિર્દેશક, વેદાંત પટેલને રાષ્ટ્રપતિના સહાયક પ્રેસમંત્રીનાં પદ સોંપાયાં છે.
શપથગ્રહણની શરૂઆત ભારતીય રંગોળીથી થશે : સુરક્ષા કારણોસર આ વખતે પ્રત્યક્ષને બદલે ઓનલાઇન રંગોળી ઇવેન્ટ
અમેરિકામાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. ર1 જાન્યુઆરીના ઓનલાઇન શપથગ્રહણ સમારોહની શરૂઆત પરંપરાગત ભારતીય રંગોળી સાથે થશે. રંગોળી બનાવવાની એક ઓનલાઇન પહેલ માટે ભારત અને અમેરિકામાંથી આશરે 1800 લોકોએ ભાગ લીધો હતો. આ ઝૂંબેશમાં સામેલ થનારા મલ્ટીમીડિયા કલાકાર શાંતિ ચંદ્રશેખરે કહ્યંy કે કોલમ (તમિલનાડુમાં રંગોળીને કોલમ કહે છે) સકારાત્મક ઊર્જા અને નવી શરૂઆતનું પ્રતીક છે.
શરૂઆતમાં રંગોળી વ્હાઇટ હાઉસ બહાર બનાવવામાં આવનાર હતી. બાદમાં કેપિટલ હિલ બહાર બનાવવા મંજૂરી આપવામાં આવી હતી પરંતુ વોશિંગ્ટન ડીસીમાં અભૂતભૂર્વ સુરક્ષાને કારણે આ મંજૂરી રદ્દ કરી નાખવામાં આવી છે. એટલે બાઇડન અને હેરિસનું સ્વાગત કરવા એક વીડિયો સાથે હજારો રંગોળીઓને જોડવામાં આવશે. ‘
વૈશ્વિક મહામારીના સંકટને લીધે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનનો ભારત પ્રવાસ રદ કરી દેવાયો છે. તેઓ પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ રુપે સામેલ થવાના હતા.
માહિતી મુજબ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરતાં ભારત આવવા તેમની અસર્થતા વ્યક્ત કરી હતી. બ્રિટિશ વડાપ્રધાને પોતાનો ભારત પ્રવાસ રદ કરવા પર દુખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદી સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે આગામી છ મહિનામાં ભારત પ્રવાસ કરી શકે એવી આશા વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે કોરોના વાયરસના ખતરનાક સ્ટ્રેનને લીધે બ્રિટનમાં લોકડાઉન લાગૂ કરાયુ હતું. વાયરસના નવા પ્રકારને લીધે બ્રિટનમાં ગંભીર સ્થિતિ પેદા થઇ ચૂકી હતી. અહીં સુધી કે બ્રિટિશ પ્રશાસને પણ આ મુદ્દે એકવાર કહી દીધુ હતું કે નવા સ્ટ્રેનનું સંક્રમણ બેકાબૂ છે અને આવતા સમયમાં સ્થિતિ ગંભીર બનશે. બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસના નવા પ્રકારના સંક્રમણથી દુનિયાભરમાં ખતરો વધી રહ્યો છે. નવા વેરિયન્ટના સંક્રમણના કેસ ભારત સહિત અનેક દેશોમાં મળી આવતા હવે દેશોની સરકારો આ અંગે કડક નિયમો-પ્રતિબંધો લાગૂ કરી છે. જેથી સંક્રમણને રોકી શકાય.
ગત વર્ષે 15 ડિસેમ્બરે બ્રિટનના વિદેશ મંત્રીના પ્રવક્તાઓ માહિતી આપી હતી કે અમારા વડાપ્રધાન બોરિસ જોનસને ભારતના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ બનવાના આમંત્રણને સ્વીકારી લીધુ છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 નવેમ્બરે ટેલિફોન પર વાતચીત દરમિયાન બ્રિટિશ વડાપ્રધાનને ઔપચારિક રીતે આમંત્રણ આપ્યું હતું. ભારતમાં કોઇપણ બ્રિટિશ વડાપ્રધાનને પ્રજાસત્તાક દિવસના પર્વે લાંબા સમય બાદ આમંત્રિત કરવામાં આવ્યા હતા. છેલ્લી વાર 1993માં બ્રિટનના પીએમ જોન મેજર ભારતના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ બન્યા હતા.
