કોરોના અને લોકડાઉનના કારણે સૂરતમાંથી બાર લાખથી વધુ અને સમગ્ર ગુજરાતમાંથી ૧૫ લાખ કરતા વધુ શ્રમિકો યુપી, બિહાર, ઓરીસ્સા વગેરે જેવા રાજ્યોમાં આવેલા પોતાના વતને રવાના થઇ ગયા છે. સૂરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હોવા છતાં શ્રમિકોના અભાવે ન તો મિલો શરૂ થઇ શકી છે ના તો વિવીંગ કારખાનાઓ. આવી જ હાલત ગુજરાતના અન્ય ઉદ્યોગોની પણ થવા પામી છે.
રાજ્ય સરકારે વેપાર ઉદ્યોગો શરૂ કરવા મંજૂરી આપી છે, સૂરત, અમદાવાદ સમેત સમગ્ર રાજ્યમાં શ્રમિકો વિના ઉદ્યોગોનું ૮૦ ટકા કામ ઠપ્પ થઇ ગયું છે. સરકારે પણ શ્રમિકોની વ્યવસ્થા કરવા એક્શન પ્લાન બનાવ્યો છે, જેમાં ગુજરાતના આદિવાસી શ્રમિકોની સાથે અન્ય રાજ્યની સરકારો સાથે વાતચીત કરી શ્રમિકોને પાછા લાવવા વેપાર ઉદ્યોગ સંગઠનોની સાથે ઉદ્યોગ વિભાગ પણ એક્ટિવ થઈ ગયો છે.
ગુજરાતને ફરી ધમધમતું કરવા માટે મહત્ત્વના એવા શ્રમિકોને પાછા લાવી કામે લગાડવા ગુજરાત સરકારે પણ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓરિસ્સા સરકારો સાથે સંપર્ક કર્યો છે અને પરપ્રાંતીયોને પરત લાવવા માટે ગુજરાત સહકાર આપવા તૈયાર છે તેવું જણાવ્યું છે. ખાસ કરીને વેપાર ઉદ્યોગનાં સંગઠનો સાથે મુખ્ય પ્રધાન અને સમગ્ર ઉદ્યોગ વિભાગ સતત સંપર્કમાં છે અને તેઓને કયાં-કયાં રાજ્યોમાંથી કયા પ્રકારના કામદારો આવી શકે તેમ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
રાજ્યના મોટા ઉદ્યોગોની સાથે નવા બિલ્ડિંગ અને નવા પ્રોજેક્ટના લેબર વર્ક વિના આગળ વધવું મુશ્કેલ છે, આ ઉપરાંત સોના ચાંદીના કામ માટેના માહેર બંગાળી કારીગરો પણ વતન ચાલ્યા ગયા છે, તેથી મોટા ભાગના ધંધામાં શ્રમિકો વિના કામ શરૂ કરવું ઘણું મુશ્કેલ છે, હાલ જે રીતે મજૂરોની તંગી પડી રહી છે તેથી રાજ્ય સરકાર પણ વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. આ ઉપરાંત હાલ જે કામદારો છે જે વતન પરત જઇ શક્યા નથી, આવા કામદારોને ફરીથી રોજગારના સ્થળે પહોંચાડવામાં પણ ખાસ વ્યવસ્થા કરાશે.
અરબી સમુદ્ર્ને છેલ્લા બે દિવસથી ઘમરોલી રહેલા વાવાઝોડા નિસર્ગે આખરે બપોરે બે વાગ્યાના અરસામાં મહારાષ્ટ્રના અલીબાગ ખાત લેન્ડફૉલ કર્યો હતો. નિસર્ગ’ ચક્રવાતી વાવાઝોડું મુંબઈ નજીકના અલીબાગના દરિયાકાંઠા પર ત્રાટક્યું છે. ત્યાં પવનની ગતિ પ્રતિ કલાક 120 કિ.મી.ની છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠા પર નિસર્ગ વાવાઝોડું ત્રાટક્યું છે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠે 5થી 6 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, આ વાવાઝોડાની સ્પીડ 110-120 કિમી પ્રતિ કલાક પહોંચી ગઇ છે. મુંબઈના વર્સોવા સહિતના વિસ્તારોમાં હાઇ ટાઇડ જોવા મળી રહી છે. તેમજ વાવાઝોડનાના કારણે હજુ પણ વધારે ઉંચા મોજા ઉછળશે તેવી ચેતવણી જારી કરવામાં આવી હતી. સાંજે દરિયામાં 6 ફૂટ ઊંચી લહેરો મુંબઇને ફરીથી પાણી પાણી કરી શકે છે.
નિસર્ગ વાવાઝોડના કારણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સૂરત ઉપરાત દમણ, દાદરા અને નાગર હવેલીમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્યપ્રજેશના ભોપાલ, ઉજ્જૈન, ઈન્દોર, ગ્વાલિયર સંભાગના ઘણા જિલ્લા અને શહેરમાં ભારે અથવા અતિ ભારે વરસાદની આગાહી છે.
