CIA ALERT
17. May 2024
January 18, 20211min399

Team JOE Biden : 20 ભારતીય

Share On :
Print Friendly, PDF & Email

અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાયડને તેમની સરકારમાં મહત્ત્વના પદો પર 13 મહિલા સહિત 20 ભારતીય મૂળના અમેરિકીઓની પસંદગી કરી છે, જેમાંથી કમ સે કમ 17 લોકો વ્હાઈટ હાઉસમાં ચાવીરૂપ પદો સંભાળશે.

અમેરિકાની કુલ વસતીના માત્ર એક ટકા ભારતીયો છે. આટલા નાના સમુદાયમાંથી અમેરિકી સરકારમાં આટલી મોટી સંખ્યામાં લોકો નિયુક્ત કરાશે તેવો પ્રથમ પ્રસંગ છે. બાયડન 20મી જાન્યુઆરીના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે શપથ લેનારા’ કમલા હેરીસ અમેરિકામાં ભારતીય મૂળના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બનશે. સૌથી ટોચના પદો જોઈએ તો વ્હાઈટ હાઉસમાં વ્યવસ્થા અને બજેટ નિર્દેશક તરીકે નીરા ટંડન અને ડો. વિવેક મૂર્તિને અમેરિકાના સર્જન જનરલ બનાવાયા છે. વનીતા ગુપ્તાને કાયદા મંત્રાલયના એસોસિયેટ એટોર્ની જનરલ બનાવાયા છે. વ્હાઈટ હાઉસે પહેલીવાર એવા બે ભારતીય – અમેરિકીને સ્થાન આપ્યું છે જે મૂળે કાશ્મીરના છે. આયશા શાહને પાર્ટનરશિપ મેનેજર અને સમીરા ફાજલીને અમેરિકી રાષ્ટ્રીય આર્થિક પરિષદના ઉપનિર્દેશક બનાવાયા છે, આ બન્ને કાશ્મીરી છે. ત્રણ ભારતીયને વ્હાઈટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં સ્થાન અપાયું છે. વિનય રેડ્ડીને બાયડનના ભાષણ નિર્દેશક, વેદાંત પટેલને રાષ્ટ્રપતિના સહાયક પ્રેસમંત્રીનાં પદ સોંપાયાં છે.

શપથગ્રહણની શરૂઆત ભારતીય રંગોળીથી થશે : સુરક્ષા કારણોસર આ વખતે પ્રત્યક્ષને બદલે ઓનલાઇન રંગોળી ઇવેન્ટ

અમેરિકામાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. ર1 જાન્યુઆરીના ઓનલાઇન શપથગ્રહણ સમારોહની શરૂઆત પરંપરાગત ભારતીય રંગોળી સાથે થશે.
રંગોળી બનાવવાની એક ઓનલાઇન પહેલ માટે ભારત અને અમેરિકામાંથી આશરે 1800 લોકોએ ભાગ લીધો હતો. આ ઝૂંબેશમાં સામેલ થનારા મલ્ટીમીડિયા કલાકાર શાંતિ ચંદ્રશેખરે કહ્યંy કે કોલમ (તમિલનાડુમાં રંગોળીને કોલમ કહે છે) સકારાત્મક ઊર્જા અને નવી શરૂઆતનું પ્રતીક છે.

શરૂઆતમાં રંગોળી વ્હાઇટ હાઉસ બહાર બનાવવામાં આવનાર હતી. બાદમાં કેપિટલ હિલ બહાર બનાવવા મંજૂરી આપવામાં આવી હતી પરંતુ વોશિંગ્ટન ડીસીમાં અભૂતભૂર્વ સુરક્ષાને કારણે આ મંજૂરી રદ્દ કરી નાખવામાં આવી છે. એટલે બાઇડન અને હેરિસનું સ્વાગત કરવા એક વીડિયો સાથે હજારો રંગોળીઓને જોડવામાં આવશે. ‘

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :