CIA ALERT

ઇન્ડીયા Archives - Page 123 of 215 - CIA Live

April 7, 2020
coronaindia-1-1280x1044.jpg
8min5740

  • Confirmed Cases : 5,194
  • Total Deaths : 149
  • Total Recovered : 402
  • Active Cases : 4,643

STATECasesDeath
MAHARASHTRA101864
TAMIL NADU6907
DELHI5769
TELANGANA3647
KERALA3362
RAJASTHAN3283
U.P.3263
A.P.3054
M.P.22913
KARNATAKA1754
GUJARAT16513
HARYANA1473
J.K.1162
WEST BENGAL995
PUNJAB917
ODISHA421
BIHAR381
UTTARAKHAND310
ASSAM270
H.P.181
CHANDIGARH180
LADAKH140
ANDAMAN100
CHHATTISGARH100
GOA70
PUDUCHERRY50
JHARKHAND40
MANIPUR20
MIZORAM10

દેશમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા વધીને ૪,૯૧૯ થઇ ગઇ છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે.

દેશમાં કોરોના વાઇરસના રોગચાળામાં મરનારા દરદીઓની સંખ્યા મંગળવાર સવારના આંકડા મુજબ ૧૧૪ થઇ હતી અને તેમાં મહારાષ્ટ્રમાં ૪૫ અને ગુજરાતમાં ૧૨ દરદીના મૃત્યુનો સમાવેશ થતો હતો. દેશમાં આ રોગમાંથી ૩૨૫ લોકો સાજા થયા છે. દેશમાં જ ૬૬ વિદેશી દરદી છે. કોરોના વાઇરસને લીધે મધ્ય પ્રદેશમાં ૯, તેલંગણમાં ૭, દિલ્હીમાં ૭, પંજાબમાં ૬ અને તમિળનાડુમાં પાંચ દરદી મૃત્યુ પામ્યા હતા.

કર્ણાટકમાં ચાર, પશ્ર્ચિમ બંગાળમાં ત્રણ, ઉત્તર પ્રદેશમાં ત્રણ, આંધ્ર પ્રદેશમાં ત્રણ અને રાજસ્થાનમાં ત્રણ દરદી મૃત્યુ પામ્યા હતા. દેશમાં કોરોના વાઇરસના દરદીઓના સવારના આંકડા મુજબ સંખ્યા મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. કોરોના વાઇરસના રોગચાળાને નાથવા સરકાર અનેક પગલાં લઇ રહી છે અને લોકોને શારીરિક સંપર્ક ટાળવા અપીલ કરાઇ રહી છે.

લૉકડાઉન ઉઠાવવાની અનેક રાજ્યની અનિચ્છા

દેશના અનેક રાજ્યે લૉકડાઉન ૧૫મી એપ્રિલે સંપૂર્ણ ઉઠાવી લેવાની અનિચ્છા કેન્દ્ર સમક્ષ વ્યક્ત કરી હોવાથી કેન્દ્ર લૉકડાઉનને એપ્રિલના અંત સુધી લંબાવવા વિચારણા કરી રહ્યું હોવાનું કહેવાય છે.

મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ, તેલંગણ, છત્તીસગઢ સહિતના અનેક રાજ્ય ૧૫મી એપ્રિલે લૉકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાના પક્ષમાં નહિ હોવાનું મનાય છે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે લૉકડાઉન ૧૫મી એપ્રિલે સંપૂર્ણ ખોલવાને બદલે તેને તબક્કાવાર ઉઠાવી લેવું જ યોગ્ય ગણાશે. ઉત્તર પ્રદેશના મુખ્ય ગૃહ સચિવ અવનીશ અવસ્થીએ જણાવ્યું હતું કે રાજ્યમાં લૉકડાઉન સંપૂર્ણ ખોલવામાં કદાચ થોડો વધુ સમય લાગશે. રાજ્યમાં કોરોના વાઇરસના દરદીઓ હોય ત્યારે લૉકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાથી પરિસ્થિતિ વણસી શકે છે.

તિલંગાણા

તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે લૉકડાઉન ૧૫મી એપ્રિલે એકસાથે ઉઠાવી લેવાશે તો રાજ્યમાં દરદીઓની સંખ્યા અનેક ગણી વધી શકે છે.

છત્તીસગઢની માગણી

છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે દેશમાં લોકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશવાની એકસાથે છૂટ મળી જશે તો પરિસ્થિતિ અનિયંત્રિત બની શકે છે.

મધ્યપ્રદેશની તૈયારી

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અમે નાણાંને બદલે લોકોના જાનને વધુ મહત્ત્વ આપી રહ્યા છીએ. લૉકડાઉન લાંબુ ચલાવી લેવાય, પરંતુ લોકો રોગચાળામાં મરવા લાગે તે ન ચાલે.

આસામની પ્રતિક્રિયા

આસામ સરકારે પણ જણાવ્યું હતું કે લૉકડાઉન એકસાથે ઉઠાવી લેવાય તો રાજ્યમાં દરરોજ અંદાજે પચાસ હજાર લોકો આવે અને તેઓ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની જાય. અમે તેથી આસામમાં પ્રવેશવા ઇચ્છનારાઓ માટે પરમિટ આપવાનું શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છીએ અને તેના માટે વૅબસાઇટ શરૂ કરીને વૅબસાઇટ પરથી રાજ્યમાં પ્રવેશવાની પરમિટ આવવાનું વિચારીએ છીએ.

મહારાષ્ટ્રનો અભિગમ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અગાઉ જણાવ્યું હતું કે રાજ્યમાં લૉકડાઉન ઉઠાવવાનો અંતિમ નિર્ણય લોકો દ્વારા સરકારી આદેશના કરાતા પાલન પર આધારિત છે.