નિસર્ગ વાવાઝોડાની અસરોના ભાગરૂપે ગુજરાત અને મહારાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે. ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વાવાઝોડાની અસરના પગલે દરિયા કિનારના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.
ફક્ત આ એક જ લિંક ગમે ત્યારે ક્લીક કરો અને મળશે નિસર્ગ વાવાઝોડાના બધા જ અપડેટ
સવારે 10 કલાકે મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતે 59 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હોવાનું રેકોર્ડ કરવામાં આવ્યું હોવાની માહિતી ભારતના હવામન ખાતેએ ટ્વીટ કરીને આપી હતી.
Ratnagiri recorded 59 kmph at 09:30 IST. Gale wind reaching 60-70 kmph gusting to 80 kmph prevails along & off South Konkan coast & 50-60 kmph gusting to 70 kmph along & off North Konkan coast. It will become 100-110 kmph gusting to 120 kmph in the afternoon during landfall time. pic.twitter.com/WAUE1S9AfE
અરબી સમુદ્રમાં ઉદભવેલા નિસર્ગ સાઇક્લોનને આજે સવારે 11 કલાકે સેટેલાઇટથી ટ્રેસ કરવામાં આવ્યું હતું. ભારતના હવામાન ખાતેએ કરેલી લેટેસ્ટ ટ્વીટમાં માહિતી આપવામાં આવી હતી કે તા.3જી જૂન 2020ને બુધવારે સવારે 10.30 કલાકે નિસર્ગ વાવાઝોડું અલીબાગથી દક્ષિણ-પશ્ચિમે દરિયામાં 95 કિલોમીટર, મુંબઇથી 150 કિ.મી. દક્ષિણ પશ્ચિમે અને સૂરતથી 380 કિ.મી. દક્ષિણ પશ્ચિમે આગળ વધી રહ્યું છે. નિસર્ગ વાવાઝોડું આગામી ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્રના તટવર્તીય વિસ્તારો તરફ લેન્ડફૉલ કરશે એમ મનાય રહ્યું છે.
SEVERE CYCLONE STORM “NISARGA” LAY CENTRED AT 1030 HRS IST OF TODAY, THE 03RD JUNE 2020, OVER EASTCENTRAL ARABIAN SEA NEAR LAT. 17.8°N AND LONG. 72.65°E, ABOUT • 95 KM SOUTH-SOUTHWEST OF ALIBAGH. • 150 KM SOUTH-SOUTHWEST OF MUMBAI. • 380 KM SOUTH-SOUTHWEST OF SURAT (GUJARAT)
ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે તા.3 જૂનને સવારથી જ નિસર્ગ વાવાઝોડાની વધતી ઓછી અસરો વર્તાતી જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા તેમજ તેજ પવનોને પગલે લોકો વાવાઝોડું આવ્યાની અનૂભુતિ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ઉમરગામથી લઇને દમણ દરિયા કિનારા સુધીના વિસ્તારોમાં એલર્ટ સિચુએશન જારી કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં રાયગઢના અલીબાગની નજીક આવેલા હરિહરેશ્વરથી લઈને દમણના દરિયાકિનારા સુધીના આખા પટ્ટાને એલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. ચક્રવાત નિસર્ગની અસર દેખાવવાનું શરૂ થઇ ગયું છે. મુંબઇ-થાણેમાં વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગના અનુસાર સૌથી પહેલાં વાવાઝોડું અલીબાગમાં ટકરાશે. વાવાઝોડા નિસર્ગને જોતાં મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 20 ટીમો ગોઠવી દેવામાં આવી છે.
આજે બુધવાર તા.3 જૂનના રોજ નિસર્ગ વાવાઝોડું ૧૦૦-૧૧૦ કિલોમીટરની ઝડપે કિનારા પર ત્રાટકે એવી શક્યતા છે, પરંતુ આ વાવાઝોડાને કારણે ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
@ 11.00 a.m. on 3 June 2020
દરીયામાં મુંબઈથી 190 કિમી દૂર છે વાવાઝોડું થોડા કલાકોમાં અલીબાગ લેન્ડફૉલ કરશે
તા.3 જૂનના રોજ સવારે મળેલી માહિતી મુજબ નિસર્ગ વાવાઝોડાનું સેન્ટર પોઇન્ટ મુંબઇથી દરીયામાં 190 કિ.મી. થી ઉતર પૂર્વ તરફ આગળ વધી રહેલું જોવા મળ્યું હતું. એવી આગાહી કરવામાં આવી છે કે થોડા કલાકોમાં આ વાવાઝોડું મહારાષ્ટ્રના અલીબાગ ખાતે લેન્ડફોલ કરશે.
એનડીઆરએએફની ટીમોએ આજે સવારે કોલિવાડા અને અલીબાગના વિસ્તારોમાંથી લોકોને ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફના ડાયરેક્ટર એસએન પ્રધાને જણાવ્યું કે વાવાઝોડું નિસર્ગના ખતરાને જોતાં લોકોને અહીંથી સુરક્ષિત સ્થળે ઘસેડવામાં આવ્યા હતા. મુંબઇમાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આજે બપોરે વાવાઝોડું નિસર્ગ મુંબઇ પહોંચશે.