ભારતથી યુકે જનારી ફ્લાઇટ છઠ્ઠી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે અને યુકેથી ભારત આવતી ફ્લાઇટ આઠમી જાન્યુઆરીથી શરૂ થશે, એવું કેન્દ્રના ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપ સિંહ સુરીએ જણાવ્યું હતું. દરેક સપ્તાહમાં ભારતથી ૧૫ ફ્લાઇટ યુકે જશે અને યુકેથી ૧૫ ફ્લાઇટ ભારત આવશે. આમ એક અઠવાડિયામાં ભારત-યુકે વચ્ચે કુલ ૩૦ ફ્લાઇટ ઉડાન ભરશે, એવી પુરીએ માહિતી આપી હતી.
કોરોનાનો નવો યુકે વેરિએન્ટ મળી આવ્યા બાદ ૨૩ ડિસેમ્બરથી ૭ જાન્યુઆરી સુધી ભારતે બંને દેશો વચ્ચેની વિમાની સેવા સસ્પેન્ડ કરી હતી.
બ્રિટને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની oxford astrazeneca vaccine કોરોના વેક્સિનના ઈમર્જન્સી સપ્લાય માટે મંજૂરી આપી દીધી છે. અગાઉ યુકેએ ફાઈઝરની કોરોના વેક્સિનને સૌપ્રથમ મંજૂરી આપી હતી. ત્યારબાદ હવે ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની કોરોનાની રસીને માનવ વપરાશ માટે નિયમનકારે મંજૂરી આપી છે. મેડિસીન એન્ડ હેલ્થકેર પ્રોડ્ક્ટ્સ રેગ્યુલેટર એજન્સી (MHRA)એ આ વેક્સિનને મંજૂરી આપી હોવાથી તે સુરક્ષિત અને અસરકારક હોવાનું પ્રમાણિત થયું છે.
યુકે નેશનલ હેલ્થ સર્વિસ (NHS) દ્વારા દેશવ્યાપી રસીકરણ અભિયાન માટે હજારો આરોગ્યકર્મીઓ અને સ્વયંસેવકોને ખડેપગે રાખ્યા છે. આ વેક્સિન માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે પણ જોડાણ કરાયું છે. ગત સોમવારે યુકે સરકારને સોંપાયેલા આ રસીના ફાઈનલ ડેટાનું વિશ્લેષણ નિયમનકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ઓક્સફર્ડના વરિષ્ઠ વિજ્ઞાનીએ આ રસી ખરેખર ગેમચેન્જર હોવાનું જણાવ્યું હતું. મોટાપાયે આ વેક્સિનના ડોઝ આપવાથી 2021ના મધ્ય સુધીમાં હર્ડ ઈમ્યુનિટી હાંસલ કરવામાં નોંધપાત્ર મદદ મળશે. ફાઈઝરની રસીની તુલનાએ ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીને સંગ્રહ કરવી વધુ સરળ છે. નિયમનકારો આગામી સપ્તાહે આ વેક્સિનને અંતિમ મંજૂરી આપે ત્યારબાદ મોટાપાયે રસીકરણ હાથ ધરાશે.
બ્રિટને કોરોના વેક્સિનના 10 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે જે પૈકી 4 કરોડ ડોઝ માર્ચના અંત સુધીમાં મળવાની સંભાવના છે. એસ્ટ્રાઝેનેકાના વડા પાસ્કર સોરોઈટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંશોધકોએ વેક્સિનના બે ડોઝના તારણોથી એક શ્રેષ્ઠ ફોર્મ્યુલા શોધી લીધી છે. આ રસી અંગેના અંતિમ અહેવાલ વહેલી તકે પ્રકાશિત થશે.
સૂત્રોના મતે યુકેમાં વધેલા કોરોનાના નવા સ્ટ્રેનને પગલે ઓક્સફર્ડની રસી વધુ અસરકારક હોવાથી હવે વહેલી તકે કોરોનાના નવા પ્રકારથી પણ લોકોને રક્ષણ મળવાની સંભાવના પ્રબળ બની છે.
વિશ્વમાં કોરોના વાયરસના સતત વધી રહેલા પ્રકોપના કારણે અત્યારસુધીમાં 17.41 લાખથી વધારે લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. બીજી તરફ કોરોનાને રોકવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં હવે કોરોનાના અંતની શરૂઆત થઈ ચૂકી હોય તેવા સંકેત મળી રહ્યા છે અને દુનિયાના 11 દેશોમાં કોરોના વાયરસ સામેનું રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. રસીકરણમાં અમેરિકા-જર્મનીની કંપની ફાઈઝર-બાયોએનટેકની બનાવેલી રસીનો સોથી વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
FILE PHOTO: Vials with a sticker reading, “COVID-19 / Coronavirus vaccine / Injection only” and a medical syringe are seen in front of a displayed Pfizer logo in this illustration taken October 31, 2020. REUTERS/Dado Ruvic/Illustration/File Photo
ચીન :
છ કંપનીઓની પ્રયોગિક રસી ઘણા રાજ્યોમાં મોટાભાગના લોકોને મળી ચૂકી છે. પહેલા તબક્કામાં 15 જાન્યુઆરી સુધીમાં 2.5 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે.
રશિયા :
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ડિસેમ્બરની શરૂઆતે રસીકરણ અભિયાન શરૂ કરવાનું એલાન કર્યું હતું. હવે રશિયામાં ડોક્ટરો, શિક્ષકો અને સોશિયલ વર્કરોને રસી આપવામાં આવી રહી છે.
બ્રિટન :
રસીકરણ શરૂ કરનારો પહેલો યુરોપિયન દેશ બન્યો છે. સાત ડિસેમ્બરે વેક્સિનના ઉપયોગની શરૂઆત કરવામાં આવી હતી અને અત્યારસુધીમાં 6 લાખ લોકોને ફાઈઝરની રસી અપાઈ છે.
કેનેડા :
અહિંયા પણ 14 ડિસેમ્બરે ફાઈઝરની કોરોના રસી આપવાની શરૂઆત થઈ હતી. કેનેડાએ પોતાની વસ્તીથી પાંચ ગણી વધારે રસીની અગાઉથી ખરીદી કરી લીધી છે.
અમેરિકા :
14 ડિસેમ્બરના ફાઈઝર-બાયોએનટેકની કોરોના રસીના ઉપયોગની શરૂઆત થઈ હતી. પછી મોર્ડનાની રસીના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી હતી.
ઈઝરાયલ :
અહિંયા 20 ડિસેમ્બરના તત્કાલીન વડાપ્રધાન નેતન્યાહુ, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને સૈનિકોને રસી આપવામાં આવી હતી.
સ્વિત્ઝરલેન્ડ :
ફાઈઝર-બાયોએનટેકની રસીના રસીકરણની 22 ડિસેમ્બરથી શરૂઆત થઈ હતી. પહેલા તબક્કામાં સ્વાસ્થ્ય અને ઈમર્જન્સી સ્ટાફ સાથે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી અપાઈ રહી છે.
બહેરીન :
અરબ જગતમાં રસીકરણ શરૂ કરનારો પહેલો દેશ બન્યો છે. 23 ડિસેમ્બરથી રસીકરણ શરૂ થયું હતું. બેહરીનમાં’ ફાઈઝર-બાયોએનટેકની રસી મફત અપાઈ રહી છે.
ત્રણ લેટિન અમેરિકન દેશ :
મેક્સિકો, ચિલી અને કોસ્ટારિકામાં રસીકરણની શરૂઆત થઈ ચૂકી છે.
3 દેશ ટૂંક સમયમાં શરૂ કરશે :
આર્જેન્ટિનામાં સ્પૂતનિક-વી રસીના ત્રણ લાખ ડોઝ પહોંચી ચુક્યા છે. જ્યારે આર્યલેન્ડમાં 26 ડિસેમ્બરના ડોઝ પહોંચી જશે. આ ઉપરાંત મોરોક્કોમાં સિનાફોર્મ, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાના ડોઝ પહોંચી ચુક્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.