ઉદ્ધવ ઠાકરેએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક કે ખેલકૂદના કાર્યક્રમોને આગામી સૂચના નહિ મળે ત્યાં સુધી યોજવા નહિ દેવાય.

મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈમાં લૉકડાઉન ૧૫મી એપ્રિલે એકસાથે ઉઠાવી લેવાય તો ટ્રેન અને બસ જેવી જાહેર પરિવહન સેવામાંના ધસારાને કારણે રોગચાળો વધુ ફેલાવાનો ભય રહે છે. અનેક રાજ્ય સરકાર ઉપરાંત અનેક સૂક્ષ્મજીવશાસ્ત્રીઓ, ડૉક્ટરો અને અન્ય નિષ્ણાતો લૉકડાઉનને ૧૫મી એપ્રિલે એકસાથે સંપૂર્ણ ઉઠાવી નહિ લેવાની સલાહ આપી રહ્યા છે.

દુનિયાના ૧૮૩ દેશમાં કોરોના વાઇરસના દરદીઓ ફેલાયેલા છે અને દરદીઓની સંખ્યામાં તેમ જ મરણાંકમાં કૂદકે ને ભૂસકે વધારો થતો જાય છે.

India update 7 April 2020 1 pm

  • Confirmed Cases : 4,421
  • Total Deaths : 114
  • Total Recovered : 326
  • Active Cases : 3,981
STATECasesDeath
MAHARASHTRA74845
TAMIL NADU6215
DELHI5237
KERALA3272
TELANGANA3217
U.P.3053
RAJASTHAN2883
A.P.2663
M.P.1659
KARNATAKA1514
GUJARAT16512
J. K.1092
WEST BENGAL913
HARYANA901
PUNJAB766
BIHAR321
UTTARAKHAND310
ASSAM260
ODISHA210
CHANDIGARH180
LADAKH140
HIMACHAL131
ANDAMAN100
CHHATTISGARH100
GOA70
PUDUCHERRY50
JHARKHAND40
MANIPUR20
MIZORAM10

Mumbai : વોકહાર્ટ હોસ્પિટલને ત્રણ ડોક્ટર અને ૨૬ નર્સ પોઝિટિવ

મુંબઇ મહાનગરપાલિકાએ મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ હોસ્પિટલને એક અઠવાડિયામાં તેના ત્રણ ડોક્ટર અને ૨૬ નર્સ કોરોના પોઝિટિવ જણાયા બાદ ક્ધટેન્મેન્ટ ઝોનમાં ફેરવી છે. આ દરેકના રિપોર્ટ બે વખત નેગેટિવ નહીં આવે ત્યાં સુધી કોઇને પણ હોસ્પિટલમાં દાખલ થવા અથવા તેમાંથી બહાર આવવાની પરવાનગી આપવામાં નહીં આવે.

હોસ્પિટલના ૨૭૦થી વધુ સ્ટાફ અને દર્દીઓની ટેસ્ટ કરવામાં આવી છે. પોઝિટિવ આવેલી નર્સીસને હોસ્પિટલના વિલેપાર્લાના ક્વોર્ટર્સમાં મોકલી દેવામાં આવી છે. હોસ્પિટલની કેન્ટિન ચાલુ રહેશે અને ખાદ્યસામગ્રી પૂરી પાડશે. પોલીસ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. હોસ્પિટલમાં વધુ કેસ નોંધાયા હોવા અંગે મેનેજમેન્ટે કંઇ નિવેદન કર્યું નહોતું. ‘ઓપીડી અને ઇમર્જન્સી સર્વિસ બંધ કરી દેવામાં આવી છે’, એમ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું. વોકહાર્ટના સ્ટાફે આક્ષેપ કર્યો હતો કે કોરોનાગ્રસ્ત નર્સીસના સહકર્મચારીઓ અને રૂમ પાર્ટનર્સને ક્વોરન્ટાઇન કરવામાં ન આવ્યા હોવાને કારણે ઇન્ફેકશન ઝડપથી ફેલાયું હતું.

તબલીઘી જમાતની ઇવેન્ટ સાથે જોડાયેલા ૧,૪૪૫ કેસ

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે સોમવારે આપેલા આંકડા અનુસાર ભારતમાં કોરોના વાઇરસને લગતા જે કુલ ૪,૦૬૭ કેસ નોંધાયા છે એમાંથી ઓછામાં ઓછા ૧,૪૪૫ કેસ દિલ્હીમાં તાજેતરમાં યોજાઈ ગયેલા તબલીઘી જમાતના મેળાવડા સાથે સંબંધિત છે.

ભારતમાં છેલ્લા થોડા દિવસ દરમિયાન સામાન્ય રીતે સરેરાશ ૭.૪ દિવસમાં કોવિડ-૧૯ના કેસની સંખ્યા બમણી થતી હતી, પરંતુ ગયા મહિનાની નિઝામુદ્દીન ખાતેની જમાતની ઇવેન્ટને લીધે એ સરેરાશ વધીને ૪.૧ દિવસની થઈ ગઈ હતી. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે સોમવારે જણાવ્યું હતું કે રવિવારથી દેશમાં કોવિડ-૧૯ના નવા ૬૯૩ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૧૦૯ થઈ ગયો છે. જોકે, વિવિધ રાજ્યોમાંથી મળતા આંકડાને આધારે પીટીઆઇએ દર્શાવેલી સ્થિતિ મુજબ દેશમાં કોવિડ-૧૯ને લીધે મૃત્યુ પામેલાઓની સંખ્યા ૧૨૬ ઉપર પહોંચી ચૂકી છે, જ્યારે ૪,૧૧૧ લોકોને આ વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે. જોકે, એમાંથી ૩૧૫ લોકોને પૂર્ણપણે સારું થઈ ગયું છે અને તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે. 

આર્થિક ફટકા સામે સજ્જ થવાની મોદીની હાકલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રધાનમંડળની સોમવારે મળેલી બેઠકમાં પ્રધાનોને કોરોના વાઇરસના રોગચાળાથી દેશના અર્થતંત્ર પર થનારી માઠી અસર ઘટાડવા માટેની આર્થિક યોજના યુદ્ધના ધોરણે તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો અને વિદેશો પરની નિર્ભરતામાં ઘટાડો થવાની તેમ જ મૅક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળવાની આશા વ્યક્ત કરી હતી.

મોદીએ ટેલિકૉન્ફરન્સિંગથી પ્રધાનમંડળની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાને લગતી હાલની કટોકટીથી મૅક ઇન ઇન્ડિયાને વેગ આપવાની અને વિદેશો પરની નિર્ભરતા ઘટાડવાની તક મળી છે.

તેમણે પ્રધાનોને કોરોના વાઇરસના રોગચાળાથી અસરગ્રસ્ત ન હોય એવા વિસ્તારોમાંના ડિપાર્ટમેન્ટ્સ (વિભાગો) ૧૫મી એપ્રિલ પછી શરૂ કરવાની તબક્કાવાર યોજના ઘડી કાઢવાની સૂચના પણ આપી હતી.

મોદીએ પ્રધાનોને રાજ્ય, જિલ્લા વહીવટી તંત્રના સતત સંપર્કમાં રહીને રોગચાળાને સંબંધિત સમસ્યા તાત્કાલિક ઉકેલવા માટે તૈયાર રહેવા અનુરોધ કર્યો હતો. કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકે સાંસદોના વેતન અને પેન્શનમાં કાપ મૂકવાની જોગવાઇ ધરાવતા વટહુકમને બહાલી આપી હતી.

April 6, 2020
CIA_Live_Logo_New2.jpg
1min7030
આ સ્ક્રીન શૉટ ઓ.એલ.એક્સ. પર ફરતો થયો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે સરદાર પટેલની વિરાટ પ્રતિમા રૂ.30 હજાર કરોડમાં વેચવાની છે. જોકે, ગણતરીના કલાકોમાં ઓ.એલ.એક્સ. દ્વારા આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. તેમજ કેવડીયા પોલીસ મથકમાં વણઓળખાયેલા વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

ભારત સમેત સમગ્ર વિશ્વ જ્યારે કોરોના સામે વિશ્વયુદ્ધથી મોટી લડાઇ લડી રહ્યા છે ત્યારે એક વણઓળખાયેલા શખ્સે ભારતની શાન સમા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સરદાર પટેલની વિરાટ પ્રતિમાને રૂ.30 હજાર કરોડમાં સેલિંગ શોપિંગ સાઇટ OLX પર વેચવા મૂકી દીધી હતી. વણઓળખાયેલા શખ્શની આ કરતૂતની જાણ OLXને પણ કલાકો બાદ થઇ હતી જ્યારે સોશ્યલ મિડીયામાં તેના સ્ક્રીન શૉટ ફરવા માંડ્યા હતા. તુરંત જ OLX દ્વારા એ પોસ્ટને હટાવી દેવામાં આવી હતી.

ગઇ તા.4 એપ્રિલના રોજ OLX પર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ફોટો એક લખાણ સાથે વાયરલ થયો હતો. જેમાં લખ્યું હતું કે, ‘ઈમરજન્સી! હોસ્પિટલ અને હેલ્થકેરના સાધનો માટે રૂપિયાની તાત્કાલિક જરૂર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને વેચવાનું છે’

સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓએ તા.4 એપ્રિલ 2020ના રોજ નર્મદા જિલ્લાના કેવડીયા પોલીસ સ્ટેશનમાં વણઓળખાયેલા ઇસમ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે અજાણ્યા વ્યક્તિએ ઈરાદાપૂર્વક ભારત માટે ગૌરવ સમા સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી વિરાટ પ્રતિમાને ઓનલાઈન પર વેચાણ માટે મૂકી દીધી હતી. ભારત સમેત વિશ્વના કરોડો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું આ કૃત્ય હતું.

‘સમગ્ર રીતે ગેરકાનૂની અને વિશ્વભરને ગેરમાર્ગે દોરીને સરકારી સંપત્તિને વેચવાનો પ્રયાસ કરનાર અજાણ્યા શખ્સ સામે અમે ફરિયાદ નોંધાવી છે’, તેમ SoUના ડેપ્યુટી CEO નિલેશ કુમાર દુબેએ જણાવ્યું. કેવડિયા પોલીસ સ્ટેશનના પી.ટી. ચૌધરીએ જણાવ્યું કે, ‘અમારી પાસે SoUને ઓનલાઈન વેચવાના પ્રયાસના સ્ક્રીનશોટ છે. જે પણ વ્યક્તિએ આ કરતૂત કરી છે, તેને અમે ઝડપી પાડીશું’.

April 3, 2020
dipikasarojini.jpg
1min10120

હાલમાં લૉકડાઉનને લીધે દુરદર્શન રામાયણ સિરિયલ બતાવી રહ્યું છે, જેમાં ત્રીસેક વર્ષ પહેલાની દિપીકા ચિખલીયા સીતાના પાત્રમાં જોવા મળી રહી છે. આ દિપીકાએ ૨૫ વર્ષ બાદ ગુજરાતી ફિલ્મ નટસમ્રાટથી ફિલ્મજગતમાં પુનરાગમન કર્યું હતું અને હવે તે ભારતની બુલબુલ તરીકે ઓળખાતી સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુના પાત્રને ભજવવાની છે.

એક ઈન્ટરવ્યુમા તેમણે જણાવ્યું હતું કે તેમને સરોજિની નાયડુની બાયોપિક ઑફર કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ ગાલિબ અને દિનદયાલ એક યુગપુરુષ ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે. જોકે હજુ તેમણે ફિલ્મ સત્તાવાર રીતે સાઈન કરી નથી, પરંતુ ફિલ્મના લેખક અને ડિરેક્ટર ધીરજ મિશ્રાએ આ અંગે તેમની સાથે વાત કરી છે અને તેઓ કથાનક પર કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ ભૂમિકા કરવા માટે હું ખૂબ ઉત્સુક છું, કારણ કે ઐતિહાસિક પાત્રો મેં કરેલા છે.

પોતાની બે ફિલ્મો ગાલિબ અને યુગપુરુષ વિશે તેમણેજણાવ્યું હતું કે ગાલિબમાં મેં અફઝલ ગુરુની પત્નીનો રોલ કર્યો છે. કોઈ આતંકવાદીનું મૃત્યુ તેના પરિવારને કઈ રીતે અસર કરે છે, તે અંગેની ફિલ્મ છે. યુગપુરષમાં મેં અખબારના તંત્રીનો રોલ કર્યો છે. આમાં મારો રોલ નકારાત્મક છે, તેમ તેમણે ઉમેર્યું હતું. એક સમયે ટીવીના પડદા પર રામાયણની સીતાની લોકોએ પૂજા કરી હતી અને દિપીકાને જાહેરમાં લોર્કોંએ વંદન કર્યા હોય કે તેમના ચરણસ્પર્શ કર્યા હોય તેવી ઘટનાઓ પણ બનતી હતી.

April 2, 2020
banks.jpg
1min6200

રાજ્યની માલિકીની પંજાબ નેશનલ બૅંકે બુધવારે જણાવ્યું હતું કે યુનાઇટેડ બૅંક ઑફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બૅંક ઑફ કોમર્સની રાષ્ટ્રવ્યાપી શાખાઓ હવે પંજાબ નેશનલ બૅંકની શાખા તરીકે કાર્યરત થઇ ગઇ છે.

પંજાબ નેશનલ બૅંક, યુનાઇટેડ બૅંક ઑફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બૅંક ઑફ કોમર્સનું પહેલી એપ્રિલ, ૨૦૨૦થી જોડાણ થઇ ગયું છે. આ મર્જરથી દેશની બીજી સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બૅંક બનશે. આ જોડાણથી વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધાત્મક નેક્સ્ટ જનરેશન બૅંક પીએનબી ૨.૦ બનાવાશે અને થાપણદારો સહિતના બધા ગ્રાહકોને પીએનબીના ગ્રાહક માનવામાં આવશે.

પીએનબી તેની તમામ શાખાઓ અને મોબાઇલ ઇન્ટરનેટ બૅંકિંગ સહિતના તમામ પ્લેટફોર્મ દ્વારા ઇન્ટરઓપરેબલ સેવા પ્રદાન કરશે. આ નવી સંયુક્ત બૅંકની ૧૧,૦૦૦થી વધુ શાખા, ૧૩,૦૦૦થી વધુ એટીએમ, એક લાખ કર્મચારી અને ૧૮ લાખ કરોડ રૂપિયાના વ્યવસાયિક મિશ્રણની વિશાલ ભૌગોલિક પહોંચ હશે.

April 2, 2020
coronaindia-1-1280x1044.jpg
4min5860

Corona India State wise as on 4 April 10 am

STATE/UTCasesDEATHS
MAHARASHTRA49026
TAMIL NADU4111
DELHI3866
KERALA2952
RAJASTHAN1790
UP1742
AP1611
TELANGANA1587
KARNATAKA1283
MP1046
GUJARAT10510
J KASHMIR752
WEST BENGAL633
PUNJAB535
HARYANA490
BIHAR291
ASSAM240
CHANDIGARH180
UTTARAKHAND160
LADAKH140
ANDAMAN100
CHHATTISGARH90
GOA60
HIMACHAL61
ODISHA50
PUDUCHERRY50
MANIPUR20
JHARKHAND20

News in Single Frame

Reporten on 1st April 2020

દેશમાં દરદીઓની સંખ્યા ૧૬૩૭ થઈ

દેશમાં કોરોના ના દરદીઓની સંખ્યા નો આંખ બુધવારે વધીને ૧૬૩૭ પર તો કોરોના વાઇરસ ને કારણે મૃત્યુ પામેલાઓનો આંક ૩૮ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. દેશમાં કોરોનાના ૧૪૬૬ દરદી સક્રિય છે તો ૧૩૨ દરદી સાજા થઈ ગયા છે કે પછી તેમને રજા આપી દેવામાં આવી છે જ્યારે એક દરદી અન્ય દેશમાં સ્થળાંતર કરી ગયો છે, એમ તેમણે કહ્યું હતું. આરોગ્ય ખાતાના જણાવ્યાનુસાર બુધવારે સવારે નવ વાગ્યા સુધીમાં કોરોના ને કારણે વધુ ત્રણ જણાં ના મૃત્યુ થયા હોવાનું નોધાયું હતું. જો કે દેશના ક્યાં ભાગમાં આ મૃત્યુ નોંધાયા હતા તે જાણી શકાયું નહોતું. મહારાષ્ટ્રમાં મંગળવારે સૌથી વધારે નવ મૃત્યું નોધાયા હોવાનું તેમણે કહ્યું હતું.

તબલીઘી જમાતના મેળાવડામાં ભાગ લેનારાં દેશમાં હજારો શંકાસ્પદ કોરોના-બૉમ્બ

તાજેતરમાં દિલ્હીમાં નિઝામુદ્દીન-વેસ્ટ ખાતે આયોજિત તબલીઘી જમાતના મેળાવડામાં ભાગ લેનાર લોકો સાથે પાંચ ટ્રેનમાં પ્રવાસ કરનાર હજારો મુસાફરો વિશેની માહિતી એકઠી કરીને પૂરી પાડવા રેલવે તંત્ર આકાશ-પાતાળ એક કરી રહ્યું છે. મેળાવડામાં હાજરી આપનાર ઘણા લોકોના કોરોના વાઇરસને લગતા પૉઝિટિવ રિપોર્ટ નોંધાયા છે.

આ તમામ (પાંચ) ટ્રેન ૧૩થી ૧૯ માર્ચ દરમિયાન દિલ્હીથી શરૂ થઈ હતી. એમાં આંધ્ર પ્રદેશના ગુન્ટુર ખાતે જતી દુરોન્તો એક્સપ્રેસ, ચેન્નઈ માટેની ગ્રૅન્ડ ટ્રન્ક એક્સપ્રેસ, ચેન્નઈ માટેની તમિળનાડુ એક્સપ્રેસ, નવી દિલ્હી-રાંચી રાજધાની એક્સપ્રેસ અને એપી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનો સમાવેશ છે.

નિઝામુદ્દીનમાં માર્ચ મહિનાના શરૂઆતના સમયગાળા દરમિયાન આયોજિત તબલીઘી જમાતના મેળાવડામાં ૨૩૦ જેટલા વિદેશીઓ સહિત કુલ આશરે ૨,૫૦૦થી ૩,૨૦૦ લોકોએ ભાગ લીધો હતો. આ લોકોએ પછીથી વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરી હતી એટલે તેઓ અંદાજે ૫,૦૦૦ લોકોના સંપર્કમાં આવ્યા એમ કહી શકાય. પાંચ ટ્રેનોના કુલ કેટલા પ્રવાસીઓ આ મેળાવડાના સેંકડો લોકોના સંસર્ગમાં આવ્યા હતા એનો ચોક્કસ આંકડો તો રેલવે તંત્ર પાસે ઉપલબ્ધ નથી, દરેક ટ્રેનમાં આશરે ૧૦૦૦થી ૧૨૦૦ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો એટલે તેમનામાંથી કોઈને તેમ જ ટ્રેનના સ્ટાફ મેમ્બરોમાંથી કોઈને કોરોનાનો ચેપ લાગ્યો હોઈ શકે. રેલવે તંત્ર જિલ્લાના સત્તાધીશોને આ પાંચ ટ્રેનોના મુસાફરોની યાદી પૂરી આપી રહ્યું છે કે જેથી દિલ્હીની ઇવેન્ટવાળા લોકોના તેમ જ તેમની નજીકમાં બેસીને પ્રવાસ કરનારાઓ વિશેની જાણકારી જિલ્લા સત્તાધીશોને મળી શકે. તબલીઘી જમાતની ઇવેન્ટમાં ભાગ લેનારા જે લોકોની શોધ થઈ રહી છે એમાં ૧૦માંથી ઇન્ડોનેશિયાનો એક નાગરિક એવો હતો જેણે ૧૩મી માર્ચે દિલ્હીની ઇવેન્ટ બાદ કરીમનગર જિલ્લામાં પાછા જવા એપી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં પ્રવાસ કર્યો હતો અને પછીથી તેનો કોરોનાને લગતો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

નવી દિલ્હી-રાંચી રાજધાની એક્સપ્રેસમાં પ્રવાસ કરનાર ૬૦ મુસાફરો એવા હતા જેઓ જે બી-વન કોચમાં બેઠા હતા એમાં મલયેશિયાની એક મહિલા પણ બેઠી હતી જેનો વાઇરસને લગતો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ મહિલાએ તબલીઘી જમાતના મેળાવડામાં હાજરી આપી હોવાનું મનાય છે. જિલ્લાના સત્તાધીશો એ ૬૦ મુસાફરો ક્યાં છે એ શોધી રહ્યા છે.

એક મહિલાએ ૧૬મી માર્ચે ૨૩ જણ સાથે પ્રવાસ કર્યો હતો. આ મહિલાનો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને ઝારખંડનો એ સૌપ્રથમ કોવિડ-૧૯ કેસ છે. રાજ્યોમાંથી મળેલી માહિતી મુજબ નિઝામુદ્દીનના મેળાવડામાં હાજરી આપનાર અને પછીથી જેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો એ બે વ્યક્તિઓએ ૧૮મી માર્ચે દુરોન્તોમાં એસ-૮ કોચમાં પ્રવાસ કર્યો હતો. આ બે વ્યક્તિઓએ ‘બે સાથીઓ’ સાથે મુસાફરી કરી હતી.