એ પૂર્વે નિસર્ગ વાવાઝોડું આગામી ૧૨ કલાકમાં અત્યંત તીવ્ર રૂપ ધારણ કરે એવી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય મહારાષ્ટ્રના પશ્ર્ચિમ અને ગુજરાતના દક્ષિણ કિનારાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દરીયા કાંઠાના વિસ્તારોના લોકોનું સ્થળાંતર
સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં સમાવિષ્ટ સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ આ ચાર જિલ્લાઓમાં સ્થળાંતર અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે ત્યારે દરિયાકાંઠાના ગામોમાં કાચા ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાના અંદાજે ૭૮,૯૭૧ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવનાર છે તે પૈકી ૧૭૨૭ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે.
સૂરતમાં 32 ગામોને એલર્ટ
દમણ અને દક્ષિણ ગુજરાતમાં ત્રીજી જૂનના રોજ સાંજ અથવા રાત્રીથી અસર બતાવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતનાં બંદરો પર ડીસી ૧ સિગ્નલ મૂકી દેવાયું છે. તો સાથે જ સુરત જિલ્લામાં ૩૨ ગામોને એલર્ટ કરાયા છે. જરૂર જણાશે તો સ્થળાંતર કરવામાં આવશે તેવું સ્થાનિક તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં ૧૧૦થી ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય શકે છે.
કલેક્ટર રાજકોટનું ટ્વીટ
“NISARGA” INTENSIFIED INTO A SEVERE CYCLONIC STORM AND LAY CENTRED AT 0530 HRS IST OF TODAY, THE 03RD JUNE 2020, NEAR LAT. 17.30°N AND LONG. 72.10°E, ABOUT: 165 KM SOUTH-SOUTHWEST OF ALIBAGH. 215 KM SOUTH-SOUTHWEST OF MUMBAI. 440 KM SOUTH-SOUTHWEST OF SURAT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વાવાઝોડાની સંભવિત અસર અંગે માહિતી મેળવી હતી. તેમણે એક સંદેશમાં કહ્યું હતું કે, ભારતના પશ્ર્ચિમ ક્ષેત્રમાં વાવાઝોડાની પરિસ્થિતિ અંંગેની માહિતી મેળવી હતી. સર્વની કુશળતા માટે પ્રાર્થના. સાવચેતીના અને તકેદારીના તમામ પગલાં ભરવા મારી લોકોને વિનંતી! આ અગાઉ સોમવારે સાંજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એનડીએમએ, એનડીઆરએફ, આઈએમડી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે બેઠક કરી ચક્રવાત અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણનો પટ્ટો વધુ તીવ્ર બન્યો છે અને તેણે ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, એમ જણાવતાં હવામાન ખાતાએ મંગળવારે કહ્યું હતું કે આજે આ ચક્રવાત ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કિાનારા વિસ્તાર પાસેથી પસાર થશે.
દબાણનો પટ્ટો મંગળવારે બપોરે વધુ તીવ્ર બન્યો હતો અને ચક્રવાતનું સ્વરૂપ લીધું હોવાનું હવામાન ખાતાના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ કહ્યું હતું.
દરમિયાન વેસ્ટર્ન નેવલ કમાન્ડે પાંચ ફ્લડ ટીમ અને ત્રણ ડાઈવિંગ ટીમ મુંબઈના વિવિધ વિસ્તારોમાં સ્ટેન્ડ બાય રાખી છે તેવું સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું. દરમિયાન વેપારી જહાજોને અને માછીમારોને નજીકના બંદરે પહોંચી જવા ઈન્ડિયન કોસ્ટગાર્ડે વિનંતી કરી હતી.
મંગળવાર રાત સુધીમાં આ વાવાઝોડું વિનાશક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું.
આ વાવાઝોડાની મુંબઈ પર પણ અસર થશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ડિપ્રેશન અને ડીપ ડીપ્રેશન વાવાઝોડું ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાના બે તબક્કા છે.
મહારાષ્ટ્રના પશ્ચિમ કિનારા પર બુધવારે ત્રાટકનારા ’નિસર્ગ’ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ૧૦ ટીમને બચાવ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવી છે, એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે જણાવ્યું હતું.
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને સરકારે કરેલી તૈયારીઓની વિગત આપતાં મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુંબઈ શહેર, ઉપનગરો, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાઈરસને ધ્યાનમાં રાખીને સાવચેતી વધારે રાખવામાં આવી રહી છે. કુલ ૧૬ એનડીઆરએફની ટુકડીમાંતી ૧૦ને બચાવ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવી છે અને એસડીઆરએફની છ ટુકડીઓને રિઝર્વ રાખવામાં આવી છે. ઠાકરેની કચેરીએ જણાવ્યું હતું કે જે લોકો કાચા ઘરમાં રહે છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ ચાલી રહ્યું છે. આવી જ રીતે નોન-કોવિડ હોસ્પિટલોને સજ્જ રાખવામાં આવી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું નહીં ટકરાય પરંતુ તેની અસરને કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડીપ ડિપ્રેશન આગામી 12 બાદ વાવાઝોડામાં ફેરવાઈ જશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 6 કલાક બાદ ડીપ ડિપ્રેશન સાયક્લોનમાં અને 12 કલાક બાદ ડીપ ડિપ્રેશન સીવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. આવતીકાલે આ વાવાઝોડું દમણ અને મહારાષ્ટ્ર વચ્ચેથી પસાર થશે.આ સમય દરમિયાન પવનની ગતિ 100-110 કિમી પ્રતિકલાકની રહેશે.
હાલ આ ડીપ ડિપ્રેશન સુરતથી 670 કિલોમીટર દૂર છે અને 6 કલાકે 11 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. સંભવિત વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 200થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ સુરતના ડુમસ, સુવાલી, ડભારી બીચ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવસારીનો ઉભરાટ બીચ પણ ખાલી કરાવવામાં આવ્યો છે.
ગુજરાતના ઉમરગામ દરિયા કિનારે એલર્ટ ઘોષિત
મહારાષ્ટ્રને કેવી રીતે ઘમરોળશે નિસર્ગ વાવાઝોડું
Deep Depression to intensify into Cyclonic Storm during next 6 hours. To cross north Maharashtra and adjoining south Gujarat coast between Harihareshwar and Daman, close to Alibag (Raigad District, Maharashtra) during the afternoon of 03rd June. https://t.co/rXRAo26pyFpic.twitter.com/lOJUD8FMFP
તા.2 જૂન સાંજે 4 કલાકની સ્થિતિ અને એ પછીનું પ્રોજેક્શન
સેટેલાઇટ ઇમેજ તા.2 જૂન બપોરે 2 કલાકે
Reported on 1st JUNE 2020
Symbolic Photo
2/3/4 જૂને ગુજરાતમાં વાવાઝોડું અને અતિભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD)એ હાલ પશ્ચિમ ભારતને સ્પર્શતા અરબી સમુદ્રમાં ઉપસ્થિત થયેલી સાયક્લોનિક સિસ્ટમ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે તા. 2, 3 અને 4 જૂન સુધીમાં વાવાઝોડું ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા નજીક પહોંચે તેવી શક્યતા છે. જોકે વાવાઝોડાની દિશો બદલાય રહી હોવાથી આમા ફેરફાર થઇ શકે તેમ છે. હાલ જે વાવાઝોડાનું સંકટ તોળાય રહ્યું છે એ વાવાઝોડાને તા.1લી જૂને બપોરે 2 વાગ્યા સુધી કોઇ નામ આપવામાં આવ્યું નથી.
IMDના પ્રાદેશિક સેન્ટર દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર ‘distant cautionary (DC)-1’ નંબરનું સિગ્નલ લગાવવા સૂચવાયું છે. આનું કારણ એ છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 90-100 કિમીની ઝડપે પવન ફૂંકાશે જે 4 જૂન સુધી 110 કિમી પ્રતિકલાકની સ્પીડ સુધી પહોંચી શકે છે. જેથી દરિયો વધુ તોફાની બનવાની સંભાવનાઓ છે.
તા.4 જુન સુધીમાં ગુજરાતના મહત્તમ જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા ક્ષેત્રમાં ઉત્તર દિશા તરફ આગળ વધ્યા બાદ વાવાઝોડું વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. જેથી 3 અને 4 જૂને પૂર્વી સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
પ્રાદેશિક હવામાન કચેરીના ડિરેક્ટર શ્રી જયંત સરકારે પત્રકારોને જણાવ્યું હતું કે, 3 જૂનના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 4 જૂને આગળ જણાવેલ જિલ્લાઓ સિવાય ડાંગ, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ અને અમદાવાદમાં પણ ચક્રવાતી વાવાઝોડાને કારણે ભારેથી ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. કેમ કે, આ વાવાઝોડાની રચના હજી થઈ નથી, તેથી વાવાઝોડું કોઈ સત્તાવાર નામ નથી.
ગીર જંગલ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનામાં ૨૫ સિંહોના મોત થઇ ચૂક્યા છે. આ સિંહોના મોત પાછળનું કારણ જાણવા માટે કેન્દ્રની ટીમ ગીર વિસ્તારમાં પહોંચી છે, જેમાં કેન્દ્રીય વન વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર, ઇન્ડિયા વેટનરી ઇન્સ્ટીયૂટના સભ્ય અને વાઇલ્ડ લાઇફ ઈન્સિીટ્યૂટ ઑફ ઇન્ડિયાના સભ્યનો સમાવેશ થાય છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટની પણ તપાસ કરશે. સિંહોની તમામ તપાસ બાદ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપાશે, જ્યારે સ્થાનિક વનવિભાગ સિંહોમાં બેબીસીયા રોગ હોવાનું રટણ કરી રહ્યું છે. બીજી તરફ ૨૦૧૮માં આવેલા કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ રોગની પણ ઉચ્ચ અધિકારીઓમાં આશંકા છે. ગીર વિસ્તારમાં તપાસ હાથ ધરી દિલ્હીની ટીમ જૂનાગઢ ઝૂ ખાતે રવાના થઇ છે.