કોરોનાને કારણે મુંબઈના ૧૪૬ વિસ્તાર સીલ

મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓની સંખ્યા ૩૦૦નો આંક વટાવી ગઈ હોવાથી હવે નાગરિકોને વધુ સતર્ક રહેવાની સૂચના પ્રશાસન દ્વારા આપવામાં આવી રહી છે. જરૂરી ન હોય તો નાગરિકોએ ઘરમાંથી બહાર ન નીકળવાનું કહેવામાં આવ્યું છે. પોલીસ, ડૉક્ટર, સરકારી અધિકારીઓથી માંડી છેક મુખ્ય પ્રધાન સુધીના દરેક જણ ઘરમાં જ રહેવાનું સૂચન કરી રહ્યા છે.

સરકારી અધિકારીઓ દ્વારા મળતી માહિતી અનુસાર માત્ર મુંબઈમાં જ ૧૦૦થી વધુ કોરોનાના દરદી મળી આવ્યા છે. કોરોનાના ફેલાવાને ધ્યાનમાં રાખી મંગળવારે વરલી કોલીવાડા બાદ ગોરેગામ પૂર્વના બિંબિસાર નગર અને અંધેરીનો બિન્દ્રા વિસ્તાર સીલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જે વિસ્તારોમાંથી કોરોનાના દરદી અથવા શંકાસ્પદ દરદીઓ મળી આવ્યા છે તેવા ૧૪૬ વિસ્તાર સીલ કરવામાં આવ્યા હોવાનું મુંબઈ મહાનગરપાલિકાએ બહાર પાડેલી યાદીમાં જણાવાયું હતું.

જે વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે તેની વૉર્ડ આધારે યાદી મુંબઈ મહાપાલિકાએ જાહેર કરી છે. યાદી અનુસાર મુંબઈના ૨૪ વૉર્ડમાંથી ૨૧ વૉર્ડમાં ૧૪૬ વિસ્તાર સીલ કરવામાં આવ્યા છે. બી, સી, ડી, ઈ, એફ દક્ષિણ, એફ ઉત્તર, જી દક્ષિણ, એચ પૂર્વ, એચ પશ્ર્ચિમ, કે પૂર્વ, કે પશ્ર્ચિમ, પી દક્ષિણ, પી ઉત્તર, આર દક્ષિણ, આર મધ્ય, આર ઉત્તર, એલ, એમ પૂર્વ, એમ પશ્ર્ચિમ, એન, એસ અને ટી વૉર્ડનો આ યાદીમાં સમાવેશ છે. આ વિસ્તારોને સેનિટાઈઝ્ડ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેની જવાબદારી પણ વૉર્ડ આધારે સોંપવામાં આવી છે. મુંબઈ સિવાય થાણે, નવી મુંબઈના પણ અનેક વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે.

April 1, 2020
chloroquine-corona.jpg
1min5880

કોરોના વાઇરસના દર્દીઓના ઈલાજ માટે અમેરિકાએ મેલેરિયા ની દવા હાયડ્રોકિસ-ક્લોરોક્વિન પ્રાપ્ત કરવાનું શરૂ કરી દીધું છે કેમ કે ન્યૂ યોર્ક ના કોરોના ના અસરગ્રસ્ત દરદીઓની હાલ ચાલી રહેલી સારવારમાં આ દવા સારું પરિણામ આપી રહી છે.

અમેરિકાની એક પ્રતિષ્ઠત દવા કંપની સેન્ડઝે એ આ દવાના ત્રણ કરોડ ડોઝ સરકારને દાનમાં આપ્યા હોવાનું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

બાયેર નામની દવા કંપનીએ પણ કલોરોકવીનના દસ લાખ ડોઝ સરકારને દાનમાં આપ્યા છે અને જલ્દી જ તેનું દેશના તમામ રાજ્યો અને આરોગ્ય અધિકારીઓમાં વિતરણ કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે આ દવા કોરોના વાઇરસ સામેની લડતમાં ચમત્કારિક પરિણામ આપે એવી શક્યતા છે અને તેને કારણે કોરોના વાઇરસના ચેપ નો ભોગ બનેલા ૧,૬૩,૦૦૦ કરતા પણ વધુ લોકોને લાભ થાય તેવી શક્યતા છે.

આ દવા કોરોના સારવારમાં મદદરૂપ થશે એવી આશા સાથે ગયા અઠવાડિયે ન્યૂ યોર્ક ના દર્દીઓ પર તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જેના સારા પરિણામ મળી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

April 1, 2020
fakemask.jpg
1min5170

સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચ દ્વારા અત્રેના વેરહાઉસમાંથી આશરે ૧૨,૦૦૦ બનાવટી એન-૯૫ માસ્ક જપ્ત કરવામાં આવ્યા હતા, એવી પોલીસે મંગળવારે માહિતી આપી હતી.

કોરોનાવાઇરસ ફાટી નીકળવાને પગલે એન-૯૫ માસ્કની ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો છે. આ રોગને કારણે દેશભરમાં અત્યાર સુધીમાં ૩૨ લોકોના મૃત્યુ થયા છે અને કુલ સંક્રમિતોની સંખ્યા ૧,૨૫૧ થઇ છે. સોમવારે રાતે કલ્યાણ નગર વિસ્તારમાં આવેલા વેરહાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ૨૦ લાખ રૂપિયાની કિંમતના ૧૨,૩૦૦ એન-૯૫ માસ્ક જપ્ત કરવામાં આવ્યા હતા. બજારમાં એન-૯૫ માસ્કની ભારે તંગી છે અને આ માસ્ક તેની મૂળ કિંમત કરતા ઘણા વધુ ભાવે વેચાઇ રહ્યા હોવાની ઘણી ફરિયાદ સત્તાવાળાઓને મળી છે. 