ગીરના સિંહોના મૃત્યુનું કારણ બેબીસીયા (શરીર પર લોહી ચૂસતા ટિક) આ બેબીસીયા વન્યજીવોમાં પિરોપ્લાઝ્મોસિસ: ઇટાલિયન આલ્પ્સમાં બેબીઝિયા અને મેલેરિયા મુક્ત રીતે વિહરતા ખરીવાળા સસ્તન પ્રાણી અને માંસાહારીને અસર કરે છે. બેબીસીયા તે એપીકોમ્પ્લેક્સ પરોપજીવી છે. બેબીસીયા એ ટિક-જન્મેલા ઇન્ટ્રોસેલ્યુલર એરિથ્રોસાયટીક હીમોપ્રોટોઝોઆન પરોપજીવી બેબીયોસિસનું કારણ છે.
ગુજરાત માથે હીકા વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે. હાલ જે ડિપ્રેશન ઓમાન-મસ્કત તરફ છે તે આગામી ચોથી અને પાંચમી જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડું તરીકે ફંટાય તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે.
આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે. જો કે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના લીધે વાવાઝોડાએ રૂટ બદલ્યાની શંકા છે.
હવામાન ખાતાના અપડેટ અનુસાર અત્યારે અરબી સમુદ્રનું ડિપ્રેશન ઓમાન-યમન પાસે કેન્દ્રિત છે. અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હવે આ ડિપ્રેશન વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. અલબત્ત આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત હવામાન ખાતા તરફથી કરાઈ નથી, પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના ૧૨૦ કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
ગુજરાત પર હાલ વાવાઝોડાનું સંકટ સર્જાયું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને પોરબંદર, ભાવનગર, મોરબી અને જાફરાબાદમાં ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે ૩૧ મે સુધી હળવા વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આગામી ૪ અને ૫ જૂનના રોજ દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે.
આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે.
કેન્દ્ર સરકાર તરફથી ૧ જુનથી ૩૦ જુન સુધીની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી, જેમાં ત્રણ ફેઝમાં હોટલ, રેસ્ટોરન્ટ,ધાર્મિક સ્થળો સિવાય અન્ય વસ્તુઓ ખોલવામાં આવશે. ત્યારે ગુજરાત સરકાર તરફથી પણ લોકડાઉન ૫.૦ના અનલોક ૧.૦ને લઇ મહત્વ જાહેરાત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર ગુજરાતમાં એસટી બસ ૬૦ ટકા ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં રીક્ષાઓ પણ દોડતી થશે જેમાં ૨ વ્યક્તિઓને બેસાડી શકાશે.
અનલોક-૧ની ગાઇડ લાઇન્સની મહત્વપૂર્ણ જાહેરાતો ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે તે આ મુજબ છે : • કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. • કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે. • સમગ્ર રાજ્યમાં રાતના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો અમલ કરાશે. • સમગ્ર રાજ્યમાં એસ.ટી બસો ૬૦ ટકા સિટિંગ કેપિસિટી સાથે બસ સેવા શરૂ થશે. • સમગ્ર રાજ્યમાંથી દૂકાનો માટે ઓડ ઈવન પદ્ધતિ સંપૂર્ણ બંધ • સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ કરવાની છૂટ • મોટરસાયકલ અને સ્કૂટરમાં હવે ફેમિલી મેમ્બર સાથે બે વ્યક્તિને સવારીની છૂટ, માસ્ક પહેરવું ફરજિયાત • મોટા વાહનો-ફોર વ્હિલ-એસયુવીમાં ડ્રાઈવર વત્તા ત્રણ વ્યક્તિ મુસાફરી કરી શકશે • સમગ્ર રાજ્યમાં સિટી બસ સેવા ૫૦ ટકા કેપિસિટીથી ચાલુ કરવાની છૂટ • સચિવાલય અને સરકારી કચેરીઓ સોમવાર ૧લી જૂનથી ફૂલ ફ્લેજ્ડ શરૂ થશે • ૧લી જૂનથી કન્ટેઈનમેન્ટ ઝોન સહિત રાજ્યભરમાં બેન્કો પણ ફૂલ ફ્લેજ્ડ કામ કરતી થઈ જશે • હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, મોલ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ૮મી જૂન સુધી ચાલુ નહીં થાય • કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં • આરોગ્ય વિભાગ રવિવાર સાંજ સુધીમાં રાજ્યના કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારો ફાઈનલ કરી તેની જાહેરાત કરવામાં આવશે. • શૈક્ષણિક સંસ્થાઓ-શાળા-કોલેજો-કોચિંગ ક્લાસિસ, ટયૂશન ક્લાસિસ-એજયુકેશન ઈન્સ્ટિટયૂટ શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ મુજબ જૂલાઈ માસમાં કરાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે , લૉકડાઉન-૪ પછી રાજ્યમાં છૂટછાટો આપીને અમદાવદ અને સુરત સિવાય અલગ-અલગ નગરો, શહેરો, ગામોમાં જનજીવન સામાન્ય થાય તે માટેના પ્રયાસોમાં લોકોએ નિયમો પાળીને જે સહકાર આપ્યો છે તેનો રાજ્ય સરકાર આભાર વ્યક્ત કરે છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે સૌ કોરોના સંક્રમણ વચ્ચેથી પસાર થઈ રહ્યાં છીએ એ ભૂલવાનું નથી. એકેએક ગુજરાતી કોરોના વોરિયર બનીને કાર્યરત થાય, માસ્ક વિના બહાર ન નીકળીએ તેમજ જવાબદાર નાગરિક તરીકે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ.એટલું જ નહીં વારંવાર સાબુથી હાથ ધોઈએ, કામ કાજના સ્થળે બધુ સેનેટાઈઝ થાય તેની દરકાર રાખીએ અને આપણા પરિવારના ૬૫ વર્ષથી વધુ વયના વડીલો અને નાના બાળકોની વિશેષ કાળજી લઈ તેમને ઘર બહાર ઓછા જવા દઈએ.
લૉકડાઉનના ચાર તબક્કામાં જે સહકાર-સહયોગ આપીને નિયમોનું પાલન કર્યું છે તે રીતે હવે અનલૉક-૧માં પણ સહયોગ આપે. કામકાજ અટકે નહીં, આર્થિક રૂકાવટ આવે નહીં સાથોસાથ જનજીવન અને રોજિંદી પ્રવૃત્તિઓ ઝડપથી પૂર્વવત થાય તેની પણ સૌ તકેદારી રાખવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ રાજ્યના નાગરિકોને અપીલ કરી હતી.
ગૃહમંત્રાલયે લૉકડાઉન પૂરું કરી દીધું અને હવે અનલૉક 1ની ગાઈડલાઇન્સ (Unlock 1 Guidelines and rules) જાહેર કરી દીધી છે. આ અંતર્ગત કન્ટેન્મેન્ટ ઝોનની બહાર તબક્કાવાર છૂટછાટ આપવામાં આવશે, પણ હાલ કન્ટેન્મેન્ટ જોનમાં સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જો કે, આવશ્ય વસ્તુઓ માટે પરવાનગી છે. અનલૉક 1ની આ ગાઈડલાઇન્સ 1 જૂનથી 30 જૂન માટે લાગૂ પાડવામાં આવી છે. તો જાણો શું છે લૉકડાઉન 5.0 નહીં પણ અનલૉક 1…
રાતનું કર્ફ્યૂ જળવાઈ રહેશે. જે જીવનાવશ્યક વસ્તુઓ છે, તેમની માટે કોઇ જ કર્ફ્યૂ નહીં હોય. રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હવે નાઇટ કર્ફ્યૂ રહેશે. અત્યાર સુધી સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી હતું, સ્કૂલ-કૉલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા અંગે સરકાર પછીથી નિર્ણય લેશે.
મંદિર, મસ્જિદ, ગુરૂદ્વાર, ચર્ચમાં જઈ શકશો. કેટલાક રાજ્યોની ઇચ્છા છે કે મૉલ્સ પણ ખોલવામાં આવે તો તે પણ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. સ્કૂલ-કૉલેજ બીજા ફેસમાં જુલાઇથી શરૂ કરવામાં આવી શકે છે. 8 જૂનથી રેસ્ટૉરન્ટ્સ અને હૉટેલ્સ પણ શરૂ થઈ શકશે. સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક કમ્પલસરી રહેશે. ધાર્મિક સ્થળો અને સલૂન શરૂ કરવામાં આવશે પણ કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી રહેશે.
એકથી બીજા રાજ્યમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તે હટાવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં પણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લોકો આવાગમન કરી શકશે, પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન આવશ્યક છે. ક્યાંય પણ આવવા કે જવા પહેલા કોઇપણ પ્રકારની પરવાનગી લેવાની જરૂર નહીં પડે.
હવે રાજ્ય સરકારને વધારે તાકાત આપવામાં આવી છે. રાજ્ય સરકાર નક્કી કરશે કે કેવી રીતે રાજ્યોમાં બસ અને મેટ્રો સેવાઓ શરૂ થશે. કેન્દ્ર સરકારે પ્રતિબંધ હટાવી દીધા છે, પણ રાજ્ય સરકાર પોતાના સ્તરે પ્રતિબંધ મૂકી શકે છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન પહેલા જ કહ્યું હતું કે લૉકડાઉન 5.0 ખૂબ જ સામાન્ય હશે. તેમણે જણાવ્યું કે, “આમાં અમુક જ વિસ્તારોમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. અન્ય જનજીવન સામાન્ય કરી દેવામાં આવશે.” તેમણે જણાવ્યું કે હાલ જે પરિસ્થિતિ છે તે હંમેશાં નહીં રહે. લોકોને ઘણી હદે છૂટ આપવામાં આવી ચે અને હવે આશા છે કે સામાન્ય જીવન થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારની બીજી ટર્મને એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે શનિવારે દેશવાસીઓને સંબોધતો એક ખુલ્લો પત્ર લખ્યો છે. પીએમ મોદીએ આ પત્રમાં દેશમાં પ્રવર્તેલી કોરોના વાયરસ મહામારીથી લઈને અર્થતંત્ર અંગેની વાત રજૂ કરી છે. આ ઉપરાંત પરપ્રાંતિય મજૂરોની વેદનાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સામાન્ય સ્થિતિમાં પીએમ મોદી લોકોની વચ્ચે હાજર રહીને પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે પરંતુ તાજેતરમાં લોકડાઉનની સ્થિતિને પગલે તે શક્ય નહીં હોવાથી આ પત્ર લખ્યો હોવાની સ્પષ્ટતા વડાપ્રધાને કરી હતી.