April 1, 2020
banking-services-1.jpg
1min6280

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર-શાસિત પ્રદેશોને ૨૧ દિવસના લૉકડાઉનના સમયગાળા દરમિયાન બૅન્કોના કામકાજ રાબેતામુજબ રહે અને તમામ ઑટોમેટેડ ટેલર મશીન (એટીએમ) સામાન્ય સ્થિતિમાં રહે એની તકેદારી રાખવાનો આદેશ મંગળવારે આપ્યો હતો.

કોરોના વાઇરસની મહામારીને પગલે દેશભરમાં લાગુ કરવામાં આવેલા ૨૧ દિવસના લૉકડાઉનમાંથી બૅન્કોને, એટીએમને, બૅન્કોના કામકાજ સંબંધિત આઇટી (ઇન્ફર્મેશન ટેક્નોલૉજી) વેન્ડર્સને, બૅન્ક કૉરસપૉન્ડ્ન્ટસને તેમ જ કૅશ મૅનેજમેન્ટ સેવાઓને મુક્તિ આપવામાં આવી છે.

પ્રાઇમ મિનિસ્ટર ગરીબ કલ્યાણ યોજના હેઠળ કુલ ૨૭,૫૦૦ કરોડ રૂપિયાના જે આર્થિક પૅકેજની જાહેરાત કરાઈ છે એ સંબંધિત વહેંચણી આવનારા દિવસોમાં થવાની હોવાથી બૅન્કો તથા બધા એટીએમને સામાન્ય સ્થિતિમાં લાવવાની કેન્દ્રએ રાજ્યોને સૂચના આપી છે.

વર્તમાન નાણાકીય વર્ષ (૨૦૧૯-’૨૦) નિર્ધારિત સમય મુજબ ગઈ કાલે (મંગળવારે) પૂરું થયું હતું. સામાન્ય રીતે ઘણી કંપનીઓ તેમ જ પેઢીઓ દ્વારા એમના કર્મચારીઓને મહિનાની શરૂઆતમાં પગાર-વેતનની ચૂકવણી થતી હોય છે અને એ બાબતમાં તેમ જ એટીએમમાંથી પૈસા ઉપાડવા સંદર્ભમાં સામાન્ય પ્રજાને ૨૧ દિવસના લૉકડાઉનના વર્તમાન સમયગાળામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એ હેતુથી પણ કેન્દ્ર સરકારે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને બૅન્કો તથા એટીએમના સામાન્ય કામકાજ વિશેની સૂચના આપી છે.

કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો તથા કેન્દ્ર-શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલેલા સંદેશામાં જણાવ્યું છે કે ‘ઘણી રાજ્ય સરકારોએ બૅન્કોના કામકાજના ઘટાડેલા કલાકો વિશે, મર્યાદિત સંખ્યામાં શાખાઓ કાર્યરત્ રાખવા સંબંધમાં, એટીએમમાં રોકડા ભરવા સંબંધિત કર્મચારીઓની અવરજવર પર નિયંત્રણ અંગે તેમ જ અન્ય કેટલાક કારણો બાબતમાં સૂચનાઓ બહાર પાડી છે.’

પ્રાઇમ મિનિસ્ટર ગરીબ કલ્યાણ યોજના હેઠળ જે ૨૭,૫૦૦ કરોડ રૂપિયાની આર્થિક યોજનાની જાહેરાત કરાઈ છે એ હેઠળ વહેંચણી આ અઠવાડિયા અને આવનારા અઠવાડિયાઓમાં બૅન્કો તથા એટીએમ અને બિઝનેસ કૉરસપૉન્ડન્ટ્સ (બીસીએસ) મારફત થવાની છે. આ સમગ્ર બાબતને લક્ષમાં રાખીને જ ગૃહ સચિવે રાજ્યો અને કેન્દ્ર-શાસિત પ્રદેશોને બૅન્કો તથા એટીએમના કામકાજ રાબેતામુજબના રહે એની તકેદારી રાખવાની સૂચના આપી છે.

તેમણે સોમવારે એક પત્રમાં જણાવ્યું હતું કે ‘પીએમ ગરીબ કલ્યાણ યોજના અન્વયે જે લોકોને આવરી લેવામાં આવ્યા છે તેમને રકમની થનારી વહેંચણી દરમિયાન બૅન્કો સાથે સંકલન જાળવવાની તૈયારી સ્થાનિક જિલ્લા/રાજ્ય/પોલીસ તંત્રએ બતાવી છે.’

March 31, 2020
fiscalyear2020-1.png
1min9200

31st માર્ચ સૂમસામ, સ્ટેટમેન્ટસ, સ્ટોક, રિટર્ન ફાઇલિંગ કશી દોડધામ નથી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોના ન હોત તો આજે તા.31મી માર્ચ એટલે હિસાબી વર્ષનો અંતિમ દિવસ. વિશ્વમાં ભલે કેલેન્ડર વર્ષ અને હિસાબી વર્ષ એક હોય પરંતુ, ભારતમાં પરંપરાગત રીતે હિસાબી વર્ષ અને કેલેન્ડર વર્ષ અલગ અલગ છે. ભારતમાં હિસાબી વર્ષનો છેલ્લો દિવસ એટલે 31મી માર્ચ અને આજે તા.31મી માર્ચ 2020. આજના દિવસે ધંધો, રોજગાર, વ્યવસાયિકો તમામનું નાણાંકીય વર્ષ પૂર્ણ થાય અને હિસાબો સેટલ થાય. આજે બેંકોમાં પણ સેટલમેન્ટનો દિવસ. પરંતુ, કોરોનાના કારણે ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વના ગણાતા હિસાબી વર્ષના અંતિમ દિવસે કચેરીઓ સૂમસામ ભાસે છે.