છેલ્લા એક વર્ષમાં તેમની સરકારે લીધેલા ઔતિહાસિક પગલાંઓને લીધે દેશમાં ઝડપથી વિકાસ થયો હતો. જો કે તેમણે સ્વીકાર્યું કે હજુ પણ ઘણું કરવાનું છે અને દેશ સમક્ષ અનેક મુશ્કેલીઓ તેમજ પડકારો ઊભા છે.
પીએમ મોદીએ પત્રમાં કોરોના વાયરસ મહામારીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, હું દિવસ-રાત કામ કરી રહ્યો છું. મારામાં કોઈ ત્રુટી હશે પરંતુ આપણા દેશમાં કોઈ જ નથી જણાતી. હું દેશવાસીઓમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવું છું, તમારી શક્તિ અને ક્ષમતામાં મને મારા કરતા પણ વધારે વિશ્વાસ છે. કોરોના વાયરસ સામેની જંગમાં દેશે જે એકતાના દર્શન કરાવ્યા છે તેનાથી વિશ્વના લોકો પણ અચંબિત થયા છે અને મને વિશ્વાસ છે કે આર્થિક પુનરુત્થાનામાં પણ તે એક દ્રષ્ટાંતરૂપ બની રહેશે.
એકતરફ વિરાટ આર્થિક સંશાધનો તેજ કુશળ હેલ્થકેર સિસ્ટમ ધરાવતી શક્તિઓ હતી, જ્યાં બીજીતરફ દેશમાં અન્ય મુશ્કેલીઓની સાથે વિશાળ વસ્તી તેમજ મર્યાદિત સંશાધનોનો પડકાર પણ હતો. ઘણા લોકોને લાગતું હતું કે ભારત કોરોનના વાયરસની લપેટમાં આવ્યા બાદ તે વિશ્વ માટે એક સમસ્યા બની રહેશે પરંતુ ભારતે વિશ્વના આ દ્રષ્ટિકોણને બદલી નાંખ્યો.
પીએમે પત્રમાં પરપ્રાંતિયો મજૂરો, કારીગરો તેમજ લઘુ ઉદ્યોગના કામદારો, ફેરિયાઓ સહિત તમામ લોકોને પડેલી મુશ્કેલીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ મહામારીમાં દરેકને ઓછાવત્તા પ્રમાણમાં સહન કરવું પડ્યું છે. આપણે સૌએ એક થઈને તેમની મુશ્કેલીઓનો અંત લાવવાનો નિર્ધાર કર્યો છે.
વડાપ્રધાને દેશવાસીઓને જણાવ્યું હતું કે તેઓ ચુસ્તપણે નિયમો તેમજ માર્ગદર્શિકાનું પાલન કરે. અત્યાર સુધી જે પ્રકાશે સંયમ રાખ્યો છે તે આગળ પણ જાળવી રાખે. વિશ્વના અન્ય દેશોની તુલનાએ ભારત હાલમાં સુરક્ષીત છે તેથી જ તે એક સુરક્ષીત સ્થળ બન્યું છે. ભારત માટે કોરોના વાયરસનો જંગ ઘણો લાંબો છે પરંતુ તેના વિજયપથ પર આપણે મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ અને આપણે આ જંગ જીતીને જ રહીશું.
કોરોના વાયરય પછીના વિશ્વમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા કેવી હશે તે અગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મોદીએ જણાવ્યું કે ભારતે પોતાની એકતાની તાકાતથી જે રીતે વિશ્વને ચોંકાવ્યું છે તે પ્રમાણે આર્થિક પુનરુત્થાનમાં પણ આપણે મિશાલ બનીશું, તેમ વડાપ્રધાને પત્રમાં જણાવ્યું હતું.
આત્મનિર્ભરતા અંગે તેમણે કહ્યું કે, આ સમયની માંગ છે. આપણે વ્યક્તિગત ક્ષમતાના બળે આગળ વધવું પડશે. આ માટે એક જ વિકલ્પ છે- આત્મનિર્ભર ભારત. તાજેતરમાં સરકારે જાહેર કરેલા 20 લાખ કરોના આર્થિક પેકેજથી આ દિશામાં મહત્વની મદદ મળી રહેશે. આનાથી દરેક ભારતીય માટે એક નવી તક ઉભરશે. ખેડૂતો, કામદારો, નાના ઉદ્યોગસાહસિકો અને યુવાનો તેમજ સ્ટાર્ટ અપ્સને પણ તેનો લાભ મળશે.
મોદી સરકાર 2.0ની કામગીરીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે સંસદની ફળદ્રુપતામાં પણ વધારો થયો છે અને સંખ્યાબંધ ખરડાઓ પસાર કરાવવામાં આવ્યા હતા. મોદીએ જણાવ્યું કે આ ગાળામાં કલમ 370 નાબૂદ કરવામાં આવી જે દેશના એકતા તેમજ અખંડિતતા માટે મહત્વનો નિર્ણય હતો. આ ઉપરાંત રામ મંદિરનો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો. તેમની સરકારે ટ્રિપલ તલાકના કાયદાને હટાવ્યો. આ ઉપરાંત નાગરિકતા સંશોધન કાયદો ભારતીયોની કરૂણા અને સમાવિષ્ટતાની ભાવનાનું ઉદાહરણ છે. સબકા સાથ સબકા વિકાસ તેમજ સબકા વિશ્વાસ સાથે દેશ તમામ ક્ષેત્ર આગળ વધી રહ્યો છે.
કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ જીપીએસસી દ્વારા ૩૧ મે સુધીમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી ૧ જૂનથી ૩૦ જૂન ૨૦૨૦ સુધીમાં આયોજિત તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો નક્કી કરીને ૨૦ જૂનના રોજ આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. જે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેની નવી તારીખ મહિના મુજબ અગ્રતા આપી નક્કી કરવામાં આવશે, એટલે કે પ્રથમ માર્ચ તથા એપ્રિલ અને પછી મે અને જૂન મહિનાની પરીક્ષાઓ યોજાશે. જેના માટે ઉમેદવારોએ આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતી પણ કરવામાં આવી છે.
ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં થયેલા મરણનો આંક ૪,૭૦૬ પર પહોંચ્યો છે અને એ સાથે જ ભારતે આ મામલે ચીનને પાછળ પાડી દીધું છે. શુક્રવારે સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાને કારણે વધુ ૧૭૫ જણનાં મોત થયાં હોવા ઉપરાંત કોરોનાના નવા ૭,૪૬૬ કેસ નોંધાયા હતા, એમ કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું.
જ્હૉન હૉપક્ધિસ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ કોરોનાના કેસને મામલે ભારતે તુર્કીને પણ પાછળ પાડી દીધું છે અને આ સાથે જ ભારતે કોરોનાથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા વિશ્ર્વના દેશોમાં નવમું સ્થાન મેળવી લીધું છે.
ચીનમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૪,૬૩૮ જણનાં મૃત્યુ થયાં હોવા ઉપરાંત કોરોનાના કુલ ૮૪,૧૦૬ કેસ નોંધાયા છે. ભારતમાં પ્રથમ જ વાર એક જ દિવસમાં કોરોનાના વિક્રમજનક ૭,૦૦૦ કરતા પણ વધુ કેસ નોંધાયા હતા. બીવીસ મેથી દેશમાં દરરોજ કોરોનાના ૬૦૦૦ કરતા પણ વધુ કેસ નોંધાઈ રહ્યા હતા. ભારતમાં કોરોનાના ૮૯,૯૮૭ સક્રિય કેસ છે તો અત્યાર સુધીમાં ૭૧,૧૦૫ દરદી સાજા થઈ ગયા છે અને એક દરદી વિદેશ સ્થળાંતર કરી ગયો છે.
મતલબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૨.૮૯ ટકા દરદી સાજા થઈ ગયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના જણાવ્યાનુસાર ૨૯ મે સવારના ૯:૦૦ વાગ્યા સુધીમાં દેશમાં કુલ ૩૪,૮૩,૮૩૮ નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી અને છેલ્લાં ૨૪ કલાકમાં ૧,૨૧,૭૦૨ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
દેશમાં કોરોનાને કારણે કુલ ૪,૭૦૬ મૃત્યુ થયાં છે. અને ૧,૯૮૨ મૃત્યુ સાથે મહારાષ્ટ્ર મોખરે છે તો ગુજરાત ૯૮૦, મધ્ય પ્રદેશ ૩૨૧, દિલ્હી ૩૧૬, પ. બંગાળ ૨૯૫, ઉત્તર પ્રદેશ ૧૯૭, રાજસ્થાન ૧૮૦, તમિળનાડુ ૧૪૫, તેલંગણા ૬૭, આંધ્ર પ્રદેશ ૫૯, કર્ણાટક ૪૭, પંજાબ ૪૦, જમ્મુ-કાશ્મીર ૨૭, હરિયાણા ૧૯, બિહાર ૧૫, ઓડિશા અને કેરળ પ્રત્યેક ૦૭, હિમાચલ પ્રદેશ ૦૫, ઝારખંડ, ઉત્તરાખંડ, ચંડીગઢ અને આસામ પ્રત્યેક ૦૪ તો મેઘાલય એક મૃત્યુ સાથે ત્યાર પછીના સ્થાને છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.