નાણાંકીય વર્ષ લંબાવવાની વાત બેબૂનિયાદ

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે એવી સ્પષ્ટતા કરી છે કે નાણાંકીય વર્ષ લંબાવાયું હોવાની કોઇ જ વાત નથી કે ચર્ચા પણ નથી. આવી વાતો ફેક છે. કેટલાક લોકો દ્વારા ઇરાદાપૂર્વક રીતે આવી વાતો ફેલાવવામાં આવી રહી છે.

કોરોનાનો સ્પ્રેડ રોકવા માટે લૉકડાઇનની સ્થિતિમાં –

  • હિસાબી વર્ષના અંતિમ દિવસે નથી કોઇ દોડધામ
  • બેંકો ખાલીખમ
  • કોઇ સ્ટેટમેન્ટસ લેવા માટે પડાપડી નથી
  • સી.એ.ની કચેરીઓ બિલકુલ બંધ
  • ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગની કોઇ દોડધામ નથી
  • સરકારી કચેરીઓ બિલકુલ ખાલી
  • હિસાબ સેટલમેન્ટના કોઇ ઉજાગરા નહીં કે કોઇ ઉતાવળ નહીં
  • હિસાબી વર્ષની નાણાંકીય લેવડદેવડને અંજામ આપવાનો બાકી
  • સ્ટોક ગણતરીની કામગીરી બિલકુલ બંધ
  • બધી જ નાણાંકીય અને હિસાબી બાબતો છેલ્લા એક સપ્તાહથી બંધ

કાલથી 20/20 વર્ષ

આવતીકાલ તા.1લી એપ્રિલ 2020 એટલે ભારતમાં નવા નાણાંકીય વર્ષનો સૂર્યોદય હશે. નવા વર્ષના પહેલા દિવસે ભારતમાં લૉકડાઉનની સ્થિતિ ભારત આઝાદ થયું એ પહેલાથી પહેલી એપ્રિલ 2020ના રોજ એવી સ્થિતિ ન હતી જેવી આવતીકાલ તા.1લી એપ્રિલ 2020ના રોજ થવાની છે.

कोरोना की वजह से वित्त वर्ष 2019—20 के टलकर जून 2020 तक कर देने की की चर्चा और भ्रम पैदा हुई. यह भ्रम सरकार के एक नोटिफिकेशन की वजह से हुआ. भारत में ​वित्त वर्ष की ब्रिटिश प्रणाली अपनाई गई है जो हर साल 1 अप्रैल से अगले साल के 31 मार्च तक होती है. इस तरह वित्त वर्ष 2019—20 का समय 1 अप्रैल 2019 से 31 मार्च 2020 तक है.

इस बारे में काफी चर्चा के बाद आखिर सरकार को सफाई देनी पड़ी. सरकार की तरफ से बयान जारी कर उस खबर को नकारा गया है जिसमें दावा किया जा रहा था कि वित्त वर्ष को 30 जून तक बढ़ाने का फैसला किया गया है. वित्त मंत्रालय की तरफ से जारी बयान में कहा गया कि इंडियन स्टाम्प ऐक्ट की तारीख में बदलाव को वित्त वर्ष में बदलाव कहा जा रहा जो गलत रिपोर्ट है.



March 30, 2020
recovery.jpg
1min6540

કોરોનાથી ભારતમાં 100 દર્દીઓ સંપૂર્ણ સાજા થઇ ગયા

વિશ્વમાં કોરોના વાઇરસથી લગભગ 1થી 2 ટકા દર્દીઓના જ મૃત્યુ થાય છે એમ તબીબો દ્વારા વારેઘડીયે લોકોને કહેવામાં આવી રહ્યું છે.

Symbolic photo of recovery

દરમિયાન આપણે સૌ ભારતીયો માટે રાહતના સમાચાર એ છે કે કોરોના પોઝીટીવ દર્દીમાંથી સંપૂર્ણ પણે સાજા થઇને ઘરે પરત ફરેલા લોકોની સંખ્યા કુલ 100 થઇ ચૂકી છે. ભારતમાં રિકવર થયેલા કોરોના પેશન્ટનો આંકડો ત્રિપલ ડિજીટમાં પહોંચે એ એક મોરલ વિક્ટરી પણ છે.

  • અત્યાર સુધીમાં રિકવર થયેલા પેશન્ટ્સની સંખ્યા
  • વિશ્વમાં કુલ 155,965
  • ભારતમાં કુલ 1000
  • ગુજરાતમાં કુલ 02

કોરોના ઇન્ફેકશન અંગે જાણો વધુ

વિશ્વમાં હાલમાં કુલ 1,90,746 દર્દીઓ કે જેઓ કોરોનાગ્રસ્ત હતા તેમની બિમારીનું ફાઇનલ પરીણામ આવી ચૂક્યું છે. આ પૈકી 82 ટકા એટલે કે 1,55,964 દર્દીઓ રિકવર થઇ ચૂક્યા છે. એવી જ રીતે કુલ 18 ટકા દર્દીઓ એટલે કે 34,781 કમનસીબ લોકોના કોરોનાના કારણે મોત નિપજી ચૂક્યા છે.

હાલના એક્ટીવ કેસ

હાલમાં વિશ્વમાં કુલ 5,44,252 લોકોને કોરોના ઇન્ફેકશન લાગ્યું છે. જેમાંથી 95 ટકા એટલે કે 5,16,051 દર્દીઓને માઇલ્ડ ઇન્ફેકશન છે. એવી જ રીતે 5 ટકા એટલે કે 28,201 પેશન્ટની હાલની કન્ડીશન ક્રિટીકલ બતાવવામાં આવી રહી છે.